________________
નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા
૧૯
જેના મનમાં સ્ત્રી રમે છે તેને પ્રભુ ના મળી શકે.એવું જાણ્યા પછી એક બાજુ બ્રહ્મચર્યની નવવાડોનું કઠોરતમ પાલન, ઘોર તપ, વિગઈત્યાગ વિ. કરવું અને બીજી બાજુ અશુચિ વગેરે ભાવનાથી ઉપયોગમાં અનાસક્તિ કેળવવી. વૈરાગ્ય રાખવો. આ બંને સાધનામાં ગુરુકપા ભળે ત્યારે બ્રહ્મચર્યની સિદ્ધિ સાંપડે છે. ઉગ્ર ગુરુકૃપા મળે ક્યારે ? હૃદયમાં ગુરુનો વાસ હોય ત્યારે ગુરુકૃપા મળે છે. ત્યાગ, તપ, વૈરાગ્ય એ બ્રહ્મચર્ય માટે અત્યંત ઉપયોગી છે એટલે ત્યાગ, તપ, વૈરાગ્યનું ખંડન કરનારા હકીકતમાં બ્રહ્મચર્યનું ખંડન કરે છે.
- ચેતન લોહાગ્નિ ન્યાયે શરીરમાં વ્યાપેલું છે. તેની અસરથી વ્યાપ્ત છે. જેનો આત્મા ક્રોધી છે તેના શરીરમાં પણ તેની અસર છે. શરીરમાં છાયા પડે છે, વેશ્યા રહે છે. મુખાકૃતિ ઉપર ભાવ આવે છે. આંખોમાં લાલાશ આવે છે. મગજમાં તણાવ થાય છે આમ ભાવની અસર દ્રવ્ય ઉપર છે. નિરંતર ક્રોધના સંસ્કાર – પરિણામ – ભાવથી મુખાકૃતિ ઉપર ક્રોધની છાયાનું ચિત્ર ઊભું થાય છે. એક “ઓરા' ખડી થાય છે અને એના વાંચનથી આપણે તેનો સ્વભાવ, ખાસિયતો, ગુણો, અવગુણો કહી શકીએ છીએ.
- માયાવીની મુખાકૃતિ, હાવભાવ જોવાથી માયાનું અનુમાન થઈ શકે છે. જેમ અંદરના ભાવોની બહારના પુદ્ગલો ઉપર અસર થાય છે તેમ ઉપવાસથી - દેહના કષ્ટથી – અંદરના વિકારો પણ મોળા પડે છે.
જડ ચેતનને કંઈ કરતું નથી અને ચેતન જડને કંઈ કરતું નથી.” આ વાત કોના માટે છે ? તે શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિથી સમજવી પડશે. જેને નિશ્ચય પરિણામ પામી ગયો છે તેના માટે આ વાત સાચી છે પણ જે આત્માને પ્રતિપળ સારા નરસાની અસર થાય છે તેના માટે નિશ્ચયની ભૂમિકાની વાર છે. તે લાવવા માટે વ્યવહારની કઠોર સાધના કરવાની છે. ભાણામાં રોટલી અને પેડો આવ્યા છે. બંને પ્રત્યે સમાન ભાવ હોય તો વાંધો નથી પણ તમારો આત્મા ભેદ જુએ છે. પુલત્વેન પુગલને... જોતાં નથી શીખ્યો તો પછી પેડાનો ત્યાગ જરૂરી છે. પુગલ પુદ્ગલને ખાય છે તો પેડા ઉપર પસંદગી શા માટે ? જ્યાં સુધી પુદ્ગલમાં સારા - નરસાની ભેદરેખા છે, ત્યાં સુધી વ્યવહારની ઉગ્ર પાલના તમારા માટે આવશ્યક છે. સારી ખોટી બધી ચીજ એકસરખી દેખાય એ નિશ્ચયધર્મ પરિણામ પામ્યાનું સુચક છે માટે પછી વ્યવહારનું આલંબન જરૂરી નથી પણ વ્યવહારના આલંબને નિશ્ચય પરિણામ પમાડવો છે. આ વાત ઘંટો.
ભોય અને ડનલોપ બંનેની અસર જુદી કે એક ? આજે ભોંય ઉપર સૂનારને ગઈકાલની ડનલોપ ગાદી યાદ આવે તો ડનલોપ છોડવી પડે.
સારા-ખોટાની ભેદરેખા છે ત્યાં સુધી ઊંચા ભોગો છોડવા પડે. ભેદરેખા Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org