Page #1
--------------------------------------------------------------------------
________________
લા!
૧૧
શ્રીમદ્ રાજચંદ્ર
રાહદય
Page #2
--------------------------------------------------------------------------
________________
DERERERERERERERERERERERERERERERERERERERERERERENENENENENENEN:
EREREDERERERERERERERERERENENERE
શ્રી. વીતરાગાય નમઃ
રાજહય
(ભાગ-૧૧)
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ
ઉપરના સળંગ પ્રવચનો) પત્રાંક-૫૪૩ થી ૫૭૩)
પ્રકાશક
વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
EREREDEREREDERERERERERERERERENT
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
પ૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ
ભાવનગર-૩૬૪૦૦૧ ફોનઃ (૦૨૭૮) ૨૪૨૩૨૦૭
અન્ય પ્રાપ્તિ સ્થાનઃ - શ્રી કુંદકુંદ કહાન જૈન સાહિત્ય કેન્દ્ર, “ગુરુ ગૌરવ', સોનગઢ - શ્રી ખીમજીભાઈ ગંગર (મુંબઈ): (૦૨૨) ૨૬૧૬૧૫૯૧, મો. ૦૯૮૨૦૩૬૫૬૮૩ - શ્રી ડોલરભાઈ હેમાણી (કલક્તા): (૦૩૩) ૨૪૭૫૨૬૭, મો. ૦૯૭૪૮૭૧૨૩૬૦
પ્રથમવૃત્તિ: ૧૩-૦૭-૨૦૧૪ (અષાઢ વદ ૧, મહાવીર ભગવાનની
દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસ) પ્રત: ૧૦૦ પૃષ્ઠ સંખ્યા ૪૦૦+ ૮ = ૪૦૮ પડતર કિંમતઃ ૭પ૬/મૂલ્ય: ૨૦/
લેસર ઈપ સેટિંગઃ પૂજા ઈમેશન્સ ૧૯૨૪/૫, ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે ભાવનગર-૩૬૪૦૦૧ ફોનઃ ૯૭૨૫૨૫૧૧૩૧
મુદ્રક:
બુક પબ. ફોનઃ ૯૮૨૫૦૩૦૩૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
Y2sysiଠି ୫2 ପୃg8g a s
eas
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
જહૃદય'ભાગ-૧૧નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. ભાવનગરમાં ૧૯૮૯માં શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો “શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે “રાજહૃદય' નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે.
આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો “શ્રીમદ્ રાજચંદ્ર ! પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું?તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, “શ્રીમદ્ રાજચંદ્ર વાંચો!
પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં “કૃપાળુદેવ પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો’. પાને પાને “કૃપાળુદેવના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, અત્યારે જે આ સમયસાર વંચાય છે તે “શ્રીમદ્ રાજચંદ્રાનો ઉપકાર છે !' આપણા ગુરુવર “કહાન' પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે.
જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુઃખ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુખથી ગ્રસિત સંસારી જીવ અનેકવિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મજનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઇચ્છતા છતાં દુઃખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુઃખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા એ વાત વર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ
આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે ! અંતરંગથી ઉત્પન્ન
Page #7
--------------------------------------------------------------------------
________________
4
થયેલી સમાગમની ભાવના સત્પુરુષની શોધમાં પરિમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે.
‘કૃપાળુદેવે’ પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યાં હતાં છતાં એ સૌ નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સત્પુરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે ‘કૃપાળુદેવે’ વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સત્તમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષુજીવના કલ્યાણ અર્થે ગાયો છે. ‘કૃપાળુદેવ’ના પરિચયમાં જે કોઈ સુપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે.
ન
‘કૃપાળુદેવ’ને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને ‘કૃપાળુદેવે’ આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધા૨વામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. ‘કૃપાળુદેવ’ની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંતઃકરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે !
‘કૃપાળુદેવ’ના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરુણા, અંગ અંગમાં નીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે ! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જવિરલા તેમના હૃદયને પારખી શકયા છે, જેણે પારખ્યા તે પોતે તે દિવ્ય દશાને પામી ગયા ! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યંત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે – પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ !
‘રાજહૃદય’ નામ અનુસાર ‘કૃપાળુદેવ’ના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો ‘કૃપાળુદેવ’ જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે ‘કૃપાળુદેવ’ ! આ છે ‘રાજહૃદય’! ‘કૃપાળુદેવ’ના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂકયા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય !
ધન્ય છે ‘પૂજ્ય ભાઈશ્રી’ના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા ! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા
Page #8
--------------------------------------------------------------------------
________________
5
મળે છે.
નાની ઉંમરથી જ ‘કૃપાળુદેવ'ના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી’, તદ્ભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ‘ચંપાબહેન’, ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય ‘નિહાલચંદ્ર સોગાનીજી’ તથા શાંતમૂર્તિ, ‘રાજહ્રદય’ ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ કચાંક કયાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રી’ના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ સત્પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જ પ્રેસ ઉપ૨ મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગ૨' જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે પ૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જ પત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્ર લિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે.
ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ’નો આભાર માનવામાં આવે છે. રાજહૃદયના બધા ભાગો www.satshrut.org ઉપર ઉપલબ્ધ છે.
અંતતઃ ‘રાજહૃદય’માંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
જેઠ સુદ ૫, તા.૨-૬-૨૦૧૪ (શ્રુતપંચમી)
ટ્રસ્ટીગણ વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #9
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય” ભાગ-૧૧ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ
સ્વ.પ્રાણકુંવરબહેન હેમાણીના સ્મરણાર્થે, હ. શ્રી ડોલરભાઈ હેમાણી ૨૫,૦૦૦/શ્રીમતી વંદનાબહેન રણધીરભાઈ ઘોષાલ, કોલકાતા
૧૧,૦૦૦/શ્રીમતી લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર, મુંબઈ
૫,OOO/ડો. બી.એમ. સુથાર, કમ્પાલા, યુગાન્ડા
૫,૦૦૦/બેલાબહેન અને પ્રશાંતભાઈ જૈન, ભાવનગર
૨,૧૦૦/શ્રી પિયૂષભાઈ નગીનદાસ ભાયાણી, કોલકાતા
૫,૦૦૦/સ્વ. હસમુખભાઈ અજમેરાના સ્મર્ણાર્થે, હ. અનસૂયાબહેન અજમેરા, કોલકતા ૫,૦૦૦/શ્રી ધર્મેન્દ્રભાઈ વોરા, ભાવનગર
૨,૫૦૦/શ્રી હેમંતભાઈ શાહ, મુંબઈ
૨,૫૦૦/કાજલ,જિગીશ ખારા, કલકત્તા
૧,૦૦૧/પ્રવિણાબેન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/જિગીશ ઉપેન્દ્રભાઈખારા, કોલકાતા
૧,૦૦૧/પ્રજ્ઞેશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/વૈશાલી પ્રજ્ઞેશ ખારા, કોલકાતા
૧,૦૦૧/ચિંતન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/અનુજાચિંતન ખારા, કોલકાતા
૧,૦૦૧/શ્રી પરિચંદજી ઘોષાલ, કોલકાતા
૧,૦૦૦/શ્રીમતી અવનીબહેનમીતેષભાઈ શાહ
૫૦૦/શ્રીમતી સ્નેહલતાબહેન જયેન્દ્રભાઈ શાહ, ભાવનગર
૨૫૧/સ્વ. કસ્તુરીબહેન લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ,હ. કનુભાઈ શાહ
૨૫૧/સ્વ. મધુબહેન કનુભાઈ શાહ, અમદાવાદ,હ. કનુભાઈ શાહ
૨૫૧/
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલિ
જન્મ : ૮-૧૦-૧૯૧૦
દેહવિલય ઃ ૫-૧૦-૨૦૦૩ ગં. સ્વ. પ્રાણકુંવરબહેન જમનાદાસ હેમાણીની
પુણ્યસ્મૃતિમાં હેમાણી પરિવાર
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સૌમ્યમૂર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવચન અનુક્રમણિકા
પ્રવચનનું.
પાનાને.
૨૪૫.
૦૦૧ ૦૨૨
૨૪૬.
૨૪૭.
૦૪૧
૦૫૯ ૦૮૦
૧૦૧
૨૪૮. ૨૪૯. ૨૫O. ૨૫૧. ૨પ૨. ૨૫૩.
૧૨૦.
૧૩૭.
૧૪૭
૨૫૪.
૧૬૮
૨૫૫.
પત્રક પત્રાંક–૫૪૩થી ૫૪૭ પત્રાંક-૫૪૭ અને ૫૪૮ પત્રાંક–૫૪૮ પત્રાંક–૫૪૮ પત્રાંક–૫૪૮ અને ૨૫૦ પત્રાંક-પપ૦ પત્રાંક–૫૫૦ અને ૫૫૧ પત્રાંક-પપ૧ અને પાર પત્રાંક-પપર થી પ૫૬ પત્રાંક-પપ૭ થી ૫૬૦ પત્રાંક-પ૬૦અને ૫૬ ૧ પત્રાંક-૫૬૦થી ૫૬ ૫ પત્રાંક-પ૬૬. પત્રાંક-પ૬૬ અને ૫૬ ૭ પત્રાંક–૫૬૭ અને ૫૬૮ પત્રાંક-પ૬૮ અને ૫૬૯ પત્રાંક–૫૬૯ પત્રાંક–૫૬૯ પત્રાંક-પ૬૯ અને ૫૭૦ પત્રાંક–૫૭૦થી પ૭૨ પત્રાંક-પ૭૨ પત્રાંક-પ૭૨ અને પ૭૩
૧૮૭.
૨૦૩
૨૫૬. ૨૫૭. ૨૫૮.
૨૨૦
૨૩૭
૨૫૯. ૨૬૦.
૨૫૩ ૨૬૯ ૨૮૮
૨૬ ૧
૦| VT
૩૦૪
૩૨૧
૨૬ ૨. ૨૬૩. ૨૬૪. ૨૬૫. | ૨૬૬.
૩૩૯
૩૫૮
૩૭૪
Page #15
--------------------------------------------------------------------------
________________
8
શ્રી સમયસારજી સ્મૃતિ
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમ૨ણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રશાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા)
સૂણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
नम: श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૧
પત્રાંક-૫૪૩
મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાર તથા રૂપમાં સમાયા છે.
મા તા. ૪-૧૧-૧૯૯૦ પત્રીક-૫૪૩ થી ૫૪૬
આ પ્રવચન નં. ૨૪૫
શ્રીમરાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૪૩, પાનું-૪૩૮.બે લીટીનો પત્ર છે. “અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, વાવ તથા રૂપમાં સમાયા છે. બે લીટીનું એક વચનામૃત છે. અન્ય પદાર્થ સંબંધી તદ્દઆત્મપણું, તાદાસ્યપણું એટલે તે રૂપપણું, તન્મયપણું, તલ્લીનપણું એને
Page #19
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧
તાદાત્મ્યપણું કહે છે. આત્મા એટલે પોતે. તેને આત્મા માન્યો. તદ્ન એટલે તે. તેને આત્મા માન્યો, તેને જ આત્મા જાણ્યો અથવા અન્ય પદાર્થમાં પોતાપણું ભાસ્યું એને તાદાત્મ્યપણું કહે છે. શાસ્ત્ર પરિભાષામાં એને અધ્યાસ પણ કહેવામાં આવે છે. અધ્યાસ કહે છે, કોઈવાર અધ્યવસાન કહે છે, એકત્વ પરિણામ કહે છે, તાદાત્મ્યપણું કહે છે, તલ્લીનપણું કહે છે. એવું જે બીજા પદાર્થમાં પોતાપણું ભાસ્યું છે. બીજો પદાર્થ તે દેહ છે કે બીજો કોઈ સંયોગ છે કે જેમાં પોતાપણું ભાસ્યું છે તે પોતાપણું નિવૃત્ત થાય. પદાર્થ તો પદાર્થ છે, પદાર્થના સ્વરૂપમાં. પોતે પોતાના સ્વરૂપમાં છે, અન્યપદાર્થ અન્યપદાર્થના સ્વરૂપમાં છે. ભ્રાંતિએ કરીને તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે ભાસવું નિવૃત્ત થાય એવી ભ્રાંતિ મટે તો આત્મા સહજ સ્વભાવે મુક્ત જ છે. આત્માને મુક્ત કરવા માટે બીજું કાંઈ કરવું પડે એમ નથી. નાસ્તિથી (કહ્યું). બીજું કાંઈ કરવું નહિ પડે.
એક આ તાદાત્મ્યપણું છે એનો અભાવ ક૨, અનો નાશ કર. એટલે આત્મા તો આત્મા છે. પોતાના સ્વરૂપે જેવો તે છે તેવો છે. આ ભ્રાંતિએ કરીને જે સત્ય સ્વરૂપ છે તે સત્ય સ્વરૂપ તને દેખાતું નથી, જણાતું નથી. એમ ઋષભદેવ ભગવાનથી જેટલા અત્યાર સુધીના જ્ઞાનીઓ થયા તે બધા અનંત જ્ઞાનીઓએ આ વાત કરી છે. છ મહિનામાં ૬૦૮ જાય છે ને ? એક ક્રોડાક્રોડી સાગર તો ચોથા આરાનો ગયો. એટલે કેટલા જ્ઞાનીઓ થઈ ગયા ? કે જેટલા થયા એ બધા. અનંત કહેતા જેટલા થયા તેટલા બધાનો એક જ અભિપ્રાય છે, કે આ જીવને ૫૨૫દાર્થમાં પોતાપણાની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છૂટે, એ ભ્રાંતિ મટે તો આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને અનુભવગોચર થાય. સ્વરૂપે કરીને આત્માને બંધન નથી, સ્વરૂપે કરીને આત્માને સંસાર નથી, સ્વરૂપે કરીને આત્માને કોઈ વિભાવભાવ નથી. એ વિભાવ પર્યાય આત્માને નથી. મૂળ સ્વરૂપે તો અનાદિઅનંત છે.
મુમુક્ષુ :– કામ તો આટલું નાનું છે.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– આટલું નાનુ ગણો, મોટું ગણો, જેવડું ગણો તેવડું ગણો, અપેક્ષા છે એ બધી નાના-મોટાની. કામ આટલું છે, કે પોતાની ભ્રાંતિ પોતાને છૂટે તો આત્મા જેવો છે એવો અનુભવગોચર થાય. પછી એને હું બંધાયો છું એવો અનુભવ નહિ થાય. મારે સ્વરૂપમાં મુક્તિ કરવી છે, એવો વિકલ્પ પણ એનો શાંત થઈ જશે. મારે મુક્ત થવું છે, મોક્ષ પામવું છે, એ ઇચ્છા એને શાંત થઈ જશે. કેમ કે પોતે સ્વરૂપે કરીને અબંધ છે, બંધાયો જ નથી પછી મુક્ત કરવાનો પ્રશ્ન રહેતો નથી.
મુમુક્ષુ :– અઘરું કેમ થઈ પડ્યું છે ?
Page #20
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૪
3
પૂજ્ય ભાઈશ્રી :– અઘરું પોતે કર્યું છે માટે અઘરું થયું છે. અરુચિએ કરીને અઘરું છે. એ કાર્યની પોતાને રુચિ નથી માટે અઘરું છે. જરૂરત નથી લાગી માટે અઘરું છે. કરવા બેસે તો એટલું અઘરું નથી. એને સ્વાધીન કાર્ય છે, કોઈ પરાધીન કાર્ય નથી.
એ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે એટલું જ નહિ પણ એમ કહીને એ સ્વરૂપમાં શમાયા પણ છે. પછી એને અન્યપદાર્થમાં તાદાત્મ્યપણું છોડીને પોતાના સ્વરૂપને વિષે પરિણામને એકાગ્ર કર્યાં છે. સર્વ પરિણામને સ્વરૂપમાં એકાગ્ર કર્યા છે, વ્યાપ્યવ્યાપકપણે કર્યાં છે. એવું એમનું કથન પણ છે અને એવું એમનું એ રીતે પરિણમન પણ થયું છે.
એ બે લીટીનું એક પોસ્ટકાર્ડ કોઈને લખેલું છે. ઘણા પોસ્ટકાર્ડમાં માત્ર એ સ૨નામા લખતા. જેને ઉદ્દેશીને પત્ર લખ્યો હોય એને સંબોધન ન લખે. માત્ર પોસ્ટકાર્ડ મળેલું છે. એ પોસ્ટકાર્ડ ઉપરથી સંબોધન ટાંકવાની પદ્ધતિ ગ્રંથમાં બહુ ઓછી છે એટલે એ રીતે ત્યાં લખાણ નથી આવ્યું કે કોને પત્ર લખ્યો છે.
પત્રાંક-૫૪૪
મુંબઈ, કારતક વદ ૧૩, રિત, ૧૯૫૧
આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી ક૨વી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો; તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશો. વિશેષ આપનું પત્ર આવ્યેથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જવિનંતી.
Page #21
--------------------------------------------------------------------------
________________
૪
રાજહૃદય ભાગ-૧૧
૫૪૪મો પત્ર ‘સોભાગ્યભાઈ’ ઉપરનો છે.
આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે.' તમારો પત્ર મળ્યો છે. અહીંયાં સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિકારણમાં નિર્બળ હોય...' કોઈપણ જીવને માટે આ એક સિદ્ધાંત છે, કે જ્યારે પ્રારબ્ધના ઉદયે કમાણી ઓછી હોય અથવા ધંધામાં નફો ન થતો હોય, નુકસાન જતું હોય, અથવા ઓછા પ્રમાણમાં કામકાજ ચાલતું હોય એટલે એને નિર્બળ પ્રારબ્ધ કહેવામાં આવે છે કે અત્યારે નસીબ છે. કેમ કે કોઈ ગ્રાહકને બોલાવો તો કોઈ દુકાને ચડે એવું તો હોતું નથી. બોલાવવા જાવ તો કાંઈ કામ થાય નહિ. સામેથી આવે. સહેજે કામ થાય. થવું હોય તો થાય. એટલે પ્રારબ્ધના ઉદય પ્રમાણે વ્યવસાય ચાલે છે. એ વ્યવસાયમાં સરખાય ન હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે...' આ લોકો સામાન્ય રીતે જે વલણ અપનાવે એનાથી વિરુદ્ધ વાત છે. ઓછો ધંધો ચાલતો હોય ત્યારે વધારે ધંધો મેળવવા માટે, ગ્રહણ કરવા માટે, વધારે ને વધારે માણસ પ્રયત્ન કરી લે. અત્યારે ઓછું કામ ચાલે છે તો બીજું કામ ગોતો, ત્રીજું કામ ગોતો. આ ધંધો ગોતો, નવું કામ કાંઈક વિચારો એમ કરીને ઘણા ઉધામા શરૂ કરે. કેમકે માણસ નવરો હોય. ઓછો વ્યવસાય ચાલે એટલે ધંધામાંવ્યવસાયમાં નિવૃત્તિ હોય. બે કામ કરવાનો વધારે વિચાર કરે. ત્યારે એમણે બીજી રીતે શિખામણ આપી છે. જ્યારે પ્રારબ્ધની અંદર એ વ્યવસાય ઘટ્યો છે, તો પ્રવૃત્તિ વધારે ન કરવી. અથવા વધારે પ્રવૃત્તિ કરવાના વિચાર ન કરવા, પરિણામ ન કરવા, પ્રયત્ન ન કરવો.
‘અથવા ધીરજ રાખી....' તો શું કરવું ? જરા શાંતિ રાખવી. ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે;...' અને જેટલી કરવાની હોય, જેટલી પ્રારબ્ધ ઉદયે પ્રવૃત્તિ હોય એ પણ શાંતિથી બીજા બે પડખા વધારે વિચારીને કરવું. એટલે વધારે નુકસાન જાતું હોય વધારે નુકસાન જવાની અંદર ગફલતમાં પોતે ન રહે. આમ તો જે થવાનું હોય તે થાય છે. પણ પોતે ગફલતમાં રહ્યો એ એને પોતાને વસવસો રહે છે. એટલે બે બાજુ વધારે સંભાળીને જેટલી પ્રવૃત્તિ કરવી એટલી શાંતિથી કરવી, ઉતાવળું કોઈ પગલું ભરવું નહિ.
મુમુક્ષુ :–.. લૌકિકમાં તો ...
પૂજ્ય ભાઈશ્રી :– હા, ઉલજીને પડે. નવો હોય તો એમ થાય કે મારી કમાણી ઘટી ગઈ, મારી આવક ઘટી ગઈ. કેટલાકને Seasonal ધંધા હોય છે, Seasonal business હોય છે. તો જે Season માં એ નિવૃત્ત હોય એ Seasonમાં એ કાંઈકને
Page #22
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૪ કાંઈ આવક માટે પ્રયત્ન કરે છે).
તમને વાત કરી છે, તમને લખ્યું છે. એવો પ્રયત્ન કર્યો છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં. છતાં પણ તમે જેટલું ધ્યાન દેવું જોઈએ એટલું ધ્યાન દીધું નથી અને કાંઈને કાંઈ પ્રવૃત્તિ માટે તમે ઉતાવળ કરો છો. “એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો...” અમે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ, તમારા મનમાં જે વાત ઠસાવવા માગીએ છીએ, છતાં પણ તમારા ચિત્તમાં એ વાત ચોંટી નથી. અમને એમ થયું કે આમ કેમ કરે છે? જોકે અવિશ્વાસ નથી આવ્યો કે અમારું તમે માનતા નથી. એ તો કહેશે. પણ તમારા ધ્યાન ઉપર જે રીતે વાત ચોંટવી જોઈએ, ઠસાવી જોઈએ એ રીતે રહેતી નથી એટલો અમને પણ વિક્ષેપ થાય છે, કે કેમ આટલું અમારા પ્રત્યે પણ ગૌણપણું થઈ જાય છે? અમારી વાત ઉપર પણ કેમ ગૌણપણું થઈ જાય છે? જેના ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો છે એ વાતનું પણ કેમ અવગણના કરવાનું બને છે? એટલો વિક્ષેપ રહ્યો છે, એમ કહે છે.
તથાપિ.” એટલે અમને ખાતરી છે. તોપણ અમને તો ખાતરી છે કે તમારા આત્મામાં તેવી બુદ્ધિકોઈપણ દિવસે હોય નહીં. તમારો અભિપ્રાયન બદલાણો હોય કે અમે કહીએ છીએ એ બરાબર નથી. અમે કહીએ છીએ એ બરાબર છે એ અભિપ્રાય રાખીને પણ અમારાથી વિરુદ્ધ વર્તન થઈ જાય છે. તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય.” એવી બુદ્ધિ તો હોય નહિ તમારી, એ અમને વિશ્વાસ છે. અમારું વચન ગૌણ કરવાનો તમને અભિપ્રાય ન હોય પણ અત્યારે ગૌણ થઈ ગયું છે, થઈ રહ્યું છે એ તમારું ધ્યાન ખેંચીએ છીએ. એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. તમારા ઉપર વિશ્વાસ છે એમ જાણીને ઠપકો નથી લખ્યો.
. “તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. અત્યારે ફરીને ધ્યાન ખેંચીએ છીએ કે તમે લક્ષમાં લ્યો. ઉતાવળે કોઈ વ્યવસાયની પ્રવૃત્તિમાં જોડાઈ ન જાવ. તેમ મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી;” અને વેપારમાં અવળું પડે અને મુંઝવણ થાય. વેપાર શરૂ કરે, માલ ખરીદે અને ભાવ બેસવા મંડે. માલ લઈ લીધો હોય અને ભાવ ઘટવા માંડે. નફો કરવા જતા નુકસાનના પ્રસંગો નજર સામે દેખાય એટલે Tension આવ્યા વગર રહે નહિ. એ મુંઝવણ થાય એટલે કાંઈ પૂર્વકર્મની નિવૃત્તિ નહિ થઈ જાય અને આપણે ઇચ્છીએ છીએ એ પ્રમાણે બજાર ચાલવા નહિમાંડે. એવું કાંઈ થતું નથી. ઉલટાનું “આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ
Page #23
--------------------------------------------------------------------------
________________ રાજહૃદય ભાગ-૧૧ મુકાય છે. જેટલું આર્તધ્યાન વધે છે એટલું પોતે જે માર્ગે જવું છે, જ્ઞાનીના માર્ગે જવું છે, આત્માના માર્ગે જવું છે, એનાથી વિરુદ્ધ જાય છે. ઊલટી દિશામાં પોતે પરિણામ કરે છે. એવું આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મૂકાય છે. તે વાત સ્મરણ રાખી” એ વાતને લક્ષમાં રાખી કાંઈક “જ્ઞાનકથા લખશો.” પત્રની અંદર કોઈ સંયોગોની વાત લખવાને બદલે, તમારા સંયોગની વાત અમારી સાથે ચર્ચવાને બદલે, અમને એમાં રસ નથી એમ કહે છે, અમને જ્ઞાનકથામાં, જ્ઞાનની વાતોમાં રસ છે, આત્માની વાતોમાં રસ છે. આ ધંધા-વેપારની વાતથી અમે કંટાળેલા છીએ. અમને એમાં રસ નથી. મુમુક્ષુ - કોઈપણ પ્રતિકૂળ સંયોગોમાં મુંઝાવાથી કોઈ કર્મની નિવૃત્તિ થતી નથી. પૂજ્ય ભાઈશ્રી - મુંઝાવાથી કર્મની નિવૃત્તિ ન થાય, ઊલટાનું મુંઝવણ વખતે નવા કર્મ જોરદાર બંધાય છે, બળવાન કર્મ બંધાય છે. મુંઝાય એટલે આર્તધ્યાન કરે એટલે કાંઈ કર્મ છૂટી ન જાય, ઊલટાના એ વખતે આર્તધ્યાનને લીધે, મુંઝવણને લીધે બળવાનપણે નવા બંધાય છે. વિશેષ આપનું પત્ર આવ્યથી. આ વિષયમાં તમારો પત્ર આવ્યા પછી વધારે લખવું હશે તો લખશું. “આ અમારું લખવું તમને સહજ કારણથી છે. કોઈ ખાસ કારણથી નથી પણ સહજ કારણથી છે. એ જ વિનંતી.' વ્યવહારિક વિષયનો પત્ર છે તોપણ એમને આત્માના લાભ-નુકસાન ઉપર “સોભાગભાઈનું લક્ષ ખેંચ્યું છે. ઉદય સંબંધિત પત્રનો વિષય હોવા છતાં આત્માને લાભ-નુકસાન કેવી રીતે છે એ વિષય ઉપર ધ્યાન દોર્યું છે. પત્રાંક-૫૪૫ મુંબઈ, માગશર વદ 1, ગુરુ, 1951 કઈ જ્ઞાનવાત લખશો. હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે. આ. સ્વ. પ્રણામ. ૫૪૫મો પત્ર પણ સોભાગ્યભાઈ ઉપરનો છે. ચાર દિવસ પછી બીજો પત્ર લખેલો છે કે કાંઈ જ્ઞાનવાર્તા લખશો.
Page #24
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૬.
હાલ વ્યવસાય વિશેષ છે. પોતાને અત્યારે ધંધાની પ્રવૃત્તિ વિશેષ છે. “ઓછો કરવાનો અભિપ્રાયશ્ચિત્તમાંથી ખસતો નથી. ધંધાની પ્રવૃત્તિ વધી ગઈ છે, વ્યવસાયની પ્રવૃત્તિ વધી ગઈ છે અને વ્યવસાય ઓછો કરવાનો અભિપ્રાય છે એ સતત ચાલુ રહે છે. ‘ચિત્તમાંથી ખસતો નથી. એટલે સતત ચાલુ રહે છે. “અને વધારે થયા કરે છે. અને એ અભિપ્રાય ઊલટો ઉગ્ર થયા કરે છે કે આ વ્યવસાય ઘટે તો સારું. જગતમાં વ્યવસાયમાં પડેલા માણસો વ્યવસાય વધે તો સારું, ધંધો વધે તો સારું, Turnover વધે તો સારું, ઘરાકી વધે તો સારું, કમાણી વધે તો સારું, એ અભિપ્રાયથી તીવ્ર રસે કરીને પ્રવૃત્તિના પરિણામ કરે છે. જ્ઞાની એમ કહે છે કે આ ઘટે તો સારું, આ માટે તો સારું અને આ મારા પરિણામ બંધ થાય તો સારું. આ જાપ જપે છે. સંસારીજીવના ઊંધા જાપ છે. આના ઊંધા છે). ઊંધાથી ઊંધા એવા સવળા જાપ છે. આ પ્રકાર થાય છે.
મુમુક્ષુઃ- જે રાગ આર્તધ્યાન દિવસભરમાં ચાલતું હોય. અમને તો દિવસભરમાં બે જ પ્રકારના પરિણામ થાય છે, યા તો રૌદ્ર પરિણામ થાય છે કોઈ કારણસર, યા આર્ત પરિણામ થાય છે, આ બધા પરિણામ જ્ઞાનીના માર્ગ ઉપર પગ મૂકવા જેવું છે?
પૂજ્ય ભાઈશ્રી:- એમ જ છે. પોતાને ભૂલીને સંયોગને જેટલું વળગવામાં આવે છે એ બધું એકાંતે નુકસાનનું કારણ છે, એકાંતે નુકસાન છે.
મુમુક્ષુ -ચોવીસ કલાસ આ પ્રવૃત્તિ ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – ચોવીસ કલાકમાં નુકસાન ચાલું છે. આસવનો કોક ખોલી નાખ્યો છે. ચાલુ જ છે. કર્મનો આસવ ચાલુ જ છે, બંધન ચાલુ જ છે. અત્યારે ખબર નથી પડતી. પરિણામ આવે ત્યારે એને ખબર પડે. એ બીજમાંથી વૃક્ષ જ્યારે થાય છે ત્યારે ખ્યાલ આવે છે. એવું થાય છે. ૫૪૫થયો.
પત્રાંક-૫૪૬
મુંબઈ, માગશર વદ ૩, શુક, ૧૯૫૧ પ્ર.- જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાનઃપ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પયય વિનાનો કોઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ–૧૧
પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે; કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણે-ક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ–પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે, તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી; કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કઈક અંતરવાળી પામે છે. જેમ સોનું બે પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેનો તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એવો જિનનો અભિપ્રાય છે, તે વિરોધી લાગતો નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે.
ચક્ષને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પયય છે; તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં. કેમકે એક પરમાણમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૬
પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ-વિયોગ, એકત્વપૃથક્ત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણુમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ.
૯
૫૪૬. ધા૨શીભાઈ’ ઉ૫૨નો પત્ર છે. એમને એક પ્રશ્ન પૂછાવ્યો છે એનું સમાધાન આ પત્રમાં આપ્યું છે. પરમાણુ સંબંધિત પ્રશ્ન છે.
,
જેનું મધ્ય નહીં, અર્ધ નહીં....” અડધું ન કરી શકાય. જેના ક્ષેત્રમાં કોઈ મધ્યબિંદુ નથી એટલું જેનું નાનું ક્ષેત્ર છે. જેના બે ભાગ કરી શકાતા નથી. જે અછેદ્ય, અભેદ્ય..’ છે. જેને છેદી શકાતું નથી, જેને ભેદી શકાતું નથી. એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે... જિનાગમમાં આ પરમાણુનું સ્વરૂપ બતાવ્યું છે. ‘ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ?” આવા નાના સૂક્ષ્મ પરમાણુને અનંત પર્યાય કેવી રીતે થાય ? એવો પ્રશ્ન કર્યો છે. અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ?’ પર્યાય તે એક પરમાણુનું કોઈ નામ છે ? પરમાણુનું બીજું નામ છે કે શું છે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાન ઃ–
પરમાણુ, એના દ્રવ્ય-ગુણ-પર્યાય. એ વિષયમાં એવો જે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનો (વિષય છે) એ કાળમાં, એ દિવસોમાં વિશેષ નહિ ચર્ચાતો હોય એમ લાગે છે. આ પ્રશ્ન ઉપરથી એમ લાગે છે કે એમના જમાનામાં, એમના સમયમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોની ખાસ ચર્ચા નહિ થતી હોય. પ્રશ્ન તો સામાન્ય છે. અત્યારે જે દ્રવ્યાનુયોગનો વિષય ‘ગુરુદેવશ્રી’એ સ્પષ્ટ કર્યો છે એના પ્રમાણમાં પ્રશ્ન ઘણો સામાન્ય છે.
પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે.’ પર્યાય એટલે અવસ્થા. કૌંસમાં લખી નાખ્યું છે. પછી તે ક્ષેત્રથી મોટો પદાર્થ હોય કે ક્ષેત્રથી નાનો સૂક્ષ્મ પદાર્થ હોય પણ પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે.’ ક્રમે કરીને, હોં ! એકસાથે નહિ પણ ક્રમે કરીને. અથવા ગુણભેદથી લઈએ તો એક સમયમાં પણ એક પદાર્થને અનંત ગુણની અનંત અવસ્થા છે. અને આખા પદાર્થની એક અવસ્થા લઈએ તો એક પદાર્થને એક સમયે એક અવસ્થા હોય. અનંત અવસ્થા અનંત સમયે થાય છે. અનંત અવસ્થા થવા માટે અનંત સમય હોય છે. અહીંયા ગુણભેદનો વિષય નથી, અહીંયા પદાર્થનો વિષય છે.
અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં...' કોઈ પદાર્થને હંમેશા એક જ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
રાજહૃદય ભાગ-૧૧
અવસ્થા રહે એવું ન બને. સમયે સમયે એની અવસ્થા બદલાતી હોવાથી અનંત કાળમાં પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય હોય છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોતો નથી. એવો શ્રી જિનનો અભિમત છે,...' આ અભિપ્રાય અથવા મત કહીએ તો જિનેન્દ્ર પરમાત્માનો આ મત છે. જિનેન્દ્રદેવે દિવ્યધ્વનિમાં આ વાત કહી છે. અને તે યથાર્થ લાગે છે;...’ વિચારતાં શ્રુતજ્ઞાનમાં પણ તે યથાર્થ લાગે છે. કેવળજ્ઞાનથી એમણે એક એક સમયને જોયો છે. પરમાણુની અનંત સમયની અનંત પર્યાયો જોઈ છે અને એ વાત શ્રુતજ્ઞાનમાં પણ ન્યાયસંપન્ન લાગે છે. કેમ લાગે છે ?
કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે.’ દરેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હશે એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવે છે ને ? પ્રકાશના ચાંદરડા આવે છે. કોઈ જગ્યાએથી ઝીણી તિરાડ હોય તો એમાંથી પણ સૂર્યનો પ્રકાશ આવે છે. એની અંદર સૂક્ષ્મ પરમાણુ છે એ ગતિમાન જોવામાં આવે છે. સ્થિર નથી દેખાતા. એ તો ઘણા ૫૨માણુનો સ્કંધ છે જે નરી આંખે દેખાય છે. પણ પ્રત્યેક પરમાણુ કાર્યશીલ છે. સમયે સમયે અવસ્થાથી અવસ્થાંતર પામે છે એ સ્પષ્ટ જોવામાં આવે છે. આ દવા ઉ૫૨ Expiry date લખે છે ને ? એમને એમ પેક પડી હોય. Seal બંધ Intact હોય. તો એમ કહે કે આટલા તારીખ પછી, આ સાલ પછી આ દવા નકામી ગણવી, આ નકામી ગણવી. કેમ ? પરિણમન ફરી ગયું. એ ત્યારે નથી ફર્યું. દરેક સમયે જેટલી તાજી દવા કામ કરે એટલી વાસી કામ કરે નહિ. આ રસોઈ રાંધેલી હોય છે. ગરમ-ગ૨મ જમો અને ઠંડી જમો એમાં ફેર છે કે નહિ ? એના ઉપર ફરીને કાંઈ પ્રક્રિયા નથી કરી. આપોઆપ એની અવસ્થામાં ફેરફાર થવા લાગે છે. થાય છે કે નહિ ? એકની એક ચીજ (હોય), મકાન બનાવો. પાંચ વર્ષ પછી એમ કહો કે આ પાંચ વર્ષ જૂનું છે. એને કોણે જૂનું કર્યું ? નવું કરનાર એમ કહે કે મેં નવું કર્યું, પણ જૂનું કોણે કર્યું ? સમયે સમયે પરમાણુ પર્યાયાન્તર થયા જ કરે છે, અવસ્થાન્તર થયા જ કરે છે. કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે.’ પરમાણુને જોતાં એ પ્રત્યક્ષ દેખાય છે. હવે જીવની વાત કરે છે.
ક્ષણે-ક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ-પરિણતિ થઈ અવાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંત૨૫ણું ભજે છે;...' હવે કહે છે, તારો અનુભવ તપાસ. તારા આત્માની અવસ્થામાં સંકલ્પ-વિકલ્પ જે ભાવની અવસ્થા થઈ. તે ફર્યાં જ કરે છે કે એમને એમ રહે છે ? પછી બંધ કરી જવું તો કે મારે હવે આ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૧
પત્રાંક-૫૪૬ પર્યાય . બહુ સારી છે અને એમાં મને સુખ લાગે છે. આ દશા મારે બદલવી નથી. નહિ રહે. કોઈ દશા સ્થિર રહેતી નથી. પલટો મારે, મારે ને મારે જ. પલટવું એનો સ્વભાવ છે અને પલટો મારતા કોઈ રોકી શકે નહિ. એમ આત્મામાં સંકલ્પ-વિકલ્પ જે બદલ્યા કરે છે, અવસ્થાંતર થયા કરે છે તે પોતાના અનુભવથી સમજાય છે. એ જ રીતે પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, રૂપ અવસ્થાંત૨૫ણું ભજે છે. એક ને એક પદાર્થ એક ને એક રંગમાં દેખાતો નથી, એક ને એક ગંધમાં દેખાતો નથી, એક ને એક રૂપમાં દેખાતો નથી. એમાં પણ ફે૨ફા૨ થયા જ કરે છે. આપોઆપ ફેરફાર થયા કરે છે.
‘તેવું અવસ્થાંત૨૫ણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી,...’ એમ અવસ્થાઓ બદલાય જાય માટે એ પરમાણુ એટલા ભાગે વહેંચાઈ ગયો એમ વિચારવા યોગ્ય નથી. તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના...' એટલા ભાગ થઈ ગયા, ટુકડા થઈ ગયા એમ વિચારવા યોગ્ય નથી કે કહેવા યોગ્ય નથી. કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે.’ તે પોતાના સ્વરૂપને છોડ્યા વિના, પોતાના ક્ષેત્રને છોડ્યા વિના અથવા દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને છોડ્યા વિના અવસ્થાથી અવસ્થાંત૨૫ણું એ પામે છે. સ્વભાવને છોડતો નથી, ક્ષેત્રને છોડતો નથી, પોતાની વસ્તુને પણ એ પરમાણુ છોડતો નથી. અન્ય વસ્તુપણે નથી થતો. એ અવસ્થા બદલાય છે, ભાવની અંદર એક ભાવ તો સ્વભાવ કહીએ. કાળની અંદર, કાળમાં અવસ્થા બદલાય છે એટલો ફેર પડે છે. તેવો જ એ સત્ પદાર્થ હોય છે.
જુઓ ! જૈનદર્શનમાનું આ વિજ્ઞાન છે. અન્યદર્શનમાં આ વિજ્ઞાન નથી. ઉપદેશ છે. આત્માએ દોષ ન કરવો, આત્માએ ગુણ પ્રગટ કરવા એવી વાત છે પણ વિજ્ઞાન નથી. એટલે વિજ્ઞાનના આધારે એ ઉપદેશ નથી. અહીંયાં વિજ્ઞાનના આધારે ઉપદેશ છે. આટલો ફરક છે. જે ફરક છે આ છે. અહીંયા વૈજ્ઞાનિક ચર્ચા છે, જડ પદાર્થોના ગુણધર્મોના વિજ્ઞાનની ચર્ચા છે. જીવપદાર્થના ગુણધર્મના વિજ્ઞાનની પણ ચર્ચા છે. અને એ બંનેના સંબંધ અને અસંબંધ વિષેની પણ વૈજ્ઞાનિક ચર્ચા છે. અને એને લઈને ગુણદોષની ઉત્પત્તિ કે સુખ-દુઃખની ઉત્પત્તિના વિજ્ઞાનની ચર્ચા છે. એ રીતે જૈનદર્શનમાં જે સાહિત્ય છે એની અંદર વિષય આ રીતે છે. અહીંયાં વિજ્ઞાનનો વિષય ચાલ્યો છે. અહીંયાં કોઈ બીજી ઉપદેશની વાત નથી કરતા. દ્રવ્યાનુયોગના પદાર્થના વિજ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી જીવની અને પરમાણુની શું પરિસ્થિતિ થાય એટલી વાત ચાલે છે.
પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું...' આ શબ્દ સમજાય છે ને ?
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨.
રાજહૃદય ભાગ-૧૧ એકપ્રદેશ એટલે જેમાં ક્ષેત્રનો બીજો વિભાગ ન થઈ શકે, નાનામાં નાના માપનું Unit. ક્ષેત્રફળનું નાનામાં નાનું ક્ષેત્રફળ. એને એકપ્રદેશ કહે છે. અવગાહીપણું એટલે એને રોકવી, એ જગ્યાને પોતે રોકવી. એમાં વ્યાપ્યવ્યાપકપણે એ ક્ષેત્રમાં રહેવું. એવું છોડ્યા સિવાય અવસ્થાંતર પામે છે. પોતાનું ક્ષેત્ર છોડીને અવસ્થાતર નથી પામતા. બીજા પરમાણુમાં ભળીને અવસ્થાંતર નથી પામતો છૂટો હોય ત્યારે અવસ્થાંતર થાય, બીજા પરમાણુ સાથે ભળે ત્યારે અવસ્થાંતર થાય, જીવની સાથે સંયોગ પામે ત્યારે અવસ્થાંતર થાય, જીવથી છૂટો પડે ત્યારે પણ અવસ્થાંતર થાય. પણ એ પોતાના ક્ષેત્રમાં રહીને. કોઈ વખતે પણ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર અને સ્વભાવને છોડીને એ પોતાની અવસ્થા બદલતો નથી.
એકક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શકયા નથી. એવો જે ક્ષેત્રનો નાનામાં નાનો વિભાગ છે, એથી ક્ષેત્રમાં નાનામાં નાનુ માપ છે, તેના બે ભાગ નથી થતા તો અનંત ભાગ તો કયાંથી થાય? એમ કહે છે. એના ઉપર એક દષ્યત આપે છે.
એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે... તેને તે જગ્યાએ. સમુદ્ર એક છે અને એમાં તેની તે જગ્યાએ નવા નવા તરંગ ઉત્પન્ન થાય છે. જે જગ્યાએ નથી. આ ચીજ પડી પડી બગડી જાય છે ને ? ફળ બગડી જાય છે, ખાવા-પીવાની ચીજો બગડી જાય છે. એ આપો આપ બદલાયા જ કરે. તેની તે અવસ્થા રહે નહિ. અનાજ લાવીને ડબામાં મૂકયું હોય, તો કહે આ જૂના ચોખા છે. નવા ચોખામાં અને જૂના ચોખામાં ફેર પડશે. પાણીના ખેતરમાં ઊગે છે. ચોખાના ખેતર જોયા હોય તો પાણીથી ભરેલા હોય. એ પાણીની જ બનેલી ચીજ છે. ચોખારૂપે પાણીનું એક ઘન સ્વરૂપ છે. પાણી સુકાય છે. જેમ જેમ ચોખા પડ્યા રહે છે એમ પાણી સુકાય છે. એટલે એના વિપાકમાં પણ ફેર પડે છે, એના સ્વાદમાં પણ ફેર પડે છે. હવે એ આપોઆપ જ થાય. એને કાંઈ કોઈ ક્રિયા કરવી પડે નહિ. ગમે તેટલી” કરતા થવાનો પ્રશ્ન થતો નથી. એક પરમાણુનો બીજો કિટકો થાય, બીજો ટૂકડો થાય એવો પ્રસંગ બનતો નથી.
અવસ્થાથી અવસ્થાંતરપણું પામ્યા કરે છે. એક અવસ્થાથી બીજા અવસ્થાને એ પ્રાપ્ત થાય છે. બીજું દષ્ટાંત આપે છે. કે “જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે...” એનું કાનનું કુંડળ બનાવ્યું હોય એ ભાંગીને એમાંથી માથાનો મુગટ બનાવે. પામે તેમ પરમાણુ...” એનું એ સોનું છે. બીજું સોનું નથી. તેમ પરમાણુ એ જ પ્રમાણે પરમાણુ પણ “આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળીપામે છે. જુદા પ્રકારની, જુદા ભેદવાળી હોય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૬
૧૩
જેમ સોનું બે પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે,...' જ્યારે દાગીનાનો ઘાટ બદલાણો ત્યારે સોનું મટીને બીજું કાંઈ થઈ ગયું નથી. સોનું તો સોનું જ રહ્યું છે. તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે.’ અવસ્થા બદલાય તો પણ પરમાણુ તો પરમાણુ જ રહે છે. ‘એક પુરુષ (જીવ)..' એટલે એક જીવ. હવે બીજું દૃષ્ટાંત આપે છે. આ તો બહુ સ્પષ્ટ કરવા માટે. એક પુરુષ અથવા એક માણસ બાળકપણું ત્યાગી યુવાન થાય,...' બાળકપણું પૂરું કરીને યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય,...' યુવાનપણું પૂરું થાય એટલે વૃદ્ધાવસ્થા થાય. પણ પુરુષ તેનો તે જ રહે,...' કોઈ એમ કહે છે કે નાનો હતો ત્યારે હું કોઈ બીજો હતો, મોટો થયો એટલે હું કોઈ બીજો છું ? એમ કોઈ કહેતું નથી. એને અનુભવ રહે છે, કે જે બાળપણમાં હતો તે જ અત્યારે હું છું. યુવાન હતો તે જ અત્યારે હું છું એવો એને અનુભવ રહે છે. મારી અવસ્થા બદલાણી છે એનો અનુભવ થાય છે.
તેમ પરમાણુ પર્યાયને ભજે છે.’ આ બધું વિજ્ઞાન છે. પદાર્થનું આ વિજ્ઞાન છે. ‘તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે..’ જેમ પરમાણુ નાનામાં નાનો પદાર્થ છે તે અનંત પર્યાયી છે એમ મોટામાં મોટો પદાર્થ આકાશ છે, જેના ક્ષેત્રને દશે દિશામાં છેડો નથી. એટલો મોટો પદાર્થ છે. સર્વથી મોટો. એ પણ અનંત પર્યાયી છે અને એક જીવ શુદ્ધ, શુદ્ધ જીવ જે સિદ્ધ ૫રમાત્મા છે તે પણ અનંત પર્યાયી છે. કોઈ એમ કહે સિદ્ધને પર્યાય હોય ? સિદ્ધ ભગવાનને તો કેવળજ્ઞાન થઈ ગયું હવે બીજું શું થાય ? તો કહે છે, કેવળજ્ઞાન એક જ સમયનું છે. કોઈપણ ગુણની કે કોઈપણ પદાર્થની પર્યાયનું આયુષ્ય જ એક સમયનું છે. બીજા સમયે તે પર્યાય હોતી નથી. બદલાઈને બીજી થઈ જાય છે. એમ આકાશ પણ અનંત પર્યાયી છે, પરમાણુ અનંત પર્યાયી છે. એવો જિનનો અભિપ્રાય છે,...' એવો જિનેન્દ્રદેવનો આ પદાર્થના જ્ઞાન સંબંધી, વિજ્ઞાન સંબંધીનો આ અભિપ્રાય છે. તે વિરોધી લાગતો નથી;...' તેમાં મને કાંઈ વિરોધપણું દેખાતું નથી. એ વાત બરાબર લાગે છે એમ કહે છે.
‘તે વિરોધી લાગતો નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં...' આ બાબતમાં વધારે લાંબુ લખવાનું બની ‘શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે.’ આ બે-ત્રણ દૃષ્ટાંતો આપ્યા એ ઉ૫૨ ઉપ૨થી તમને આપ્યા છે. આ વાતમાં ઘણું કહી શકાય એવું છે છતાં પણ ઉપર ઉપરથી થોડું લખ્યું છે. પત્ર પૂરો કરતા કરતા પણ હજી થોડી વાત કરે છે.
ચક્ષુને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે.' મેષ એટલે મીંચાવું, આંખનું
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૧
મીંચાવુંને મેષ કહે છે. ઉન્મેષ એટલે ઉઘડવું. આંખ ઉઘડે છે અને આંખ બંધ થાય છે. પોપચું. આંખનું પોપચું બંધ થાય છે તો આંખ મીંચાઈ ગઈ એમ કહે છે. ખુલવામાં પોપચું ઉઘડે ત્યારે આંખ ઉઘડી એમ કહેવામાં આવે છે. એવી જે આંખની અવસ્થા છે, તે આંખની પર્યાય છે, તે આંખની અવસ્થા છે. આ બીજા દૃષ્ટાંતો આપ્યા છે. એમાં આંખના ટૂકડા થતા નથી. આંખના વિભાગો નથી થઈ જતાં.
દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે.’ દીવાની જ્યોત નાની દેખાય, મોટી દેખાય, પીળા રંગની દેખાય, વાદળી રંગની દેખાય, કેસરી રંગની દેખાય એ બધી એની અવસ્થા છે. આત્માના સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે.... ભિન્ન ભિન્ન પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરે છે. જ્ઞાનમાં પણ અનેક પ્રકારનું જ્ઞાન કરે છે. અત્યારે આ પદાર્થનું જ્ઞાન ચાલે છે. બીજું કામ હાથમાં આવે તો એ વિષયનું જ્ઞાન ચાલે છે, પરિણમવા લાગે. જ્ઞાનની પણ ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાય છે. એમાં કાંઈ આત્માના ટૂકડા થતા નથી. એ આત્માની પર્યાય છે.
“તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે.' એ રીતે વર્ણ, ગંધની અંદર પણ અવસ્થા પલટો ખાય છે. એ પરમાણુની અવસ્થા છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં.' જો કોઈ પરમાણુ કે કોઈ જીવો અવસ્થા ન બદલતા હોય તો આ બધું ફેરફારવાળું દેખાય છે, વિચિત્રવિચિત્ર દેખાય છે એ દેખાય નહિ. માણસ કહે છે ને ? ભાઈ ! ઘણા વખતે આ બાજુ અમે આવ્યા, અહીંયા તો ઘણો બધો ફે૨ફા૨ થઈ ગયો છે. શું કહે ? આ તો બધું ફરી ગયું છે. ફરી ગયું એટલે ? આપોઆપ જ ફેરફાર થઈ જાય છે. એ રીતે ચિત્રવિચિત્ર પ્રમાણે જો પદાર્થો પલટાતા ન હોય તો જગતમાં આવી અવસ્થાના ચિત્રવિચિત્ર પ્રકાર જોવામાં આવે નહિ.
‘કેમકે એક પ૨માણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય.’ બધા કૂટસ્થ એમ ને એમ રહે. જેમ હોય એમ અનાદિઅનંત. પણ એ તો બધાને અનુભવ થાય છે કે આ જગતની પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. જગતની સ્થિતિ (પરિવર્તનશીલ છે). જગત પરિવર્તનશીલ છે એ તો નજરે જોવામાં આવે છે. આમાં શું છે કે પરિવર્તન તો થાય છે પણ અમુક વાત પોતાને ગમે છે અને અમુક વાત પોતાને ગમતી નથી. આમાંથી ગડબડ થાય છે.
મુમુક્ષુ ઃ– ઇષ્ટ-અનિષ્ટ કરે એમાં ગડબડ થાય.
પૂજ્ય ભાઈશ્રી :– પરિવર્તન તો થાય છે એ સ્પષ્ટ અનુભવમાં આવે છે. પરિવર્તન
Page #32
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭
૧૫
થતું રોકી ન શકાય એ પણ અનુભવમાં આવે છે. ફક્ત પોતે કલ્પના કરે છે કે આ પરિસ્થિતિ મને ગમે છે, માન્ય છે, આ પરિસ્થિતિ મને અમાન્ય છે. એમાંથી એને પોતાને આકુળતાની ઉત્પત્તિ થાય છે.
મુમુક્ષુ :– ત્યારે કરવું શું આમાં ?
પૂજ્ય ભાઈશ્રી :– પહેલા તો પોતે એમ વિચાર કરે, કે જે તને આકુળતાનું કારણ છે એ પદાર્થને તારે લેવા દેવા કેટલી ?ભિન્ન છે કે અભિન્ન છે ?
મુમુક્ષુ :-ભિન્ન છે.
પૂજ્ય ભાઈશ્રી :- બસ. પારકામાં કોઈને રસ નથી. પોતામાં પોતાને રસ છે. પારકામાં કોઈને રસ નથી. એટલે એક પરમાણુ જેમ પલટે છે એમ જગતના સર્વ પરમાણુ પણ પલટાયા જ કરે છે.
સંયોગનિયોગ, એકત્વ-પૃથ....' એટલે જોડાવું અને જુદા પડવું, સંયોગ થવો અને વિયોગ થવો. “એ આદિ પરમાણુના પર્યાય છે...’ એ પરમાણુની અવસ્થાઓ છે. અને તે સર્વ પરમાણુમાં છે.’ થયા વિના રહે નહિ. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ.’ ગમે એટલી વાર આંખ ખૂલે અને બંધ થાય એથી કાંઈ આંખનો નાશ થાય નહિ. તેમ પરમાણુ ગમે તેટલી વાર પલટે, જીવ ગમે તેટલી વાર અવસ્થાંતર થાય, રૂપાંતર થાય, તોપણ જીવનો નાશ થતો નથી. ચાર ગતિમાં લ્યો ને. સ્થૂળ તો આ છે. એકનો એક જીવ મનુષ્ય થાય છે, એકનો એક જીવ તિર્યંચ થાય છે. ગમે એટલી વા૨ થાય નહિ. એ બધું અનંત વાર થાય. જીવનો નાશ થશે નહિ, તેમ કોઈ પરમાણુનો પણ નાશ નથી થતો.
આ પત્રની અંદર ખાલી પદાર્થ વિજ્ઞાનનો વિષય ચાલ્યો છે. પ્રશ્ન પણ એ પૂછ્યો છે એનો ઉત્તર આપ્યો છે. ૫૪૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૪૭
મોહમયી ક્ષેત્ર, માગશર વદ ૮, બુધ, ૧૯૫૧
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
ચજહૃદય ભાગ-૧૧
કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે જેથી અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી, જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધ પણ થઈ શકે તે માટે વિચારું છું.
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધનથી, સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે, તે પણ ઉદય આગળ બનતું નથી. તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદયવેદવાપ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ.
જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા. સર્વસંગમાં ઉદાસપણું રહે છે અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે.
આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજમાત્ર નથી. અસંગપણાનો, આત્મભાવનાનો માત્ર અલ્પ વિચાર લખ્યો છે.
આ. સ્વ.પ્રણામ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૭
પત્રાંક-૫૪૭
પ૪૭મો પત્ર લલ્લુજીની ઉપર “સુરત” લખેલો છે. મુંબઈથી લખેલો છે. લલ્લુજી મુનિ' “સુરત” છે.
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે.” “વવાણિયા એટલે શું? મારું ગામ નહિ. આ ભવમાં આ દેહનો જન્મ થયો હતો એ ગામમાં જવાનું થાશે. કેમ કે મારો જન્મ અનંતવાર થયો ભૂતકાળમાં અને અનંત ગામોમાં થયો એમાં મારું ગામ કર્યું કહેવું મારે? અત્યારે તો આવે છે ને? બોર્ડ લગાવે છે. ફલાણા-ફલાણા આ ગામવાળા. કોઈ કહે અમે શિહોરવાળા, કોઈ કહે અમે ‘ાણાવાળા તો કોઈ કહે અમે “ડાઠાવાળા, અમે કોઈ ફલાણાવાળા, જેસરવાળા, પાલિતાણાવાળા. બોર્ડ મારે છે ને? સાચી વાત હશે? એ વાળા છે? અહીંયાં જન્મ થયો. આ ભવમાં પાછું એમ કીધું. દરેક ભવમાં મારો ત્યાં જન્મ નથી થયો. ચાલુ વર્તમાન ભવ છે એ વવાણિયામાં જન્મ થયો છે આ દેહનો. શરીરનો, આત્માનો તો જન્મ થાતો નથી.
“અત્રેથી...” એટલે મુંબઈથી. ધંધામાંથી થોડી નિવૃત્તિ લઈને ઘણું કરી વવાણિયા...” જઈશ. એમ કહેવું છે. “વવાણિયા એટલે આ ભવનું જન્મગામ છે. ત્યાં કોઈ સાધારણ વ્યવહારિક પ્રસંગ છે ત્યાં જવું છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં સાધારણ પ્રસંગ એટલે શું? “જીજીબાના લગ્ન આવે છે ને? લગ્નનો વિષય છે ને ? એટલે સાધારણ કાંઈક વ્યવહારિક કામ છે. મારે તો કાંઈ લાંબુ કાંઈ કામ નથી. પોતાના ઘરે બહેનના લગ્ન છે. તો કહે છે, સાધારણ વ્યવહારિક પ્રસંગ છે એટલે જવાનું બનશે. અને એમાંથી છૂટવું, એ લગ્નના પ્રસંગે ન જાવું, ઉપસ્થિત ન રહેવું. એવું “છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બનેકદાચ એમ માનીએ કે આ પ્રસંગે નથી જાવું, આ પ્રસંગથી છૂટા રહેવું છે તો કદાચ તેમ પણ બને.
‘તથાપિ કેટલાક જીવોને. કુટુંબમાં બીજા જીવોને મા-બાપને, ભાઈઓ-બહેનોને બધાને “અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે;” કામ તો કાંઈ મારું બહુ મોટું નથી જાવ કે ન જાવ એથી મને મોટું લાભ-નુકસાન નથી. જવાની ઇચ્છા નથી એટલી વાત છે. કેમ કે એ બધા સગા-સંબંધી, કુટુંબીઓ ભેગા થાય. પોતાને કોઈની સાથે ભળવાનું મન થતું નથી. એટલે એમની ઇચ્છા નથી. પણ હું ન જાવ... અને જાવ તો પણ હું ભળીશ નહિ છતાં પણ એવું સાધારણ ભળવા, નહિ ભળવાના કારણથી ન જાવ તો બીજાને અસમાધાન થવાનું કારણ બને). કેમ આમ કર્યું? કેમ નહિ આવ્યા? શું કરવા ન આવ્યા? વળી કોઈ સગાવહાલા હોય તો વળી બીજા
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
ચજહૃદય ભાગ-૧૧ તર્કવિતર્ક કરે. કાંઈ વાંધો પડ્યો હશે. સગો મોટો ભાઈ છે ને કેમ ન આવે? માટે કાંઈક તર્કવિતર્કપણ લોકો કરે. એ અસમાધાનના બધા પ્રકારલીધા.
કેટલાક જીવોને અલ્ય કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,...” જતા પહેલાં શું કરવું? ‘અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,... કોઈની સાથે વધારે રાગના પરિણામ ભાવથી ન થાય તેને અપ્રતિબંધભાવ કહે છે. વધારે રાગના પરિણામ થાય તેને પ્રતિબંધભાવ કહે છે. સામાન્ય રીતે શું છે કે એવા પ્રસંગે ઘરની, કુટુંબની અંદર લગ્નપ્રસંગ હોય ત્યારે નજીકના સગા તો આવે જ, કોઈ દૂર દૂરના સગા પણ આવે. આવો... આવો. આવો. આપણે ઘણા વખતે મળ્યા. બહુ રાજી થયા. તમને જોઈને ખૂબ પ્રેમ થયો, ખૂબ ખુશી થઈ ગયા અમે. એ બધા પરિણામ શું છે? પ્રતિબંધભાવના પરિણામ છે. સારા છે? નહિ ને? પછી લાગણી વગરના લોકો કહેશે. એને કાંઈ લાગણી નથી. લગ્ન પ્રસંગે પણ આવે નહિ. આવે તો બહુ હળેમળે નહિ. અતડા રહે. કેવી અંદરની સાવધાની છે, જુઓ!
જેથી અપ્રતિબંધભાવને વિશેષ દઢ કરી,” પ્રતિબંધભાવથી છૂટવા માટે. જવાનો વિચાર રહે છે. કદાચ હું વવાણિયા જઈશ તો પણ અપ્રતિબંધભાવને વિષે... આ પૂર્વતૈયારી છે. એક પ્રસંગ ઘરે આવવાનો છે, એની ખબર છે અને એની અંદર પોતે પૂર્વતૈયારી કરીને જવા માગે છે. જવા માગે છે તો પણ. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે. અને જો હું જઈશ તો એકાદ મહિનો ત્યાં રહેવાનું બનશે. “વખતે બે માસ પણ થાય. કદાચ બે મહિના પણ રહેવાનું થાય.
‘ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે... કેવી ભાષા છે? ‘ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર....” એટલે “મુંબઈ તરફ આવવાનું કરવું પડે તેમ છે...” આવીશ એમ નહિ. મારે આવવું પડશે. અનિચ્છા હોવા છતાં પણ આવવાનું થાય એને આવવું પડશે એમ કહે છે. આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બે એક મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે;” ફરીને મુંબઈ પહોંચવું પડે તો બે મહિના ક્યાંક એકાંતમાં... ૨૮મું વર્ષ ચાલે છે ને ? ત્યારથી નિવૃત્તિની ભાવના એમની ધંધાથી છૂટા થઈને વધારે નિવૃત્તિમાં રહેવાના પરિણામ બળ કરે છે, તીવ્ર થાય છે. એટલે બે મહિના એમને નિવૃત્તિ જોગ એટલે કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રહે છે અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. અને એવું નિવૃત્તિમાં રહેવામાં કોઈ
Page #36
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭
૧૯
પ્રતિબંધ ન થાય, કોઈ ખલેલ ન પડે, કોઈ વિક્ષેપ ન પડે એવું કાંઈક વિચાર કર્યા કરું છું.
હવે પોતાના આત્માની શું સ્થિતિ છે એનું વર્ણન કરે છે, કે સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.’ અત્યારે પોતાના પરિણામનો પ્રવાહ એવો ચાલી રહ્યો છે કે જે પ્રવાહમાં પોતે રહે છે, એનું એક લીટીમાં વર્ણન કર્યું છે. બધા વ્યવહારથી નિવૃત્ત થઈને, કુટુંબનો નહિ અને દુકાનનો પણ નહિ. ધંધો છોડીને અને કુટુંબ-વ્યવહા૨ છોડીને એકદમ અસંગપણે એટલે દીક્ષા લઈને. એવું કયારે થાય ? જંગલમાં દીક્ષા લઈને ચાલ્યા જાય તો. પાછા દીક્ષા લઈને જંગલમાં ન જાય અને ગામમાં રહે તો પાછા ઓલા કુટુંબનું ટોળું થતું હતું, આ સમાજનું ટોળું થાય પાછું. કુટુંબમાં પાંચ-પંદર માણસો હોય, સમાજમાં ટોળું મોટું થઈ જાય. સો-પચાસ માણસો તો સહેજે થાય. પછી એથી વધારે થાય તો જુદી વાત છે.
,
અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યું... બહુ ઘટ્યું છે. આ રીતે સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં જઈને આત્મસાધન કરવું એવું બહુ ચિત્તમાં છૂટ્યું હોવાથી, બહુ વિચાર્યું હોવાથી હવે એ જ પરિણામમાં પ્રવાહ ચાલે છે અને જ્યાં સુધી આ સર્વસંગથી નિવૃત્તિ નહિ થવાય ત્યાં સુધી અમારું ચિત્ત ઠેકાણે નહિ પડે, ઠેકાણે નહિ બેસે એવું લાગે છે. કેવો અંદાજ મૂક્યો છે ! ૨૮મા વર્ષે એમણે પોતાના ચિત્તનું આ વર્ણન કર્યું છે કે જ્યાં સુધી અમે બધું છોડીને ચાલ્યા નહિ જઈએ, ત્યાં સુધી ભલે આ વેપારમાં, વ્યવહારમાં કે કુટુંબ વચ્ચે બેઠા છીએ પણ અમારું ચિત્ત ઠેકાણે બેસશે નહિ.
જેમ કોઈ માણસને એક કામ કરવું જ હોય અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને એવિચાર આવ્યા કરે. એ જવિચાર આવ્યા કરે છે ને ? વ્યવહારિક કોઈ કામ કરવું હોય તો પણ એમ જ છે ને ? કે જ્યાં સુધી એ કામ ન પતે ત્યાં સુધી એના વિચાર આવ્યા જ કરે, એના વિચાર આવ્યા જ કરે. કોઈ કામ માંડ્યું હોય અને પૂરું ન થતું હોય તો એમ જ થાય ને ? તેમ એમણે એક કામ માંડ્યું છે. આત્મસાધનાનું કામ એમણે શરૂ કર્યું છે. એ સ્વરૂપસાધનાનું કામ હવે એમને સર્વસંગ પરિત્યાગ કરીને કરવું છે. તો જ્યાં સુધી સર્વ વ્યવહારથી નિવૃત્તિ નહિ થાય ત્યાં સુધી અમારું ચિત્ત ઠેકાણે બેસશે નહિ, એમ કહે છે. ૨૮મા વર્ષે આ સ્થિતિએ આવ્યા છે.
પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે...' કોઈ ઉપાર્જિત, પોતે ઉપાર્જન કરેલું એવું પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ તો ભોગવ્યે જ છૂટકો છે. એમાં કોઈનું કર્તાહર્તાપણું ચાલે એવું નથી. એ પણ ખ્યાલમાં છે કે આ કાંઈ કર્યું થાય એમ છે નહિ.
Page #37
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧ પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે, એ કાર્ય પ્રારબ્ધ ભોગવાય ગયે તેમ બની શકે. એટલો પ્રતિબંધ પૂર્વત છે. અત્યારે નથી. પૂર્વનું એ બંધન છે. પૂર્વે કરેલા અપરાધની સજા છે એ સમભાવે સહન કરી લેવી. એટલો વિચાર રાખ્યો છે.
“એટલો પ્રતિબંધ પૂર્વકત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી,” અમારે તો રહેવું નથી પણ રહેવું પડે એવી અમારી સ્થિતિ પૂર્વકર્મને લઈને છે. અમારી ઇચ્છાથી પ્રતિબંધથી બંધાતા નથી, બંધાયેલા નથી. અનિચ્છાએ બંધાયેલા છે એમ કહે છે. અમારી ઇચ્છાનો પ્રતિબંધ નથી. “સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી, પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે;” અત્યારે તો બધાથી નિવૃત્તિ કરી લેવાનો જે વિચાર છે એ કોઈ બીજે વખતે તમને જણાવશું. અત્યારે હવે એ બાબતમાં વધારે નથી જણાવતા. અત્યારે તો આ ક્ષેત્રથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. એકવાર “મુંબઈ છોડી દેવું, ધંધો વેપાર બંધ કરી દેવો, ધંધો છોડી દેવો. ભાગીદારીમાંથી છૂટા થઈ જવું. એ વાત તો એમણે વિચારી લીધી છે. આ વર્ષમાં એમણે એ વાત વિચારી લીધી છે. એટલે “આ. ક્ષેત્રથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે;” એ બળવાન છે. તે પણ ઉદય આગળ બનતું નથી. હજી એ ચાલુ રહે છે. એ ઉદય આગળ હજી અમારું ચાલતું નથી.
તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે...” તોપણ ચિંતન તો એ જ રહે છે કે અહીંથી છૂટવું છે, છૂટવું છે ને છૂટવું છે. તો તે વખતે થોડા કાળમાં તો વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ચિંતન રહે છે એના ઉપરથી એમ લાગે છે કે હવે પછીના થોડા કાળમાં અહીંથી છૂટી શકાશે એવું બનશે. ઉદયમાં પણ એવો ફેરફાર થશે એવું મનમાં રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, આ “મુંબઈ પ્રત્યે અમને દ્વેષ થયો છે અને અહીંથી ભાગવા માગીએ છીએ એમ નથી. તથાપિ સંગનું વિશેષ કારણ છે. ઘણાનું હળવુંમળવું અહીંયાં થાય છે. એ સંગનું વિશેષ કારણ છે અને અમારે અસંગપણે રહેવું છે. આ અમારી ઇચ્છા છે.
પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિના પ્રયોજને રહેવું પડે છે. પ્રવૃત્તિ છોડી દઈએ તો પછી આ ક્ષેત્રે રહેવાનું કોઈ લાભનું કારણ નથી. માટે આ ક્ષેત્ર છોડી દેવું એમ વિચાર આવે છે. વેપાર છોડ્યા પછી અમારે “મુંબઈમાં રહેવાનું કોઈ કારણ નથી. અત્યારે તો લોકો નિવૃત્તિ લે છે પણ ક્ષેત્ર નથી છોડી શકતા. શું કરો છો ભાઈ ? હવે નિવૃત્ત થયા. આ પૈસા-ઐસા છે એ શેરમાં રોકી દીધા છે. Investment. અથવા
Page #38
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭ ક્યાંક વ્યાજે મૂકી દીધા છે કે બેંકમાં મૂક્યા છે કે સરકારના કોઈ ખાતામાં મૂક્યા છે. રહેવાનું? તો કહે “મુંબઈમાં. કેમ? કે હવે મુંબઈ સિવાય ફાવે નહિ. ઝાઝાં હોય ત્યાં ગમે, થોડા હોય ત્યાં ન ગમે. એની સાઈકોલોજી એવી થઈ ગઈ હોય છે.
આ કહે છે કે “પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે.'
મુમુક્ષુ = તથાપિ સંગનું વિશેષ કારણ છે, ત્યાં એમ લેવાય કે અસત્સંગ વિશેષનું કારણ છે?
પૂજ્ય ભાઈશ્રી - ના. સંગનું વિશેષ કારણ છે. ઘણા માણસો છે એનો સંગ થાય છે એ અસત્સંગ છે. પોતાને કાંઈ રુચતો નથી. અસંગદશામાં રહેવું છે એને સંગ ક્યાંથી રુચે? કુટુંબનો સંગ નથી રુચતો, બીજાનો સંગ કેમ ? આ પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈપણ પ્રકારે લાગતી નથી. અને આ જે વેપારની પ્રવૃત્તિ કરીએ છીએ એ અમારી બુદ્ધિથી તો કાંઈ આત્માને પ્રયોજનભૂત હોય એવું લાગતું નથી. ઠીક. વેપારની પ્રવૃત્તિ અને પ્રયોજનભૂત નથી લાગતી. એ પણ નિરર્થક અને વ્યર્થ લાગે છે. તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. એટલે જે કાંઈ પૂર્વ કર્મ છે એ પ્રારબ્ધ ભોગવવા માટે વેઠ ઉતારીએ એવી રીતે પ્રવૃત્તિ કરી લઈએ છીએ.
હવે જે વાત કરી છે એ તત્ત્વજ્ઞાનના વિષયમાં વાત કરી છે. કેવી રીતની વિચારણા ચાલે છે અને કેવી રીતની વિચારણા આ માર્ગમાં હોવા યોગ્ય છે, એ વિષયમાં આ પેરેગ્રાફ જરા વધારે સારો છે. (સમય થયો છે.)
ધર્મ-ક્ષેત્રમાં, જીવ ધર્મબુદ્ધિએ તન, મન, ધનનું સમર્પણ કરે છે. છતાં પણ તેમાં સર્વાણિબુદ્ધિનો અભાવ હોય, ત્યારે પ્રકૃતિનો ત્યાગ કરી શકતો નથી. તેથી પારમાર્થિક લાભથી વંચિત રહી જાય છે. તન, મન, ધનનું સમર્પણ અન્યમતી પણ કરે છે. અને તે પૂર્વનુપૂર્વ છે, અપૂર્વ નથી. આત્મહિતના લક્ષે પ્રકૃતિ-ભાવ મૂકવા તૈયાર થાય તેને ધન્ય છે, તે જીવ અવશ્ય અપૂર્વ સ્વભાવ પ્રગટ કરશે જ. તે ખરી આત્મ-અર્પણા છે.
(અનુભવ સંજીવની-૧૩૫૬)
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
રાજહૃદય ભાગ-૧૧
તા. ૯-૧૧-૧૯૯૦, પત્રક – ૫૪૭, ૧૪૮
પ્રવચન ને. ૨૪૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્ર ૫૪૭. ચાલે છે. ... ફરીથી લઈએ. ૫૪૭મો પત્ર શરૂઆતથી.
અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. આપણે લગ્ન પ્રસંગ હોય તો લૌકિકમાં સૌથી અગત્યનો અસાધારણ પ્રસંગ ગણાય છે. એમને પણ આ પ્રસંગ (આવી પડ્યો) છે. એમને જવાની ઇચ્છા નથી. એનું મહત્ત્વ નથી, મહત્ત્વ નહિ હોવાથી ઇચ્છા પણ નથી. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં...” એમાં નહિ જવા માટે ઘણા પ્રકારે વિચાર આવ્યો કે જવું જ નહિ, જવું જ નહિ. છૂટી શકાય તેમ પણ બને....” અને ન પણ જઈએ તો બની શકે. ન બને એવું કાંઈ નથી. કેમકે કોઈ એક વ્યક્તિ ન આવે એટલે કાંઈ લગ્ન લેવાણા હોય એ કાંઈ બંધ રહેતા નથી. એવા પ્રસંગ બને છે કે જેની અંદર જેના લગ્ન હોય એના માતા-પિતા જેવા નજીકના કોઈ દેહત્યાગ કરી દે તોપણ એ કાર્ય અટકતું નથી. ભલે તે સાદાઈથી થઈ જાય પણ ગમે તેમ કાર્ય થઈ જાય. બંધ રહેતું નથી. એટલે કોઈના કારણે કોઈ કાર્ય અટકે છે એવું નથી બનતું. જે કાર્ય સંપન્ન થવાનું હોય તે જે રીતે થવાનું હોય તે રીતે થયા કરે છે.
એટલે છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પકારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે;” પણ કુટુંબના જીવો. કેટલાક જીવો. મારા કુટુંબના ન લખ્યું. ભાષામાં શું ફેર છે ? મારા કુટુંબીઓને, મા-બાપને, ભાઈઓ-બહેનોને હું લગ્નમાં નહિ આવું, મોટો છું અને નહિ આવું તો પછી કોઈને કાંઈ સમાધાન નહિ થાય, ઉહાપોહ થશે. કુટુંબીઓને ન લખ્યું. કેટલાક જીવોને (એમ લખ્યું). જાણે કોઈ પારકા હોય. ભાષામાં શું Toneછે.
અલ્ય કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.' જવાનો વિચાર તો રહે છે પણ પ્રતિબંધભાવ રાખીને નથી જવું, ક્યાંય પણ બંધાવું પડે, ક્યાંય પણ વિશેષ
Page #40
--------------------------------------------------------------------------
________________
ર૩
પત્રાંક-૫૪૭ રાગમાં-રાગરસમાં આવવું પડે એ પ્રતિબંધકભાવ છે અને નિરસ પરિણામે, દઢપણે નિરસ પરિણામે સાંસારિક પ્રસંગોમાં વર્તવું તે અપ્રતિબંધક ભાવ છે. એવા ભાવથી જવાનો વિચાર રહે છે. જવું પડે તો પણ આ રીતે પોતાના પરિણામમાં પૂર્વતૈયારી કરીને જાવું છે.
આપણે અહીંયાં એક વિષય ચર્ચામાં ચાલે છે, કે જ્યારે આપણને ખબર જ છે કે અમુક પ્રસંગ ચાલ્યો આવે છે, તો શા માટે આપણે ચેતીને ચાલતા નથી ? જ્ઞાનીઓ તો ચેતીને ચાલે છે. એના માર્ગે ચાલવું હોય તો આપણે પણ ચેતીને ચાલવું જોઈએ. ઇડરમાં વાત થઈ, કે બાર વાગે એટલે જમવાનો પ્રસંગ આવવાનો છે. મધ્યાહને, સાંજે જમવાના ટાઈમે જમવાનો પ્રસંગ આવવાનો છે. આપણને ખબર છે કે ટાઈમ થાય એટલે આપણે જમવા બેસવાના છીએ. તો શા માટે ચેતીને ચાલતા નથી ? કે કોઈ વાનગીમાં રસ લેવો નથી. આપણે પાંચ-સાત ચીજ જે કાંઈ આહારમાં વાપરતા હોઈએ છીએ તો શા માટે પૂર્વતૈયારી કરતા નથી? કે આપણે નિરસ પરિણામથી આહાર લેવો. જોઈએ અને એના માટે જાગૃતિ અને સાવધાની હોવી જોઈએ. આમણે પૂર્વતૈયારી કરી છે કે નથી કરી ? આ તો એથી મોટો પ્રસંગ છે. પણ મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, જ્યાં જ્યાં આ જીવને વિભાવરસ તીવ્ર થતો હોય ત્યાં એને અગાઉથી જ તૈયારી કરી હોય તો એને પ્રસંગ વખતે બચવું બહુ સહેલું પડે છે. બહુ અલ્પ પુરુષાર્થે એ બચી શકે છે. અને નહિતર લગભગ જાગૃતિ રહેવાની પરિસ્થિતિ જ આવતી નથી. અને પ્રસંગે આખે આખો ઓળાય જાય છે.
