________________
પત્રાંક-૫૪૭
૨૫
રીતે દેવો ? કોને કોને બોલાવવા ? કોણ હોશિયાર છે ? સંસારમાં રખડવાની એ બધી ચતુરાઈ તો પોતાની જ છે ને. એ સંસારમાં રખડવાની ચતુરાઈ છે. ‘ગુરુદેવ’ તો કહે છે કે તત્ત્વવિચારમાં કોણ ચતુર છે. ચાલ્યો ને ? તત્ત્વવિચારમાં ચતુરનો વિષય ચાલ્યો. સંસારની ચતુરાઈ તો જીવે બહુ કરી.
મુમુક્ષુ :– ઇ ચતુરાઈ કચારેય કરી જ નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– કરી જ નથી.
=
‘અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.’ જુઓ ! એક એક વાતમાંથી કેટલું શિખવાનું મળે છે ! સમજવાનું મળે છે ! એક એક વચનમાંથી કેટલું સમજવાનું મળે છે ! કે ભાઈ ! તારે ત્યાં પ્રસંગ આવશે. હરખના પ્રસંગ આવશે અને શોકના પ્રસંગ પણ આવશે. બેય આવ્યા વિના રહેશે નહિ. સંસારમાં તો એ જ હોય. બીજું હોય શું ? ચૂલામાં રાખ સિવાય બીજું શું હોય ? તું ચેતીને ચાલજે. એમ કહેવું છે.
‘અપ્રતિબંધભાવ વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.’ આ મારો અભિપ્રાય છે. જવું પડે તો આ અભિપ્રાય લઈને જઈશ. ‘ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર...’ એટલે મુંબઈ’ ‘આવવું કરવું પડે તેમ છે,...' આવવું પડે એમ છે. હવે આવવું નથી પણ આવવું પડે એમ છે. છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિજોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે;..’ એટલે વચ્ચે થાક ખાવો છે. નિવૃત્તિ(માં) આત્માને ઘોળવો છે, આત્માનો રસ લેવો છે. આવો વચ્ચે થોડોક વિચાર છે કે હવે ‘મુંબઈ’થી છૂટવું છે. ફરીને આવવું પડશે તો વચ્ચે આ એક પ્રસંગ કરવો. બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિજોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે; અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું.’ અપ્રતિબંધ એટલે પછી બીજા મુમુક્ષુઓને પણ ભેગા કરવા નથી. ટોળું ભેગું કરીને નિવૃત્તિમાં જાવું નથી.
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જપ્રવાહમાં રહેવું થાય છે.’ એમના ચિત્તમાં બહુ વિચારણા શેની ચાલી છે ? કે બધા જ વ્યવહારથી એકદમ છૂટીને અસંગપણે રહી જવું અને જ્યાં સુધી આવું અસંગપણે નહિ રહેવાય ત્યાં સુધી અસંગપણાના વિષયમાં મારા પરિણામ શાંત નહિ થાય. મટશે નહિ. બધું છોડી અસંગપણે ચાલ્યું જવું છે. એ બહુ વિચાર્યું છે અને એથી એ જ વિચારમાં રહેવું થયા કરે છે. એનો રસ છૂટતો નથી.