Book Title: Raj Hriday Part 11
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 404
________________ પત્રાંક-૫૭૩ ૩૮૭ એને પોતાને ખબર નથી. સંસારી જીવની આ પરિસ્થિતિ છે. પણ જે આત્મસ્વભાવને પામ્યા છે, શાશ્વત એવા અવ્યાબાધ સ્વરૂપને જે પામ્યા છે અને એ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એ નિર્ભય થયા છે. એનો ભય ગયો. એ સર્વથા નિર્ભય થયાછે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી,...” એ સંબંધીનોઆત્મસ્વભાવનો, એ દિશાનો, એ માર્ગનો વિચાર થયા વિના, વિચાર જાગૃત થયા વિના એ સ્થિતિ એટલે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે.' પણ એ વિચાર પણ આ જીવ નથી કરતો. ક્યારેક ક્યારેક વિચાર કરે. કેમ? કે એને સંગનો મોહ છે. કુટુંબનો સંગ, પરિવારનો સંગ, ધંધા-વેપારનો સંગ, પરિગ્રહનો સંગ, આરંભનો સંગ, આત્મા સિવાયના બધા પદાર્થો તે બધા આત્મામાં અભાવરૂપ હોવાથી, અસરૂપ હોવાથી એના સંગને અસત્સંગ કહેવામાં આવે છે. અસત્સંગ જેને કહેવામાં આવે છે. એક આત્માનો સંગ કર અને બીજા સાધર્મીનો સંગ કર. બસ. બે સંગ રાખ્યા છે. એટલી છૂટ આપી છે. ઉપયોગ તો બહાર જવાનો છે. તો કહે છે, દેવ-ગુરુ-શાસ્ત્રસાધર્મી અને પુરુષ. આ સંગની મર્યાદા કર. બાકી બધો તારા માટે અસત્સંગ છે. કોઈ સત્સંગ તારા માટે નથી. અને એની પ્રીતિ છે. એનો મોહ છે એટલે એની પ્રીતિ છે. તને એ ગમે છે, તને ગોઠે છે, તને ઈષ્ટ લાગે છે. તેનાથી તો તને આ વિચાર પણ નહિ સૂઝે એમ કહે છે. સંગના મોહે પરાધીન થયેલા એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. એને વિચાર નહિ આવે. ક્યારેક વિચાર આવીને ભૂંસાઈ જશે. ક્યારેક વિચાર આવીને ભૂંસાઈ જશે. પાણીથી લખેલું વાંચવા માટે કેટલો ટાઈમ રહે? પાણીમાં આંગળી બોળીને લખે, પછી વાંચવા માટે કેટલો ટાઈમ એ રહે? તરત સુકાઈ જશે. એમ કયારેક વિચાર આવે, પાછો સંગના મોહે અહીંથી બહાર નીકળ્યો ત્યાં બધું સુકાઈ જશે). વળી કેટલાકને તો અહીં ને અહીં અંદરમાં બીજી રામાયણ ચાલતી હોય. એ સંગના મોહે જીવને વિચાર રહેવો પણ મુશ્કેલ છે. આ તો પરિણતિ બદલવાનો વિષય છે. પણ હજી તો જીવને વિચારના ઠેકાણા નહોય, પરિણતિ તો બદલે ક્યાંથી ? મુમુક્ષઃ-સંસાર અશરણ છે. તો અશરણ... પ૭૩પહેલી લીટી છે ને? પૂજ્ય ભાઈશ્રી:-સંસાર અશરણ છે. મુમુક્ષુ-અને એ સંસારમાં આત્મસ્વભાવને પામ્યા છે. એ સંસારમાં હતાને? પૂજ્ય ભાઈશ્રી:- હા. પણ એ સંસારનું શરણું છોડીને. સંસારમાં સુખ છે એવી આસ્થારૂપ શરણ છોડીને. આત્મસ્વભાવને કોણ પામ્યા ? કે જેણે સંસારસુખની

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418