પરીક્ષા લે તો પહેલા આખું વર્ષ ભણાવીને પરીક્ષા લે છે. અને રોજે રોજ ભણાવે તો એમ કહે કે નિશાળે આવો તો Home work કરીને આવો. એમ ને એમ તમે નિશાળે આવો એમ ન ચાલે. અને રોજ સ્વાધ્યાયમાં આવવું તો કાંઈ Home work કરીને આવવાનું કે એમ ને એમ આવવાનું? કે ચાલો એની એ વાત ચાલે છે, આત્માઆત્મા ફૂટ્યા કરે છે, સાંભળ્યા કરો આપણે. એમ નહિ, કાંઈક પોતે તૈયારી જીવનની અંદર કરવી ઘટે છે અને ગંભીરતાથી કરવી ઘટે છે.
મુમુક્ષુ-લગ્નપ્રસંગમાં અલિપ્ત રહ્યા હશે, કેવી રીતે રહ્યા હશે? પૂજ્ય ભાઈશ્રી:–ગયા જ નથી. આટલો વિચાર આવ્યા પછી ગયા જનથી. મુમુક્ષુ -ગયા હોય તો કેવી રીતે રહ્યા હોય?
પૂજ્ય ભાઈશ્રી:- કાંઈ નહિ. બધાને અતડા લાગે. બીજું શું પૂછે એનો જવાબ દે. કોઈ વિકલ્પ આવે તો કહીદેપણ તીવ્ર રસ ન આવે. મારું છે અને મારું છે માટે મારે રસ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
રાજહૃદય ભાગ-૧૧ લેવો જોઈએ. મારાપણું કરીને રસ આવે છે. પારકામાં કોઈને રસ છે? પાડોશીને ત્યાં લગ્ન હોય તો શું રસ હોય ? ગમે તેટલી શોભા કરી હોય, ગામના વરઘોડા જોવે તો એમાં રસ આવે છે ? દીકરાનું ફૂલેકું હોય તો ? એમ મારાપણામાં રસ છે. મારુંપણું ન કરે. મારાપણું ન કરે કેમકે એમને તો મારાપણું ભાસતું જ નથી અને લાગતું જ નથી.
મુમુક્ષુ – ૨૮મું વર્ષ છે. ચાર વર્ષથઈ ગયાને! પૂજ્ય ભાઈશ્રી -હા. ૨૮મું વર્ષ છે. ભરયુવાન અવસ્થા છે. મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- હા, દશા બહુ સારી છે. અથવા રસનો જે વિકલ્પ આવે તોપણ નિરસપણે આવે,ભિન્નપણે રહીને આવે. અને લોકસંજ્ઞાન થાય. અમારા ઘરે પ્રસંગ છે માટે સારામાં સારું દેખાવું જોઈએ. સમાજમાં આપણી છાપ પડવી જોઈએ કે ભાઈને ત્યાં પ્રસંગ બહુ સારો રહ્યો. બધુ બહુ સારું હતું. આ સારું હતું, આ પણ સારું હતું, તે પણ સારું હતું. ફલાણું સારું હતું. આ બધી લોકસંજ્ઞા, સમાજની આબરૂ કાઢવાનો જે અભિપ્રાય છે અને એ અભિપ્રાય અનુસાર પરિણામની મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે એ આત્માને ડૂબાડે છે, હંફાવે છે.
મુમુક્ષુ – આપણે કોમેન્ટ્રી તો બેચાર મિનિટની જ હોય છે. પૂજ્ય ભાઈશ્રી:- ના.
મુમુક્ષુ - કોમેન્ટ્રી જે કોઈ માણસ કરતો હોય એ તો બે-પાંચ મિનિટની હોય પણ એ કોમેન્ટ સાયકોલોજી છે.
પૂજ્ય ભાઈશ્રી:-થાય એ કરતાં એને એટલી બધી કિમત આપી દે છે કે જાણે એ સર્વસ્વ છે. કેમકે એ પોતાના આત્માનું ખૂન કરવા તૈયાર થાય છે. પોતાની શાંતિનું ખૂન કરવા તૈયાર થાય છે. અશાંતિ ગમે તેટલી વધે તોપણ) ઉપાધિ કરવી છે એને. એટલી બધી ઉપાધિ કરવી છે કે ઝીણામાં ઝીણી વસ્તુ બરાબર સારામાં સારી દેખાવી જોઈએ. અને ઝીણામાં ઝીણી બધી બરાબર થાય એના માટે અઠવાડિયા-પંદર દિવસ અગાઉ Meeting ચાલતી થઈ જાય. ચાલે છે કે નહિ ? કેટલી અશાંતિ થાય છે, એનો જીવને કાંઈ વિચાર નથી કે મને અશાંતિ કેટલી થાય છે ? અત્યારે અશાંતિ અને ભાવિની અશાંતિ. ખોદ ખોદે મોટો, ભાવી માટે તો મોટો ખોદ ખોદે, કેમ કે તીવ્ર રસ ચડ્યો છે અને એમાં આત્મા વીંટાણો છે એમાંથી) બહાર કાઢવો મુશ્કેલ પડશે.
મુમુક્ષુ –કેમકે બહારથી... પૂજ્ય ભાઈશ્રી - એ પોતાના રસ્તે ચાલે ને. આમાં કોને કોનો સાથ દેવો ? કેવી
Page #42
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭
૨૫
રીતે દેવો ? કોને કોને બોલાવવા ? કોણ હોશિયાર છે ? સંસારમાં રખડવાની એ બધી ચતુરાઈ તો પોતાની જ છે ને. એ સંસારમાં રખડવાની ચતુરાઈ છે. ‘ગુરુદેવ’ તો કહે છે કે તત્ત્વવિચારમાં કોણ ચતુર છે. ચાલ્યો ને ? તત્ત્વવિચારમાં ચતુરનો વિષય ચાલ્યો. સંસારની ચતુરાઈ તો જીવે બહુ કરી.
મુમુક્ષુ :– ઇ ચતુરાઈ કચારેય કરી જ નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– કરી જ નથી.
=
‘અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.’ જુઓ ! એક એક વાતમાંથી કેટલું શિખવાનું મળે છે ! સમજવાનું મળે છે ! એક એક વચનમાંથી કેટલું સમજવાનું મળે છે ! કે ભાઈ ! તારે ત્યાં પ્રસંગ આવશે. હરખના પ્રસંગ આવશે અને શોકના પ્રસંગ પણ આવશે. બેય આવ્યા વિના રહેશે નહિ. સંસારમાં તો એ જ હોય. બીજું હોય શું ? ચૂલામાં રાખ સિવાય બીજું શું હોય ? તું ચેતીને ચાલજે. એમ કહેવું છે.
‘અપ્રતિબંધભાવ વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે.’ આ મારો અભિપ્રાય છે. જવું પડે તો આ અભિપ્રાય લઈને જઈશ. ‘ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર...’ એટલે મુંબઈ’ ‘આવવું કરવું પડે તેમ છે,...' આવવું પડે એમ છે. હવે આવવું નથી પણ આવવું પડે એમ છે. છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિજોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે;..’ એટલે વચ્ચે થાક ખાવો છે. નિવૃત્તિ(માં) આત્માને ઘોળવો છે, આત્માનો રસ લેવો છે. આવો વચ્ચે થોડોક વિચાર છે કે હવે ‘મુંબઈ’થી છૂટવું છે. ફરીને આવવું પડશે તો વચ્ચે આ એક પ્રસંગ કરવો. બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિજોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે; અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું.’ અપ્રતિબંધ એટલે પછી બીજા મુમુક્ષુઓને પણ ભેગા કરવા નથી. ટોળું ભેગું કરીને નિવૃત્તિમાં જાવું નથી.
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જપ્રવાહમાં રહેવું થાય છે.’ એમના ચિત્તમાં બહુ વિચારણા શેની ચાલી છે ? કે બધા જ વ્યવહારથી એકદમ છૂટીને અસંગપણે રહી જવું અને જ્યાં સુધી આવું અસંગપણે નહિ રહેવાય ત્યાં સુધી અસંગપણાના વિષયમાં મારા પરિણામ શાંત નહિ થાય. મટશે નહિ. બધું છોડી અસંગપણે ચાલ્યું જવું છે. એ બહુ વિચાર્યું છે અને એથી એ જ વિચારમાં રહેવું થયા કરે છે. એનો રસ છૂટતો નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
ચજહૃદય ભાગ-૧૧ અસંગરસ છૂટતો નથી. એમ કહેવું છે. એ જ રસના પ્રવાહમાં પરિણામનું રહેવું થાય છે.
પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે.” અત્યારે તો છૂટવું-છૂટવું થાય છે. અત્યારે રસ નથી. પૂર્વે કરેલા કર્મનો પ્રતિબંધ છે. એટલે એ રીતે અસંગ ભાવના હોવા છતાં પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધના પ્રતિબંધમાં રહેવું પડે છે. આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી. મારી ઇચ્છાએ રહ્યો નથી એમ કહે છે. ઇચ્છાએ કરીને પ્રવૃત્તિ કરું છું, ઇચ્છાએ કરીને રહું છું એ અત્યારે પરિણામને જોતા દેખાતું નથી.
સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી,” હવે એ વાત બીજા પ્રસંગે તમને જણાવવી રાખીને હાલ તો આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. મુંબઈથી તો એકવાર છૂટી જાવું છે. આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવામાં હવે રોકાવું નથી. તે પણ ઉદય આગળ બનતું નથી.” આ સેકન્ડે, આ મિનિટે તો ઉદય આગળ એ બનતું નથી. તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે...રાત્રિ-દિવસ એ જ વિચાર આવ્યા કરે છે કે અહીંથી કેમ છૂટવું... અહીંથી કેમ છૂટવું. અહીંથી કેમ છૂટવું?
તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આવું ચિંતવન રહ્યા કરે છે તો કદાચ હવે મારી ભાવના છે તો થોડા કાળે પણ આનો નિવેડો આવશે. આ ક્ષેત્ર પ્રત્યે કિઈ દ્વેષ પરિણામ નથી....... મુંબઈના ક્ષેત્ર પ્રત્યે મને કોઈ દ્વેષ નથી. તથાપિ સંગનું વિશેષ કારણ છે. અહીંયાં જે સંગ છે એ કારણને લઈને હું અહીંથી દૂર થવા માગુ છું. ક્ષેત્રની સાથે મને બહુ વાંધો નથી. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી અહીંયાં જો પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિપણે આત્માને “મુંબઈમાં રહેવાનું કોઈ લાભનું કારણ નથી એમ જાણીને “આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. કે કોઈ નિવૃત્તિક્ષેત્રે રહેવું.
પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી....... અને આ જે ચાલતી પ્રવૃત્તિ છે એ મારી બુદ્ધિથી તો મને કોઈ પણ પ્રકારે પ્રયોજનભૂત લાગતી નથી. ઠીક ! વેપાર પ્રયોજનભૂત નથી લાગતો. એમને હવે કામની ચીજ નથી લાગતી. ઘણો વેપાર કરે છે, બહુ સારો વેપાર ચાલે છે, મોટું Group મળી ગયું છે, દેશપરદેશના વેપાર ખેડે છે. સરવાળો એ માર્યો કે મને આ પ્રયોજનભૂત લાગતું નથી. મારે છૂટવું છે.
તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી. ઉદય પ્રમાણે
Page #44
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭ વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ છે, કે તારો પૂર્વકર્મ. ઉદય હોય તો નિરસ પરિણામ ભોગવી લેજે, રસ લઈને ભોગવતો નહિ. એવો અંગીકાર કરી ઉદય દવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ.” પ્રવૃત્તિયોગ વેઠીએ છીએ. વેઠ કાઢીએ છીએ, એમ કહે છે. કાંઈ રસ નથી, કાંઈ લાભ દેખાતો નથી. સાવધાન છીએ એટલે બીજું મોટું નુકસાન નથી. પણ હવે આ વેઠ પૂરી થાય તો સારું. અહીં સુધી આપણે બે દિવસ પહેલા ચાલી ગયું છે. હવેના Paragraph ell.
“જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી,...” કહે છે? કે આ એક મુમુક્ષુની ફરિયાદ છે કે વાત સાચી છે, આ નિર્ણય બરાબર છે પણ ઉદય આવે છે ત્યારે નિર્ણય ફરી જાય છે. શા માટે એમ બને છે? કે એ નિર્ણય રાગે કરીને કર્યો છે, જ્ઞાન કરીને કર્યો નથી. આ વચનની અંદર બહુ સુંદર ધ્વનિ છે. નિર્ણય બે પ્રકારે થાય છે. રાગની પ્રધાનતાથી અને જ્ઞાનની પ્રધાનતાથી. ધર્મના ક્ષેત્રમાં પણ શુભરાગની પ્રધાનતાથી નિર્ણય લેવાનું થાય છે. એ નિર્ણયમાં એ જીવ ટકી શકતો નથી, વિચલિત થઈ જાય છે, ચલિત થઈ જાય છે અને એ નિર્ણયનો કોઈ લાભ મળતો નથી. એક ફરિયાદ આપણે ત્યાં કરવામાં આવે છે, કે આ બધું સાંભળીએ છીએ અને હા પાડીએ છીએ છતાં કેમ એની અસર રહેતી નથી ? આ ફરિયાદ વ્યાપક છે. એટલા માટે કે રાગે કરીને નિર્ણય કર્યો છે અને જ્ઞાન કરીને નિર્ણય કર્યો નથી. આ એનો જવાબ છે.
મુમુક્ષુ:- બેમાંથી એક નિર્ણય કરીને
પૂજ્ય ભાઈશ્રી - એ તો વિચારવું છે. Agenda ઉપર વિષય ચાલ્યો છે. રાત્રે કિરીને એટલે રાગરસથી, રાગમાં હુંપણું રાખીને, હુંપણું આવે ત્યાં મુખ્યતા અને પ્રધાનતા આવે, એવો જે નિર્ણય છે એ નિર્ણય ગમે તેટલો સમીચીન દેખાતો હોય, સાચો દેખાતો હોય. યોગ્ય યથાર્થ દેખાતો હોય તોપણ એ નિર્ણયમાં તાકાત નથી. કેમકે રાગ પોતે વિકાર છે અને વિકારના બળે અવિકારી સ્થિતિમાં આવી શકાતું નથી. વિકારના બળે અવિકાર બળ આવતું નથી, એ પરિણામબળ રહેતું નથી.
જ્ઞાને કરીને આત્મામાં જે ઉત્પન થયેલો નિશ્ચય છે એ બદલાતો નથી. કેમ કે આત્મા ધ્રુવ છે અને આત્મામાં હુંપણું કરીને જ્ઞાનના આધારે, જ્ઞાનક્રિયાના આધારે (નિર્ણય કર્યો છે). સંવર (અધિકારમાં) એ વાત કરી છે. “સમયસારના સંવર અધિકારમાં એ વાત કરી છે, કે જ્ઞાનક્રિયાના આધારે જ્ઞાન છે. ક્રોધમાં જ્ઞાન નથી. “ઉપયોગ છે ઉપયોગમાં, નહિ ઉપયોગ ક્રોધાદિમાં.” છે એક ... ભગવાન કુંદકુંદાચાર્યદેવ સંવર અધિકારનો પ્રારંભ આ રીતે કરે છે. એમાં આ જ વાત છે કે
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાને કરીને જે કાંઈ કાર્ય થાય છે, એ આત્મામાં આત્માને આધારે, સ્વભાવના આધારે થાય છે અને એનું બળ અનંત સામર્થ્યવંત આત્માના આધારથી ઉત્પન્ન થયેલું જેનું બળ છે, એ બળની જાત જુદી છે. એ બળમાં વિચલિતપણું થતું નથી, એ બદલાતું નથી. એ નિર્ણય નહિબદલાય, એમ કહેવું છે.
મુમુક્ષુ – મુમુક્ષુની ભૂમિકામાં તો રાગની જ પ્રધાનતા હોય, ઓલો રાગ તો આવી જાયને? જ્ઞાનીને તો જ્ઞાનનું બળ આવી ગયું, મુમુક્ષુની ભૂમિકાની અંદર રાગનું બળ કેમ ઓછું થાય? અને જ્ઞાનનું બળ કેમ આવે?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. એ હોય એ બરાબર છે. પણ એમાં ફેરફાર કેમ કરવો એ જ વિચારવાનું છે. આપણે જ્ઞાનનો આધાર લેવો છે. રાગનો આધાર લેવો નથી. તમારી પાસે જ્ઞાન નથી? મુમુક્ષુ પાસે જ્ઞાન નથી ? જ્ઞાનની પર્યાય નથી થતી? એકલા રાગને કેમ જોવે છે? રાગ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે. જ્યારે એમ સમજવા મળે છે, કે રાગના આધારે કામ થતું નથી. જ્ઞાનના આધારે જ કામ થાય છે. તો જ્ઞાનનો આધાર લેવો. જ્ઞાનમાં હુંપણું કરવું. હુંપણું ન થતું હોય તો શું કરવું? આ એક બીજો પ્રશ્ન છે, કે હુંપણું ક્યાં છે એ તપાસવું. કેમ કે જ્ઞાની એમ કહે છે, કે તારું હુંપણું રાગમાં તું કરે છો પણ ત્યાં તું છો નહિ. કેમ કે રાગ તો એક Second માં મરી જશે, તું જીવતો રહેછો. એક Second માં રાગ મરે છે. નાશ પામે છે એટલે મરે છે, અને તું તો જીવતો રહેછો. માટે રાગમાં તું તો છો નહિ. ભલે હુંપણું કરીને હેરાન ભલે તે થતો હોય પણ ત્યાં તું છો નહિ. ખોજ-ગોત. તારા અસ્તિત્વની તપાસ કર કે તું ક્યાં છો? તો તને તારું અસ્તિત્વ જ્ઞાનમાં માલુમ પડ્યા વિના રહેશે નહિ.ખોજ કરી લે. ખોજકરવા જઈશ તો તને જે રાગનો આધાર લેવાની પરિસ્થિતિ છે એ નહિ રહે. હજી તો ખોજમાં આવીશ તો પણ. જ્યારે તને તારું અસ્તિત્વ ભાસી જશે, પોતાનું નિજ અસ્તિત્વ જ્યારે જ્ઞાનમાં ભાસ્યમાન થશે ત્યારે તો પરિસ્થિતિ જ આખી બદલાય જવાની છે. એ તો તે સમ્યગ્દર્શનનું અનન્ય કારણ ઉત્પન્ન કરી લીધું. એકવાર જો અસ્તિત્વ ભાસે તો સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. વ્યાખ્યાનસારમાં ર૨૦ નંબરનો બોલ છે. આ પરિસ્થિતિમાં આવી ગયો. કાંઈ દૂર નથી. સમ્યગ્દર્શનનું કારણ તારાથી દૂર નથી. પછી સમ્યગ્દર્શન દૂર નથી. કારણ આટલું જનજીક છે. તારું અસ્તિત્વ તું શોધતો નથી.
એક ચીજ ખોવાય જાય તો એવી શોધે છે કે તેને ઉંઘ આવતી નથી. તારું અસ્તિત્વ તું શોધતો નથી. આટલું કર. બધી ક્રિયા કરશે. આપણે શાસ્ત્ર વાંચ્યા વાંચ કરીએ, સાંભળ્યા સાંભળ કરીએ. અને બીજું પણ જે ઉદયમાં આવે એ બધું કરીએ.
Page #46
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭
૨૯
અંતર નિવૃત્તિ લઈને અસ્તિત્વ ખોજવાનું, અસ્તિત્વ શોધવાનું કરવામાં આવતું નથી. અને એથી સમ્યગ્દર્શનનું કારણ મળતું નથી, ઉત્પન્ન થતું નથી. આ સીધીસાદિ અને સાફ સાફ વાત છે.
મુમુક્ષુ :– ન્યાલભાઈએ કીધું છે ને જ્ઞાનીને ... જનથી.
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. ન બેસે ને.
મુમુક્ષુઃ-...
પૂજ્ય ભાઈશ્રી :– એતો છે જ. અંતર નિવૃત્તિ વગર બહારમાં એટલો કરોળિયો જાળમાં ઘેંચાણો છે. બહારની પ્રવૃત્તિ છોડી દે છે અને એ તો છોડવી સહેલી પણ છે. ચાલો આ દુકાને હવે નથી જવું. એમાં કાંઈ બહુ વાંધો નથી આવી જતો. અને ઘણા છોડીને બેસી જાય છે. વિષય છે અંતર નિવૃત્તિનો. કરોળિયો અંત૨ પ્રવૃત્તિમાં છૂંચાણો છે એટલે અંત૨ નિવૃત્તિ લીધા વિના શોધ કેવી રીતે કરશે ? મુમુક્ષુ ઃ– અંત૨ નિવૃત્તિમાં શું કહેવા માગો છો ?
પૂજ્ય ભાઈશ્રી :- અંતર નિવૃત્તિ એટલે પોતાના આત્માની દરકાર (થવી). નહિત૨ ભાવમ૨ણ ક્ષણે ક્ષણે (ચાલી રહ્યું છે). અનંત જન્મમરણ દ્રવ્યમરણ ઊભું છે. એ બધી ગંભીરતા લઈને, વ્યવહારીક રીતે તો એક મરણની ગંભીરતા આવે છે કે નહિ ? કાલે જ પ્રસંગ બન્યો હતો. તમારા (દેરાસર) દાદાસાહેબમાં બની ગયો ને ? ૬૦ વર્ષની ઉંમરના (હતા). અમારી દુકાનની સામે સામે છે. ખાંડના વેપારી છે. તંદુરસ્ત
માણસ.
મુમુક્ષુ ઃ– ચાલુ વ્યાખ્યાનમાં જ...
પૂજ્ય ભાઈશ્રી :– ચાલુ વ્યાખ્યાનમાં હાર્ટફેઈલ થઈ ગયું. બેઠા બેઠા. સામે સામે દુકાન છે ને. (એક ભાઈએ) વાત કરી. સામેવાળા ભાઈ Off થઈ ગયા. (મેં કહ્યું), શું વાત કરે છે ? તો કહે હા.. કયાં થઈ ગયું ? ઘરે ? તો કહે ના. દાદાસાહેબના વ્યાખ્યાનમાં, મહારાજના વ્યાખ્યાનમાં બેઠા હતા. બેઠા બેઠા. ઉંમર ૬૦ વર્ષની. અમે લગભગ સ૨ખા દેખાઈએ. બે-ત્રણ વર્ષનો ઉંમરમાં ફેર શું દેખાય. તંદુરસ્ત મજાના. કોઈ દુબળા નહિ, એવા કોઈ ચરબી નહિ. કાંઈ નહિ. એવું પાછું કોઈ કારણ નહિ. કે ભાઈ બહુ નબળા હતા કે બહુ ચરબીવાળા (હતા), એવું કાંઈ નહિ. મધ્યમ જેને કહીએ એવું શરીર હતું. તંદુરસ્ત માણસ હતા.
મુમુક્ષુ :– જાડું નહિ.
=
પૂજ્ય ભાઈશ્રી :– જાડું નહિ. મધ્યમ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી - ૨૦૦-૩૦૦ (વર્ષ) પણ આંખના પલકારામાં નીકળી જાય છે. અત્યારે ૨૦૦૩૦૦નું આયુષ્ય છે તો નહિ પણ ૨૦૩૦૦આંખના પલકારામાં નીકળી જવાના છે અને આંખના પલકારામાં જીવનના છેડાના આરે આવીને ઊભા રહ્યા. ૬૭૦ થયા એને શું વાર ? કાંઈ નહિ. આ પરિસ્થિતિ છે. એટલે ગંભીરતા આવવી જોઈએ. વાત તો એમ લેવી છે કે વિષયની ગંભીરતા આવવી જોઈએ. તો એને Priority આપતા આવડે છે. મુખ્યતા આપતા નથી આવડતી એવું નથી પણ વાતની ગંભીરતા એને ભાસતી નથી. એટલે એ અંતર નિવૃત્તિ લેતો નથી. જે હોય એ કામ આવીને પડે છે. માનો કે તમારી ઇચ્છા વગરના કામ આવીને પડે છે કે ભાઈ લાણા આવ્યા અમારે શું કરવું? આણે મને આમ કીધું હવે શું કરવું? કોઈ સખે બેસવા દેતું નથી. માનો એમ પરિસ્થિતિ છે. રાત્રે તમારે શું કામ છે?૯-૧૦વાગ્યા પછી કોઈ તમને કાંઈ ચીંધે એવું છે? આવવું નથી, જાવું નથી, કોઈ ઘરના કામ નથી, દુકાનના કામ નથી, કોઈ કામ નથી. આખી રાત તો તમારી પોતાની છે કે નહિ? ચિંતા હોય તો. કામ કરવાની ચિંતા હોય તો ગમે ત્યાંથી માણસ વખત મેળવી લે છે. જેને જે કામ કરવું છે ને એ કામ માટે તો એ ગમે ત્યાંથી વખત મેળવી જ લે છે. મેળવે મેળવેમેળવે... કરવું છે કે નહિ? આટલો સવાલ છે.
પૂજ્ય બહેનશ્રીએ વચનામૃતમાં એક બહુ માર્મિક વાત કહી છે, કે જીવ કરવા ધારતો નથી. કરવા ધારે તો સહેલું છે, અઘરું નથી. પણ જીવ કરવા ધારતો નથી. એક વખતે એણે નિર્ણય કરી લેવો જોઈએ કે આ કરવું જ છે. કર્યે જ છૂટકો છે. કર્યા વગર રહેવું નથી કર્યા વગર અહીંથી જાવું નથી. એક જ વાત ઉપર... પેલા લુહાણા ભાઈ આવ્યા હતા ને? એમની પૂજ્ય બહેનશ્રીની) પોતાની તબિયત બરાબર નહોતી. તો એ ચર્ચાને ૧૫-૨૦ મિનિટથી વધારે ચલાવતા નહોતા. એ દિવસોમાં દોઢ-દોઢ કલાક એણે ચર્ચામાં આપેલા. શું કરવા આપેલા? એ બહેન એટલું જ બોલતી હતી. એક ૨૫-૩૦ વર્ષની અન્યમતિમાંથી બહેન આવેલા. આ કરવું જ છે. હવે કર્યા વગર અહીંથી જાવું નથી. એવી જોરથી વાત કરતી હતી. એના ઉપર એણે દોઢ-દોઢ કલાક ચર્ચા કરી હતી. અને ઉપરા ઉપરી બે દિવસ, ઉપરા ઉપરી બે દિવસ. આગલી રાત્રે સાંજે સાત વાગ્યે Out of time પાછો એમનો. સાત વાગ્યે કોઈ ચર્ચાનો સમય નથી. એ કહે, એક મિનિટ મને દર્શન કરવા આપો. પહેલા તો દર્શન કરવાની ના પાડી દીધી હતી. આખો દિવસ અહીં તો ચાલ્યા આવે. માતાજીની તબિયત એવી નથી કે તમને... તો કહે, એક
Page #48
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭
૩૧
મિનિટ (આપો). બહેનો-બહેનો છે, કાંઈ વાંધો નહિ. ભલે દર્શન કરી લે. એની સાથે સવા દોઢ કલાક ચર્ચા થઈ.
બીજે દિવસે ફરીને આવ્યા. એને એવો રસ પડ્યો કે બીજે દિવસે Plane માં જાવું હતું એ માંડી વાળ્યું. એક દિવસ પછી જઈશ, ફરીને આવી. ‘ભાવનગર’. ઉતરવાનું ‘ભાવનગર’ રાખ્યું હતું. ફરીને પાછા. ફરીને દોઢ કલાક, બે કલાક. એ દિવસે તો બે કલાક ચર્ચા ચાલી હતી. સવાથી દોઢ કલાક એમ જ ચાલી પછી એક વાગ્યા પહેલા. બાર વાગ્યાથી શરૂ કરી હતી. સવા દોઢ વાગ્યે બારણું ખોલ્યું ત્યારે બીજા બધા મુમુક્ષુઓની ચર્ચાઓનો સમય થયો હતો. તો બીજો અડધો કલાક. બે કલાક એની જ ચર્ચા ચાલી. બધા આવ્યા તોપણ ચર્ચા એ જ ચાલતી હતી. એક જ મુદ્દા ઉપર એને એટલો આદર આપ્યો. જુઓ ! જ્ઞાનીઓની કરુણા કેટલી હોય છે. તબિયત સામું ન જોયું.
એક વાત ઉ૫૨ જ વજન. આ કરવું જ છે. કરીને જાવું છે. હવે લીધા વગર હું મૂકીશ નહિ, છોડીશ નહિ. આવી વાત મળે બસ આના ઉપર જ. એને એટલો આદર આપ્યો. ઓળખાણ નથી, પીછાણ નથી, કાંઈ નથી. મુખ્ય વાત આ એક જ હતી. પણ એનો જે Tone હતો એમાં તો બધા મુમુક્ષુઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સજડબમ જોઈ લ્યો. કે આ શું વાત કરે છે ! અહીંયાં ૬૦ વર્ષથી, ૫૦ વર્ષથી બેઠેલાને આ વાત નથી એટલી વાત તો આ નવી નવી કરે છે. પહેલી વહેલી આવે છે. ‘ગુરુદેવ’ના તો દર્શન કર્યાં નથી. ફક્ત ટેપમાં માતાજીની પ્રશંસા ઉપર એને આવવાનું મન થયું. ‘ગુરુદેવ’ને તો ન જોયા. પણ જેની આટલી પ્રશંસા કરે છે એ વ્યક્તિ હયાત છે ! મારે જોવી છે. છોકરાઓ માંદા હતા એને મૂકીને આવેલા. ધણી પાસેથી એક દિવસની રજા લઈને, Return ticket લઈને (આવેલા). એક દિવસ દર્શન કરી આવું.
મુમુક્ષુ :– દિવસભરની પ્રવૃત્તિમાં તો વિચાર ચાલ્યા હોય એ રાત્રે તકલીફ આપતા હોય છે.
પૂજ્ય ભાઈશ્રી :– જો એ રાત્રે તકલીફ આપતા હોય... સારી વાત છે કે આખા દિવસની જે રામાયણ કરી હોય ને એ બધી રાત્રે ભૂતાવળ ઊભી થાય છે. એ બધા ભૂત રાત્રે વળગે છે. ભૂતાવળ તો પોતે ઊભી કરી. એટલે તો કહે છે, કે અહીંયાં ૨સ લીધો હશે તો છૂટવું મુશ્કેલ પડશે. આ શું કરવા પોતે તૈયારી કરે છે ? કે અપ્રતિબંધભાવનો નિર્ણય કરીને જાવું. લગ્ન લગ્નના ઘરે લગ્નમાં.
એટલે એમ કહે છે, કે તું ચાલતી પ્રવૃત્તિમાં નિરસ થઈને ચાલ તો તારી અંતર
Page #49
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય ભાગ-૧૧ નિવૃત્તિ થાશે. નહિતર રાત્રે અંતર નિવૃત્તિ નહિ મળે. પાછી એ જ ભૂતાવળ ઊભી થશે. છૂટશે નહિ, નિવૃત્તિ નહિ મળે. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ લે. એ તો તારું બહાનું છે કે દિવસે મને પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ નથી મળતી. એટલે એની સામે દલીલ આપી કે રાત્રે તો નિવૃત્તિ છે ને ? પણ રાત્રે ક્યાંથી નિવૃત્તિ આવવાની હતી ? જે પ્રવૃત્તિ કરી છે એ જ પ્રવૃત્તિના વિકલ્પ ચાલુ થઈ જાય.જે સંયોગોમાં રસ લીધો છે એ જ સંયોગોના વિકલ્પો ચાલુ થઈ જશે. અને કર્મના ઉદય વગરનો કોઈ જીવ નથી કે જેને કોઈ સંયોગ નથી. સંસારમાં સંયોગ વગરનો કોણ જીવ છે? એટલે એ વાત છે.
આ કામ કરવાની કિમત, સ્વાધ્યાયમાં તો આ કામ કરવાની કિંમત આંકવા પૂરતી વાત છે. આથી વધારે કામ તો પોતાને જ કરવાનું છે. વિચારોની આપ-લે કરીને આની કિમત આંકવાની છે. આની કિંમત આવે છે કઈ રીતે? તો અંતર નિવૃત્તિ લઈ અને જીવ નિર્ણય કરે. નિર્ણય કરીને આ કરવાનું છે. ચાલો બહુ સરસ વાત લીધી. આ તો અધૂરું વચન છે.
જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે. કયો નિશ્ચય બદલાતો નથી ? કે સર્વસંગ મોટા આસવ છે;” આ જેટલા સંયોગના, પ્રવૃત્તિના વિચારો છે એ મોટા આસવ છે. આ જીવને બાંધવામાં મોટી મોટી જાડી જાડી સાંકળની સુરંગો જેલ છે. સરખી રીતે જીવને બાંધે છે. જેટલો હું સંગ કરું એટલો બંધાઈશ જેટલો સંગમાં રસ લે એનું નામ હું સંગ કરું છું. સંગમાં રસ લેવો એનું નામ સંગ છે. સંયોગ તો સંયોગ છે, પોતાનો રસ એ જ વચ્ચે માધ્યમ છે, બે પદાર્થ વચ્ચે જોડનારતો.
મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં....” ચાલતાં રસ પડે, જોતાં રસ પડે, પ્રસંગ કરતા એટલે ઉદયમાં આવતા રસ પડે. “સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે. એક સમયમાં આત્માને ભૂલાવી દે એવી વાત છે. જો રસ પડ્યો તો સ્વભાવનું વિસ્મરણ છે કે જાણે હું છું જનહિ. હું કોઈ આત્મા જેવી ચીજજનથી. એ રીતે સ્વરૂપને વિસ્મરણ કરાવે છે. એવા આ ભયંકર... સંગ એટલે સંગમાં રસ લેવો એ ભયંકર ચીજ છે. એમ નિર્ણય એને જ્ઞાન કરીને થવો જોઈએ, રાગે કરીને નહિ. બસ, આ નિર્ણય જ્ઞાન કરીને થવો જોઈએ.
જ્ઞાન કે જે નિર્લેપ રહે છે, જ્ઞાન કે જે અસંગ રહે છે. આટલું આટલું વીંટળાય છે... આ પ્રવૃત્તિમાં તો જ્ઞાન વીંટળાય છે કે નહિ? જેટલા સંકલ્પ વિકલ્પ કરે છે અને જેટલા જોયો છે એની સાથે જ્ઞાન સંગ કરીને વીંટળાયછેને? સ્વરૂપે કરીને નિર્લેપ રહે છે. એનું
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
પત્રક-૫૪૭ મૂળ સ્વરૂપ છે એ નિર્લેપ રહેવાનું છે. જીભ હજારો સ્વાદ ચાખે પણ બેસ્વાદ રહેવાની છે. આ જ્ઞાનનું સ્વરૂપ છે. જીભ ઉપર કોઈ સ્વાદ ન ટકી શકે. એમ જ્ઞાન ઉપર કોઈ પરણેય ટકી ન શકે. ગમતું હોય કે અણગમતું હોય, કોઈ પરશેય જ્ઞાન ઉપર ટકી શકે એવું નથી.
મુમુક્ષુ :- નિશ્ચય બદલાતો નથી એમ લખ્યું, તો અનુભવ પછી ફેરફાર થતાં અનુભવ થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી – આપણે તો એવું લેવું છે. આપણે શું કરવું? મુદ્દો છે સામે, એમાં આપણે શું કરવું? એના ઉપર વિચારીએ. જ્ઞાનીને તો કાંઈ પ્રશ્ન જ નથી. છતાં જ્ઞાની એ વાતનો સંતોષ લેતા નથી. એ પોતે જ્ઞાની છે. છતાં છેલ્લું વચન વાંચો.દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. ભિન્ન પડ્યા છે તો પણ એની ઇચ્છા તો એ જ રહે છે કે આ સંગ છોડવો છે. જે સંગમાં છું એ સંગ મારે છોડવો છે. સંગ તો એમને ભાગીદારોનો હતો. મુંબઈમાં તો સંગ ભાગીદારોનો હતો. આ સિવાય કોઈ સંગ નહોતો. ધંધા માટે “મુંબઈ રહેતા હતા. મુમુક્ષને તો સીધી વાત છે... આ તો કાંઈક બળવાન છે તોપણ આ પરિસ્થિતિમાં છે, પોતે તો નબળો છે. એટલે એની પરિસ્થિતિ તો વધારે ગંભીર છે. જ્ઞાની પાસે તો પ્રતિકાર શક્તિ પણ છે. Resistance power છે. મુમુક્ષુ પાસે કોઈ Resistance power પણ નથી. એને તો વધારે વિચારવાનું રહે છે.
જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી, આ એક સિદ્ધાંત લીધો, કોઈપણ નિશ્ચય માટે. હવે એમની તો વર્તમાન પોતાની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ અનુસાર આ સિદ્ધાંતનું જે કાંઈ કહેવાનું પ્રયોજન છે એ તો વર્તમાન પોતાને અસંગ (થવા) પૂરતું છે કે પોતાને નિવૃત્તિ લેવી છે અને એ નિવૃત્તિ લેવાનો નિશ્ચય એમણે જ્ઞાન કરીને કરેલો છે. એમનો એ નિશ્ચય બદલાતો નથી. પ્રવૃત્તિ વધવાના અને પ્રવૃત્તિ કરવાના બળવાન સંયોગો ઊભા થવા છતાં એમનો નિર્ણય બદલાતો નથી એમ કહેવું છે. કામની ભીંસ વધતી જાય છે પણ એમનો જે અસંગ થવાનો નિર્ણય છે એ બદલાતો નથી. એ કેમ બદલાતો નથી? કે જ્ઞાનમાં એમ આવ્યું છે, કે આ જે સંગ છે, આ બધા જ સંગ, જે કોઈ, સર્વ સંગ. અપવાદ નથી રાખ્યો. “સર્વસંગ મોટા આસવ છે. મોટા આસવ છે. શું કામ કરાવે છે? કે મારા પરમાત્માનું, મારા પ્રભુનું મને વિસ્મરણ કરાવે છે. આ નિર્ણય એમણે જ્ઞાન કરીને કર્યો છે એટલે આ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
ચજહૃદય ભાગ-૧૧ નિર્ણય બદલાતો નથી. ધંધાની અનુકૂળતાઓનો એક વિકલ્પ નથી. છૂટવાનું એટલું જોર છે કે ધંધાની અનુકૂળતા બહુ સારી છે, એનો કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ:- અહીંયાં તો એવી પરિસ્થિતિ છે કે જે કામમાં લાભ નથી...
પૂજ્ય ભાઈશ્રી:- તો લાભમાં તો ખેંચી જ જાયને! પછી જેમાં લાભ નથી એમાં પણ રસ આવે છે તો લાભનો રાગ હોય એમાં કેટલો ખેંચી જાય?કેટલો ડૂબી જાય?
પ્રશ્ન:-કુતૂહલવૃત્તિ હોય...
પૂજ્ય ભાઈશ્રી – દિલ્હીમાં અત્યારે એનું તોફાન ચાલે છે. એનું કુતૂહલ રહ્યા કરે. આપણે કાંઈ લેવા-દેવા નથી. કોણે શું કર્યું? અને શું થયું? એ જીવને વધારાની નવરાશ છે. લાભ-નુકસાન હોય ત્યાં તો માન જોડાય જાય છે. અને એ તો કાંઈ નહિ જોડાવાનું એની પાસે બળ પણ નથી. પણ એથી વધારે પાછી જેને શું કહેવાય?પોતાને નુકસાન કરવાની બળવાન પરિસ્થિતિ પોતાને નુકસાન કરવાની બળવાન પરિસ્થિતિ, કે જેમાં પોતાને કાંઈ લેવા-દેવા નથી. એમાં પોતાની જાતને હોરી ધે છે. એ પરિસ્થિતિ
મુમુક્ષુ – આવું જાણવા માટે વિચાર આવે...
પૂજ્ય ભાઈશ્રી – રસ છે. રસ આવે છે કે નહિ? જાણવાનો રસ છે કે નહિ? આ રસ એને મારે છે. એ સ્વભાવરસ છે કે વિભાવરસ છે? કે વિભાવરસ છે. આ વિભાવરસ એના સ્વભાવરસને મારે છે. સીધી વાત છે. જ્યાં રસ છે ત્યાં આખે આખો. પકડાય ગયેલો છે. આખે આખો પકડાય ગયો છે એની ખાતરી શું છે? કે એના સ્વરૂપનું એણે વિસ્મરણ કર્યું છે. એ વખતે એના સ્વરૂપનું વિસ્મરણ વર્તે છે? કે સ્મરણ વર્તે છે? જાગૃતિવર્તે છે? અજાગૃતિ વર્તે છે. એટલે આખે આખો ડૂબે છે.
આ તો દિલ્હીની તો મોટી રાજગાદી છે પણ એક લોટામાંથી પ્યાલામાં પાણી કાઢવું હોય તો પણ જીવ રસ લે છે. આ તો સાધારણ કામ છેને?પ્યાલો બરાબર છે કે નહિ? સાફ થયેલો છે કે નહિ? એટલે એને પરિણામની અંદર ઝીણું... ઝીણું... ઝીણું... ઝીણું ઝીણું ઝીણો રસ (હોય છે). આખે આખો ડૂબી જાય. વાત તો (નાની) છે. આને આખો ડૂબી જાય છે. અને ઉદય તો સામાન્ય છે. તરસ લાગી, લાવ લોટામાંથી પાણી કાઢીને પી લઉં. સામાન્ય વિકલ્પ આવ્યો. પણ તું ડૂબ્યો કેટલો એનો કાંઈ વિચાર આવ્યો ? એ વખતે સ્વરૂપની જાગૃતિ જેવું કાંઈ ખરું ? વિસ્મરણ છે કે સ્મરણ છે એનો કાંઈ હિસાબ-કિતાબ, કાંઈ લેખું-જોખું કાંઈ થાય છે? કાંઈ નહિ ને. આંખો મીંચીને બધા ઉદયમાં ચાલ્યો જાય છે. ત્યાંથી માંડીને બધી પરિસ્થિતિ આત્માને ભૂલવાની જ કરે
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૫
પત્રાંક-૫૪૭ છે. એટલા માટે ત્રણ બોલ વાપર્યા.
“ચાલતાં ચાલવામાં શું છે? માણસ ચાલે. તો કહે છે, પણ વિસ્મરણ કરીને ચાલે છે. તે આત્મામાં ચાલ ને તારા જ્ઞાનને આત્મામાં પરિણમાવને, અનુભૂતિમાં જા ને. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છો. આબાળ-ગોપાળને નિરંતર અનુભૂતિ ચાલી રહી છે. પણ ચાલતાં, તું ભૂલે છે. જોતાં,... ભૂલે છે, પ્રસંગ...” ઉદય આવતા ભૂલે છે. બધ સ્વરૂપનું વિસ્મરણ (ચાલે છે). સર્વ સંગ વિસ્મરણ કરાવે છે. સમય માત્રામાં...” એક સમયમાં ફરી જાય છે. પાછી વાર નથી લાગતી. એક સેકન્ડમાં ભૂલે છે.
મુમુક્ષુ –“સોગાનીજી' કહે છે. મંદિરમાં આવા હજારવાર સ્મરણ આવે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એમ કહેતા. અમે મંદિર સુધી ચાલતાં જઈએ તો એક મિનિટનો રસ્તો લાગે. ત્યાંથી એક મિનિટ આપણે માનસ્તંભ સુધી પહેલા દર્શન કરવાના હોય). કહે, આત્માનું પચાસ વખત સ્મરણ કેમ ન થાય ? આ તો ચાલતાં ચાલતાં વાત કરી. ચર્ચામાં લઈ લીધી. આ એક મિનિટમાં શા માટે પચાસ વખત આત્માને સંભારતો નથી ? આવી જાગૃતિ હોવી જોઈએ. એ તો જીવંત ચરિત્ર છે, જ્ઞાનીઓના એ જીવંત ચરિત્રો છે. એ શું કરે છે? આપણે શું કરીએ છીએ ? બસ. આટલી તુલના કરવાની છે.
મુમુક્ષુ -અમારાથી વિકથા થઈ જાય છે. પૂજ્ય ભાઈશ્રી – આ જીવને રસ છે. મફત નથી થતી. આ જીવને વિકથામાં રસ છે. પછી રાજકથા હોય કે ભોજનકથા હોય, ચોરકથા વાંચે, સ્ત્રીકથા કરે), પણ એને રસ છે.
સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે... આ વાત અમારી પ્રત્યક્ષતાની કરીએ છીએ. અમે પણ આ બધો અનુભવ કરીને વાત કરીએ છીએ. તે વાત પ્રત્યક્ષ જોવામાં આવી છે, “આવે છે અને આવી શકે તેવી છે. એની અભિવ્યક્તિ કરવાની, વિષયને વ્યક્ત કરવાની શક્તિ પણ ઘણી છે. તેથી.... આમ હોવાને લીધે. “અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, તેથી જેટલો અમને સંગ છે એમાં રાત્રિ-દિવસ અમને ઉદાસ... ઉદાસ... ઉદાસ... ઉદાસ ઉદાસ... (છીએ), ક્યાંય રસ આવતો નથી. આ બધું નકામું છે. દુકાન નકામી, ધંધો નકામો, કુટુંબ-પરિવાર નકામા, બધા નકામા છે. કયાંય મને રસ નથી). કામનું હોય એમાં રસ આવે ને ? નકામામાં શું રસ આવે? આમ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
રાજહૃદય ભાગ-૧૧
પ્રશ્ન:-...
=
પૂજ્ય ભાઈશ્રી :– ચાલ્યા જ કરે છે. જગતમાં એમ ચાલે છે. હવે પડખું ફેરવવાનું છે. એટલા માટે આ સ્વાધ્યાય એના માટે છે. જે ચાલતી રીત છે એ રીત છોડી દેવાની છે. એ રીતથી તો રખડે છે. હવે રખડતું ન હોય, જન્મ-મરણથી બચવું હોય તો રીત તો બદલવી પડશે. બદલવાની ભાવના હોય તો બદલાય છે. અંતઃકરણથી ખરી ભાવના આવવી જોઈએ. એમાં કોઈ મોટી વાત નથી.
મુમુક્ષુ :– સહજ પર જ દેખાય છે. સ્વ દેખાતું નથી એકલું ૫૨ સહજ જ દેખાય છે. પૂજ્ય ભાઈશ્રી :– પણ કોને દેખાય છે ? પર દેખાયા કરે છે પણ દેખાય છે કોને ? એમ વાત છે. દેખાય છે તો એ બહા૨ છે. દેખનાર છે એ બહા૨ છે અને દેખનારને કાંઈ લેવા દેવા નથી. રસ પડે છે એ નુકસાનનું (કારણ છે).
જુઓ ! કેટલા નિરસ છે ! રાત્રિ-દિવસ અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે;..' અમારું ઉદાસપણું દિવસે દિવસે વધતું જાય છે. જુઓ ! જ્ઞાનીને ગૃહસ્થદશામાંથી મુનિદશા કેમ આવે છે. કે એમની ઉદાસીનતા વધતી જાય છે. પછી એ પરિસ્થિતિમાં રહી ન શકે એટલે સહેજે છૂટી જાય છે. નહિતર ધ્યાનમાં બેસે અને સાતમું (ગુણસ્થાન) આવે ક્યાંથી ? કે અંદરથી કક્યાંય રસ રહ્યો નથી. એટલે સહજમાત્રમાં એ છૂટી શકે છે. છૂટવું તો એ સહજ થઈ ગયું છે. નાકમાં કફ ભરાય જાય તો એને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય અને નાક થઈ જાય ભારે. નાક શું માથું ભારે થઈ જાય. પછી એને છીંકવામાં, ન છીંકવું હોય તો તે ચાલુ થઈ જાય. કફ વધી જાય તો નાકમાંથી ચાલુ થઈ જાય. ન કાઢવો હોય તો પણ નીકળવા માંડે. તો એ નાકમાંથી કફને છોડવા શેડા કાઢવા એ જેટલું સહેલું છે એટલું જ્ઞાનીઓને સંસાર છોડવો સહેલો પડે છે. ભલે ચક્રવર્તી હોય તોપણ. આટલો સહેલો થાય છે. એટલું ઉદાસીનપણું, એટલું ... આ તો નીકળી જવું જોઈએ, આ છૂટવું જ જોઈએ. આ રહી શકે એવી પરિસ્થિતિ નથી. મુમુક્ષુ :– સમય સમયે વધતી હતી અને ઉદાસીનતા વધતી હતી.
પૂજ્ય ભાઈશ્રી :– હા. હા. સમય સમયે ઉદાસીનતા વધતી હતી. એમ જ છે. બહુ સરસ છે. જીવંત ચારિત્ર છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’નું આ જીવંત ચારિત્ર છે. મજાની વાત તો આપણા માટે એ છે કે આપણા નસીબ છે કે એમણે પોતાના ઉદયના અને અનઉદયના બધા પરિણામનો ચિતાર બહુ સારી રીતે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે-વિષદપણે વ્યક્ત કર્યો છે. નહિતર પરિણામ ચાલે પણ કહેવાનો યોગ ન હોય અને કહેવાની ભાષાનો યોગ ન
Page #54
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૭.
૩૭. હોય. એમને કોઈ મુમુક્ષુઓ મળ્યા છે એ કહેવાનો યોગ મળ્યો છે અને પોતાને વ્યક્ત કરવાની ભાષામાં સમર્થતા છે. એટલે એ વાત એમણે બહાર મૂકી છે. એવી બહાર મૂકી છે કે મુમુક્ષુને પરમ ઉપકારભૂત થઈ પડે એવી વાત બહાર મૂકી છે.
મુમુક્ષુ બહુમુદ્દાની વાત છે. પૂજ્ય ભાઈશ્રી:-પોતાના પરિણામની વાત કરી છે.
‘દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય અને આ જ પરિણામ ઉદાસીનતા વધીને સર્વસંગથી નિવૃત્તિ થઈ જાય, મુનિદશા આવી જાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. એ કારણના યોગની રાહ જોઈએ છીએ. એવા અનન્ય કારણના યોગે આ પરિસ્થિતિમાં આવી જઈએ. રાહ જોઈએ છીએ, કે ક્યારે આ ઉદય પૂરો થાય. એના જાપ જપીએ છીએ. ક્યારે આ પૂરું થાય.ક્યારે આ પૂરું થાય...ક્યારે છૂટીએ...ક્યારે છૂટીએ... એવી ઇચ્છા રહે છે.
આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે....” કે આ કાંઈક એમણે પોતાના વ્યવહારની વાતો કરી છે. કેમ કે પહેલા એમણે એમ લખ્યું કે મારે “વવાણિયા જાવું પડશે. ઘરે લગ્નપ્રસંગ છે. પછી વળી આ ઉપાર્જિત પ્રારબ્ધની ધંધાની વાત લખી. એટલે તમને એમ લાગે કે આ પત્ર કાંઈક વ્યાવહારિક આકૃતિમાં લખાયો. પણ તેમાં તે સહજમાત્ર નથી.” આ પત્રમાં માત્ર “અસંગપણાનો, આત્મભાવનો માત્ર અલ્પ વિચાર લખેલો છે. મારા આત્મભાવે કરીને મારે અસંગ થવું છે એનો મેં કાંઈક અલ્પ વિચાર લખેલો છે. એટલે એનો એ રીતે તમે અભ્યાસ કરજો, એ રીતે વિષયમાં જરા ઊંડા ઊતરજો કે મારી જો આ વૃત્તિ છે... “લલ્લુજીને પત્ર લખ્યો છે, તમે તો કોઈ પ્રતિબંધમાં છો નહિ. કુટુંબ છોડીને અને વ્યવસાય છોડીને એ તો નિવૃત્ત થઈને બેઠા છે, સ્થાનકવાસીના સાધુ છે, તમારા પરિણામનો વિચાર કરજો. એ ૫૪૭મો પત્ર પૂરો) થયો.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
રાજહૃદય ભાગ-૧૧
પત્રાંક-૫૪૮
મુંબઈ, માગશર વદ ૯, શુક, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ,
તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યાં હતાં, જેમાંના એકનું સમાધાનનીચે લખ્યું છે.
જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયું, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ શાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે, અને અર્ધપુગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય
ત્યાં સંસારી સર્વદુઃખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે, કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવે નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસેસત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૩૯
એ સિદ્ધાંત છે; તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે.
મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે; અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો, અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી; તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે; તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો; અને નિત્ય તેવી વૃત્તિ રાખશો, તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે.
બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે; તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે, એમ ચિત્તમાં રહે છે.
રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તોપણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
રાજહૃદય ભાગ-૧૧ ૫૪૮મો પત્ર “સોભાગ્યભાઈ' ઉપરનો છે.
“પરમ સ્નેહી શ્રી સોભાગ, તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યા હતાં, જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું છે. અગાઉનો પત્ર એમણે માગશર વદ ૧ લખેલો છે, ત્યાર પછી અઠવાડિયે, આઠ દિવસ પછી માગશર વદ ૯પત્ર લખે છે. એ દરમ્યાનમાં “સોભાગભાઈના ત્રણ પત્ર એક અઠવાડિયામાં એમને પહોંચ્યા છે. એમનો પત્ર લખવાનો દેખાય છે. એક અઠવાડિયામાં સામે જવાબ નથી મળ્યા પણ ત્રણ પત્રો એમણે લખ્યા છે. પહોંચ લખી છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યા હતા. તેમાં ત્રણમાંથી કોઈ એક પત્રમાં બે પ્રશ્ન લખેલા છે. એમાંના એકનું સમાધાન એ નીચે આપે છે. પત્ર અધૂરો રાખ્યો છે અને પાછો બે દિવસ પછી વિસ્તારથી, જે પ૫૦ નંબરનો આંક છે, એ ફરીને એમણે લખ્યો છે. એમાં જરા વિસ્તાર કર્યો છે એવું છે. વિષય બહુ સારો લીધો છે.
મુમુક્ષુ જીવને જો જ્ઞાનીપુરુષનો નિશ્ચયથાય અને સત્સંગ થાય તો નિયમથી એના આત્માનું કલ્યાણ થઈ જાય અને કલ્યાણ થયા વિના રહે નહિ. એ વિષય ઉપર આ 48-1 Cazuzell Paragraph 88 247 242424-1 HRHL 4BL Bill Paragraph માં વિશેષ કરીને કર્યો છે. ત્યાં “સોનગઢ' જે ગુરુદેવશ્રીનું વચનામૃત ૧૮૨ વાંચ્યું તો એમ લાગે છે કે માત્ર આ “કૃપાળુદેવે સત્પરુષનો મહિમા કર્યો છે એવું નથી. ગુરુદેવે એટલો જ મહિમા કર્યો છે. શ્રીગુરુનો કેટલો મહિમા કર્યો છે એ વિષય ચાલ્યો ૧૮રમાં અને એના અનુસંધાનમાં ૨૩ર Reference માટે દેખાડ્યો. એટલે એ વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી, ખાત્રી આપવાની જરૂર નથી કે પુરુષના વિષયમાં કે શ્રીગુરુના વિષયમાં બધા જ્ઞાનીઓ એક જ અભિપ્રાયમાં ઊભા છે, એ વાત સાબિત કરવાની જરૂર રહેતી નથી. એ વાત બહુ સ્પષ્ટ થાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૪૧
તા. ૧૦૧૧-૧૯૯૦, પત્રાંક – ૧૪૮
પ્રવચન ન. ૨૪૭
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પ૪૮, પાનું-૪૪૧. જ્ઞાની પુરુષોનો સત્સંગનો શું લાભ છે? મુમુક્ષુ જીવને એ કેટલો ઉપકારી છે એ આ પેરેગ્રાફમાં વિશેષ કરીને કહ્યું
પહેલા પેરેગ્રાફથી “જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે” આ જ સપુરુષ છે અને આ સપુરુષનો મારે મારા આત્મકલ્યાણ માટે સંગ કરવા યોગ્ય છે. નિશ્ચયમાં આટલી વાત સમાય છે. “
નિશ્ચય થયે” એટલે આવો નિશ્ચય થયે. આ જ સપુરુષ છે અને આ સપુરુષનો મારે સંગ કરવો છે. એ મારા આત્મકલ્યાણનું ઉત્કૃષ્ટ કારણ છે એવો જેને નિશ્ચય થયો અને એ રીતે તે સત્સંગમાં આવે છે ત્યારે તેના માર્ગને આરાધે, જે સપુરુષ કહે છે એ જ રીતે પોતે અનુસરે છે. એવું નથી કે માત્ર સાંભળીને સંતોષ પકડે છે.
સોગાનીજી એક વાત કરતા હતા, કે અહીંયાં લોકોને સાંભળવાનો ઉત્સાહ સારો છે. સાંભળવાનું મળે તો ચૂકે નહિ. ત્યાં સુધી કે ગમે તેને સાંભળવા બેસી જાય. પણ સંભળાવનાર જોઈએ. કેમકે ત્યાં જોતા કે સવારના પાંચથી રાતના નવ વાગ્યા સુધી પ્રવૃત્તિ ચાલે પણ સાંભળીને સાંભળ્યું એટલે કૃતાર્થ થયો, સાંભળવા મળ્યું એટલે લાભ મળી ગયો, લાભ થઈ ગયો, એમ ખરેખર મુમુક્ષુજીને વિચારવા જેવું નથી. એ અહીંથી નીકળે છે.
સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને, આરાધ્ય.” પછી આરાધન શરૂ થાય છે, કે જે કાંઈ એને સત્સંગમાં પોતાના આત્મકલ્યાણ માટે કરવા યોગ્ય લાગ્યું તે કાર્ય કરવાનો આરંભ કરી દે, શરૂઆત કરી દે ત્યારે એણે એનો માર્ગ આરાધ્યો કહેવાય. નહિતર સાંભળીને અટકવા સિવાય બીજું કાંઈ થાશે નહિ. અને સાંભળવાથી જે ધારણા થઈ એને જ્ઞાનપ્રાપ્તિ માન્યા વિના રહેશે નહિ. આ એક નવી ભ્રમણા થઈ. અને સૌથી મોટી ભ્રમણા થઈ કે જે છૂટવી મુશ્કેલ પડશે. બીજી ભ્રમણા છૂટશે, લાડવો ખાતા ખાતા સુખ અનુભવાયું હશે એ ભ્રમણા છૂટશે. કેમ કે બીજો અને ત્રીજો લાડવો
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
રાજહૃદય ભાગ-૧૧
આવશે એટલે એને એમ થાશે કે નહિ, હવે આમાં જે પહેલા બટકામાં સુખનો અનુભવ થયો હતો એ હવે ત્રાસ થાય એવું છે. એ ભ્રમણા છૂટવી એટલી અઘરી નથી, જેટલી સમજણની ભ્રમણા થાય છે. એ છૂટવી અઘરી છે.
મુમુક્ષુ :– બીજી વિધિની ખબર નથી એટલે સમજણમાં જ વિધિ માની લીધી.
=
પૂજ્ય ભાઈશ્રી :– સમજણમાં વિધિ માની. પણ સમજણમાં વિધિની વાત આવે છે એના ઉ૫૨ એનું લક્ષ નથી એનો અર્થ એમ થયો. એ સત્પુરુષની વાણીમાં વિધિની વાત તો આવે છે. અને એ વિધિ પોતે આરંભે, એ વિધિનો આરંભ કરે, પ્રારંભ કરે તો એણે માર્ગને આરાધ્યો છે. નહિતર તો એને સત્સંગ થયો, પણ એ સત્સંગ થયો એનો અર્થ શું ? સાંભળવા મળ્યું એનો અર્થ શું ? ભોજન મળી ગયું, ખાધું નહિ. ભોજન મળ્યા છતાં શું કરવા ન ખાધું ? કે એને ભૂખ નહોતી એ વાત નક્કી છે. ભૂખ લાગી હોય અને પાછું ભાવતું ભોજન મળે (તો) ખાધા વિના કોણ રહી શકે ? એ ભૂખ છે એ રુચિ છે, એ ભૂખ છે એ એની ભાવના છે, એ એની જિજ્ઞાસા છે.
એટલે ‘જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે,...' તેનો યથાર્થ નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે,...' શું લીધું ? પછી બીજી કોઈ વાત લીધી ? સીધું સમ્યગ્દર્શન થશે એ વાત લીધી. એ જીવને અવશ્ય દર્શનમોહનીય કર્મ ઉપશમે, ઉપશમે ને ઉપશમે. પ્રથમ હોય તો થાય. અથવા ક્ષય પણ પામી શકે છે એમ કહે છે. ઉપશમે એટલું જ નહિ, ક્ષય પણ પામી જ શકે છે. આટલો સત્સંગનો મહાન લાભ છે એ વાત અધ્યાત્મના ત્રણે કાળના સિદ્ધાંતને વિષે અફર છે.
જ્ઞાનીપુરુષ મળ્યે, એનો નિશ્ચય થયે અને માર્ગ આરાધ્યે એને દર્શનમોહ ન ટળે એ બને નહિ. એટલે કે સમ્યગ્દર્શન ન થાય એ બને નહિ. એ તો પોતે આ વિષયમાં બહુ શૈલી કરી છે. કેટલી રીતે કથનપદ્ધતિથી એ વાત કહી છે. કે સત્પુરુષ મળે અને આ જીવ દરિદ્ર રહે, તો આ લોકમાં, આ વિશ્વમાં તે જગતનું અગિયારમું કે દસમું આશ્ચર્ય છે. એટલે અત્યાર સુધી નવ આશ્ચર્ય જુદાં જુદાં લૌકિક હશે. આ લૌકિકનું એક વધારે આશ્ચર્ય છે. દરિદ્ર રહે એટલે આ પૈસા સંપન્ન થાય એમ વાત નથી. ધર્મદાજ્જિ રહે, એને ધર્મ પ્રાપ્ત ન થાય તો સમજવું કે એણે એક નવું આશ્ચર્ય જગતમાં ઊભું કર્યું. બોલો હવે એ વાત કેટલી બધી લાગુ પડે ! જ્યારે કોઈ સત્પુરુષને સેંકડો હજારો મુમુક્ષુ મળે તો એ કેટલા આશ્વર્ય થઈ ગયા ! એ તો વિચારવાનું તો પોતાને વિષે છે.
મુમુક્ષુઃ-.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમ જ. નહિતર તો મળ્યા, નહિ મળ્યા બધું સરખું જ છે.
...
Page #60
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
મળવા નહિ મળવાનો શું ફરક છે ? બધું સરખું જ છે.
મુમુક્ષુ :– આરાધ એટલે શું કહેવા માગે છે ?
=
=
પૂજ્ય ભાઈશ્રી :– આરાધે એટલે સત્સંગની અંદર જે બોધ પ્રાપ્ત થાય છે એ બોધને અંદરમાં ઉતારવાનો પુરુષાર્થવંત, ઉદ્યમવંત, પ્રયત્નવંત થાય ત્યારે એનું આરાધન શરૂ થયું. એ પુરુષાર્થથી શરૂ થાય છે.
જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે,...’ એ કર્મથી વાત લીધી. અસ્તિથી લ્યો તો એને સમ્યગ્દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ થાય છે. નિયમબદ્ધ. આમાં કોઈ બીજી વાત નથી.
૪૩
મુમુક્ષુ ઃ- ખાલી સત્પુરુષ મળવાથી દર્શનમોહ...
પૂજ્ય ભાઈશ્રી :– પણ એને મળ્યા શું કહેવું ? મળ્યા એટલે કાંઈ આત્મામાં કાંઈ આવે છે ? મળવા એટલે સંયોગ થયો. ક્ષેત્રથી સંયોગ થયો. ભાવથી આરાધે ત્યારે ભાવથી સંયોગ થયો. નહિત૨ ક્ષેત્રથી સંયોગ થયો, ન થયો તો કહે ત્યાં બીજા ઘણા જીવો રહે છે. ‘સોનગઢ’માં અડધું ગામ બીજું છે અને અડધું ગામ આપણું છે. તો સંયોગ થયો કે ન થયો ? ગણવો કે ન ગણવો ? ત્યાં ગામની વસ્તી નથી ? કાંઈ જંગલમાં આશ્રમ નથી. સંયોગ કોને કહેવો ? એ લોકોને એટલી તો ખબર છે કે કોઈ જૈનના મહાપુરુષનો અહીં આશ્રમ છે. એટલી નથી ખબર ? ‘ગુરુદેવ’ની તો પ્રતિભા એવી હતી. અંતર-બાહ્ય વ્યક્તિત્વ બંને હતું. અને હજારો લોકો આખા હિન્દુસ્તાનમાંથી આવતા હતા. એ જોતા હતા કે જુદી જુદી જાતના (માણસો આવે છે). એકલા ગુજરાતી નથી આવતા. હિન્દુસ્તાનના જુદા જુદા માણસો આવતા જોવામાં આવે છે. મારવાડી પાઘડી પણ જોતા હતા. દૂર દૂરથી જ્યારે હજારો માઈલથી માણસો આવે છે, ત્યારે એ તો ખબર પડે છે. તો એમને મળ્યા કે ન મળ્યા ? કે એમને મળ્યા નથી. તો પછી આવનારાને મળ્યા ? એ પછી ‘ભાવનગ૨’થી આવનાર હોય કે ઇમ્ફાલ’થી આવનાર હોય. એને નિશ્ચય થાય તો એ આરાધ્યા વિના રહે નહિ. વાત તો નિશ્ચયની છે. ઓળખાણનું પ્રક૨ણ ચાલે છે ને ? વાત તો ઓળખવાની છે. ઓળખાય તો નિશ્ચય થયો, નિશ્ચય થયો એને ઓળખાણ થઈ એમ કહે છે. તો તો આરાધ્યા વગર રહે નહિ. કેમ કે પરમકલ્યાણનું કારણ દેખે, કોણ છોડે ? અને ઓળખવા સુધી પહોંચે એ કેવી રીતે છોડે ? મૂળમાં તો નિશ્ચય થતો નથી. માણસો ઘણા આવે છે, પણ ઓઘે ઓથે એકની પાછળ બીજો આવે એવી રીતે આવે છે. ભાઈ ! આ જાય છે આપણે પણ જઈએ. ઘણા જાય છે માટે આપણે ઈએ. ઘણા સાંભળે છે માટે આપણે સાંભળીએ. ગમે ત્યાં
Page #61
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧ માણસ કેમ સાંભળવા બેસે છે ? કે બીજા સાંભળે છે માટે આપણે પણ સાંભળો. એવી રીતે કરી બેસે છે.
મુમુક્ષુ-બે દિવસ પહેલા તો આખું સોનગઢ ગામ બંધ હતું.
પૂજ્ય ભાઈશ્રી – સાતમને દિવસે ગુરુદેવની સ્વર્ગવાસની તિથિ હતી. લોકોએ બંધ પાળ્યો હતો. બજારો બંધ રાખે. એને એટલું માન આપ્યું તો એને પુરુષ મળ્યા કે નમળ્યા? વંદન કર્યા માટે પુરુષ મળ્યા કેનમળ્યા? એમની ઉપકારસ્તુતિ ગાઈ માટે સપુરુષ મળ્યાકેનમળ્યા?કે નહિ.
ઓળખાણ થયે, નિશ્ચય થયું અને માર્ગ આરાધ્ધ સત્પરુષ મળ્યા છે, નહિતર મળ્યા નથી. અને એ મળ્યા છે તો જીવનદર્શનમોહનીય કર્મનો અભાવ થયા વિના રહે નહિ. પછી ઉપશમથી અભાવ થાય કે ક્ષયથી અભાવ થાય, બંને અભાવ જ છે. ઉદયાભાવને અભાવ કહે છે. એટલું જ નહિ, દર્શનમોહનીય કર્મનો અભાવ થાય એટલું જ નહિ. “અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે” ખુલ્લું ઉઘાડું સત્ય છે, કે એ જીવને અનુક્રમે સર્વજ્ઞદશા પ્રગટ થાય, કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય,નિર્વાણની પ્રાપ્તિ થાય, જન્મ-મરણનો અભાવ થાય, એ વાત પ્રગટ સત્ય છે. એ વાત દિવા જેવી ચોખ્ખી છે, એમ કહે છે. પ્રગટ સત્ય છે એટલે એ વાતમાં કાંઈ સમજાવવું પડે એ વાત અમને લાગતી નથી.
મુમુક્ષુ -પ્રગટ સત્ય છે..
પૂજ્ય ભાઈશ્રી – એટલે એના ઉપર તો આખો આધાર મુમુક્ષતાનો દોર જ એના ઉપર છે, કે જીવે ક્યાં સુધી મુમુક્ષતા કેળવવાની છે?જ્યાં સુધી સપુરુષની ઓળખાણ થાય ત્યાં સુધી. ભલે પુરુષ ચાલ્યા ગયા હોય, એમના વચનો તો છે ને ? શ્રીમદ્જીના વચનો છે, “ગુરુદેવના વચનો છે. એનાથી ઓળખાણ થાય છે? આ સવાલ છે, ચાલો. ભૂતકાળના સપુરુષ હોય તોપણ ઓળખાણ તો થઈ શકે છે. આ સપુરુષ જ છે, આ વાણી સપુરુષની જ છે.
મુમુક્ષુ – એમાં તો વિશેષ પાત્રતા હોય તો ઓળખી શકે. વિદ્યમાનને ન ઓળખી શકે તો ભૂતકાળના ઓળખવા માટે તો...
પૂજ્ય ભાઈશ્રી - એ વાત તો વધારે અઘરી છે, એ વધારે કઠિન છે, એમાં કાંઈ સવાલ નથી. પ્રત્યક્ષમાં તો જાગૃત ચૈતન્યની જે ચેષ્ઠા છે એને ઓળખવાની ત્યાં વધારે તક છે. એને પ્રત્યક્ષની અંદર ઓળખવાના વધારે સાધન છે. એટલા પરોક્ષની અંદર સાધન નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૫
પત્રાંક-૫૪૮
મુમુક્ષુ:- આ આરાધન તો ભક્તિ થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી - ભક્તિ પણ છે, એમની પણ ભક્તિ છે અને આત્મા તરફના પુરુષાર્થનો પણ એની અંદર પ્રારંભ છે, શરૂઆત છે. એની અંદર બેય વાત છે. બેય પડખાં સાથે જ હોય છે. પોતાનો પુરુષાર્થ અને ભક્તિ બંને સાથે જ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ – આ સ્પષ્ટ આવી ગયું કે સપુરુષના આરાધનથી દર્શનમોહ ક્ષય થાય છે અને ઉપશમે છે. આ સ્પષ્ટ આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી - સ્પષ્ટ છે. અબાધિત સિદ્ધાંત છે, ત્રણે કાળે અબાધિત સિદ્ધાંત છે. એટલે તો આટલો સપુરુષનો મહિમા કર્યો છે. મહિમાનું કારણ તો આ છે.
મુમુક્ષુ – આ બંધનું કારણ નથી?
પૂજ્ય ભાઈશ્રી – બિલકુલ નહિ. બંધનું કારણ છે જ નહિ. બંધનું કારણ બનાવે તો એણે એમને સંસારના નિમિત્તોની કક્ષામાં મૂકી દીધા. એ તો “સોગાનીજીએ કહ્યું કે જીવને અનેક પ્રકારના પુણ્યના ઉદય આવે છે ત્યારે બંધાય છે. પુણ્યના ઉદયમાં શું થાય છે? બંધાય છે. અને બહુભાગ તો પાપથી જ બંધાય છે. એમ દેવ-ગુરુ-શાસ્ત્રનો તને સંયોગ થયો એ એક પુણ્યોદય છે. તો કહે છે, ત્યાં બંધાઈશ નહિ તું હવે. નહિતર પંચેન્દ્રિયના વિષયો પુણ્યના યોગે મળ્યા અને બંધાણો, એ જ તને દેવ-ગુરુ-શાસ્ત્ર પુણ્યના યોગે મળ્યા અને બંધાયો, એમાં તે શું ફેર રાખ્યો? બંધનની દૃષ્ટિએ તો કાંઈ ફેર નથી રાખ્યો. શુભાશુભની વાત ગૌણ છે. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જે મુક્ત થવાના નિમિત્ત છે, અને તેં બંધનના નિમિત્ત બનાવ્યા. ઊલટું કામ કર્યું છે, એમ કહે છે. સોગાનીજીએ એ વાત સ્પષ્ટ કરી છે. ઊલટું કામ કર્યું છે અને એમની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો છે. દેવ-ગુરુ અને શાસ્ત્રજ્ઞાની વિરુદ્ધ ચાલ્યો છે, અમે તને મુક્ત થવાનું કહીએ છીએ અને તું અમને બંધનનું નિમિત્ત બનાવે છો? એનો અર્થ શું?કે તું અમારી વાત સાંભળતો નથી. મેં તને જે મુક્ત થવાની વાત કહી છે એ વાત તું સાંભળવા માગતો નથી. એમ સ્પષ્ટ થાય છે.
મુમુક્ષુ :- આટલો બધો ઉપદેશ સાંભળ્યો, આટલો બધો મહિમા કર્યો, એ વિરુદ્ધતા ચાલી ગઈ?
પૂજ્ય ભાઈશ્રી:- મહિમા કર્યો પણ ઓઘે કે ઓળખીને ? આટલો જ સવાલ છે. મહિમા કર્યો, ઠીક વાત છે, અમને એનો બહુ વાંધો નથી. તેં મહિમા કર્યો એનો અમને વાંધો નથી, ભલે કર્યો. પણ હવે જ્યારે મહિમા કરવો જ છે અને કર્યો જ છે તો ઓળખીને કરને. બસ, આટલો સુધારો અપેક્ષિત છે. આથી વધારે કાંઈ વાત નથી. પછી
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
રાજહૃદય ભાગ-૧૧ આગળની વાત બધી આપોઆપ જ છે, પછી કાંઈ કહેવું પડશે નહિ, સમજાવું પડશે
નહિ.
મુમુક્ષુ-જે કાંઈ કર્યું ઓળખાણ વગર બધું કર્યું?
પૂજ્ય ભાઈશ્રી – હા. ઓલ્વે ઓથે સમવસરણમાં ગયો, ભક્તિ, પૂજા, આરતી અને મહિમાં બધું કર્યું. જય જયકાર બોલાવ્યા, કે વીતરાગદેવ સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રનો જય જયકાર હજો. ત્રણે કાળે જયવંત વ... જયવંત વર્તા...! આપણે આવે છેને? “જિનના સમવસરણ સૌ જયવંત વર્તો.” એ બધું સમવસરણમાં જઈને ગાયું છે. પણ બધું ઓઘે ઓઘેઓળખ્યા વગર. વીતરાગતા શું? સર્વશતા શું ? સર્વશદેવ શું ? એના ગુરુ શું? આરાધક સાધુ ભગવંતો શું? એનું સ્વરૂપ શું? અને એની શાસ્ત્રઆજ્ઞા શું? એ ઓળખ્યા વિના, સમજ્યા વિના ભક્તિ કરી એ બધી નિષ્ફળ ગઈ, બંધનું કારણ થયું. એ બંધનું કારણ થયું.
મુમુક્ષુ-જરૂરતવિના કરી હોય? પૂજ્ય ભાઈશ્રી:-ના, લોકસંજ્ઞાએ કરી હોય, લોકસંજ્ઞાએ કરી હોય. મુમુક્ષુ -લોકસંજ્ઞા તો જરૂરત વગર થાયને?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આબરૂની જરૂરત લાગી હોય. લોકો મને આ ક્ષેત્રની અંદર મારી વધારે કાંઈક કિમત કે કે પણ અહીંયાં કાંઈક સમજુ છું, અહીંયાં કાંઈક આગળ પડતો છું, અહીંયાં કાંઈક ભાગ લઉં છું, અહીંયાં મુખ્ય છું, હું વધારે ભક્તિ કરું છું, સૌથી વધારે અર્પણતા કરું છું. એવો લોકો મને જોવે. એ બધા વિપરીત કાર્યો છે, બધા વિપરીત કાર્યો છે. આત્મકલ્યાણને અર્થે એ વિપરીત કાર્યો છે.
મુમુક્ષુ-બંધ થવામાં નિમિત્ત બનાવ્યા.
પૂજ્ય ભાઈશ્રી :- એ બંધનું નિમિત્ત થયું. પોતે ને પોતે ભગવાનને (-બંધમાં નિમિત્ત) બનાવ્યા છે. સારું છે કે ભગવાન વીતરાગ છે, નહિતર કેટલો અફસોસ થયો હોત ?કે અહીંયાં આવીને આ તું શું કરે છે ભાઈ? શું કહે છે?
