________________
૩૬૧
પત્રક-૫૭૨
માનીશ કાંઈક અને થતું હશે કાંઈક. એવી પ્રવૃત્તિ કરીશ.
મુમુક્ષુ :- જે દિવસે આ વિચાર ઉદ્ભવ્યો હતો ત્યારે તો કાંઈ લોકોએ સલાહ નહોતી આપી. પોતાના વિચારથી જ આ વાત ઉત્પન્ન થઈ હતી. તો એમાં લોકોના અભિપ્રાયથી કરીએ છીએ એમ કેમ (સમજવું) ?
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર છે. લોકોના અભિપ્રાયથી નહિ તો શું એની પાછળ અભિપ્રાય હતો ? શું લક્ષ હતું ? એ તપાસી લેવું. બરાબર છે ? કાંઈક તો હશે ને ? કે શૂન્ય હતું ? કાંઈક તો હશે ને ? તપાસી લેવું. જો એમાં એકાંતે આત્મહિત સિવાય બીજું કાંઈ લક્ષ ન હોય તો ઉત્તમ વાત છે. બીજું, એ સિવાય બીજું કાંઈ હોય તો એ બધું એકની એક જાતની ગડબડ છે. પછી એમાં એ ગડબડની અંદર કોઈ વિકલ્પ આવો તો કોઈ વિકલ્પ આવો, એથી કાંઈ બહુ મોટો ફરક પડતો નથી. મારા આત્માના હિત માટે આ હું કરું છું. આત્મહિતની ભાવના વિશેષ આવિર્ભાવ થવા અર્થે હું કરું છું. એ એક લક્ષે જે કાંઈ થાય તે બરાબર છે. લક્ષફેર થયો એટલે એનું ધ્યેય કાંઈક બીજું છે, લક્ષ કાંઈક બીજું છે અને સાચા ધ્યેયની શૂન્યતા છે, ત્યાં અભાવ છે. એનું ફળ પણ વિપરીત જ છે. એનું ફળ વિપરીત છે.
મુમુક્ષુ ઃ–વિપરીત એટલે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– વિપરીત એટલે આત્માને અનુકૂળ નથી. આત્માનું હિત થાય એવું એનું ફળ નથી. પુણ્ય આવે, પુણ્યના ફળ આવે એ બધું થઈ શકવા યોગ્ય છે પણ એથી કાંઈ આત્માને હિત થતું નથી. એ વખતે વધારે અહિત કરશે. કોને ખબર શું કરશે
એ.
આ
માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે,...' જીવ અનાદિથી ભયંકર ભવરોગમાં પકડાયેલો છે અને એ રોગમાંથી મુક્ત થવા માટે એને ‘સદ્ગુરુ વૈદ્ય સુજાણ.' આત્મજ્ઞાની પુરુષનો આશ્રય કરવો અને એની આજ્ઞા પ્રમાણે ચાલવું, એ એક જ એને માટે શ્રેયરૂપ છે. એથી બીજી કોઈ વાત એને માટે શ્રેયરૂપ નથી. આ એમના અનુભવવચનો છે. પોતે પણ પૂર્વભવમાં ઘણી માથાકૂટ કરી છે. ઘણા આથડ્યા છે અને ઘણા પ્રકારે જપ, તપ, શાસ્ત્રવાંચન બધું કરી ચૂકયા છે. હેરાન થવામાં બાકી રહી નથી. અને પછી કોઈ પૂર્વભવમાં સત્પુરુષ મળ્યા છે અને સહજમાત્રમાં પોતાની બધી જ વિટંબણાનો ઉકેલ આવ્યો છે. એટલે એમણે વારંવા૨ આ વાત નિરૂપી છે.
કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.’ મુમુક્ષુને પણ