________________
પત્રાંક-પ૭ર
૩૭૭ ઘર ભાડે લેવું. અને પછી વસાવવું એટલે શું છે એની અંદર પછી કેટલી વાત આવે છે એનો કાંઈ મેળ રહેતો નથી. આ જોઈએ... આ જોઈએ... આ જોઈએ... આ જોઈએ. પરિણામ એની ને એની પાછળ લાગ્યા કરે છે. પછી આથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ. એમ ને એમ જિંદગી એ ઘટમાળમાં જીવ પૂરી કરે છે. એના બદલે એને આખી લાઈન ફરી જાય છે. જો મુખ્યપણે મારે આત્મહિત જ કરવું છે. મારા જીવનમાં આ એક જ મુખ્ય કામ છે. તો પછી બહારના કાર્યો તો ઉદય પ્રમાણે જેમ ઊભા થશે એને યોગ્ય જે વિકલ્પ થયો હશે તે થશે અને કામ થવું હશે તે થશે. નહિ થવું હોય તો નહિ થાય. કામ થવું નહિ હોય તો નહિ થાય. વાત પૂરી થઈ ગઈ. પણ મુખ્ય કાર્યની પાછળ પોતાની શક્તિ લગાવે છે.
મુમુક્ષુ :- ઓલામાંથી થોડી નિવૃત્તિ લઈએ તો પછી સંસ્થાની યોજના બનાવવામાં લાગી જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત સાચી છે. એ વિચાર કરવો પડે એવું છે. આમાંથી ધંધામાંથી તો નિવૃત્ત થયા ત્યાં સંસ્થા-૧, ૨, ૩, ૪. કેટલા ટ્રસ્ટના ટ્રસ્ટી છો?મને યાદ નથી હું કેટલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું. એમાં શું રાજીનામું આપી દેવું. એક વિચાર આવ્યો હતો. આવો જ વિચાર આવ્યો હતો કે જ્યારે ટ્રસ્ટમાં હોઈએ ત્યારે તો સામે જે પ્રસંગ આવે એને ન્યાય-અન્યાય તોળવો પડે છે. ઓછા-વત્તા પ્રમાણમાં તો પરિણામ ત્યાં લાગે છે. હવે એ જ્યારે વિચાર આવે છે કે આ વાત આપણને નડે છે અને મારા કાર્યમાં, અંતરંગમાં નુકસાન કરે છે. અને આ માથાકૂટ ઓછી કરી નાખવી છે. આપી દો રજા, ચીઠ્ઠી ફાડી નાખવાની છે. એમાં તો બીજું કાંઈ નથી. પોતાને જ ચીઠ્ઠી ફાડી નાખવાની છે. ત્યાં રહેવું અને અન્યાય કરવો એ તો યોગ્ય નથી. ચાલવું પડે તો ન્યાયસર ચાલવું પડે. ન્યાય નીતિ એ તો એક વ્યવહારિક પ્રસંગમાં તો ન્યાય નીતિ અંગીકાર કરવા એ એક ફરજ છે. ત્યારે એ ન્યાય નીતિને અનુસરતા જો પોતાના પરિણામમાં વિશેષ અવરોધ ઊભો થતો હોય, ભાંજગડ ઊભી થતી હોય તો તિલાંજલી આપી દેવી. ઘણા મુમુક્ષુઓ એ માથાકૂટમાં નથી તો આપણે એક મુમુક્ષ તરીકે આઘા રહેવું. એમાં કાંઈ વાંધો નથી આવતો.
મુમુક્ષુ – જેને એવો વિચાર આવતો હોય આ જ એની ટ્રસ્ટી માટેની યોગ્યતા છે, જે જીવને એવા વિચાર ન આવતા હોય તે તો યોગ્ય જ નથી. જેને એવા વિચાર આવે છે એ યોગ્ય માણસ છે. એવા વ્યક્તિઓ જ્યારે રાજીનામું આપી દે તો સમાજમાં ક્ષતિ નહિ થાય?