એવી રીતે દર્શનમોહનીય કર્મનો ક્ષય થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તોપણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવા સુધીમાં ‘ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી.' એવા જ્ઞાની થનાર જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે નિર્વાણ થાય ત્યાં સુધી પ્રારબ્ધ ઉદય પૂર્વકર્મનું નિબંધન એને ભોગવવું પડે છે. ન ભોગવવું પડે એવો સિદ્ધાંત નથી. એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી, કે જ્ઞાની થાય એટલે એને પ્રારબ્ધન ભોગવવું પડે. જ્ઞાનીને પણ, જેને લોકો પ્રતિકૂળતા કહે
Page #64
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૪૭
છે એવા પણ સંયોગો ઊભા થાય. જેને લોકો અનુકૂળતા કહે છે એવા સંયોગો પણ થઈ શકે છે, હોઈ શકે છે. એની સાથે જ્ઞાનીને ખરેખર સંબંધ નથી. એ તો સંયોગદૃષ્ટિએ એના સંયોગો કહેવાય છે. જ્ઞાની તો ભિન્ન પડીને સમ્યક્ પ્રકારે વેદે છે. એટલે જ્ઞાનીને ખરેખર એ મારા સંયોગો છે એમ અંતરથી એ વાત રહી નથી. જગતની દૃષ્ટિએ એ વાત સમજાવવામાં આવે છે.
“કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ...’ એટલે જિનેન્દ્ર પ૨માત્માને હજી ઉદય છે. ચાર અઘાતિનો ઉદય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે;..' આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. આ ચાર અઘાતિ કર્મનો ઉદય એમને પણ હોય છે. અને વેદવાં પડે છે એટલે સુખે-દુઃખે ભોગવે છે એમ નથી પણ સિદ્ધાલયમાં જતાં પહેલાં એ સંયોગોમાંથી પસાર થાય છે. જેમ કે ભગવાનનું સમવસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ પ્રકારનો એમનો ઉદય છે. જવાનો વિકલ્પ નથી, પોતાને જવાનો વિકલ્પ નથી. બધા જીવો ધર્મ પામે એવી ભાવનાથી તીર્થંકરગોત્ર બાંધ્યું છે. તીર્થંકર પ્રકૃતિનો પણ ઉદય આવ્યો છે. વાણી છૂટે છે. એમની ઇચ્છા નથી. ઉપદેશ દેવાની એમની ઇચ્છા નથી છતાં વાણી છૂટે છે. પોતાને કોઈ વૈભવનો વિકલ્પ નથી પણ સમવસરણ એવું વૈભવશાળી રચાય છે કે રચનારને આશ્ચર્ય થાય છે ! પોતાને શરીરનો વિકલ્પ નથી પણ દિવ્ય તેજોમય શ૨ી૨ થઈ જાય છે. એકદમ પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. ઔદારિકમાંથી પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. જેની પાસે હજારો સૂર્ય-ચંદ્ર ઝાંખા પડે એવું તેજસ્વી શરીર થઈ જાય છે. એમને શરીર સારું થાય તો ઠીક એવો વિકલ્પ નથી. એ ઉદયમાંથી એમને પસાર થવાનું બને.
અષ્ટ પ્રાતિહાર્ય ને ચોત્રીસ અતિશય, જે સર્વજ્ઞ તીર્થંકરદેવને હોય છે એ બધા સંયોગમાં પ્રગટ થાય છે. એ એમને ચા૨ કર્મ વેદવા પડે છે એમ કહેવામાં આવે છે. આયુષ્ય પણ ભોગવવું પડે છે. તેરમા ગુણસ્થાને બિરાજે છે. હજી એક ગુણસ્થાન બાકી છે અને પછી સિદ્ધાલયમાં જશે. પણ આયુષ્ય અબજો વર્ષનું હોય તો અબજો વર્ષ ભોગવવા પડે. છે જ ને સીમંધર ભગવાન. કેટલું બધું મોટું આયુષ્ય છે ! અબજ પછીના જ બધા આંકડા છે.
મુમુક્ષુ :– ભોગવવા પડે એટલે સંસારમાં રહેવું પડે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :- આ મનુષ્યલોકમાં રહેવું પડે. પણ એ તો અહીંયાં રહે કે ત્યાં રહે. સમ્યગ્દર્શન (થયું) ત્યારથી એ દૃષ્ટિ છૂટી છે. એ તો ‘સોગાનીજીએ કહ્યું, કે તેરવાં
Page #65
--------------------------------------------------------------------------
________________
४८
રાજહૃદય ભાગ-૧૧ ગુણસ્થાન પ્રગટ હોગા, ફિર ચૌદવાં ગુણસ્થાન ભી હમકો પ્રગટ હોગા. પોતાની વાત કરી છે. ફિર સિદ્ધાલયમેં જાના હોગા. લેકિન વહ કાર્ય તો પર્યાય કા પર્યાયમેં હોગા. મેં તો અભી સિદ્ધાલયમેંહું. એટલે દૃષ્ટિ તો ત્યારથી જ ફરી ગઈ છે, કે હું તો અત્યારથી જ સિદ્ધાલયમાં છું. ચૌદ ગુણસ્થાન સુધી હોય કે એક ગુણસ્થાન બાકી રહ્યું હોય તો બાકીના દસ બાકી રહ્યા હોય. મને શું ફરક પડે છે? આ ક્ષેત્ર હોય કે સિદ્ધાલયનું ક્ષેત્ર હોય, મારે ક્ષેત્રનું શું કામ છે. ક્ષેત્રથી શું કામ છે. આત્મા આત્મામાં છે, એ અનુભવગોચર પ્રત્યક્ષ છે. મારે કોઈ બહારના ક્ષેત્રથી કામ નથી.
આ તો માણસને પથારી ફરે તો ઊંઘ નથી આવતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ બહારગામ જાયને? ત્યાં તો કાંઈ પોતાનું ઘર હોય નહિ ત્યાં તો જે જગ્યાએ સૂવાનો રૂમ હોય ત્યાં સૂવાની પથારી થાય. એને ઉંઘ ન આવે. મને ફાવતું નથી, એમ કહે. ઘર જેવું મને ફાવતું નથી. પહેલા તો એમ કહે કે બને ત્યાં સુધી હું તો બહારગામ જાવ જ નહિ. કેમ કે મને ક્યાંય ફાવે નહિ. મારું ઘર હોય ત્યાં મને ફાવે. પણ તારું હતું કે દિ? અને કયાં સુધી તારે તારા ઘરને બાથ ભરીને રહેવું છે ? પછી છૂટવા ટાણે આકરું પડશે. કારણ કે ઘર તો સાથે આવવાનું નથી. શરીર પણ નથી આવવાનું. ઘર તો ક્યાંથી સાથે આવે? પછી એ વખતે આકરું લાગશે. એટલે એ બધી બાહ્યદૃષ્ટિની પક્કડ ક્યાં
ક્યાં કેવી કેવી રીતે જબરદસ્ત કરીને બેઠો છે, એ બધી પક્કડ છોડ્ય છૂટકો છે. ઉદયભાવની તમામ પક્કડછોચે છૂટકો છે. એ બધી કેળવણી લેવાની છે.
આ સ્વાધ્યાયનો અર્થ એ બધી કેળવણી લેવાનો અર્થ છે. ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ હોય નહિ, હું જ્ઞાન છું અને એ બધું જોય છે. કાંઈ વાતમાં નથી. જ્ઞાતાદણને બીજો સવાલ શું હોય? કે બીજો કાંઈ પ્રશ્ન જ મને હોઈ શકે નહિ. નિશ્ચય તો કરવો જોઈએ. હજીવિકલ્પમાં દઢતા ન હોય તો નિર્વિકલ્પતા આવવાની કયે દિવસે ? પ્રશ્ન જ નથી.
એટલે તીર્થંકરદેવને પણ ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં, સ્થિત... એટલે જેને આઠે કર્મ હજી બાકી છે. ચાર કર્મ નહિ જેને આઠે કર્મ હજી ભોગવવાના બાકી છે એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી.’ એને તો બાંધલા કર્મઉદયમાં આવવાના જ છે. એ પ્રકારે સંયોગ-વિયોગ થવાના જ છે. એમાં કોઈનું ચાલે એવું નથી. ઈન્દ્ર, નરેન્દ્ર,જિનેન્દ્રકોઈ ફેરફાર કરી શકે એવું નથી.
એટલા માટે જ્યોતિષનો નિષેધ કર્યો છે. જોષ જોવડાવે છે અને ઓલા પથરા પહેરે છે. પથરા જ કહેવાય ને ? લાલ, પીળા, લીલા ને એવા બધા વીંટીમાં, ગળામાં પહેરે. ગમે ત્યાં બાંધે, માદળીયા બાંધ, દોરા-ધાગા બાંધ એ બધાનો એટલે નિષેધ કર્યો
Page #66
--------------------------------------------------------------------------
________________
પત્રક-પ૪૮
૪૯ છે. એ પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે એ સિદ્ધાંતની વિરુદ્ધ તું જા છો. આ તો તને ગ્રહિત મિથ્યાત્વ થયું. પહેલા હું મારી પ્રતિકૂળતાઓ જાણી લઉં અને એ પ્રતિકૂળતા ટાળવા માટે કાંઈક એનો ઉપાય પણ હું કરી લઉં. એનો અર્થ કે તારે તારું બાંધેલું કર્મ ભોગવવું નથી. ભાઈ! તું તો ફેરફાર ન કરી શકે પણ ઉપરથી જિનેન્દ્ર આવે તો પણ ફેરફાર કરી શકે એવું નથી.
મુમુક્ષુ - કેટલાક જાણે પણ એનો ઉપાય નથી કરતા પણ એને અંદરમાં તો આ જ હોય. કેટલાક ભવિષ્ય જાણે છે, ઉપાય માટે કાંઈ નથી કરતાં.
પૂજ્ય ભાઈશ્રી – ઉપાય કરવાનો અંદર અભિપ્રાય રહી ગયો છે અને થઈ શકે એવી શક્યતા હોય તો કર્યા વિના રહે પણ નહિ. પછી આબરૂને બીકે ન કરે અથવા ખાનગીમાં કરે અથવા પરિણામ કરે એ બધું એક જ છે. એ ગયો શું કરવા ત્યાં? જો એને ઉપાય નહોતો કરવો તો ત્યાં ગયો શું કરવા? એને એ વાતની જરૂર શું ઊભી થઈ? એ જ બતાવે છે કે એને કાંઈક એમાં કરવું છે. એ એમ બતાવે છે કે એને કાંઈક કરવું છે. ફેરફાર થાય તો સારું એની એ વાત ઊભી છે. એ ફેરફાર કરવાની બુદ્ધિએ જ ગયો છે. પ્રતિકૂળતા નહિ સહન કરવાની, નહિ વેદવાની બુદ્ધિ છે. એની અંદર બાંધેલા કર્મ નહિ ભોગવવાની બુદ્ધિ છે. એટલે કે સિદ્ધાંત બહાર જવાની એની બુદ્ધિ છે. સીધી વાત છે. એથી તો ગૃહીતમાં નાખે છે. એને અગૃહીતમાં પણ નથી રહેવા દેતા. તીવ્ર દર્શનમોહ થાય ત્યારે જ એ પ્રકાર ઉત્પન્ન થાય, એ વગર થાય નહિ.
મુમુક્ષુ –ભગવાનના કાયદા બહુ કડક છે.
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાનના કાયદા તો વસ્તુનું સ્વરૂપ જ છે, ભાઈ ! ભગવાનના કાયદા એમણે થોડા બનાવ્યા છે ? આ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરવા કોઈ માગે તો વસ્તુને તોડવાની વાત છે, વસ્તુનો નાશ કરવાની વાત છે. વસ્તુ કોઈ દિવસ નાશ નહિ પામે. અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં તારો દાવો નાશ થશે. બીજું કાંઈ નહિ થાય. તારા અસ્તિત્વનો અસ્વીકાર થશે એમાં, બીજું કાંઈ થાશે નહિ.
મુમુક્ષુ –એના કાયદા તો સરળ અને સીધા છે.
પૂજ્ય ભાઈશ્રી:-હા. બહુ સરળ. (જેવું વસ્તુનું સ્વરૂપ છેએવું એમણે જાહેર કર્યું છે. એટલે કાયદા તો સરળ-સીધા છે. પણ જીવને પોતાની કલ્પનાએ ચાલવું છે. વસ્તુના સ્વરૂપ અનુસાર નથી ચાલવું પણ પોતાની કલ્પનાએ એને ચાલવું છે.
કોઈ બાળક કજીયો કરે, કે મારી સુખડીનું બટકું આ મોટો ભાઈ કે નાનો ભાઈ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
રાજહૃદય ભાગ-૧૧ ખાઈ ગયો. એ તો ચાલે જ નહિ. એ તો મારે જ ખાવાનું હતું. હવે એ મને પાછું આપી દ્યો. તો કહે, તને બીજી સુખડી કરી દઉં. (બાળકો કહે, નહિમારે તો એ જ જોઈએ. હવે એ કેવી રીતે થાય? કહો. માથું પછાડે તો મળી જાય ખરું? મારે એ બટકું જોઈએ. પણ કહે, એના બદલે તેને બીજા બે આપીએ. તો કહે ના, મારે એ જ જોઈએ. મારું શું કરવા ખાઈ ગયો? બાળકબુદ્ધિએ અશક્યને શકય કરવા માગે છે, કે મારું એ બટકું પાછું લાવ. શું કરવા ખાઈ ગયો ? એ ખોટી રીતે માથું પછાડવાની વાત છે. કાંઈ કરી શકતો નથી અને કરવું છે. જે અશક્ય છે એને શક્ય કરવું છે. રેતીમાંથી તેલ કાઢવું છે. સુખ નથી એમાંથી સુખ લેવું છે. જેમાં સુખ નથી એમાંથી સુખ લેવું છે).
મુમુક્ષુ -ભગવાન થઈને આવા ઊંધા વિકલ્પ કરે એ આશ્ચર્ય છે.
પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે. શ્રીગુરુ તો એમ જ કહે છે, ભાઈ ! હું તો તને ભગવાન કહીને બોલાવું છું તો કાંઈક તો સમજ હવે. બીજું કાંઈ નહિ તો મૂર્ખામી તો છોડ. ભગવાન થવાની શરૂઆત પછી કરજે પણ પહેલા મૂખમી તો છોડ હજી. એમ કહે છે. ઊંધાઈ તો મૂકી દે. પછી સવળું ચાલવું શરૂ થશે. ઊંધો એમને એમ રહે અને સવળા ચાલવાનું શરૂ થાય, એ ક્યાંથી બનવાનું હતું?
મુમુક્ષુ-રોગ મટાડવા માટે રોગી ડોક્ટર પાસે જાય, બીજા પ્રકારના રોગ...
પૂજ્ય ભાઈશ્રી - ઘણો ફેર રોગ મટાડવા માટે... ઠીક, પ્રશ્ન લીધો છે. કે રોગ મટાડવા માટે તો ડોક્ટર પાસે જાય છે. શરીરની રોગ, વેદના આદિ એ પણ એક પ્રતિકળતા જ છે ને ? તો એવી રીતે બીજી કોઈ પ્રતિકુળતા હોય એને મટાડવા માટે જ્યોતિષ પાસે જાય. તો બે સરખા ગણવા કેન ગણવા? પ્રશ્ન તો એમ છે ને ? ઠીક ના બે સરખા નથી. આમાં દર્શનમોહ છે જ્યોતિષ પાસે જાય છે એમાં) અને ઓલામાં ચારિત્રમોહ છે. મુખ્યપણે. પછી તો મિથ્યાષ્ટિને તો દેહતે હું છે એટલે દર્શનમોહ છે. પણ જે ગૃહીત થાય એવું નથી. અથવા તો કોઈ મિથ્યાદષ્ટિ ડોક્ટર પાસે જાય છે તો અગૃહીત રહે છે. અગૃહીતમાંથી ગૃહીત નથી થાતું. ઓલું તો અગ્રહિતમાંથી ગૃહીત થાય છે - તીવ્ર મિથ્યાત્વ થાય છે. એટલો ફેર છે.
મુમુક્ષુ - જે રોગ છે એ તો પૂર્વ કર્મના ઉદયને ભોગવવું પડે. આને ભોગવવું નથી જલ્દી મટે છે એટલા માટે ડોક્ટર પાસે જાય છે, એમાં અભિપ્રાયમાં શું ફેર છે?
પૂજ્ય ભાઈશ્રી:- અભિપ્રાયમાં એ ફેર છે કે દેહતે હું એ તો અનાદિથી અગૃહીત છે. એકેન્દ્રિયમાં હતો ત્યારે પણ એમ હતું અને પંચેન્દ્રિયમાં દેહતે અને રાગ તે હું એ તો અગૃહીત મિથ્યાત્વનો વિષય છે. અને ઓલો બુદ્ધિપૂર્વક એક નવું અનુકૂળતાનું
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૧
પત્રાંક-૫૪૮ સાધન વિચારે છે. એ દર્શનમોહની તીવ્રતા વગર ન થાય. એમ છે. એ ગૃહીત અને અગૃહીતમાં ફેર પડે છે. અને જ્ઞાની હોય તો એને મિથ્યાત્વ જન થાય. એ ડોક્ટર પાસે જાય અને દવા લે તો એને માત્ર ચારિત્રમોહનો જ બંધ થાય. એને દર્શનમોહનો બંધ પણ ન થાય. જ્યારે જ્ઞાની છે એ જ્યોતિષ પાસે ન જાય. જ્ઞાની હોય તે જોષ જોવડાવવા ન જાય.
બીજું, આમાં જ્યોતિષમાં વર્તમાન ઉપરાંત ભવિષ્યનો વિષય વધારે છે. અહીંયાં તો વર્તમાન રોગ ઉદય થયો છે. એટલે કોઈ તો વર્તમાન પ્રતિકૂળતા માટે પણ જ્યોતિષ પાસે જાય છે પણ એની અંદર ભવિષ્યની વાત લંબાઈ છે. અને એ પરિણામમાં પાછો ઘણો ફેર છે. એટલે એની અંદર દર્શનમોહની તીવ્રતા કેવી રીતે થાય છે, એ અનુભવ કરવા જેવો વિષય છે. તર્ક કરતાં અનુભવ કરવા જેવો વિષય છે કે એવો વિચાર ક્યારે આવે છે? કેટલો લંબાઈ છે ત્યારે આવે છે? વ્યામોહકેટલો તીવ્ર થાય ત્યારે આવે છે? કારણ કે વર્તમાન પ્રતિકૂળતા છે એજ્યોતિષનો વિષય નથી, એ કોઈ જ્યોતિષનો વિષય નથી. પછી તો ઓલા ગપ્પા મારી દે. બાકી તો વર્તમાનમાં રીતસર કર્મનો ઉદય છે. ઓલો જે આવ્યા નથી એનો વિચાર કરવા જાય છે. એનો મોહ કેટલો તીવ્ર છે ? એનો દર્શનમોહ કેટલો તીવ્ર છે એ બતાવે છે. પછી એમાંથી જે વેપારી છે, જે જ્યોતિષ જોવે છે એ જોનાર તો વેપારી છે. અત્યારે, હોં! એક જમાનામાં જેની પાસે સાચું જ્યોતિષ હતું એ વિદ્યાનો વેપાર નહોતા કરતા. એ તો એવી રીતે કોઈ વખત એને ખ્યાલ આવે તો ભવિષ્ય ભાખી દે એટલું, એથી વધારે કાંઈ નહિ. આણે તો જોયું કે લોભિયા માણસો આવ્યા છે, ધૂતો ધૂતાય એટલા. એટલે પછી એમાં કુંડળીની અંદર પ્રહની તો વાત આવે છે. એટલે પછી કહે કે ભાઈ આ ગ્રહ છે એ તને નડે છે. પણ હવે એ તો કેટલા માઈલ દૂર છે. મંગળનો ગ્રહ અબજો માઈલ દૂર છે એ તને અહીંયાં ક્યાં નડવા આવ્યો? અને શનિ નડે છે. શનિ કયાંનો કયાંય છે. તને ક્યાંથી નડતો હતો ?પૈસા પડાવવા માટે પછી એને દોરા, ધાગા, પથરા બધું પહેરાવે પૈસા લઈ લે છે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુ -આ શરીર તે હું એમ માને એ અગૃહીતમાં વાત જાય. પૂજ્ય ભાઈશ્રી:–અગૃહીતમાં જાય. મુમુક્ષ અને પૈસાથી સુખ છે એની કલ્પના કરે છે એટલે એ ગૃહિતમાં જાય.
પૂજ્ય ભાઈશ્રી:- પરથી સુખ છે એ અગૃહીતમાં છે. એમાં શરીર આવી ગયું, પૈસા આવી ગયા. બધી તમામ ચીજો આવી જાય છે. કોઈ બાકી નથી. પરથી સુખ છે. પછી એ પરની અંદર બધા ભેદ છે. શરીર છે, પૈસા છે, સગા-સંબંધી છે, મિત્રો છે એ
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૨
રાજહૃદય ભાગ-૧૧
અનુકૂળતાના બધા પ્રકાર આવી જાય છે. એ બધું અગૃહીતમાં જાય છે. પણ પુણ્ય કરું અને પુણ્યના ફળથી મને સુખ થાય એટલા માટે મારે પુણ્ય કરવું જોઈએ, સુખી થવા માટે પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, એ ગૃહીતમાં જાય છે. અને એટલા માટે મારે પુણ્યનું આરાધન કરવું પડે. એ પુણ્યને ફરજ માનવી, કર્તવ્ય માનવું, ધર્મ માનવો એ બધું ગૃહીતમાં જાય પાછું. એકની એક વાતમાં કયાંથી મર્યાદા બદલાય જાય છે (એ સમજવું જોઈએ). એટલે દર્શનમોહ ત્યાં છે એ વધારે તીવ્ર થઈ જાય છે અને પોતાના આત્મસ્વભાવથી વધારે દૂર જાય છે.
મુમુક્ષુ ઃ– મંદિરનું, સ્વાધ્યાય હોલનું ખાતમુહૂર્ત જોવડાવીએ છીએ. પંચકલ્યાણક પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવડાવીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. મુહૂર્ત જોવડાવીએ છીએ તો એમાં કાંઈ વાંધો નથી. એમાં શું દોષ આવે ? એમાં કોઈ દોષ નથી આવતો. કાળના જે સ્વાધ્યાયકાળ છે એમ કાળની અંદર તો પ્રકાર છે. એમ એ એક વિશેષ શુભભાવનું કારણ છે. બીજું કાંઈ કારણ નથી. અથવા એની અંદર એક ભાવના છે કે શુભમુહૂર્તની અંદર આ શુભકાર્યનો પ્રારંભ થાય છે એમાં એ ભાવના છે, કે આ જિનમંદિર છે એ લાંબો સમય સુધી, વધારેમાં વધારે લાંબો સમય સુધી એ ચાલુ રહે, એ ટકી રહે, એનો વિનાશ ન થાય. જગતની અંદર બધી ચીજ તો વિનાશિક છે પણ છતાં ભાવના એવી હોય છે, કે સદા યવંત વર્તે. દેવગુરુ-શાસ્ત્ર સદાય જ્યવંત વર્તે. તો એના કાર્યના પ્રારંભમાં શુભભાવ વધારે તીવ્ર થાય ત્યારે એને મુહૂર્ત પણ શુભ જોવાનો વિકલ્પ આવે છે. એનો કોઈ દર્શનમોહ સાથે સંબંધ નથી. એ તો એની મહિમાનો વિષય થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર તો તેનો મહિમાનો વિષય થાય છે.
મુમુક્ષુ ઃ– એમાં પોતાના સ્વાર્થની તો કોઈ વાત નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– એમાં પોતાના ભૌતિક સુખની કચાં વાત છે ? એમાં તો દેવગુરુ-શાસ્ત્ર પ્રત્યેની અર્પણતાનો ભાવ છે. એ તો વીતરાગતા પ્રત્યેનું બહુમાન છે.
મુમુક્ષુ :– ભેદ છાંટવો બહુ મુશ્કેલ પડે.
પૂજ્ય ભાઈશ્રી :– એના માટે તો સત્સંગ અને સ્વાધ્યાય છે. જેટલા પ્રશ્ન ઊઠે એ વિચારી લેવા, પોતાને દખલ થતી હોય એમાં. ન દખલ થતી હોય તો એનો કાંઈ વિચાર ક૨વાની જરૂ૨ નથી. પોતાને અંદર સમાધાન ન થતું હોય તો ચર્ચા લેવા જેવી વાત છે. મુમુક્ષુ :– આ જે પરિણામ છે ત્રિકાળ યવંત વર્તો એમાંથી ઉગ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :– એમાંથી ઉગ્યું છે. આવો સન્માર્ગ જયવંત વર્તો. દેવ-ગુરુ
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૫૩
શાસ્ત્ર જ્યવંત વર્તો એનો અર્થ કે આવો વીતરાગમાર્ગ છે એ ત્રણે કાળે જયવંત વર્તો. એની અંદર એમ વાત છે. વિચારને લંબાવે તો બધું સમજાય એવી વાત છે. અહીંયાં શું કહે છે ?
તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી.. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું...' તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ શાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે.’ શું કહે છે ? ફરીથી જોઈએ.
પોતે દૃષ્ટાંત ચાલુ રાખે છે કે જેમ.. જેમ કહીને દૃષ્ટાંત કહેવો છે. જેમ તે સર્વશ એવા વીતરાગને...' જિનેન્દ્રદેવને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી...’ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય. ચાર કર્મ નાશ પામ્યા છે. એ ચાર કર્મ નાશ પામ્યા પછી તેમનો ઉદય એને ભોગવવાનો પ્રશ્ન રહેતો નથી. ઉદય આવવાનો નથી અને ભોગવવાનો પણ પ્રશ્ન રહેતો નથી. વળી અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની...' એટલે એમનામાં કોઈ એવા પરિણામ થતા નથી. કારણ એટલે જિનેન્દ્રદેવના પોતાના પરિણામ. કે જેના નિમિત્તે તે ચાર કર્મ ફરીને ઉત્પન્ન થાય. એવી કોઈ પરિસ્થિતિ ત્યાં રહી નથી. એટલા માટે દેહસહિત મુક્તિને જીવનમુક્તિ કહેવામાં આવી છે. કેમકે હજી આ આયુષ્યનું જીવન ચાલે છે અને મુક્તદશા થઈ ગઈ. માટે એને સદેહે મુક્તિ અથવા જીવનમુક્ત દશા કહેવામાં આવે છે. એવી સ્થિતિ નથી કે ફરીને એ ચાર ઘાતિમાંથી કોઈ કર્મને બાંધે. એવા પરિણામ એમને થતા નથી.
તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે;...' હવે એ અનુસાર એ સિદ્ધાંત લે છે કે જ્ઞાનીપુરુષનો નિશ્ચય થાય. હવે મૂળ વાત શરૂ કરી હતી જે Paragraph થી ત્યાં પાછા આવ્યા. કે જો મુમુક્ષુજીવને જ્ઞાનીનો નિશ્ચય થાય અને અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા ઉત્પન્ન થાય એટલે અજ્ઞાનભાવથી પાછો વળી જાય. એનો અજ્ઞાનભાવ છૂટી જાય અને એ પણ જ્ઞાનદશાને પામી જાય. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪.
રાજહૃદય ભાગ-૧૧ થતું નથી. એટલે અજ્ઞાનજાનિત કોઈ કર્મ પછી એ ઉપાર્જ નહિ. એટલે એને દર્શનમોહનીય ન બંધાય. જો જીવ ઉદાસીન થાય તો એ દર્શનમોહને ફરીને ન બાંધ. કેમકે એ પછી જ્ઞાની થઈ ગયો. એટલે એ અજ્ઞાનભાવે કોઈ કર્મ બાંધે એવું ન બને. એવું નથી બનતું. શું કહે છે?
તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું... એટલે દર્શનમોહ અને અજ્ઞાનથી જે કર્મ બંધાય એ કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વનુસાર...” હવે શું કહે છે કે ક્ષયોપશમ સમ્યગ્દર્શન થયું હોય. ઉપશમમાં તો કાળ જ જઘન્ય અંતર્મુહૂર્તનો છે. ક્ષાયિકને આ સિદ્ધાંત લાગુ પડતો નથી, જે અહીંયાં વાત કરશે તે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને લાગુ નથી પડતો. પણ આ કાળમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નથી એટલે ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ હોય. એટલે ક્વચિત્ એમ લીધું. એટલે સર્વથા નહિ.
ક્વચિત્ એટલે સર્વથા નહિપૂર્વ અનુસાર, કોઈ એનું હોનહાર એવું હોય. કોઈ જીવને વિપર્યય ઉદય હોય. એટલે જે ઉપશમેલી મિથ્યાત્વની પ્રકૃતિ છે એ ઉદયમાં આવે.
ક્યારે ઉદયમાં આવે? કે આ જીવનો પુરુષાર્થ છૂટે અને વિપરીત પરિણામ થાય ત્યારે નહિતર ન આવે.
‘ગુરુદેવશ્રીને રાત્રિ ચર્ચામાં એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રાસંગિક છે એટલે યાદ આવ્યું, કે કોઈ સમ્યગ્દષ્ટિજીવ છે અને શા માટે મિથ્યાત્વમાં આવવાનું થયું ? એવું શું કારણ થયું? એના ભાવમાં. અહીં તો કર્મથી વાત લીધી છે. મોટા ભાગે એ વાત કર્મથી લેવામાં આવે. કેમકે મિથ્યાત્વપ્રકૃતિનો ઉદય થાય અને એ મિથ્યાત્વભાવ ન થાય એવું નથી બનતું. જ્યારે સમ્યક્ત્વભાવ છૂટે, પરિણામમાં વિપરીતતા આવે, ત્યારે આ મિથ્યાત્વકર્મ જે ઉપશમેલું અંદર હોય એ ઉદયમાં આવી જાય છે. એટલે દ્રવ્ય અને ભાવે બને મિથ્યાત્વની પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ જીવ પાછો ફરીને મિથ્યાષ્ટિ, જેને સાદિ મિથ્યાષ્ટિ થયો એમ કહેવામાં આવે છે. પ્રશ્ન ભાવનો હતો. કર્મનો નહોતો. કેમ કે કર્મ તો આપોઆપ આવે છે અને આપોઆપ ઉપશમે છે. એમાં કાંઈ જીવની પહોંચ નથી. કાંઈ કરવાનું કર્તવ્ય પણ નથી. એનો કર્તાહર્તા થઈ શકતો પણ નથી. તો જીવને શું થયું કે જેને લઈને એને મિથ્યાત્વ આવ્યું? આ To the point આટલો પ્રશ્ન હતો.
ગુરુદેવે” એટલું જ કહ્યું કે એ જીવને ત્યાં શુભની રુચિ થઈ જાય છે. શું કીધું? શુભની રુચિ થઈ જાય છે. શુદ્ધાત્માની રુચિ છૂટીને શુભભાવની રુચિ થઈ. અશુભની ન કીધું. કેમકે એ તો અશુભમાં હજી આવતો નથી. જ્યારે સમ્યક પલટીને મિથ્યાત્વમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૫
પત્રાંક-૫૪૮ આવે ત્યારે બહારના ખોખા બધા એમને એમ જ ઊભા હોય.સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, શાસ્ત્રવાંચન, શાસ્ત્રની સમજણ એ બધું કાંઈ ખોવાઈ ન ગયું હોય. બધું એમને એમ જ હોય. દેખાવમાં કાંઈ ફેર ન પડે. અંદર આત્માએ પલટો મારી દીધો. શુભની રુચિ થઈ જાય છે. બસ, આટલો ટૂંકો જવાબદીધો.
શુભની રુચિ એ મિથ્યાત્વની સાધક છે. આ વાત ઉપર ગુરુદેવે વ્યાખ્યાનોની અંદર હજારો પડખેથી વાત કરી છે એનું કારણ આ છે કે ક્યાંય પણ જીવને શુભની રુચિ થવી જોઈએ નહિ. શુભકાર્ય થાય એનો વાંધો નથી, શુભ પરિણામ થાય એનો વાંધો નથી. શુભની રુચિ થાય તો મિથ્યાત્વ દઢ થાશે, બીજું કાંઈ થાશે નહિ. ચારિત્રમોહ મંદ થશે પણ મિથ્યાત્વ દઢ થઈ જશે. આ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. ‘ગુરુદેવનો કોઈ પરમ ઉપકાર હોય તો આ વિષય ઉપર છે.
મુમુક્ષુ - કર્મ બધા ભોગવવા પડે તેવા વિકલ્પ શ્રેણિકરાજાએ એવો કયો પુરુષાર્થ કર્યો કે એને ખપી ગયા? “શ્રેણિકરાજાને સાતમી નરકમાંથી પહેલી નરક થઈ ગઈ, એવો કેવો એમણે પુરુષાર્થ કર્યો કે એમના બધા કર્મખપી ગયા?,
પૂજ્ય ભાઈશ્રી – એ તો સ્વરૂપ સંબંધીનો પુરુષાર્થ હતો. ક્ષાયિક સમ્યગ્દર્શન પામ્યા હતા અને ત્યાર પછી એમનો જે આત્મિક પુરુષાર્થ હતો, અબંધભાવનો જે પુરુષાર્થ હતો. એમાં બધા ફેરફારો થવા માંડે. કર્મબિચારે કૌન? કર્મનું તો શું ગજું છે? બધા ફેરફાર થઈ જાય. એવો શક્તિવંત આત્મા છે. જે પોતે અંદરમાં માર્ગનું આરાધન કરતા હતા એ માર્ગનું આરાધન છે એ બધા કર્મમાં ફેરફાર કરાવી નાખે, ફેરવી નાખે, નિર્જરા કરી નાખે, બધી શક્તિ એમાં રહેલી છે. શુભભાવ તો સહેજે સહેજે ઊંચી કોટીના થાય છે એમ લીધું. સમ્યગ્દષ્ટિને અથવા જ્ઞાનીને, ધર્માત્માને મોક્ષમાર્ગમાં પ્રવર્તતા ઊંચામાં ઊંચી કોટીના મિથ્યાષ્ટિને, કોઈ મિથ્યાષ્ટિને હજારો વર્ષની તપશ્ચર્યા કરનારને પણ જે ઊંચા શુભભાવન થાય એવી ઊંચી કોટીના ભાવ થાય છે. છતાં એની રુચિ નથી થતી. અરે! એની સામે એ જોતા નથી. એ એને ખડ સમજે
જેમ ખેતરમાં અનાજ વાવ્યું હોય અને First class મોટા દાણાનું અનાજ પાકે, ઘઊંનો મોટો દાણો કે બાજરાનો મોટો (દાણો હોય), ટબ્બા જેવા દાણા થાય. ડુંડું પણ મોટું બબ્બે હાથનું થાય. આ હમણા છાપામાં આવ્યું હતું ને ? બે હાથનું ડુંડું. એક મીટરનું. એક મીટરના ડુંડામાં એક-દોઢ કીલો તો એની અંદર અનાજ લટકતું હોય. એક સાંઠો હોય ખાલી. એ કેટલો મજબૂત હોય તો ઉપર દોઢ કીલો અનાજ રહે? નહિતર
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૬
રાજહૃદય ભાગ-૧૧ ભાર આવે તો પડી જાય. એને બીજી ડાળી-બાળી તો છે નહિ કે ટેકો મળે. થડકાંઈ એવું છે નહિ તો એનું રાડુ પણ જોરદાર હોય. એને રાડુ કહે છે. ખડ. મનુષ્ય તો અનાજ ખાય. સાંઠા ચાવે નહિ.ખડનખાય. એ તો તિર્યંચને ખાવાનો ખોરાક છે. એમ ધર્મી તો વીતરાગતા અને આત્માના આનંદના ભોજન કરે એ પુણ્યના ફળના ખડખાતા નથી.
મુમુક્ષુ - શ્રેણિક મહારાજા નરકમાં છે. ત્યાં પણ શુદ્ધિની વૃદ્ધિથી થતી હશે ને?
પૂજ્ય ભાઈશ્રી :- શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તીર્થંકર નામકર્મ બાંધે છે. શુદ્ધિની વૃદ્ધિ નિર્જરા થાય જ છે. સારી રીતે. અને એવી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, ત્યાં ચારિત્રદશા નથી, ચોથું ગુણસ્થાનથી પાંચમું ગુણસ્થાન ત્યાં આવતું નથી, પણ અચારિત્રભાવે જે ત્રણ કષાયની ચોકડી રહી ગઈ એના મૂળિયા કાપી નાખે છે. જેવા મનુષ્ય થશે કે સીધા ચરમશરીરી થાશે. પ્રથમ તીર્થંકર થશે.ત્રણલોકના નાથ થશે.
મુમુક્ષુ અહીં તો અમારે ઘણી સગવડ છે. પૂજ્ય ભાઈશ્રી:-પણ નખરાના પાર નથી. સગવડ હોય તો વધારે નખરા કરે છે. મુમુક્ષુ –પહેલી નારકીમાં થોડાઘણા દુઃખ તો ભોગવવા જ પડેને? પૂજ્ય ભાઈશ્રી :- હા. જે પાપનો ઉદય છે એને અંગેની જે પ્રતિકૂળતાઓ છે, શરીરમાં હજારો રોગ છે. પસ અને પરૂ ચાલ્યા જાય છે, પીડા છે. બીજા પણ પરમાધામી મારે છે, કાપે છે, અનેક જાતની પ્રતિકૂળતાઓ આપે છે. એ બધું થાય. છતાં અંદરથી આત્માનું અવલંબન છૂટે નહિ એ એમનો પુરુષાર્થ કેટલો જબરદસ્ત છે એનો વિચાર કરવાનો છે. દુઃખનો વિચાર નથી કરવાનો. અંદરનો પુરુષાર્થ એવો છે કે એ પરિસ્થિતિમાં પણ નિજ સિદ્ધપદનું આલંબન એ છોડતા નથી, એની પક્કડમાંથી ઉખડતા નથી અને એમાંથી અનુભવાતા સુખને પ્રધાનપણે વેદે છે, મુખ્યપણે વેદે છે, કે જેની પાસે નારકીના દુઃખ ગૌણ થઈ જાય છે. એ પણ કેવી રીતે થાય)?પીડા કેવી રીતે થાય?પણ એનો દાખલો અહીંયાં મળે એવું છે.
એક માણસને શરીરની ઘણી વેદના અને પીડા ઊભી થઈ હોય. અને પીડાનો માર્યો રાડ, બુમદેકારા કરતો હોય. એમાં એને એમ કહે કે ૨૫ વર્ષથી તમારો છોકરો જે ગુમ થઈ ગયો હતો અને તમે હાય નાખ્યું હતું. ૨૫-૨૫ વર્ષથી જેના કાંઈ સમાચાર નથી. એ મોટો અબજોપતિ થઈને Foreign થી આવ્યો છે. જુઓ!ચાલ્યો આવે, એમ કહે, શું કહે? આગળ દોડતો આવે એ માણસ એમ કહે કે જુઓ ! ચાલ્યો આવે. એને જુએ ત્યારે પીડા ક્યાં વઈ જાય ઊભો થઈને ભેટે. અને એને ભેટે ત્યારે એને પીડાનથી હોતી ? રોગ મટી ગયો હોય છે? સગો થાય છે?ઉપયોગ બદલાય જાય છે. ઉપયોગ તે
Page #74
--------------------------------------------------------------------------
________________
થઈ ગયો
છે એટલે
માં
પત્રાંક-૫૪૮
પ૭ ધર્મ. ઉપયોગ બદલાય જાય છે. દેહ ઉપરથી જ્ઞાનનો ઉપયોગ છૂટી ગયો. પણ આટલી બધી પીડા હોય અને દેહ ઉપરથી ઉપયોગ છૂટે? હા, છૂટે. એક સંયોગના અવલંબને છૂટી જાય તો આ તો અસંગતત્ત્વ પોતે જ છે. ઓલું તો પરદ્રવ્ય છે. અનાદિથી જે પોતાના સિદ્ધપદનો વિયોગ થયો છે એ સિદ્ધપદનો ભેટો થયો છે. એને છોડે નહિ એમાં શું મોટી વાત છે ? કાંઈ મોટી વાત નથી. સમજે તો સહજ સમજાય એવી વાત છે. ન સમજાય એવી વાત નથી કાંઈ.
પ્રશ્ન:- શુભની રુચિમાં પુરુષાર્થ તો...
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થ ઊલટો થઈ ગયો. શુભની રુચિમાં પુરુષાર્થ વિધી ગયો). રુચિ અનુયાયી થયું એટલે પુરુષાર્થ ઉલટો થઈ ગયો. જ્યારે માત્ર ચારિત્રમોહના શુભભાવમાં પુરુષાર્થ એમ ને એમ ચાલુ રહે છે, એટલો ને એટલો ચાલુ રહે છે. એમાં પોતાનું સ્તર છોડીને ઊંધો નથી થતો. પુરુષાર્થ દિશા નથી બદલતો. બાકી તો તારતમ્ય ભેદેનિર્વિકલ્પને સવિકલ્પમાં, શુભમાં અને અશુભમાં થોડો તારતમ્ય ભેદ છે.
મુમુક્ષુઃ–પુરુષાર્થની દિશા બદલાય જાય છે?
પૂજ્ય ભાઈશ્રી - દિશા બદલાય છે. અશુભમાં જાય તો તારતમ્યતામાં એથી મંદ થાય. શુભમાં મંદ થાય અને શુદ્ધોપયોગમાં તીવ્ર પુરુષાર્થ હોય તો જ શુદ્ધોપયોગની નિર્વિકલ્પ દશા થાય. એમ તારતમ્ય ભેદે ભેદ થાય પણ દિશા ન ફરે, અવલંબન ન બદલાય. એ “સોગાનીજીએ ઘણી વાતો લીધી છે. ૬૪૫ ચર્ચામાં એ બધા મુદ્દા ઘણા ચર્ચાતા હતા.
મુમુક્ષુ – શુભની રુચિ વધે અને મિથ્યાત્વમાં આવે. આનું આચરણ કેવું? આને દેવ-શાસ્ત્ર-ગુરુ-સપુરુષનું આરાધન છૂટી ગયું?
પૂજ્ય ભાઈશ્રી – દેવ-શાસ્ત્ર-ગુસપુરુષ પ્રત્યે તો એને શુભભાવ હોય છે. એમાં જશુભની રુચિ થઈ જાય છે. એને બીજા કાંઈ કુદેવને માને છે અને શુભની રુચિ થાય છે એમ નથી લેવું હોય તો ભલે વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય આરાધન હોય. પણ જે રાગ છે એની રુચિ થાય છે. શુદ્ધાત્માની રુચિ છે એ પલટી મારી જાય છે.
મુમુક્ષુ -ઓળખાણપૂર્વક આરાધન હોય એનિશ્ચયપૂર્વકએઆરાધનછૂટીગયું? પૂજ્ય ભાઈશ્રી - હા, એ આરાધન છૂટી ગયું. એ તો અંતર આરાધન છે ને એ ક્યાં બહારનું આરાધન છે ? આરાધન તો અંતરનું છે. સ્વરૂપનું આરાધન છૂટી ગયું. વિરાધક ભાવમાં આવી ગયો. શુભભાવ રહી ગયો. ભાવમાં દેવ-ગુરુ-શાસ્ત્રની રુચિ રહી ગઈ. બહુમાનનો વિકલ્પ રહી ગયો પણ વિરાધકભાવ ઉત્પન્ન થઈ ગયો.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
રાજહૃદય ભાગ-૧૧ આરાધકભાવ છૂટી ગયો. આરાધકભાવ તો પોતાના સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. બહારમાં નથી.
મુમુક્ષુ – જે શુભભાવનો નિષેધ વર્તતો હતો, આનો જ પૂજ્ય ભાઈશ્રી -આદર થઈ ગયો.નિષેધન રહ્યો. આદર થઈ ગયો.
જિજ્ઞાસાઃ-સપુરુષને કોણ ઓળખી શકે?
સમાધાનઃ-માત્ર સત્વરુષને જે ઈચ્છે તે તેમને ઓળખી શકે છે. બીજાનહિ. જે બીજાને પણ ઈચ્છે છે તે ક્યાંથી ઓળખી શકે? જેને સત્વરુષનું મૂલ્ય ભાસે, તે તેને માત્ર તેને જઈચ્છે છે.
અનુભવ સંજીવની-૧૩૫૮)
પ્રેમરૂપ નિર્મળ ભક્તિ મહાન પદાર્થ છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ તેનાં ગર્ભમાં સમાય છે. તેથી ક્ષણમાત્રમાં સ્વરૂપ સધાય છે. આ ભક્તિ આત્મગુણ પ્રત્યેનો અનન્ય પ્રેમ છે, જે ઐક્યને સાધે છે, આત્મ-ગુણને સાધે છે.
(અનુભવ સંજીવની-૧૩૫૯)
નમ્રતાનું યથાર્થ સ્વરૂપ - બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિઆદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી.
(અનુભવ સંજીવની–૧૩૬૦)
Page #76
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
તા. ૧૧-૧૧-૧૯૯૮ પત્રાંક – ૧૪૮
પ્રવચન નં. ૨૪૮
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૫૪૮મો પત્ર ચાલે છે, પાનું-૪૪૧.
સંક્ષેપમાં થોડું ચાલી ગયું છે એ લઈએ. જ્ઞાની પુરુષનો સત્સંગ થાય, જ્ઞાની પુરુષ છે એમ નિશ્ચય થાય (તો) મુમુક્ષુજીવને દર્શનમોહનીય કર્મનો નાશ થાય. એકવાર દર્શનમોહનીયનો નાશ થાય તો અનુક્રમે કેવળજ્ઞાન પર્વતની દશા ઉત્પન્ન થાય અને જીવ મુક્ત થાય છે. એ દરમ્યાનમાં પૂર્વકર્મનું જે નિબંધન કર્યું છે એવું પ્રારબ્ધ ભોગવવાનો પ્રસંગ મુમુક્ષુને, જ્ઞાનીને બંનેને હોય છે. કેવળજ્ઞાનીને પણ હોય છે, ત્યાં સુધી લીધું છે. કેવળી હોય એને પણ ચાર અઘાતિકર્મનો ઉદય રહ્યો છે. નીચેનાવાળાને તો હોય જ એમાં કાંઈ પ્રશ્ન નથી. કેમકે એને આઠેય કર્મનો ઉદય છે. એ વાત કરતા ત્યાં સુધી લીધું કે કોઈ જીવને સમ્યગ્દર્શનમાંથી મિથ્યાદર્શન થાય તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી જશે અથવા ક્ષય થઈ જશે અને ફરીને તે જીવ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરશે, જ્ઞાનીના માર્ગને પ્રાપ્ત થશે અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારથી તે મુક્ત થઈ જશે.
આ એક સિદ્ધાંત છે, કે એકવાર પણ જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તો એની મુક્તિ નિશ્ચિત છે. વમે નહિ તો તો બે, ચાર, પાંચ છ ભવમાં છૂટકો થાય છે. તમે તો તો વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તન છે. નહિતર પાછો ફરીને અંતર્મુહૂર્તમાં પણ એ સમ્યગ્દર્શનમાં ફરીને માર્ગમાં આવે અને અલ્પકાળમાં મુક્તદશાને પામે.
મુમુક્ષુ – સમ્યગ્દર્શનથી વમવાનું કારણ શું છે?
પૂજ્ય ભાઈશ્રી - શુભની રુચિ. કાલે વાત થઈ હતી. જો જીવને શુભની રુચિ થાય છે એટલે કે શુદ્ધાત્માની રુચિ છૂટી જાય છે તો એ સમ્યગ્દર્શનથી છૂટી જાય છે. એમ થવામાં પુરુષાર્થહિનતા પણ સાથે જ છે. પુરુષાર્થનો ખ્યાલ નથી આવતો. રુચિનો ખ્યાલ આવે છે એટલે એ રુચિથી કહેવામાં આવે છે, પણ રુચિ અનુયાયી વીર્ય છે. પુરુષાર્થ તો રુચિને જ અનુસરે છે. એટલે જે પુરુષાર્થ અંતર્મુખ થઈને પ્રવર્તતો હતો એ બાહ્ય રુચિ થવાથી, બાહ્ય તત્ત્વની રુચિ થવાથી પુરુષાર્થપણ બહારની દિશામાં ચાલતો
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
રાજય ભાગ-૧૧
થઈ જાય છે. એ પરિસ્થિતિ છે.
પહેલા પેરેગ્રાફમાં અધવચથી છે. પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને અન્ય યોગી એટલે મુનિરાજ હોય કે ત્યાગી હો, પંચમ ગુણસ્થાનમાં કે જ્ઞાની ચતુર્થ ગુણસ્થાનવર્તી હો “જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં. એટલે પ્રતિકૂળતા હોય નહિ. એમ સિદ્ધાંત નહોઈ શકે એવો સિદ્ધાંત ન હોઈ શકે કે જ્ઞાની થયો એટલે એને બધી અનુકૂળતા થઈ જાય. એવો કોઈ સિદ્ધાંત ન હોઈ શકે. એને પણ પૂર્વકર્મ અનુસાર રોગાદિની ઉત્પત્તિ થાય, દરિદ્રતા આવે અથવા બીજા અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો કુદરતી, મનુષ્યકૃત, તિર્યચકૃત કોઈપણ પ્રકારે ઉપસર્ગ પરિષહ આવવાનો સંભવ છે.
મુમુક્ષુ-દુઃખનું વેદનહોય?
પૂજ્ય ભાઈશ્રી -દુઃખનું વેદન ગૌણપણે હોય છે, સુખનું વેદન મુખ્યપણે હોય છે. તેથી જ્ઞાની દુઃખી નથી અને સુખી છે એમ કહેવામાં આવે છે. મુખ્ય કારણ એ છે. - તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય... જુઓ ! પોતાને સાથે લીધા. એમ નથી કહેતા કે હું બહુ મહાન થઈ ગયો છું. અમને કે તમને. આપણે તો સામાન્ય છીએ, એમ કહે છે. મોટા મોટા યોગીઓ, સર્વજ્ઞો એની પાસે આપણે કોણ ? એમ કહે છે. અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય.” હજી તો આપણે સામાન્ય સત્સંગમાં પ્રવર્તીએ છીએ, બીજું કાંઈ આગળનું માની લેવા જેવું નથી. ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ. હવે આપણને દુઃખ જ ન આવવા જોઈએ, સંસારની કોઈ પ્રતિકૂળતા જન આવવી જોઈએ. “એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે. કેમકે કેવળજ્ઞાનમાં તો એમ વાત આવી છે કે જીવ જે કર્મઉપાર્જન કરે એ એને ભોગવ્ય છૂટકો છે. તો તો પછી બંધ-મોક્ષની કોઈ વ્યવસ્થા જ નહિ રહે. અને બંધ-મોક્ષની વ્યવસ્થા કેવળજ્ઞાનની અંદર સ્પષ્ટ કરેલી છે. એ કેવળજ્ઞાન પર્વતની વાતનિષ્ફળ ઠરશે. કેવળજ્ઞાન પણ ખોટું ઠરશે, એમ કહે છે.
કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અર્થે નાશ પામે...” ભોગવ્યા વિનાનું નસીબ થઈ જાય. “તો પછી સર્વમાર્ગ મિથ્યા જઠરે. બંધનો માર્ગ અને મોક્ષનો માર્ગ બેય મિથ્યા કરે. જીવ બંધાય છે એ પણ મિથ્યા કરે, જીવ મુક્ત થાય છે એ પણ મિથ્યા ઠરશે. એ તો બંને અપેક્ષિત જ છે, બંધ અને મોક્ષ તો બંને અપેક્ષિત છે. બંધ-મોક્ષ બંનેના કાયદા કાનુન છે. અને એ કુદરતના કાયદા-કાનુન છે, વસ્તુના સ્વરૂપના કાયદા-કાનુન છે. એમાં કોઈને આદું-પાછું તોળવાનો, આદું-પાછું ન્યાય કરવાનો કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ
Page #78
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮ ઉપસ્થિત જ થતી નથી. પછી સામાન્ય જીવ હોય, તીર્થંકરનો જીવ હોય, ગમે તે હોય નહિ. એની સાથે કાંઈ ફેરફાર નથી. મુમુક્ષુજીવને ક્યાંથી શરૂઆત કરવી? કેવી રીતે આગળ વધવું? એટલો સિદ્ધાંતલે છે.
જ્ઞાનીના સત્સંગે...” મુમુક્ષુને જો જ્ઞાનીનો સત્સંગ મળે તો પ્રથમમાં પ્રથમ તેને અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે...” કુસંગ છોડી દે. જો એને ખરેખર સત્સંગ થયો હોય તો એ કુસંગ છોડી દે જૂનો સંગ એમ ને એમ રાખે, કેમકે અમારે પહેલેથી ઘણો સંબંધ ચાલ્યો આવે છે અને હવે અમારો સંબંધ ઘણો છે એટલે સંબંધ કાંઈ છોડાય નહિ, એને સત્સંગ થયો નથી. એને હજી સત્સંગ થયો જ નથી એમ સમજી લેવું. આ એક બહુ સારી વાત આ જગ્યાએ “શ્રીમદ્જીએ કહી છે.
“જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની ચિ...” ટળે, ટળે ને ટળે જ. અસત્સંગ અને કુસંગને એ છોડી જ દે. એને એ વાત રુચે જ નહિ. એની વાતો જ એને ન રુચે. ભાઈ! એ વાત નહિ. તો પછી અમારે ને તમારે કાંઈ હળવા મળવાનું રહેતું નથી. વાત કરવી હોય તો આત્માને હિત થાય એ કરો, બીજી વાતમાં અમને રસ નથી. આ વાત જરા સમજવા જેવી લાગે છે. આજે આપણા મુમુક્ષુઓમાં પણ આ પ્રકારની સમજણ ઓછી છે. કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે તોડવો કે ન શરૂ કરવો? એ વિષયની અંદર ભાગ્યે જ વિવેક જોવામાં આવે છે. આત્માને બહુ મોટું નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ - અહીંલક્ષણ બહુ સારું લીધું. સ્પષ્ટલક્ષણ લીધું. પૂજ્ય ભાઈશ્રી - સીધી જ વાત છે, કે જો તને સત્સંગની રુચિ થઈ હોય તો અસત્સંગની રુચિતને ટળ્યા વિના રહે નહિ.
જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય...” સાચા-ખોટાને એ પારખી શકે, ઓળખી શકે કે આ સત્ય છે, આ અસત્ય છે. સત્યનું પ્રહણ થાય, અસત્યનું હેયપણું આવ્યા વિના રહે નહિ. આ સત્સંગનો લાભ છે. સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે,...” અનંત અનંતાનુબંધી છે એ સરવાળે નાશ પામે. પહેલા મોળા પડે, પછી નાશ પામે.
મુમુક્ષુઃ- આ સત્યાસત્યનાવિવેકમાં મધ્યસ્થતા આવી?
પૂજ્ય ભાઈશ્રી - સત્ય અસત્ય (વચ્ચે) વિવેક થાય ત્યાં મધ્યસ્થતા છે. ત્યાં મધ્યસ્થતા આવી ગઈ, સરળતા આવી ગઈ, બધું આવી ગયું. વિવેકમાં તો ઘણી વાતો
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨
રાજહૃદય ભાગ-૧૧ અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય અને ક્રમશઃ પછીના રાગ-દ્વેષ પણ નાશ પામે.
મુમુક્ષુ – આમાં તો બહુવિચાર કરવાનો આવે છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. ઘણો વિચાર કરવો પડે. મુમુક્ષુ -કારણ કે જો વિવેકન રાખે તો ક્યાંનો ક્યાં ગયા જવાય.
પૂજ્ય ભાઈશ્રી:-ક્યાંનો ક્યાં વયો જાય પત્તો ન ખાય. એના પરિણામની એને જ ખબર ન પડે કે કેટલી હદ સુધી મારા પરિણામ બગડ્યા. એને ખબર ન પડે..
મુમુક્ષુ – આમ લાગે કે આ બધું બરાબર મેળવાળું છે. તોપણ અંદરમાં કોઈ મોટી ભૂલ હોય તો બહુ મુશ્કેલ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી - બહુ મુશ્કેલ થઈ જાય અને એવા વિરાધનાના પરિણામ થાય તો અનંત કાળ બગડી જાય. વર્તમાન ભવ તો બગડી જાય પણ આગામી અનંત કાળ બગડી જાય. એવો પ્રસંગ છે. કેમકે પછી તો સૂઝબુઝ રહે એવી પરિસ્થિતિ જનહિ રહે. પછી તો જ્ઞાનને જે આવરણ આવશે અને જ્ઞાનની જે મૂંઢતા ઊભી થશે એમાં તો તિર્યંચમાં જાશે, અસંજ્ઞી થાશે. પછી કયાં વિચારશક્તિ રહેવાની હતી? પછી તો પરિણામમાં દિવસે દિવસે દિવસે દિવસે... એની અશક્તિ વધતી જવાની અને પરિણામની હિનતા પણ વધતી જવાની, હિણા પરિણામ વધતા જવાના. એટલે અહીંયાં વિવેક ચૂક્યો (એની તો) ભયંકર ભૂલ થઈ ગઈ.
મુમુક્ષુ -આમાં તો મુમુક્ષુ મુમુક્ષમાં પણએમાં પણ વિચાર કરવો પડે.
પૂજ્ય ભાઈશ્રી -બહુજ વિચાર કરવો પડે એવું છે. પગ મુકતાવિચાર કરવો પડે એવો કાળ છે. એક પગલું ભરતા વિચાર કરવો પડે એવો કાળ છે. ઘણો વિષમકાળ છે.
મુમુક્ષુ -અનંતાનુબંધી કર્મ ખપી જાયકેનવાન બંધાય? પૂજ્ય ભાઈશ્રી ખપી જાય પછી નવા ન બંધાય. નહિતર તો જ્યાં સુધી ન ખપે ત્યાં સુધી તો નવા બંધાવાનું ચાલુ જ રહે. એટલે કે જ્યાં સુધી ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સ્વાનુભવ સુધી ન પહોંચે ત્યાં સુધી બધાને અનંતાનુબંધી ચાલુ જ હોય. એમાં અનંતાનુબંધીનો નાશ થયો નથી. અહીં જૂના નાશ થાય તો નવા પણ નાશ થાય. બેય. જૂના નાશ થાય એટલે કાં તો અનુદય રહે, કાં તો ક્ષય થાય. એટલે ઉપશમ અને ક્ષય (થાય).
મુમુક્ષુ – સત્યમાં દેવ-શાસ્ત્ર-ગુસપુરુષ જે સાચા હોય એ બધા સત્યમાં આવી ગયા?
Page #80
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી:-એ બધા આવી ગયા. મુમુક્ષુ - અને જે નથી તે અસત્યમાં આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી :- તે અસત્યમાં આવી ગયા. બધા. એક એક પડખેથી. પછી એકલા દેવ-ગુરુ-શાસ્ત્ર નહિ, કોઈપણ ન્યાય આવે તો ન્યાયના વિષયની અંદર સત્ય અસત્યના બે ભાગ પડી જાય. ન્યાય અને અન્યાય, ન્યાય અને અન્યાય. ન્યાયનો કોઈપણ વિષય હોવો જોઈએ. જેટલો ઉદય સામે આવે એટલો.
મુમુક્ષુ - બધા એક ગુરુના શિષ્યો છે, એક જગ્યાએ સ્વાધ્યાય કરવાવાળા છે આમાં પણ વિવેક...
પૂજ્ય ભાઈશ્રી - એની અંદર પણ સંગ કોનો કરવો એ તો વિવેક કરવો પડશે. ને? એની અંદર આવે એટલે બધા એક ગુરુના શિષ્ય નથી થઈ જતા. સદ્ભાવના રાખે કે પામે, માર્ગને બધા પામે એવી સદ્ભાવના રાખે. રુચિ કોની રાખવી ? અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે એમ કહ્યું છે. સંગની રુચિ જેને કહેવામાં આવે છે. એ મળતા રાજી થાય,પ્રેમ થાય, એને પ્રીતિ થઈ આવે. સારું થયું તમે અમને મળ્યા. એની અંદરતો એણે વિવેક કરવો પડે.
મુમુક્ષુ -બહારમાં શિષ્ટાચારતો દેખાડવી પડે.
પૂજ્ય ભાઈશ્રી - શિષ્ટાચાર બીજી વાત છે. રુચિ-પ્રીતિ થવી એ બીજી વાત છે. એ તો લૌકિક વ્યવહાર છે. આ અલૌકિક વ્યવહાર છે. લૌકિક વ્યવહાર તો લૌકિક વ્યવહારની રીતે ચાલે. ઠીક છે. એથી કાંઈ રુચિ-પ્રીતિ થઈ જતી નથી.
મુક્ષુ-એ પણ સરળ ભાવે હોવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી:- સરળ ભાવે એટલે? મુમુક્ષુ -લૌકિક વ્યવહારમાં સરળતા હોવી જોઈએ? પૂજ્ય ભાઈશ્રી:-હા સરળતા તો અરસપરસ હોય. સરળતા તો મુખ્ય વાત છે. મુમુક્ષ-આ બધી ભેદરેખાઓ તો અંદરમાં જ રહે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ભેદરેખાઓ અંદરમાં રહે છે. બહારની પ્રવૃત્તિમાં તો એ ભેદ ક્યાંથી દેખાય. એ તો પરિણામનો વિષય છે. અંદરનો એટલે પરિણામનો વિષય
મુમુક્ષુ -મુમુક્ષુ એ ભેદરેખા જાણી ન શકે.
પૂજ્ય ભાઈશ્રી - શું કરવા ન જાણી શકે? જ્ઞાનીનો સત્સંગ થયે અવશ્ય જાણી શકે. મુમુક્ષુને વિવેક ન ઊપજે એવું કોણે કહ્યું? મુમુક્ષુની ભૂમિકામાંથી જ વિવેક શરૂ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
ચજહૃદય ભાગ-૧૧ થાય છે.
મુમુક્ષુ-દીકરા દીકરી પરણાવવા હોય તો બધી ભેદરેખા જાણી લે છે. અહીંયાં જનથી જાણતા.
પૂજ્ય ભાઈશ્રી :- “ગુરુદેવ દગંત આપતા હતા. એક દીકરાનું સગપણ કરવું હોય અને ચાર ઠેકાણેથી કન્યાની Offer આવી હોય -પ્રસ્તાવ આવ્યો હોય તો પછી ઘરના બધા ડાહ્યા થાય. કેટલા? નિર્ણય ભલે ઘરના મુખ્ય માણસ લે પણ એ ઘરના બધાય ડાહ્યા થાય. બધા પોતાનું ડહાપણ વાપરે, હોં! અહીંયાં આમ ન કરતા, આનું જરાક આમ છે, આનું જરાક આમ છે, ફલાણાનું આમ છે, આનું આમ છે, આનું આમ
મુમુક્ષુ - છોકરાની ચાર પેઢી જોવે, છોકરીની મોસાળની, મામાની બધું જ જોવે. સાતે સાત પેઢી (જોવે), અહીંયાં બધું ચાલે.
પૂજ્ય ભાઈશ્રી:- અહીંયાં કહે કે મને ખબર ન પડે. હું સમજું, ભાઈ! મને કાંઈ બહુ ખબર પડતી નથી. ખબર પાડવી નથી કે ખબર પડતી નથી તને ? સાચી વાત શું છે ? જ્યાં પોતાના લાભ-નુકસાનનું અને હિત-અહિતનું પ્રયોજન હોય ત્યાં જીવનો, જ્ઞાનનો ઉપયોગ કામ કરે, કરે ને કરે જ. ન કરે એવું બને નહિ. બને જ. એમાં ક્યાંય શીખવાડવું પડતું નથી. એના માટે કોઈ નિશાળ નથી, એના માટે કોઈ Tution નથી, એના માટે કોઈ Classચાલતા નથી. જીવ બધું શીખી લે છે. આપોઆપ જ શીખી લે છે. એ બધા ચાર સંજ્ઞાના સંસ્કાર લઈને આવ્યો છે અને અનાદિથી પ્રવર્તે છે.
મુમુક્ષ-પરોક્ષ લાભદેખાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આ તો પ્રત્યક્ષ રોકડો જ છે. શાંતિ અને અશાંતિ થાય એવો. આ તો રોકડિયો વેપાર છે. ધર્મનો, અધર્મનો બંને વેપાર રોકડો છે. અશાંતિ થાય અને શાંતિ થાય. પરોક્ષ શેનો ? પ્રત્યક્ષ લાભ થાય. જો પોતે સન્માર્ગ બાજુ આવે તો આત્માને શાંતિ થવા લાગે છે, ઊંધે રસ્તે જાયતો આત્માને અશાંતિ થવા લાગે છે.
મુમુક્ષુ – એને ભાવના રહે છે કે બધા જીવ પામે. આ એક ભાવના મુમુક્ષુના હૃદયમાં ખુણામાં રહે, તો એ ભાવનામાંથી Automatic વ્યવહાર જે છે, એ ગમે તે મુમુક્ષુ પ્રત્યે કે ચાહે કોઈ પુરુષનો વિરોધી હોય કે પક્ષવાળો હોય એના પ્રત્યે એને સજ્જનતાનો વ્યવહાર Automaticરહેવાનો, એ ભાવનામાંથી ઉત્પન્ન થાય.
પૂજ્ય ભાઈશ્રી:- સજ્જનતા–સરળતા બેય રહે. એમાં કાંઈ પ્રશ્ન નથી. એમાં કાંઈ પ્રશ્ન નથી. કેમકે વ્યક્તિગત તો કાંઈ કોઈની સાથે વિરોધ, વેર એ પ્રકાર જ નથી. એની
Page #82
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૪૮
૬૫ જે દુષિત વૃત્તિ છે એનો નિષેધ છે. આત્માનો નિષેધ નથી. આત્મા તો પરમ પવિત્રતાનો પૂંજ છે. એનો નિષેધ કેમ થાય ? એ તો પરમાત્મા છે. એનો તો નિષેધ કરવાનો પ્રશ્ન નથી. એના આત્માની દૂષિત વૃત્તિ એના આત્માને તો નુકસાનકારક છે અને બીજાને પણ નુકસાનમાં જનિમિત્ત થાય છે. એનો નિષેધ છે. અનિષ્ટનો નિષેધ છે. એ આત્મિક અનિષ્ટનો નિષેધ હોય છે).
મુમુક્ષુ - એમાં જે મુખ્ય માણસો હોય, જે Leader પણે કરતા હોય, એની બાબતમાં પણ સાવધાની તો આવી જ જાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સાવધાની આવી જાય એટલે શું કહેવા માગો છો ? પોતે એનો સંગ ન કરે, પોતે એનો સંગનકરે.
મુમુક્ષુ –પોતે એનો સંગન કરે. કોઈ સલાહ આપે તો સાવધાનીથી એની સલાહ ઉપર વિચાર કરે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો ઠીક છે. એ તો સત્ય-અસત્ય વિવેકનો અર્થ શું છે? કે પારમાર્થિક લાભ શું છે અને પારમાર્થિક નુકસાન શું છે એનો વિવેક મુમુક્ષુને જાગે છે. બહુ વિશાળ વિષય છે. સત્ય-અસત્યનો વિવેક-શબ્દ તો આટલા ત્રણ જ વાપર્યા છે, એનો તો ઘણો વિશાળ વિષય છે. એટલે સીધી વાત છે. બે જ વિભાગ છે. આત્માને હિતનું અને આત્માને અહિતનું.
મુમુક્ષુ -આજેવિવેકની ભૂમિકા છે એ તો બહુ છૂળ ભૂમિકા છે. પૂજ્ય ભાઈશ્રી -ધૂળ એટલે?
મુમુક્ષુ –આ તો સ્થૂળ પરિણામમાંથી ખ્યાલ આવી જાય એવી ભૂમિકા છે. આમાં હજી માણસને વિવેકન ચાલતો હોય.
પૂજ્ય ભાઈશ્રી - સ્વચ્છંદમાં તો ચાલવાનો સવાલ જ નથી. એ તો છે જ. સ્થૂળ અવિવેક હોય એને સૂક્ષ્મ વિવેક હોય એ વાત તો વિચારવા જેવી નથી.
મુમુક્ષુ - સરળમાં સરળ રસ્તો આ છે. આ મુમુક્ષુ... એને કયાં ખબર હતી, ગુરુદેવ શું છે?
પૂજ્ય ભાઈશ્રી:- સૌથી સારો વિવેક એ. મુમુક્ષુ – સારો વિવેક આ છે કે પુરુષને ગોતે, એ જે કહે એ માન્ય. પૂજ્ય ભાઈશ્રી - પુરુષની આજ્ઞાએ વર્તે એ એને પરમ વિવેક જાગ્યો છે. એટલે ઘણી જગ્યાએથી બચી જશે.
મુમુક્ષુ -બાકીધાર્મિક બાબતમાં કોઈપણ Issue હોય.
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
ચજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી - કોઈપણ Issue હોય. સત્પરુષ કઈ બાજુ છે એ બાજુ (રહે) એટલે વાત પૂરી થઈ ગઈ. બીજી ખબર ન પડે પણ આટલી ખબર પડે તો ઘણી જગ્યાએથી બચી જાય.
મુમુક્ષુ -૯૦ટકા તો પૂછવાની જરૂર નહિ પડે. સત્પરુષ જ્યાં ઊભા છે ત્યાં પોતે ઉભો છે.
પૂજ્ય ભાઈશ્રી:- અથવા પૂછી લે. એ ક્યાં ના પાડે છે ? સત્પરુષ ક્યાં ના પાડે છે કે આ બરાબરકે આ બરાબર?મને ખબર પડતી નથી. મારે તો આપની આજ્ઞાએ ચાલવું છે. વાત પૂરી થઈ ગઈ. સત્પરુષ કહે એ પ્રમાણે ચાલ્યો જા.
મુમુક્ષુ - સત્વરુષોની ઘણી નમ્રતા, સપુરુષના પ્રકારમાં ઘણો ફરક હોયને?
પૂજ્ય ભાઈશ્રી:-પણ એ તો હવે એવું છે કે જ્યાં જીવને ગરજ છે ત્યાં બધે નમ્રતા આવે જ છે. ઢેઢ-ભંગીની જરૂર પડેને તો એની પણ ગરજ કરે છે.
મુમુક્ષુ-વોટ લેવા જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- વોટ દેવા જાય છે. મોટો Prime minister હોય તો આદિવાસી અને ભંગીનો પક્ષ કરે છે. શું કરવા કરે છે કેમકે એને ગરજ છે. દિલ્હીના તખ્તી ઉપર બેઠા પછી, ગાદી ઉપર બેઠા પછી એ ભંગીના અને આદિવાસીના શું કરવા વખાણ કરે છે? જીવને જ્યાં લાભ લેવો છે અને જ્યાં ગરજ છે ત્યાં બધી નમ્રતા કરતા આવડે છે. તો પછી જ્ઞાની પાસે એને નમ્રતા કરવામાં શું વાંધો આવી જાય છે ? સીધી વાત છે.
મુમુક્ષુ - જ્યારે પુરુષની સલાહ લેવા જાય છે ત્યારે એક અભિપ્રાય તો નક્કી કરીને જ જાય છે પછી એની નમ્રતા ન રહે એ તો બને નહિ. પૂજ્ય ભાઈશ્રી કેવી રીતે બને ? આવી જ જાય, સહેજે આવે.
અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને એસિદ્ધાંત છે.... જો જ્ઞાનીની ઓળખાણ સુધી પહોંચે તો એમાં તો જરા ઉપયોગને ઓળખવામાં ઘણી તૈયારી હોય એ જ ઓળખી શકે છે. પછી તો એ સત્યાસત્યનો વિવેક ન કરી શકે એવું બનતું નથી.
મુમુક્ષુ – આ બધું થાય છે એ ઓઘસંજ્ઞામાં? પૂજ્ય ભાઈશ્રી - ઓઘસંજ્ઞામાં તકલીફ છે. બધી તકલીફ ઓઘસંજ્ઞામાં છે. મુમુક્ષુ – ઓછી નમ્રતા ગણો, ઘણી નમ્રતા ગણો. આ બધા જ પ્રકારોતર ફેર પડે
Page #84
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮ છે એ ઓઘસંજ્ઞાને કારણે ? - પૂજ્ય ભાઈશ્રી – એ બધું ઓઘસંજ્ઞાને કારણે છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે, જ્ઞાનીના નિશ્ચયે તો ઘણો ફેરફાર થઈ જાય છે. કેમકે એટલો વિવેક જેને પ્રગટ્યો નિશ્ચય કરવા સુધીનો... હમણા બે દિવસથી પ્રકરણ ચાલે છે એટલે ખ્યાલ આવે છે ને ? એની અંદર કેટલી કેટલી વાતો છે. તો એ તો કેટલા ગરણે ગળાઈને જ્ઞાનીનો નિશ્ચય કરવા પહોંચ્યો છે. એને તો બીજો વિવેક આવ્યા વગર રહેવાનો જ નથી. એ તો પોતાના હિતઅહિતને બહુ સારી રીતે સમજતો થઈ ગયો છે. જે મુમુક્ષુજીવ જ્ઞાનીપુરુષની ઓળખાણ સુધી પહોંચ્યો અને પોતાના આત્માના હિત-અહિતની અંદર ઘણો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે, એને વાત સમજાવવાની જરૂર નથી. બે દિવસની ચર્ચાથી એ વાત તો ચોખ્ખી થાય છે કે નહિ?
મુમુક્ષુ - જે કામ અનંતકાળમાં નથી કર્યું, સત્પરુષને ઓળખ્યા નહિ તીર્થકરને ઓળખ્યા નહિ, એ કામ આ જીવનમાં કરી ચૂક્યો એને અવિવેકનો તો સવાલ નથી રહેતો.
પૂજ્ય ભાઈશ્રી:- આ જે અનંતકાળમાં નથી કર્યું એ કર્યું છે. પછી ક્યાં સવાલ જ છે. એના માટે શંકા કરવાની જરૂર રહેતી નથી,કે આને વિવેક છે કે અવિવેક છે? આનો નિર્ણય સાચો છે કે આનો નિર્ણય ખોટો છે? એ આશંકા કરવાની જરૂર નથી. લોકો તો જ્ઞાનીમાં શંકા કરે છે હજી તો, કે જ્ઞાની વ્યવહારમાં ભૂલે. અહીં તો કહે છે મુમુક્ષુન ભૂલે. જ્ઞાનીને ઓળખનારન ભૂલે. જ્ઞાની તો ભૂલે જશેના?એ વાત જતું ભૂલી જા.
મુમુક્ષુ ભૂલે તો એ મુમુક્ષુ જ નથી.
પૂજ્ય ભાઈશ્રી:- ના. પણ એ ઓળખાણ સુધી પહોંચ્યો હોય તો એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન જ નથી. અહીં સુધી ઉપયોગ તો લંબાવો ઓળખાણ સુધી કે કેવી રીતે ઓળખાણ થાય છે? કેટલી કેટલી વાતો ઊભી થાય ત્યારે ઓળખાણ થાય છે. એ તો ચાલે છે. કેટલી વાતો આવે છે!પછી ભૂલે? કેવી રીતે ભૂલે ભૂલવાનો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ - આપણને સપુરુષ સહજમાં મળી ગયા છે એટલે આવો પ્રસંગ કોઈવાર બન્યો નથી. એટલે એ વિચારવાનો બહુ તક ઓછી મળી.
