________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
૧૧
દર્શન - ચારિત્ર - તપ - વીર્ય શક્તિ અનંત છે. ગુણ = શક્તિ. અનંતકાળથી જીવે પોતાની અનંત અનંત શક્તિ, અનંત અનંત રસ – પુદ્ગલમાં ઠાલવ્યા જ કરી છે. ઠાલવી ઠાલવીને જીવ પોતે ખાલી થઈ ગયો છે. પોતાના ઘરમાંથી આતમરામ નીકળી ગયા છે. તેથી જ્યારે પુદ્ગલના શબ્દાદિ પાંચ વિષયો મળશે ત્યારે તેમાં અનંત રાગાદિ કરશે.
હવે આ અનંતશક્તિનું ઊર્ધીકરણ કરીને તેને સ્વરૂપમાં ઠાલવવાની છે, ગુણોની સ્વરૂપમાં થતી એકમેકતા, એ જ સંપૂર્ણતા છે. કેવલજ્ઞાનથી જીવ સંપૂર્ણતયા પોતામાં સમાઈ જાય છે અને સાધનાનો પૂર્ણ વિરામ થાય છે. અત્યાર સુધી આ શક્તિ પુદ્ગલમાં ઠલવાતી હતી અને તેથી જીવ ગુગલ જોડે ચોંટી જતો હતો, એકમેક થઈ જતો હતો અને પછી તેમાં કોઈ વિઘ્ન આવે તો તીવ્ર કષાય કરતો હતો. આ જ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. હવે જરૂર ન હોય ત્યારે આ અનંતાનુબંધી કષાયનો પાવર ઓછો દેખાય, તો સંજ્વલન જેવા પણ દેખાઈ શકે છે પણ મૂળ અસલ જાત તો અનંતાનુબંધીની જ હોય છે અને માટે જ ફરી નિમિત્ત મળતાં તે અનંતાનુબંધી પોતાનો ચહેરો દેખાડે છે. નિમિત્તોની અલ્પતાથી મહોરું બદલાઈ શકે છે પણ ચહેરો બદલાઈ શકતો નથી અને આથી જ સંસાર એકાંતે ખરાબ છે. અમે જ્યારે સંસાર શબ્દ બોલીએ છીએ ત્યારે અત્યંતર સંસાર સમજવો. બાકી બાહ્યસંસારમાં પરમાત્માના મંદિર, મૂર્તિ વગેરે સાત ક્ષેત્રો એ સારભૂત સંસાર છે માટે જ કહ્યું છે કે, સાર તું સારું ઉદ્ધતું !
આ કષાયો ચંડાળ જેવા અસ્પૃશ્ય છે. ચંડાળ શરીરને અપવિત્ર કરે છે, કષાય આત્માને અપવિત્ર કરે છે. જાતિચંડાળ સાથે બે કલાક ફરી તો જુઓ, ફક્ત બે કલાક જ સાથે રહેવાનું. અડવાનું નહિ. છતાં તેવું તમે કરશો ? ના. તો પછી અસ્પૃશ્ય એવા કષાયોની દોસ્તી શા માટે કરો છો ? કષાયો એ જીવોની મૈત્રીને તોડી નાખે છે.
સમ્યકત્વ જીવોની સાથે અપ્રીતિભાવ, જુગુપ્સાનો ભાવ, વૈરનો ભાવ, શત્રુતાનો ભાવ કદી ન આવવા દે.
અનાદિકાળથી જીવે પ્રસ્થિભેદથી પ્રાપ્તવ્ય એવા સમકિતને પામવાનો અપૂર્વ ભાવ કર્યો જ નથી. એક સ્ત્રીને પુત્રપ્રાપ્તિની ઝંખના જેટલી સતાવે તેના કરતાં અનેકગણી સમ્યકત્વપ્રાપ્તિની ઝંખના થશે ત્યારે આત્મકલ્યાણ નિશ્ચિત થશે.
જીવ સાથે ભેદનો પરિણામ ને પુદ્ગલ સાથે અભેદનો પરિણામ આ છે સંસાર. સંસાર વ્યવહારથી ચાલે છે અને વ્યવહાર ભેદથી ચાલે છે.
હવે જીવો સાથે પ્રેમની અભેદ પરિણતિ ને પુગલ સાથે વૈરાગ્યની પરિણતિ કરતાં કરતાં આગળ વધીએ તો બંનેની પરાકાષ્ઠામાં મોક્ષ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org