________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૧ પ૭૩ લલ્લુજી ઉપરનો પત્ર છે. જન્મ, જરા, મરણાદિ દુખે કરી સમસ્ત સંસાર અશરણ છે. જન્મ, જરા, મરણાદિ દુ:ખે કરી સમસ્ત સંસાર અશરણ છે. તે જન્મ મરણથી છૂટી શકે કે પૂર્વકર્મના ઉદયથી કોઈ પ્રતિકૂળતા હોય, રોગાદિ ઉદયથી કોઈ છૂટી શકે એ વાત કાંઈ બની શકે એવું નથી. એની પાસે બધા લાચાર છે અને અશરણ છે. “સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી.” આસ્થા એટલે સુખી થવાની બુદ્ધિ, શ્રદ્ધા. સંસારમાં રહેવું છે અને સુખી થાવું છે એ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એવી વાત છે. એ સંસારમાં કોઈ સુખી થયાનથી, થવાના પણ નથી.
સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે.” જેણે સંસારમાં સુખી થવાની શ્રદ્ધા છોડી, આસ્થા છોડી, બુદ્ધિ-અભિપ્રાય છોડી દીધો, એ આત્મસ્વભાવને પામ્યા છે. સંસારમાં સુખી થવાની બુદ્ધિ રાખીને, આસ્થા રાખીને કોઈ આત્મસ્વભાવને પામ્યા એવો એક દાખલો પણ બન્યો નથી, બનવાનો પણ નથી.
અનુકૂળતામાં સુખ છે એ જીવનો અનાદિનો અભિપ્રાય છે અને અનુકૂળતાઓ આવતી જાય ત્યારે એને એમ લાગે, કે ના ના, ખરેખર સંસારમાં પણ સુખ છે. આપણે ધારીએ એના કરતા કાંઈક વિશેષ અનુકૂળતાઓ મળ્યા કરે છે. સહેજે સહેજે મળે છે. આપણે એટલો કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી. અથવા પરિશ્રમના પ્રમાણમાં સારું છે. માટે સંસારમાં એને સુખની આસ્થા દઢ થાય એમ થતાં) આત્મસ્વભાવને પામી શકાય એવું નથી. એ (આસ્થા દઢ થવી તે) આત્મસ્વભાવને પામવા માટે વિશેષ દૂર જવાની વાત છે.
જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. બીજાને ભલે અનુકૂળતા સારી લાગશે પણ ભયથી મુક્ત થઈ શકશે નહિ. પોતાનો એ ભય એના કાળજાને કોર્યા વગર રહેશે નહિ. કે અરેરે ! આનું શું? આની કોઈ Security તો છે નહિ. જે સંયોગો અનુકૂળતાના આવ્યા પણ એની કોઈ સલામતી દેખાતી નથી. પોતે પોતાને બિલકુલ સલામત સમજી શકતો નથી. એવા એવા પ્રસંગો રોજ જાણવા અને જોવા મળે છે તો એને એમ થાય છે કે આ જગતમાં આપણી કોઈ સલામતી નથી. કયારે શું થાય તે કહેવું મુશ્કેલ છે. એટલે એ અનિત્યતાનો ભય એને સતાવે છે. એ નિર્ભય થઈ શકતો નથી. ભયમાં ને ભયમાં ઉપર ઉપરથી કૃત્રિમ સુખ બધાને દેખાડે છે. જુઓ ! હું સુખી છું. હું સુખી થઈ ગયો. મારે આમ છે. મારે આમ છે. મારે આમ છે... અંદરમાં ભય.... ભય ભય ભય... ભયથી જીવે છે. ભય સિવાય એ જીવી શકે નહિ. એનું દુઃખ કેટલું છે એને ખબર નથી. એ ભયનું અનંતુ દુઃખ કેટલું છે