પૂજ્ય ભાઈશ્રી:-નહિ. એમાં શું છે કે મળ્યા પછી મૂલ્યાંકન ન કર્યું. મફતમાં મળે ત્યારે એવું થાય. એવું છે કે દરેક બાબતને બે પાસા છે. એક વખત વાત લીધી હતી. કોઈ માણસ દિગંબર સંપ્રદાયમાં જભ્યો અને કોઈ અન્ય મતમાં જન્મ્યો. દિગંબર સંપ્રદાયવાળાને તો એમ જ છે કે આપણું તો બધું સાચું જ છે. તો એ શોધ કરતો નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
રાજહૃદય ભાગ-૧૧
હવે એમ ને એમ ઓઘેઓથે દેવ-ગુરુ પોતાના (સાચા છે એમ માની લે છે). દેવ-ગુરુશાસ્ત્ર સાચા છે. માની લે છે. એને એનું કાંઈ ફળ મળતું નથી. ઓઘસંજ્ઞા છૂટતી નથી. તો અન્યમતવાળાને સાચું શું એ નક્કી કરવા માટે એને બહાર નીકળવું પડે છે. અહીં તો ઘણી ગડબડ ચાલે છે. આપણા સંપ્રદાયમાં તો ઘણી ગડબડવાળા આ તો છે. અન્ય મતમાં તો, દરેક સંપ્રદાયમાં ગડબડ ઘણી છે. સત્ય શોધવું જોઈએ. સત્ય ક્યાં હશે ? કેવું હશે ? તો એને થોડો પરિશ્રમ કરવો પડે છે. એને ઓઘસંજ્ઞા નથી રહેતી. કેમ કે એને પહેલેથી જ દૃષ્ટિ પરીક્ષાદષ્ટિ ઊભી થાય છે. ઓલાને પહેલેથી પરીક્ષાદૃષ્ટિ ઊભી નથી થતી. પણ એને પરિશ્રમ કરવો પડે છે. હવે જો એ જ પરીક્ષાદૃષ્ટિ અહીંયાં પરંપરામાં તીર્થંકરના કુટુંબમાં આવ્યા. કુટુંબ તો તીર્થંકરનું છે ને. જૈન કુટુંબ એટલે તીર્થંકરનું કુટુંબ છે. એના વડવા અને બાપ-દાદા તીર્થંકર છે. જો થોડો પરિશ્રમ કરે તો એના ઘરમાં ચીજ છે. એને બહાર જાવું પડે એવું નથી. એના સિદ્ધાંતો એમના ઘરમાં જ પડ્યા છે, શાસ્ત્રો એના ઘરમાં છે. એને એ તકલીફ થાય છે કે મફતમાં મળ્યું એટલે કિંમત નથી. હમણાં કહ્યું ને, ‘ગુરુદેવ’ તો મફતમાં મળી ગયા. એમને તો એમના પિતાશ્રીના વખતથી હતું. કાંઈ વાંધો નહિ. ચાલો આપણે બાપા જાય છે એની પાછળ પાછળ જવાનું છે. કાંઈ વિચાર કરવાનો રહેતો નથી. નવા હોય તો પરીક્ષા કરે. આપણે પરીક્ષા કરો. ‘કાનજીસ્વામી' સાચું કહે છે કે ખોટું કહે છે ? અને કહે છે તો ઉપર ઉપરથી કહે છે કે કાંઈક એમનું Heart પણ એમ જ છે ? કારણ કે વાચાજ્ઞાન પણ ઘણા જીવોને હોય છે. તો આ વાચાજ્ઞાની છે કે ખરેખર જ્ઞાની છે. નક્કી કરવું પડે, ઊંડા ઉતરવું પડે, એટલો પરિશ્રમ લેવો પડે. એ વાત છે. એ તો અન્ય સંપ્રદાયમાં હોય કે પોતાના સંપ્રદાયમાં હોય, એને પોતાને પરીક્ષા પ્રધાની થવું, થયું ને થવું જ જોઈએ. બંને માટે એક વાત તો સામાન્ય જ છે.
મુમુક્ષુ :– તમે કહો છો એટલું ઝીણું કાંતવા જઈએ તો અત્યારે ઘરમાં જ બેસી
=
જાવું પડે.
પૂજ્ય ભાઈશ્રી :– તો બેસી જાવું. એમાં શું વાંધો છે ? બેસી જાવું. એમાં શું વાંધો છે ? અપેક્ષા શું પણ ? જો ઘર જાણીને બેસી જાવું પડે તો પછી બીજાની અપેક્ષા છે માટે નથી બેસી જતા એમ થયું ને ? આપણને બીજાની શું અપેક્ષા ? અપેક્ષા કોઈની રાખવાની નથી. પહેલી અપેક્ષા આપણા આત્મહિતની. કોઈ સાથે આવવાનું નથી અને અહિત થાય તો અહિતમાંથી કોઈ છોડાવવાનું નથી. હિત વહાલું હોય, ‘નોય વહાલુ અંતર ભવ દુઃખ’. મૂળમાર્ગ (કાવ્યમાં) પહેલા જ એ વાત નાખી કે તને અંદરમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૯
પત્રાંક-૫૪૮ ભવદુઃખ વહાલું ન હોય તો આ માર્ગ સાંભળજે. હજી ભવદુઃખ વહાલું હોય તો ભલે ભવ થયા કરે, પણ મારે તો આ બધું સાચવવું છે. તો આ માર્ગ તને સંભળાવતા નથી. “મૂળ માર્ગ સાંભળો જિનનો રે...” ચોખ્ખી વાત કરી છે કે તને પૂજા આદિની કામના એટલે અપેક્ષાવૃત્તિ ન હોય. પૂજાદિની કામના એટલે શું ? કે તારા પૂજાવું હોય, સારા કહેવડાવવું હોય, તારે આબરૂ બાંધવાની હોય, તારે છાપ ટકાવી રાખવી હોય, જે કાંઈ (હોયએ બધી પૂજા આદિની કામનામાં જ જાય છે. એમાં તને અંતર ભવદુઃખ વહાલું હોય. એનું ફળ છે એ ભવદુઃખ છે. એ પૂજાદિની કામનાનું ફળ ભવદુઃખ છે. આ બે વાત વહાલી ન હોય. આ એક વર્તમાનમાં છે અને ઓલી ભવિષ્યમાં છે. એવી વૃત્તિ છે કે અંદર સમાવાની વૃત્તિ છે, બધાના પડખા જુદા જુદા છે. લડવાની વૃત્તિ છે, ભાગેડુ વૃત્તિ નથી તો લડી લેવું પડે. લડવું તો ક્યા સંજોગોમાં? ન લડવું તો ક્યા સંજોગોમાં ઘરે બેસવું તો ક્યા સંજોગોમાં નહિ બેસવું તો કયા સંજોગોમાં ? એના પણ ઘણા પાસા છે, ઘણા પડખા છે અને એની અંદર પણ ઘણો વિવેક માગે એવી ચીજ છે. એ તો પ્રસંગે એની ચર્ચા થાય. - મુમુક્ષુઃ-લગભગ કેટલાક જીવો તો...ઘરે બેસે
પૂજ્ય ભાઈશ્રી:- ઘરે બેસવાની એની યોગ્યતા પણ હોવી જોઈએ ને ? એકલા હાથે સાધવાની પણ યોગ્યતા હોવી જોઈએ. એને સત્સંગ શોધવો જોઈએ. એટલા માટે સામાન્ય મુમુક્ષુ માટે શ્રીમદ્જીએ એકવાત કરી, બહુમોટી વાત કરી, કેતું સપુરુષના ચરણમાં જા.વિદ્યમાન સન્દુરુષ ન હોય તો એની આશ્રયભાવનામાં ઊભો રહેજે કે છે કોઈ મળે છે કોઈ? હું એને શોધું. ઘરે બેસી રહેતો નહિતું. એને તું શોધવા નીકળજે. અને એ રીતે તારી આશ્રયભાવના લંબાવીશ તોપણ તને દર્શનમોહમંદ થશે. વર્તમાન હશે અને ચરણમાં જઈશ તોપણ તને દર્શનમોહ મંદ થશે અને આશ્રયભાવનામાં આવીશ તોપણ દર્શનમોહમંદથશે. બે વાત છે. વિષય તો ઘણો સ્પષ્ટ કર્યો છે. | મુમુક્ષુ -લોકસંજ્ઞા નિર્મૂળ થાય ત્યારે ઓઘસંજ્ઞા મટે?લોકસંજ્ઞા ઊભી રહે અને ઓઘસંજ્ઞા કેવી રીતે મટે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. લોકસંજ્ઞા તો એથી વધારે દોષવાળા પરિણામ છે. લોકસંજ્ઞા તો ઓઘસંજ્ઞા કરતાં વધારે દોષિત પરિણામ છે. લોકસંજ્ઞા તો છૂટવી જ જોઈએ અને ઓઘસંજ્ઞા પણ છૂટવી જ જોઈએ. પ્રથમ ભૂમિકામાં શરૂઆતમાં ઓઘસંજ્ઞા હોય, ક્ષમ્ય છે પણ ઓઘસંજ્ઞામાં રહેવાનો અભિપ્રાય તે અક્ષમ્ય છે. ઓઘસંજ્ઞાએ જ્ઞાની પુરુષની ભક્તિ થાય, બહુ વાંધો નથી પણ એમાં એ અભિપ્રાયથી
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦
રાજહૃદય ભાગ-૧૧
રહી જાય તો મુશ્કેલી છે. ભક્તિ તો એટલા માટે સંમત કરી છે કે નહિતર વિરોધમાં આવ્યા વગર રહેશે નહિ. વિમુખ થઈ જશે. માટેવિમુખતા ટાળવા માટે એને એમ કહ્યું તું ભક્તિ તો ક૨. ભક્તિ કરે ત્યારે એમ કહે, જોજે હવે ઓઘસંજ્ઞામાં રહેતો નહિ એમ કહે છે. સીધું એને ચેતવે છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞા છૂટ્યા પછી ઓઘસંજ્ઞા છૂટે એવો ક્રમ તો એ રીતનો છે ? પૂજ્ય ભાઈશ્રી ::– આમ તો બેય સાથે છૂટે તો કાંઈ વાંધો નથી. પણ લોકસંજ્ઞાનો દોષ છે એ તીવ્ર છે. પણ લોકસંજ્ઞા પૂરેપૂરી જાય પછી જ ઓઘસંશાની જવાની શરૂઆત થાય એવું નથી. સાથે સાથે બે જુદા જુદા પ્રસંગ છે. એક દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનો પ્રસંગ છે, એક જગતના જીવો અને જગતના સંયોગો પ્રત્યેનો પ્રસંગ છે એટલે બેયના વિષય જુદા જુદા છે. તો સાથે કામ કરે તો વાંધો નથી, બેય બાજુથી હટવાનો. પહેલા આ મટાડું પછી આ મટાડવા જાઉં, એવું કાંઈ બાંધવાની જરૂર નથી, ક્રમ બાંધવાની જરૂર નથી. પણ એટલી વાત જરૂ૨ છે કે લોકસંજ્ઞાનો દોષ તીવ્ર છે, આ એના ક૨તા મંદ દોષ છે. તીવ્ર દોષ તો સહેજે જવો જોઈએ અથવા એના ઉપર વધારે ધ્યાન હોવું જોઈએ. અને બેય હોય તો બેયને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો બે બાજુનો ચાલુ રાખે. જેને ટાળવું છે એને.
મુમુક્ષુ :– જરાક કોઈ સામાજિક પ્રસંગ પડે આમાં લોકલજ્જા તરત (થઈ જાય છે). વચલી ખુરશી ન મળે કે બાજુવાળી ખુરશી ન મળે... સામાજિક પ્રસંગો, પારિવારિક પ્રસંગ પડે તો એમાં પેલી વાત તરત ઉગી જાય છે. આટલો મોટો દોષ દૂર ન થતો હોય ત્યારે આ ઓઘસંજ્ઞાવાળો દોષ કેવી રીતે દૂર થાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– જવાનો તો પ્રશ્ન જ નથી કે વયો જાય. લોકસંજ્ઞા રહી જાય અને ઓઘસંજ્ઞા ચાલી જાય એ તો કહેવાનો કોઈ અભિપ્રાય નથી. પણ જ્યાં ઓઘસંજ્ઞા ટાળવાનું ક્ષેત્ર છે ત્યાં તો એ પ્રયત્ન કર્તવ્ય છે. જ્યાં લોકસંજ્ઞાનો પ્રસંગ છે ત્યાં એ દોષ ટાળવાનો પ્રયત્ન કર્તવ્ય છે. બેય જગ્યાએ પ્રયત્ન ચાલુ જ રાખવો. એમ ન વિચારવું કે ઓલું ગયા પછી મારે આ કાઢવાનું છે. એમ ન વિચારવું. બંને પ્રસંગે બંનેને ટાળવાનો પ્રયત્ન પોતાનો હોવો જોઈએ. એટલી વાત છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞા તો અશુદ્ધ પરિણામ છે. ધર્મના ક્ષેત્રમાં લોકસંજ્ઞા રહે તો
અશુભ પરિણામ છે, લૌકિકમાં તો અશુભ જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– ચોખ્ખા અશુભ પરિણામ છે.
=
મુમુક્ષુ :– ઓઘસંશામાં શુભ પરિણામની મુખ્યતા છે. એ તો બંનેમાં...
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૧
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી – હા, પણ છેતરાવાની વધારે જગ્યા ક્યાં છે? લોકસંજ્ઞામાં તો કોઈકે ટીકા કરશે, કે આ ભાઈને આબરૂ બાંધવી છે ને એટલે દાન દે છે. અમથો દાન નથી દેતો. એને કાંઈક નામ કાઢવું છે. ઓઘસંજ્ઞામાં તો બધા પ્રશંસા કરે, ભાઈ ! બહુ ભક્તિ કરે છે, હોં! ઘણી ભક્તિ કરે છે, ઘણી અર્પણતા છે. ત્યાં તો ફસાઈ જશે. એટલે વિચાર તો બધા પડખાનો કરવાનો છે. એક એક પડખાનો વિચાર કરવો પડે. ક્યાં શું છે? કયાં શું છે? કેમકે બધાના ગુણ-દોષના પ્રકારો ભિન્નભિન્ન જુદી-જુદી જાતના છે. એટલે ટૂંકામાં એમણે અહીં નાખ્યું. જો સત્સંગમાં આવે તો સત્યાસત્યનો વિવેક થાય. આ સત્સંગનો ઉપકાર બહુ મોટો છે. સાચું શું, ખોટું શું એને સમજાય, પોતાનું હિતઅહિત સમજાય અને જ્યાં જ્યાં જે જે પ્રકારે અહિત થતું હોય, ત્યાંથી ખસે. જ્યાં જ્યાં હિત થવાનો પ્રસંગ હોય ત્યાં એ આગળ વધે. બસ. સીધી વાત છે. પછી ભેદ-પ્રભેદતો કેટલાય છે. એટલે એમણે ટૂંકામાં વાત નાખી.
મુમુક્ષુ –એવું બને કે એકને મહત્ત્વ આપી દેતા બીજો ગૌણ થઈ જાય અને દોષ રહી જાય?
પૂજ્ય ભાઈશ્રી -એટલે? મુમુક્ષુ -એકને મહત્ત્વ આપી દે. પૂજ્ય ભાઈશ્રી - એકને એટલે?
મુમુક્ષુ - ધારો કે લોકસંજ્ઞા અને ઘસંજ્ઞા બને છે. એમાં લોકસંજ્ઞાને વધારે મહત્ત્વ આપી દઈએ કે પહેલા તો એ જ જવું જોઈએ. એ જ જવું જોઈએ. તો બીજું ગૌણ થઈ જાય અને એનો દોષ રહી જાય. એવું બને?
પૂજ્ય ભાઈશ્રી:- અભિપ્રાય તો સર્વદોષથી મુક્ત થવાનો છે કે એકદોષ ફલાણો દોષ જ ટાળવો છે? પછી વ્યક્તિગત રીતે મુમુક્ષુને વિચારવું છે, એણે એમ વિચારવું જોઈએ કે મારા આત્મામાં લોકસંજ્ઞા વધારે છે કે મારા આત્માને ઓઘસંજ્ઞા વધારે છે? જે વસ્તુ પોતાનામાં તીવ્ર દોષવાળી હોય ત્યાં વધારે જાગૃતિ રાખે. એટલે એ વિષય પછી વ્યક્તિગત થઈ ગયો. પછી એ સૈદ્ધાંતિક ન રહ્યો. પછી વ્યક્તિગત વિષય થઈ ગયો.
મને કયા પ્રકારનો દોષ તીવ્ર થાય છે? મારામાં લોકસંજ્ઞા તીવ્ર છે કે મારામાં ઓઘસંજ્ઞા વધારે છે? કોઈ જીવની લોકસંજ્ઞા એવી ન દેખાતી હોય. સાવ પાછળ જઈને બેસી જતો હોય. ખુરશી-ખુરશીનો વિચાર જન કરતો હોય. ભાઈ ! આપણે કાંઈ છીએ જ નહિ. આપણું ક્યાંય સ્થાન નથી. આપણે પાછળ બેસો. એટલે એને કાંઈ લોકસંજ્ઞા
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
રાજહૃદય ભાગ-૧૧
નથી એમ થોડું છે ? લોકસંજ્ઞામાં તો એ પણ ઊભો છે. અને ઓઘસંજ્ઞામાં તીવ્ર હોય. એ તો જેને જે તીવ્ર હોય એ. અહીં તો સર્વ દોષ ટાળવાનો માર્ગ છે આ. આ માર્ગ છે એ શેનો છે પ્રારંભથી ? કે પરિપૂર્ણ નિર્દોષ થવાનો માર્ગ છે.
આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે, સ્વભાવે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે અને એની પ્રાપ્તિનો માર્ગ કહો, એ સંપૂર્ણ નિર્દોષ થવાનો આ માર્ગ છે. એક દોષ રાખવો એ અભિપ્રાય આ માર્ગથી વિરુદ્ધ છે. ફલાણો દોષ હોય તો વાંધો નહિ, કે હોવો જોઈએ કે ભલે રહ્યો, એ આ માર્ગમાં નથી. બહુ સાફ સાફ વાત છે. એટલે જેને પરિપૂર્ણ નિર્દોષ થવાની ભાવના હોય, અભિપ્રાય હોય એણે જ અહીંયાં આવવું. બીજાને આવવાની કાંઈ જરૂર નથી. કેમ કે આવે, ન આવે એને કાંઈ લેવા-દેવા આ માર્ગ સાથે રહેવાનો નથી. જેને સંપૂર્ણ નિર્દોષ થવું હોય એના માટે જ Admission છે, બીજાને એડમિશન આપ્યું જનથી. એવી વાત છે.
એટલે ચોખ્ખી વાત છે કે જેને એ સિવાયનો, આત્માર્થ સિવાયનો કોઈ અભિપ્રાય હોય એને ઘણા ક્ષેત્રો છે. આ જગતની અંદર ધર્મના ક્ષેત્રો અને બીજા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના ક્ષેત્રો (ઘણા છે). પછી તો અન્ય પ્રકારની પ્રવૃત્તિના ઘણા ક્ષેત્રો છે. આ ક્ષેત્ર દૂષિત ક૨વા જેવું નથી. આ તો પરમ પવિત્રતાનો માર્ગ છે અને પરમ પવિત્રતા પ્રાપ્ત કરવી હોય એના માટેનો જ આ માર્ગ છે. એને માટે જ અહીંયાં જગ્યા છે, બીજાને માટે જગ્યા છે જ નહિ. સીધી વાત છે.
મુમુક્ષુ :– લોકસંજ્ઞાના પરિણામમાં આકુળતા તીવ્ર થાય છે. ખ્યાલ આવી જાય ? પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે છેતરાય નહિ. ઓલામાં છેતરાય જાય છે ઓઘસંજ્ઞામાં છેતરાય જાય છે. ઓલામાં એટલી તીવ્ર આકુળતા નથી થતી. એક પડખું એ જરા વિચારવા જેવું છે. તમારો પ્રશ્ન શું છે ?
મુમુક્ષુ :– લોકસંશામાં તો શું હોય કે લોકસંજ્ઞાની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે પરિણામમાં આકુળતા... આકુળતા... આકુળતા... થાય ત્યારે ઓલી વાત ઝટ ખ્યાલમાં આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– સ્થૂળ થાય એટલે.
મુમુક્ષુ :– ઝટ ખ્યાલમાં આવે છે કે આપણો આ દોષ ન જોયો હોત તો આપણે ઓલાની આશા કેમ રાખીએ ? એમ કરીને પરિણામમાં...
પૂજ્ય ભાઈશ્રી :– એ પ્રતિકૂળતામાં. અનુકૂળતામાં બધે પહેલી ખુરશી મળતી હોય તો ? એવો જ પ્રકારનો પુણ્યોદય (હોય કે) જ્યાં જાય ત્યાં ભાઈને તો પ્રમુખ જ
Page #90
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮ બનાવજો. પછી ક્યાં આકુળતા થાશે ? પછી તો એવો ફસાશે કે વાત મૂકી ક્યો. ત્યાં તો આકુળતા પણ નહિ દેખાય એને, ત્યાં તો ઉલટાની મીઠાશ લાગશે. છે જોકે આકુળતા પણ લાગશે મીઠાશ. એના તો ઘણા પડખા છે. એ તો ભાવની પરખ આવવી જોઈએ. પ્રતિકૂળતા તો સમજાય પણ અનુકૂળતા ? એ તો ફસાવાનું જ કારણ છે. એટલે લોકસંજ્ઞાના પરિણામની જાત શું છે એ ઓળખવી પડે છે ત્યાંથી. આગળની ખુરશીન મળી અને કોઈએ માન ન આપ્યું માટે આકુળતા થઈ અને ખબર પડી એમ ન હોવું જોઈએ. એને મીઠાશ આવે ત્યારે ખબર પડવી જોઈએ. પહેલી ખુરશી મળે ત્યારે એને ખબર પડવી જોઈએ, કે મારે અહીંયાં ફસાવાનું નથી. કોઈ હારતોરા પહેરાવે, માલ્યાપૅણ કરે ને ત્યારે જ સમજી જવાનું. પહેલેથી જ કે આપણે ફસાવું નથી. આ ખાડો આવ્યો, આ ખાડામાં પડવું નથી. આ લોકોની પદ્ધતિ છે, માળા પહેરાવો. જ્યાં જઈએ ત્યાં સુખડની માળા પહેરાવે. માન-સન્માન કરે. એ વખતે ચેતી જાવાનું. એ ભલે કરાવે. આપણે ભાવથી પહેરવાની નથી. બાકી તો જબરદસ્તી તો કરે એ તો સીધી વાત છે. એને ત્યાં મહેમાન ગયા હોય તો ન પહેરો તો પરાણે ગળામાં નાખે. ભાવમાં પોતાને ફેર પડવાનો છે. એને મીઠું લાગે તો ખલાસ.
મુમુક્ષુ -આ માર્ગદર્શન ઘણું સારું છે. પૂજ્ય ભાઈશ્રી - બેય જાત જ ઓળખવી પડે. એ તો સત્ય-અસત્ય વિવેક થાય એમાં આ બધું આવે છે. આ તો બહુવિશાળ શરત છે.
મુમુક્ષુ –એક એક શબ્દમાં કેટલી ગરીમા છે...!
પૂજ્ય ભાઈશ્રી:- હા, ગરીમા છે. કેટલીક વાતોમાં તો એટલી બધી ગંભીરતા છે કે મસ્તક નમી જાય એવી વાત છે. ક્યાં ઊભા રહીને, ક્યાં બેસીને આ વાતો લખી છે અને એમના આત્મામાંથી કેવી રીતે નીકળી છે! ઓહો...!
મુમુક્ષુ – એનું પૃથક્કરણ જેટલા વિસ્તારથી કરે તો કલાકો નીકળી જાય એક શબ્દમાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. એક સત્ય-અસત્ય વિવેક હાથમાં લે તો દિવસો નીકળી જાય. કલાકોની ક્યાં વાત કરવી? વ્યક્તિગત લ્યો. પોતાના જીવનના પ્રસંગો અને પરિણામ. કે અહીંયાં કેવી રીતે વિવેક થાય? અહીંયાં કેવી રીતે વિવેક થાય? અહીંયાં કેવી રીતે વિવેક થાય? એમાં તો લૌકિક ન્યાય-નીતિથી માંડીને બધા વિષય આવી જાય છે, કોઈ બાકી નથી રહેતો.
અહીં તો કહે છે, કે એટલું થાય તો અનુક્રમે સર્વ રાગ-દ્વેષનો ક્ષય થાય એટલે
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
રાજહૃદય ભાગ-૧૧ વીતરાગ થાય, પૂર્ણ વીતરાગ થાય. આના ફળમાં જ્ઞાનીના સત્સંગે પૂર્ણ વીતરાગ થાય. એક અસત્સંગની રુચિટળે ત્યાંથી માંડીને પૂરેપૂરો વીતરાગ થાય, સર્વજ્ઞ વીતરાગ થાય એ બનવા યોગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં...’ બનવા યોગ્ય છે નહિ, અલ્પકાળમાં તે બનવા યોગ્ય છે, સુગમપણે તે બનવાયોગ્ય છે એ સિદ્ધાંત છે;” ત્રણે કાળે આ અફર સિદ્ધાંત છે.
મુમુક્ષુ – એક શબ્દ વચ્ચે મૂકીએ તો જ્ઞાનીના નિશ્ચયે.
પૂજ્ય ભાઈશ્રી:- “જ્ઞાનીના નિશ્ચયે બહુ મહત્ત્વનો વિષય છે. જ્ઞાનીનો નિશ્ચય થવો એ બહુ મહત્ત્વનો વિષય છે. અત્યાર સુધીમાં કાં તો ઓઘસંજ્ઞાએ જ્ઞાનીને ભજ્યા છે, કાં તો અજ્ઞાનીને ભજ્યા છે, કાં તો જ્ઞાનીની વિમુખતા કરી છે. એમ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાનીનો નિશ્ચય નથી થયો ત્યાં અનેકવિધ પ્રકારે પોતે વિરૂદ્ધ ચાલ્યો છે અને આ માર્ગથી વંચિત રહેવાનું બની ગયું છે.
મુમુક્ષુ – આપે કીધું, પૂજાદિની કામના, ભવદુઃખ વહાલું ન હોય, એમાં શું બાકી રહ્યું ?મુમુક્ષુદશા માટે શું બાકી રહ્યું?
પૂજ્ય ભાઈશ્રી-કાંઈ બાકી ન રહ્યું. બરાબર છે.
મુમુક્ષુ –આ બે સાથે સાથે છે? ભવદુઃખ વહાલું અને પૂજાદિની કામના બે સાથે જ ચાલે?
પૂજ્ય ભાઈશ્રી - સાથે જ ચાલે છે. પણ પૂજાદિની કામનામાં તો ખબર પડે પણ ભવદુઃખ વહાલામાં તો આરાધના અને વિરાધના બે બાજુ જવું પડે છે. વિરાધનાથી ભવદુઃખ છે. વિરાધના નથી થતી. આરાધક-વિરાધક પરિણામનો દૃષ્ટિકોણ એને હાથમાં આવવો જોઈએ. એનું નામ સત્ય-અસત્યનો વિવેક છે. લ્યો, એ અઢી લીટીમાં બહુ વાતો કરી.
મુમુક્ષુ-પહેલા સવા બે લીટી આવી, પછી આ અઢી લીટી આવી. પૂજ્ય ભાઈશ્રી:-હા.
તથાપિ દુખ અવશ્ય ભોગવ્ય નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. કેટલાક તીવ્ર પરિણામથી જાણી જોઈને દોષ કરેલા હોય, સમજી-બૂઝીને દોષ કરેલા હોય, એના તો ફળ ભોગવ્યા વગર છૂટતા જ નથી. કેમકે એના પરિણામ ઘણા થયા હોય. અજાણ્યે થયેલા પણ ભોગવવા પડે છે, તો જાણીને કર્યા હોય એ તો ભોગવ્યા વગર ચાલે નહિ.
“આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય...... કેમ કે આ તો બધી General
Page #92
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૭૫
term. બહુ Wide term અને General term મૂકી છે. પણ વધારે તમારે સમજવું એટલે તમારા જિંદગીના અને તમારા પરિણામની ચર્ચા કરવી હોય, કે અમને આવા આવા પ્રસંગો બને છે, અમે આ સ્થિતિમાં ઊભા છીએ અને આ પ્રકારના પરિણામ બને છે, તો એની સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે.’ ‘સોભાગભાઈ’ને લખે છે.
=
મુમુક્ષુ ઃ– સમાગમ શબ્દ વધારે ‘સોભાગભાઈ’ને જ લખે છે, બીજા કોઈને નથી કહેતા.
પૂજ્ય ભાઈશ્રી :– ‘સોભાગભાઈ’ પ્રત્યે તો ઘણો એમને ભાવ છે, સદ્ભાવ ઘણો છે. એમની પાત્રતા જોઈ છે અને એ પાત્રતા.. જ્યાં પાત્રતા જ્ઞાનીપુરુષ જોવે છે ત્યાં એમની વિશેષ કૃપાદૃષ્ટિ જેને કહી શકીએ, એ પ્રકારે ઉત્પન્ન થાય છે. પાત્રજીવ પ્રત્યે જ્ઞાનીપુરુષોની કૃપાદૃષ્ટિ સવિશેષ થાય છે. એ કુદરતી પ્રકાર છે. આમ તો બધા જીવો એને સરખા છે, કોઈ મારો તમારો નથી પણ પાત્રતા જોઈને એ પાત્રતાવાળો જલ્દી પામશે એમ જોઈને એના પરિણામ ઉપ૨થી પોતે અનુમોદન કરે છે. પાત્રતાને અનુમોદન કરીને એને વધારે આગળ વધવામાં પ્રેરણા આપે છે.
જુઓ ! હવે ઠપકાનો કાગળ આવે છે. હવે પછી આવશે એ બધા ઠપકાના કાગળ આવશે, હોં ! આટલી આટલી વાત છે ને ? હવે ઠપકો આપે છે. આ કાગળમાં અને આ કાગળમાં ઠપકો અધૂરો રહ્યો છે તો બીજામાં કાગળમાં ઠપકો પૂરો કરે છે.
મારું અંતરનું અંગ એવું છે.’ એટલે મારું હૃદય એવું છે, મારું અંતઃકરણ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય;...' મારા પરિચયમાં આવેલો જીવ આત્મકલ્યાણની ભાવનાથી મારા પરિચયમાં રહે તો અવશ્ય એનું કલ્યાણ થાય. પણ જો બીજી ભાવના રાખશે કે મને કાંઈક લાભ થશે, અહીંથી મને કાંઈક સાંસારિક લાભ થશે, તો એ મને ઘણું અજુગતું લાગે છે, એમ કહે છે. ‘તો જ તેનું શ્રેય થાય;...’
પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે...' દ્રવ્યાદિ કારણ એટલે કોઈપણ પ્રકારમાં સાંસારિક લાભ. ‘અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય,.. કે મને કાંઈક ધંધો સારો બતાવી દો તો હું કાંઈક લાઈને ચડી જાવ. અથવા એની સલાહ માગે. લૌકિક વ્યવસાય આદિની સલાહ માગે. “તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે...' મારા સંગમાં આવીને પણ એની જે મલિન વૃત્તિ છે એ તીવ્ર થઈ જશે, ઘ૨ ક૨ી જશે. વાસના એટલે ઘર કરી જશે. એની મુમુક્ષુતા
Page #93
--------------------------------------------------------------------------
________________
૭
રાજહૃદય ભાગ-૧૧ નહિ રહે. આમને ઘણું દુઃખનું કારણ છે.
એમ મને નિશ્ચય રહે છે. કે અરેરે.! એનું અહિત થઈ જશે. મારી પાસે આવ્યો અને અહિત કરી જાય? અને મારા નિમિત્તે અહિત કરી જાય? એમ. એમ મને નિશ્ચય રહે છે, અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપીને જણાવ્યું પણ હતું. હવે જુઓ ! એનાથી મોટા હતા. એક Generation નો ફેર હતો. બાપ-દીકરાને ફેર હોય એટલો બે વચ્ચે ફેર હતો. ઠપકો આપીને જણાવ્યું છે. તમને એવો ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂરકરી કરી,... આ વાત તમે નહિકરો. એ બાબતમાં તમને ઠપકો આપ્યો છે.
અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી. અને મારી વાત તમે માનો છો. અને માને છે એટલે એમને કહેલું. અને તમે એ વાત સ્વીકારી. તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે.” વળી વિસ્મૃતિ થઈ જતી હોય એ વાતની, વળી પાછી તમે ધંધાની કોઈ વાત પૂછાવો છો. તો આજના મારા. પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો... આજના પત્રને વિચારી જરૂર છે વાત તમે વિસર્જન કરશો; એટલે વ્યવસાયની વાત તમે છોડી દેજો. “અને નિત્ય તેવી વૃત્તિ રાખશો અને હંમેશા તમે એ જવૃત્તિ રાખશો કે મારે આત્મકલ્યાણ માટે સંગ કરવો છે. બીજી કોઈ વાત વચ્ચે લાવવી નથી. તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે.” નહિતરમને ખેદ થઈ જશે. જો તમે એકલી પારમાર્થિક વાત માટે મારી સાથે સંબંધ રાખશો તો મને બહુ ઉલ્લાસ થશે. કેમકે મારી અંદરની જે પારમાર્થિક વૃત્તિ છે એને તમે ઉલ્લાસનું નિમિત્ત આપ્યું. કારણ એટલે નિમિત્ત આપ્યું એમ હું સમજી લઈશ.
બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે. મને ગભરાટ છૂટે છે. તમને તો ગભરાટ થતો હશે કે નહિ પણ મને ગભરાટ છૂટે છે, કે અરેરે ! આ અહિતની વાત ક્યાં અહીંયાં કરવા માંડ્યા? આ વાત કરવાનું ઠેકાણું નથી ત્યાં આ વાત ક્યાં કરવા માંડ્યા? એટલે બીજા કોઈપણ સત્સંગપ્રસંગમાં એમ કરે, તમારા સિવાય પણ કોઈ એવું કાંઈ કરે તો મારા ચિત્તમાં બહુ વિચારો ઉભા થઈ જાય છે, મારો જીવ ગભરાય છે. કેમ?
કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના એ એની ભાવના શું છે ? પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી.” અરેરે ! આ જીવને
Page #94
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮ આ ભાવના ક્યાં ઉદયમાં આવી? આત્માનું કલ્યાણ કરવાની વાત કરવી હતી એમાં વચ્ચે એને આ વાત કેમ ઉગી મારી પાસે? તમે જ્યારે જ્યારે વ્યવસાયવિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે;” ચિંતા થઈ છે, ગભરાટ થયો છે, તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે...” એટલે તમારી યોગ્યતા કાંઈક વધારે સારી હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે.” ગભરાટ તો થયેલો પણ કાંઈક ઓછો થયેલો કે ના, ના જીવ તો લાયક છે. એની ગર્ભિત પાત્રતા ઘણી સારી છે. અત્યારે વર્તમાનમાં એને દરિદ્રતા છે એટલે પોતાને આજીવિકાના અને વેપારના વિચારો આવી જાય છે પણ એની પાત્રતા ઘણી સારી છે. એટલે કાંઈક પાત્રતાના લક્ષે ગભરાટ ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી.” અને હમણાં હમણાં તમે જે પત્રો લખો છો અને વાત કરો છો એ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે....... એક એક પરિણામને કેટલી સૂક્ષ્મતાથી વ્યક્ત કરે છે ! એવો ગભરાટ નથી થયો, પણ એવો ગભરાટ થઈ જાય એવો ગભરાટ થયો છે.
મુમુક્ષુ -પાત્રતાથી પડી જશો એવો ગભરાટ?
પૂજ્ય ભાઈશ્રી:– કાંઈક પાત્રતા તો નહિ ખોય બેસે ને? એમ લાગ્યું છે. તમને આટલા બધા સંયોગ ઉપરના પરિણામ કેમ થાય છે? એનાથવા જોઈએ.
રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે. જુઓ ! એના પિતાશ્રીનું નામ લઈને બોલાવે છે. કેમકે ખરેખર તો બાપ-દીકરા જેવું કાંઈ પારમાર્થે તો નથી. પણ વ્યવહાર લૌકિક દૃષ્ટિએ છે એટલે “રવજીભાઈના કુટુંબ માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં એટલે ભેદભાવ ન આવે. આ મારું કુટુંબ છે, આ મુમુક્ષનું કુટુંબ છે એમ મને ન લાગે. મારા કુટુંબ કરતા પણ વિશેષ સદ્ભાવથી હું એ વ્યવસાયની પ્રવૃત્તિ કરું ખરો. એમાં મને કાંઈ વાંધો નથી. અથવા ભિનભાવ ન આવે. ભેદ ન જોવે કે આ પારકું છે અને મારું છે. એમ અન્ય ભાવે એટલે ભેદભાવન જોવે.
પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો...... તમે પ્રતિકૂળતાનું દુઃખ સહન નથી કરી શકતા એટલી સંયોગ બાજુ તમારી વૃત્તિ જાય છે અને વ્યવસાય મને જણાવો કે આમ વ્યાપાર કરું, તેમ વેપાર કરીએ, આમ કરીએ તેમ કરીએ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી....... એ મને તમારા માટે દુઃખ રહે છે. રવજીભાઈ માટે દુઃખ ન થાય. એ મને કાગળ લખે. તું વેપાર સરખી રીતે કરજે. તો
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
રાજહૃદય ભાગ-૧૧ મને દુઃખ ન થાય. પણ તમે કાંઈકવેપારની વાત લખો તો મને દુઃખ થાય છે. કેમ?
કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી. એને અને મારે કાંઈ પરમાર્થિક સંબંધ નથી. બાપ-દીકરાનો લૌકિક સંબંધ છે. એ પણ લૌકિક છે. પારમાર્થિક કાંઈ વાતમાં માલ નથી. કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી.” એને કોઈ પરમાર્થની સાથે લેવા દેવા જ નથી અને તમને તો મારી સાથે પારમાર્થિક સંબંધ છે. જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું.” માટે અમે જે કહેવા માગીએ છીએ એ વાત ઉપર જરા વધારે ધ્યાન દેવાની જરૂર છે, લક્ષ આપવાની જરૂર છે. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. અને આ વાતનો જરા વધારે નિશ્ચય એટલે નિર્ણય રાખજો, કે મારે કોઈ ધંધા-વેપારની વાત આમની પાસે કરવાની નથી. મારા સંયોગો નબળા છે અને સારા થાય એવી કોઈ ચર્ચા માટે લાવવાની નથી. એનો તમે દઢ નિર્ણય રાખજો, પકડ રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે.. પછી ૫૫૦મો પત્ર પાછો એટલો જ વિસ્તારથી લખ્યો છે. અને એમાં તો પાછી ઘણી કડકવાતો લખી છે. ઘણો સરસ પત્ર છે.
મુમુક્ષુ – ઉપરમાં એક શબ્દ આવ્યો કે, આ વાત જ્ઞાનીને જણાવીએ, લૌકિક વ્યવસાય આદિની કે કુટુંબ-પરિવારની કોઈ પણ Problem, તો અનુક્રમે તે જીવ મલિન વાસનાને પ્રાપ્ત થઈને મુમુક્ષુતા નાશ કરે છે. તો અનુક્રમથી મલિન વાસના કેવી રીતે થાય?
પૂજ્ય ભાઈશ્રી - અનુક્રમે એટલે પછી શું છે કે એ આગળ જતા એ પરિણામ વધી જશે. સંયોગ બાજુના જે પરિણામ છે, સંયોગથી સુખ મેળવવાના, અનુકૂળતા મેળવવાના જે પરિણામ છે એ એકદમ તીવ્ર થઈ જશે, એ પરિણામ વધી જશે.એમ.
મુમુક્ષુ:- તો આ વાસના કીધી મલિન વાસના કહી ? પૂજ્ય ભાઈશ્રી:-હા. મલિન વાસના કીધી. મુમુક્ષુ -ઇચ્છા નહિ કહીને મલિન વાસના કીધી એમાં શું ભેદ છે)?
પૂજ્ય ભાઈશ્રી:- એટલે શું છે કે પછી ન મટે એવા પરિણામ થઈ જાય.વાસનાના પરિણામમાં એ ફેર છે, ઇચ્છામાં અને વાસનામાં, કે ઇચ્છા શાંત થઈ જાય છે. વાસનાના પરિણામ શાંત થતા નથી.
મુમુક્ષુ -લંબાયા કરે.
પૂજ્ય ભાઈશ્રી:- લંબાયા જ કરે. થયા જ કરે... થયા જ કરે... થયા જ કરે. જ્યાં સુધી જે ચીજની ઇચ્છા હોય એ ન મળે ત્યાં સુધી એ થયા જ કરે. એટલે એ Chronic dieasease થઈ ગયો. Acute માંથી એ Chronic માં ચાલ્યો ગયો. એમ થઈ જાય.
Page #96
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૭૯
એમ કહેવું છે. રોગ ઘર કરી ગયો. એના જેવી વાત છે. એટલે ના પાડે છે. અત્યારે તમારા પરિણામમાં એટલો બધો દોષ નથી દેખાતો પણ અત્યારે જો તમને ચેતવવામાં ન આવે અને અત્યારે એ દોષથી પાછા વાળવામાં ન આવે તો આગળ આ રોગની સ્થિતિ ભયંકર થાશે. Next stageમાં જે આવશે એ કાઢવો મુશ્કેલ પડશે. એમ કહેવું છે.
મુમુક્ષુ :– પરિણામની દવા કરવાને ઠેકાણે સંયોગોની ઇચ્છા કે સંયોગો વધારવાની વૃત્તિ થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો દોષ ટાળવાને બદલે દોષ વધા૨વાનો ધંધો થઈ ગયો. એવી વાત છે. એટલે તો પ્રત્યક્ષ સમાગમનો આ એક લાભ છે કે જીવ પોતાના વ્યક્તિગત દોષોનું નિવેદન કરી શકે, ચર્ચા કરી શકે, માર્ગદર્શન પામી શકે અને કાઢવા માટે એને એટલી સુગમતા મળે. દોષોનું પૃથક્કરણ થાય. નહિતર તો શું છે કે શાસ્ત્રની અંદર સિદ્ધાંતો તો General હોય છે. એમાં કયાં કઈ વાત, કઈ વાત અને કયા સિદ્ધાંતના પેટામાં વાત મને લાગુ પડે છે, એ તો એને શોધવું પડે અને ગોતવું પડે. તો એ પોતે અંગીકાર કરે. નહિતર જાય ઉપરથી. વાત બહુ સારી છે. સત્ય-અસત્યનો વિવેક થાય. વાત બહુ સારી છે. સત્ય-અસત્યનો વિવેક થાય એ તો સારી જ વાત છે. પણ મને કઈ કઈ જગ્યાએ એ કેવી રીતે લાગુ પડે છે ? એ વાત તો વ્યક્તિગત સમાગમ વગર કોઈ રીતે એનું સ્પષ્ટીકરણ મળે નહિ અને અને કોઈ રીતે એને માર્ગદર્શન ન મળે તો એમાંથી એ નીકળે નહિ. ઉપરથી ચાલ્યો જાય. એ પરિસ્થિતિ બને.
કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે.’ પણ આવતીકાલ નહિ ને બે દિવસ પછી લખ્યો છે. એટલે એ પછી લખે છે કે આવતી કાલે લખવું હતું પણ વિચાર આવ્યો કે નહિ, હવે એક દિવસ પછી લખીશ. એમ કરીને ૫૫૦ પત્રમાં એ વિષય ફરીને ચાલ્યો છે. વચ્ચે એક પત્ર આવી જાય છે એ મિતિ વગરનો છે એ આવી ગયો છે. એ પણ એમના પ્રત્યેના ઠપકાનો જ પત્ર છે એટલે સાથે સાથે અનુસંધાનમાં લઈ લીધો હોય એવું લાગે છે. (સમય થયો છે).
Sa
Page #97
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧૨-૧૧-૧૯૯૦, પત્રાંક-૫૪૮ અને ૨૪૯
પ્રવચન નં. ૨૪૯
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પ૪૯. મુમુક્ષુ:-૫૪૮પત્ર. પૂજ્ય ભાઈશ્રી - શરૂથી લેવો છે) પહેલો પેરેગ્રાફ. પત્ર-પ૪૮, પાનું-૪૪૧.
“જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે...” અનંતકાળથી દર્શનમોહનો અભાવ કર્યો નથી. અભાવ બે પ્રકારે થાય છે. ઉપશમથી અને ક્ષયથી. એક શબ્દમાં કહીએ તો અભાવ કર્યો નથી. આમ તો સમ્યક પ્રકારે કોઈ કષાયનો અભાવ નથી કર્યો. કેમકે કષાયમાં પહેલા અનંતાનુબંધી જાય છે. એનો પણ અભાવ નથી કર્યો. પણ દર્શનમોહનીયનો અભાવ થાય તો અનુક્રમે બધાનો અભાવ થાય, સર્વ કર્મનો અભાવ થાય. એ રાજા છે. લકરમાં રાજાને હરાવતાં આખું લશ્કર તાબે થાય છે. એના જેવી વાત છે.
માર્ગની પણ એ સુંદરતા છે કે પહેલે પગથિયે એટલે કે મોક્ષમાર્ગમાં પ્રવેશતાવેંત પ્રથમ રાજાને જ હણવામાં આવે છે. પછી બાકીની સાફસૂફી ક્રમશ થઈ જાય છે. એ પણ એક માર્ગની સુંદરતા છે. અને સમ્યગ્દષ્ટિના પરાક્રમને પણ એ પ્રશંસવામાં આવે છે, કે સૌથી પહેલા રાજાને મારે છે. નહિતર તો આત્માની જઘન્ય શક્તિ ઉત્પન્ન થઈ છે. અનંત શક્તિમાંથી જઘન્ય શક્તિ-ઓછામાં ઓછી શક્તિ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય. પણ આત્માની જઘન્ય શક્તિ જો કર્મના મોટામાં મોટા કર્મને મારે તો એની બાકીની શક્તિની પછી વાત કરવાનું કોઈ કારણ રહેતું નથી. એ પણ આત્માની શક્તિનું પ્રકાશક છે, પ્રસિદ્ધ કરનારું છે.
અહીંયાં ત્રણ પગથિયા લીધા છે. દર્શનમોહનો અભાવ કરવા માટેના ત્રણ Step લીધા છે. પહેલા તો “જ્ઞાની પુરુષનો સત્સંગ થય... જો જ્ઞાની પુરુષનો કોઈ પુણ્યોદયે સત્સંગ થાય તો એ જ્ઞાનીપુરુષ જ છે એમ નિશ્ચય થયે...” નિશ્ચય થયો એમ કહો, ઓળખાણ થઈ એમ કહો, બેય એક જ વાત છે. અને એમ થયા પછી પણ તેના માર્ગને
Page #98
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૮૧
આરાધ્યે...' જ્ઞાનીપુરુષ જે માર્ગે ચાલે છે અને જે માર્ગ કહે છે, નિરુપણ કરે છે, એ માર્ગ ઉપર પોતે પણ આરાધન શરૂ કરે ત્યારે પહેલામાં પહેલો જીવને દર્શનમોહનીય કર્મનો અભાવ થાય. અને જો દર્શનમોહનીય કર્મનો અભાવ થાય તો અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ એટલે પૂર્ણ જ્ઞાન પર્યંતની પ્રાપ્તિ થાય, સર્વ કર્મનો નાશ થાય, સર્વ વિભાવનો
નાશ થાય.
મુમુક્ષુ :– આમાં સત્સંગ થયા પછી પણ જો નિશ્ચય ન થાય...
પૂજ્ય ભાઈશ્રી :– સત્સંગ થયા પછી જો નિશ્ચય ન થાય તો સત્સંગ થયો, ન થયો બધું બરાબર છે, સરખું જ છે. અને અનંત વાર સંગ થયો છે. પોતે સત્સંગમાં ગયો છે. જ્ઞાનીપુરુષના સત્સંગમાં નથી ગયો એ વાત તો આ જીવન ઉપરથી પણ (નક્કી થાય છે), બીજા ભવનું કયાં યાદ કરવું પડે એવું છે ? આ ભવમાં પણ જ્ઞાનીપુરુષ મળ્યા છે પણ નિશ્ચય નથી થયો, ઓળખાણ નથી થઈ. ઓળખાણ થયા પછી આરાધન થવું પણ જરૂરી છે. ઓળખાણ જ્ઞાનનું મુખ્યપણે કાર્ય છે અને આરાધન પુરુષાર્થનું મુખ્યપણે કામ છે. પછી પુરુષાર્થનું કામ શરૂ થાય છે. જ્ઞાન થાય, એ પુરુષાર્થને ઉત્પાદક એવું જ્ઞાન થાય ત્યારે એને જ્ઞાન થયું કહીએ. જો પુરુષાર્થનું ઉત્પાદક એવું જ્ઞાન ન થયું હોય તો એને જ્ઞાન નથી થયું, કાંઈ જ્ઞાનમાં સમજણમાં ગેરસમજણ જરૂ૨ થઈ ગઈ છે. એમ માનવું ઘટે છે, કે જ્ઞાન નથી થયું પણ જ્ઞાન થયાની ગે૨સમજણ થઈ છે.
મુમુક્ષુ :– જ્ઞાન થવામાં જ ભૂલ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, ભ્રાંતિ પણ જ્ઞાનમાં થાય છે અને નિતિ પણ જ્ઞાનમાં જ થાય છે. એક જ જગ્યાએથી બે પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય છે. એટલે તો આ ઓળખાણનો વિષય ચાલે છે.
જીવે અનંતકાળમાં નિશ્ચય નથી કર્યો અને નિશ્ચય કરવા એણે ધ્યાન દીધું નથી. લોલમાં લોલ કરી ગયો છે. ‘ગુરુદેવ'ની જય હો. તો જય હો બોલાવે જોરથી. બધાની સાથે સાથે જય હો કરી દે. ઓળખાણ કરવા ઉપર ધ્યાન દીધું નથી.
મુમુક્ષુ :– ઓઘે સમજીને પણ મહિમા કર્યો પણ પૂરી ઓળખાણ કરી નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– સમજણ એને શું કહેવી ? ઓળખાણ ન થાય એને સમજણ શું કહેવી ? આજે એમ કહે છે ‘ગુરુદેવ’ બરાબર કહે છે. એ જ સમજણવાળો કાલે એમ કહેવા માંડશે કે નહિ, ગુરુદેવે’ આ વાત તો બરાબર નહોતી કરી. કહેવાનો જ છે. એનો ભરોસો શું એ સમજણનો ? એ સમજણનો કોઈ ભરોસો નથી. જેમ દારૂ પીધેલાનો કોઈ ભરોસો નથી. ટોડરમલ્લજી’એ ઇ દૃષ્ટાંત આપ્યું છે. એનો કોઈ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮ર
રાજહૃદય ભાગ–૧૧ ભરોસો નથી. મિથ્યાત્વનો જે મદછે, એ જ્યાં સુધી ખસે નહિ ત્યાં સુધી સમજણ ઉપર ભરોસો રાખીને ચાલે. ક્યાં ગોથું ખાય કાંઈ ખબર પડે નહિ.
હજી એક બીજો વિષય ચર્ચવો છે. કાલે વિચાર આવ્યો છે, કે સમજણમાં યથાર્થતા આવે છે, જેને સુવિચારણા કહીએ, જેને પૂર્વભૂમિકા કહીએ એમાં વિવેક થાય છે. અને જ્ઞાનીની દશાને અનુસરીને બધા પ્રકારો ઊભા થાય છે. વૈરાગ્ય, ઉપશમ, સરળતા, મધ્યસ્થતા, વિશાળતા, ઉદારતા, વાત્સલ્ય, પ્રભાવના અને શાસ્ત્રજ્ઞાનનું યથાર્થપણું, સિદ્ધાંતનું યથાર્થપણું. એ મુમુક્ષની ભૂમિકામાં પણ થાય અને. પણ થાય. આ બે વચ્ચેની ભેદરેખા શું છે? અને જ્ઞાનીને ઓળખવા છે ને? પ્રશ્ન શું ચાલે છે? જ્ઞાનીને ઓળખવા છે. આ એક વિષય અહીં વધારે સૂક્ષ્મ છે અને થોડો ચર્ચાનો વિષય છે. કાલે આ વિચાર આવ્યો. જેટલું ઊંડે જવાય એટલું તો જાવ. વિષયના ઊંડાણમાં જેટલું જવાય એટલું જાવ.
મુમુક્ષુ - ઊંડાણમાં ગયા વગરતો જલ્દી પકડાય એવું નથી.
પૂજ્ય ભાઈશ્રી - એ તો એમને એમ જ ક્યાં પકડાય)? ઓથે ઓથે જ ચાલ્યો છે. ઊંડાણમાં ગયા વગર ઓલ્વે ઓથે ચાલ્યો છે. ઓઘસંજ્ઞાની ચર્ચા જ્યારે નીકળે છે ત્યારે એક વિચાર આવે છે, કે ઘસંજ્ઞા એટલે શું? આ જીવે ઊંડાણમાં જવાની દરકાર ન કરી એનું નામ જ ઓઘસંજ્ઞા છે, બીજું કાંઈ નથી. જાડું-જાડું કાઢ્યું. માની લીધું કે હું પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનું છું, સદ્ગુરુને માનું છું અને આ સંપ્રદાયમાં મારી ગણના છે. કોઈ ના પાડી શકે એમ છે નહિ. મારી અર્પણતા પણ છે. આ ઓઘસંજ્ઞામાં રહેવા માટે એણે સંતોષ પકડ્યો છે અને અનંતવાર આમ જ કર્યું છે. એકવાર પણ ઓઘસંજ્ઞાની બહાર નીકળ્યો નથી.
એટલે એ નીચે નાખ્યું કે સત્સંગ થયે, નિશ્ચય થયે...” અને નિશ્ચયપૂર્વક માર્ગને આરાધ્ય.ત્રણે ક્રમથી પાછી વાત લીધી છે. આમાં પાછું અક્રમ પણ ચાલે એવું નથી. ક્રમ વિપર્યાસ નથી ચાલે એવું તે જીવને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એને કાંઈ કરવાનું બાકી ન રહે. પરિપૂર્ણ શુદ્ધ દશા, મોક્ષ દશા, જીવન્મુક્ત દશા એને પ્રાપ્ત થાય છે. એ વાત પ્રગટ સત્ય છે. એ વાત પોતાને તો સત્ય લાગે છે એમ નહિ પણ પ્રગટસત્ય લાગે છે. એ વાત પ્રગટ સત્ય છે.”
પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો. નથી. એટલે એને દર્શનમોહનીય કર્મનો ક્ષય થાય, ત્યાંથી માંડીને કૃતકૃત્યદશા થાય એ વચ્ચે જે સમયનો ગાળો છે એ ગાળામાં અને પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ હોય, એ ન
Page #100
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮
૮૩ ભોગવવું પડે, કેમ કે એ મોક્ષમાર્ગમાં આવી ગયો છે, મોક્ષમાર્ગી જીવને વાંધો નહિ, હવે એને પૂર્વકર્મમાફ કરી દ્યો. સરકાર લેણું માફ કરી દેછેને? એવું ચાલતું નથી. એને પણ ઉપાર્જિત કે પ્રારબ્ધ ભોગવવું પડે છે. ત્યાં સુધી કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવા પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને...” કે જેને આઠેય કમ ઉપાર્જિત છે હજી. પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કંઈ નથી.”
જેમતે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મનાશ પામવાથી વેદવાં પડતાં નથી, કેમ કે એ નાશ થઈ ગયા. નાશ થાય એનો કોઈ સવાલ નથી. નાશ ન થયા હોય ત્યાં સુધી એના ભોગવટાનો સવાલ ઊભો રહે છે. અને ફરી તે કર્મ ઉત્પન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, પરિસ્થિતિ નથી, કે હવે એ ચાર કર્મમાંથી ફરીને કાંઈ એમાંથી ઉત્પત્તિ થાય. અન્યમતમાં માને છે ને ? ઈશ્વરનો અવતાર. મુક્ત આત્માઓને તો જન્મ-મરણ હોતા જ નથી, એને અવતાર લેવાનો પ્રશ્ન હોતો નથી. એને કોઈ કારણ નથી. આત્મામાં એ કોઈ કારણ રહ્યું નથી. એ ઈશ્વરકર્તા સિવાય જે આવેદાંતની જે પરમબ્રહ્મની Philosophy છે એમાં પણ એ વાત છે. એક કાળે બધું થાય છે. પાછું એની અંદર જેમ પાણીમાં તરંગ ઉત્પન્ન થાય એમ પાછી સૃષ્ટિની રચના થાય છે. કારણ-કાર્યનું Logic છે એનો કાંઈ મેળ ખાતો નથી. બધું પ્રલય થઈને એક પરમબ્રહ્મ થઈ જવાનું શું કારણ કે એનો સ્વભાવ એવો છે. જો એના સ્વભાવ છે તો એથી વિરુદ્ધ પરિણમન પાછું શરૂ થવાનું શું કારણ? બે સ્વભાવ થઈ ગયા વિરુદ્ધ સ્વભાવ થઈ ગયા. એ કોઈ સંભવી શકે નહિ.
મુમુક્ષુ - ઈશ્વર થવા પહેલા નિર્વિકલ્પ દશા ધારણ કરે પછી ઈશ્વર થયા પછી આખા જગતની જંજાળ...
પૂજ્ય ભાઈશ્રી –એ તો ઘણું સ્થળ છે. ઈશ્વરનું તત્ત્વજ્ઞાન તો ઘણું સ્થળ છે. પણ વેદાંતમાં બહ્મ, પરમબ્રહ્મનું તત્ત્વજ્ઞાન થોડું સૂક્ષ્મતાથી લીધું છે. અને એની અંદર આ સૃષ્ટિને ભ્રાંતિ કહી છે. આ એક ભ્રાંતિ છે. પણ ભ્રાંતિ કોને? પરમબ્રહ્મને ભ્રાંતિ? કે કોને ભ્રાંતિ થઈ છે? કેમ કે પરમબ્રહ્મ સિવાય તો જગતમાં કોઈ પદાર્થ નથી. ભ્રાંતિ થવાનું કોઈ કારણ ખરું એને? એવો કોઈ સ્વભાવ છે?
કેમકે જૈનદર્શનમાં આત્માનો સ્વભાવ કહ્યો, કે આત્માને અનંત શક્તિઓ છે, એમાંથી કોઈ શક્તિ એવી નથી, કે જે રાગને, દોષને, વિભાવને ઉત્પન કરે. જો આત્માને એ સ્વભાવ શક્તિ હોય તો કદિ પણ એનો નાશ થઈને અભાવ થઈને કોઈનો
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
રાજહૃદય ભાગ-૧૧ મોક્ષ થાય નહિ. પરિપૂર્ણ વીતરાગ સિદ્ધ દશા ન થાય. એનું આખું વિજ્ઞાન છે. એ સ્વભાવમાં નથી. તો પછી થાય છે એ વાત પ્રગટછે. પાછી એ ભ્રાંતિ છે એમ નથી કીધું. આની જેમ. જ્ઞાનીની દશામાં રાગ છે એનું શું? દોષ છે એનું શું? દુઃખ છે એનું શું? તો એ પર્યાયનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ નહિ હોવા છતાં પર્યાયનો એ ધર્મ છે. એમ એનું વિજ્ઞાન છે, એનું Science છે. અને એ વસ્તુના સ્વરૂપ અનુસાર બધી સૈદ્ધાંતિક વાત છે. શું કહ્યું?
તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી.” એ તો દઝંત આપ્યો છે. તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે. જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ટળે છે. અહીં ઉદાસીનતા થાય છે એટલે એનું અજ્ઞાન ટળે છે. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી.” તે (ઉદાસીનતાને લીધ) ભવિષ્યકાળમાં તે પ્રકારનું એટલે દર્શનમોહનીય કર્મને બાંધવાનો, ત્યાં અનંતાનુબંધીને બાંધવાનું કર્મ તેને ઉપાર્જન થતું નથી.
ક્વચિત્ પૂર્વનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય...” એટલે ઉપશમ થયેલું હોય તો....દર્શનમોહનીય અને અનંતાનુબંધી ઉપશમ થઈને રહ્યા હોય તો પૂર્વાનુસાર એટલે પહેલાની જેમ જ. કોઈ જીવને વિપર્યયઉદય હોય,...” અને દર્શનમોહનીયનો ઉદય થાય, અનંતાનુબંધીનો ઉદય થાય તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી,” તે ઉદય અનુક્રમે પાછો ફરીને ઉપશમીને ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે. પછી એ અનંતકાળ સુધી પરિભ્રમણ કરે એવું ન બને. વધુમાં વધુ “અર્ધપગલપરાવર્તનમાં અવય સંસારમુક્ત થાય છે.” એ મર્યાદિત કારણની અંદર એનો નિશ્ચય થાય છે. વધુમાં વધુ કાળ છે. તેથી ઓછા કાળમાં પણ અંતર્મુહૂર્તમાં પણ કોઈ માર્ગને ગ્રહણ કરે ખરા. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલપરાવર્તન. એટલા કાળમાં અને મુક્તિ થવી સંભવે છે.
પણ સમકિતી જીવને, કે સર્વશ વીતરાગને, કે કોઈ અન્ય યોગી” હોય. મહાત્મા, ભાવલિંગી સંત હોય. સાધુ, આચાર્ય, ઉપાધ્યાય કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે.' એવું વસ્તુનું સ્વરૂપ પણ નહોઈ શકે એવો સિદ્ધાંત પણ ન હોઈ શકે
મુમુક્ષુઃ- “શેઠિયાજીને આ વાત ઉપર...
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૫
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી – એ તો એ રીતે ગયા હતા કે જ્ઞાનીને દુખના પરિણામ ન હોય, એકાંતે સુખ હોય. જ્ઞાની તો સુખી થઈ ગયા. નરકમાં પણ સુખી છે ને ? એને જરાય દુઃખના પરિણામ ન હોય. એ અપેક્ષિત વાત છે. મુખ્ય વૃત્તિ સુખની છે એ વાત છે. એના પરિણામમાં પણ જેટલો રાગ હોય એટલી આકુળતા હોય, એટલું દુઃખ એને હોય. પણ એથી વધારે એમને “સોગાનીજી'ના એક statement સામે વાંધો હતો. એમનો જે વાંધો હતો એ તો સ્પષ્ટ ઉલ્લેખ કરીને આવેલો છે કે જો દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે પણ ઉપયોગ જાય અને એમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે, તો તીવ્ર કષાય હોય એને લાગે, મંદ કષાયમાં હોય તો ન લાગે. અને અહીંયાં તો સમકિતીની વાત લીધી છે. માટે આ વાત સિદ્ધાંત વિરુદ્ધ લાગે છે. અથવા આ અજ્ઞાનદશાની ઊપજ છે, જ્ઞાનદશાની ઊપજ નથી.
ગુરુદેવ’ તો અનુભવી પુરુષ છે. એમણે સીધું કહ્યું, કે જેને આત્માની શાંતિ જોઈ હોય એને આ મંદ કષાયનો વિકલ્પ ભઠ્ઠી જેવો લાગે છે. કોની સાથે સરખામણી કરી છે? અહીંયાં તીવ્ર કષાય અને મંદ કષાયની ચર્ચા નથી ચાલતી. અહીંયાં આત્માની જે નિર્વિકાર શાંતિ છે, મનની શાંતિ પણ નહિ, એની પાસે આ મંદ કષાયનો, અતિ મંદ કષાયનો વિકલ્પ ભઠ્ઠી જેવો લાગે છે. અને એ કોને ખબર પડે? કે એ શાંતિ વેદીને જે બહાર આવ્યો હોય એને ખબર પડે. વિચારવા જેવો વિષય છે. એમણે કહ્યું છે ભલે ખુલાસો નથી કર્યો, પણ વિચારીએ તો સમજી શકાય એવી વાત છે.
જ્યારે કોઈ જીવને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આત્માની શાંતિ અને સુખ, આનંદ અનુભવાય છે, એક ક્ષણમાં દશા પૂરી થાય છે. જીવ સવિકલ્પ દશામાં આવી જાય છે.
જ્યારે એ જીવ સવિકલ્પ દશામાં આવે છે, ત્યારે એને હજી આત્માના સ્વભાવનો જ વિકલ્પ હોય છે. હજી દેવ-ગુરુ-શાસ્ત્રનો વિકલ્પ (પણ) પહેલા તો નથી થતો. હજી તો એને જેનો અનુભવ થયો એનું ઘોલન અને એનો રસ વિકલ્પ દશામાં પણ છૂટતો નથી, કે આવો મહાન પદાર્થ અનંત શાંતિનો પિંડ!પોતે જ સ્વયં અનુભવગોચર થઈ ગયો! એટલે ત્યાંથી તો હજી એનું લક્ષ છૂટતું નથી. લક્ષ તો અમસ્તુ પણ છૂટતું નથી. હજી રાગના પરિણામ પણ એ બાજુ ખેંચાયેલા છે. વિકલ્પના પરિણામ પણ સ્વભાવ પ્રત્યે ખેંચાયેલા છે. એને હજી સ્વભાવનો પણ સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે, જેને અંતરજલ્પ કહેવામાં આવે છે.
શુદ્ધોપયોગની પહેલાની સેકન્ડોમાં અને શુદ્ધોપયોગની પછીની સેકન્ડોમાં, સેકન્ડમાં, હોં ! ક્ષણની અંદર સૂક્ષ્મ અંતરજલ્પ સ્વભાવનો ચાલતો હોય. બીજું ન
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
રાજહૃદય ભાગ-૧૧
ચાલે. જેનો અનુભવ કરવાનો છે અને જેનો અનુભવ કર્યો છે એ વિષય નથી બદલાતો. આગળ-પાછળ એક જ વિષય હોય છે. વિષય એટલો બધો નથી બદલાય જતો. પરિણમન ફરે છે, એટલું જ છે. તોપણ એને એ ભઠ્ઠી જેવું લાગે. આ દેવ-ગુરુ-શાસ્ત્રનો તો બહુ સ્થૂળ ઉપયોગ છે.
મુમુક્ષુ ઃ– હવે તો નિરાકુળ દશા અને અહીંયાં તો આકુળતા...
=
પૂજ્ય ભાઈશ્રી :– મોટો ફેર છે. તો ત્યાં હજી એ વાત થઈ ગઈ છે, કે પાણીની માછલી ભીની રેતીમાં ચાલે તો તડફડાટ લાગે, ગરમ રેતીમાં તો જીવે નહિ. કાંઠે જો રેતી ગરમ થઈ ગઈ હોય તો તરત જ મરણને શરણ થાય. પણ શિયાળાની ઠંડી રેતી હોય ને ? પગ મૂકતા એમ લાગે કે આ તો બરફની પાટ લાગે છે. ગામડામાં રહેતા હોય એને ખ્યાલ આવે કે પાણીનો કાંઠો હોય ત્યાં થોડોક ભેજ રહે અને પરોઢિયે ચાર વાગે દિશાએ જાય. ગામડામાં તો બહાર જાય ને ? ભીની રેતી ઉપર ખુલ્લો પગ, ઉઘાડો પગ પડે તો એમ લાગે કે આ બરફ જેવી ઠંડી થઈ ગઈ છે. પણ પાણીનું માછલું જો બહા૨ પડે ને તો તડફડાટ નાખે. એને ઠંડી સાથે સંબંધ નથી, પાણી સાથે સંબંધ છે. જીવ પાણીનો છે, ઠંડીનો નથી. પાણી એટલું ઠંડું નથી. રેતી એથી વધારે ઠંડી હોય. પાણી તો વહેતું હોય એટલે એને થોડો ગરમાળો હોય. ગામડામાં રહ્યા હોય એને બધી ખબર હોય.
મુમુક્ષુ ઃ– અને શિયાળામાં તો સવારે પાણી ગરમ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. સહેજ ગરમ થઈ જાય. ... રેતી એકદમ ઠરી ગઈ હોય. માછલીને બહાર રહેવાનું થાય ને તો એક સેકન્ડ રેતી ઉપર રહી ન શકે. સીધી તડફડાટ મારીને ઉછળવા જ મંડે. એવી દશા વિકલ્પમાં આવનારની છે. તો સ્થૂળ ઉપયોગની અંદર તો ઉપયોગ કેટલી બધી ભઠ્ઠી છે. એ વાત સોગાનીજી’એ કરી. ‘ગુરુદેવ’ને એ પ્રતીતિ આવી. વાત તો ભારે ખોલીને કરી છે, ક૨ના૨ે તો. કેમકે પોતાનો અનુભવ તો બોલે છે કે નહિ ? એ પોતે સંમત કરી છે. હવે કોઈ સંમત નથી કરતું અને કોઈ એની અંદર દલીલ આવે છે. તર્ક-વિતર્ક તો અનેક રીતે ઉત્પન્ન થઈ શકે છે. કયાંથી ઉત્પન્ન થયો ? ‘ગુરુદેવે’ ગોત્યું, આત્માની શાંતિ જોઈ નથી. નહિતર આ રીતે તર્ક આવે નહિ. ત્યાંથી કાઢ્યું. એટલે મોહ નથી ગયો વાત પૂરી થઈ ગઈ. એ જ વાત છે. જ્ઞાનીના માર્ગમાં બીજી ગડબડ ચાલે એવું નથી.
મુમુક્ષુ :– એક ન્યાય એવો પણ આવે છે ને કે મુમુક્ષુની ભૂમિકામાં પોતાના પરિણામમાં તીવ્ર દુઃખ લાગે બાહ્ય તરફ જાય ત્યારે. હજી તો સમ્યજ્ઞાન પ્રગટ ન થયું
Page #104
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૮ હોય અને પોતાના ચાલતા પરિણામમાં તીવ્ર દુઃખ લાગે તો હટવાનો પ્રયત્ન કરે.
પૂજ્ય ભાઈશ્રી - બરાબર છે. લાગે છે. શરૂઆત તો એમ જ થાય છે. ત્યાં સુધી કે છેલ્લે સૂક્ષ્મ અંતરજલા રહે છે એમાં પણ દુઃખ લાગે છે. અને ત્યારે જ ત્યાંથી ખસીને અંદરમાં આવે છે. છેલ્લે અંદરમાં આવે છે એનું કારણ પણ એ જ છે, બીજું નથી. જે શરૂઆત થઈ છે એ સ્થૂળ વિકલ્પોથી થઈ છે. પછી સૂક્ષ્મ વિકલ્પોમાં અને મંદ કષાયમાં પણ દુઃખ લાગે છે. પછી આત્માના સ્વભાવના વિકલ્પોમાં પણ દુઃખ લાગે છે. પછી ત્યાંથી ખસે છે. નહિતરતો ખસે જ કેવી રીતે જીવ ? સિદ્ધાંત તો એમ જ છે.
મુમુક્ષુ -. જેને બુદ્ધિપૂર્વક આ વાત, બુદ્ધિ વિચારમાં પણ બેસતી નથી એને તો છૂટવાનો પ્રયાસ ક્યાંથી થશે?
પૂજ્ય ભાઈશ્રી - પ્રશ્ન જ નથી. એ તો કહી દીધું ને? કે શાંતિ જોઈ જ નથી. નહિતર આ વાત ક્યાં હોય? બીજી ચર્ચા જ ક્યાં કરવાની રહે છે? એને આ માર્ગની ખબર નથી. બુદ્ધિપૂર્વક નથી બેસતી એના માટે તો પરમાગમસારમાં એક બોલ આવ્યો છે. ૮૮નંબરનું વચનામૃત છે.
સમ્યગ્દષ્ટિને રાગ કે દુખ નથી એમ કહ્યું છે એ તો દૃષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે. અપેક્ષાએ કહ્યું છે. પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રગછેદુઃખ છે તેને જો જાણે નહિ...? બુદ્ધિપૂર્વક ‘તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. એની તો ધારણ પણ ખોટી છે. ધારણા સાચી નથી એમ કહે છે. એના માટે અનુભવનો તો વિચાર જ કરવાની જરૂર નથી. એની તો ધારણામાં પણ ભૂલછે. ૮૮માં બોલમાં ‘ગુરુદેવે એ વાત કરી છે.
મુમુક્ષુ - બધા માટે આ એક જનિયમ છે.
પૂજ્ય ભાઈશ્રી :- સિદ્ધાંત, વસ્તુનું સ્વરૂપ તો કોઈના માટે કાંઈ (જુદું જુદું નથી), આ વસ્તુનું સ્વરૂપ છે. સિદ્ધાંત એટલે વસ્તુનું સ્વરૂપ છે.
મુમુક્ષુ - કોઈકને દુઃખ લાગે, કોઈકને ન લાગે એમ નહિ).
પૂજ્ય ભાઈશ્રી :- બિલકુલ નહિ ને બિલકુલ નહિ. ખોટી વાત છે. બની શકે જ નહિ. દુઃખ હોય એ દુઃખ જ લાગે. દુઃખ ન લાગે તો એ જ્ઞાનમાં ભ્રાંતિ છે. જે વાસ્તવિકતાએ દુઃખ છે એ દુઃખ ન લાગે તો એના જ્ઞાનમાં ભ્રાંતિ છે. ભૂલ છે એમ ન કહ્યું પણ ભ્રાંતિ છે, ભ્રમણા થઈ ગઈ છે. દોરડીમાં સાપ માન્યો છે, સાપમાં દોરડી માની છે, એના જેવું છે. એ તો જ્ઞાનમાં જ ભ્રમણા જ ઊભી થઈ. જ્ઞાન તો જે જેમ હોય છે તેમ જાણે. એનું નામ જ્ઞાન.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– જ્ઞાનમાં ભ્રમણા હોય તો પ્રતીતિ કચાંથી થાય ? પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન જ નથી. પ્રતીતિ વિપરીત હોય. પ્રતીતિ થાય કચાંથી ? પ્રતીતિ તો પરિણમન છે. વિપરીત હોય. સીધી વાત છે. એ તો સ્થૂળ વિષય છે. જે રાગાદિનો ભાવ છે એ તો સ્થૂળ વિષય છે અને સ્વભાવ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. સ્થૂળમાં હજી નિર્ણયનું ઠેકાણું નથી, સ્વભાવનો નિર્ણય હોય કયાંથી ? એ તો સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ છે. કયાંથી નિર્ણય આવે ?
એટલે (કહે છે કે) આવા મોક્ષમાર્ગીઓને, કેવળજ્ઞાનીઓને પણ ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે, ભોગવવું પડે એ સિદ્ધાંત છે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય...' આપણે તો સાધારણ કહેવાઈએ, એમ કહે છે. એમ નથી કહેતા કે હું મહાન છું અને તમે મુમુક્ષુ છો. અમે, તમે બધા સામાન્ય છીએ. ઓલા મહાપુરુષોની વાત છે. એને પણ ભોગવવું પડે. મહામુનિઓને આકરા રોગ આવે છે. ‘સનતકુમા૨’ ચક્રવર્તીને ગળત કોઢ થયો. અરે..! મુનિઓને પણ લોકોએ ઉપસર્ગ આપેલા છે કે નહિ ?પ્રાણ છૂટી જાય એવા ઉપસર્ગ હોય છે. એ પૂર્વકર્મ છે.
અમને તમને અલ્પલાભ હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ.....' સંસારમાં કોઈ પ્રતિકૂળતા જન આવવી જોઈએ. “એમ માનીએ...’ અથવા એવી આશા રાખીએ, કે હવે આપણે બહુ ધર્મ કરવા મંડ્યા છીએ, માટે હવે આપણને કાંઈ પ્રતિકૂળતા ન આવવી જોઈએ. તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે;...' બધું નિરર્થક. બંધ-મોક્ષની કોઈ વ્યવસ્થા રહેતી નથી.
મુમુક્ષુ :– ધર્મ કરવા માંડ્યા છીએ એ જ એને ભ્રાંતિ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– માની લીધું.
‘તો પછી કેવળજ્ઞાનાદિનિરર્થક થાય છે; કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અનેછેં...’ એટલે ભોગવ્યા વિના ‘નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે.' આખો માર્ગ ખોટો ઠરી જશે. જિનમાર્ગ જ ખોટો ઠરશે. એ માર્ગની વ્યવસ્થા રહેશે નહિ. જ્ઞાનીના સત્સંગે...’ પ્રથમાં પ્રથમ અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે...' આળસી જાય. જુઓ ! કેવો શબ્દ વાપર્યો છે ? આળસી જાય. કુદરતી ભાવમાંથી ભાવ અનુસાર શબ્દ આવે છે. એને અજ્ઞાની મળે ખરો. પૂર્વનો સંબંધ એને હોય તો મળી જાય ખરા. એ આળસી જાય. આળસમાં શું ભાવ છે ? ઉત્સાહ જેનો ઓસરી ગયો છે. એને ઉત્સાહ ન આવે. એવું થાય કે ઠીક, જૂનો સંબંધ છે. મળ્યા પણ આપણને કાંઈ રસ આવે એવું નથી. ન ૨સ આવે, ન રુચિ આવે, ન ઉમંગ આવે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૯
પત્રાંક-૫૪૮
મુમુક્ષુ - સ્તુતિમાં આવે છે. ‘રુચતાં જગતની રુચિ આળસે સૌ’. પૂજ્ય ભાઈશ્રી – આખા જગતની રુચિ આળસે. એક ભગવાન આત્મા રુચે.... ત્યાં તો સમયસારની વાત છે, તો આખા જગતની રુચિ આળસ્યા વિના રહે નહિ.
મુમુક્ષુ - જ્ઞાનીના વચન સાંભળે તો એ ચિટળવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- ટળવી જ જોઈએ. અને તો જ એણે સાંભળ્યા છે, નહિતર એણે સાંભળ્યા નથી. સંગફેર ન થાય,સંગનો વિવેકન થાય અને જીવ ફેરફાર ન કરી શકે તો સમજવું કે એણે આ વાત સાંભળી નથી. વાત કાને જ નથી પડી, એમ વાત છે. એમણે, પહેલી વાત એ લીધી, કે “જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે....” આળસને આળસે જ. “સત્યાસત્યવિવેક થાય...”
