________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વીતરાગતા રાગ-દ્વેષમાં પરિણામ પામી છે. આનંદ સુખ-દુઃખમાં વહેંચાઈ ગયો છે. નિર્વિકારી વિકારી બન્યો છે.
અમર આત્મા મૃત્યુ પામી રહ્યો છે.
જીવને સંસારમાં જે દુ:ખ છે તે ઇચ્છાનું છે. જેની ઇચ્છા થાય અને તે વસ્તુ ન મળે તો તે અંતરાય કહેવાય. પણ જેને ઇચ્છા નથી તેને અંતરાય શેનો ? વાંઢાને પત્નીનો અંતરાય કહેવાય, દરિદ્રીને ધનનો અંતરાય કહેવાય. સાધુને નહિ, કારણ વાંઢાને અને દરિદ્રીને પત્ની અને ધનની ઇચ્છા છે. જીવને દુ:ખ છે તે અંતરાયકર્મ છે. પૈસાનો અંતરાય કર્મ છે તો દુઃખ છે. પત્ની નથી તો તે પત્નીનો અંતરાયકર્મ છે. એટલે દુઃખ છે. પૈસા મેળવવા માટે મજૂરી કરી કરીને પૈસા મેળવ્યા. કરોડ મળ્યા..પણ મરી જશો એટલે કરોડ ગયા...મજૂરી કરીને જીવે મેળવ્યું શું ? પાછો અંતરાય ઊભો કર્યો....આ અંતરાય તોડવા દાન આપવાનું શરૂ કરો. આ વ્યાખ્યાન સાંભળીને દાની બનો. તો વ્યાખ્યાન સફળ...(તમને શું બનવું ગમે ? શાલિભદ્ર કે પુણીયો ?) પાતંજલદર્શનમાં યોગની વ્યાખ્યા ‘યોગશ્ચિત્તવૃત્તિનિોધઃ” એ વ્યાખ્યા
છે.
ચિત્તવૃત્તિ મનનાં પરિણામ – તેનો નિરોધ. આ વ્યાખ્યા કયાં ઘટે ? સર્વત્ર ના ઘટે. એ વ્યાખ્યા સારી છે. પણ તેનો પરિસ્કાર ઉપાધ્યાયજી કરે છે. સર્વત્ર ઘટી શકે તેવો અર્થ કરે છે. “વિજ્ઞષ્ટ ચિત્તવૃત્તિનિરોધો યો:'' આ વ્યાખ્યા કરે છે. કારણ કે ક્લિષ્ટતા એ સંસાર, ક્લિષ્ટતા એ દુઃખ, ક્લિષ્ટતા એ રઝળપાટ છે. જેમ ક્લિષ્ટતા વધારે, તેમ દુઃખ વધારે. ક્લિષ્ટતા વધારે તેમ સંસાર વધારે.’’
=
“વિનષ્ટ ચિત્તવૃત્તિનિષેધો યોઃ '' આ વ્યાખ્યા ૧થી ૧૩ ગુણઠાણામાં બધે જ ઘટે.
મોક્ષેપ યોગનાતુ યોગઃ”
મોક્ષની સાથે જોડાણ કરી આપનાર મનવચનકાયાનો વ્યાપાર એ યોગ છે. યોગ એ સેતુ છે. પુલ છે. જેમ જેમ ચિત્તવૃત્તિનો નિરોધ તેટલો તેટલો યોગ છે. ખાલી ધર્મક્રિયા એ યોગ નથી. પણ મોક્ષની સાથે જે જોડી આપે તે મન, વચન, કાયાનો ધર્મ વ્યાપાર યોગ છે. જેમકે વ્યવહારનયે પ્રતિક્રમણ કર્યું પણ આદર બહુમાન વિધિ ઉપયોગ વગેરે રાખીને ક્રિયા કરો તો આજ નહીં તો કાલે યોગ આવે...મનને ભટકતું ન રાખો, ચિત્તવૃત્તિને ભટકવા ન દો. તો યોગ બને.
રાગ અને રતિ જુદા છે. રાગ કારણ છે. રતિ કાર્ય છે. દ્વેષ અરિત જુદા છે, દ્વેષ કારણ છે. અરંતિ કાર્ય છે. પદાર્થ જોયો ગમી
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org