________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૧ આસ્થા છોડી તે પામ્યા. જેને સંસારમાં સુખ છે એવી આસ્થા છે, શ્રદ્ધા છે, એ કદી આત્મસ્વભાવને પામી શકતા નથી. એમ કહેવું છે. અહીંયાં કહેવાનો અભિપ્રાય એ છે. બીજી લીટીમાં શું કીધું !
સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે...’ એમ કીધું કે નહિ ? એટલે એ વાત તો જે કહેવા માગે છે એ તો આખી સમજવી જોઈએ. કે નહિ ? અને સંસારમાં કોણ શરણ છે ? કોઈ શરણ છે ? ઈન્દિરા ગાંધી’ Prime minister હતા. અને એ વખતમાં બે હજાર અંગરક્ષકો હતા. કારણકે Emergency લાગુ કરી હતી ને ? ત્યારથી એને જોખમની ખબર પડી ગઈ હતી, કે આમાં દુશ્મન ઘણા થઈ ગયા છે. બે હજાર માણસો એની રક્ષામાં હતા. એના નિવાસ સ્થાનની આજુબાજુના માઈલ, બે માઈલના Area માં એના અંગરક્ષકો ગોઠવાયેલા હતા અને Trafc બંધ હતો. કોઈને દાખલ નહોતા થવા દેતા. આવે એ રજા લઈને આવે એનો પાસ ને Checking ને બધું થઈ જાય પછી આવે. એને શરણ મળ્યું કાંઈ ? ૩૨ ગોળી ખાધી. કેટલી ? એક-બે નહિ. Firing કર્યું એણે ૩૨ ગોળી છોડી છે. સીધી મશીનગન જ છોડી દીધી. સંસારમાં કોઈને શરણ છે એ વાત રહેતી નથી. રોજનો લાખો રૂપિયાનો જેનો સંરક્ષણનો ખર્ચ હતો. કેટલા માણસોને ... મોટા મોટા બહુ ઊંચા પગારદાર માણસોને ગોઠવેલા. તો એના અંગરક્ષકે એને ફાયર કરી નાખ્યું. સંસારમાં કોણ શરણ છે ? ક્યાં સલામતી છે ? જો વડાપ્રધાનને સલામતી ન હોય તો સાધારણ માણસની સલામતી કેટલી ?
મુમુક્ષુ – કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. ગમે ત્યાંથી Accident થાય. Accident થાય. એના દીકરાને Plane માં થયું ‘સંજ્ય ગાંધી’ને. એને આવા હવાઈજહાજમાં શું ખોટકો આવ્યો શું ખબર પડે ? Aeroplane હેઠું પડી જાય. એની સલામતી શું છે ? કેવી રીતે શરણ છે ? એ તો બતાવો. કોઈ છે Security ? કોઈ Security નથી.
આ તો જ્ઞાનીઓએ તો સર્વજ્ઞની જેવી વાતો કરી છે. આ બધા અફર વચનો છે. એમાં કચાંય કોઈ ફેરફાર કરી શકે એવું નથી દેખાતું. એવા અફર વચનો છે. જેમ સર્વજ્ઞનું વચન અફર હોય, એમ આ બધી સર્વજ્ઞ અનુસારીણી વાણી છે. એમ બધા તમામનો Total મારીને વાત મૂકેલી છે. આમાં ભૂલ થાય એવું નથી.
મુમુક્ષુ :– ભય તો ચોવીસે કલાક રહે છે. અજ્ઞાનીને ભય તો ચોવીસે કલાક રહે છે. છતાં ચોવીસ કલાકમાં એને પાંચ મિનિટ પણ ભયનો ખ્યાલ નથી આવતો.