મુમુક્ષુ – ખાસ કરીને તો મુમુક્ષુ માટે બહુ.
પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ મહત્ત્વનો વિષય છે. કોઈ કોઈ જગ્યાએ તો એવા ટુકડા આવ્યા છે, કે મુમુક્ષુને પ્રતીતિ થઈ જાય એવું છે, કે ખરેખર આ પુરુષ મારી મુંઝવણ ટાળે છે. પરોક્ષ રહ્યા રહ્યા એના વચનો મારી મુંઝવણને ટાળે છે. વિશ્વાસ આવે એવું છે. એમની દશાનો વિશ્વાસ આવે. અને વિશ્વાસ આવ્યો હોય તો પુષ્ટ થાય, એને પુષ્ટિ મળે.
મુમુક્ષુ -મુમુક્ષુ શાસ્ત્ર જ કહીએ તો કાંઈ ખોટું નથી. પૂજ્ય ભાઈશ્રી -કાંઈ ખોટું નથી, કાંઈ ખોટું નથી. મુમુક્ષુ –પેલું મોક્ષ શાસ્ત્ર, આ મુમુક્ષુ શાસ્ત્ર.
પૂજ્ય ભાઈશ્રી – મોક્ષનું બીજ આમાં છે. મોક્ષનું બીજ મુમુક્ષતામાં રહ્યું છે. જો સાચી મુમુક્ષુતા એકવાર આવે તો એને મોક્ષ થયા વિના રહે નહિ. મૂળ તો ઉપદેશ જ મુમુક્ષુને છે. તમામ શાસ્ત્રોમાં અને સર્વ જ્ઞાનીઓનો ૯૦ ટકાથી ૯૫ ટકાથી વધારે ઉપદેશ જ મુમુક્ષને માટે છે. જ્ઞાનીને તો જ્ઞાન થયું છે, રસ્તો જોયો છે, આત્મા જોયો છે. આત્મામાં જવાનું, ઘર અને ઘરનો રસ્તો બેય જોયું છે. એને ઉપદેશની જરૂર પણ ક્યાં છે ? ન ઉપદેશ હોય તો પણ પૂર્ણતા સુધી પહોંચી જશે. એક વખત અંતર્મુખ થતાં આવડ્યું તો એમાં સ્થિરતા વધારતા પૂર્ણતા થવાની છે. અને એ પણ અંતર્મુહૂર્તમાં.
મુમુક્ષુ આ ન્યાય બરાબર છે. પૂજ્ય ભાઈશ્રી :- એને કાંઈ શિખવાની જરૂર નથી. ઉપદેશ અજ્ઞાનીને છે. અને જીવને અનંતકાળ એમાં જગયો છે. એકવાર પણ સાચી મુમુક્ષતા આવી નથી. એકવાર જો સાચી મુમુક્ષતા આવે તો બેડો પાર થયા વિના રહે નહિ. નિયમબદ્ધ વાત છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
८०
સિદ્ધાંતિક વાત છે.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ ઃ– આળસે એટલે શું ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. આળસી જાય એટલે માણસને જરાય ઉત્સાહ ન આવે. માણસ આળસુ નથી થઈ જતો ? એટલે આળસી જાય. એટલે એને કયાંય ઉત્સાહ ન આવે. માનો કે એવો સંગ પૂર્વે રહ્યો હોય કે એકબીજાને ઓળખાણ હોય, પરિચય હોય. એના સંગમાં જવાનું એને ન રુચે. એને એની પોતાની રુચિને પોષણ થાય એવો જ સંગ એને ગમે, સત્સંગ જ ગમે, એવા જ મુમુક્ષુ, એવા જ્ઞાની, એનો જ સંગ એને ગમે. પૂર્વકર્મના યોગે બીજો સંગ થાય તો એ આળસી જાય, નિરસ થઈ જાય. જરાય ઉત્સાહ ન આવે અને ઊલટાના પરિણામ એના પાછા પડે. એ એને ખ્યાલ આવે કે આ બહુ મને મનમો આપતા નથી. પહેલા મળતા હતા ત્યારે કેવા હસીબોલીને વાત કરતા હતા, હવે સાવ ઠીક છે. લટકતી સલામ જેને કહે. દ્વેષ ન કરે પણ એને રસ અને રુચિ ઉત્પન્ન થાય નહિ. આળસી (જવું) એટલે દ્વેષ ન કરે, પણ રસ ન લ્યે. એમ.
‘સત્યાસત્ય વિવેક થાય,...' અને બધા પડખેથી, સર્વ પડખેથી એને જ્ઞાનીનો સત્સંગ છે એટલે એને સાચા-ખોટાનો વિવેક થાય. સાચું શું છે ? ખોટું શું છે ? ન્યાય શું છે ? આત્માને હિતકર શું છે ? અહિતકર શું છે ? પોતાના પ્રયોજનના વિષયમાં એને બરાબર વિવેક થાય.
મુમુક્ષુ ઃ– કુસંગપ્રત્યે પ્રશસ્ત દ્વેષ તો આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશસ્ત દ્વેષ એટલે એમાં શું છે ? કે એનો નિષેધ કરે, એમ. કુસંગનો નિષેધ કરે એને પ્રશસ્ત દ્વેષ કહ્યો છે. પણ એ પ્રશસ્ત દ્વેષ એટલે એની સાથે કષાય કરે એમ નહિ. પ્રશસ્ત દ્વેષમાં કષાયની મંદતા લીધી છે, કષાયની તીવ્રતા નથી લીધી. આ એક સમજવા જેવો વિષય છે. પ્રશસ્ત દ્વેષમાં કષાયની મંદતા છે. પ્રશસ્ત દ્વેષ તો પુણ્યબંધ છે, પાપબંધ નથી. પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ. એ તો પ્રશસ્ત શબ્દ જ પોતે પુણ્યબંધના સૂચક છે. એ પ્રકાર સમજી લેવો.
મુમુક્ષુ :– હે ભગવાન ! હું બહુ પાપી છું, આમ છું, એ પ્રશસ્ત દ્વેષ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પ્રશસ્ત દ્વેષ છે. એનાથી પુણ્યબંધ થાય. હું મદોન્મત છું, હું પાપી છું, હું અધમાઅધમ છું, મારામાં અનંત દોષ છે. એ પોતાની નિંદા-ગર્હ (થાય છે) એ બધા પ્રશસ્ત દ્વેષના પરિણામ છે. એવી જ રીતે દેવ-ગુરુ-શાસ્ત્ર-સત્પુરુષ પ્રત્યે કોઈ વેર-વિરોધ કરતા હોય તો એનો વિરોધ કરે એ પણ પ્રશસ્ત દ્વેષમાં જાય છે. એ પણ પ્રશસ્ત દ્વેષ છે. એટલી વાત છે. એમાં તીવ્ર કષાય દેખાય તો એ પુણ્યબંધ છે,
Page #108
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૪૮
૯૧ પાપબંધ નથી. અને એમાં તો હિંસા કરે ત્યાં સુધી પુણ્યબંધ છે. ન સમજાય એવી કેટલીક વાતો છે. પણ કોઈ જિનમંદિર તોડતા હોય, કોઈ મુનિરાજની કરતા હોય, આ જંગલમાં તો મુનિરાજ હોય છે. સિંહ હોય, મુનિને ખાવા ધસમસતો આવતો હોય, સિંહ છે, વાઘ છે, ચિત્તો છે. સમ્યગ્દષ્ટિ રાજા ઊભો હોય, તલવાર કાઢે. એને ખાવાન
મુમુક્ષુ-તલવાર ન કાઢે તો એમિથ્યાષ્ટિછે?
પૂજ્ય ભાઈશ્રી – હા, તો મિથ્યાદૃષ્ટિ છે, તો એ મિથ્યાષ્ટિ છે. ત્યાં પછી એ વીતરાગતાની વાત કરે કે આપણે તો જ્ઞાતાદૃષ્ટા થઈ જાવ. હાલ... હાલતને શરીરનો રાગ છે... મુનિ ન કરે. સમ્યગ્દષ્ટિ રાજા હોય, મુનિ હોય તો ન કરે. કેમ કે એને પોતાના શરીરનો રાગ નથી એટલે. એમાં સિંહની હિંસા થઈ જાય. સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણી મરી જાય. પાપ લાગે કે નહિ? ન લાગે. પુણ્ય થાય. પુષ્યબંધ પડે, પાપબંધ ન પડે. એવું છે.
મુમુક્ષુ – સાથેના બીજા મુનિ બચાવવા જાય તો મિથ્યાષ્ટિછે?
પૂજ્ય ભાઈશ્રી: – હા. એ તો ખલાસ. એ પાછી ભૂમિકા બહારની વાત થઈ ગઈ. એ તો કહ્યું ને મિથ્યાદૃષ્ટિ છે. આની અંદર બોલશે ‘ગુરુદેવનું વચનામૃત છે. ૭૨૩ વચનામૃત.
ધર્મી જીવ વાણીનો યોગ,... પોતાને હોય. સમજાવી શકે એવો પુણ્યનો ઉદય હોયતો, વાદવિવાદકરી અસત્યનું ઉત્થાપન તથા સતનું સ્થાપન કરે. મુંગો ન બેસી રહે. ન ચાલે. વીતરાગમાર્ગમાં આવું ન ચાલે. ચોખ્ખું કહી દે. પરંતુ તે ન હોય... એટલે પોતાના પુણ્ય ન હોય તો જ્ઞાની હોય કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય અંતરમાં અસત્યનો નકારનિષેધતલ્લાક આવે જ.ત્રણ શબ્દ વાપર્યા છે. એક ઉદ્દે શબ્દ આવ્યો છે-તલ્લાક. એનો નકાર આવે, એનો નિષેધ આવે, એનો તલ્લાક આવે. તલ્લાક આવે એટલે સંબંધ છોડી દે. આ સંબંધ ન જોઈએ.
ત્યાં શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્યસ્થભાવ રાખનાર મિથ્યાદૃષ્ટિ છે.’ આપણે કોઈ ઝઘડામાં પડવું નહિ. એ વાદ-વિવાદ કર્યા કરે, આપણે કાંઈ આમાં પડવું નહિ. એમ નહિ.સિદ્ધાંત કોઈ ઉત્થાપતો હોય,સિદ્ધાંતને ઉથાપાય નહિ. સિદ્ધાંત તૂટે તો શાસન તૂટી જાય. “સમ્યગ્દષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહિ...'ઠંડો થઈને બેસી ન રહે. કે જોયા કરો આપણે તમાશો. જેમ કે પોતાની માતા ઉપર આળ આવે તો સુપુત્ર શું શાંતિથી તે સાંભળી રહે એ ન સાંભળી શકે. એનું લોહી ગરમ થયા વિના રહે નહિ.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
રાજહૃદય ભાગ-૧૧ તત્ત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે નહીં.” ન સહન કરી શકે. ભડાક દઈને ચોખ્ખું કહી દે, આ ફેર છે. એમાં બીજી શેહ, શરમ, કાંઈ મધ્યસ્થતા, શાંતિ રાખવી) એ બધા બહાના ખોટા છે. સત્ય તો સત્ય જ છે અને આ જ સત્ય છે. જો એને સત્ય ઉપર વિશ્વાસ હોય, સત્યાસત્યનો વિવેક હોય અને એનું બળ પ્રગટ્યું હોય તો એને યથાયોગ્ય પરિણામ થયા વગર રહે નહિ. બહારમાં પુણ્ય ન હોય તો પ્રવૃત્તિ ન કરી શકે.
મુમુક્ષુ -અંતરમાં વિવેક બરાબર ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – બરાબર કામ કરે, કાંઈ ગડબડ ન થાય. એ તો સત્યાસત્ય વિવેકમાં તો ઘણું છે. દિવસો નીકળી જાય એવું છે.
મુમુક્ષુ -બહારમાં પુણ્ય નહિ હોય એટલે?
પૂજ્ય ભાઈશ્રી:-બહારમાં પુણ્ય ન હોય એટલે શું છે કે એનું કોઈ સાંભળે એવું ન હોય, સમાજ એકતરફી થઈ ગયો, સમાજમાં ખોટા માણસો વધી ગયા હોય, અસત્યના પક્ષકારો વધી ગયા હોય અને એનું કોઈન સાંભળે.
મુમુક્ષુ –આ સાંભળ્યા વિના એને કેવી રીતે ખબર પડી કે મારે નથી સાંભળતા?
પૂજ્ય ભાઈશ્રી - એને પુણ્યનો તો ખ્યાલ આવે ને બોલી જોવે એટલે તરત ખબર પડે કે કેટલા સામે ઊભા રહે છે.
મુમુક્ષુ -બોલવું તો પડશેને?
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમાં ક્યાં વાંધો છે ? બોલે તો ખરો જ, કહે તો ખરો જ. નકારતો આવે જ.
મુમુક્ષુ-નહિતો અહીંયાં છલ પકડે કે મારા પુણ્ય નથી. પૂજ્ય ભાઈશ્રી:- એમ નથી. મુમુક્ષુ-એને પરીક્ષા કરવી પડશેને કે મારે પુણ્ય છે કે નહિ? પૂજ્ય ભાઈશ્રી:-પોતાની વાત સ્પષ્ટ કરે. નહિતર તો મૌન રહે તો એમ થાય કે આ તો એના પક્ષમાં લાગે છે. એને ગણી લે. એમ નથી. આ બાબતમાં મારો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. હું આ બાજુ જ છું. પરિણામ ગમે તે આવે એની સાથે મારે સંબંધ નથી પણ હું સત્યનો પક્ષ છોડીશ નહિકોઈ ભોગે ન છોડે. નહિતર તો આત્માને વેચવા જેવું જ છે.
મુમુક્ષુ - એ વિચાર તો પોતાના બે-ચાર પક્ષવાળા હોય, એ વિચારસરણીના હોય એમાં પ્રદર્શન કરે કે સમાજમાં કરે ?
Page #110
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૯
૯૩
પૂજ્ય ભાઈશ્રી :– બેય જગ્યાએ કરે. સામા હોય એને કરે, બીજા ને કરે. ગમે ત્યાં
કરે. એમાં એની મર્યાદા શું છે ? ગમે ત્યાં કરે. સ્પષ્ટ ખુલ્લી વાત છે.
મુમુક્ષુ :– ‘ગુરુદેવ’ કેટલા પડખા ખોલીને બતાવે !
=
પૂજ્ય ભાઈશ્રી :– હજારો પડખા ખોલીને વાત કરી છે. ક્યાંય જીવ ભૂલે નહિ. એનો ‘અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પ કાળમાં અથવા સુગમપણે બને..' બને જ. ન બને એવું નથી. ‘એ સિદ્ધાંત છે;...' એમ જ બને. જો જ્ઞાનીપુરુષનો નિશ્ચય થયો હોય તો અલ્પકાળમાં આમ બને અને સુગમપણે આમ જ બને. એનું આત્માનું હિત થયા વિના રહે નહિ. અલ્પકાળમાં સુગમપણે આત્મહિત તે જીવ સાધે, સાધે ને સાધે જ. એક જ પેરેગ્રાફ લેવો હતો ને ? બાકી તો બધું વંચાય ગયું છે.
પત્રાંક-૫૪૯
માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે ?
કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિહોવા યોગ્ય ન હોય.
માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો.
પત્રાંક-૫૪૯, પાનું-૪૪૨. એ પણ ‘સોભાગ્યભાઈ’ ઉ૫૨નો પત્ર છે. માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવા
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
રાજહૃદય ભાગ-૧૧
પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષો મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ ૨હેશે ?” “સોભાગભાઈ’ને કોઈ આર્થિક બાબતમાં ‘શ્રીમદ્જી’ના ભાગીદાર ‘માકુભાઈ’ કરીને હતા, ‘માણેકલાલભાઈ’ ‘વડોદરા’ના, એમને કોઈ પત્ર લખ્યો હશે. એ પત્રનું એમણે વર્ણન કર્યું છે, કે તમે અધીરજથી કાગળ લખ્યો છે, તમારા પરિણામમાં ઘણું આર્તધ્યાન દેખાય છે. બીજાની આજીવિકાનો ભંગ થાય છે એવો પણ એની અંદર કોઈ પ્રકાર ઊભો થયો છે. વળી રાજકાજમાં એટલે રજવાડાની કોઈ વાત હશે, તો એમાં પણ કોઈને કાંઈ મુશ્કેલી પડે એવું હશે, કદાચ રાજા એને કાઢી મૂકે, કે એની આજીવિકાનો ભંગ થાય. અને તમને પાછો કોઈ ખાસ પૈસાનો લાભ છે નહિ. સામાન્ય લાભ છે. ‘તુચ્છ એવા દ્રવ્યાદિ...’ અથવા ઘણો લાભ હોય તો એ લાભ તુચ્છ છે એમ કહે છે. દ્રવ્યાદિનો લાભ તો તુચ્છ છે. છતાં ફરી ફરીને તમે લખો છે, એ બિલકુલ સારું નથી. જુઓ ! જ્ઞાની છે. સોભાગભાઈ’ એમના જમણા હાથ જેવા છે. કેવા છે ? સૌથી વધારે નિકટના પ્રિય મુમુક્ષુ છે, પાત્ર મુમુક્ષુ છે પણ સાચી વાત કરતાં જરાય (અચકાતા) નથી. આ જ્ઞાનીનું લક્ષણ છે. એ મારા વધારે પ્રશંસક છે, એ વધારે યોગ્યતાવાળા છે, માટે એનું ખોટું ચલાવી લો, માટે એ બરાબર ન હોય તો આંખ મીંચી જાવ, કે એને પોષણ મળે એ વાત શાની ચલાવતા નથી.
મુમુક્ષુ ઃ– જ્ઞાની ખાનગીમાં ઠપકો આપે.
પૂજ્ય ભાઈશ્રી :– ભલે ખાનગીમાં આપે પણ આપે. આપે તો ખરા. એને રોકે. આપે એટલે એને રોકે, કે ભાઈ ! આ વસ્તુ બરાબર નથી. તમે જે રસ્તે જાવ છો એ રસ્તો તમારા માટે બરાબર નથી. તમારા પરિણામમાં નુકસાન છે, તમારા આત્માને નુકસાન છે. આત્માના નુકસાન (થવા પ્રત્યે) એને રોકે નહિ... અરે..! મુમુક્ષુ-મુમુક્ષુ એવા સાધર્મી હોય તો રોકે, જ્ઞાની તો રોકે જ પણ મુમુક્ષુ હોય તો રોકે જ. અને જો ન રોકે તો એ મિત્ર નથી ખરેખર તો એ દુશ્મન છે. એને નુકસાનમાંથી બચાવે એનું નામ મિત્ર છે. એના નુકસાનને પ્રોત્સાહન આપે એ મિત્ર નથી, એ તો દુશ્મન છે. અને લડે એના કરતા વધારે ખતરનાક છે. દુશ્મન તો લડે. આ લડતો નથી એવો દુશ્મન છે. પણ ઓલા લડનાર કરતા વધારે ખતરનાક છે. એના જેવી વાત છે.
મુમુક્ષુ :– જ્ઞાનીને વિશેષ કરુણા ઉછળે તો સાર્વજનિક ઠપકો આપે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૪૯
૯૫
પૂજ્ય ભાઈશ્રી :– જો સાર્વજનિક આપે તો પણ એની કરુણા વિશેષ છે. એને સાર્વજનિક ઠપકો આપવો યોગ્ય છે એમ સમજીને આપે છે અને ખાનગીમાં આપે તો એ પણ એમનો વિવેક જ છે. બેય બાજુ એમનો વિવેક જ છે. એમનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે – આ ગાંઠ મારવી. .. જે જ્ઞાનીપુરુષનું સર્વ આચરણ વંદનને યોગ્ય જ છે-આ ગાંઠ મારી દેવી. એમાં બીજી બાંધછોડ ન કરવી. પછી ભલે પોતાને ઠપકો મળતો હોય તો પણ.
=
મુમુક્ષુ :– વિશેષ માન ચડ્યું હોય તો જ્ઞાની જાહેરમાં ઠપકો આપે. તો આ તો જ્ઞાનીની અનંત કરુણા થઈ ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :– હા, વિશેષ કરુણા સમજવી, ત્યાં વિશેષ કરુણા સમજવી. મુમુક્ષુ – મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકા તો કાચી છે. એ મુમુક્ષુ-મુમુક્ષુને કહે ત્યાં તો વધારે આની સાથે વધારે દૂરપણું થઈ જાય છે.
:
પૂજ્ય ભાઈશ્રી :– દૂર૫ણું થાય એવી રીતે ન કહે, નજીકપણું થાય એવી રીતે કહે. કહેવા કહેવામાં ફેર પડે છે. દરેક માણસ પોતાના લાભ-નુકસાનને સમજે છે. કહેવાની પદ્ધતિમાં ફેર પડે છે. એમ લાગે કે અત્યારે સારી પદ્ધતિથી કહેતા પણ નુકસાન થશે તો સમય જોઈને કહે. એના પરિણામ ઠીક થાય પછી આપણે વાત કરશું. અત્યારે કહેવા જઈશું તો સારી પદ્ધતિથી કહેશું તોપણ કદાચ અવળું પડશે. એમ જાણે તો થોડો સમયનો વિવેક કરી લે. એટલી વાત છે.
મુમુક્ષુ – મુમુક્ષુની ભૂમિકામાં તો એટલી સાવધાની રહેતી નથી.
પૂજ્ય ભાઈશ્રી :– રાખવી જોઈએ, રાખવી જોઈએ. જ્યાં લાભ-નુકસાનનો પ્રશ્ન હોય, પોતાને કે બીજાને, વિચારથી, વિવેકથી વર્તવું પડે. બીજો ઉપાય નથી એની અંદર. અને દરેક વિષયમાં થોડો વિચાર કરે એટલે બધું સમજાય એવું છે. સત્સંગ એના માટે જ છે કે દરેક પડખાથી એની વિચારણા કરી શકાય. કોઈપણ પડખાની ચર્ચા નીકળે એટલે એ વાત સમજાય જાય છે. ન સમજાય એવું કાંઈ નથી. જોકે એવો ઊંડો અને સૂક્ષ્મ વિષય નથી કે ન સમજાય. સમજાય એવો છે. આ તો આપણે તો શું છે ? આ એક મહાપુરુષનું અને ઉત્કૃષ્ટ મુમુક્ષુનું જીવંત ચરિત્ર છે. તો મહાપુરુષ કેવી રીતે વર્તે છે અને એના ઉપરથી પોતાને શું ઉપદેશ લેવાનો છે, એટલો વિષય આપણને લાગુ પડે છે. એ દૃષ્ટિકોણથી આપણે વિચારીએ છીએ.
મુમુક્ષુ :– આપણા જીવનમાં આવું કાંઈક થાતું હોય તો સાવધાન થવું. પૂજ્ય ભાઈશ્રી :– ચોક્કસ.
=
Page #113
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ - સોભાગભાઈના પિતાશ્રી રાજમાં કોઈ હોદા ઉપર લાગેલા હતા. Stateથી એમને કાઢી નાખેલા અને સંપત્તિ જપ્ત કરી હતી.
પૂજ્ય ભાઈશ્રી:-હા. ઝવેરાત વહેંચતા હોય તો કોઈ સ્ટેટમાં ઓળખાણો... મુમુક્ષુ –પાછી કોઈની આજીવિકાને માટે મારું થઈ જાય. એવું લાગે છે.
કેટલીક રીતે નિવૃત્તિને અર્થે અને સત્સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે, તે વાત અમારા લક્ષમાં છે. તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય.” જો તમારી ખરેખર સત્સંગની, નિવૃત્તિની, આત્મહિતની ઇચ્છા હોય તો પછી આ પ્રકાર ન હોય. વિરૂદ્ધ પ્રકાર છે એ તમારે ખ્યાલ રાખવા જેવો છે. “માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી...” આટલું લખ્યું તોપણ કહે છે કે જેટલું લખવું જોઈએ તેટલું નથી લખ્યું. “તોપણ વિશેષતાથી આ ઠપકો વિચારશો.”
મુમુક્ષુ -ઘણી સારી વાત છે.
પૂજ્ય ભાઈશ્રી:-કેવા પ્રસંગો બન્યા છે ! કેવી એની અંદરથી પોતે વાત ગ્રહણ કરવા જેવી છે એ વાત છે. એ પ૪૯પત્ર છે.
પત્રાંક-૫૫૦
મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ,
ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું.
એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.
આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું.
Page #114
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
s
ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટદ્દેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવતર જેટલો તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેના વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે – એક તો કંઈ સિદ્ધિયોગથી દુખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ યોગ્ય છે; અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઇચ્છા રહ્યા કરે છે.
તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારનો પરિશ્રમ આપીને વહેવાર નિભાવવો એ આ જીવની સવૃત્તિનું ઘણું જ અદ્ભુત્વ બતાવે છે; કેમકે અમારા
અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી, એવી સ્થિતિ છતાં
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
રાજહૃદય ભાગ-૧૧
પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવુંદેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરતું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે; કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગન્ના બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમ કે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી; પણ સામો વધારે બળવાન થાય છે. આ વિષયપરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઇચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે.
આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે; તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવુંદેવું થાય એવો વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ કર્યાંક કયાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગના વિચારનો છે અન તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ
Page #116
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૦
૯૯
કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્યુ પણ ઉપશમાવવાં જોઈએ.
અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ જવિનંતી.
પ્રણામ પ્રાપ્ત થાય.
૫૫૦મો પત્ર છે એ ૫૪૮માં પત્રમાં છેલ્લી લીટી લખી છે, કે કાંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરીને આવતી કાલે પૂરો થશે.” એ પત્ર એમણે બીજે દિવસે નહિ ને ત્રીજે દિવસે લખેલો છે.
ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, પૂરતું સમાધાનનું કારણ ન થાય એ માટે છેવટે તેમાં લખ્યું હતું... આ છેલ્લી લીટી. કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.” એમ છેલ્લે લખ્યું હતું.
આવતી કાલે એટલે ગઈ કાલે પત્ર લખે છે એમાં પરમ દિવસે. આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી. એમ ગઈ કાલે લાગેલું કે આવતી કાલે લખવું ઠીક છે એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. આજે લખું છું. આટલો ખુલાસો કર્યો. એક દિવસ ફેર લખ્યો એમાં આટલો ખુલાસો કર્યો. સહેજે એમ લાગ્યું કે આજે નહિ હવે, કાલે એકદિવસ રહીને લખીશ.
ગયા પરમદિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશયલખ્યા છે... જોયું? કેટલીક વાતો આશય ગંભીરતાની લખી છે તે વિચારવાન જીવને આત્માના પરમહિતસ્વી થાય તેવા આશય છે. એ પણ મુમુક્ષુજીવને વિચારવાન જીવને એના આત્માનું ઘણું કલ્યાણ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧OO
રાજહૃદય ભાગ-૧૧ થાય એવી અમે એ પત્રની અંદર વાત લખી છે. પરમહિત થાય એવી વાત લખી છે. એ વાત આવી ગઈને? પહેલો Paragraph આપણે reapeat કર્યો એની પહેલી સવા બે લીટી અને આ બાજુમાં નીચે અઢી લીટી. એ બહુ ગંભીર વાત લખી છે. સામાન્ય વાત નથી લખી પણ ગંભીર વાત લખી છે.
બીજી એ પણ ગંભીર વાત લખી છે કે તમે સત્સંગમાં આવ્યા પછી એ સત્સંગના નિમિત્તે કોઈ તમારા ભૌતિક સંયોગો, બાહ્ય સંયોગો સંબંધી કોઈ આશા રાખો, એ સંબંધીની પ્રવૃત્તિ કરે તો એ વાત જ્ઞાનીના માર્ગની વિરુદ્ધ છે. એ વાત પણ ગંભીરતાથી લેવા જેવી છે. એના માટે જ અમે આ કાગળ ફરીને લખ્યો છે. એ વાતને જરા એમણે જરા વધારે વિસ્તારથી કરી છે. વિશેષ લઈશું.
ઓળસંશાનું સ્વરૂપ સમજી તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણકે તેથી, નિજ કલ્યાણરૂપ એવું છે, પ્રયોજન ચૂકી જવાય છે અને મિથ્થા સંતોષ લેવાય છે. ક્રિયાકાંડ અને પદ-ગાવારૂપ ભક્તિ પ્રાય: ઓધસંજ્ઞાએ થાય છે. કારણકે તેમાં વર્તમાન મુમુક્ષુ-ભૂમિકા પ્રત્યે દૃષ્ટિ જતી નથી. પરંતુ સ્વાધ્યાય અને સત્સંગમાં પણ જ્યાં રુઢિગત પ્રવૃત્તિ છે, ત્યાં વર્તમાનમાં પ્રયોજનભૂત શું છે ? તેના ઉપર કોઈ વીરલ જીવનું લક્ષ હોય છે. તેથી તે પ્રસંગ / પ્રવૃત્તિ પણ ઓળસંજ્ઞાએ, જાણપણું વધારી, જિજ્ઞાસા ઘટાડી, મિથ્થા સંતોષાઈ, વિસર્જન કરાય છે. સારાંશ એ કે વર્તમાન ભૂમિકાને અનુલક્ષી પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોવી ઘટે
(અનુભવ સંજીવની–૧૩૬ ૧)
Page #118
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
તા. ૧૩-૧૧-૧૯૯૦, ૫ત્રક – ૫૫૦ પ્રવચન નં. ૨૫૦
૧૦૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૦, પાનું-૪૪૨. મોટા પેરેગ્રાફથી, નીચેનો છેલ્લો.
ગયા ૫૨મ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમહિતસ્વી થાય તેવા આશય છે.’ ૫૪૮ પત્રમાં મુમુક્ષુજીવને, વિચારવાન એટલે મુમુક્ષુજીવને ૫૨મહિત થાય એવી કેટલીક વાતો લખી છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે.........’ એ વાત પણ સહેજે સહેજે તમને અગાઉ પણ ઘણી વાર કહેવાઈ છે. છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે.’ તમારે સંયોગ પાછળ પરિણામ ન લગાડવા જોઈએ. ભલે સંયોગોમાં પ્રતિકૂળતા હોય તોપણ. સંયોગ પાછળ પરિણામ લાગશે તો આત્મા પાછળ પરિણામ નહિ લાગે. એ એક આત્માથી દૂર જવાનું બધા સંસારીજીવોને કા૨ણ બને છે. મુમુક્ષુ પણ એમ જ કરે તો બીજામાં અને આમાં ફરક શું પડશે ?
જગતના તમામ જીવોના પરિણામ સંયોગ પાછળ વીંટળાયેલા રહે છે, છૂંચાયેલા રહે છે. જીવ ત્યાંથી છૂટી શકતો નથી. હવે જેને મુક્ત થવું છે, મુમુક્ષુ એટલે જેને મુક્ત થવું છે એને તો પરિણામનો વિષય બદલવો જોઈએ. કોઈ એમ કહે કે અનુકૂળતા હોય તો તો પરિણામ ન લાગે પણ પ્રતિકૂળતામાં તો લાગે ને. એવું કાંઈ નથી. અનુકૂળતાવાળાને વિશેષ લાગી જાય છે, વધારે રસ પડી જાય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા બેમાંથી તો એક હોવાના જ. કાં અનુકૂળતા હશે, કાં પ્રતિકૂળતા હશે. બેમાંથી કોઈ એક પ્રકા૨ હોય, હોય ને જ. જેના પરિણામ પ્રતિકૂળતામાં લાગે છે એના અનુકૂળતામાં લાગ્યા વગર રહેશે નહિ. અનુકૂળતામાં લાગેલા છે એના પ્રતિકૂળતામાં છૂટી શકશે નહિ. આ નિયમબદ્ધ છે.
મુખ્ય વાત એ છે, કે ‘આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર...’ એ વાત ભૂલાઈ ગઈ છે અથવા તમારાથી ભૂલાઈ જાય છે. ‘અમારા પ્રત્યે માવીતર જેટલો
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૧ તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી. માના જણ્યા ભાઈ હોય, અત્યંત પ્રેમ હોય એની વાત છે, હોં! અત્યારે પરિસ્થિતિ છે એ નહિ. અત્યંત પ્રેમ હોય. અભિન્ન ભાવના જેને કહે. ભેદભાવ ન હોય. બે ભાઈ વચ્ચે ભેદભાવ ન હોય, તારુંમારું ન હોય એ પ્રકાર જેનો હોય એની વાત છે). અને પાછો “ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી...” એટલે તમને કહી શકાય. ઘરનાને બે વાત કડક કહી શકાય. પારકાને ન કહેવાય પણ ઘરનાને તો સાચી વાત જરા કડકાઈથી કહી શકાય એવો અરસપરસ અધિકાર હોય છે.
એમ ગણીને તથા દુખ સહન કરવાની અસમર્થતાને લીધે...” તમે દુઃખ સહન નથી કરી શકવાના એવી તમારી માન્યતાને લઈને અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે - એ સંયોગ સુધારવા માટે તમે અમારી પાસે બે પ્રકારે માગણી કરી છે. બહુ સ્પષ્ટ લખે છે. એક તો કંઈ સિદ્ધિયોગથી દુખ મટાડી શકાય તેવા આશયની,... તેવી યાચના છે કે આપની પાસે કાંઈક રિદ્ધિ-સિદ્ધિ છે, કાંઈક ચમત્કાર છે. અમારું દુઃખ ટાળો. અમે દરિદ્રછીએ, અમારું દુઃખ ટાળો. એક તો એ પ્રકારે (કરી છે).
બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની.” અમને કોઈ એવો વેપાર-રોજગાર બતાવી દો. તો પછી આજીવિકાની ઉપાધિ રહે નહિ. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ શોધનાર... છે. આ બેમાંથી એક્ટ યાચના થાય, કોઈપણ પ્રકારે યાચના થાય એ સંયોગ પાછળના તીવ્ર રસવાળા પરિણામ છે, અનુકૂળતા–પ્રતિકૂળતાને ઘણું મૂલ્ય આપી દીધા પછી એ પરિણામ ઉત્પન્ન થયેલા છે. એ તમારા આત્માને હિતનું કારણ છે એટલે તમારી જે યોગ્યતા છે. એની પાસે આત્મહિતનું શું કારણ છે? “સોભાગભાઈ પાસે એવી યોગ્યતા છે. એ યોગ્યતાને રોધનાર, રોકનાર છે. એ યોગ્યતાને અટકાવી દે છે. તમારે જે તમારા આત્મહિતમાં આગળ વધવું જોઈએ, એને આ પરિણામ રોકી લે છે. આમાંથી શું તાત્પર્ય નીકળે છે ? કે ભલે કોઈ જીવ યોગ્યતાવાન હોય, ઓછા અથવા વધારે પ્રમાણમાં થોડા અથવા ઘણા પ્રમાણમાં યોગ્યતાવાન હોય તોપણ એની યોગ્યતાને રોકાવાના કારણો બને છે એમાં સંયોગ પાછળના પરિણામ એ મુખ્ય ભાવ ભજવે છે. તે એની યોગ્યતાને રોકશે. એમાંથી વિકાસ નહિ થાય, આત્મિક વિકાસ નહિ થાય. આત્મશાંતિને, આ યોગ્યતાને કહો કે આત્મશાંતિને એ છંધ છે. અને એટલી એને આપત્તિ છે, એટલી વિપત્તિ છે, એટલું દુઃખ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૦૩
મુમુક્ષુ :– એવા પરિણામમાં યોગ્યતા ઉત્પન્ન થઈ શકે છે ? એવા જાતના ભાવ રહેતા હોય, આશ્રયબુદ્ધિ થઈ ગઈ ને ? આર્થિક અનુકૂળતા વગેરેની. તો યોગ્યતા પ્રગટ થઈ શકે ?
પૂજ્ય ભાઈશ્રી :– એ પરિણામથી કેવી રીતે થાય ? એ પરિણામ તો યોગ્યતાને રોકનાર છે.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’માં યોગ્યતા હતી પણ યોગ્યતા વૃદ્ધિગત નથી થતી. યોગ્યતા હતી તો પછી યોગ્યતા ચાંથી સ્ફુરી ? પરિણામ તો પેલા છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– યોગ્યતા તો એમને ‘શ્રીમદ્દ’ પ્રત્યે ભક્તિભાવ થયો અને પોતાના આત્માને મુક્ત થવાની જે ભાવના થઈ એમાંથી યોગ્યતા ઉત્પન્ન થઈ ગઈ. સત્પુરુષ પ્રત્યેનું મૂલ્યાંકન થયું, ઓળખાણ થઈ અને આત્મહિતની ભાવના થઈ. એનાથી યોગ્યતા ઉત્પન્ન થઈ ગઈ. હવે એ યોગ્યતા આગળ વધીને સમ્યગ્દર્શન આદિ ધર્મને પામે, એવી સરસ યોગ્યતા હોવા છતાં આ સંયોગ પ્રત્યેના પરિણામ એ યોગ્યતાને આગળ વધવા દેતા નથી, રોકી પાડે છે, એમ કહેવું છે. એ વાત તો એમની થઈ. પણ કોઈ પણ પાત્રજીવને, પાત્રતા ઓછી હો, એ તો વિશેષ પાત્રતાવાન જીવ છે તોપણ એને એ પ્રતિબંધનું કારણ છે, રોધનું કારણ છે, અવરોધનું કારણ છે. પણ કોઈપણ કોટીના મુમુક્ષુને, કોઈપણ ઓછીવત્તી પાત્રતાવાળા જીવને સિદ્ધાંત તો આ જ લાગુ પડે છે. એટલે પોતે પોતાને વિષે વિચારવાનું છે કે જો કાંઈ આ જીવની યોગ્યતા હોય તો સંયોગ પ્રત્યેના જે મારા પરિણામ છે એ મારી યોગ્યતાને હાનિ કરવાના છે. અને ઉદય તો દરેકને હોવાનો જ છે. બધા પૂર્વકર્મ લઈને આવ્યા છે. બધાને કાંઈ ને કાંઈ... કાંઈ ને કાંઈ... કાંઈ ને કાંઈ છે જ. એમાં આ કાળમાં સર્વથા અનુકૂળતા હોય એવો તો એક જીવ પણ ગોતી શકાય એવું નથી. કાળ જ એવો હુંડાવસર્પિણી છે કે કેટલીક જાતના પુણ્યઉદયના યોગે, કેટલીક જાતના પાપના યોગ ચાલુ ને ચાલુ હોય જ છે. બે એક સાથે ઉદયમાં હોય છે. અનુકૂળતા ગૌણ થઈ જાય છે. પ્રતિકૂળતાની ઉપાધિ એને એવો ઘૂચવે છે, એવો મૂંઝવે છે, એવો અટકાવે છે કે એની યોગ્યતા છે એ ખલાસ થઈ જાય છે.
મુમુક્ષુ :– ગર્ભિત યોગ્યતા પણ જોઈએ ને ?
–
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમને તો પ્રગટ હતી, સોભાગભાઈ’ને તો પ્રગટ હતી. ગર્ભિત તો જ્ઞાની જોઈ શકે છે પણ આમને તો કેટલીક યોગ્યતા પ્રગટ હતી. એ પણ પ્રશ્ન નહોતો. પણ એ યોગ્યતા એવી સરસ હતી, કે એ જીવ ધર્મ પામી શકે, સમ્યગ્દર્શનમાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
રાજદય ભાગ-૧૧ આવી શકે એવી ઘણી સારી યોગ્યતા હોવા છતાં એમને જે વર્તમાન પોતાના સંયોગ ઉપરની જે પરિણામની તીવ્રતા થઈ આવતી હતી અને પ્રતિકૂળતા હટાવવા માટે એ શ્રીમદ્જીને ખુદને યાચના કરતા હતા. આ જે કંઈ ધંધો-વેપાર કરે એનો એટલો એમને વાંધો નહોતો. એમ નહોતા કહેતા કે તમારે આજીવિકાની તકલીફ છે છતાં તમે ધંધોન કરતા, વેપાર ન કરતા, કોઈ તમે વ્યવસાય ન કરતા, નોકરી ન કરતા એવું નથી કીધું. એમાં એટલું નુકસાન નથી. પણ ધાર્મિકયોગની અંદર જે અનુકૂળતા પ્રાપ્ત કરવાનો એમનો પ્રકાર હતો એ યોગ્ય નહોતો. એ એમને દર્શનમોહને તીવ્ર થવાનું કારણ હતું. કોઈપણ જીવને એ દર્શનમોહને તીવ્ર થવાનું કારણ જછે.
મુમુક્ષુ -આમાંથી એક વાત ફલિત થાય છે કે યોગ્યતાનું માપ પણ જ્ઞાની જ કાઢી શકે, અજ્ઞાની તે માપ કાઢી ન શકે.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એમ જ છે. મુમુક્ષુ – અજ્ઞાની માપ ન કાઢી શકે. મુમુક્ષુ મુમુક્ષુની યોગ્યતાનું માપ કાઢી ન
શકે.
પૂજ્ય ભાઈશ્રી – કદાચ ઓછા-વત્તા પ્રમાણમાં જેટલી નિર્મળતા હોય એટલો ખ્યાલ આવે. જેમ કે કોઈ પોતા કરતા વિશેષ યોગ્ય હોય તો ખ્યાલમાં આવી જાય. કોઈ પોતા કરતા વિશેષ પાત્ર હોય).
મુમુક્ષુ - બહારનો ખ્યાલ આવે મંદતાનો, ઉદાસીનતાનો, એ બધો ખ્યાલ આવે યોગ્યતાનો ખ્યાલ મુમુક્ષુને આવે)?
પૂજ્ય ભાઈશ્રી:- એની જે આત્મા તરફની ભાવના હોય છે, એની જેલગની હોય છે, તાલાવેલી હોય છે એનાથી ખ્યાલ આવી જાય. ન જ આવે એવું નથી. આવે. ભલે જ્ઞાનીને આવે એટલો ખ્યાલ)ન આવે. જેટલો ખ્યાલ જ્ઞાનીને આવે એટલો ન આવે. કેમ કે એ તો એ વિષયની જ્ઞાનમાં જેટલી નિર્મળતા છે એટલું માપ આવે છે. એ મુમુક્ષુના જ્ઞાનની નિર્મળતા ઉપર આધારિત છે. જેટલી પોતાને તે ભૂમિકાની નિર્મળતા હોય એટલો ખ્યાલ આ વિષયમાં વધારે પડે છે. આ વિષય જે આત્મા સંબંધીનો, પાત્રતા સંબંધીનો, અધ્યાત્મનો જેટલો વિષય છે, એ બધામાં જ્ઞાન કેટલું કરે? કે જેટલી પોતાની નિર્મળતા હોય એટલું. બસ. આ સીધે સીધી વાત છે. એટલે મુમુક્ષુને જેટલી નિર્મળતા હોય એટલો એને ખ્યાલ આવે. જ્ઞાની જેટલો તો ન આવે એતો સ્વભાવિક છે. | મુમુક્ષુ – એની માપમાં ભૂલ પણ થવાનો સંભવ છે. મુમુક્ષુને બીજા મુમુક્ષુની યોગ્યતાના માપમાં ભૂલ થવાનો પણ સંભવ છે. જ્યારે જ્ઞાનીને યોગ્યતાનું માપ આવે છે
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પત્રાંક-૫૫૦ એ તો બિલકુલ...
પૂજ્ય ભાઈશ્રી:-હા. ચોક્કસ આવે છે. મુમુક્ષુ ક્યાંક ભૂલે પણ જ્ઞાની તો ન ભૂલે. એ તો ઠીક છે. પ્રશ્ન શું છે?
મુમુક્ષુ – મને તો એટલું લાગતું હતું કે જ્ઞાનીને જ મુમુક્ષુની યોગ્યતાનો ખ્યાલ આવે, અજ્ઞાનીને ન આવે.
પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુને પણ પોતાની નિર્મળતા હોય તો ખ્યાલ આવે. કેમકે પોતે પણ એ Line માં જનારો છે અને પોતે કેટલો યોગ્યતા સંપન્ન છે. એટલે એને Line માં થોડો-ઓછા વત્તા અંશે એ Line માં ચાલનારો છે, એના પરિણામ ચાલી રહ્યા છે એટલે એને ખ્યાલ આવે.
મુમુક્ષુ –બીજું એક આમાંથી એ ફલિત થાય છે કે આ તો પ્રત્યક્ષ જ્ઞાનીએ આના દોષને જણાવી દીધો અને બતાવી દીધો, ઠપકો આપ્યો. તીર્થંકર પાસે કોઈ માગણી કરતો હોય તો એ પ્રતિમા ક્યાંથી કહેવા આવે? કે પરોક્ષ જ્ઞાની પાસે કોઈ માગણી કરે તો એ ક્યાંથી કહેવા આવે? એટલે અહીંયાં પણ લાભ છે એ સ્પષ્ટદેખાય આવે છે.
પૂજ્ય ભાઈશ્રી - પ્રત્યક્ષતાનો તો લાભ છે. એનો તો કોઈ બીજો વિકલ્પ નથી, બીજો કોઈ પર્યાય નથી. પ્રત્યક્ષતાનો તો બીજો કોઈ વૈકલ્પિક પર્યાય નથી. કે આમ ન હોય તો આમ વાંધો ન આવે. એ તો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે તો પ્રત્યક્ષયોગ ઉપર એમનું ઘણું વજન છે. શ્રીમદ્જીનું પોતાનું પ્રત્યક્ષયોગ ઉપર ઘણું વજન છે.
મુમુક્ષુ – સાચો મુમુક્ષુ હોય એ પણ બીજા મુમુક્ષુની ભૂલને સુધારી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી - હા. એ તો સત્સંગ એટલા માટે જ બોધ્યો છે, કે સત્સંગમાં અરસપરસ પોતપોતાના દોષનું નિવેદન કરે. એટલી પણ સરળતા હોય કે બીજો બીજાને કહે તોપણ એ એનો ઉપકાર માને સારું થયું તમે મારા દોષ કહ્યા. મેં નહોતો જાણ્યો આ તમે મને જણાવ્યો એ બહુ સારું થયું. એ રીતે સત્સંગની અંદર તો એવો વિશેષ કરીને લાભ છે. એટલા માટે તો અરસપરસનો સંત્સગ છે એનો ઉપદેશ અને આદેશ છે.
મુમુક્ષુ -મુમુક્ષુઓ વચ્ચે લગભગ આજે વર્તમાનમાં આ વ્યવહાર નથી અને છે તો એનો સમ્યફ કોઈ પ્રકાર નથી.
પૂજ્ય ભાઈશ્રી – એટલે તો સત્સંગ નથી એનો અર્થ એમ થયો. આજે મુમુક્ષુઓ હોવા છતાં સત્સંગ નથી અથવા મુમુક્ષુઓ હોવા છતાં મુમુક્ષતા નથી એમ કહો. શું
કહો?
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ-મૂળ તો એ જ છે.
પૂજ્ય ભાઈશ્રી:- મુમુક્ષુ હોવા છતાં મુમુક્ષતા નથી. મુમુક્ષતા તો જેને છૂટવું છે એને મુમુક્ષુ કહે. પોતાના દોષથી જેને છૂટવું છે, નિર્દોષતા જેને પ્રાપ્ત કરવી છે એનું નામ મુમુક્ષતા છે. તો એનો વ્યવહાર તો પોતાના ધ્યેયને અનુકૂળ હોય ને? એની વર્તના, એની પ્રવર્તના જે કહો તે એના ધ્યેયને અનુકૂળ હોય ને ? કે વિરુદ્ધ હોય ? આ સીધી વાત છે. સ્વાધ્યાયમાં તો એવી વાત સમજીને પોતે કેમ અંગીકાર કરી શકે એટલો પ્રયત્ન કરવાનો છે. વાત સમજવા મળે છે, અંગીકાર કરવાનો પ્રયત્ન પોતાને કરવાનો છે. સમજવાનો પ્રયત્ન પોતાને કરવાનો છે, ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ પોતાને જ કરવાનો છે.
મુમુક્ષુ - મુમુક્ષુ મુમુક્ષુને સુધારી શકે, તો એ તો એવી પરિસ્થિતિમાં આવી ગયો હોય કે ઓલાને પોતાના દોષ કહેવાની એટલી સરળતા હોય ત્યારે એવો વ્યવહાર ગણે. એવગરતો એને કઈ રીતે સુધારવાનો કેન સુધારવાનો વ્યવહાર બનતો નથી.
પૂજ્ય ભાઈશ્રી - કોઈ કોઈને સુધારવાનો અભિપ્રાય રાખે તો એ તો વિપરીત બુદ્ધિ છે. બીજાને સુધારવાનો અભિપ્રાય એ મુમુક્ષુતાનું અંગ નથી. મુમુક્ષુતાનું અંગ તો. પોતાને સુધારવાનું છે. એ અભિપ્રાય છે. પછી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે હું પોતે જ એમ કહું કે મારો આ દોષ છે, કેવી રીતે આ છૂટે એવી કાંઈ તમે મને બે વાત કહો તો સારું. તો સામેથી એ જ પ્રકારનો વ્યવહાર થવાનો છે. વ્યવહાર તો અરસપરસ જેવો વ્યવહાર પોતે કરે એવો જ સામે આવે છે. અવાજ નીકળે એવો જ પડઘો પડે, એ તો સીધી વાત છે. એ જગ્યાએ પરસ્પર એમ જબને છે.
મુમુક્ષુ – બધા મુમુક્ષુઓમાં દોષ તો છે જ. કોઈમાં કોઈ દોષની મુખ્યતા હોય, કોઈમાં કોઈ દોષની મુખ્યતા હોય, તો જ્યારે પોતે નિવેદન કરવા માટે તૈયાર થાય, તો આ અરસપરસનો વ્યવહાર શરૂ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી - તો રસ્તો સહેલો થઈ જાય. પોતે ન નિવેદન કરે અને પોતે બીજાનું કરે, તો એમાં તો કાંઈ વ્યવહાર બરાબર નથી થતો.
મુમુક્ષુ - ખરેખર તો ભાઈ ! સત્સંગનું એટલું મહાભ્ય, અત્યાર સુધી આ એક દોઢ વર્ષથી સ્વાધ્યાય ચાલે છે પણ ખરેખર એનું કોઈ ફળ પરિણામમાં આવતું હોય એવું નથી લાગતું.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયત્ન કરવો, વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ - એનું મહત્ત્વ નથી સમજાયું. હાલ સુધી મહત્ત્વ નથી સમજાયું. અંદરથી
Page #124
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
મહત્ત્વ આવવું જોઈને ? સત્સંગથી મારો દોષ નિવૃત્ત થશે... મુમુક્ષુ :- હિન્દીમાં.
પૂજ્ય ભાઈશ્રી :– ઠીક છે.
કચા બાત ચલતી હૈ ?મુમુક્ષુજીવ કો અપની યોગ્યતા હી કારણ હૈ. સંયોગ કે પ્રતિ જિતના તીવ્ર રસસે પરિણામ હો જાતા હૈ, ઉતના ઉનકી યોગ્યતાનેં નુકસાન હોતા હૈ. યહાં પર યહ બાત ચલી હૈ કિ અપને અપના સંયોગ સુધાર કરને કે લિયે અગર કોઈ વ્યાપાર-ધંધા ઢુંઢ લિયા, કર લિયા તો કોઈ ઉતની બાધા નહિ હૈ, આપત્તિ નહિ હૈ. કિંતુ કોઈ જ્ઞાની કે પાસ ધર્મ કે ક્ષેત્રનેં ધર્મ કે નિમિત્ત કે કિસી માધ્યમ સે, ધર્મ કે કિસીભી નિમિત્ત કે માધ્યમ સે સાંસારિક સંયોગ મેં વૃદ્ધિ કરના, સુધાર કરના, કોઈ સંયોગીક લાભ લેના, યહ જીવ કો બહુત બડા નુકસાન હૈ. યહ નુકસાન જીવ કો ધર્મ સે દૂર લે જાને કે લિયે હૈ. વહ અપને આત્મા સે દૂર હો જાયેગા, અપને સ્વભાવ સે દૂર હો જાયેગા, અપને ધર્મ સે દૂર હો જાયેગા. બહુત દૂર હો જાયેગા. ઐસી એક બાત ચલતી હૈ. ક્યા કહા ?
૧૦૭
આપકી દોનોં યાચનાઓંમેં સે એક ભી હમારે પાસ કી જાય, યહ આપકે આત્માકે હિતકે કારણકો રોકનેવાલા, ઔર અનુક્રમસે મલિન વાસનાકા હેતુ હૈ; ક્યોંકિ જિસ ભૂમિકામેં જો ઉચિત નહીં હૈં, ઉસે વહ જીવ કરે તો ઉસ ભૂમિકાકા ઉસકે દ્વારા સહમેં ત્યાગ હો જાતા હૈ, ઇસમેં કુછ સંદેહ નહીં હૈ.' કચા કહતે હૈં કિ મુમુક્ષુ અપની યોગ્યતા કે બાહ૨, અપની ભૂમિકા કે બાહર કોઈ પરિણામ કરે તો ઉસકી મુમુક્ષુતાકી ભૂમિકાકા નાશ હો જાયેગા. ત્યાગ હો જાયેગા કા મતલબ નાશ હો જાયેગા. સમ્યગ્દષ્ટિ સમ્યગ્દષ્ટિ કી ભૂમિકા કે બાહર કોઈ પરિણામ કરે યા વ્યવહાર કરે તો ઉસકા સમ્યગ્દષ્ટિપના છૂટ જાયેગા. પંચમ ગુણસ્થાનવાલા અપની ભૂમિકાકે બાહરકે પરિણામ કરેંગે તો ઉસકા વહ ગુણસ્થાન છૂટ જાયેગા ઔર મુનિરાજ હૈ વે અપની ભૂમિકા કે બાહર કે પરિણામ કરેંગે તો ઉનકા મુનિપના છૂટ જાયેગા, ત્યાગ હો જાયેગા, નાશ હો જાયેગા. યહ General સિદ્ધાંત બતાયા.
‘ક્યોંકિ જિસ ભૂમિકામેં જો ઉચિત નહીં હૈં...' લાયક નહિ હૈં, ‘ઉસે વહ જીવ કરે તો ઉસ ભૂમિકાકા ઉસકે દ્વારા...’ સ્વયંકે દ્વારા ‘સહજ ત્યાગ હો જાતા હૈ,..' સહજ નાશ હો જાતા હૈ. ઇસલિયે જહાં વ્યવહાર અનુચિત હૈ ઐસા પ્રસિદ્ધ હૈ, વહાં નિશ્ચય કે વિષયમેં નિશ્ચય ધર્મ હૈ કિ નહીં હૈ, નિશ્ચય યોગ્યતા હૈ કિ નહીં હૈ ઇસકા કોઈ પરિક્ષણ કરનેકી આવશ્યકતા નહીં રહતી. જૈસે મુનિરાજ ઉદ્દેશિક આહાર લેતે હૈં, તો વો મુનિપદ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૧
હૈ કિ નહીં યહ વિચા૨ કરને કી આવશ્યકતા નહીં હૈં, વૈસે મુમુક્ષુ હૈ, ઉપર સે લેકર નીચે તક, દેવ-ગુરુ-શાસ્ત્ર કી વિરાધના હોતી હૈ, સીધી યા આડકતરી, યા સત્પુરુષકા વિરોધ હોતા હૈ, જહાં ઐસી કોઈ પરિસ્થિતિ હોતી હૈ તો વહ ધાર્મિક નિમિત્ત કે માધ્યમ સે કુછ અપના સંયોગીક લાભ લેને કા પ્રયાસ કરતા હૈ, પરિણામ કરતા હૈ, અભિપ્રાય રખતા હૈ તો ઉસકો વહાં મુમુક્ષુતા કા ત્યાગ હો જાતા હૈ. વહાં ઉસકો મુમુક્ષુતા રહતી નહીં હૈ, ઐસા કહતે હૈ, વહ ભૂમિકા છૂટ જાતી હૈ.
મુમુક્ષુઃ-મુમુક્ષુજીવ તો સંસાર મેં હૈ. સંસાર કી વાંછા તો રહેગી.
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન શું છે ?
=
મુમુક્ષુ :– વાંછા તો રહેગી.
પૂજ્ય ભાઈશ્રી :– વાંછા રહેગી લેકિન ઉસકે લિયે વિવેક હોના ચાહિયે કિ મુઝે જો સંયોગકી વાંછા હૈ વહ કિસ સ્થલ મેં હોની ચાહિયે, ઉસકા વિવેક તો હોના ચાહિયે. જૈસે હમે પૈસા કમાના હૈ. જરૂરત હૈ, આવશ્યકતા હૈ. લેકિન વિવેક તો હોના ચાહિયે કિ હમે પ્રમાણિકતા રખની હૈ. પૈસા તો દો તરહસે આતા હૈ. પ્રમાણિકતાસે ભી આતા હૈ, અપ્રમાણિકતાસે ભી આતા હૈ. ઐસે કિસી ભી પદાર્થકી વાંછા હો લેકિન વિવેક તો હોના ચાહિયે કિ વહ સમુચિતરૂપ સે, ઉચિતરૂપ સે ઉસકા વ્યવહાર કરે. અનુચિતરૂપ સે ઉસકા વ્યવહા૨ નહિ કરે. સંસાર કે પદાર્થ હોને ચાહિયે. તો હમ વ્યાપાર કરે, ધંધા કરે, કોઈ કારોબાર કરે, કોઈ કરે, કિસી ભી પ્રકાકા ઉદ્યમ કરે, ઉસમેં કોઈ આપત્તિ નહિ હોતી. લેકિન હમ ભગવાન કે સામને ખડે રહે, વીતરાગ કે સામને હમ પૂજા કરે, દર્શન કરે ઉસમેં યહ વાંછા કરૈ કિ હમકો ઇસસે પુણ્ય હોગા ઔર પુણ્યકે ફલસે હમારી પ્રતિકૂલતા દૂર હો જાયેગી. યા હમ કોઈ ગુરુ કે પાસ જાવે, યા હમ કોઈ ઐસી ધાર્મિક શુભ પ્રવૃત્તિ કરે કિ જિસસે હમ ઐસા અભિપ્રાય રખે કિ હમારી અનુકૂલતાનેં બઢે, હમારી પ્રતિકૂલતા કા નાશ હો. તો યહ ઉચિત સ્થાનમેં યહ યાચના નહિ હૈ, અનુચિત સ્થાનમેં યહ યાચના હૈ.
મુમુક્ષુઃ– કિસી વિધિ-વિધાન સે લ કી વાંછા કરે.
=
પૂજ્ય ભાઈશ્રી :– વિધિ-વિધાન કુછ ભી હો, યા હમ મદદ માગે, કિ ભાઈ ! આમ મુમુક્ષુ-મુમુક્ષુ હૈ હમેં થોડી મદદ કિજીયે. હમ મુશ્કિલમેં હૈ, ઇતની મદદ હમેં આપસે મિલ જાયે તો અચ્છા હૈ. યહ ઉચિત નહીં હૈ. દૂસરે સગે-સંબંધી સે કુછ ભી મદદ માંગો, ઉસમેં ઉતના દોષ નહિ હૈ જિતના ધાર્મિકક્ષેત્રમેં કિસી નિમિત્તસે ભી સાંસારિક લાભ લેને કી જો પ્રવૃત્તિ હૈ, પરિણામ હૈ ઇસસે નુકસાન હોતા હૈ. યહ બાત ચલતી હૈ.
Page #126
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૦૯
મુમુક્ષુઃ-મુમુક્ષુ-મુમુક્ષુનેં યહ બાત આઈ હૈ તો બહુત મુશ્કિલ બાત હૈ. પૂજ્ય ભાઈશ્રી :– ઉસમેં કયા મુશ્કેલી હૈ ?
મુમુક્ષુ :– જૈસે હમ હૈ ટૈસે વહ મુમુક્ષુ હૈ. દોનોં સંસારી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– દોનોં સંસારી હૈ, લેકિન સંબંધ સંસાર કા હૈ ? યા સંબંધ મોક્ષમાર્ગ કા હૈ ? કિસ પ્રકાર કા સંબંધ હૈ ? અગર મોક્ષમાર્ગકા સંબંધ હૈ વહાં સાંસારિક પ્રવૃત્તિ અગર ચલ ગઈ તો મોક્ષમાર્ગકી પ્રવૃત્તિ આપસમેં કૈસે ચલેગી ? કૈસે ચલ સકતી હૈ ? ઉસકા નાશ હો જાયેગા. યહ તો બહુત બડા નુકસાન હોગા.
મુમુક્ષુ :– ઐસે પરિણામ દર્શનમોહ કી વૃદ્ધિ કે કારણ હોતે હૈ ?
પૂજ્ય ભાઈશ્રી :– તીવ્ર દર્શનમોહ હોતા હૈ તભી ઐસે પરિણામ હોતે હૈં. વહ આત્મા સે દૂર જાને કી હી બાત હૈ, ધર્મ સે અધિક દૂર જાને કી બાત હૈ. ઇસ વિષયનેં બરાબર છાનબિન કકે સમજ લેના ચાહિયે, કિ હમારા કૌન-સા વ્યવહાર ઉચિત હૈ ? ધાર્મિકક્ષેત્રમેં હમારા વ્યવહાર કૌન-સા ઉચિત હૈ ? કૌન-સા અનુચિત હૈ ? યહ અચ્છી તરહ સમજ લેના ચાહિયે.
મુમુક્ષુ :– ઠીક ઠીક મુમુક્ષુ હોય એની ફરજ ખરી કે સામાન્ય મુમુક્ષુનું ધ્યાન રાખવું જોઈએ ?
પૂજ્ય ભાઈશ્રી :– એ બીજી વાત થઈ ગઈ. હમ દૂસરે મુમુક્ષુ કે પ્રતિ વાત્સલ્યભાવ ૨ખે ઔર ઉનકા કામ કરે વહ દૂસરી બાત હો ગઈ. લેકિન હમ અપેક્ષા રખે તો નુકસાન હૈ. પ્રશ્ન યહ નીકલા હૈ તો થોડી ઔર બાત કર લેં કિ જબ હમ કિસીકો મદદ કરતે હૈં, હમારે મુમુક્ષુ ભાઈ કો યા બહન કો, તો હમેં યહ ભી અભિપ્રાય નહિ રખના ચાહિયે કિ અગર હમારી પરિસ્થિતિ કમજોર હો જાયે તો હમારી ભી ઐસી કોઈ મદદ કરે ઇસલિયે હમ કરેં. આજ તો હમારી સ્થિતિ અચ્છી હૈ. હમ દૂસરે મુમુક્ષુઓંકા, સાધર્મીઓંકા ધ્યાન રખતે હૈં, મદદ ભી કરતે હૈં, લેકિન યહ અભિપ્રાય સે કભી નહીં કરના ચાહિયે, કિ હમારી કોઈ ઐસી કમજોર પરિસ્થિતિ હોવે તો હમકો ભી કોઈ ઐસી મદદ કરે. યહ અપેક્ષા નહિ રખની ચાહિયે. વહાં તક યહ બાત હોની ચાહિયે, ફિર કરે તો કોઈ આપત્તિ નહીં.
મુમુક્ષુ ઃ– એ તો વેપા૨ થઈ જાય, સોદો થઈ ગયો.
=
પૂજ્ય ભાઈશ્રી :– અભી તો પરિસ્થિતિ અચ્છા હૈ, લેકિન ભવિષ્યમેં કભી ભી સંયોગ કી (કોઈ પરિસ્થિતિ) હો જાયે તો કોઈ ધારણા થોડી હૈ કિ ઐસા હી રહેગા ? તો ઉસ વક્ત વહ બાત નહીં આની ચાહિયે. પહેલે સે હી સાફ અભિપ્રાય હોના ચાહિયે, કિ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
રાજહૃદય ભાગ-૧૧ હમેં ભૂતકાલમેં બહુત સે લોગોં કો બહુત મદદ કી થી તો હમારે સામને કોઈ નહિ દેખતા, દેખો ! હકૈસા સમાજ હૈ? કિ હમને તો કઈયોંકા ધ્યાન રખા, કિતનોં કી મદદ કી, કિન-કિન લોગોં કો પૈસા દિયા. આજ તો હમારે સામને કોઈ નહિ દેખતા. ક્યા હમારી હાલત હો ગઈ હૈ. ઐસી બાત કભીભી મનમેં આવે,વિચારમેં આવે, અભિપ્રાય મેં આવે,યહ બાત પહલેસેપક્કીહો જાની ચાહિયે કિહમેં કિસી સે કોઈ અપેક્ષા રખની નહીં હૈ. વરના યહ આયે બિના રહેગા નહિ. ક્યોં આયે બિના નહીં રહેગા? કિ દૂસરોં કી મદદ હમ ઇસલિયે કરતે હૈં કિ હમ ઇસકી પ્રતિકૂલતા કો દેખ નહીં સકતે, ઉનપર દયા આતી હૈ. હમારે પરિણામ દયા આતી હૈ કિ ઇનકો પ્રતિકૂલતા નહીં હોની ચાહિયે, ઉસકો પ્રતિકૂલતા નહીં હોની ચાહિયે. તો પ્રતિકૂલતા દુઃખરૂપ હૈ, પ્રતિકૂલતા દુઃખ કા કારણ હૈ યહ સિદ્ધાંત હમેં સીખના નહીં હૈ, યહ સિદ્ધાંત હમે મજબૂત નહિ કરના હૈ, ઈસ સિદ્ધાંત કો હમેં ટાલના હૈ, છોડના હૈ ક્યોંકિ હમારી પ્રતિકૂલતા હમારે દુઃખકા કારણ હો જાયેગી. ઉસ વક્ત કોઈ હમારે પર કરુણા કરે યહ બાત અપેક્ષિત હો જાયેગી.
(મમત્વ દુઃખકા કારણ) હૈ, પ્રતિકૂલતા દુઃખ કારણ નહીં હૈ. ઇસલિયે જ્ઞાનદાન પહલે દેતે હૈંઉસકા યહી કારણ હૈ. ઉસકો જ્ઞાનમેં આ જાને સે ઉસકી પ્રતિકૂળતા પ્રતિકા દુઃખકા પરિણામ હી નહીં જાયેગા. પ્રતિકૂળતા પ્રતિકૂલતા કે રૂપમેં ભોગને નહિ આયી. ઇસલિયે જ્ઞાનદાન દિયા જાતા હૈ. ફિર ભી સમજતે હૈં કિ ઇનકી યોગ્યતા ઐસી હૈ કી ઉસકે પાસ જ્ઞાન નહીં હૈ. તો અપને સહજ કરુણાસે અપની કરુણા કી દવાઈ કરની હૈ. અપની દયાકે પરિણામ કી દવાઈ હૈ, ઇનકી દવાઈ નહીં હૈ. ઉનકી મુશ્કિલકી દવાઈ નહીં હૈ. મુજે જો દયા કા પરિણામ હોતા હૈ વહ ભી એક દુઃખભાવહૈ. દુઃખ હોતા હૈ. ઉનકા દુઃખ અપનેકો દુઃખ લગતા હૈ. તો અપના દુઃખ મિટાને કે લિયે હમ દયા-દાન કરતે હૈં. ઇનકા દુઃખ મિટાને કે લિયે નહીં.યહબાત હો જાની ચાહિયે.
મુમુક્ષુ –હંદયાની વાત નથી કરતો નૈતિક ફરજની વાત કરું છું.
પૂજ્ય ભાઈશ્રી – ઐસા હૈ, કિ જિસકે પાસ પૂર્વ પુણ્યયોગ સે કુછ ભી સંપત્તિ હૈ, ઉસકો અપની સંપત્તિ કા અચ્છેસે અચ્છા ઉપયોગ હોવે ઐસા ભાવ હોના ચાહિયે. યહ સંપત્તિ મેરી ચીજ નહીં હૈ. આખર મેં વહ મેરી ચીજ નહીં હૈ. લેકિન કોઈ પુણ્યયોગ સે સંયોગ હૈ ઔર લોગ કહતે હૈં કિ ઇસ પર આપકા અધિકાર હૈ, વાસ્તવ મેં મેરા અધિકાર તો નહીં હૈ, ફિર ભી લોગ કહતે હૈંકિ મેરા અધિકાર હૈ. તો અચ્છે સે અચ્છા ઉસકા કોઈ ઉપયોગ હો... ક્યા ? ઇસકા ઉપયોગ અચ્છે સે અચ્છા હો, તો અચ્છે ?
Page #128
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૫૦.
૧૧૧ અચ્છા ઉપયોગ કહાં હોગા ? કિ જહાં ધર્મ હો, ધર્મવૃદ્ધિ હો, ધર્મ કેનિમિત્તે કી વૃદ્ધિ, ધર્મ કે કારણોંકિ વૃદ્ધિ હોં, ધર્મ કે કારણ કે કારણ કી વૃદ્ધિ હો. ઇન સબ પ્રકાર મેં ઇસ સંપત્તિ કા સદઉપયોગ હો, ઐસા એક પરિણામ ઉસકો રહના ચાહિયે ઔર ઉસમેં ઉસકો વિવેક આના ચાહિયે કિ ઇસકા કોઈ દુરુપયોગ નહિ હોતા હૈ ન, યા કોઈ અનુચિત ઉપયોગ નહિ હોતા હૈ. ઇસકા વિવેક ઉસકો હોના ચાહિયે. જૈસે દાન દેના હૈ તો સુપાત્રદાન કો અનુમોદનકિયા હૈ, કુપાત્રદાન કો અનુમોદનનહીંકિયા હૈ.
કોઈ પૈસા લેકર ઉસકા અનુચિત ઉપયોગ કરતા હૈ તો ઉસકો દાન દેના ઉચિત નહીં હૈ. ઇસલિયે સબસે પહલે દાન કે પાત્ર મેં મુનિરાજ કો શાસ્ત્ર મેં બતાયા હૈ સુપાત્ર દાનમેં સબસે ઉત્કૃષ્ટ પાત્ર કૌન હૈ? જો નિગ્રંથ મુનિરાજ હૈ, ભાવલિંગી નગ્ન દિગંબર સંત, ઉનકો ઉત્કૃષ્ટ પાત્ર બતાયા હૈ. કયોંકિ યે જીવંત મૂર્તિમંત મોક્ષમાર્ગ હૈ. વૈસે તો મોક્ષમાર્ગ જીવ કે અરૂપી પરિણામ હૈ, ફિર ભી “અષ્ટપાહુડ મેં ભગવાન કુંદકુંદાચાર્ય કહતે હૈં કિ અગર તુજે કોઈ મૂર્તિમંત મોક્ષમાર્ગ કા દર્શન કરના હો, તો યે ભાવલિંગી દિગંબર સંત હૈ યે મૂર્તિમંત મોક્ષમાર્ગ હૈ. તો મોક્ષમાર્ગ જયવંત વર્તો ! આહારદાન મેં
ક્યા ભાવના હૈ? આહાર કે જિતને પરમાણુ હૈ વહ તો બહુત મામુલી હૈ.વે તો ઉણોદરી આહાર થોડા-બહુત કર લેતે હૈ લેકિન ઇસમેં ભાવના યહ હૈ. મેં દાન દેતા હું ઐસી ભાવના ઈસમેં નહીં હૈ. યેતો મોક્ષમાર્ગ જીવંત મોક્ષમાર્ગદૈવહહંમેશા જયવંત રહો.
વૈસે હી જિનમંદિરમેં (દાન) હમ દેતે હૈ તો ઉસમેં જો મોક્ષમાર્ગ કે નિમિત્તભૂત હૈ, પ્રતિમા, જિનપ્રતિમા આદિ યહ જયવંત વર્તા, હંમેશા યહ વિદ્યમાન રહો, ઉસકી વિદ્યમાનતા હંમેશા રહો, ઐસી ભાવના હૈ. હમ દેતે હૈ વહ બાત નહિ હૈ. ઉસકી વિદ્યમાનતા ત્રિકાલ રહો.યહભાવના હૈ. અપની ભાવનાને સાથ ઇસકા સંબંધ હૈ, ઔર ઐસે હી ઇસ પ્રકારની સંપત્તિ કા ઉપયોગ, સંપત્તિ પર અપના અધિકાર નહિ રખકર કે કિયા જાતા હૈ. અધિકાર રખકર કે નહિ કિયા જાતા હૈ. યહ જૈનદર્શન કા બહુમૂલ્ય સિદ્ધાંત હૈ. અનમોલ સિદ્ધાંત હૈ, કિ સંપત્તિ કા દાન કરનેવાલા સંપત્તિ પર અપના
અધિકાર નહિ રખતા. મૈને દિયા, વહ બાત નહિ હૈ. મૈને પૈસે દેદિયે યહ બાત ઉસમેં હૈ હિનહીં.
મુમુક્ષુ – પોતાના પરિવારનો પ્રશ્ન હોય તો પોતે દિવસ ને રાત ચિંતિત રહે, મનોમંથન કર્યા કરે, મોડી રાત સુધી ઊંઘ ન આવે. વર્ષો સુધી આવી પરિસ્થિતિ ચાલે, અને મુમુક્ષુનો પ્રશ્ન હોય ત્યારે એમ થાય કે હવે મારે શું લાગે વળગે ? તો મુમુક્ષતામાં ગાબડું સમજવું કે શું સમજવું?
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી મુમુક્ષુનો પ્રશ્ન હોય તો એવો પ્રકાર આવે તો એને કુટુંબ વધારે વહાલું બન્યું. હમારે યહાં તો યહ સિદ્ધાંત હૈ કિ અપને સગે ભાઈ સે મુમુક્ષુ કે પ્રતિ અધિક ભાઈ કા ભાવ રહતા હૈ. યહ હમારા તો સિદ્ધાંત હૈ જો કુટુંબ કા ભાઈ હૈ વહ પીછે ઔર મુમુક્ષુભાઈ હૈ વહ આગે. ઉસ પરિસ્થિતિ મેં તો યહભાવ આયેગા નહીં. વહ તો ઐસા હી ભાવ હૈ. હમારે લાયક કોઈ કામ હો, કોઈ સેવા હો તો બતા દીજીએ. હમ કર લેંગે. આપ કા કામ તો હમારા હી હોતા હૈ. તો ભિન્ન ભાવ નહીં હૈ, આપસમેં તો અભિનભાવહૈ. ઐસા હી ચાહિયે.
મુમુક્ષુ - ઊલટાની એને કૃતકૃત્યા થવી જોઈએ, કે આ મારો સદુપયોગ સાચો છે. ઘરમાં વપરાણું હોતતો એળે જાત.
પૂજ્ય ભાઈશ્રી - સવાલ જ નથી. એ તો કુટુંબભાવના ધાર્મિકભાવના અધિક હોતી હૈ તબ હી સમ્યગ્દર્શન કા એક પ્રતિબંધ તૂટતા હૈ. વૈસે તો બહુત-સે પ્રતિબંધ હૈં, લેકિન ઈસમેં એક પ્રતિબંધ યહ ભી હૈ કિ જિસકો ધર્મ કે પ્રતિ અનુરાગ હોના ચાહિયે ઇસસે જ્યાદા અગર કુટુંબ-પરિવાર કે પ્રતિ અનુરાગ હોતા હૈ, ઉસકો ધર્મ કી પ્રાપ્તિ કતઈ નહીં હોતી. એક પ્રતિબંધ યહ છૂટતા હૈ. ઐસે બહુત સે પ્રતિબંધ છોડને હૈ. ઇસમેં યહતોછોડના હી ચાહિયે.
મુમુક્ષુ – “ગુરુદેવશ્રી પદ્મનંદિપંચવિંશતિમાંથી દષ્ટાંત આપતા હતા ને કે કાગડો પણ બોલાવી બોલાવીને ખવડાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- દાન કા અધિકાર પદ્મનંદિપંચદ્વિશતી'મેં સે ચલતા થા. ગુરુદેવ યહ કહતે થે કિ દેખિયે, કૌઆ હૈ વહ, જલી હુઈ ખીચડી લોગ ખાતે નહીં, લોગ બહાર ફેંકી દેતે હૈં, તો કીઆ ખાને કો આતા હૈ તો અકેલા નહિ ખાતા. વહ દૂસરે કૌોં કો કાં કાં કરકે બુલાતા હૈ. પાંચ-પચ્ચીસ સાથ મેં હોતે હૈં તો હી વહ ખીચડી ખાતા હૈ. અબ તેરે આત્મા કી શાંતિ જલી ઔર પુણ્ય કી ખીચડી તેરે પાસ આયી-પૈસે (આયે) વહઆત્મા કી શાંતિ જલી તબ આયીન?તો યહખીચડીતૂઅકેલા કયોં ખાતા હૈ? દૂસરોં કો સાથમેં ક્યોં નહિ લેતા યહ અધિકાર ચલતા તબ બહુત સુંદર (ચલતા થા). પ્રવચન ઐસા કરતે થે. દાન કા અધિકાર લેતે થે તબ ઐસા) પ્રવચન કરતે થે. હજારો બાત આયી હૈ ગુરુદેવશ્રી કી તો હજારો બાત બહાર આયી હૈ વિષયાંતર હો ગયા.
યહાં તો ઇતની બાત હૈ કિ જિસ ભૂમિકા મેં ઉચિત પરિણામ હોના ચાહિયે, ઉસ પરિણામકા ત્યાગ કિસીકો નહીં હોના ચાહિયે. વરના ઉસ ભૂમિકા કા ત્યાગ હો
Page #130
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦.
૧૧૩ જાયેગા. ઉસમેં કુછ સંદેહ નહિ હૈ. નિઃશંક બાત હૈ કિ યહ ભૂમિકા છૂટ જાયેગી, છૂટ જાયેગી ઔર છૂટ જાયેગી.
આપકી હમારે પ્રતિનિષ્કામ ભક્તિ હોની ચાહિયે...કોઈ ફલ રખકર કે, ઇચ્છા રખકર કે, વાંછા રખકર કે ભક્તિ નહીં હોની ચાહિયે. આપકો ચાહે જિતના દુખ હો, વૈસે તો ઐસી બાત નહિ કરતે. ઇસલિયે તો કહદિયા કિ “રવજીભાઈ કે કુટુંબકે લિયે કોઈ વ્યવસાય કરના પડતા હૈ, વૈસે આપકે લિયે મુજે કરના હો તો મેરે ચિત્તમેં ભિન્ન ભાવ, અન્ય ભાવ આતા નહિ યહરખકર કે યહ બાત કરતે હૈં. વરના તો ઐસા લગે કિ આપકી ફર્જ તો હમારા કામ કરને કી હૈ. માગને કી મેરી ફરજ નહિ હૈ લેકિન આપકી ફર્જ તો દેને કિ હૈ કિ નહીં ? ઐસા હો જાતા. ન્યાય ઊલટા હો જાતા ન. લેકિન જબ યહ બાત આગે કહચૂકે હૈતો કહતે હૈ કિ “આપકો ચાહેાિના દુખ હો, ફિરભી ઉસે ધીરતાસે ભોગના ચાહિયે.” પરિણામ નહિબિગાડકરકે, પરિણામ કો ઠીક રખકરકે જૈસા ભી ઉદય હોય, પ્રતિકૂળતાકા હો તો ઉસે શાંતિ સે, ધીરતા સે ઉસકો ભોગના ચાહિયે.
વૈસા ન હો સકે તો ભી હમેં તો ઉસકી સૂચનાકા એક અક્ષર ભી નહીં લિખના ચાહિયે...” અગર આપકો શાંતિ નહીં લગે તો ભી આપકો હમેં લિખના હી નહીં ચાહિયે. હમે લિખતે હૈંવહતો એક કદમ ઔર ખરાબ હો જાતા હૈ. પરિણામે બિગડતા હૈવહતો ખરાબ હૈહી, લેકિન યહપરિણામ બિગડને કે કારણ આપ હમેં લિખો તોહ બાત ઔર ખરાબ હૈ. એક દૂસરી ખરાબી ઇસમેં પૈદા હો જાતી હૈ. યહ આપકે લિયે સર્વાગ યોગ્ય હૈ...” હમકો નહિ લિખના વહ આપકે લિયે સર્વાગ યોગ્ય હૈ. એક પહલૂ સે ભી વહયોગ્ય હૈ ઐસી બાત નહીં હૈ.
ઔર આપકો તૈસી હી સ્થિતિમેં દેખનકી તિની મેરી ઈચ્છા હૈ આપકો અયાચક સ્થિતિમેં દેખનકી જિતની મેરી ઇચ્છા હૈ, ઔર ઉસ સ્થિતિમૅજિતના આપકા હિત હૈ દેખો! આત્મહિત કી બાત કર રહે હૈં. “ઉસ સ્થિતિમેં જિતના આપકા હિતા હૈ, વહ પત્રસે યા વચનસે હમ સે બતાયા નહીં જા સકતા.” હમ આપકો પત્ર સે કયા બતાવે ? વચન સે ક્યા બતાવે? યહ બાત તો અંતરંગ પરિણામ કી હૈ કિ આપ નિષ્કામ ભક્તિ સે વર્તો, યહી આપકે લિયે સર્વાશ યોગ્ય હૈ, સર્વાગ યોગ્ય હૈ, સર્વથા યોગ્ય હૈ. એક અંશ ભી ઇસમેં અયોગ્યતા કા નહીં.
પરંતુ પૂવકે કિસી વૈસે હી ઉદયકે કારણ આપકો વહ બાત વિસ્મૃત હો ગઈ હૈ” આપકો ઉદયમેં ઉતના પરિણામ તીવ્રતા સે ચલા જાતા હૈ કિ યહ બાત આપ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૧ ભૂલ જાતે હૈં કિ ભક્તિ તો નિષ્કામ હોની ચાહિયે, (કામના હોની ચાહિયે) નહીં. કુછ વાંચ્છાપૂર્વક ભક્તિ હોવે વહભક્તિ નહીં હૈ, એક દુકાનદારી હો જાતી હૈ, જિસસે હમેં ફિર સૂચિત કરનેકી ઇચ્છા રહા કરતી હૈ” ઇસલિયે આપકો યહ સૂચના કરતે હૈં, કિ આપકીયહબહુત બડી ગલતી હૈ, યહગલતી તો કભી હોની ચાહિયે નહિ.
ઉન દો પ્રકારકી યાચનાઓમેં પ્રથમ વિદિત કી હુઈ યાચના તો કિસી ભી નિકટભવીકો કરની યોગ્ય હી નહીં હૈ...” રિદ્ધિ સિદ્ધિ કે માધ્યમ કે દ્વારા કોઈ ચમત્કાર કે માધ્યમ દ્વારા યા કોઈ મંત્ર-તંત્ર-ત્ર યા) જ્યોતિષ કે માધ્યમ દ્વારા. યહ તીન પ્રકાર કિયાચના હૈ. યહતો કિસી ભી નિકટભવી કો કરની યોગ્ય હી નહીં હૈ. ઐસી યાચના કરને પરનિકટભવીપના રહતા નહીં હૈ. દેખીયે!દર્શનમોહકીકિતની તીવ્રતા હો જાતી હૈ, યહયહાં સેનીકલતાહૈ.
ઔર અલ્પમાત્ર હો તો ભી ઉસકા મૂલસે છેદન કરના ઉચિત હૈ...” કોઈ ભી ઐસા વિકલ્પ આ જાયે, તીવ્રતા સે નહિ મંદતા સે ભી ઐસા કોઈ વિકલ્પ આ જાયે, કિ હમેં લોટરી લગ જાયે. એક ટિકટ ખરીદને સે દસ લાખ, બીસ લાખ, એક કરોડ આ જાય. મૂલસે ઉસકો છેદ દેના ચાહિયે. આજ તો દૂસરે મંત્ર-તંત્ર તો રહે નહિ. મંત્ર-તંત્ર સાધનેવાલે ભી ઐસે તપસ્વી હોતે થે. જિસ જમાને હોતે થે ઉસ જમાનેમેં. આજ તો વહ હૈ નહીં. આજ તો...વૈસે ઉસકા મૂલસે છેદન કરના ઉચિત હૈ? ઇસકી તો સ્વપ્નમેં ભી કોઈ બાત આની ચાહિયે નહીં.
કયોંકિ લોકોત્તર મિથ્યાત્વકા વહ સબલ બીજ હૈ...” કયા કહા યહ “લોકોત્તર મિથ્યાત્વકા વહ સબલ બીજ હૈ...” લૌકિક મિથ્યાત્વ તો હૈ હી. જો ભી પરિશ્રમ હૈ, વ્યવસાય કરતે હૈં, ઇસસે લાભ માનના, ઉસમેં નુકસાન માનના, વહ કરના... વહ કરના... વહકરના...યહતો હૈહી. ઉસમેં મિથ્યાત્વતો હૈ. ઇસસે લાભ હૈ, ઇસસે સુખ હૈ, અનુકૂલતા ને સુખ હૈ, પ્રતિકૂલતા સે દુઃખ હૈ, યહલૌકિક મિથ્યાત્વમેં આતા હી હૈ. લેકિન યહલોકોત્તર મિથ્યાત્વ કા સબલ બીજ હૈ. મંત્ર, તંત્ર, જંત્ર, જ્યોતિષ આદિસે, રિદ્ધિ સિદ્ધિ સે કોઈ ભૌતિક લાભ હો જાયે, અનુકૂલતાએં હો જાયે, યહ તો લોકોત્તર મિથ્યાત્વકા સબલ બીજ હૈ.
મુમુક્ષુ લોકોત્તર એટલે તીવ્ર?
પૂજ્ય ભાઈશ્રી :- તીવ. માને લૌકિક મિથ્યાત્વ તો ક્ષમ્ય હૈ. યહ ધાર્મિક ક્ષેત્ર મેં મિથ્યાત્વ (તીવ્ર હોતા હૈ... જહાં મિથ્યાત્વ મિટને કા નિમિત્ત હૈ, કારણ હૈ વહી ઉસી નિમિત્તસે જીવ મિથ્યાત્વ (તીવ્ર) કર લેતા હૈ, ફિર છૂટને કા કૌન-સા રાસ્તા? કૌન-સા
Page #132
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૫૦
૧૧૫ નિમિત્ત રહા ? જિસ વીતરાગદેવસે હમારા મિથ્યાત્વ છૂટતા હો, ઉસી કેનિમિત્ત સે હમ મિથ્યાત્વ ગ્રહણ કરે, તો વહ તો દુકાનમેં ધંધા કરકે લૌકિક મિથ્યાત્વ હૈ, લેકિન યહ લોકોત્તર મિથ્યાત્વ હો ગયા. લોક સે આગે જા કરકે. વહાં સે તો છૂટને કા કોઈ રાસ્તા નહીં હૈ. જો તીરને કા કારણ હૈ, તીરને કા સાધન હૈ ઉસકો હી ડૂબાને કા સાધન બનાવે, ઠીક કરને કા સાધન કૌનસા બચા?ફિરતો કોઈ બચતા નહીં.
“ઐસા તીર્થકરાદિકા નિશ્ચય હૈ” દેખીયે ! ક્યા બાત હૈ ! તીર્થકર જેસે મહાપુરુષને યહ બાત સિદ્ધાંતિક તૌર સે રખી હૈ. હમ કહતે હૈસો બાત નહીં હૈ. યહતો તીર્થકરોને ભી યહ બાત કહી હૈ કિ ઐસી મિથ્યાત્વ કી ભૂલ કભી કરના નહીં. ઔર વહ હમેં તો સપ્રમાણ લગતા હૈ.” ઐસા તીર્થકરકા વચન હમકો તો સપ્રમાણ લગતા હૈ, હમ ઉસકો માન્ય કરતે હૈ, સન્માનિત કરતે હૈં. યહતો બાત રહી પહલી યાચના કી.
દૂસરી યાચના ભી કર્તવ્ય નહીં હૈ” રિદ્ધિ સિદ્ધિ કી બાત એક ઓર રહો, લેકિન સીધી યાચના કરે કિ હમેં કુછ મદદ કરો યહ ભી કર્તવ્ય નહીં હૈ. કોંકિ વહ ભી હમેં પરિશ્રમકા હેતુ હૈ” હમારી વર્તમાન અધ્યાત્મિક ઐસી સ્થિતિ હૈ કિ હમ હમારે ઉદય કા ભી પરિશ્રમ સહન કરને કે યોગ્ય નહીં રહે હૈં. અસહ્ય પરિસ્થિતિમેં હમ કુછ કર લેતે હૈ, વહાં હમારે પર કોઈ દૂસરા બોજ ડાલ દેવે યહતો ઉચિત નહીં હૈ. હમેં વ્યવહારકા પરિશ્રમ દેકર વ્યવહાર નિભાના, વહ ઇસ જીવકી સવૃત્તિકા બહુત હી અલ્પત્વ બતાતા હૈ.” (કોઈ) ભી મુમુક્ષુ અપને વ્યવહાર કો નિભાને કે લિયે, અપના વ્યવહાર નિભાને કે લિયે જ્ઞાની કો પરિશ્રમ દેને કી વૃત્તિ આતી હૈ કિ હમારા કામ ઉસકો સોંપ દેવે, તો યહ જીવ કી સવૃત્તિ કી બહુત અલ્પત્વ સૂચક હૈ ઉસકી જો આત્મહિત કી ભાવના હૈ, વહબહુત કમ હો ગઈ હૈ. તબ હી ઐસા ઉનકો ઐસા વિકલ્પ આતા હૈ. યહ જીવકી સવૃત્તિકા બહુત હી અલ્પત્વ બતાતા હૈ...”
ક્યોંકિ હમારે લિયે પરિશ્રમ ઉઠાકર આપકો વ્યવહાર ચલા લેના પડતા હો તો વહ આપકે લિયે હિતકારી હૈ, ઔર હમારે લિયે વૈસે દુષ્ટ નિમિત્ત કા કારણ નહીં હૈ, ઐસી સ્થિતિ હોને પર ભી હમારે ચિત્તમેં ઐસા વિચાર રહતા હૈ કિ જબ તક હમેં પરિગ્રહાદિકા લેના-દેના હો, ઐસા વ્યવહાર ઉદયમેં હો તબ તક સ્વયે ઉસ કાર્યકો કરના, અથવા વ્યાવહારિક સંબંધી આદિ દ્વારા કરના, પરંતુ મુમુક્ષુ પુરુષકો તત્સંબંધી પરિશ્રમ દેકર તો નહીં કરના; કયોંકિ વૈસે કારણ સે જીવકી મલિન વાસના કા ઉદ્દભવ હોના સંભવ હૈ.” કિતના સુંદર ન્યાય રખા હૈ! ક્યા કહતે હૈં કિ આપ હમેં તો પરિશ્રમ મત દો, લેકિન હમારે લિયે આપકો કોઈ પરિશ્રમ ઉઠાના પડે તો વહ આપકે લિયે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
રાજહૃદય ભાગ-૧૧ હિતકારી હૈ. કચોંકિ આપકો હમારે પ્રતિ ભક્તિ હૈ, ઇસલિયે કોઈ હમારી સેવા કર લો તો તો આપકે લિયે ઉપકારી હૈ, હિતકારી હૈ. કોઈ નુકસાન આપકો નહિ હોનેવાલા હૈ. ‘ઔર હમારે લિયે વૈસે દુષ્ટ નિમિત્તકા કારણ નહીં હૈ,... ઔર હમ કો ઇતના નુકસાન હોનેવાલા નહિ હૈ. કોંકિ હમ તો નિસ્પૃહ હૈં, હમેં તો કોઈ અપેક્ષા હોતી નહિ. ફિર ભી કોઈ હમારા કામ કર લેતા હૈ. કર લો. હમેં કોઈ અપેક્ષા નહીં હૈ. ઇસલિયે હમેં કોઈ દુષ્ટ નિમિત્ત ઉત્પન્ન નહિ હોતા હૈ.
ફિર ભી ઐસી સ્થિતિ હોનેપર ભી...’ ઇતની હમારી તાકાત ઔર યોગ્યતા હોને ૫૨ ભી ‘હમારે ચિત્તમેં ઐસા વિચાર રહતા હૈ...' કયા વિચાર હૈ ? બહુત પ્રમાણિકતા કા સૂક્ષ્મ ન્યાય ઇધર લિયા હૈ કિ હમારા અભિપ્રાય ઐસા હૈ કિ જહાં તક હમ પરિગ્રહાદિકી લેન-દેન મેં ખડે હૈ, હમ વ્યાપાર કરતે હૈ, હમારે પાસ ભી કુછ પરિગ્રહ ધન આદિક ઇક્કા હુઆ હૈ, વ્યાવહારિક તૌ૨સે હોતા હૈ, જહાં તક હમ ઐસી સ્થિતિ મેં હૈ વહાં તક હમ કિસી મુમુક્ષુ કો પરિશ્રમ દેના નહીં ચાલેંગે. દૂસરે મુમુક્ષુ કો હમારી સેવા કા પરિશ્રમ હમ દેવેં યહ હમ નહિ ચાહતે. યહ કામ ખુદ હી કર લેગે ઐસા હમ ચાહતે હૈ. હમારા કામ હમ ખુદ હી કર લેવે. હમારા કામ હમ દૂસરે સે હમ કરાવે ઐસા હમ બિલકુલ ચાહતે નહીં. દેખો ! કિતની પ્રમાણિકતા હૈ !
જબ તક હમેં પરિગ્રહાદિકા લેના-દેના હો, ઐસા વ્યવહાર ઉદયમેં હો...' હમારે ઉદય મેં ઐસા વ્યવહા૨ હૈ તબ તક સ્વયં ઉસ કાર્યકો કરના,...' હમારા કાર્ય હમે હી કરના. હમારા કાર્ય કોઈ દૂસરા ક૨ દેવે ઐસા હમારા અભિપ્રાય નહીં હૈ. ‘અથવા વ્યાવહારિક સંબંધી આદિ દ્વારા કરના... હમ નહિ કરે તો હમારે સગે-સંબંધી કો બોલ દેંગે. હમારે ભાઈ કો બોલેગેં, હમારે કોઈ દૂસરે સગે-સંબંધી જો વ્યાવહારિક તૌર સે સગે-સંબંધી હૈ ઉસકો હમ બોલેંગે. મુમુક્ષુ કો નહીં કહેગેં કિ તુમ હમારા ઐસા કામ કર દો. ઐસા નહિ કરેંગે. ખુદ હી ઇતની વ્યવહારશુદ્ધિ રખતે હૈં, તો મુમુક્ષુ કો તો કિતની રખની ચાહિયે ? જ્ઞાની તો ઇતની વ્યાવહારશુદ્ધિ રખતે હૈં. ઉનકો ઇતના દોષ નહિ હોગા. ફિર ભી ઉતની વ્યવહાર શુદ્ધિ હૈ. અથવા વ્યાવહારિક સંબંધી આદિ દ્વારા કરના, પરંતુ મુમુક્ષુ પુરુષકો તત્સંબંધી પરિશ્રમ દેકર તો નહીં કરના;...’ ઐસા હમારા અભિપ્રાય હૈ.
મુમુક્ષુ ઃ– જેની સાથે ૫૨માર્થ સંબંધ છે ત્યાં બહુવિવેક રાખવો.
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં વ્યવહારનો સંબંધ રાખવો નહિ, એમ કહે છે. જેની સાથે ધાર્મિક અને પારમાર્થિક સંબંધ છે એની સાથે વ્યાવહારિક સંબંધ ન રાખવો. નુકસાનનું
Page #134
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૧૭
કારણ થયા વિના નહિ રહે. વિચારી લેજો, અનુભવ કરજો. બહુ વિચારના અંતે ચારે પડખેથી, ચારોં ઔર સે, ચારોં પહલૂ સે વિચાર કરકે યહ બાત રખી હૈ. બહુત ગહરાઈ સે યહ બાત નીકલી હૈ. બહુત અનુભવ કી યહ બાત હૈ. ક્યોંકિ ઉસમેં આત્મા કો નુકસાન હોગા, હોગા ઔર હોગા. આપસકી ધાર્મિક ભાવના ખતમ હો હી જાયેગી. વ્યાવહારકી ખીંચાખીંચી હો જાયેગી, ધાર્મિકભાવના ખતમ હો હી જાયેગી, હુએ બિના રહેગી નહિ. પરસ્પર કી જો ધાર્મિકભાવના વહ ખતમ હો જાયેગી. ઇસલિયે ઐસે વ્યવહાર મેં આના હી નહીં. ઔર કોઈ જરૂરત હોગી તો કોઈ દૂસરે સગે-સંબંધી સે યહ કામ નિપટા લેના, લેકિન ધાર્મિક મુમુક્ષુ સે કિસી સે યહ કામ કરવાના નહિ.
મુમુક્ષુ :— અહીંયાં જ્ઞાની અને મુમુક્ષુની વાત છે કે મુમુક્ષુ-મુમુક્ષુને પણ લાગુ પડે ? પૂજ્ય ભાઈશ્રી :– બંનેને લાગુ પડે. મુમુક્ષુને વધારે લાગુ પડે. જ્ઞાની જ્યારે એમ કહે છે ત્યારે મુમુક્ષુને વધારે લાગુ પડે છે. અને એ તો મુમુક્ષુને તો લખે છે, કે તમારે આમ કરવું યોગ્ય નથી કેમ કે હું એમ મારે માટે નથી માનતો. તમારે તો સમજી જ લેવાની જરૂર છે એમ કહે છે.
ઐસી બાતેં શાસ્ત્રમેં સે, આગમમેં સે મિલની મુશ્કિલ હૈ ઐસી બાતેં આયી હૈં. ઐસે ન્યાય જો વ્યાવહારિક જીવનમેં લાભ-નુકસાન કા કારણ, ન્યાય-અન્યાય કૈસે હોતા હૈ ? લૌકિક મિથ્યાત્વ કયા હૈ ? લોકોત્તર મિથ્યાત્વ ક્યા હૈ ? કૈસે જીવ કો નુકસાન હો જાતા હૈ ? યહ બાત શાસ્ત્રમેં સે નહીં મિલે ઐસી બાત હૈ.
=
મુમુક્ષુ :– એ વાતને થોડી આગળ લંબાવીએ તો પહેલા પરિવારનો સંબંધ હોય અને પછી મુમુક્ષુનો સંબંધ થઈ જાય. તો તે વૃત્તિ ત્યાં પણ સંકોચી દેવી જોઈએ. કોઈની સાથે પહેલા પારિવારિક સંબંધ હોય અને પછી મુમુક્ષુ-મુમુક્ષુનો સંબંધ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– પહલે સગે હો ઔર મુમુક્ષુ બાદ મેં હુએ હો. તો ઇસ પ્રકારકા જો વ્યાવહારિક કાર્ય કરાને કા જો અપેક્ષા ભાવ હૈ ઉસકો સમેટ લેના ચાહિયે, ઉસ વૃત્તિ કો સંક્ષેપ લેના ચાહિયે. પહલા સંબંધ હમારા મુમુક્ષુ કા હૈ, ધાર્મિક હૈ, દૂસરા સંબંધ હમારા સગાઈ કા હૈ.
મુમુક્ષુ :– પહેલા મુમુક્ષુનો સંબધ હોય પછી એમાં વ્યાવહારિક સંબંધ થાય તો મુખ્ય કોણ ?
-
પૂજ્ય ભાઈશ્રી :– તો ભી મુમુક્ષુતા કા સંબંધ મુખ્ય રખના. વ્યવહારિક સંબંધ ગૌણ કર દેના.
મુમુક્ષુ ઃ– તો એ સંબંધ ન રહે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
રાજહૃદય ભાગ–૧૧ પૂજ્ય ભાઈશ્રી – સંબંધ અચ્છા રહેગા, સુંદર રહેગા. સંબંધ મેં સુંદરતા આ જાયેગી. ક્યા આ જાયેગી? સંબંધમેં સુંદરતા આ જાયેગી. સોને મેં સુગંધ આ જાયે ઐસી બાત હો જાયેગી.
મુમુક્ષુ -પણ કોઈને મુમુક્ષુ-મુમુક્ષુ સંબંધી હોય અને બીજા કોઈ સંબંધી ન હોય એની પાસે...
પૂજ્ય ભાઈશ્રી :- આકરી તો કાંઈ થવાની નથી. આ Line જ એવી છે બધું આકરાપણું છૂટી જાય એવી છે.
મુમુક્ષુ – એટલે કે ધર્મમાં વ્યવહાર ન હોવો જોઈએ અને વ્યવહારમાં ધર્મના હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- ન હોવો જોઈએ. બસ, આ સીધી વાત છે. ધર્મમાં વ્યવહાર ઘુસેડના નહિ, વ્યવહારમેં ધર્મ ઘુસેડના નહિ. ઔર ધાર્મિક સંબંધ હૈ ઉસકો હી હમેંશા મુખ્ય રખના, વ્યાવહારિક સંબંધ કો હંમેશા ગૌણ કરદેના. બસ, યહી બાત હૈ.
મુમુક્ષુ - એક બાજુ થઈ, નિરપેક્ષતા હોવી જોઈએ. મુમુક્ષુ.... પણ બીજા મુમુક્ષુ પરત્વે જ્યારે કર્તવ્ય કરવાનું આવે ત્યારે એ વખતે જો પોતાના પરિવાર પરત્વે પોતે રંગરાગથી કરતો હોય અને ત્યાં અલ્પત્વ રાખે)તો એનું મુમુક્ષુપણું ધોવાય?
પૂજ્ય ભાઈશ્રી:- હાસ્તો. તો એ ઉચિત નથી, એ અનુચિત છે. એટલે તો એમણે એમ કહ્યું, કે હું પરિગ્રહમાં ઊભો છું ત્યાં સુધી હું મારું કામ મારા હાથે કરવા માગું છું.
મુમુક્ષુ – પહેલા કેટલાકને પેડલ માર્યા વગર જ પરિણામ દોડ્યા જ કરે અને એને રોકવા બ્રેક મારવી મુશ્કેલ પડે. અહીંયાં આગળ પરિણામ ચાલે જ નહિ. મુમુક્ષુ પરત્વે.
પૂજ્ય ભાઈશ્રી -એતો વિપરીતતા છે. મુમુક્ષુ -ઉપડે જ નહિ. પરિણામ જન ઊપડે. પૂજ્ય ભાઈશ્રી:-એવિપરીતતા છે. મુમુક્ષુ –એટલે ત્યાં મુમુક્ષુ મારા એવું લાગ્યું નથી.
પૂજ્ય ભાઈશ્રી – હા. જે સાધર્મી વાત્સલ્ય હોય એ ત્યાં નથી રહ્યું. વાત્સલ્ય નથી એટલે મુમુક્ષતા ક્યાંની રહી ? વાત્સલ્યને રાખીને વાત છે. વાત્સલ્ય તો પોતામાં હોવું જોઈએ. તો આ Problem રહેવાનો નથી. તમારે મને દેવું છે પણ મારે લેવું નથી. તો એ સંબંધ કેટલો સુંદર હશે ? તમે મને દેવા ચાહો છો અથવા હું તમને દેવા ચાહું છું પણ લેનારે લેવું નથી, હવે સંબંધ કેટલો સુંદર થાય એ તો કહો. એની સુંદરતા કેટલી વધી
Page #136
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૧૯
જાય!
મુમુક્ષુ -મુમુક્ષુ તો નિરપેક્ષ જ હોય, નિરપેક્ષન હોય તો એ મુમુક્ષુ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો જ્યાં સમુચિત પરિણામ છે, લેવાવાળાના કે દેવાવાળાના પરિણામ સમુચિત દોનો તરફ સે હોતી હૈં ઇસસે સુંદરતા સંબંધ કી કોઈ ઔર જગહ હૈ હિ નહિ જહાં એક ભી સાઈડ અનુચિત હોતી હૈ વહાં બાત ખતમ હો ગઈ.
મુમુક્ષુ – જ્ઞાન રાગદ્વેષ ન કરે પણ જે વાસ્તવિકતા હોય એ તો દેખે ને?
પૂજ્ય ભાઈશ્રી:- હા. બરાબર દેખે. જ્ઞાન વિવેક પણ કરે. વાસ્તવિકતા નહિ પણ જ્ઞાન વિવેક પણ કરે. બાહ્ય.. વિવેક કરના વહ જ્ઞાન કાપ્રથમ ધર્મ હૈ.
ક્યોંકિ વૈસે કારણસે...વૈસે કારણ તે માને અપને કાર્ય કી અપેક્ષા રખને સે જીવકી મલિન વાસનાકા ઉદ્દભવ હોના સંભવ હૈ. યહી લાભ લેને કી વૃત્તિ હૈ વહ ઉતની ઘર કર જાયેગી કિ યહ અનિષ્ટ મિટાના મુશ્કિલ હો જાયેગા. કિસી કો લેને કી આદત હો જાતી હૈ ફિર લેને કી હી વૃત્તિ ઉસકો રહતી હૈ. તો હર જગહ સે ઉસકો અપેક્ષાવૃત્તિ રહ જાતી હૈ. યહમલિન વાસના હૈ, વહ ટાલની મુશ્કિલ હો જાયેગી.
- ધ્રુવ આત્મા અથતુ પોતે પર્યાયમાં કાંઈ ઓછું-વધતું, આઘુ-પાછું, કરી શકતો નથી. - એમ, ધ્રુવની અભેદ શ્રદ્ધા / યથાર્થ શ્રદ્ધા થવાથી, સમજાય છે – આવું
અભિપ્રાયમાં રાખીને, શાની, પર્યાયને આમ-તેમ કરવાનો ઉપદેશ, પરિણામ ઉપર | દૃષ્ટિનું અસ્તિત્વ રાખવાવાળા (અજ્ઞાનીને માટે અપેક્ષા રાખીને કરે છે, અજ્ઞાનીની ભાષાથી સમજાવે છે. ઉપરોક્ત શ્રદ્ધાની અપેક્ષા છોડીને તેમની વાત નથી હોતી.
(અનુભવ સંજીવની–૧૩૬)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧૪-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૦, ૫૫૧ પ્રવચન નં. ૨૫૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૦ ચાલે છે, પાનું-૪૪૩. પહેલો પેરેગ્રાફ છે. એ વાત કરી કે તીર્થંકરદેવને પણ કોઈ પણ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ, મંત્ર-તંત્ર, જ્યોતિષાદિથી પોતાના ... કે સંયોગની અનુકૂળતાની યાચના નિકટભવી જીવને ક૨વી ઘટે નહિ. જરાક વિકલ્પ આવે, યાચના ન કરે પણ થોડો વિકલ્પ આવે, તોપણ મૂળથી એને છેદવાની ભાવના રાખવી, દૃઢતા રાખવી. એને (એવી યાચનાને) અહીંયાં લોકોત્તર મિથ્યાત્વનું બળવાન બીજ, સબળ બીજ એટલે બળવાન બીજ છે એમ કહ્યું છે.
બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી...' એમ કહ્યું. મુમુક્ષુને દીનપણે કોઈના સમાગમમાં આવવા યોગ્ય નથી. પોતે ત્રણલોકનો નાથ છે એ વાતનો એણે નિશ્ચય કરવાનો છે. પોતે પરિપૂર્ણ છે. કોઈપણ ક્ષતિ વગરનો, કોઈ અપૂર્ણતા વગરનો, અનંત ગુણની સંપત્તિથી સંપન્ન એવો પોતે સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ છે એ તો એણે નિશ્ચય ક૨વો છે. દીનવૃત્તિ છે એ પોતાના સ્વરૂપથી વિરુદ્ધ ભાવના છે. જે સ્વરૂપ છે એનાથી તદ્દન વિરુદ્ધ જાય છે એ વાત. એમાં પણ એમ કહ્યું, અમને તમે વ્યવહારનો પરિશ્રમ આપો, તમારો વ્યવહાર નિભાવવા માટે અમને પરિશ્રમ આપો, વ્યાવહારિક પરિશ્રમ આપો, એ તો જીવની સવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. શા માટે આટલો બધો ઠપકો લખ્યો ? કે કેટલાક ચિહ્ન એવા હતા કે યોગ્યતા ખોઈ બેસે. જે યોગ્યતા હતી એ યોગ્યતા પણ ‘સોભાગભાઈ’ ખોઈ બેસે. એટલે એમને ઘણું દુઃખ થઈ આવ્યું છે.
છેલ્લી લીટીમાં કહેશે કે તમને ગમે તેવી આજીવિકાની પ્રતિકૂળતા ઉત્પન્ન થાય તોપણ તમારા ગમે તેવા દુઃખની અનુકંપા અમને થાય, એ પ્રકારે આ પ્રશ્ન અમારો શાંત નહિ થાય, મટશે નહિ. આ વાત અમારી મટશે નહિ. અમે તમને દુઃખી જોઈ શકશું ગમે તેટલા સંયોગિક રીતે દુ:ખી જોઈ શકશું પણ તમે આત્મામાં નીચી પાયરીએ ચાલ્યા જાવ, એ અમે જોવા તૈયાર નથી. જુઓ ! આ હૃદયથી હિતેચ્છુપણાનો પારમાર્થિક વ્યવહા૨ છે. એ કેટલું એમનું હૃદય એ બાજુ કરુણાવંત છે કે ભલે બહા૨માં પૂર્વકર્મને
Page #138
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૨૧ હિસાબે પ્રતિકૂળતા ગમે તેટલી હો પણ એનો આત્મા છે એ નીચે ન જાય, એના પરિણામ Degrade ન થાય આ વાત મુખ્ય થવી જોઈએ. એમાં અનુકંપાવશ પણ કાંઈ કરવા જેવું અમને લાગતું નથી. અનુકંપા એટલે બાહ્ય સંયોગની અનુકંપા, હોં ! આત્માની તો અનુકંપા ઘણી છે માટે એમ કરે છે.
હવે એમ કહે છે કે આ તો ઊલટું થાય છે. તમે અમને પરિશ્રમ આપો છો, એના બદલે અમારા અર્થે તમારે પરિશ્રમ વેઠીને વ્યવહાર કરવો પડતો હોય, ચલાવી દેવો પડતો હોય તો તમને ઉપકારનું કારણ થશે. અમને નુકસાન નહિ થાય. કેમકે તમને પૂજ્યબુદ્ધિ રહી છે અને એ પૂજ્યબુદ્ધિ ઉપકારનું કારણ થશે. જોકે અમારી વૃત્તિ એવી નથી પણ આ તો તમારા પક્ષે વાત છે. અમારા પક્ષે બીજી જ વાત છે. એ પોતે કરશે એ તો. “અમને તેવા દુષ્ટનિમિત્તનું કારણ નથી. કારણ કે અમારી અપેક્ષા નથી. એટલે કોઈ અમારી સેવા કરશે તો અમને અપેક્ષાવૃત્તિ થઈ આવશે અને એ નિમિત્તને લઈને કાંઈ અમને નુકસાન થશે, દૂષણ આવશે તો એને દુષ્ટ નિમિત્ત કહેવાય. પણ એવું તો નહિ થાય. એવી અમારી સ્થિતિ હોવા છતાં, એવી અમારી યોગ્યતા હોવા છતાં, છતાં પણ અમારા ચિત્તમાં..” એમ કહે છે. છતાં અમે એમ નથી ઇચ્છતા કે અમારી યોગ્યતા છે એટલે વાંધો નહિ. અમે બીજી રીતે વિચારીએ છીએ, અમારો વિચાર બીજી રીતે ઉત્પન્ન થઈ આવે છે.
એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એવો વહેવાર ઉદયમાં હોય...” જ્યાં સુધી અમને એવો વ્યવહાર ઉદયમાં હોય.ત્રણ કષાય રહ્યા છે એ તો ત્રણ કષાય રહ્યા છે. ભલે કોઈ જ્ઞાની ચતુર્થ ગુણસ્થાને ત્યાગીનો વ્યવહાર રાખે તો પણ ત્રણ કષાય ઊભા છે અને ગૃહસ્થી હોય તો પણ ત્રણ કષાય ઊભા છે. થોડું શુભ વધે કે થોડું અશુભ વધે એનું કોઈ મૂલ્ય નથી, એનું કોઈ ખાસ મૂલ્ય નથી.
એવો વ્યવહાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું.... બીજાને અનુકરણ કરવા માટે પણ એ એક સારો આદર્શ છે, કે અમારું કાર્ય અમારે જાતે કરી લેવું. અમારું કામ બીજાને ન સોંપવું કે, ભાઈ! જરા આટલું પતાવી દેજો. અમારે પરિશ્રમ કરવો એના બદલે તમે કરી લેજો, પણ તમે કામ કરજો. એમ નહિ. અમારું કામ અમારે જાતે કરવું. અને કદાચ બીજાથી કરાવવું હોય તો વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું... મુમુક્ષુનેન સોંપવું. કોઈ સગાસંબંધીને કહી દેવું પણ મુમુક્ષુને ન સોંપવું. એ કેમ એમ સ્થાપવા માગે છે?કે મુમુક્ષુ-મુમુક્ષુનેન સોપે એટલા માટે કેમકે અનુકરણ તો એનું કરશે. મુમુક્ષુ પણ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાનીનું અનુકરણ ક૨શે કે જ્ઞાની આમ કરતા હતા, જ્ઞાની આમ કરતા હતા. એ પોતે એ રીતે રહેવા માગે છે, કે અમારા કાર્યનો બોજો કાં તો અમારે ઉપાડવો, કાં તો અમારા કોઈ વહેવારિક સગા સંબંધીને કહી દેવો પણ મુમુક્ષુને માથે બોજો નાખવો નહિ.
આ જૈનદર્શનની વ્યવહારિક જે યોગ્યતા છે એ પણ બહુ ઉચ્ચ કોટીની છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ કરે નહિ ત્યાં સુધી પોતાના કાર્યનો, પોતાની આજીવિકાનો બોજો પોતે ઉપાડે. બીજાને માથે ન નાખે, સમાજને માથે પણ ન નાખે. ન બીજાને બોજારૂપ થાય, ન સમાજને બોજારૂપ થાય. સર્વસંગપરિત્યાગ કર્યા પછી પણ એટલે મુનિદશામાં આવ્યા પછી પણ પોતાનો બોજો સમાજને માથે કે કોઈને માથે નાખતા નથી. કેમ કે એ કોઈ ભોજનની કે આવાસની કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી. કે અમારા રહેવાની, ઉતારાની આગળથી જ ગોઠવણ થઈ જાય કે અમારા ભોજનની અગાઉથી ગોઠવણ થઈ જાય. એ વ્યવસ્થા સાધુ સ્વીકારતા નથી. બાકી તો તિલતુષ માત્ર એમને કાંઈ જોઈતું નથી.
મુમુક્ષુ :- મુમુક્ષુસમાજ બધી વ્યવસ્થા કરે.... પૂજ્ય ભાઈશ્રી :– કોની વ્યવસ્થા કરે ?
મુમુક્ષુ – મુનિમહારાજની.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુનિમહારાજની. તો પછી ઘરનો પરિગ્રહ શું ખોટો હતો ? કુટુંબીઓ કરતા હતા એ શું ખોટું હતું ? અને પોતે કરે તો શું ખોટું છે ? કરવું, કરાવવું અને અનુમોદવું. ત્રણેનું ફળ એક છે. હું મારી વ્યવસ્થા કરું કે બીજો મારી વ્યવસ્થા કરે એનું અનુમોદન કરું તો એમાં શું ફર્ક છે ? કે કાંઈ ફર્ક નથી. ઉલટાનો હું કરત તો બહુ મર્યાદિત કરત. એ અમર્યાદિત ક૨શે. કેમકે એક કરતા વધારે માણસો જોડાશે. એક ઘરે ૨સોઈ થવાને બદલે દસ ઘરે ૨સોઈ થશે. આપણે મહારાજને વહોરાવો, ઓલો કહે, આપણે મહારાજને વહોરાવો. આપણે લાભ લ્યો. ધર્મલાભ સમજે છે ને ? ધર્મલાભ નથી. ગૃહીત મિથ્યાત્વ છે.
મુમુક્ષુ :– દસ પરિવારનો આરંભપરિગ્રહ વધ્યો.
=
પૂજ્ય ભાઈશ્રી:– આરંભપરિગ્રહ દસ પરિવારને ઘરે વધ્યો.
મુમુક્ષુ :– પરિણામ દસ જણાના બગડ્યા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, દસ જણાના બગડ્યા. અને દસેનો સ૨વાળો પોતા ઉપર આવ્યો. કયાં આવ્યો ? દર્સનો સરવાળો પોતાને લાગુ પડ્યો. શું કર્યું ? લાભ કર્યો કે નુકસાન કર્યું ?
Page #140
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૨૩
મુમુક્ષુ – એમને તો ઠીક પણ અમારા માટે શું ?
પૂજ્ય ભાઈશ્રી :– પોતે અપેક્ષા રાખવી નહિ અને એવી અપેક્ષા રાખતા હોય એને અનુમોદવા નહિ.
મુમુક્ષુ :– દસ ઘરને શુભની ભાવના ભાવવાની તક આપી.
પૂજ્ય ભાઈશ્રી :– એ સોને આપે તો વધારે સારી કે નહિ ? એવી તક દસ ને આપે એને બદલે સોને આપે એમાં શું ? હજાર ને આપે, દસ હજારને આપે. એ બધું જિનેન્દ્રના માર્ગ ઉપર પગ દેવાની વાત છે. આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાની વાત છે અને ગૃહીત મિથ્યાત્વમાં એ બધું જાય છે.
મુમુક્ષુ :– સત્સંગના લાભ માટે ‘સોનગઢ’માં રહેવા માટે બધી સગવડ જોઈએ. આ જે અંદરમાં અધિકતા રહે છે મુમુક્ષુને, તો આ મુમુક્ષુ માટે અહિતક૨ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– ના. એવું કાંઈ નથી. સત્સંગ અને સગવડને બે વાતને ચાંય મેળ નથી. સત્સંગ તો નિરપેક્ષ વૃત્તિ કેળવવા માટે છે. અપેક્ષા વૃત્તિ પાયામાં રાખીને સત્સંગ કરવાની વાત છે નહિ.
મુમુક્ષુ :– સોનગઢ’માં વ્યવસ્થા બરાબર નથી એટલા માટે ત્યાં કેવી રીતે રોકાઈએ ? તો આ વૃત્તિ ખોટી છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ખોટી જ છે.
=
મુમુક્ષુ ઃ– જ્યારે સંસ્થા ઉપર આરોપ કરીએ તો આ વધારે ખોટું થઈ ગયું ?
પૂજ્ય ભાઈશ્રી :– પછી તો સંસ્થાને સુધારવા માટે, શાસનની વધારે શોભા માટે કોઈ વાત કરીએ એ બીજી વાત છે અને પોતાની અપેક્ષા માટે કરવી તે બીજી વાત છે.
મુમુક્ષુ ઃ– એમાં તો પોતાની અપેક્ષા તો ગર્ભિત હોય જ છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની અપેક્ષા જુદી વસ્તુ છે અને કોઈ સામાજિક વ્યવસ્થાનો વિચાર કરે એ જુદી વસ્તુ છે. એક પ્રસંગને પડખા અનેક છે. વાત એટલી છે કે પોતાની અપેક્ષાબુદ્ધિ અને તે પણ બીજા પાસેથી અપેક્ષા રાખવી, પછી એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય, એ તો એકની એક જ વાત છે. એ પણ મુમુક્ષુઓ જ છે. એ તો કોઈ યોગ્ય નથી. વ્યવસ્થાની દૃષ્ટિએ વિચાર કરો, પોતાની અપેક્ષાથી નહિ પણ વ્યવસ્થાની દૃષ્ટિએ વિચાર કરો, બીજા જીવોને પણ અનુકૂળતા રહે અને એ પણ વધારે અહીંયાં લાભ લઈ શકે એવો વિચા૨ ક૨વો એ યોગ્ય છે.
મુમુક્ષુ :– સંસ્થા ચલાવવાવાળા એવું માની લે તો ?
=
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્થા ચલાવવાવાળા એમ માને કે અગવડ-સગવડનો વિચા૨
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રાજહૃદય ભાગ-૧૧ કર્યા વિના જેને રહેવું હોય એ રહે અને ન રહેવું હોય ઈ ન રહે, તો એ મોટી ભૂલમાં છે.
ક્યાં બેસીને વિચાર કરવો છે?કયા દૃષ્ટિકોણથી આ વિચાર કરવો છે? એક વાત ઊભી થાય એને તો ઘણા દૃષ્ટિકોણથી વિચારવી પડે. કોઈ એકાંત વાત કરવી ન જોઈએ.
અહીંયાં તો જ્ઞાનીપુરુષ પોતે કહે છે, કે “અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય અને વ્યવહારમાં બેઠા છીએ, પરિગ્રહ ભેગો થાય છે, લેણદેણ એ વ્યવહારિક જે લૌકિક લેણદેણમાં ઊભા છીએ, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું.... અમારું કાર્ય અમારે જાતે કરવું. અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. આ ન્યાય છે એની અંદર. એમને નુકસાન થાય એવું નથી તો પણ આમ વિચારે છે. કેમકે મારું અનુકરણ બીજા કરશે.
બીજા મુમુક્ષુ પુરુષને પરિશ્રમ આપીને કરાવતા એવી અપેક્ષાબુદ્ધિથી નુકસાન શું થાય છે ? કે “જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવે;” એટલે એ અપેક્ષાવૃત્તિ એને રહ્યા જ કરે. પછી એક જગ્યાએથી અપેક્ષાવૃત્તિ રહે, એ કેટલી જગ્યાએથી અપેક્ષાવૃત્તિ ઊભી થશે એનો નિયમ પછી નહિ રહે પછી નહિ રહે. એટલે એ બાબતની અંદર પોતે બહુ સ્પષ્ટ અને બહુ ચોક્કસ હોવા જોઈએ. નહિતર મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવે;” મલિન વાસના એટલે બીજા પાસેથી માગવાની, મેળવવાની અપેક્ષાવૃત્તિ છે એ ઘર કરી જશે.
કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છેઅમારો અમને ખ્યાલ છે કે કદાચ કોઈને અમે કામ સોંપીએ, કોઈ અમારું કામ કરી જાય તો અમારા ચિત્તમાં મલિનતા ન થાય એવી અમારી યોગ્યતા થઈ છે તથાપિ... તોપણ “કાળ એવો છે કે બધો ખ્યાલ છે કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ. દ્રવ્યથી એટલે ભાવથી નહિ ભાવથી તો શુદ્ધિ જ રાખી છે, પણ દ્રવ્યથી અમારે શુદ્ધિ રાખવી છે. ભાવે શુદ્ધિ છે, વ્યવહારશુદ્ધિ પણ અમે રાખવા માગીએ છીએ. દ્રવ્યથી એટલે વ્યવહાર ભાવે અને દ્રવ્યું. “તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉભવ ન થાય;... તો અમારો વ્યવહાર જોઈને કોઈને વિકલ્પનઊઠે,તર્કન ઊઠે, વિષમતાન થાય, અનુકરણ એવુંનકરે. બધો કેટલો વિશાળવિચાર કર્યો છે.
મુમુક્ષુ – ૨૮૭ના બીજા પેરેગ્રાફનો જવાબ.
પૂજ્ય ભાઈશ્રી :- આ પેટામાં આવી જાય છે. જવાબના એક પેટામાં આવી જાય છે, કે એ પોતે એવું વર્તન કરે, કે કોઈ વ્યવહારિક કાર્ય અને લેણદેણનો પ્રસંગ ન રાખે.
Page #142
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૨૫ જેથી એને અંદેશાનું કારણ ન થાય. ઠીક છે.
અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે.’ અને બીજા અપેક્ષાવૃત્તિવાળા જીવો, અશુદ્ધ વૃત્તિવાન છે એ. બીજા અપેક્ષાવૃત્તિવાળા જીવો પણ એવી રીતે વર્તીને પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. આ પરમપુરુષોનો માર્ગ છે. નિરપેક્ષવૃત્તિ એ પરમપુરુષોનો માર્ગ છે. સાધક આત્માઓનો એ માર્ગ છે. એ માર્ગનો નાશ અશુદ્ધ વૃત્તિવાળા જીવો કરે છે અને પોતાનો બોજો બીજાને માથે નાખે છે.
મુમુક્ષુ-પત્રમાં જૈનદર્શનનું હાર્દસમજાવ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – જૈનદર્શન આવું જ છે. ચોખ્ખું જૈનદર્શન આવે છે. કે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પોતાનો બોજો બીજા માથે નાખે એ માર્ગ છે નહિ.
મુમુક્ષુ - “ગુરુદેવ' કહેતાકે આ યાચક માર્ગનથી.
પૂજ્ય ભાઈશ્રી - યાચનાનો માર્ગ નથી. એટલે તો ફંડફાળો માગવાની આપણે ત્યાં પદ્ધતિ નથી. એક બહુ સુંદર ગુરુદેવે પ્રણાલિકા પાડી એ ઈ પાડી કે કોઈપણ મંદિર થાય,ગમે તે થાય, ઉત્સવ થાય કોઈ ફંડફાળો ઉઘરાવવા જવો, તમે નોંધાવો, તમે આટલા લખાવો એ વાત આપણે ત્યાં બિલકુલ નથી. અને કોઈ એવી ભૂલ કરે તો ગુરુદેવ ટીકા કરતા. ટીકા કરતા નહિ, આકરી ટીકા કરતા હતા. એવા માગણવેડા અને ભીખારાવેડા શું કરવા કરે છે ? કોણે એમને કહ્યું કે તમે મંદિર બનાવો ? કોણે એમને કહ્યું કે તમે સ્વાધ્યાયમંદિર બનાવો?
પ્રસંગ તો ઊભો થયો હતો માનસ્તંભ વખતે. માનસ્તંભ વખતે ઘણા વર્ષ પહેલા. માનસ્તંભ બનવાનો પ્રસંગ હતો. ખર્ચે બહુ હતો. પેમ્પલેટ કાઢ્યા. સખી દાતાઓએ યથાશક્તિ ફાળો મોકલવો. અમારે ત્યાં મોટો ખર્ચ છે, અમારે ત્યાં મોટું કામ અમે ઉપાડ્યું છે. અમારી બધી ભાવનાથી અમે આ કરીએ છીએ પણ તમે પણ કાંઈક સહકાર આપો. ગુરુદેવને ખબર પડી. આ માગનાર તો મોટા શ્રીમંત છે. એ શું કરવા ભીખ માગે છે? જે માગનાર હતા એ પૈસાવાળા માણસ હતા. એ શું કરવા કહે છે? આવું ભીખ માગવાનું આપણે ત્યાં ક્યાં છે? બિલકુલ નહિ કોણે કહ્યું તમને કરવાનું ન કરે. શક્તિ હોય તો કરે, અર્પણતા કરે. શક્તિ ન હોય અથવા અર્પણતા કરવાનો ભાવ નહોયતોન કરે. બીજા આગળથી પૈસા લેવાની વાત ક્યાં છે?
મુમુક્ષુ - એક ટ્રસ્ટી ‘નરભેરામ પાલિતાણાવાળા વકીલ હતા ને? એ ચાલુ પ્રવચનમાં મશ્કરીમાં કીધું કે હવે તમે તો કાંઈક બોલો. ગુરુદેવ પાટ ઉપર બેઠા હતા. ત્યાં ને ત્યાં ખખડાવ્યા, ખબરદાર કોઈને કહેવાનું નહિ. આ કાંઈ યાચકમાર્ગ નથી,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૧ વીતરાગમાર્ગ છે.
પૂજ્ય ભાઈશ્રી:-બરાબર છે, એમ જ છે. મુમુક્ષુ -તમે કીધો એ બીજો પ્રસંગ છે, આ બીજો પ્રસંગ છે. પૂજ્ય ભાઈશ્રી:-હા, એ પદ્ધતિ નથી. એ બરાબર છે.
મુમુક્ષુ - આપણામાં શ્રમણધર્મ કહેવાય છે, આજે ખ્યાલ આવ્યો કે આનું આ કારણ છે. આપની સ્પષ્ટતાથી આ ખ્યાલ આવ્યો કે શ્રમણધર્મનામ કેમ આપ્યું.
પૂજ્ય ભાઈશ્રી - શ્રમણધર્મ કહેવાય છે. આપણો ધર્મ જ શ્રમણધર્મ જ છે. મુખ્યમાર્ગ તો એ જ છે.
મુમુક્ષુ -શ્રમણનો શું અર્થ?
પૂજ્ય ભાઈશ્રી :- આમ તો સંપ્રદાયવાચક કહેવાય. કે જે હિન્દુઓ છે એને વૈદિકધર્મ કહે છે. જૈનને શ્રમણધર્મ કહે છે. શ્રમણ એટલે જે સાધુ છે નિરાલંબ વૃત્તિવાળા, શ્રમણનો અર્થ એ છે-નિરાલંબ વૃત્તિવાળા. કોઈનું અવલંબન અને અપેક્ષાન લે. યાચના ન કરે. જેમ રાજા યાચના ન કરે એમ મુનિ તો મહારાજા છે. રાજા નથી પણ મહારાજા છે. એ યાચના ન કરે. એટલે તો આપણે ત્યાં આહારની વિધિ બીજી રીતની છે. કે નવધા ભક્તિથી આવાહન કરે એને ત્યાં આહાર થાય. ગમે તેને ત્યાં જઈને આહાર લઈએ એવું નથી. ૪૬ દોષ રહિત આહારનો યોગ થાય તો થાય, નહિતર પરિણામ આત્મામાં સમાઈ જાય. દ્વેષ ન કરે છે કે આજે કેમ મને કોઈએ આહારનું પદ્ધતિસરનું આમંત્રણ ન કર્યું. પરિણામ આત્મામાં સમાઈ જાય. શું થાય? વીતરાગતા. વધે. ઉપવાસ વધે તો વીતરાગતા વધે. આહારનો વિકલ્પ આવ્યો છે, અનાહારી આત્માનું અવલંબન છૂટ્યા વગર આવ્યો છે. આહારનો યોગ ન બને તો અવલંબનમાં બળવાનપણું આવે. કમજોરી ન આવે, નબળાઈ ન આવે. એ બધી આખી વૃત્તિ સિંહવૃત્તિ છે. શિયાળવૃત્તિ નથી, આ સિંહવૃત્તિ છે.
એટલે અશુદ્ધ વૃત્તિવાન જીવને, નબળા પરિણામવાળા જીવોને પણ તેમ વર્તીને પરમપુરુષોના માર્ગનો તેઓ નાશ ન કરે એ આદિવિચાર પર મારું ચિત્ત રહે છે. મારો તો એવો અભિપ્રાય છે, મારા પરિણામ એ છે. તો પછી જેનું અમારાથી પરમાર્થબળકે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય. પરમાર્થબળ ઓછું હોય અને ચિત્તની શુદ્ધતા પણ ઓછી હોય, વિચારની શુદ્ધતા ઓછી હોય તેણે તો જરૂરતે માર્ગણા બળવાનપણે રાખવી.” બળવાનપણે એને નક્કી કરવું કે મારે મારા માટે કાંઈ ચલાવવું નથી. ગમે તે પરિસ્થિતિમાં હું ચલાવવા તૈયાર છું પણ યાચના કે અપેક્ષા કરવામાં તૈયાર નથી.ગમેતે
Page #144
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૨૭
પરિસ્થિતિ ચલાવવાની તૈયારી હોય છે. એટલી માનસિક તૈયારી એને હોવી જોઈએ.
....
એ જ તેને બળવાન શ્રેય છે,' અને એ જ કલ્યાણકારક છે. અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે;..' તમે તો ઘણી યોગ્યતાવાળા છો, પાત્રતાવાળા છો તમારે તો એમ જ વર્તવું ઘટે છે. કેમ કે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે.' જુઓ ! લોકો તમારું કે અમારું અનુકરણ ક૨શે. એટલે આપણે ભાવે તો શુદ્ધિ રાખવાની પણ દ્રવ્યે પણ શુદ્ધિ રાખવાની. મુમુક્ષુ :– ૨૮ વર્ષે મોટા આચાર્ય જેવો ઉપદેશ આપ્યો છે !
પૂજ્ય ભાઈશ્રી :– એ તો જ્ઞાનીનું તો એવું છે. એમણે કેવળજ્ઞાન પર્યંતની માર્ગની વિધિ જાણી છે. સમ્યગ્દર્શન થતાં મુનિદશા કેવી હોય ? કેવળજ્ઞાનની દશા કેવી હોય ? શ્રેણી કેવી હોય ? શુક્લધ્યાનની શ્રેણી કેવી હોય એ બધું કેવળજ્ઞાન પર્યંતનું જ્ઞાન થાય છે. એ બધું ખ્યાલમાં છે. અને આ તો મહાન પ્રજ્ઞાવંત પુરુષ છે.
પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે,... કયાં સુધી વાત લીધી ? પ્રાણ જવા જેવી વિષમ અવસ્થા ઉત્પન્ન થાય, પ્રતિકૂળતા (થાય), વિષમ એટલે અહીંયાં પ્રતિકૂળતા થાય તોપણ તમારે સકામપણું ભજવું ઘટે નહિ. નિષ્કામ અવસ્થા રાખવી. જરા પણ અપેક્ષાવૃત્તિ ન રાખવી. એવો અમારો વિચાર...' એવો અમારો દઢ વિચાર તે તમારી આજીવિકાથી ગમે તેવા દુઃખની.... પરિસ્થિતિ ઊભી થાય તોપણ ‘અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી;...' અમારો વિચાર મટતો નથી. તમે નિષ્કામપણે રહો. એ નિષ્કામપણે રહેતા તમને તમારી આજીવિકાની ગમે તેવી દુઃખમય પરિસ્થિતિ થાય તોપણ અમારો આ વિચાર મટતો નથી કે તમારે નિષ્કામ જ રહેવું જોઈએ. અનુકંપા થઈને પણ આ વિચાર અમારો નબળો પડતો નથી એમ કહે છે. કે તમારી થોડી દયા ખાઈએ ને હવે એમને બહુ તકલીફ થઈ ગઈ છે. કોઈ મદદ કરે તો સારું. કેમ એમ વિચાર્યું છે ? કે એમની સંયોગની સ્થિતિ કરતા આત્માની સ્થિતિના કલ્યાણને ઇચ્છતા હતા. સંયોગિક કલ્યાણને નહોતા ઇચ્છતા. જો અપેક્ષાવૃત્તિમાં આવી જાય, દીનતાવૃત્તિમાં આવી જાય તો એ આત્મકલ્યાણથી દૂર થઈ જાય. માટે દુઃખ પડે તો એ દુઃખ એમના માટે સુખનું નિમિત્ત છે. પ્રતિકૂળતાઓ એમને આત્મિક અનુકૂળતાનું નિમિત્ત છે એમ જોયું છે. અને અનુકૂળતા તે આત્મિક પ્રતિકૂળતાનું નિમિત્તે થશે એમને. એ જોઈને આમ વાત કરી છે.
અનુકંપા કરીને અમારો વિચાર તો મટતો નથી પણ સામો વધારે બળવાન થાય છે.’ બિલકુલ નહિ. જરાય તમને મદદ કરવી ન જોઈએ. એ વખતે તમારી યોગ્યતા
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૧ ખરેખર પ્રકાશી નીકળે, પ્રગટ થઈ નીકળે એ અમે જોવા માગીએ છીએ. તમે તમારા આત્મબળમાં આવો એ અમે જોવા માગીએ છીએ. અમે તમને દીનપણે જોવા માગતા નથી. ઊલટાનો વધારે બળવાન થાય છે.
આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી... એટલે આના અમે તમને ન્યાયો આપીએ, કે તમને આત્મામાં લાભ શું? આત્મામાં ગેરલાભ શું? અનેક જાતના તમને ન્યાય આપીને નિશ્ચય કરાવવાની અમારી ઇચ્છા છે, કે તમે કોઈપણ કારણે દીન ન થાઓ, અમારા સમાગમમાં ન આવો, કોઈના સમાગમમાં ન આવો, એવી અમારી ઇચ્છા છે. અને તે થશે... અને એ ઈચ્છા છે એમ જ થશે એમ અમને નિશ્ચય રહે છે.' સમાગમમાં એ વાત અમે તમને વિસ્તારથી કરશું કે એમાં આત્માને લાભ શું અને આત્માને ગેરલાભ શું? કેટલા કેટલા પડખેથી વિચારવું ઘટેછે.
ગુણ નિષ્પન્નતા અર્થે એના ગુણની વધારે પ્રાપ્તિ થાય. નિષ્પન્નતા થવી એટલે પ્રાપ્તિ થવી. એને વધારે ગુણ પ્રાપ્તિ થાય, એના માટે એની અનુકૂળતા જોવી એ માર્ગનું અંગ છે.
મુમુક્ષુ -સ્થિતિકરણ અંગમાં આવે?
પૂજ્ય ભાઈશ્રી - એને સ્થિતિકરણમાં કહે છે, વાત્સલ્યમાં કહે છે, પ્રભાવનામાં કહે છે. ત્રણેમાં આવે છે.
મુમુક્ષુ-એને બતાવ્યા વિના?
પૂજ્ય ભાઈશ્રી:- હા, એને બતાવ્યા વિના. એને એમ ન લાગે કે આ મારા ઉપર ઉપકાર કરે છે. એને એમ ન લાગે કે આ મારા ઉપકાર કરે છે. એટલે એને ગુપ્તદાન કહેવામાં આવે છે. ગુપ્તદાન કેમકે લેનારનો હાથ નીચે રહે છે, દેનારનો હાથ ઉપર રહે છે. મારે દેવું છે હાથ ઉપર રાખવો નથી, એમ કહે છે. દેવું છે પણ) હાથ ઉપર રાખવો નથી. હાથ નીચે રાખીને દેવું છે. આ તો અલૌકિક ન્યાય છે. જૈનદર્શનના ન્યાયો પણ લોકોત્તર છે. આ બધાSupreme qualityજાયો છે.
જગતમાં દાન તો લોકો ક્યું છે પણ ઉપર હાથ રાખીને દે છે. આ કહે છે, નહિ, જૈનદર્શનમાં દાન નીચે હાથ રાખીને દેવાય છે. ઉપર હાથ રાખીને નથી દેવાતું. માર્ગની વિધિ કોઈ એવી છે. અને એ ઋષભ આદિ મહાપુરુષોએ આ કાળમાં એ માર્ગ શરૂ કર્યો છે. આ નામ-બામ લખાવવાનું આવે છે એ તો ઘણું ખરાબ લાગે છે. દાન આપીને જે નામ રાખવાની, નામ લખાવવાની વાત છે એ તો ઘણું વિપરીત છે. એ તો આ માર્ગમાં છે જનહિ.
Page #146
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૦
૧૨૯
મુમુક્ષુ :– નામ તો લખાવે, ફોટા પણ ટાંગે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. શરૂઆતથી જ “ગુરુદેવે’ ટીકા કરી હતી. પહેલુંવહેલું નામ લખવાની શરૂઆત થઈ...
મુમુક્ષુ ઃ– રાજકોટમાં.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ટીકા કરી હતી. નહિ, આ પદ્ધતિ નથી.
મુમુક્ષુ :– ટીકા નહિ, ખખડાવી નાખ્યા હતા.
=
પૂજ્ય ભાઈશ્રી :- ... ‘ગુરુદેવે’ .. એ માર્ગ આપણે ચૂકી ગયા છીએ. એ માર્ગ આપણે ચૂકવો જોઈએ નહિ. પ્રાણાંતે ન છોડવો જોઈએ. ગમે તે પરિસ્થિતિ હોય. ભીખ માંગવાથી ભલું થજો, ભીખ માંગીને ભલું થજો, એ વાત તો જગતમાં બધે ચાલે છે. જૈનદર્શનમાં એથી પછી શું ફેર રહ્યો ? એ તો કહો. એ વાત કોઈ રીતે યોગ્ય નથી. પણ ઘણા કરે ને... સમાજમાં તો એ છે, સામાજિક એવી વાત છે કે ઘણા કરે પછી એ દોષ નથી જણાતો. ઝાઝાં કરે માટે દોષ નહિ, ભાઈ ! દોષ તો ત્રણે કાળે દોષ છે, ગુણ તે ત્રણે કાળે ગુણ છે. દોષ ગુણ થાય નહિ અને ગુણ દોષ થાય નહિ.
મુમુક્ષુઃ– એકવાર ભૂલ થાય પછી ઓલી દૃષ્ટાંતરૂપે ચાલી આવે.
પૂજ્ય ભાઈશ્રી :– પછી તો પરંપરા જ ચાલે. એક ભૂલ શરૂ થઈ એટલે પરંપરા ચાલવાની જ. શું કહે છે ? જુઓ ! એ પોતે કહ્યું છે.
નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી...' થાય. તેને જણાવ્યા સિવાય સેવાચાકરી કરીએ. એને શરમ ન લાગે. અરે..રે..! તમારા જેવા માણસો અમારી સેવા કરે ! એમ નહિ. જ્ઞાની ઊઠીને આપે દાન. અજ્ઞાનીને આપે. જ્ઞાની અજ્ઞાનીને ખબર ન પડવા દે. નહિતર પેલાને એમ લાગે કે, અરે..! તમે ક્યાં ? અમારી સેવા તમારે કરવાની હોય કે તમારી સેવા અમારે કરવાની હોય ? પાત્રતાવાળાને તો સહન ન થાય. ગુપ્ત રીતે આપે. એ એમનું હૃદય છે.
કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગનો...’ એટલે અંતરંગનો ‘વિચારનો છે...’ અંગના વિચારનો છે એટલે અંતરંગના વિચારનો છે. આ રાખીને તમને ઉ૫૨ની વાત કરી છે પાછી. અમે આ વાત તમને ન લખત. કેમ કે આ એક સદ્ગુણની વાત છે. અમારા ગુણની વાત અમારે કહેવી પડે એ કોઈ વ્યાજબી નથી પણ હવે થોડું તમારું મન દૂભાવ્યું છે માટે મારા અભિપ્રાયની વાત તમને કરી દઈએ છીએ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ચજહૃદય ભાગ-૧૦ મુમુક્ષુઃ-માતાજી બહેનોને ત્યાં કરતા.
પૂજ્ય ભાઈશ્રી - માતાજી' કરતા, ગુરુદેવ’ કરતા એ બધો ખ્યાલ છે. ગુરુદેવ આપતા. કોઈ મૂકી જાય ને, પૈસા એમ ને એમ મૂકી જાય, ચીજ-વસ્તુ મૂકી જાય. ગુરુદેવ પાસે પરાણે મૂકી જાય. પછી આપી દે. પોતે આપવા ન જાય. કોકને કહી દે આ આને આપી દેજો. આ આને આપી દેજો. ઓલું ઓલાને આપી દેજો. ઓલો જરૂરતવાળો છે એને મોકલાવી દ્યો. એમ કહીદે. અને ગુરુદેવના દેહાંત પછી એ વાત અમને ઘણી જાણવા મળી છે. જે લોકોને મળતું હતું એ ગુરુદેવ આડકતરી રીતે (આપતા. અમને બધાને ખોટ પડી છે, નહિ અમને લોકોને ખોટ પડી છે. એવા સામાન્ય અનુકંપાયોગ્ય માણસો. મુમુક્ષુ નહિ એવા અનુકંપાયોગ્ય માણસોને મોકલતા. એટલે પૂજ્ય બહેનશ્રી' પણ એ કરતા. એ પણ એવી રીતે. કોણે મોકલી છે એ ન બતાવે. કેવી રીતે આવ્યું છે એન બતાવે. બીજાને માથે આમ નાખી દે કે આ પહોંચાડી દેજો. એ રીતે કર્તવ્ય છે.
બતે અમારા અંગના વિચારનો છે અને તેવી આચરણા.... એટલે તેવું આચરણ સત્યુષને નિષેધ નથી, એવી આચરણા સપુરુષ માટે નિષેધ નથી. એ સત્પરુષ કહી રહ્યા છે. નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. એમ કરવા યોગ્ય છે અને સહેજે એમ જ હોય. એમના પરિણામમાં સહેજે એમ જ હોય. માત્ર સામા જીવને...” આ શરત છે. માત્ર કરીને વાત કરી છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનારતે વિષયકે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્પષે પણ ઉપશમાવવા જોઈએ.” તો એ પુરુષને યોગ્ય છે. એ જીવને દીનવૃત્તિ, અપેક્ષાવૃત્તિ, યાચનાવૃત્તિ એવી મલિન, અશુદ્ધ વાસના ઉત્પન્ન થઈ જતી હોય તો પુરુષે ત્યાં રોકાઈ જવું, એ કરવા યોગ્ય એને નથી. આટલું ધ્યાન રાખવું, આટલી સાવધાની રાખવી.
મુમુક્ષુ :- આ કલમ લાગુ પાડી “સોભાગભાઈ ઉપર. એટલે નથી કરતા સોભાગભાઈને.
પૂજ્ય ભાઈશ્રી:- એટલે નથી કરતા. બહુ સારો ન્યાય લીધો છે. આ તો શાસ્ત્રોમાં આવો વિષયનનીકળે. આ તો પ્રાસંગિક વાત છે એટલે વાત નીકળી છે. બે વચ્ચે પ્રસંગ ઊભો થયો. “સોભાગભાઈને જરા દીનતા આવી. એકદમ પોતે એ વિષયમાં કડક થઈ ગયા. કડક થઈને લખ્યું, કે પ્રાણ જાય તમારા તોપણ શું થઈ ગયું? અમે અનુકંપા કરવા માગતા નથી. શું લખે છે? ઊભા રહો. અમારા હૃદયના ખૂણામાં એક બીજી વાત બીજી રીતે છે એ પણ તમે સમજો અને આ વાત કઈ રીતે છે એ પણ તમે સમજો.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પત્રાંક-૫૫૦
મુમુક્ષુ -ઋષભદેવ ભગવાનની સાક્ષી આપી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, આપી ને. બે જગ્યાએ આપી છે. એક અહીં ૪૩૦પત્રમાં આપી છે.
મુમુક્ષુ – કોઈ શાસ્ત્રમાં છે, “રત્નકરંડશ્રાવકાચારમાં આ વાત છે. એમના ખ્યાલમાં કોઈ વાત બાકી નથી. પૂજ્ય ભાઈશ્રી:-પાનું-૩૬૩.
કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય....' પરમાર્થના અંશને પ્રાપ્ત થાય અથવા પરમાર્થના અંશને પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય. એટલે શું? કે કોઈ જીવ સીધો પરમાર્થનો લાભ લે (તો) સારી વાત છે પણ પરમાર્થનો લાભ થવા માટે કોઈ સાધન આપવું પડે. મકાન, વાહન, પૈસા કાંઈ પણ, પુસ્તકો, કપડા, લત્તા કાંઈ પણ કારણના કારણને. એમ નિષ્કારણ કરૂણાશીલ એવા. ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે... જુઓ ! ઋષભદેવ ભગવાને આ વાત કરી છે. ત્યાંથી વાત લીધી છે, કે આ માર્ગ આ કાળમાં શરૂ કરનાર પહેલા તીર્થકરે આ વિધિ શરૂ કરી છે. ત્યારથી આ પ્રણાલિકા ચાલી છે. કેમકે એની પાછળ એક ભાવના છે, કે જિનમાર્ગ જયવંત વર્તો. માર્ગ ત્રિકાળ જયવંત વ એવી ભાવના રહેલી છે. માર્ગને અનુસરનારા, જેના પરિણમનમાં એ સન્માર્ગ ઉત્પન્ન થાય છે, એવા પાત્ર જીવો એ બધા સદાય વિદ્યમાન રહો. કેમકે એ જગતને ઉપકારી છે. જગતમાં કાંઈક ઠીક હોય તો એ એટલું જ છે. બાકી કાંઈ ઠીક નથી. બાકી આખું જગત વિચાર કરવા જેવું નથી.
એવું જે કર્યું એ કેવી ભાવનાથી કર્યું છે? કે એમની કરુણાની ભાવનાથી અને એક સમયમાં. સમયમાત્રના અનઅવકાશે આખું જગત. મર્યાદા બહારની કરૂણા છે, મર્યાદા બહારની ભાવના છે. જેમનું સ્વરૂપ અસીમ છે, અમર્યાદિત છે. સ્વભાવ છે એને મર્યાદા નથી. તો આ બાજુ સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી ભાવનાની પણ મર્યાદા નથી. એમ છે. એવી વાત છે. સનાતન એટલે ત્રણે કાળના પુરુષોના પરિણામની જાતિ છે, પરિણામનો આ ચિતાર છે એમ કહેવું છે.
મુમુક્ષુ-સરસ માર્ગદર્શન છે. સો વર્ષ પહેલા લખી ગયા છે. પૂજ્ય ભાઈશ્રી:-ત્રણે કાળે, સનાતન એટલે ત્રણે કાળે આ જ પરિસ્થિતિ છે.
“અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. છોકરા જો વ્યવહાર ચલાવતા થાય તો પછી મારે આજીવિકાનો બોજો નહિ.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૧ બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાંક કારણોથી નથી, પણ બીજા કેટલાક કારણોને લઈને હજી તમે છોડી શકો એવું નથી. તે વાત અમે જાણીએ છીએ.' એટલે તમારા કુટુંબની પરિસ્થિતિની બધી વાત અમે જાણીએ છીએ. બધું જ લખતા. એકેએક વાત લખતા. જે જાતના પરિણામ થાય એ બહુ લખતા હતા. એમના કાગળો વાંચેલા છે. નાનામાં નાની વાતનું નિવેદન કરતા. પોતાના પરિણામમાં કાંઈ પણ વિકલ્પ આવ્યો એટલે એ જણાવી ચે. આજે આમ વિચાર છે, આમ વિકલ્પ છે, આમ છે ને આમ છે.
એમને પોતાને એમના પ્રત્યે કોઈ વાત ખાનગીન રહે અથવા પરિપૂર્ણ મારું જીવન અને પરિણમન એમની આજ્ઞાએ વર્તે એવી એક ભાવના હતી. લખવા પાછળ શું ભાવના હતી ? કે એમની આજ્ઞા બહાર મારા શ્વાસોશ્વાસ સિવાય કાંઈ ચાલવું જોઈએ નહિ. કેમકે શ્વાસોશ્વાસ Automatic છે. બાકી કાંઈ મારે એમની જાણ બહાર કરવું નહિ, એમની આજ્ઞા બહાર મારે કોઈ વાત કરવી નહિ. બધું લખે. અને આ ઠપકો સાંભળવાની પૂરી તૈયારી એમની. એમની મારા ઉપર એટલી કરુણા છે કે ક્યાંય પણ મારી ભૂલચૂક હશે (તો) મને સીધું કહી દેશે અને કહેશે એનો મને બિલકુલ વાંધો નથી. એ તૈયારી રાખીને જપોતે લખ્યું છે.
મુમુક્ષુ:- જેને સુધરવું છે એને વાંધો નથી. પૂજ્ય ભાઈશ્રી:-પોતાને સુધરવું છે માટે લખ્યું છે. એમ છે.
એટલે તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ વાત નહિ લખો તો પણ અમે બધું જાણીએ છીએ. એ લખવાની કોઈ જરૂર નથી. “એજવિનંતી.પ્રણામ પ્રાપ્ત થાય.” એ પત્ર એમણે ૫૫૦ માં ૫૪૮ના અનુસંધાનમાં વિશેષ વાત લખી છે.
મુમુક્ષુ -લૌકિક વ્યવહાર પણ કેવો હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :- કેટલો શુદ્ધ અને કેટલો વિચક્ષણતાવાળો. અને આત્માને કલ્યાણની અંદર એમાં શું... આ વ્યવહારની અંદર કલ્યાણ અને અકલ્યાણને કેટલો સીધો સંબંધ છે, એ બધી વાતની ચર્ચાએમાં આવી જાય છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૧
પત્રાંક-૫૫૧
૧૩૩
મુંબઈ, માગશર, ૧૯૫૧
શ્રી સોભાગ,
શ્રી. જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.
કોઈ પણ પ૨પદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી.
ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દૃઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી. તીર્થંકરે કહી છે.
પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતનપરિણામ હોય અને અચેતનને અચેતનપરિણામ હોય, એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે.
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.
આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે; અર્થાત્ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. એ જવિનંતી.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૧ ૫૫૧મો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો જ છે.
“શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ' કહે છે. “અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે...” સ્વ . સ્વ એટલે પોતાનું સ્વરૂપ અને સ્થ એટલે સ્થિર થવું. સ્વરૂપમાં સ્થિર થવું એવું જે આત્માનું આત્મપરિણામ. આત્મભાવે આત્મા આત્મામાં સ્થિર થાય એનું નામ સમાધિ છે. અને આત્મપરિણામમાં અસ્વસ્થ થાય એટલે એથી બહાર જાય તેને અસમાધિ કહેવામાં આવે છે. એવું જિનેન્દ્રદેવનું વચન છે. શું કહે છે ? આ જિનવચન છે, કે આત્મપરિણામની સ્વસ્થતા તે જ સમાધિ છે, આત્મપરિણામની અસ્વસ્થતા તે અસમાધિ છે.
મુમુક્ષુ -દોઢ લીટીમાં સમયસાર કહી દીધું.
પૂજ્ય ભાઈશ્રી – બાર અંગનો સાર મૂકી દીધો ! શુદ્ધોપયોગ છે એ બાર અંગનો સાર છે. પરિણામ સ્વરૂપમાં લીન થાય એ જ બાર અંગનો સાર છે. બધથી ઉખડે ત્યારે અંદર જાયને? નહિતર જાય કેવી રીતે ? બહારના પદાર્થોની આ જીવના પરિણામની વળગણા કાંઈ ઓછી નથી. ત્યાં ભાવ એવી રીતે ચોટેલો છે, કે અનંતકાળથી એક ક્ષણ માટે ઉખડીને પણ આત્મામાં આવ્યો નથી. આ પરિસ્થિતિ છે.
શ્રી જિન એમ કહે છે, કે અનુભવજ્ઞાને જોતાં પરમસત્ય છે. એવા અમારા અનુભવજ્ઞાનથી અમે જોઈએ છીએ ત્યારે જિનેન્દ્રદેવનું તે વચન અમને પરમસત્ય લાગે છે. આ અનુભવથી એની સાક્ષી પૂરી. આ “આધિ” શબ્દ છે ને એને બધા પ્રત્યય લાગે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સમાધિ. એ બધા પ્રત્યય લાગતા એના જુદા જુદા અર્થ થાય છે. મૂળ ધાતુ તો રાધ છે. એમાંથી આરાધન શબ્દ આવ્યો છે. રાધ ધાતુ છે. પછી અપરાધ થાય છે, આરાધના થાય છે, વિરાધના થાય છે. જે આપણી પાસે સંસ્કૃત ધાતુ કોષછે. પછી જોઈ લેશું. કયાંથી ધાતુ શબ્દ આવ્યો છે.
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે;. આ એટલા માટે પોતે લખે છે, કે એકાંતે સ્વરૂપમાં જ ઉપયોગને રહેવું યોગ્ય છે અને એ એક સમ્યફ એકાંત છે. તમામ પ્રકારનો અનેકાંતવાદ છે, જેટલો કોઈ અનેકાંતવાદનો વિસ્તાર છે એ આ એક સમ્યફ એકાંતના હેતુથી કહેલો અનેકાંતવાદ છે. એટલે તો એમણે એક જગ્યાએ વાત લખી હતી ને? અનેકાંત પણ સમ્યફ એકાંત એવા નિજપદના હેતુ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. વાક્યરચના કેવી કરી છે!
Page #152
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૧
૧૩૫
મુમુક્ષુ :– ‘સોગાનીજી’ કહે છે, મને બહુ પ્રિય છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– એમને બહુ પ્રિય છે. ‘સોગાનીજી'ને ‘શ્રીમદ્જી'ના વચનો બહુ પ્રિય હતા. એ તો જ્ઞાનીઓને એટલું પ્રિય છે. એમના વચનો, એમની શૈલી એવી છે. ઘણું આરાધન લઈને આવ્યા છે ને. મૂડી લઈને આવ્યા છે.
તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી...' સાંસારિક કાર્યોમાં અસ્વસ્થતા થાય છે. કેમ કે એ કાર્યો કરવા જતાં ઉપયોગ દીધા વિના છદ્મસ્થને કોઈ કાર્ય થાય નહિ. એટલે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં...' છતાં. પ્રવૃત્તિ કરવી અસ્વસ્થ કાર્યની અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા. એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે....' આ તો તીર્થંકર હોય ને, તોપણ એને કઠણ પડે એવી વાત છે.
તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી.’ એમાં શું આશ્ચર્ય હોય. એમ કહીને એમ કહી દીધું, કે ભાઈ ! જેને ખરેખર ઉપયોગ આત્મામાં લઈ જવો હોય, એણે જો શક્યતા હોય તો પ્રવૃત્તિ છોડી દેવી. એને કોઈ જરૂરત ન હોય, આવશ્યકતા ન હોય અને એવી પરિસ્થિતિ સહેજે શક્ય હોય તો એણે પ્રવૃત્તિ છોડી દેવી. કેમકે પ્રવૃત્તિ કરવી અને સ્વરૂપમાં સ્વસ્થ થવું, બે પરસ્પર એક વિષમ પરિસ્થિતિ ખડી કરે છે. પ્રવૃત્તિ કરવી એ પણ એક વિષમ પરિસ્થિતિને ઉત્પન્ન કરે છે.
એવા સમર્થ પુરુષો થયાં છે, એવા સમર્થ જ્ઞાનીઓ થયા છે કે જેમણે સંસાર અવસ્થામાં પણ સમાધિને સાધી છે. એટલે ચોથું ગુણસ્થાન એમાં ન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. પણ એ ગુણસ્થાનમાં આવનારને પહેલી ભાવના એ થાય છે, જે શુદ્ધોપયોગમાં, આત્મસમાધિમાં પ્રથમ વાર આવે છે એને બહાર નીકળતી વખતે પહેલા વિકલ્પમાં એ ભાવના આવે છે, કે મારી અનંત કાળાવલી આ સમાધિમાં જ વહન થાય. આ ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ અને પદ્મપ્રભમલધારિદેવે’ ‘નિયમસા૨’માં આ વચન લીધું છે. અને આપણા ‘સોનગઢ’ના સ્વાધ્યાયમંદિરમાં પગથિયે ચડતા સામે પહેલો ચાકળો લોબીમાં આ છે. મારી અનંત કાળાવલી આત્મતત્ત્વના ભોગવટામાં વહો. આવા શબ્દો છે. આ ‘નિયમસાર’ના શબ્દો છે. મુનિઓએ અને આચાર્યોએ એ વાત કરી છે. પણ કોઈપણ જીવ પ્રથમ સમાધિમાં આવે છે, શુદ્ધોપયોગમાં આવે છે અને એ શુદ્ધોપયોગથી બહાર આવે છે ત્યારે એના જે આનંદને એ ભોગવે છે, સમાધિનો આનંદ એ ભોગવે છે એ આનંદ અવનિય છે. પણ એ આનંદમાં જ રહેવા માટે એ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રાજહૃદય ભાગ-૧૧ ચાહે છે અને એમાંથી આ બધું નીકળેલું છે.
એટલે (કહે છે), અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામને સ્વસ્થ રાખવા એ વિષમ પ્રવૃત્તિ છે. તીર્થકર જેવાને કઠણ પડે એવી વાત છે. બીજા જીવે એને સુગમતા માનીને કરી લેવા જેવી નથી જેને પ્રવૃત્તિ હોય એને સંક્ષેપવી, ઓછી કરવી, બંધ થઈ શકે એમ હોય તો એ સારામાં સારી વાત છે. પણ નિવૃત્તિ એ નિવૃત્તિ લઈને આત્મઆરાધન કરવા જેવું છે. એટલા માટે પ્રથમમાં પ્રથમ જે બ્રહ્મચર્યને અનુમોદના આપવામાં આવે છે એનું કારણ આ છે, કે હજારો વિકલ્પ શાંત થવામાં એક મોટું કારણ આ છે. અનેક પ્રકારના વ્યવહાર, વ્યવસાય એ બધું બંધ કરી દેવું અને પોતાના સ્વકાર્ય માટે ઉદ્યમવંત થાવું. અહીં સુધી રાખીએ.
- જીવને, મૂળમાં, સુખની-નિરાકુળ દશાની જરૂરત હોય તો, બૌદ્ધિક સ્તર પર dવને જે પરોક્ષ ધારણાથી જાણ્યું છે. તેની રુચિ ઉત્પન્ન થઈ, અભેદ ભાવે પકડ થઈ, પ્રત્યક્ષ કરે, તો દૃષ્ટિ સમ્યફ થાય. રુચિ વગરની પરોક્ષ ધારણાતપખાઈ ઉપડે નહિ, તેવી યોગ્યતાવાળાને ખરેખર આત્મ-સુખની જરૂરત નથી સ્વભાવની અરુચિસહિતની ધારણા પ્રાયઃ અભિનિવેષનું કારણ થાય છે
અનુભવ સંજીવન–૧૩૬ ૭)
જે ઉત્તમ મુમુક્ષુને ક્યાંય – કોઈપણ પદાર્થને વિષે સખધતિ અને આધારબુદ્ધિ નથી, તેને અંતરમૂખ થવામાં કોઈ અવરોધ હોતો નથી. તેવી સ્થિતિમાં સ્વકાર્યસહજ થાય છે, પુરુષાર્થની ગતિ સહજતેજ થાય છે.
(અનુભવ સંજીવની-૧૩૬૮)
ના થા નિજ પરમાત્માનો વિયોગ - વિરહ વેદના ઉપડે નહિ તો ગળ તેનું દર્શન ક્યાંથી થાય ? વિરહની અસહ્ય વેદના પ્રત્યક્ષ દર્શનનું કારણ છે. તેમજ વેદનાથી જામેલી મલિનતા ઓગળે છે, અને નિર્મળતા પ્રાપ્ત થાય છે.
(અનુભવ સંજીવન-૧૩૬૯૦)
Page #154
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૧
તા. ૧૬-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૧, ૫૫૨ પ્રવચન નં. ૨૫૨
૧૩૭
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૧, પાનું-૪૪૪, ૫૫૧મો પત્ર શરૂઆતથી. સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. પ્રથમ આત્માની સમાધિ અને અસમાધિની વ્યાખ્યા કરી છે. ભગવાનના નામે વ્યાખ્યા કરી છે.
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ...' કહે છે અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે;...' જે જીવ પોતાના પરિણામમાં, પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય, પોતાના આત્મસ્વરૂપમાં લિન થાય, તન્મય થાય, સ્વરૂપને વિષે તન્મય થાય તો તે સમાધિભાવ છે અને સ્વરૂપથી બહાર પરિણામ જાય, જ્ઞાનના, દર્શનના, ચારિત્રના કોઈપણ પરિણામ, તેને અસમાધિભાવ કહેવામાં આવે છે. અન્યમતમાં સમાધિ લે છે એ વાત નથી. ખાડામાં પુરાઈ જવું ને ઇ. સ્વરૂપને વિષે લીનતા થાય. આત્મસ્વરૂપમાં, નિજ પરમાત્મપદમાં તન્મય ભાવે પરિણામે ત્યાં એકાગ્ર થાય, એ સમાધિભાવ છે. સ્વરૂપને છોડી પરિણમતા પરિણામમાં અસમાધિ રહેલી છે, સમાધિ નથી, એમ શ્રીજિન કહે છે.
તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.’ અમારા અનુભવજ્ઞાનમાં પણ એ વાત એમ જ આવે છે. જે શ્રીજિન કહે છે તેમ જ. અમે પણ સ્વરૂપમાં લીન થઈને સમાધિભાવને પ્રાપ્ત થઈએ છીએ. અને પરિણામ બહાર જાય છે ત્યારે તે અસમાધિભાવ છે એવું સ્પષ્ટ અનુભવમાં આવે છે. સમાધિભાવનો પણ અનુભવ છે, અસમાધિભાવનો પણ અનુભવ છે. અને બંને પ્રકારના ભાવને અનુભવથી અમે સંમત કરીએ છીએ. જિનવચનને સંમત કરીએ છીએ તે અનુભવથી સંમત કરીએ છીએ એમ કહે છે. એમ ને એમ અમને ઠીક લાગ્યું માટે હા પાડી એમ નથી. અમને ઠીક ન લાગ્યું માટે અમે ના પાડી એમ પણ નથી. એમણે કહ્યું એવો અનુભવ કર્યો અને એ અનુભવથી એ વાતની અમે સત્યતાની ચકાસણી કરીએ છીએ, સત્યતાનો નિર્ણય કરીએ છીએ. એ રીતે એ વાત સત્ય છે.
મુમુક્ષુ ઃ- રાગમાં દુઃખ છે આ સાંભળીને માનવાની વાત નથી.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જ રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી :- સાંભળીને માનવાની નથી. દુઃખ છે, એ વેદાનો વિષય છે, સુખ છે એ વેદવાનો વિષય છે, એ સાંભળવાનો વિષય નથી. મીઠાઈ ખાવાની ચીજ છે, સુંઘવાની કે જોવાની નથી. અને સુંઘવા, જોવાથી ગમે તેટલું સુંઘવા-જોવાનું થાય તો પણ એનો સ્વાદ આવે નહિ ને પેટ ભરાય નહિ. એમ સુખ-દુઃખની વાતો ગમે તેટલી થાય પણ સુખ-દુઃખ પોતે ભોગવવાની ચીજ છે, વેદવાની ચીજ છે એ સાંભળવાની ચીજ કેવિચાર કરવાની ચીજનથી.
એટલે તો સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે એ કહ્યું કે તમે અનુભવીને પ્રમાણ કરજો, માન્ય કરજો. પ્રમાણ કરવું એટલે માન્ય કરવું. પણ તે અનુભવીને પ્રમાણ કરવું, અનુભવ્યા વિના પ્રમાણ કરવું નહિ. સાંભળનારને પણ એમણે આ જગ્યાએ આવવાની વાત કરી છે-અનુભવમાં આવવાની વાત કરી છે.
મુમુક્ષુ – આ તો બધા વચનોમાં અનુભવથી એને સંમત કરો. બધા વચન અનુભવથી સંમત કરવા.
પૂજ્ય ભાઈશ્રી -બધા વચનો અનુભવથી સંમત કરવા. દરેક વાતને અનુભવની કસોટીએ કસવી. ભલે ગમે તેની કહેલી હોય. ભગવાનની કહેલી હોય તોપણ, તીર્થંકરદેવની કહેલી હોય તોપણ. અનુભવની કસોટીએ કસીને નક્કી કરવી કે આ સત્ય છે કે અસત્ય છે. નહિતર સત્યને સત્ય માનવાનું કે કહ્યાનું કાંઈ ફળ નથી. સત્યને અસત્ય કહે એનું ફળ તો શું હોય? પણ સત્યને સત્ય કહે તો એનું ખોટું છે, એનું સાચું નથી.
હવે પોતાને જે ઉદય વર્તે છે એના ઉપરથી કહે છે. “અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્યનથી.” શું કહે છે?કે “અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી,... એટલે જેમાં પરપદાર્થને વિષે ઉપયોગ દેવો પડે. પરપદાર્થમાં ઉપયોગ દીધા પહેલા એ કાર્ય થવું સંભવિત નથી, કરી ન શકાય. એમને એમ આપો આપ થાય એવી પરિસ્થિતિ નિમિત્ત. નૈમિત્તિક સંબંધ ન હોય તો, એવા ભાવમાં ઉપયોગ દેવા જેવા કાર્યો ચાલુ રાખવા, એ કાર્યો કર્યા કરવા, એ કાર્યમાં ઉપયોગ ભમ્યા કરે અને પછી આત્મપરિણામમાં સ્થિરતા કરવી, સ્વરૂપને વિષે પરિણામ સ્થિર રાખવા. એ બાજુ લઈ ગયા, ભમાવ્યા પછી ઉપયોગ સ્થિર કયાંથી રહે? બે જગ્યાએ ક્યાંથી ઉપયોગ રહે? એ વિષમ પ્રવૃત્તિ છે.
ઉપયોગને બહાર ભમાવવો પડે તે વિષમ પ્રવૃત્તિ છે. એ ઉપયોગ બહારમાં
Page #156
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૧
૧૩૯ ભમતો સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. એટલે જીવનમાં એ જાતની પ્રવૃત્તિ (1) રાખવી એમ કહે છે. આ નિવૃત્તિની પ્રધાનતાથી વાત છે. બાહ્ય નિવૃત્તિ જીવને ઉપકારી શા માટે છે? બાહ્ય પ્રવૃત્તિ આત્મસાધનાને પ્રતિકૂળ છે અને બાહ્ય નિવૃત્તિ અનુકૂળ છે એટલા માટે કે જેને બાહ્ય પ્રવૃત્તિ કરવી છે એને તો પ્રવૃત્તિમાં ઉપયોગ દેવો પડે છે. જેને એ પ્રવૃત્તિ નથી એને ઉપયોગ સંકેલીને સ્વરૂપમાં લાવવો હોય તો અવકાશ છે, ગ્યા છે. એટલા માટે નિવૃત્તિને અનુમોદવામાં આવે છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, એટલે સંસારના કાર્યો કરવાના ચાલુ રાખવા. અમને વાંધો નહિ આવે. શું હોય ? અમને વાંધો નહિ આવે. એ બફમમાં રહે છે. એ પ્રવૃત્તિ કર્યા કરવી અને સાથે સાથે આત્મપરિણામને પણ સ્વરૂપમાં સ્વસ્થ કરવા, સ્થિર કરવા એવી વિષમ પ્રવૃત્તિ સામાન્યજીવને તો ઠીક પણ તીર્થકર જેવા સમર્થ જ્ઞાની પુરુષ ગૃહસ્થદશામાં હોય, એમને પણ એ વાત કઠણ પડી છે. તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.” એ આશા રાખવી નકામી છે, કે હું પ્રવૃત્તિ પણ કરીશ અને આત્મકાર્ય પણ મારું હું કરી લઈશ. સામાન્ય જીવે એવી આશા રાખવી એ સમજણવાળી વાત નથી.
કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે” ઇચ્છા સહિતની પ્રવૃત્તિ છે. કોઈપણ પરપદાર્થને વિષે પ્રવૃત્તિ કરે છે, પોતાની ઇચ્છાસહિત પ્રવૃત્તિ કરે છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે,... ઈષ્ટ પદાર્થ માટે પ્રવૃત્તિ કરે છે કે મને આ મળે તો સારું. અને કોઈ પણ પરપદાર્થનમળ્યો હોય ત્યાં સુધી એનાવિયોગની ચિંતા રહે છે કે હજી મારે નથી આવ્યું, હજી એ પદાર્થ મળ્યો નથી. હજી જોઈએ છે... જોઈએ છે. જોઈએ છે. તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. એ આર્તધ્યાનના પરિણામ છે.
ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ કર્મબંધનના કારણ છે અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ મોક્ષના કારણરૂપે છે. એક બંધના કારણરૂપ છે અને એક મોક્ષના કારણરૂપે છે. એમાં રૌદ્રધ્યાન છે એ તીવ્ર બંધના કારણરૂપે છે અને આર્તધ્યાન છે એ સામાન્યપણે બધા સંસારી જીવોને હોય છે અને એ દુઃખના કારણરૂપે છે. એની નિવૃત્તિ કરવા માટે આ વાત છે.
કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાથી પ્રવૃત્તિ કરવી અને કોઈપણ પરપદાર્થન મળે ત્યાં સુધી એની ચિંતવના રહ્યા કરવી એ આર્તધ્યાન છે. અને એવી પરપદાર્થ વિષેની ચિંતવના જીવને ગળે પડેલી છે, ગળે વળગેલી છે એમ કહે છે. “દીપચંદજીએ એ વાત
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
રાજહૃદય ભાગ-૧૧ લીધી છે. તારી ચિંતવના તને ગળે પડી છે. એવા શબ્દ વાપર્યા છે. એટલે તારું આર્તધ્યાન છૂટતું નથી એમ કહે છે. એક પછી એક પછી ભિન્ન ભિન્ન પદાર્થો વિષે તારું આર્તધ્યાન ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. એ આર્તધ્યાનમાં આકુળતા છે, દુઃખ છે, ચિંતા છે, ભય છે, શંકા છે. એ આત્માને દુઃખદાયક બધા પરિણામ અનિષ્ટ પરિણામો છે.
મુમુક્ષુ :- જમવાની ઇચ્છા થાય, સૂવાની ઇચ્છા થાય એવા જે અનિવાર્યપણે ચાલતા હોય અને બીજા પણ બધી બાબતમાં ઈચ્છાની પ્રવૃત્તિ તો ચોવીસ કલાક ચાલુ
રહે છે.
પૂજ્ય ભાઈશ્રી - એ બધા આર્તધ્યાનના પરિણામ છે એમાં કાંઈ શંકા કરવા જેવી વાત નથી એમ કહે છે. એમાં અંદેશો ઘટતો નથી. એ બધા આર્તધ્યાનના જ પરિણામ છે.
મુમુક્ષુ -શરીર સાફ કરવાનો વિચારચાલે, ઘર સાફ કરવાનો વિચાર ચાલે.
પૂજ્ય ભાઈશ્રી -બધા આર્તધ્યાનના પરિણામ છે. જેટલા પરપદાર્થની પ્રવૃત્તિના પરિણામ છે એ તમામે તમામ આર્તધ્યાનના પરિણામ છે. એ સૈદ્ધાંતિક વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એ છે. * *
મુમુક્ષુ-વ્યાપાર કરવાના વિચાર ચાલે...
પૂજ્ય ભાઈશ્રી :- બધા તીવ્ર આર્તધ્યાનના પરિણામ છે. એ બધા ઘણા આર્તધ્યાનના પરિણામ છે. કોઈપણ પરપદાર્થના પરિણામ...
મુમુક્ષુ -પૂજા-ભક્તિના પરિણામ.
પૂજ્ય ભાઈશ્રી – પૂજા-ભક્તિના પરિણામમાં પણ આર્તધ્યાન છે. ઠીક ! એમાં પણ આર્તધ્યાન છે. ધર્મધ્યાન નથી એ આર્તધ્યાન છે. ધર્મધ્યાનમાં આર્તધ્યાન નથી, આર્તધ્યાનમાં ધર્મધ્યાન નથી. ચોથા ગુણસ્થાનેથી ધર્મધ્યાન શરૂ થાય છે. ધર્મધ્યાન પરિણતિમાં નિરંતર ચાલુ રહે છે. ઉપયોગમાં જ્ઞાનીને પણ આર્તધ્યાન વર્તે છે. કેમકે જ્ઞાની પણ પરપદાર્થની પ્રવૃત્તિમાં ઉપયોગ ચે છે. એટલે એમને પણ આર્તધ્યાન છે. એટલે ત્યાં ધ્યાનનો મિશ્રભાવ છે.
એક ધ્યાનના પરિણામમાં બે ભાગ પડે છે. એક ધર્મધ્યાન, એક આર્તધ્યાન. જ્યારે શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પદશામાં જ્ઞાનીમાં આવે છે, ત્યારે એમને આર્તધ્યાનનો નાશ થઈને એકલું ધર્મધ્યાન રહે છે. આવી જ્ઞાનીની દશા છે. એટલે જ્ઞાનીને એકલું આર્તધ્યાન નથી. અને જ્ઞાનદશા થયા પહેલા એકલું આર્તધ્યાન છે. પછી એ સંસારની પ્રવૃત્તિ કરે તો પણ આર્તધ્યાન છે અને દેરાસરમાં આવીને પૂજા-ભક્તિ કરે તોપણ હજી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૧
પત્રાંક-પપ૧ એને આર્તધ્યાન છે. આર્તધ્યાન જ છે, બીજું કાંઈ નથી. એને કાંઈ ધર્મધ્યાન કહી શકાય એવું નથી. તો જે ધર્મધ્યાન નથી એ શું છે? જે ધર્મધ્યાન નથી તે આર્તધ્યાન છે. રૌદ્રધ્યાન તો બહુ માઠાં પરિણામ છે. હિંસાનંદી, ચૌર્યાનંદી, પરિગ્રહાનંદી, એ બધા રૌદ્રધ્યાનના પરિણામ છે.
મુમુક્ષુ પરિગ્રહાનંદીની પ્રવૃત્તિ તો ચાલુ જ રહે છે. Continue ચાલુ રહે છે.
પૂજ્ય ભાઈશ્રી – રૌદ્રધ્યાન થઈ જાય છે. બહુ પૈસા મળે અને બહુ આનંદ થાય, બહુ પૈસા મળે અને બહુ આનંદ થાય. સરવૈયામાં બે-પાંચ લાખ વધવાને બદલે દસ લાખ વધે, વીસ લાખ વધે, પચ્ચીસ લાખ વધે ને ખુશી ખુશી થઈ જાય. આજે તો લાપસી બનાવજો. ધનતેરસનો દિવસ છે. ઘણું ધન આપણને મળે છે. શું કહે ? એ રૌદ્રધ્યાનના પરિણામ છે. બહુ માઠું ધ્યાન છે એ તો. લીધા છે ને? હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ બધાના આનંદમાં રૌદ્રધ્યાન થાય છે. એનો આનંદ લ્ય. એમાં આનંદ સમજે છે. આનંદ કરે, આનંદ ભોગવે, આનંદ પામે, આનંદવિભોર થાય એ બધા રૌદ્રધ્યાનના પરિણામ છે. આ તો સામાન્યપણે બધા પરિણામ આર્તધ્યાનના હોય છે. સ્વરૂપમાં લાગેલા પરિણામ તે ધર્મધ્યાનના પરિણામ છે. એ સિવાય ધર્મધ્યાન ક્યાંય છે નહિ.
મુમુક્ષુ - ઉપયોગમાં ભલે રૌદ્રધ્યાન ન હોય પણ જે પરિગ્રહની વાંછા છે એ તો Continously ચાલુ છે. તો એ રૌદ્રધ્યાનના પરિણામ Continously ચાલુ છે?
પૂજ્ય ભાઈશ્રી :- આર્તધ્યાનના પરિણામ ચાલુ છે. આર્તધ્યાન ચાલુ છે. રૌદ્રધ્યાન તો કયારેક કયારેક થાય છે. બાકી આર્તધ્યાન સતત ચાલે છે. સંસાર અવસ્થામાં સંસારી મનુષ્યને નિરંતપણે આર્તધ્યાન વત્ય કરે છે. ક્યારેક ક્યારેક તે રૌદ્રધ્યાનમાં પણ આવી જાય છે. આ સામાન્ય General condition આ પરિસ્થિતિ મનુષ્યોની છે. એમાંથી જેને નીકળવું હોય, એને પોતાના શુદ્ધોપયોગમાં આવીને ધર્મધ્યાનનો પ્રારંભ કરવો ઘટે અને એ પછી જેપરિણતિ ચાલે તે ધર્મધ્યાનની પરિણતિ છે.
એવા ધર્માત્માને ઉપયોગની અંદર જેમ થોડું આર્તધ્યાન થાય છે. અહીંયાં તીર્થંકરદેવની વાત છે, કે એમને પણ સંસાર અવસ્થામાં જે સંસારી કાર્યો કરવા પડ્યા એ વાત એમને રુચિ નથી, એનો એમને નિષેધ વર્યો છે. અને એ આર્તધ્યાનના પરિણામને છોડીને એકાંતે ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં આવવા માટે સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળેલા છે.
મુમુક્ષુ -.અને પોતાને દ્વેષ આવે એ રૌદ્રધ્યાન છે?
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
રાજહૃદય ભાગ–૧૧ પૂજ્ય ભાઈશ્રી – એ આર્તધ્યાન જ છે, એ આર્તધ્યાન છે. કેમકે પોતાને યોગ જોઈએ છે. પોતાને વિયોગ છે ને?
મુમુક્ષુ - ઓલી બાજુ... છે અને આ દ્વેષ છે તો આમ તો એક જ પરિણામ થયા ને?
પૂજ્ય ભાઈશ્રી:- તીવ્ર થાય તો રૌદ્રધ્યાન થાય. તીવ્ર પ્રકારના થાય, એમાં બહુ તીવ્રતા થાય તો પછી એક હદે આર્તધ્યાન પૂરું થઈને રૌદ્રધ્યાનમાં પ્રવેશ થઈ જાય. પણ તીવ્ર... એમાં શું થાય છે કે એને દ્વેષથી વિચાર આવે છે. મારી નાખીને લઈ ગયો, લૂંટીને લઈ ગયો, ગમે તેમ કરીને લઈ ગયો એવા બધા પછી તીવ્ર પરિણામ થાય ત્યારે પછી કાંઈ ઠેકાણું રહે નહિ. ત્યારે રૌદ્રધ્યાન થઈ જાય.
મુમુક્ષુ -આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નરકગતિનું કારણ છે. મુખ્યપણે હવે પોતાની અંગત વાત કરે છે.
ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. ત્રણ વર્ષ સુધી અહીંયાં સતત વેપારની પ્રવૃત્તિમાં રહેવું પડ્યું છે. તેનાથી પોતાના આત્માને વિષે ઘણો વિક્ષેપ વર્તે છે. પોતાને ધર્મધ્યાન છે, પણ એ સાથે સાથે જે આર્તધ્યાનના વ્યાપારના પરિણામ રહ્યા છે એની અરુચિ કેટલી છે, એનો નિષેધ કેટલો છે કે એ વિક્ષેપ થઈ ગયો છે. પોતે એકાંતે અંતર્મુખ ઉપયોગમાં રહે એમ થાય છે. એ એમનો અભિપ્રાય છે. એમાં વ્યાપાર કરવો પડે છે એ વિક્ષેપ પહોંચાડે છે. પોતાની સાધનામાં એવિક્ષેપ પહોંચાડે છે.
એવો વિક્ષેપભાવને મટાડવાનો વિચારવર્તે છે. કે હવે આ પ્રવૃત્તિ છોડીને કાંઈક નિવૃત્તિ સ્થળમાં આવી કલ્પના કરીને કરવું નથી. પદાર્થનો સાક્ષાત્ અનુભવ કરીને કહ્યું છે. સ્વાનુભવની વાત કરી એ કેવી રીતે કરી ? કે સાક્ષાત્પણે, પ્રત્યક્ષપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને એ નિરૂપણ કર્યું છે. એવું નિરૂપણ એ સ્વાનુભવ સંબંધિત નિરૂપણ સર્વ મુમુક્ષુજી પરમ કલ્યાણને અર્થે નિશ્ચયથી વિચારવા યોગ્ય છે. એ વાત પોતાના આત્મહિતના દૃષ્ટિકોણથી મુમુક્ષુ જીવે ખાસ કરીને, નિશ્ચય કરીને એટલે ખાસ કિરીને મુખ્યપણે વિચારવા યોગ્ય છે. આમ કહીને શું કહ્યું?
જૈનશાસ્ત્રોમાં સ્વાનુભવની વાતો આવે છે, બીજી પણ ઘણી વાતો આવે છે. ચારે અનુયોગમાં વિસ્તાર ઘણો છે-કથનનો વિસ્તાર ઘણો છે. એમાં ખાસ કરીને જે આત્મઅનુભવ માટે વિશેષ કરીને વિચારવા યોગ્ય છે, વિશેષ કરીને એના ઉપર
Page #160
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૧
૧૪૩ મુમુક્ષુ જીવે ધ્યાન દેવા યોગ્ય છે. એ ધ્યાન ખેંચ્યું છે, કે તમારે મુમુક્ષુને શું પ્રયોજનની વાત છે? વાતો તો ઘણી આવે. તમારે તમારો આત્માનુભવકેમ થાય? એ અનુભવની વાત કેવી રીતે એમણે કહી ? અથવા પદાર્થનો સાક્ષાત્કાર કેમ કર્યો? આ વાત વિચારવા જેવી છે.
જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે....” આત્માનો અનુભવ કરવો એમ કહો કે આત્માને પ્રગટ કરવો એમ કહો, બેય એક જ વાત છે. તો કહે છે, જેટલો વિસ્તાર કર્યો છે એનો હેતુ આ એક જ છે. એ હેતુથી વિસ્તારને જોવામાં આવે તો વાંધો નથી. માટે વિસ્તારને જોવો કે સંક્ષેપને જોવો, એક આત્માને પ્રગટ કરવા માટે સર્વ વાત કહી છે. એ આત્માને પ્રગટ કરવાને લક્ષે તમે એના નિરૂપણને સમજો કે અનુસરો તો તમારું કલ્યાણ થાય. નહિતર કલ્યાણ થાય નહિ. શું થાય છે કે જીવને જાણવાની જે ઇચ્છા રહ્યા કરે છે કે ઘણું જાણવું, બધું જાણવું, જેટલું બને એટલું વધારે જાણવું. અને જાણવું જાણવું. જાણવું... એક જાતનો જાણવાનો લોભ રહે છે. એ હેતુ બરાબર નથી. એ કુતૂહલવૃત્તિ જેને કહેવામાં આવે, એ કુતૂહલ વૃત્તિને પોષવા માટે એ હેતુથી કાંઈપણ શાસ્ત્રનું અધ્યયન કરવા યોગ્ય નથી પણ આત્મા પ્રગટ કરવા માટેના એક જ હેતુથી, એક જ દૃષ્ટિકોણથી એ એક દૃષ્ટિકોણને પકડીને સાધ્ય કરીને જે કાંઈ સ્વાધ્યાય કરવામાં આવે તે યથાર્થ છે). એમને અધિકાર છે. જે જ્ઞાનથી વિમુખ થાય એને તો મોક્ષમાર્ગની ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો કોઈ અધિકાર નથી. અહીંયાં એનાખ્યું, જુઓ કેવી કેવી વાતો નાખી છે!
મુમુક્ષુ - ૧૦૦વર્ષ પહેલા. પૂજ્ય ભાઈશ્રી:-બરાબર છે.
કેમકે લોકો એમ જ માને છે કે અમે તો ધર્મનો પ્રચાર કરીએ છીએ. અમે તો... પુસ્તકો, શાસ્ત્રો છપાવીએ, અમે પ્રવચનો કરીએ, અમે આ બધું કરીએ. શું કરીએ બધા ધાર્મિક મેળાવડા, શિબિરો, ધ્યાન કેન્દ્રો કાંઈક ચાલે છે. ઊભો રહેતું. જ્ઞાની છો? તો તને અધિકાર છે. જ્ઞાની નથી? તો કહે જ્ઞાનીની આજ્ઞાએ કરે છો ? જ્ઞાનીના આશ્રયે કરે છો?જો આ ... કેવી વાત નાખી છે?
પાછું એ ચક્કર ચાલુ રહી ગયું. એમાં ત્રસપર્યાય તો બહુ ઓછો કાળ છે. બાકી નિગોદની પર્યાયમાં જીવ ચાલ્યો જાય છે. “મોક્ષમાર્ગપ્રકાશકમાં બીજા અધિકારમાં આવે છે, કે એક વખતમાં નિગોદમાં જાય તો લગભગ અઢી પુગલ પરાવર્તન.... સાત પરાવર્તન છે ને એમાં એના અઢી ગુણા થાય પછી માંડ બહાર નીકળે તો ત્રસપર્યાયમાં
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
રાજહૃદય ભાગ-૧૧ આવે તો. વળી પાછો બે ઇન્દ્રિય થઈને નિગોદમાં ચાલ્યો જાય. વળી પાછો એ પાંચ પરાવર્તનનાં અઢી ગુણા થાય પછી નીકળે. કે જેના અસંખ્ય ભાગમાં અસંખ્ય ચોવીસીઓ આવી જાય છે. એટલો બધો કાળ બતાવે છે. જીવ જો ન ચેતે, આ મનુષ્યપણાનું મૂલ્યન સમજે અને સંસારની ક્ષુદ્રપ્રવૃત્તિમાં આત્માનુંન કરે, કેમકે એ તો માહાસ્ય આપે ત્યારે વળગ્યો રહે છે. એની મહત્તાથી વળગ્યો રહે છે... પરિણામમાં આવે જીવ તીર્થકરની વાત જુદી છે. સમર્થ પુરુષ છે. સંસારની પ્રવૃત્તિમાં થોડો ટાઈમ રહ્યા છે. એમની વાત જુદી છે. બાકી અમારા જેવાનું ગજું દેખાતું નથી. એકાવતારી છે તો આવી વાત કરે છે. સામાન્ય મુમુક્ષુએ શું જોઈને પ્રવૃત્તિમાં વળગ્યા રહેવું? એમ કહે છે.
એટલે એને તો નિશ્ચય થવો કે આત્મસ્વસ્થતા થવી કે પ્રવૃત્તિ કરતા કરતા કલ્યાણનો વિચાર કરવો એ સમજણવાળી વાત નથી, ગેરસમજણવાળી વાત છે, અણસમજણની વાત છે. એ રીતે કોઈ આત્મકલ્યાણ થતું નથી. એ જ વિનંતી.' પપ૧મો પત્ર પૂરો થયો.
પત્રાંક-પપર
મુંબઈ, માગશર, ૧૯૫૧ ઉપકારશીલશ્રી સોભાગ પ્રત્યે શ્રી સાયલા.
ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્ગદષ્ટિ મટી સંસારાર્થ દૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિથયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું.તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદશની પેઠે તત્કાળ તેનું પ્રહવું કોઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ
Page #162
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૨
સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદૃષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો; પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદૃષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે; અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.
૧૪૫
૫૫૨મો પત્ર.
ઈશ્વરેચ્છા બળવાન છે,..’ એટલે જે કાંઈ બનવાનું હોય તે બનવા કાળે બન્યા કરે છે. એમાં કોઈના પરિણામ, કોઈની ઇચ્છા, કોઈના રાગ-દ્વેષ એવું કાંઈ ચાલતું નથી. અને કાળનું પણ દુષમપણું છે.’ એટલે ઘણા હીણા પરિણામવાળા જીવોની પ્રબળતા જોવામાં આવે છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું....' ભૂતકાળમાં અમે આ વાત જાણી હતી. જાતિસ્મરણ જ્ઞાનથી એ વાત કરે છે અને સ્પષ્ટપણે એવી અમને ખાત્રી હતી, કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે.... સંસારિક પ્રયોજન સાધવાની દૃષ્ટિ એની થઈ જાય છે. બધેથી પછી એને એ સૂઝે, બીજું કાંઈ સૂઝે નહિ.
જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે...’ જ્ઞાનીના સમાગમમાં આવ્યા પછી જ્યારે જીવની એવી દૃષ્ટિ થઈ જાય છે... સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું.’ ભૂતકાળમાં પણ અમે એ જાણ્યું હતું અને એમ અમે વર્તતા હતા કે કોઈ સકામપણે જ્ઞાનીના સમાગમમાં ન આવે. ‘તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અમે કહ્યું હતું... ‘સોભાગભાઈ’ને કહે છે કે અમે પણ આ બધી તમને અગાઉ કહી હતી. ‘ડુંગર’ને પણ કહી હતી..... બધા જ્ઞાનીઓ આમ જ કરે, મુમુક્ષુ હોય તો એ આમ જ કરે, એમ કરીને પોતાને જે વાત લાગુ પડતી હોય એ પોતાને માથેથી જીવ કાઢી નાખે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૧ અને એ વાત એને અંગીકાર કરવી જોઈએ એના બદલે એમ ને એમ અધ્ધરથી ચાલ્યો જાય છે, ઉપર ઉપરથી ચાલ્યો જાય છે. કેવી ભૂલ કરે છે!
મુમુક્ષુ - ઊંડાણથી નસ પકડીછે.
પૂજ્ય ભાઈશ્રી - બહુ વિચક્ષણ પુરુષ છે ને! એટલે એક એક વાતને એવી ઝીણી ઝીણી વાતો પકડી છે, કે... અને એ ભૂલના ફળમાં એનું કેટલું લાંબું પરિભ્રમણ છે એને ખ્યાલ આવતો નથી.
મુમુક્ષની ભૂમિકામાં યથાર્થ ક્રમથી યથાર્થ પ્રકારે દર્શનમોહનો રસ/અનુભાગ ઘટવાથી જ્યારે યથાર્થ નિર્મળતા આવે છે, ત્યારે સુખના નિશ્ચયપૂર્વક જે સુખાનુભવ સુખાભાસ)તે ભૂલ પકડાય છે. જેથી સુખબુદ્ધિ અને પરની આધારબુદ્ધિ મટે છે અને જ્ઞાનનું સુખરૂપપણું પોતાને જ્ઞાનમાં ભાસે છે. જે આત્મસ્વરૂપનું બીજજ્ઞાન છે.
(અનુભવ સંજીવની-૧૯૭૧)
સત્-શાસ્ત્ર, સત્સંગ અને સિદ્ધાંત, જે સન્માર્ગ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હોવા છતાં, જે જીવ ધ્યાનાદિ માટે અન્યમતીને અનુસરે છે, તે મૂળ મુક્તિમાર્ગને છોડીને ઉન્માર્ગેમાર્ગની શોધ કરે છે.
અનુભવ સંજીવની–૧૭૭૨)
Page #164
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પેપર
૧૪૭
તા. ૧૭-૧૧-૧૯૯૦, પત્રાંક – ૧૫ર થી પ૫૬
પ્રવચન નં. ૨૫૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર પર ચાલે છે. પાનું-૪૪૪.
“સોભાગભાઈ ઉપરનો પત્ર છે. મુમુક્ષુજીવ સકામપણે જ્ઞાનીપુરુષનો સત્સમાગમ કરે કે સત્સંગ કરે. મુમુક્ષુ-મુમુક્ષુનો સત્સંગ કરે કે જ્ઞાની પુરુષનો સમાગમ કરે, સકામ પણ કરે તો એના સુલભબોધિપણાનો નાશ થાય. મહત્ત્વની વાત કરી છે. જીવને દુર્લભબોધિપણું પ્રાપ્ત થાય એટલે કે એને બોધની અસર, (વાત) સમજાવા છતાં ન થાય. જ્ઞાનનો ઉઘાડ તાત્કાલિક ન બીડાય તો એ ભવિષ્યમાં બીડાઈ જશે. મન ગુમાવી બેસશે, વિચારશક્તિ ખોઈ બેસશે, અસંશી જીવ થઈ જશે. પણ વર્તમાનમાં તો સંજ્ઞીપણું આયુષ્ય પર્યત લઈને આવ્યો છે એટલે વિચારશક્તિ ક્ષયોપશમમાં ચાલુ રહેશે, તોપણ ઉપદેશ સમજાવા છતાં ઉપદેશની અસર આત્મા ઉપર નહિ થાય. ઉપદેશની અસર થાય એવી યોગ્યતાને ગુમાવી બેસે એનું નામ સુલભબોધિપણાનો નાશ થયો એમ કહેવાય છે. શા કારણથી એમ થયું?
જીવને પરપદાર્થમાંથી સુખ લેવાની વૃત્તિ, સાંસારિક કાર્યો કરીને તો એ વૃત્તિનો હેતુ ચાલુ હતો પણ અહીંયાં એથી વિપરીત પ્રકરણ છે, કે સુખ આત્મામાં છે, સુખ પરપદાર્થમાં નથી, એવા સ્થાનમાં, એવા ક્ષેત્રમાં, એવા સદ્ગુરુના-શ્રીગુરુના સાનિધ્યમાં પણ એ વિપર્યાસનું બળ અને એ વિપર્યાસનો પ્રયોગ અહીંયાં પણ એણે ચાલુ રાખ્યો.
આપણે એક પ્રશ્ન આવે છે કે પ્રયોગ કેવી રીતે કરવો? પણ આ ઊંધો પ્રયોગ હતો ચાલુ જ છે). અવલોકન કરે તો એને સમજાય કે મારો ઊંધો પ્રયોગ કેમ ચાલે છે ? તો સવળો પ્રયોગ કરતાં એ શીખવું પડે નહિ કાંઈ. અવલોકન માત્રથી એને સમજાય એવું છે, કે મારો વિપરીત પ્રયોગ તો ચાલે છે, ઊલટો પ્રયોગ તો ચાલુ જ છે. અવલોકન નથી એટલે એને ખબર નથી. માત્ર વિકલ્પને જોવે છે.
મુમુક્ષુ - કાલે તો જ્ઞાનીના સત્સમાગમમાં મર્યાદા રાખી. આજે મુમુક્ષુ શબ્દ ઉમેરી દીધો.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ત્યાં પણ ન કરવો. કેમ કે નહિતર એમ કહે કે બરાબર છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાનીના સત્સમાગમમાં તો એવું ન જ કરવું જોઈએ. અને અત્યારે પાછા જ્ઞાની દેખાતા નથી. એટલે “સોભાગભાઈએ માથેથી કાઢી નાખ્યું હતું એમ આ વાત વાંચતી વખતે માથેથી કાઢી નાખે. “સોભાગભાઈને એ જ કહ્યું. અમે જ્યારે આવી વાત કરી ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ એવું આચર્યું હતું. એમ કરીને તમારા માથે એ વાત ન લીધી. એમ અત્યારે જ્ઞાનીના સત્સમાગમમાં તો સકામપણે ન જવાય પણ) મુમુક્ષુ-મુમુક્ષુને વાંધો નહિ. એવું કાંઈ નથી.
દેવ-ગુરુ-શાસ્ત્ર-સપુરુષ અને મુમુક્ષોઓ બધામાં એ સિદ્ધાંત લાગુ પડે છે કે સકામપણે આ પ્રવૃત્તિ કરવી નહિ. સકામપણે કરવામાં આવે તો બોધ પામવાની યોગ્યતાનો નાશ થાય, અવશ્ય નાશ થાય. અને વર્તમાનમાં બોધ મળતો હોવા છતાં, સમજાતો હોવા છતાં બોધ લાગે નહિ, ઉપદેશ લાગે નહિ, અડે નહિ.
ઘણીવાર પ્રશ્ન કરે છે, કે આટલું બધું સાંભળવા છતાં કેમ જીવને અસર થતી નથી? સાંભળ્યું તો ઘણું. વર્ષોથી “સોનગઢ બેસીને અમે સાંભળ્યું, અમે “સોનગઢ જઈને સાંભળ્યું. કેમ અસર ન થઈ ? એટલા માટે અસર ન થઈ કે સકામપણે એણે સત્સમાગમ કર્યો છે. આવા તો ઘણા વિપર્યાસ ઊભા છે, આ તો ચાલતા વિષયની વાત આપણે વિચારીએ છીએ. બાકી વિપર્યાસ તો બધા વિપર્યાસ દુર્લભબોધિપણાને આમંત્રે છે અને સુલભબોધિપણાનો નાશ કરે છે.
મુમુક્ષુ – અનંતકાળથી આ જીવ કેમ માર્ગ નથી પામ્યો એનો ચોખ્ખો ચિતાર (બતાવે છે).
પૂજ્ય ભાઈશ્રી :- ચોખ્ખી વાત છે, કે એને પેલી જે જડ પદાર્થોમાંથી, સંયોગોમાંથી સુખ મેળવવાની જે વાસના છે એ વાસનાને છોડ્યા વિના અહીંયાં પણ એણે એ જ પ્રકારે વ્યવસાય કર્યો છે, અહીંયાં પણ દુકાનદારી જ કરી છે. બીજું કાંઈ કર્યું નથી. ભયંકર અપરાધ છે.
‘ગુરુદેવશ્રી દષ્ટાંત આપતા હતા ને ભમરાએ માખીને કહ્યું. ઓલી મોટી-મોટી માખીઓ થાય છે ને ? મોટા માખા. આ ફૂલ ઉપર બહુ સરસ સુગંધ આવે છે. એવી સરસ સુગંધ છે ને હું તો ત્યાં જઈને બેસું છું. પણ પેલો માનો છે એવિષ્ય ઉપર બેસીને આવ્યો અને ત્યાંથી એણે એની સૂંઢમાં એક ગોળી ચડાવી દીધી. એને આગળ સૂંઢ હોય છે. નાકની જગ્યાએ એની સૂંઢ હોય છે એમાં વિણની ગોળી ચડાવી દીધી. એ કહે છે કે તમે કહો છો કે સુગંધ આવે છે પણ મને તો ત્યાં જે ગંધ આવતી હતી એ જ ગંધ અહીંયાં આવે છે. મને ફૂલની સુગંધ આવતી નથી. મને તો ત્યાં વિષ્ટામાં ગંધ આવતી
Page #166
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપર.
૧૪૯ હતી એ જગંધ અહીંયાં આવે છે. પણ તને એ જ આવે, સીધી વાત છે.
એમ સત્સંગ મળવા છતાં કુસંગની વૃત્તિ અને વાસના જીવ છોડતો નથી. સત્સંગમાં બેસવા છતાં વિરુદ્ધ અભિપ્રાય રાખીને બેસે છે એની હાલત એ જ થાય છે. એને કાંઈ સમજાતું નથી. એને કાંઈ અડતું-આભડતું નથી. કાંઈ લેવાદેવા નથી.
એ સિવાય કેટલી દીર્ઘદૃષ્ટિથી અહીંયાં વાત કરી છે. એમ કહેશે, કે તમારી યોગ્યતા તો કાંઈક સારી છે એટલે બહુ નુકસાન નહિ થાય. પણ તમારા કુટુંબને મોટું નુકસાન થઈ જશે. એક મુદ્દા ઉપર એટલી બધી એમણે દીર્ઘદૃષ્ટિદોડાવી છે. જુઓ ! શું કહે છે? “અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો...” નીચેથી ત્રીજી લીટી. કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે. આવી સુંદર યોગ્યતા છે, પાત્રતા છે, એવા જીવને પણ આ વૃત્તિ આવી જાય છે? “નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. એને સ્વપ્ન પણ વિકલ્પ ન આવે. એના બદલે એને આ વૃત્તિ આવી જાય છે? જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. અમને એવી શંકા નહોતી પડતી કે આ સકામવૃત્તિ અત્યારે થાય છે એટલે તમારી પરમાર્થદષ્ટિને જ તમે વિસરી જશો. એવું તમારા માટે એટલી શંકા નહોતી થતી.
પણ... તોપણ પ્રસંગોપાત્ત પરમાર્થદષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો. પણ તમારી પારમાર્થિક વૃત્તિને નુકસાન થતું હોય એ ભાવ કેમ નિષ્ફળ જાય? જે સકામવૃત્તિનો ભાવ છે એનિષ્ફળ કેવી રીતે જાય? એ કાંઈક તો કામ કરે ને. પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે હવે એમ વાત કરે છે, કે તમારી વાત તો મર્યાદિત હતી. કેમકે તમારી પાત્રતા કાંઈક વિશેષ છે. પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિવિશેષ થશે. તમારા બધા દીકરાઓ વગેરે તમારી જવૃત્તિને અનુસરતા થઈ જશે.
અને પરમાર્ગદષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને... આ તમારા કુટુંબને જોનારા પાછા બીજા જીવો હશે, કે આ તો “સોભાગભાઈનું કુટુંબ છે. તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે.” આવું કારણ બનશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ,...” એવું કાંઈ નથી કે અમે કાંઈ મદદ કરી દઈએ છીએ કે મદદ કરી દઈએ, એવું તો અમારાથી બનવું પણ કઠણ છે. તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય.... અમે તો એની ઇચ્છા પ્રમાણે ચાલીએ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૧ નહિ, ઇચ્છા પ્રમાણે વર્તીએ નહિ. એને એમ થાય કે આને તો વાત્સલ્ય નથી. શું વિરોધ આવે ? જ્ઞાની હોય તો વાત્સલ્યવાળા હોય, જ્ઞાનીને તો વાત્સલ્ય થવું જોઈએ. આને તો વાત્સલ્ય દેખાતું નથી. એ એની રીતે રહે છે. એના દૃષ્ટિકોણથી વિચારશે. અમારો દૃષ્ટિકોણ બીજો છે. એટલે પૂર્વાપર વિરોદ્ધબુદ્ધિ થાય.
અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય....” અમારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ થવાને બદલે એને અભકિત થઈ જશે એને પૂજ્યભાવ જ ટળી જશે, કેમકે એને દોષ દેખાશે. આમનામાં વાત્સલ્ય નથી. કહેવાય છે જ્ઞાની, પણ વાત્સલ્ય તો દેખાતું નથી. એટલે પૂજ્યભાવના ટળી જશે. “એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય.. એવો જે ખ્યાલ આવ્યો હતો, એવો જે તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે તમારું ધ્યાન વધારે ખેંચાવા માટે આ વાત લખી છે. તમે સાવધાન થાવ, આમાં સાવધાની રાખો. સામાન્ય વાત નથી. અહીં બહુ લાંબી વાત છે. વિષયની કેટલી ગંભીરતા છે અને તમે સમજો. નહિતર નુકસાન તમને થશે, બીજાને પણ ઘણું નુકસાન થઈ જશે.
મુમુક્ષુ-ખરું વાત્સલ્ય “શ્રીમદ્જી'ને છે આ પત્રની અંદર. પૂજ્ય ભાઈશ્રી:- ખરેખર એમને વાત્સલ્ય છે. વાત્સલ્ય તો કેવું છે એમને ! એમને છેલ્લે છેલ્લે ક્યાંના ક્યાં ઈડર’ લઈ ગયા છે. ૨૮મું વર્ષ ચાલે છે. ૨૩માં વર્ષે ઈડર લઈ ગયા છે. દોઢ વર્ષ પછી જેઠ મહિનામાં. ૧૯૫૩ના જેઠ મહિનામાં લઈ ગયા છે. આ ૧૯૫૧નો પોષ મહિનો ચાલે છે.
પૂર્વાપર આ વાતનું માહાત્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.’ આવિષયની મહત્તા શું છે?ગંભીરતા શું છે? એ તમને સમજાય. બીજા જીવોને પણ આનાથી શું ઉપકાર કે અપકાર થાય, એ બધા પડખાથી વિચાર કરી અને તમે લક્ષ રાખશો. ધ્યાન ખેંચીએ છીએ તમારું. ઉપરથી કાઢી નાખવા જેવી વાત નથી. એ પપરમો પત્ર પૂરો) થયો.
પત્રક-પપ૩
મુંબઈ, પોષ સુદ ૧, શુક, ૧૯૫૧ પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમકે તેમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૩
૧૫૧
વિશેષ પ્રતિબંધથવાનું કારણ જણાતું નથી.
ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ. . અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી. જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલતે વિષે તજવીજ કરી શકશે.
કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવાવિષે જણાવવાનું કારણ નથી; તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય.
અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રાદિલખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય.
જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જજિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તોતે જ ભાવનાવિચારવાનું કહીએ છીએ.
આ. સ્વ. પ્રણામ.
પપ૩મો પત્ર લલ્લુજી ઉપરનો છે.
પત્ર ૧ પ્રાપ્ત થયું છે. લલ્લુજી અત્રે “સુરતમાં છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. માગશર મહિનામાં પોષ મહિનાનો વિચાર કરતા હતા, પોષ મહિનામાં મહા મહિનાનું લખે છે. પણ છેક ચોમાસા સુધી ક્યાંય નીકળી શક્યા નથી. “અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે. આમ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
રાજહૃદય ભાગ-૧૧ તો નીકળવાના છે ઘરે બહેનના લગ્ન છે એટલે મહા મહિનામાં નીકળવાના છે પણ એ પહેલા એમને નિવૃત્તિમાં, સત્સમાગમમાં રહેવાનો વિચાર રહે છે. અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે....” “સુરત પાસેનું એક ગામ
કઠોર છે ત્યાંનો સંભવ રહે છે. કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. અજાયું ગામ છે. બહુ ઓળખતા માણસો નથી એટલે લાંબુ ટોળું ભેગું થાય
મુમુક્ષુ -લોકોને સહજ આકર્ષણ રહે અને આમને...
પૂજ્ય ભાઈશ્રી :- લોકોનું ટોળું ભેગું ન થાય તો તબિયત બગડી જાય, તત્ત્વની વાત કરવાનો મૂડ ઊડી જાય. કે અહીંયાં તો કોઈને રુચિ નથી. અહીં તો કોઈ ઝાઝા માણસો ભેગા નથી થતા. આ એમ કહે છે, કે અહીંયાં ભેગા થાય એ અમને ઠીક પડતું નથી જુઓ! ઊલટી-સુલટી શું દશા છે. લોકસંજ્ઞાવાળા જીવને ઘણા ભેગા થાય ત્યારે એને મજા આવે, એને રસ પડે. લોકસંજ્ઞાનો પ્રગટપ્રકાર છે કે ઘણા ભેગા થાય તો રસ પડે અને નહિતરરસન પડે. સંખ્યા ઓછી થાય તો એને રસ ન રહે.
મુમુક્ષુ-આ સકામવૃત્તિ પણ લોકસંજ્ઞામાં આવી જાય છે?
પૂજ્ય ભાઈશ્રી –એને વ્યક્તિગત લાભ લેવાનો વિચાર છે. સકામવૃત્તિમાં શું છે કે પોતાનો વ્યક્તિગત અંગત જે ભૌતિક લાભ છે, સામાજિક લાભ છે, અંગત રીતે એને લાભ થાય એ પ્રકાર છે. અહીંયાં તો શું છે કે જ્ઞાની પુરુષ પોતે પોતાની આરાધના માટે એકાંતમાં રહેવા ચાહે છે. તો ઘણા માણસોનો પરિચય વધારવાની એમની ઇચ્છા નથી. જેને વિકલ્પ શાંત કરવા છે, એને વિકલ્પ વધારવાની પ્રવૃત્તિ કરવી કેમ પોસાય? એને તો પરિચય વધે તો એનો સમય બગાડનારા વધારે મળશે. અને પરિચય ઓછો હશે તો ઓછો સમય બગાડવા માટે લોકો એની પાસે આવશે. એ સમય બચશે એમાં એ) પોતામાં પોતાના સ્વકાર્યની અંદર લગાવશે. એવા હેતુથી વાત છે.
ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ.” “અંબાલાલભાઈને એ લખવાના હતા. કે હું કઠોર' જવાનો છું. આ તારીખે હું ત્યાં પહોંચીશ. તમે આવશો. એને જણાવીશ. “અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી....એટલે તમે કોઈને કાંઈ જણાવતા નહિ. તેમાં અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી.” કેમકે “કઠોરની અંદર આપણા કોણ ઓળખીતા છે, અગાઉથી એને કહી રાખીએ, આમ છે, તેમ છે. વ્યવસ્થા માટે કાંઈ તમે તજવીજમાં ઉતરતા નહિ.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પત્રાંક-પેપર
સાયણ સ્ટેશને ઊતરીકઠોર અવાય છે. વચમાં એક “સાયણ સ્ટેશન છે. મેઈન લાઈન ઉપર જ છે). પછી ત્યાંથી અંદરના ભાગમાં કઠોર જવાય છે. અને તે લાંબો રસ્તો નથી ત્યાંથી બહુ દૂર નથી. જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્યનથી. કે
ત્યાં તમારે કોઈ વાહનની વ્યવસ્થા કરવી પડે. અમે ચાલીને વયા જશું. થોડું ઘણું બેચાર-પાંચ માઈલ હશે તો કાંઈ વાહનની વ્યવસ્થા કરવાની તમારે જરૂર નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે.” એ એને કહી દેશું. તમે કાંઈ એબાબતમાં તજવીજમાં ઉતરતા નહિ.
કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી;” ત્યાંના જે જૈનો હોય એને પણ અમે આવવાના છીએ એ વાત જણાવશો નહિ. “તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી.' કે કોને ક્યાં ઉતારવા છે માટે પણ ત્યાં જઈને વ્યવસ્થા કરવી, કે ભાઈ તમારામાંથી કોનું સારું મકાન છે, જ્યાં એકાંત રહેશે, એ કાંઈ તમારે કરવાની જરૂર નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. એને માટે જે કુદરતી બનવું હશે એ બનશે. અમને અનુકૂળતા-પ્રતિકૂળતાની મુખ્ય વાત નથી, કે જેને લઈને તમે અત્યારથી માથાકૂટ કરો.એ કોઈ જરૂરી નથી. જે હશે એ અમારે ચાલશે.
શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે. પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે..... પણ એમના આવવાનું આગળથી ત્યાંના કોઈમાણસોને ખબર ન પડવી જોઈએ. સુરતમાં ખબર ન આપશો, “સાયણમાં પણ ખબર ન આપશો, કઠોરમાં પણ ખબર ન આપશો. ત્રણે ગામમાં તમે ખબર નહિ આપતા. તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય.” ઘણા માણસોને ખબર પડે, ઘણા માણસો ભેગા થાય પછી જેને જે તુક્કો આવે એ પછી પ્રશ્ન વહેતો મૂકી દે. આગળ-પાછળ એને કાંઈ સંધિ હોય નહિ, એની કાંઈ ખબર હોય નહિ. વિષય શું ચાલે છે? વિષયની ગંભીરતા શું છે? કાંઈ ખબર ન હોય. એ પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે તુક્કા ઉઠાવે રાખે. એટલે સાંભળનાર અને કહેનાર બંનેને વિષય જ આખો બીજો ઊભો થઈ જાય એ વખતે.
અમારી અત્રે સ્થિરતા છે. એક તો નિવૃત્તિ માંડમાંડ મળતી હોય. માંડ પાંચપંદર દિ એકાંતમાં જાતા હોય એમાં બીજા ડખા ક્યાં ઊભા કરવા, એમ કહે છે. અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રશ્નાદિ લખશો. સાધુ શ્રી
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૧ દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જજિનની આજ્ઞા છે.” આટલી વ્યાવહારિક વાત લખ્યા પછી હવે પરમાર્થનો એક ટૂકડો લખ્યો છે અહીંયાં. ઉપરની તો બધી વાત પોતાના આગમન સંબંધીની અંદર કેટલી સાવચેતી રાખવી એ વાત કરી છે.
હવે એમ કહે છે કે તમારે સૌએ લૌકિક પરિચય ઘટાડીને, અસંગતાએ એટલે લોકોનો પરિચય ઘટાડીને. કેમકે સાધુને તો સમાજનો પરિચય બહુ રહે છે. આખો સમાજ જ્યાં જાય ત્યાં એને વંદન અને દર્શન કરવા આવ્યા કરે. કેટલાક બીજી લપમાં આવે, કોઈ ઉપાધિવાળા આવે, કાંઈક ને કાંઈક બધું એની પાસે... એ સમજે કે આ સાધુનવરા છે. ચાલો એને બધી વાત કરીએ આપણે. ઓલા પણ નવરા સાંભળવા પાછો રસ લે. એને પણ જુદા જુદા માણસોના સાંસારિક પ્રસંગોમાં રસ લેવાની અને પણ વૃત્તિ થયા કરે. એને માર્ગદર્શન આપે, એની મુશ્કેલીમાં આમ કરે, બીજાનું કરે, ત્રીજાનું કરે. બધું એનું એ નવો સંસાર પાછો. એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ થઈ જાય. આ પરિસ્થિતિ થાય છે.
મુમુક્ષુ-મંત્ર-તંત્ર આપે.
પૂજ્ય ભાઈશ્રી – હા, વધારામાં મંત્ર-તંત્ર આપે. એટલે તીવ્ર દર્શનમોહ થાય). કેવો ? અધર્મમાં વૃદ્ધિ કરવાનું સાધન.
મુમુક્ષુ -લોભ વધે.
પૂજ્ય ભાઈશ્રી -એ બધું વિરાધક પ્રવૃત્તિ વધારવાનું નિમિત્ત છે. પછી રોગ વકરે ત્યારે શું થાય?
મુમુક્ષુ –અમે તો નથી જાતા.
પૂજ્ય ભાઈશ્રી:- એટલે તો કોઈની ટીકા કરવી ઠીક લાગે ને. ભાઈ ! આગળ ન આવ્યા તો પાછુંપાછળ ત્યાં જ જવાનું થાશે.
જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય....' આત્મભાવ પ્રગટ થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે? જિનેન્દ્રદેવની એ આજ્ઞા છે, કે સાધુએ તો અસંગદશામાં રહીને પોતાના આત્મભાવની સાધના કરવી. “આ ઉપાધિરૂપ વ્યાપારાદિપ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે. એ પોતાની વાત કરી કે જે આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગ અમને છે, તેથી નિવર્તવા માટે વારંવાર અમને વિચાર રહ્યા કરે છે કે આ પ્રવૃત્તિ છોડી દઈએ. તથાપિતેનો અપરિપક્વકાળ જાણી...” હજી કાળ પાક્યો નથી એમ લાગે છે. ઉદયવશે વ્યવહાર કરવો પડે છે? કરવો છે નહિ
Page #172
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પેપર
૧૫૫ પણ કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી. નથી.” તમને જે વાત લખી છે એ વાત અમે સ્મરણમાં, લક્ષમાં રાખીને આત્મભાવ સાધતા સાધતા નિવૃત્તિના પરિણામને ભજીએ છીએ. હજી નિવૃત્તિ આવતી નથી થતી નથી, પરિપક્વતા દેખાતી નથી તોપણ અમે નિવૃત્તિને ભજીએ છીએ. પણ સાધતા સાધતા, વિસ્મરણ કરીને નહિ.
મુમુક્ષુ - પૂર્વ કાળમાં જે લોકોથી પરિચય થયો છે એ વારંવાર સ્મૃતિમાં આવી જાય. એક બાજુ કહે પરિચય ઘટાડો. નવો પરિચય તો કરવાનો છે જ નહિ. આમાં ચોખ્ખી આજ્ઞા છે. પણ જૂનો પરિચય છે એનું શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી:- જૂનો પરિચય છે એ સંક્ષેપ કરતા જવો. પોતે રસ લે તો લોકો... જેને એમ લાગે કે આ હું જાવ છું પણ આને તો કાંઈ રસ આવતો નથી. તો એને રસ નહિ આવે. સંગમાં તો શું છે પરસ્પર રસ હોય તો જામે. એકને રસ ન હોય તો નહિ રુચે. ભાઈ! આને આપણી વાતમાં રસ આવતો નથી. આપણે વાત કરીએ છીએ પણ આ કાંઈ રસ લેતા નથી. આને કાંઈ ગમતું નથી. આવું કાંઈ એને ગમતું નથી. માણસને પોતાનો રસ પોષાય ત્યાં જાય છે. ક્યાં જાય છે? નવરા માણસો કોઈ ને કોઈ દુકાને જઈને બેસે છે નહિ? દુકાનના પાટીયે જઈને બેસે. કોની દુકાને જાય? જેની દુકાને એની વાતમાં સામો રસ લે તો એની દુકાને જાશે. કોની દુકાને જાશે ? શું બને છે? કોને ક્યા સંબંધિત ... એક માણસને ૫૦-૧૦૦ સંબંધીઓ હોય તો કોના ઘરે જાય છે ? જ્યાં પોતાની વાતમાં રસ લેનાર મળે એને ત્યાં એ આંટો ખાશે. બીજાને ત્યાં આંટો નહિ ખાય. આ સીધી વાત છે. એ બધો આપો આપ ફેરફાર થઈ જવાનો. પોતે રસ લે છે કે નહિ એ મોટો સવાલ છે. જ્યાં રસ લેશે ત્યાં...
મુમુક્ષુ - એક ઠેકાણે એમ કહ્યું છે કે પરપરિચયને વિસ્તૃત કરે. તો પુરાનો પરિચય છે એને વિસ્મૃત કરવાની વાત છે, સ્મૃતિમાં પરિચય રહે જ છે.
પૂજ્ય ભાઈશ્રી - એ શું કરવા રહે છે? તપાસ કરવી, અવલોકન કરવું, કે આ સ્મરણ આવવાનું કારણ શું છે? હજી પણ એની કિંમત આવે છે? હજી પણ એની કિમત રહી ગઈ છે ? શું કારણ છે ? જે વસ્તુ નિરર્થક લાગે છે, તુચ્છ લાગે છે, નકામી લાગે છે એનું કાંઈ સ્મરણ થાતું નથી. એનું સ્મરણ થાય છે? એનું સ્મરણ થતું નથી. વૃત્તિમાં તો એ ચીજ આવે છે જેનો હજી પણ એ રસ છૂટ્યો નથી. એ રસના વિરુદ્ધ રસને ઉત્પન્ન કરીને, આ જૂના રસને તોડ્યો નથી માટે એ લાળ લંબાય છે, પરિણામ ચીકણા રહે છે. રાગના પરિણામ તો મિથ્યાત્વની દશામાં ચીકણા હોય છે,
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૧ ચીકાશવાળા હોય છે. જલ્દી છૂટે એવા નથી હોતા. પણ લખાશ આવે તો ચીકાશ જાય. આ તો સીધે સીધું વિજ્ઞાન છે. લુખાશ આવે તો ચીકાશ જાય.
એટલે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. આત્મસ્વરૂપના પ્રણામ. એ પપ૩માં છેલ્લો પેરેગ્રાફ છે એ ઉપદેશનો પેરેગ્રાફ છે. બાકી તો એમણે પોતાના અંગત આચરણ ઉપર પણ કેટલી સાવધાની રાખી છે એમાંથી પણ ઉપદેશ મળી શકે એવું છે.
મુમુક્ષુ-અસંગતા ઉપર ઘણું વજન આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – ઘણું વજન છે. આ વર્ષમાં તો એ એકદમ અસંગ થવાની ભાવનામાં તીવ્રપણે આવેલા છે. એટલે વ્યાપારમાંથી તો છૂટવું. છૂટવું. છૂટવું... છૂટવું. છૂટવું. બહુતીવ્રવૃત્તિ ચાલી છે.
પત્રાંક-પ૫૪ |
મુંબઈ, પોષ સુદ ૧૦, ૧૯૫૧ શ્રી અંજારગ્રામે સ્થિતપરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે,
શ્રી મોહમયી ભૂમિથી લિ....આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષતમારું પત્ર મળ્યું છે.
ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો. થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીનો પ્રસંગ નથી, પણ તેવો પ્રસંગ હોય તોપણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.
રેવાશંકરભાઈ આવ્યથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં
Page #174
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૪
૧૫૭
રાખવા યોગ્ય છે;દ્રવ્યવ્યથાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.
અમારું કલ્પિત માહાસ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. એ જવિનંતી.
પ્રણામ.
આ દિવસોમાં સોભાગભાઈ “અંજાર-કચ્છમાં ગયેલા છે. ત્યાં આ પત્ર લખ્યો
શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે શ્રી મોહમયી ભૂમિથી લિ. - આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. એમનું નામ.... કાંઈ લખ્યું છે એ બધી જગ્યાએ ખાલી જગ્યા રાખી છે)...મૂળ પત્રો જોવામાં આવશે તો ખ્યાલ આવશે કે શું કારણ છે. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું.” આ “ચત્રભુજ બેચર’ એમના બનેવી છે ને ? તો એમનો કોઈ પ્રસંગ હશે, વ્યાવહારિક પ્રસંગ હશે. અને “શ્રીમદ્જી' કાંઈક એ વિષયની અંદર ઉદાસ રહ્યા હશે. આપે કાંઈક આમ કરવું જોઈતું હતું, નહિતર લોકોને કહેવાનું રહી જશો કે આપે આમ ન કર્યું. આપે આમ ન કર્યું એમ કરીને. સમય ચાલ્યો જશે અને વાત કહેવાની રહી જશે, એવું આપે જે લખ્યું એ તમારે લખવું જોઈતું નહોતું, એમ કહે છે.
અમારાથી જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી,...” મારાથી જે બનતું હોય એ કરવામાં મને કોઈ વાંધો નથી. પણ તે પરમાર્થથી અવિરોધી હોયતો થઈ શકે છે પરમાર્થમાં મને, આત્માને નુકસાન થાય એવી વાત હોય તો એ મારાથી બની શકતી નથી. પછી ગમે તે હોય. આ એમના બનેવી છે-ચિત્રભુજ બેચર'. તો કહે છે, તમારા બનેવી થાય એટલે કાંઈક તમારી ફરજ આ બાબતમાં હોવી જોઈએ એવું કાંઈક લખ્યું હશે. તો કહે છે, અમારી મર્યાદા એટલી છે કે અમારા આત્માને જાળવીને અમે જે કરીએ છીએ તે કરીએ છીએ. બાકી અમારાથી બની શકતું નથી. એટલે એ તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીનો પ્રસંગ નથી; પણ તેવો પ્રસંગ હોય તોપણ... હવે શું કહે છે? અમને એટલી ગંભીરતા નથી લાગતી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૧ એ પ્રસંગની પણ કદાચ એવું હોય તો પણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી. અમારું વજન અમારા પરિણામ ઉપર છે. અમારા પરિણામને પારમાર્થિક રીતે નુકસાન થાય તો એ અમારો અંતરધર્મ છે એ ઘવાયછે.
” શું વાત છે ? એનો ન્યાય શું છે? કે પારમાર્થિક કારણને લઈને જો વ્યવહાર ચૂકી જઈએ તો તે ક્ષમા કરવા યોગ્ય છે. ભલે અમારા પરિણામમાં પારમાર્થિક નુકસાન થાય તોપણ વ્યવહાર સંભાળવો એ વાત અમે કરવા માગતા નથી. એટલે તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.” પછી ભલે લોકોને એમ કહેવું હોય તેમ કહે. અમારે લોકોમાં આબરૂ કાઢવી છે, લોકોમાં અમારું માન જળવાય રહે, અમારી કીર્તિ ચાલુ રહે એ રીતે અમે લોકસંજ્ઞાએ પ્રવર્તવા માગતા નથી. પહેલો અમારો આત્મા, બાકી આખું જગત પછી. જગત ઈષ્ટ નહિ આત્મથી” એ તો મધ્યપાત્રની વાત લીધી છે. આ તો જ્ઞાનદશા
રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. એટલે તમે અને રેવાશંકરભાઈ થઈને આ લગ્ન ઉકેલજો, એમ કહેવું છે. તમારું ધ્યાન પડે એમ કરજો. પોતાની સૂચના આપી છે. પણ આટલો લક્ષ રાખવાનો છે કે મારા તરફથી આટલી સૂચના છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય.” એવો કોઈ લગ્નમાં આડંબર કરવાની જરૂર નથી કે જેથી પરમાર્થને બાધ થાય કે વ્યવહારને બાધ થાય. આ ખાણી-પીણીની અંદર વ્યવહાર અને પરમાર્થ બેય ઘવાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. લોકો અભક્ષ આ બટેટા, કોઈ કંદમૂળ વાપરીદે છે, કે કોઈ દ્વિદળ ચાલે એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એ બધું વ્યાવહારિક દૃષ્ટિએ પણ સારું નથી અને પારમાર્થિક દૃષ્ટિએ પણ આત્માને નુકસાન કરનારું છે. તો એવા આડંબર ખાતર કાંઈ કરવાની જરૂર નથી. બહુ સારી ચીજ બને, આની સાથે આ જ ભળે. શ્રીખંડ સાથે તો મગની દાળ જ ભળે, વાલની દાળ જ ભળે. ભલે દ્વિદળ થાય. એની સાથે તુવેરની દાળ કરાય નહિ, કઢી જ કરવી જોઈએ, ફલાણું કરવું જોઈએ, આમ દેખાવ બગડી જાય, આખું Menu મારી જાય. દેખાવ કરવાવાળા પાછા ઘણા હોય ને ? એટલે એમણે સૂચના આપી છે, કે મારી સૂચના એ છે કે બાહ્ય આડંબર એવો કાંઈ (કરવો નહિ). લગ્ન પોતાને ત્યાં છેને ? ઇચ્છવો જનહિ કે જેથી શુદ્ધવ્યવહાર કે પરમાર્થની બાધા થાય.
જુઓ ! જ્ઞાની છે પણ નાની-નાની બાબતમાં એમનું લક્ષ કેટલું છે : સાવધાની છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૪
૧૫૯
એમ નથી કે એકલી આત્માની વાતો કરે છે અને આ બધી વાતો જાવા દે છે. કે જાવ, જેમ થાવું હોય એમ થવા દો. આપણે શું ? એવું નથી. જ્યાં જ્યાં... એ તો પૂર્ણ નિર્દોષતાના ઇચ્છુક છે, પરિપૂર્ણ નિર્દોષતા જેને જોઈએ છે એને સહેજે જે દોષ ન થતો હોય એ શા માટે કરવો જોઈએ ? જે અપરાધ, જે દોષ ભલે નાનો હોય, એવો વ્યવહા૨ હોય, સહેજે ટાળી શકાય એવું હોય, તો શા માટે એમ કરવું જોઈએ ? તે દુર્લક્ષ સેવવા જેવું થાય. ત્યાં લક્ષ રાખવું જોઈએ. એણે એની ગંભીરતા કાંઈ નથી એમ કરીને કાઢી નાખે એ વાત યોગ્ય નથી.
?
મુમુક્ષુ ઃ– એને બાહ્ય આડંબર કીધો.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આડંબર ખાતર જ કરે છે ને ?માણસો શું કરે છે ? આડંબર ખાતર તો બધું કરે છે. ધમાલ કરતા હોય છે.
રેવાશંક૨ભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ.’ ભાગીદાર અને કાકાજી સસરા થતા હતા. તો કહે છે, એમને પણ એ જ ભલામણ કરી છે અને તમને પણ એ જ ભલામણ કરું છું. એના કાકાજી સસરા થાય છે, પણ એમની સાથેનો વ્યવહાર કેવો છે ? કે એ પોતે એમને સૂચના કરવાને ઠેકાણે છે કે તમે આમ કરો. અમારા ઘરે પ્રસંગ છે. તમે પ્રસંગે જઈને કામ કરશો, પણ આટલું ધ્યાન રાખજો. પોતે વડીલ હોય એવી રીતે સૂચના આપે છે. બહુ પીઢતા ઘણી હતી. એમનામાં નાની ઉંમરમાં ૨૮ વર્ષે પણ ૭૫ વર્ષના માણસને પણ કોઈ બીજો પીઢ માણસ શિખામણ આપે એવી રીતે વાત કરી છે.
આ પ્રસંગને માટે નહીં...’ માત્ર આ પ્રસંગને માટે નહિ પણ સર્વ પ્રસંગમાં..’ જોયું ? ‘આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે;... કે એવી નાની-મોટી વાતની અંદર ક્યાંય વ્યવહા૨-૫૨માર્થને બાધા થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી નહિ. સાવધાની રાખવી. આ વાત તમને દ્રવ્યત્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.’ આ વાત શા માટે કરી છે ? કે આ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે એ શા હેતુથી ? પૈસાના ખર્ચ માટે વાત નથી કરતો. કાંઈ તમે વધારે આડંબર કરવા જાવ અને ખર્ચો વધી જશે માટે હું નથી કહેતો. દ્રવ્યત્યય. વ્યય એટલે ખર્ચ થવો. એના અર્થે નહિ પણ ૫રમાર્થ અર્થે કહું છું. એટલે કચાંય પણ આપણે નાના-મોટા દોષમાં ઊભા રહેવું નથી.
ચારે પડખા ચોખ્ખા છે. એમનું અંતર-બાહ્ય જીવન ઘણું શુદ્ધ હતું એમ કહેવા માગે છે. જ્ઞાની હતા એટલું જ નહિ પણ બાહ્ય જીવનમાં પણ એટલી જ શુદ્ધતા (હતી), જેટલી એમના અંતરજીવનમાં શુદ્ધતા હતી. એવું બહુ જ શુદ્ધ જીવન જીવ્યા છે. ૩૪
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
રાજય ભાગ-૧૧
વર્ષનું આયુષ્ય માંડ છે પણ જીવનની શુદ્ધતા ઘણી છે.
અમારું કલ્પિત માહાસ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. આ પ્રસંગ આવે છે. આ તો શ્રીમદ્ રાજચંદ્રજીને ત્યાં પ્રસંગ છે માટે આમ દેખાવ થવો જોઈએ ને તેમ દેખાવ થવો જોઈએ. કોઈ કલ્પિત માહાસ્ય જગતમાં કરવાની જરૂર નથી. તમારે કોઈ આડંબર દેખાવ કરવાની જરૂર નથી. અમને એ જરાય પ્રિય નથી. લોકો વખાણ કરે એ કાંઈ અમને પ્રિય છે એમ તમે માનશો નહિ. એ અમને અપ્રિય છે.
બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય...” કોઈ જીવને સંતોષ અપાય. કેવી રીતે ? એનો પરમાર્થ સાચવીને. અમારા પરમાર્થને સાચવીને. એનો પણ પરમાર્થ સંતોષાતો હોય, કોઈ વાત લઈને આવે કે આમ કરવા જેવું છે. આમ કરવા જેવું છે તો અમે બધાને નારાજ કરવા માગીએ છીએ એમ નથી પણ પરમાર્થ સચવાઈને સંતોષ અપાતો હોય તો વાત છે. બાકી તો સગા-સંબંધી અનેક આવે. કોઈ આમ સલાહ આપે. કોઈ આમ કરો... કોઈ આમ કરો... કોઈ આમ કરો (એમ કહે). એક કામમાં સલાહ દેવાવાળા તો દસ જણા મળવાના છે. કોઈને નારાજ કરવાનો હેતુ નથી, કોઈને રાજી કરવાનો હેતુ પણ નથી. પરમાર્થ સચવાઈને સંતોષ અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. આ અમારી મર્યાદા છે. માપદંડ કરવાની આ મર્યાદા છે. એ જ વિનંતી.” કરીએ છીએ આ બાબતમાં. જુઓ ! વ્યાવહારિક પ્રસંગની અંદર પણ કેવી રીતે પોતે પ્રવર્તે છે એ ઉપદેશ લેવા જેવો વિષય છે.
મુમુક્ષુ -સો વર્ષ પહેલા લખી ગયાછે. પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ -Ice creamમાં અંજીર બહુ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – કંદમૂળ નખાય, રાત્રિ ભોજન ન થાય,દ્વિદળ ન થાય. આ બધા પડખા ધ્યાનમાં રાખવા જોઈએ. નહિતર રાતના દસ-દસ વાગ્યા સુધી રસોડું ચાલતું હોય. કોઈ ગમે ત્યારે આવે, જાનૈયા વહેલા-મોડા આવે. ઘરે બહેનનો પ્રસંગ છે ને? તો બહારથી જાન આવવાની હોય. જાનવાળાને ખરાબ ન લાગે, બીજું ત્રીજું બધું થાય કોઈને મનદુઃખ ન થાય. સાચવી લેવું જોઈએ એમ નહિ. કડક સૂચના આપી દે. અહીં આ ટાઈમે રસોડું બંધ થવાનું છે. બાકી હોય એ આવી જજો. પછી કોઈને પીરસવાનું નહિબની શકે બધી બાબતની અંદર પોતે બહુ સ્પષ્ટપણે, શુદ્ધપણે વર્યા છે.
ભલે દોષ નાનો હોય પણ દોષ ભલે થાય એ અભિપ્રાય બહુ મોટો દોષ છે. દોષ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પત્રાંક-૫૫૪ ઉપરથી નાનો દેખાતો હોય, પણ એ ભલે થાય એ વાત બહુ મોટી છે.
મુમુક્ષુ –એવું તો ચાલે.
પૂજ્ય ભાઈશ્રી:- એવું તો ચાલે. આ તો વરો છે, ભાઈ! એમાં તો બધું ચાલ્યા જ કરે આવું બધું. વરાની અંદર તો એવું કાંઈ જોવા ન બેસાય. એ અભિપ્રાય બહુ ખરાબ છે. પોતાની વૃત્તિ તો બને એટલી કાળજી નિર્દોષ ભણી, નિર્દોષતાના લક્ષે બને એટલી કાળજી રાખવાની પોતાની ફરજ છે, પોતાનો ધર્મ છે, પોતાનું કર્તવ્ય છે. પછી પોતાના Control બહાર કોઈ વાત બની જાય તો ક્લેશ ન કરે. એવા આગ્રહ, દુરાગ્રહથી ફ્લેશ ન કરે. કેમકે એ તો પોતાના માટે પોતાની શુદ્ધતા માટે એ પોતાનો સિદ્ધાંત છે, પોતાનો વિચાર છે, પોતાનો આદર્શ છે. પણ સાથે બીજાનો સંબંધ જોડાતો હોય તો એના માટે
ક્લેશ કરવાની વાત નથી. પણ ભલે થાય અને વાંધો નહિ, ચાલ્યા કરે. એ વસ્તુ સારી નથી. એ પોતાને મોટું નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ -...સાચી સમજણ જબહારમાં નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ જાતની સમજણ નથી. એ વાત પણ સાચી છે કે એ બાબતની અંદર કોઈ વિશેષ વિચારોની આપલે), સાહિત્ય એ બધું લગભગ લોકોના જાણવામાં જ નથી એમ કહીએ તો ચાલે. અને આ તો નાની વાત છે એમ કરીને જાવા દયે. આપણે તો મોટી વાત કરવી. એ માર્ગની વિરુદ્ધ છે. એ માર્ગની અવિરુદ્ધ નથી પણ માર્ગની એ વિરુદ્ધ છે.
મુમુક્ષુ - મોટામાં અને નાનાની ઉપેક્ષા કરી જાય...
પૂજ્ય ભાઈશ્રી – આમાં તો શું? સંભાળવાનું તો ઝાઝું પોતાને જ છે. બાકી તો જગત તો જગતની રીતે ચાલવાનું છે અને આ જગત આમ જ ચાલ્યા કરવાનું છે. સમાજ આમ જ ચાલવાનો છે અને એમાં અત્યારે તો ઉતરતો કાળ છે. એટલે આપણે બીજી અપેક્ષા શું રાખીએ ? પણ મુખ્યપણે તો આપણે આપણા પરિણામને અને આપણા વ્યવહારને સંભાળવો.
મુમુક્ષુ-વ્યક્તિગત પહેલું વિચારવું જોઈએ. પૂજ્ય ભાઈશ્રી:-વ્યક્તિગત પોતે વિચારવું જોઈએ. એ પપ૪મો પત્ર પૂરો) થયો.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પત્રાંક-૫૫૫
રાજહૃદય ભાગ-૧૧
મુંબઈ, પોષ સુદ ૧૦, વિ, ૧૯૫૧
પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. એ જ વિનંતી.
૫૫૫મો પત્ર છે. ‘સોભાગભાઈ' ઉ૫૨નું એક Post card છે.
પ્રત્યક્ષ કારાગૃહ છતાં...' આ જે સાંસારિક સ્થિતિ છે, સંસારમાં રહેવાની પરિસ્થિતિ છે એ કેવી પરિસ્થિતિ છે ? પ્રત્યક્ષ કારાગૃહ... જેવી છે, જેલખાના જેવી છે, કેદખાના જેવી છે. કેમકે જેને સજા થઈ હોય એ તો પરતંત્ર જ હોય ને ? સવાર પડે એટલે કહે, ઉઠ ભાઈ ! આટલા પથરા તોડી નાખ. પથરા ભંગાવે છે ને ? આને કહે ઉઠ, ભાઈ ! આઠ વાગ્યા દુકાન ભેગો થા. એ પથરા તોડવાની જ વાત છે, બીજું કાંઈ છે નહિ. આત્માને તો કાંઈ અંદરમાં શાંતિ થાય એવું નથી, સુખ આવે એવું નથી. એ પ્રત્યક્ષ કારાગૃહ જેવું છે.
જેમ સવારના પહોરમાં ધોંસરું નાખીને બળદને ગાડે જોડી દે. એવી રીતે સવારમાં ઊઠે ત્યારથી પ્રવૃત્તિના ગાડે જોડાઈ જાય છે. એ જ્ઞાનીની નજરમાં કારાગૃહ જેવું લાગે છે. બળદને જેમ ગાડે જોડ્યો એમ એને પોતાને દુકાને જાવું પડે છે. આ જેલખાનામાં જવાનું થાય છે. પરાણે પરાણે જેમ સજા સહન કરે છે એમ એ પોતે એ દૃષ્ટિએ પ્રવૃત્તિને અનુસરે છે. લોકો હોંશે હોંશે દુકાને જઈને બેસે છે એમ બેસતા નથી. લોકો તો શું કરે ? સવારમાં ઉંબરાને પગે લાગે ત્યાંથી હોંશ ચડે એને. વાણિયા જાય છે ને ? ઉંબરાને પગે લાગે. ઉંબરો સમજો છો ? ત્યાંથી એનો રસ શરૂ થઈ જાય. એમાં બેસતો મહિનો હોય. કંકુ ને ફૂલ ને આ ને તે.... ઉંબરે બધી શોભા કરે. બેસતા મહિને બજારમાં જોશો તો ખ્યાલ આવી જશે. આ ફૂલ છે, ત્રસ જીવો અંદર હોય, આંગણામાં નાખે. એના ઉપર બધા પગ મૂકીને ચાલવાના છે. જેટલા ગ્રાહક દુકાને ચડશે એ બધા શું કરશે ? એના ઉપર પગ મૂકીને ચાલવાના કે નહિ ? મારી કમાણી સરખી થાય માટે ઉંબરાને પૂજવા તૈયાર થાય. જુઓને ! ગુલામગીરી તો કેટલી છે જીવની! જડ પરમાણુનો બનેલો ઉંબરો છે. પોતાની વૃત્તિ ત્યાંથી લેવાની છે તો એને પણ પગે લાગે,
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પત્રાંક-પપપ એની પણ પૂજા કરી લે. અહીં તો કહે છે કે એ કારાગૃહ છે. બંદીખાનુ ઇચ્છે છે. એ ફરીને બંદીખાનામાં પડવાના, પડવાનાને પડવાના.
પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છનહીં. જો એ કારાગૃહ છે છતાં હોંશ કરીને એને ઇચ્છે, એની અનિચ્છા ન કરે અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં...” એ છોડી દેવા જેવું છે. એમાં શિથિલતા છે એને છોડે નહિ, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય...”છોડી દેવાનો બરાબર અભિપ્રાય કર્યો હોય પણ હજી લંબાતુ હોય તે સૌ વિચાર આવે કેવી રીતે દૂર કરવા ? આનું શું કરવું? આ તો પોતાની મથામણ છે.
તે અમને પ્રત્યક્ષ કારાગૃહ જેવું લાગે છે. એક વાત. બીજું, અત્યાગરૂપ એવી શિથિલતા ઊભી છે. ત્યાગતા નથી એટલે અત્યાગરૂપ એવી શિથિલતા અમને વર્યા કરે છે અને ત્યાગી શકાતું નથી. ત્યાગવાની બુદ્ધિ છે છતાં ત્યાગતાં ત્યાગતાં વખત જાય છે. પાંચ વર્ષ નીકળી ગયા. જ્યારથી એમને જ્ઞાનદશા પ્રગટ થઈ, ૨૪માં વર્ષથી. આ પાંચમું વર્ષ ચાલે છે. ૨૪, ૨૫, ૨૬, ૨૭ અને ૨૮. પાંચમું વર્ષ ચાલે છે. ચાર-ચાર વર્ષ નીકળી ગયા એટલે આકુળતા વધી છે કે આ છોડવાની ઇચ્છા થાય છે અને છૂટતું તો નથી. ચાર-ચાર વર્ષનીકળી ગયા આમાં.
ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય છે, કાળ ગુમાવવાનું થાય છે એમ કહે છે. આ જેટલો વખત ગયો એટલો મેં ગુમાવ્યો. જેટલો વખત ગયો એમાં મેં કમાણી કરી એમ નહિ પણ મેં ગુમાવ્યો, એમ કહે છે. તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા?’ એટલે આનો નિવેડો કેમ આવે? એમ કહે છે. કે પછી આ વિકલ્પ જ ઊઠે નહિ. અને અલ્પકાળમાં તેમ કેવી રીતે બને?” બહુ થોડા કાળમાં એને છોડી દેવું હોય તો કેવી રીતે છોડવું? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. તમે મને રસ્તો બતાવો, એમ કહે છે. અમારે આ દુકાન છોડવી હોય તો, જલ્દી છોડવી હોય તો કેમ છોડવી ? ૨૮મા વર્ષે એમ કહે છે. હજી તો આથી Double ઉંમર થાય તો પણ મમતા છૂટતી નથી. આ છૂટવા માટે કેવી રીતે અંદરથી વૃત્તિ તીવ્ર થતી આવે છે. જેમ જેમ સમય જાય છે એમ વૃત્તિ તીવ્ર થતી જાય છે.
મુમુક્ષુ -બધા જ્ઞાનીઓની એવી દશા થાય?
પૂજ્ય ભાઈશ્રી – એમ જ થાય. જેલખાનામાં કોણ રહેવા માગે ? કેદખાનામાં રહેવા કોણ માગે ? માથે પડ્યું છે એટલે સજા ભોગવ્યા વિના છૂટકો નહિ પણ એમાં હોંશ કોને આવે ? જેલમાં જવાની હોંશ કોને આવે ? રીઢો ગુનેગાર થાય એને આવે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૧ બાકી સજ્જન માણસને તો માથાના ઘા જેવું થઈ પડે. જેલમાં જવું એ માથાનો ઘા છે.
મુમુક્ષુ- “સોભાગભાઈએ જવાબ લખ્યો હશે ને?
પૂજ્ય ભાઈશ્રી:-હાસ્તો. એની નોંધ કરી છે આપણે. પત્રની નોંધ થયેલી છે. આ પત્રની અંદર તો એમણે પોતાની વૃત્તિનું બયાન કરીને પોતે માર્ગદર્શન માગ્યું છે. આનું નામ સત્સમાગમ છે.
મુમુક્ષુ - આગળના પત્રમાં ઠપકો આપે છે.
પૂજ્ય ભાઈશ્રી :- ઠપકો આપે છે. છતાં શું લખે છે ? એનું વિશેષણ (પત્રાંક)પપરમાં વાંચો. ઠપકો આપ્યો છે તો.
ઉપકારશીલ શ્રી સોભાગ પ્રત્યે... એને પૂછાવાના છે. એ ઉપકારી છે. આનું નામ સત્સમાગમ છે. સત્સંગ કોને કહેવો ? કે જ્ઞાનીને પણ પોતાની જ્ઞાનદશાને યોગ્ય તો એને સમસ્યા છે કે નહિ? જ્યાં સુધી સિદ્ધ ન થાય, સિદ્ધદશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પોતાને વર્તમાન પરિસ્થિતિની જે સમસ્યા છે, એ વર્તમાન સ્થિતિ એમને પોસાતી નથી. જ્ઞાન થઈ ગયું હવે વાંધો નથી, સમ્યગ્દર્શન થઈ ગયું છે, એમ નથી કાંઈ. એ સ્થિતિ પણ એ ટાળવા માગે છે, જ્યાં સુધી પરિપૂર્ણ સિદ્ધપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એ ચોખ્ખું દેખાય છે આમાં. નહિતર કાંઈ પૈસાનું દુઃખ નહોતું, કુટુંબનું દુઃખ નહોતું. જેને સંસારિક દુઃખ કહે એવી કોઈ પ્રતિકૂળતા નહોતી. છતાં વર્તમાન સ્થિતિ જ એમને પોસાતી નહોતી. એ વાત નક્કી છે.
મુમુક્ષુ-પપપનો જવાબ એની નોંધ કરી છે?
પૂજ્ય ભાઈશ્રી :-કરેલી છે. કરાવ્યું જ હશે. પપરમાં. આગળ જોઈ લ્યો. કરાવ્યું તો હોવું જોઈએ. નહિતર કરી લ્યો.
પત્રાંક-પપ૬
મુંબઈ, પોષ વદ ૨, રવિ, ૧૯૫૧
પરમપુરુષને નમસ્કાર પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મોરબી. ગઈકાલે એકપત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.
બારસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે
Page #182
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૬
૧૬૫
લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.
હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.
આ. સ્વ. પ્રણામ.
પત્ર-૫૫૬મો.
પરમપુરુષને નમસ્કાર. પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મો૨બી.’ મોરબી’ આવી ગયા છે. ‘અંજાર’થી પછી મોરબી’ આવેલા છે. ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.’ એટલે બે દિવસમાં બે કાગળ એમના આવેલા છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે.’ આવો કોઈ વિષય સોભાગભાઈ’ તરફથી લખાયેલો છે કે ‘નડિયાદ’માં કોઈ વ્યક્તિ રહે છે. એના બ્રહ્મરસ એટલે આત્મરસ સંબંધી કાંઈક વિગત લખી છે એ પણ વાંચી જાણી અને શાસ્ત્રમાં સમ્યગ્દર્શનની જે સુગમતા કહી છે, સમ્યગ્દર્શન અત્યંત સુગમ છે એમ જે કહ્યું છે એ વાત પણ તમારી વાંચી છે.
તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે.’ તથા ત્યાગ અવસર છે. ત્યાગની અંદર આગળ શું વાતનો ત્યાગ છે એ આની અંદર સ્પષ્ટ નથી થતું. પણ ત્યાગ કરવાનો અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે.' એટલે તમારા પત્રની અંદર જે વિગતો છે એની નોંધ લીધી છે, એમ કહેવું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.’ એમ માહ મહિના ઉપર એમણે એ વિષય બાકી રાખ્યો છે પણ એ મહા મહિનામાં કાંઈ નીકળ્યા નથી. મહા મહિનામાં પણ ‘મુંબઈ’ના જ પત્રો છે અને ફાગણ મહિનામાં પણ મુંબઈ’ના પત્રો જ લખેલા છે. એટલે એમને નીકળવાની ઇચ્છા છે પણ પોતે નીકળ્યા નથી.
‘હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.’ આ ૫૫૬માં જે પત્રનો ઉલ્લેખ છે એ પણ નોંધવા જેવો છે. ૫૫૬ પત્રમાં એમ લખ્યું કે જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા એ પત્રમાં લખવાનું થાય છે તે માટે અમને ઘણો સંતોષ થાય છે. એટલે કોઈ એક પત્ર એવો છે કે જેમાં
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ચજહૃદય ભાગ-૧૧ મહાપુરુષને આમ હોવું જોઈએ... મહાપુરુષને આમ હોવું જોઈએ... મહાપુરુષ તો આવા હોય એવું જે એકચિત્ર...કેમકે એ તો ઓળખાણમાં હતાને? “સોભાગભાઈ તો સપુરુષને ઓળખી શકતા હતા. એવી એમની યોગ્યતા હતી. એટલે એમણે એમના વિચારો દર્શાવ્યા છે. એ વાંચીને એમણે સંતોષ વ્યક્ત કર્યો છે, કે તમારી વાત વાંચીને અમને સંતોષ થયો છે. એવી એક જાતની વિશિષ્ટ યોગ્યતા ધારક મુમુક્ષુ હતા. એમને જે પ્રશ્ન એવા પૂછે છે. પોતાની દશાના પ્રશ્ન એમને જ પૂછે છે. બીજા કોઈને નથી પૂછતા. લલ્લુજીને નથી પૂછતા અને “અંબાલાલભાઈને પણ નથી પૂછતા. નહિતર એ બે પાત્ર ત્યારપછી ગણી શકાય એવા છે. તોપણ એ બેમાંથી કોઈને નથી પૂછતા. એક સોભાગભાઈને જ પૂછે છે.
મુમુક્ષુ -બધામાં આ એક જ વધારે પાત્ર હતા.
પૂજ્ય ભાઈશ્રી – વિશેષ પાત્ર એ છે. એ તો સ્પષ્ટ વાત છે, એમાં કોઈ સવાલ નથી. એ તો એમણે જે છેલ્લો એમના કુટુંબ ઉપરનો જે પત્ર લખ્યો છે, કે એમણે જે દેહત્યાગ કર્યો છે એ પહેલા એમની કેવી સરસ દશા હતી, એ વાત તો ક્યાંય જોવા મળે એવું નથી. એમાં તો સ્પષ્ટ સંકેત છે કે એમને જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈને આત્મહિત કરીને એ ચાલ્યા ગયા છે, આત્માનું હિત સાધીને એ ગયા છે, એ વાત એમણે સ્પષ્ટ કરી છે. એના ઉપરથી તો વિચાર આવ્યો. છેલ્લા પત્ર ઉપરથી જ વિચાર આવ્યો.
મુમુક્ષુ-મોટા મહાત્માઓને જ્ઞાની પુરુષોને... પૂજ્ય ભાઈશ્રી:- હા. એ શબ્દ વાપર્યો છે. ૩૦મા વર્ષે ૬૦૬ પાને.
શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્દભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. કેમકે એમને સત્સંગનો વિયોગ થયો છે ને? એટલે પોતાને પણ ખેદ થયો છે. તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, પછી નીચે બીજો પત્ર છે. ૭૮૩માં.
મુમુક્ષુ -બીજા Paragraph માં... (પત્રાંક ૭૮૨)
પૂજ્ય ભાઈશ્રી :- હા. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં. બરાબર છે. બીજા Paragraph માં છેલ્લી લીટી. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ...” એટલે સંપ્રદાયમાં જે મોટા મુનિ કહેવાય છે એ. ભાવલિંગીની વાત નથી. અત્યારે જે આબરૂ-કીર્તિવાળા મોટા મોટા મુનિઓ કહેવાય છે એવા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને...” આ ધ્યાન ખેંચવા જેવા
Page #184
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૬
૧૬૭ શબ્દો છે. નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે....હિત કર્યું છે એ વાત પોતે લખે છે. પહેલા એમણે હિત નથી કર્યું એવું કોઈ અપૂર્વહિત નિજ ઉપયોગમય દશા રાખીને કર્યું છે એમાં સંશય નથી.” નિઃશંક વાત છે એ વાત લખી છે. ઈડરમાં તો એમને જે વાત કહેવી હતી એ કહી દીધી. ત્યારપછી બે વચ્ચે મુલાકાત નથી થઈ પણ પત્રથી જાણ્યું છે. પત્રો લખેલા છે એ પત્રો વાંચ્યા છે. જેમ ફડાક દઈને દેહ અને આત્મા જુદા પડ્યા છે એ વાત એમણે જે લખી છે એ પત્ર એમને પહોંચેલો. એટલે નિઃશંક વાત થઈ ગઈ. જે કાંઈ એમને ઈડરમાં ઉપદેશ આપ્યો એ સફળ થઈ ગયો. એ વાત ટાંકી છે અહીંયાં એટલે ઈડર ક્ષેત્ર છે એ જેમ “શ્રીમદ્જીના પૂર્વભવોનું સત્સંગનું વિશેષ ક્ષેત્રસ્થાન છે, એમ સોભાગભાઈના સત્સંગનું સૌથી વિશેષ કોઈ સ્થાન હોય તો એ ઈડરનો પહાડ છે. આમ છે, લ્યો. બે જણનો ગુરુ-શિષ્યનો બેયનો મેળ પડે છે. અહીં સુધી રાખીએ...
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ બે પ્રકારની સ્થિતિમાં શરૂ થાય છે. એક તો જીવ પરિભ્રમણની ચિંતાથી ઘેરાઈને અન્ય/ સાંસારિક ચિંતાથી ઉપેક્ષાવાન થઈને, બીજો સંસારની અપેક્ષાઓ – આશાઓ રાખીને.પ્રથમ પ્રકારથી યથાર્થતા આવે છે. બીજા પ્રકારે થયેલો તત્ત્વાભાસ આગમ અનુકૂળ હોવા છતાં યથાર્થ નહિ હોવાથી નિષ્ફળ જાય છે.
(અનુભવ સંજીવની-૧૩૭૭)
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
રાજહંય ભાગ-૧૧
પત્રાંક-પપ૭
મુંબઈ, પોષ વદ ૯, શનિ, ૧૯૫૧ મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે?
તા. ૧૮-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૭ થી પ૬૦
પ્રવચન નં. ૨૫૪
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૫૭. અડધી લીટીનો છે. પાનું-૪૪૬. સોભાગભાઈને પ્રશ્નચિહ્નમાં પૂછ્યું છે કે મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે? પ્રશ્ન ગંભીર છે. વેદાંતની અંદર જગતને મિથ્યા કહેવામાં આવ્યો છે. બ્રહ્મ નામ આત્મા લીધો છે અને જગતને મિથ્યા કહેવામાં આવે છે. આત્મા સાચો છે, જગત ખોટું છે. એ લોકોની મુખ્ય દલીલ એ છે કે જગતનું વિસ્મરણ કર્યા વિના આત્મામાં આવી શકાય એવું નથી અને જગતને સાચું માન્ય જગતનું વિસ્મરણ થાય એવું નથી. એક બાજુથી તમે એને સાચું માનો, જ્ઞાનમાં એની સત્યતા રહે અને એનું વિસ્મરણ થાય એ બની શકશે નહિ. માટે એ ખોટું છે એમ માનો તો જ એનું વિસ્મરણ થાય. આ એકદલીલ છે.
જેને સવળું લેવું છે એના માટે ઇષ્ટ એ છે, કે આપણે વિસ્મરણ કરવું છે, માટે જગતને ખોટું માનો. અહીંયાં દ્રવ્યાનુયોગ જો લાગુ કરે તો મેળ ખાય એવું નથી. અધ્યાત્મ વચન માટે તે અનુકૂળ પડે એવું છે. દ્રવ્યાનુયોગથી) વિચારવામાં આવે છે તો સિદ્ધાંતને અને એને મેળ ખાતો નથી. એટલે જગત મિથ્યા છે એ વાત ઉપર સ્થિર થવું હોય તો, એ લેવું હોય તો વસ્તુના સ્વરૂપના આધારે ટકી શકાશે. કોઈ કલ્પનાના આધારે નહિ ટકી શકાય. એટલે કલ્પના કરવી એક વાત છે, વાસ્તવિકતાનું જ્ઞાન કરવું તે બીજી વાત છે. જ્ઞાનમાં ગૌણ મુખ્ય કરવું તે ત્રીજી વાત છે.
એ લોકોની એવી એક માન્યતા છે, કે એને સાચું માનવાથી એના પ્રત્યેનો જે લગવાડ છે એ છૂટશે નહિ. આ જગતમાં હું શરીરધારી આત્મા છું. આ મારા મિત્ર છે, આ મારા સગા છે, આ મારા વેરી છે, વિરોધી છે. એવું જો સાચે સાચું હોય તો એનું વિસ્મરણ કેવી રીતે થાય?માટે એ બધું ખોટું માનો તો જ એનું વિસ્મરણ થાય.
Page #186
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પપ૭.
૧૬૯ જૈનદર્શન એમ કહે છે, કે એ વસ્તુ છે એ છે. શરીર છે, ફલાણા છે. ફલાણા છે... ફલાણા છે... ફ્લાણા છે... એ બધું છે. પણ એમાં કોઈ મિત્ર છે, એમાં કોઈ સગા છે, એમાં કોઈ વેરી છે એ ખોટું છે. વસ્તુ જ નથી એમ નથી, એ સંબંધીની કલ્પના છે એ નથી ઈષ્ટ-અનિષ્ટપણાની જે કલ્પના છે એમ વસ્તુ નથી. પણ વસ્તુ જ નથી એમ નથી. (જગત માત્ર) શેય છે અને આત્મા માત્ર જ્ઞાતા છે એ આધ્યાત્મિક સિદ્ધાંત છે કે જે વસ્તુ વ્યવસ્થાને આધારે છે.
એટલે અધ્યાત્મમાં આવવા માટે એવી યુક્તિ કરી છે કે...છે. જેટલી આ બધી આ રચના દેખાય છે એ કાંઈ છે જ નહિ. એ બધી કલ્પના છે. એને એ બ્રહ્મનો અથવા ચૈતન્યનો વિવર્ત કહે છે. વિવર્ત તો ખરોને? એવું કોઈ પૂછનાર નથી. કવિવર્ત એટલે શું
પારિભાષિક શબ્દોમાં એને ચૈતન્યવિવર્ત અથવા બ્રહ્મનો વિવર્ત કહે છે. એ વિવર્ત જેમ પાણીમાં મોજુંઊઠે એમ. મોજું એ પાણી છે અને શાંત પાણી તે પાણી છે, સિવાય પાણી કાંઈ છે જ નહિ એમ કહેવું છે. અવસ્થા ફેર છે. એની નોંધ લેવી જોઈએ. શાંત તે શાંત અવસ્થા છે, અશાંત મોજાવાળી તે મોજાવાળી અવસ્થા છે. ભલે બંને પાણી છે તોપણ અવસ્થા ભેદ છે અને એ અવસ્થાભેદમાં ઘણો ફેર પડે છે.
“સોભાગભાઈ એ બાજુ-વેદાંત બાજુ ઢળેલા હતા એટલે એમને સીધો પ્રશ્ન પૂક્યો છે, કે એમાં ખોટું શું છે? તો એ સાચું કેવી રીતે છે? એમ કહેશે. ખોટું હોય તો ખોટું કેવી રીતે છે એમ કહેશે. આ રીતે પૂછ્યું છે. પ્રશ્ન આપ્યો છે એટલે એ વિચારવા યોગ્ય એટલું છે કે ઇષ્ટ-અનિષ્ટપણું તે ખોટું છે. વસ્તુ છે નહિ એમ નથી. વસ્તુનો અભાવ છે એમ નથી, સદ્ભાવ ખોટો છે એમ નથી. પણ વસ્તુનો સદ્ભાવ હોવા છતાં પોતામાં અભાવ સ્વરૂપે છે. ભિન્ન શેયસ્વરૂપે વસ્તુ છે જગત આખું. અને એમાં કોઈ ઈષ્ટ-અનિષ્ટપણે એવું કાંઈ છે નહિ. માટે તેની વિસ્મૃતિ થઈ શકે છે. વિસ્મૃતિ તેની ન થઈ શકે કે જે સારું લાગે અને ખરાબ લાગે. એની વિસ્મૃતિ ન થઈ શકે. બાકી જેની સાથે આ જીવને કાંઈ નિસ્બત ન હોય, પ્રયોજન ન હોય એની વિસ્મૃતિ થઈ શકે છે. તમે છાપામાં રોજ ઘણું વાંચો છો. દુનિયાભરના સમાચાર કેમકે તમારે સંબંધ નથી, લેવાદેવા નથી. પણ કોઈ સંબંધિત વાત...
તમે જે જગ્યાએ રહો છો એની કોઈ માલિકી ધરાવતી Notice આપે કે ફલાણાફલાણા મકાનમાં ફલાણા ભાઈ રહે છે એ ગેરકાયદેસર રહે છે. મૂળમાં એ જમીન અને મકાન અમારું છે. માટે અમે ચેતવણી આપીએ છીએ કે એણે કાયદેસર રીતે ત્યાં રહેવું જોઈએ નહિ. તો ન ભૂલે છે ભૂલી જાય? બીજા સમાચાર છાપાના ભૂલી જાય એ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૧
રીતે એ ભૂલી જાય ? ઘર ખાલી કરાવવાની વાત આવી. એ ન ભૂલે. પોતાની સંબંધિત વાત આવે તો ન ભૂલે. પણ જેને પોતાની સાથે સંબંધ નથી એવી વાત આવે તો બધી જ ભૂલી જાય. તો ખોટું એ રીતે છે, કે એની સાથે સંબંધ, જગતની સાથેનો સંબંધ તારો ખોટો છે. શું આનો ઉત્તર આવવો જોઈએ ? કે વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે તો જગતની સાથેનો સંબંધ મિથ્યા છે. એમ કહેવાનો અભિપ્રાય એ સમ્યક્ અભિપ્રાય છે. પણ સચોડું જગત જ ખોટું છે એમ માને તો એ વાત કાલ્પનિક છે, વસ્તુસ્થિતિ એવી નથી.
-
મુમુક્ષુ :- પર્યાય દ્રવ્યથી જુદી જ છે. તો આ પર્યાયને એટલી જુદી કહી દે કે બે દ્રવ્ય જ થઈ ગયા હોય એવી રીતે જુદી માને. તો જેટલી એણે જોરથી પર્યાયને ધક્કો મારે કે નથી મારામાં. એ રીતે અગર કોઈ એમાં રહેતો હોય તો ?
પૂજ્ય ભાઈશ્રી :– એમાં કાંઈ વાંધો નથી, એમાં કાંઈ વાંધો નથી. અથવા બીજી રીતે વિચારીએ, લ્યોને. જે દ્રવ્યદૃષ્ટિ છે એટલે કે સમ્યગ્દષ્ટિ છે એ દૃષ્ટિ પોતાના મૂળ પરમાત્મસ્વરૂપ-સિવાય બીજા કોઈને સ્વીકારતી નથી. પોતારૂપે સ્વીકારતી નથી એટલું જ નહિ પણ એની હયાતીનું પણ એ ... નથી. દૃષ્ટિ છે એ એક પોતાના પરમપદને સ્વીકારે છે, પોતારૂપે સ્વીકારે છે અને એની જ હયાતીને એ ગ્રહણ કરે છે. એ સિવાય એક સમયની પર્યાયથી માંડીને જેટલા અન્ય પદાર્થો, અન્ય દ્રવ્યો અને અન્ય ભાવો છે એની હયાતી છે કે નહિ એની સાથે એને સંબંધ નથી.
મુમુક્ષુ :– પોતાનો સ્વીકાર નથી કરતી. પૂજ્ય ભાઈશ્રી :એમાં પોતે આવી ગઈ. કેમકે પોતે પરમપદની બહાર છે. એટલે પોતે ... આવી ગઈ. એની હયાતી ગ્રહણ નથી કરતી. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન પોતે નથી. સમ્યગ્દર્શનનો વિષય સ્વદ્રવ્ય છે પણ પોતે નથી. તો બીજા તો હોવાનો સવાલ નથી. તો પછી એમ કહે કે બીજું કાંઈ નથી. એક મારું સ્વરૂપ છે અને બીજું કાંઈ છે નહિ. કેમકે બીજું મને દેખાતું નથી. હું તો એકને દેખું છું. બીજા કોઈને દેખતી નથી. માટે બીજું કાંઈ હોય તો દેખાય ને ? મારા માટે તો છે જ નહિ સમજો. પણ એ કહેવામાત્ર છે. ‘છે નહિ” એમાં એનું હોવાપણું આવી જાય છે. નથીમાં “છે નથી” એમ આવ્યું. એટલે એ પણ અપેક્ષા નહિ. હોવા, નહિ હોવાનો જેને પ્રશ્ન નથી, અપેક્ષા નથી, માત્ર પોતાનું સ્વદ્રવ્ય સાધે, જે સ્વસ્વરૂપે સર્વસ્વરૂપે ગ્રહણ કરીને દેખે છે, શ્રદ્ધે છે, સ્વીકારે છે એનું નામ સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દષ્ટિ છે. એ દ્રવ્યદૃષ્ટિ છે. તો એના માટે બધું ખોટું છે. એના માટે બીજું હોય તો પણ બધું ખોટું છે. એક પોતાનું પરમસ્વરૂપ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પત્રાંક-૫૫૮ સત્યસ્વરૂપ છે તે જ સત્ય છે અને બાકી બધું ખોટું છે. બસ.
મુમુક્ષુ –એવી દૃષ્ટિથયા વિના કામ થતું નથી.
પૂજ્ય ભાઈશ્રી - કામ થતું નથી. એવી દષ્ટિથવી જોઈએ. પણ આત્મામાં એકલી દૃષ્ટિ પરિણમન નથી કરતી, આત્મામાં જ્ઞાન પણ પરિણમન કરે છે. જેવી રીતે દૃષ્ટિશ્રદ્ધાનો ગુણ છે એવી રીતે જ્ઞાન પણ એક ગુણ છે, આચરણ પણ એક ગુણ છે, આનંદ, શાંતિ પણ એક ગુણ છે, પુરુષાર્થ પણ એક ગુણ છે. એમાં અનેક ગુણ છે. એક ગુણ સ્વરૂપે આત્મા નથી. સમગ્ર રીતે આત્માને સમજવો હોય ત્યારે બધું સમજવું જોઈએ. નહિતર આ વેદાંત જેવું થાય કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એક બ્રહ્મ સાચું છે અને જગત આખું ખોટું છે એ પરિસ્થિતિ થાશે. બહુમાર્મિક પ્રશ્ન ઉઠાવ્યો છે.
પત્રાંક-પ૫૮
મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧ વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ પામે નિવૃત્ત થઈ સુદ૮મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે, તે એટલે સુધી કે જેમની ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૧
નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી, કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમવતે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી.
વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે, જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, એમ વિનંતિ છે.
ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતી.
આ. સ્વ. પ્રણામ.
પત્રાંક) ૫૫૮. ખીમજી ભીમજી' કરીને કોઈ લીંબડીના વતની છે. ઘણું કરીને એના ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે. વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ.' પોતે પણ સંસારમાં વિષમ બંધનો તોડીને, છેદીને ચાલી નીકળવાના ભાવમાં આવ્યા છે એટલે એવા પુરુષોનું સ્મરણ કરે છે. એવા પુરુષાર્થતંત મહાત્માઓનું સ્મરણ કરે છે કે જે મહાત્માઓએ આ વિષમ સંસારના બંધનોને છેદી નાખ્યા, કોઈ બંધન જેણે રાખ્યા નથી. “સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.” તીક્ષ્ણ એટલે થોડુંકે રાખીને નહિ. જરા પણ વળગાડ રાખ્યા વિના જે ચાલી નીકળ્યા તેને અનંત વાર અમે પ્રણામ કરીએ છીએ. એને પ્રણામ કરવાનું અને બંધ કરતા નથી એમ કહે છે. એના પ્રત્યે અમારા નમન છે. સદા સર્વદા અમારું નમન છે એમ કહે છે. કેટલું બહુમાન કર્યું છે!
Page #190
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૫૮
૧૭૩ માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય.” “મુંબઈથી. અને “વવાણિયા' આવવાનો પ્રસંગ છે એમને. “તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ત્રણ દિવસ વચ્ચે કાંઈક કોઈ કારણસર વિચાર્યું છે. નચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ પામે નિવૃત્ત થઈ...” મુંબઈથી. “સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી.' આંતર કારણ એટલે વૃત્તિ નથી. કોઈ મુમુક્ષુઓને મળવાની ઇચ્છા નથી.
વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે. એમણે લખ્યું હશે કે અમારે મળવું છે અને તમે કહો ત્યાં અને તમે કહો ત્યારે આવીએ, પણ મળવું છે. એટલે એમ લખ્યું છે કે તમે વઢવાણ સ્ટેશન ઉપર મળવા આવો. “વઢવાણ કૅપ કહેવાતું. “સુરેન્દ્રનગર' પછી નામ પડ્યું છે. છેલ્લા વખતમાં નામ પડ્યું છે. પહેલા તો ‘વઢવાણ સીટી અને વઢવાણ કૅપ એ બે વઢવાણ જ કહેવાતા... “મોરબી બાજુલાઈન જાય એટલે. આ City બાજુન આવે.
કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય...તો અટકાવતો નથી, એમ કહે છે. અટકાવતાં મન અસંતોષ પામે છે.... એટલે ના નથી લખતો. તમે ત્યાં આવજો. “મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે.” અભિપ્રાય એમ રહે છે. જુઓ ! મન અને અભિપ્રાયની વૃત્તિને જુદી પાડી છે. ચિત્તમાં એમ રહે છે કે ન આવો તો સારું. કોઈને મળવું નથી. અભિપ્રાય એવો છે. છતાં તમને અટકાવતાં લાગણી એમ થાય છે કે અસંતોષ થાય છે. બેય વાત સાથોસાથ લખી નાખી.
કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહિ હોવાથી અવ્યવસ્થિત ચિત્ત હતું એમ કહે છે. આમાં એમ સમજવાનું એ છે કે એમનું ચિત્ત એ વખતે અવ્યવસ્થિત હતું. બાહ્ય કાર્યોની બહુ કાળજીથી, એ વૃત્તિથી-કાળજીપૂર્વકની વૃત્તિથી કાંઈ કામ થાય એવી ચિત્તની વ્યવસ્થા નહોતી. એટલા ઉપેક્ષિત રહેતા હતા. અંતરવૃત્તિમાં એટલા સાવધાન રહેતા હતા. કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહિ હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૧
સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે;...' કોઈના સંગમાં ન આવવું, કોઈના પરિચયમાં ન આવવું, એ પ્રકા૨નો એમનો ભાવ છે એ ઘણો જો૨ ક૨તો હતો. એટલે એ લખે છે, પોષ વદ ૧૦ કે હું દસેક દિવસમાં નીકળવા ધારું છું. પણ ખરેખર નીકળ્યા નથી. ‘મુંબઈ’થી રવાના થયા જ નથી. કેમકે આ બધે બીજે વચમાં બધાને મળવાનું થાય, ત્યાં લગ્ન પ્રસંગે પણ બધા સગા-સંબંધીઓને મળવાનું થાય. એ વાત એમના ચિત્તમાં કોઈ રીતે સમાવેશ પામે એવી પરિસ્થિતિ એમની નહોતી.
તેથી એમ લખે છે કે, “ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે;...’ ઉદય પ્રસંગ એટલે શું ? સામેથી કોઈ આવી ગયું તો એને કેવી રીતે અટકાવવું ? એ તો ખબર જ નથી કે કચારે કોણ આવવાનું છે. પોતે મળવા જવાની ઇચ્છા થાય, એ ઇચ્છા એમને થતી નથી. કોઈ એમને કહે કે મારે મળવા આવવું છે. તો ના પાડે છે. તમારે મળવું છે પણ મારે મળવું નથી.
‘તે એટલે સુધી...’ અસંગપણું રાખવું યોગ્ય છે તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું.' એ લોકો મને ભૂલી જાય તો સારું. જે લોકો મને ઓળખે છે એ મને ભૂલી જાય તો સારું. મારે કોઈને મળતું નથી. કોઈને મળવાની મને ઇચ્છા થતી નથી. મારે કોઈને મળવાની ઇચ્છા રહી નથી. કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે,..' એટલે જે વિચારો અને વિકલ્પો આવે છે એને શાંત કરવા માટે એ કારણ લખ્યું છે. અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી.’ બધાના પરિચયમાં આવી, અનેક જાતની વાતચીતોમાં પડીને એ બધા ઉપાધિ યોગ્ય, વિકલ્પમાત્ર ઉપાધિ છે એને સહન કરે એવી અમારી ચિત્તની પરિસ્થિતિ નથી. કેટલી નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે એમની ! ઘણી નાજુક પરિસ્થિતિ છે. સૂક્ષ્મ વિકલ્પનો બોજો લાગે છે તો સ્થૂળ વિકલ્પનો બોજો કેટલો લાગે ? આ વિચારવું જોઈએ.
“નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી..’ એક નિરુપાયે કોઈ આવી પડે છે તો પરાણે પરાણે ન સહન થાય તો સહન કરીને નિપટાવીએ છીએ. બાકી ઇચ્છાપૂર્વક તો કાંઈ હળવું-મળવું, કોઈની સાથે સંગમાં આવવું એ બિલકુલ વૃત્તિ કામ કરી શકતી નથી. અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે...' એટલા માટે નિરુપાયપણે પણ જે પ્રવૃત્તિમાં બેઠા છીએ એનાથી પણ હવે છૂટા થઈ જવું. એનું
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પત્રાંક-પપ૮ ચિત્તમાં એટલે એનું વારંવાર એ જ વિચાર આવ્યા કરે છે કે કઈ રીતે આમાંથી છૂટવું? કઈ રીતે આમાંથી હું છૂટી જાઉં.
તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી;” તેમ અત્યારે હું બીજાને ઉપદેશ આપે એવું પણ મને લાગતું નથી. ઉપદેશ આપવા માટે તો દીક્ષા લઈને નિગ્રંથદશામાં આવ્યા પછી ઉપદેશ આપવો. આ સ્થિતિમાં તો એકલું આત્મસાધન કરવું, બીજું કાંઈ કરવું નહિ. આગળ વધ્યા પછી જુદી વાત છે પણ અત્યારે તો ઉપદેશ આપવા જેવીમને યોગ્યતા લાગતી નથી.
કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાયસંસારની અંદર રાગ અને દ્વેષના બે પ્રકારે નિમિત્ત હોય છે. એ સ્થાનોમાં, એપ્રસંગોમાં સમવૃત્તિ ન થાય (અર્થાત) માત્ર જેને સમતાભાવ કહેવાય, જ્ઞાતાભાવ કહેવાય, અવિષમ પરિણામ કહેવાય, એવી પરિસ્થિતિ જે મુનિદશામાં હોય છે, એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી...” અથવા યથાર્થ અને સાધના કહેવામાં આવતી નથી. જેટલો રાગ-દ્વેષ રહી ગયો તે સાધનાની ખામી છે, તે સાધના નથી. અને
જ્યાં સુધી એ પ્રકારના મારા પરિણામ અત્યારે વર્તે છે ત્યાં સુધી મારે કોઈને ઉપદેશ આપવો એ વાત મને યોગ્ય લાગતી નથી. કેમકે સામાને એ વાત ખ્યાલમાં આવવાની છે. સ્થૂળ બુદ્ધિથી પણ ખ્યાલમાં આવે છે કે એ તો વીતરાગ થવાનો ઉપદેશ આપે છે પણ પોતે તો રાગ-દ્વેષ કરે છે. અમે એને રાગ કરતા પણ જોયા છે, અમે એને દ્વેષ કરતા પણ જોયા છે, અમે એને મોહ કરતા પણ જોયા છે. આ તો રાગી, દ્વેષી, મોહી બધા પરિણામ નજરે દેખાય છે. બધો પ્રસંગ પણ નજરે દેખાય છે. અને પાછા ઉપદેશ આપે છે કે પરિપૂર્ણ વીતરાગ થવું જોઈએ. કેવા વીતરાગ થવું જોઈએ? પરિપૂર્ણ વીતરાગ થવું જોઈએ. માટે અમને એમ લાગે છે કે અત્યારે ઉપદેશ આપવો એ સામાને એકવિરાધક પરિસ્થિતિમાં મૂકવા જેવું થઈ જશે, શંકામાં મૂકવા જેવું થઈ જશે અથવા વિરોધાભાસી દેખાવની અંદર એ પરિસ્થિતિ ઊભી થાય તે ઇચ્છવા જેવી નથી. વિરોધાભાસી દેખાવ થાયતે ઇચ્છનીય નથી. એ દૃષ્ટિએ એ લખે છે.
: ‘ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી... આત્મજ્ઞાન તો વર્તે છે પણ અહીં સાધનાના સ્થાનમાં એ શબ્દને એ વાપરે છે. જુદી જુદી જગ્યાએ જે રીતે વાપર્યો છે.
અને જ્યાં સુધી તેમ હોયએટલે જ્યાં સુધી સાંસારિક રાગ-દ્વેષ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની...' એટલે નિજપુરુષાર્થની રક્ષા કરવી ઘટેછે,... આત્મામાં અંતર્મુખ થવા માટે જે પુરુષાર્થનો વારંવાર પ્રયત્ન-અભ્યાસ કરવો જોઈએ એની રક્ષા એટલે એ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૧ ઘટી ન જાય, છૂટી ન જાય, એમાં ત્રુટકતા ન આવે, એ છૂટી ન જાય એ પ્રકારે એમાં સાવધાની રાખવી ઘટે છે.
અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તુ છું..અત્યારે તો મુમુક્ષુ હોય ને ઉપદેશ આપવા લાગી જાય. એ તો બિલકુલ યોગ્ય છે નહિ. આ તો જ્ઞાની છે, પ્રખર જ્ઞાની છે. જ્ઞાની છે એમ નહિ પણ અસાધારણ જ્ઞાની છે તોપણ એમ કહે છે કે ઉપદેશ આપવાની મારી યોગ્યતા હું જોતો નથી. અને મારે અત્યારે કોઈને ઉપદેશ આપવો નથી. મારે તો મારો પુરુષાર્થ છે એ સંભાળવો છે. આમ કહ્યું. આમ પોતે વિચારે છે. એટલે મારી સ્થિતિ જોઈને હું આવતું છું. તે ક્ષમા યોગ્ય છે. માટે તમને ન મળું, તમારો સંગન કરું, તમારી સાથે પરિચય ન રાખું, જે પરિચય છે એ કદાચ હું છોડી દઉં તો તમે મને માફી આપી દેજો. માફ કરી દેજો તમે મને હું મારા ખાતર આમ કરું છું, તમારા ખાતર આમ કરતો નથી.
મુમુક્ષુ-જ્ઞાની છે છતાં આટલો વિચાર કરે તો મુમુક્ષુને...
પૂજ્ય ભાઈશ્રી :- એટલો વિચાર કરે છે. કેટલો વિચાર કરવો જોઈએ. અને ન વિચાર કરે તો Accident થયા વગર રહે નહિ. આમ છે. વગર Breakની ગાડી ક્યાંક ને કયાંક ભટકાયા વિના રહે નહિ. આમ છે. એટલી સાવધાની પોતે રાખે છે અને આવા પત્રો કોઈ રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે કે જ્ઞાનીને પોતાની દશાની અંતર સાવધાની અને જાગૃતિ કેટલી હોય છે. નહિતર તો ખ્યાલ આવવો મુશ્કેલ છે. કેમકે આ પુરુષાર્થની દશા તો કોઈ વાણીની નથી, મૌનદશા છે.
તે ક્ષમા યોગ્ય છે....” એટલે હું ક્ષમા કરવાને લાયક છું. કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. બીજું કોઈ કારણ નથી. તમારી સાથે કાંઈ વઢવાળ થઈ છે, તમારી સાથે કાંઈ ખોટું લાગ્યું છે, તમારા પ્રત્યે કાંઈ દ્વેષ આવ્યો છે માટે હું તમને મળવા માગતો નથી એવું કાંઈ નથી. મારે કોઈને મળવું નહિ એવો મેં વિચાર કર્યો છે. મારા પુરુષાર્થ અને મારી સાધનામાં મારે રહી જવું. આટલા પૂરતું મેં વિચાર્યું છે.
મુમુક્ષુ - કેવી દશા વર્તતી હતી !
પૂજ્ય ભાઈશ્રી - બહુ સારી દશા છે. ઘણી સારી દશા છે. અસાધારણ દશા છે. એ પોતે એકદમ અસંગદશામાં આવવા માગે છે. વારંવાર એમને સર્વસંગ છોડીને, વ્યાપાર, ધંધો, કુટુંબ છોડીને પણ ચાલી નીકળવું અને એકાંતમાં આત્માની સાધના કરી લેવી એવી વૃત્તિમાં આવી ગયા છે.
મુમુક્ષુ -લગ્નના પ્રસંગમાં જાવું છે?
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૭.
પત્રાંક-પપ૮
પૂજ્ય ભાઈશ્રી:- જાવું છે એમાં તો આ મથામણ ચાલે છે. મહા મહિનામાં ઘરે સગા બહેનના લગ્ન છે. પોતાને નીકળવાનું છે. તો પણ કોઈને રસ્તામાં આવતા જતાં મળવું નથી. ત્યાં પણ કોઈને મળવું નહિ, એવું અંદરમાં મંથન ચાલે છે. નીકળ્યા જ નથી. પછી ગયા જ નથી. બધાને ખોટું લાગ્યું છે, તાર-ટપાલ બહુ આવ્યા છે. બે-ત્રણ તાર આવ્યા, બે-ત્રણ ટપાલ આવી. બધી વાત સાચી પણ આત્માને પ્રતિબંધ થાય એવું હતું એટલે આત્મશ્રીને મુખ્ય કરીને તમને બધાને ગૌણ કરી નાખ્યા છે એ માટે હું તમારી માફી માગી લઉં છું. જાવ.
મુમુક્ષુ-તારને ટપાલને બધું... પૂજ્ય ભાઈશ્રી:-પાછળ જ તપત્ર) છે. મુમુક્ષુ-૫૬૭, ૪૫૦પાને.
પૂજ્ય ભાઈશ્રી:- હા. બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યા છે. કારણ કે માહ સુદે નીકળવાનું લખે છે. ફાગણ સુદ ૧૫, પાછો “મુંબઈથી જવાબ લખે છે. કે તમારા બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યા છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું... પછી જવાબ પણ નહોતા દેતા. જે તાર, ટપાલ આવે એનો જવાબ દેવાનો બંધ કરી દીધો હતો. તે માટે અત્યંત દિનપણે ક્ષમા ઈચ્છું છું. માફી માગી લીધી.
... તમારા કારણે નહિ. મારા કારણથી મને વિક્ષેપ થાય છે. જે વિક્ષેપ પણ શમાવવો ઘટે.... સમ્યક પ્રકારે, એવો “જ્ઞાનીએ માર્ગ દીઠો છે. કેવી વાત લખી છે. એવી દશા છે એમની.
મુમુક્ષુ - આ બાજુ મુમુક્ષુ ઇંતજાર કરતા હોય, “કૃપાળુદેવને ઘરે પ્રસંગ છે તો આ બાજુથી નીકળશે તો દર્શન થશે. આ કહે છે, મારે પરિચય કરવો નથી.
પૂજ્ય ભાઈશ્રી – બધાને વાયદા આપ્યા છે પણ કોઈનો વાયદો પાળ્યો નથી. સોગાનીજીને એવું હતું. એ પત્રમાં લખતા. હું આવવાનો છું. હું આવવાનો છું. હું આવવાનો છું. પછી કોઈએ એમ લખ્યું કે, ભાઈ! વાયદા તો ઘણા કરો છો પણ આવતા નથી. તો કહે છે, વાત તો સાચી છે પણ નિશ્ચય “નિહાલભાઈ' તો કોઈનો વાયદો-ફાયદો કરતા નથી. એમની એવી સામાન્ય બુદ્ધિમાં ન સમજાય એવી જ્ઞાનીઓની સ્થિતિ છે.
મુમુક્ષુ – મુમુક્ષુની બાજુથી વિચારીએ તો મુમુક્ષુ પણ કેટલો ખ્યાલ રાખતા કે કૃપાળુદેવ' આ બાજુ આવવાના છે. કદાચ એ સંપર્ક કરવાની કોશીષ કરે, પત્ર લખે કે અમને દર્શન આપો.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી:- આતુરતા તો હોય જ માણસને એ બધાને નિરાશ થાવું પડે.
વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તેમને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે. કારણ કે એ તો ખોટું બોલવા જેવી વાત છે. જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો એમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો... કોઈ ન જાણે તેમ કરશો. “એમ વિનંતિ છે.” “ખીમજીભાઈ પ્રત્યે થોડી લાગણી ખેંચાણી છે. તમે આવજો પણ એકલા જ આવજો. કોઈને વાત તમે જણાવતા નહિ.
ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતી. ત્રણ-ત્રણ કાગળ લખવાના... ત્રણેના કાગળ મળ્યા હશે. એટલે કેશવલાલનું નામ લખ્યું છે. બીજા પણ કોઈ ભાઈ હશે. એટલે ત્રણેને લખતો નથી. અત્યારે ત્રણેને લખવાની મારી શક્તિ પણ નથી. એટલા વિકલ્પ પણ મારા લંબાય એવું નથી. વિકલ્પની સ્થિતિ જ્ઞાનદશાની અંદર કેટલી ઘટી જાય છે, મુમુક્ષુએ તો એનું અનુમાન કરવાનું રહે છે. બાકી તો એ લાઈનમાં અને એ માર્ગમાં પ્રવેશ કર્યા વિના એનો અંદાજ આવવો પણ સામાન્ય મુમુક્ષુને મુશ્કેલ છે. સામાન્ય મુમુક્ષુને એનો ખ્યાલ પણ ન આવે એવી એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ – મુમુક્ષુ કેટલા ત્રણેનો જવાબ એક જ પત્રમાં લખ્યો છે. એકને એ ઇજાજત આપી છે તો બીજા બેને એવું નથી લાગતું કે ભાઈ અમને ઇજાજત નથી મળી. એવા સરસ મુમુક્ષુ હશે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એટલા આજ્ઞાંકિત છે કે એમને બધા વર્તન પ્રત્યે એમને પૂજ્યબુદ્ધિ જ થાય છે. કોઈ વર્તન આમ કેમ કર્યું એ પ્રશ્ન નથી. અમને કેમ જવાબ ન આપ્યો? અમને કેમ મળ્યા નહિ? એ પ્રશ્ન નથી.
મુમુક્ષુ –ત્રણેને લખ્યું છે તો ત્રણેને પત્ર તો વંચાવવાનો હોય.
પૂજ્ય ભાઈશ્રી:-હા. વંચાવશે. તોપણ એ આજ્ઞાંકિત એટલા હોય છે. એકને કહ્યું હોય તો એકને મળવું, ત્રણને કહ્યું હોય તો ત્રણને મળવું. અને ના પાડી હોય તો બીજો તર્ક-વિતર્ક કરવો નહિ. એટલા સરળતાવાળા હતા. સરળતા ઘણી હતી.
મુમુક્ષુ યોગ્ય મુમુક્ષુનો પ્રકાર જોવા મળે. પૂજ્ય ભાઈશ્રી – હા. આત્માર્થીતા, મુમુક્ષતા એ આ બધા પાત્રો ઉપરથી
Page #196
--------------------------------------------------------------------------
________________
પત્રક-પપ૯
૧૭૯ સમજવા મળે એવો વિષય જરૂર છે. પત્ર તો વ્યવહારિક ઢંગથી લખાયેલો છે પણ એમની અંતર દશા પણ એમાં વ્યક્ત થાય છે, એમની અસંગ રહેવાની વૃત્તિ, એ પણ વ્યક્ત થાય છે. ઉદયથી છૂટવાની એમની વૃત્તિ પણ વ્યક્ત થાય છે અને મુમુક્ષુઓની સરળતાનો પણ સામે કેવો પ્રકાર છે, એ બધું આમાંથી ઘણું શીખવાનું મળે એવો વિષય છે. ૫૫૮પૂરો થયો.
પત્રાંક-૫૫૯
મુંબઈ, પોષ વદ ૦)), શનિ, ૧૯૫૧ શુભેચ્છા સંપનભાઈ સુખલાલ છગનલાલપ્રત્યે, શ્રી વીરમગામ
સમાગમ વિષે તમને ઇચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિતે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે, તોપણ જો કંઈ બાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે.
(પત્રાંક) ૫૫૯. “શુભેચ્છા સંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામસમાગમ વિષે તમને ઈચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી,” તમને મારો સમાગમ કરવાની ઇચ્છા છે અને તમે સામાન્યપણે એમ અનુસરો એમાં તમારા માટે કોઈ બાધનું કારણ નથી, નુકસાનનું કારણ નથી. “તથાપિ ચિત્તના કારણથી. એટલે મારા ચિત્તના કારણથી. મારા ચિત્તની અવ્યવસ્થા છે એ કારણથી “હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી.” કોઈનો પણ સમાગમ કરવાનું મારું લક્ષ નથી.
“અત્રેથી માહ સુદ ૧૫ ઉપર...” હવે આઠમની પૂનમ કરી. બીજની પાંચમ કરી. પાંચમની પૂનમ કરી નાખી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે... ... રોકાવાનો અવકાશ પણ નથી. છતાં મારા ચિત્તની અવ્યવસ્થાને લઈને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
રાજહૃદય ભાગ-૧૧
કારણ મુખ્ય તો એ છે. ‘તોપણ જો કંઈ બાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ.' તો સ્ટેશને આવજો.
મારા આવવા વિષેના ખબર કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે.' એમને પણ એક જણને રજા આપી છે, જો પોતે પત્ર લખે તો.
પત્રાંક-૫૬૦
મુંબઈ, પોષ, ૧૯૫૧
ဒီ
જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.
શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય.
સમયસાર’માંથી જે કાવ્ય લખેલ છે તે તથા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.
જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય
Page #198
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૧૮૧
પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂક્યા કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષકર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર કયારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપરતેતરફઆવવાનું થવાનો સંભવ રહે છે. એ જવિનંતી.
આ. સ્વ. પ્રણામ.
ત્યારપછી ૫૬૦મો પત્ર સોભાગભાઈ ઉપરનો છે.
જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય” શું છે? જીવને મોક્ષ ક્યારે થાય છે ? કે ક્ષણે ક્ષણે જે મુનિદશાની અંદર ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, એવા જીવને, એવા મુનિદશામાં આવેલા જીવને જ મોક્ષ થાય. એટલે સતતપણે અંતર્મુખ રહી જવાય. પછી બહાર નીકળે જનહિ પણ એ પહેલા કેવી દશા આવે? કે પ્રતિક્ષણે અંતર્મુખ થઈ જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવી દશા આવે.
સિદ્ધાંત એ છે કે જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છેતો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર થાય એવી વાત જે કઠણ લાગે છે. કે એક ક્ષણમાં કેવી રીતે આત્મામાં આવી જાય ? ફરીને પાછા એક ક્ષણમાં કેવી રીતે સ્વરૂપમાં સ્થિર થવાય? કે જ્ઞાની પુરુષનો દઢ આશ્રય પ્રાપ્ત થાય તો એ કેમ સુલભ ન હોય? એ પણ સુલભ હોય. કેવી વાત લીધી છે!
મુમુક્ષુ -મોક્ષ સુલભ છે તો પછી આ સુલભ કેમ ન હોય? પૂજ્ય ભાઈશ્રી - આ તો સુલભ જ હોય. જો જ્ઞાની પુરુષના આશ્રયે સદાને માટે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૧ આત્મામાં સ્થિર રહી જવાતું હોય તો ક્ષણે ક્ષણે આત્મામાં આવવું એવી સ્થિતિ જ્ઞાનીપુરુષના આશ્રયે કેમ ન થાય ? થાય જ. આટલી જ્ઞાનીપુરુષના આશ્રયની મહત્તા વિશેષ છે. હજી એ સમજાવું મુશ્કેલ છે. મફતમાં જ્ઞાની મળી ગયા છે એટલે એ સમજાવું મુશ્કેલ છે. જ્ઞાનીપુરુષનો આશ્રય મોક્ષ પર્યંત જીવને લાભનું કારણ છે, એ વાતનો અહીંયાં ઉલ્લેખ મળે છે.
કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.’ ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર થાય તો જ મોક્ષ થાય એ વિના કોઈને મોક્ષ થાય એ વાત તો છે જ નહિ. “જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ...' હોય તો મુનિદશા તો સુલભ જ હોય ને એમ કહે છે. કેમકે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં આવવું એ મુનિદશા છે. અને સદાને માટે સ્વરૂપમાં રહી જવું એ મોક્ષદશા છે. જો મોક્ષદશા સુલભ હોય એને મુનિદશા તો સુલભ જ હોય. આ પોતાને ઘુંટાય છે ને ! મુનિદશામાં આવવાનું પુરુષાર્થનું ઉત્થાન થાય છે. અંદરમાંથી આત્મા જોર કરે છે. એટલે આ બધા વિચારો વ્યક્ત કરે છે.
“જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જ્ય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જ્ય કેમ ન થઈ શકે ? શું કહે છે ? દૃષ્ટાંતથી સિદ્ધાંત ઉતારે છે કે જે જીવોને જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને...' મોક્ષ પર્યંતના બધા સાધન સુલભ થતા હોય, તો પછી તમને કેટલીક વાત લખીએ છીએ એ વૃત્તિઓનો ય કેમ ન થાય ? અમે જે કહીએ છીએ એ વૃત્તિઓનો ય કરવો ઘટે છે. એ વૃત્તિ ઉ૫૨ કેમ તમારો Control ન આવે ? કે આવ્યા વગર રહે નહિ. જો તમને દૃઢ આશ્રય હોય તો.
આમ તો ‘સોભાગભાઈ’ને ઘણી દૃઢતા હતી. ‘શ્રીમન્દ્વ'ના વચનો પ્રત્યે એમને ઘણી દૃઢતા હતી. એ દૃઢતાની અંદર કાંઈક અંશે જે ક્ષતિ હતી એ નિવારણ કરવા માટે આટલી વાત લખી છે. તમારે તો દૃઢતા છે. એક થોડું એના ઉપર લક્ષ આપો તો તમે તો સહેજે છૂટી જાવ એવું છે. તમારી જે નિર્બળતા છે એનાથી તમે સહેજે છૂટી જશો, એમ કહે છે.
“આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ...' એટલી વાત જરૂર છે કે આ કાળ એટલો હીણો છે, કે મુમુક્ષુજીવને સત્સંગની સમીપતા, સત્પુરુષની સમીપતા વિશેષ જોઈએ અને એ સત્પુરુષના
Page #200
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦.
૧૮૩ વચનોને અનુસરવાની દઢતા પણ ઘણી જોઈએ. એવો કાળ તો ઘણો વિષમ છે. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; અસત્સંગથી એકદમ નિવૃત્તિ આવી જવી જોઈએ. સત્સંગમાં વિશેષ રહેવું જોઈએ અને બાકીનો જે સંગ છે એમાંથી એકદમ નિવૃત્ત થઈ જવું જોઈએ. નિવૃત્તિ ઉપર તો ઘણું વજન છે. જોયું? | ‘તોપણ મુમુક્ષુને તો એમ જઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય... એટલે ગમે તેવી પરિસ્થિતિમાં કેમકે બધા નિવૃત્તિ લઈ શકે એવી પરિસ્થિતિન પણ હોય. તો એકઠણ સાધન છે કે પ્રવૃત્તિ કરતાં કરતાં પોતાની સાધનામાં અગ્રેસર થવું, મુખ્ય થવું, એ જરા કઠણ સાધન છે. તો એને માનસિક તૈયારી અથવા અભિપ્રાયની તૈયારી તો એમ જ રાખવી ઘટે છે, કે કઠણમાં કઠણ આત્મસાધન હોય...” એટલે ગમે તેવા સંયોગોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઊભા થાય તો પણ તેની પ્રથમ ઇચ્છા કરવી....કે એ પરિસ્થિતિમાં પણ હું મારું આત્માનું કાર્ય ચાલુ જ રાખીશ. મારા કાર્યને હું છોડી દઈશ નહિ. આવી રીતે મુમુક્ષુએ તૈયારી રાખવી. નિવૃત્તિ ઇચ્છનીય છે પણ નિવૃત્તિ ન મળે તો ? ન થઈ શકે તો ? તો કહે છે, તોપણ મુમુક્ષુએ તૈયારી રાખવી કે ગમે તે પરિસ્થિતિમાં મારે આત્મહિત તો સાધવું છે, સાધવું છે અને સાધવું જ છે. એવો મારો પ્રયત્ન હું જરાપણ છોડી દેવા માગતો નથી. એટલે એણે પ્રથમ ઇચ્છા કરવી કે જેને લઈને-એવી દઢ ઈચ્છાને લઈને “સર્વ સાધન અલ્પ કળમાં ફળીભૂત થાય.” પછી બહારના બધા સંયોગો છે અથવા જે કાંઈ સાધન કરશે એ સફળ થશે.
કાલે એક વાત આવી હતી, આપણે ચર્ચામાં એ વાત લીધી હતી કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ સફળ થાય છે. ધ્યેયવિહિન પ્રવૃત્તિ સફળ થતી નથી. પછી કોઈ સ્વાધ્યાય આદિની વધારે પ્રવૃત્તિ કરે કે કોઈ ઓછી કરે, પણ ધ્યેયલક્ષી છે કે નહિ? આ મુખ્ય વાત છે. જો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ન હોય તો ઝાઝી પ્રવૃત્તિ કરે તો પણ નિષ્ફળ જાય અને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કરે તો જેટલી કરે એટલી સર્વ સાધન અલ્પકાળમાં ફળીભૂત થાય, એ અલ્પકાળમાં ફળીભૂત થાય. માટે એક વાત વિચારવા જેવી એ છે કે પોતે ધ્યેય બાંધીને પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો છે? કે ધ્યેય બાંધ્યા વિના પ્રવૃત્તિમાં પ્રવેશ કર્યો છે? આ એક મહત્ત્વનો વિષયવિચારણીય છે.
મુમુક્ષુ -દરેક પ્રસંગમાં ધ્યેયતો બાંધેલું હોયઈ કાયમ રહેવું જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- નહિતર તો એ પ્રવૃત્તિ જ નિષ્ફળ જશે એમ કહે છે. પછી તો કરવા ખાતર કરે છે કે મેં એમ નક્કી કર્યું કે મારે રોજ સ્વાધ્યાય કરવો, મારે રોજ પૂજા કરવી, મારે રોજ આટલું કરવું, આટલું વાંચવું, આટલું વિચારવું. એકરવા ખાતર કરશે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૧
ધ્યેયનો તો કોઈ ખ્યાલ પણ નહિ હોય કે આ ધ્યેય ચાલુ છે અને મારું ધ્યેય શું છે ? લક્ષમાં ધ્યેય વર્તે છે કે નહિ ? એ તદ્દન ધ્યેય વિહિન પ્રવૃત્તિ છે. એની કોઈ સફળતા થતી નથી.
મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી'નો આ બોલ ચોટાડી રાખવા જેવો છે-પૂર્ણતાને લો શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે’.
પૂજ્ય ભાઈશ્રી :– એ પછી જ આગળ ચાલવાની વાત છે. એ પહેલા કોઈ શરૂઆત થવાની નથી. બધું કરેલું શરૂઆત વગરનું છે અથવા શરૂઆત પહેલાનું છે એમ સમજવું.
મુમુક્ષુ ઃ– દૃઢ આશ્રય આ Paragraph માં ત્રણ વખત આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. જ્ઞાનીપુરુષનો દૃઢ આશ્રય એટલે એકદમ જ્ઞાનીપુરુષ પ્રત્યે શ્રદ્ધા ઘણી. મારા કલ્યાણનું આ પરમ નિમિત્ત છે, પરમેશ્વર જેવું નિમિત્ત છે એવી એને પરમેશ્વરબુદ્ધિ થવી. તો જ એમના વચન પ્રત્યે એટલો વિશ્વાસ આવે, એટલો એને દૃઢતાથી આશ્રય થાય. નહિતર ક્યાંક શંકા પડે, ક્યાંક આશંકા થાય, ક્યાંક તકલીફ થાય. ક્યાંક ને ક્યાંક તર્ક-વિતર્ક આવ્યા વિના રહે નહિ.
શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો...' તે જ્ઞાનીએ પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન–પરિણામનો હેતુ થાય.' તીર્થંકરે એ વાત પ્રસિદ્ધ કરી છે કે જ્ઞાનીને કાંઈ વાંધો નથી. ગમે તે ઉદયમાં જ્ઞાની ઊભા હશે તો એને અહિત થવાનું નથી. કેમકે અંદરથી છૂટા પડી ગયા છે. માટે એમનું અહિત થવાનું નથી. તોપણ એને કર્મબંધ સંભવતો નથી એટલે એ બંધાતા નથી. જે સંસારી પ્રસંગમાં બીજા બંધાય છે એમાં એ બંધાતા નથી. કેમકે એમની સંસારસ્થિતિ જ પરિક્ષીણ થઈ ગઈ છે. તોપણ એ પુરુષાર્થમાં વર્તે છે, એ પુરુષાર્થને મુખ્ય રાખે છે અને એમના નિમિત્તે બીજાને પણ તે પુરુષાર્થનું અને આત્મસાધનનું કારણ થાય છે. કેમકે એને બીજા અનુસરે છે. માટે એ પુરુષાર્થમાં એને રહેવું જોઈએ એવી વાત કરી છે.
કેવી ૫૨સ્પ૨ વિરુદ્ધ વાત કરે છે ! કે જ્ઞાનીને તો સંસાર પરિક્ષીણ થઈ ગયો છે. પરિક્ષીણ થઈ ગયો છે એટલે એને તો કોઈ પરંપરા કર્મ સંબંધ થાય એવી પરિસ્થિતિ જ એના પરિણામની નથી, નિરસ પરિણામે પ્રવર્તે છે. તોપણ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે એને પણ પુરુષાર્થવંત રહેવું, પુરુષાર્થમાં મુખ્ય રહેવું, કે જેથી બીજા જીવને પણ તે
Page #202
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૧૮૫
આત્મસાધનનો હેતુ થાય. હેતુ એટલે નિમિત્ત થાય. અથવા બીજા (આત્માને) આત્મપરિણામમાં નિમિત્ત થાય. એમ કહીને એમ કહ્યું છે કે જ્ઞાનીપુરુષ સાંસારિક પ્રવૃત્તિમાં હોય તો બીજાને આત્મપરિણામમાં નિમિત્તપણું ઘટી જાય છે. અને પુરુષાર્થ કરીને એ નિવૃત્ત સ્થિતિમાં હોય તો એમનો પુરુષાર્થ નિવૃત્તિકાળમાં વિશેષ અભ્યાસવાનો બીજા મુમુક્ષુને અવકાશ રહે છે, સમાગમ કરવાનો અવકાશ મળે છે, અવલોકન કરવાનો અવકાશ મળે છે અને તેથી કરીને એના આત્મપરિણામમાં એ નિમિત્ત પડે છે. એટલે તીર્થંકરદેવે એ ઉપદેશ કર્યો છે. સરવાળે નિવૃત્તિ ઉપર ખેંચી જાય છે. વાતને નિવૃત્તિ ઉપર ખેંચી જાય છે. ખ્યાલ છે કે એ બંધાતા નથી તોપણ આ વાત છે કે બીજાને આત્મસાધનમાં અથવા આત્મપરિણામમાં નિમિત્ત થાય અને પોતાને પણ કાંઈ નુકસાનનું કારણ નથી.
નિવૃત્તિ કરતા પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરે છે. એમને કોઈ પહોંચે નહિ, નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરી. કેમકે પ્રવૃત્તિમાં ઉદય એવો છે એની સામે લડી લે છે. માટે એને વધારે નિર્જરા થાય છે. અને નિવૃત્તિમાં એટલો ઉદય નથી આવ્યો એટલે એટલી નિર્જરા નથી થતી. એને તો કાંઈ પ્રવૃત્તિ-નિવૃત્તિ સાથે અંગત રીતે જોતા તો કોઈ તકલીફનું કારણ નથી પણ બીજાને એ આત્મસાધનમાં નિમિત્ત થાય, કે એના આત્મપરિણામ ઉપરથી બીજાને એવા આત્મપરિણામ ઊગે. એવું ક્યારે બને ? કે નિવૃત્તિકાળમાં હોય ત્યારે.
સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.’ એટલે કોઈ વાત ‘સમયસાર’ની તત્ત્વની ચાલી છે. એ સૈદ્ધાંતિક સમાધાન રૂબરૂમાં કશું એમ કરીને પત્રનો ઉત્તર નથી આપ્યો. જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતા હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ...' તેમ ન બની શકે તોપણ ‘વ્યાપારાદ્વિપ્રસંગથી નિવૃત્ત,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૧ દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા શાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આટલું લાંબું વાક્ય છે. અહીંપૂર્ણવિરામ કર્યું છે. બાકી બધું અલ્પવિરામ-અલ્પવિરામ કરતા આવ્યા છે.
શું કરે છે ? પોતાની વર્તમાન ઉદયની પરિસ્થિતિ, એ ઉદયની સાથે વર્તતો પુરુષાર્થ અને ઉદયભાવ-બંને પ્રકારના ભાવની પરિસ્થિતિ અને એ વિષયની સિદ્ધાંતિક પરિસ્થિતિ, આમ ત્રણ-ચાર પડખાની ચર્ચા કરી છે. એક વાક્યમાં ત્રણ-ચાર પડખાની સૂક્ષ્મ ચર્ચા કરી છે. એક તો જ્ઞાનીપુરુષને સંસારની પ્રવૃત્તિ, સંસારસેવા એટલે સંસારની પ્રવૃત્તિ, આત્મપ્રતિબંધપણે હોય નહિ. એનો આત્મા બંધાય, જેમ અજ્ઞાનીનો આત્મા સંસારની પ્રવૃત્તિ કરતા પૂરેપૂરો રોકાય જાય છે એવી રીતે જ્ઞાનીનો ઉપયોગ સંસાપ્રવૃત્તિમાં હોય તોપણ પૂરેપૂરા પરિણામ એ સંસાપ્રવૃત્તિમાં લાગેલા હોતા નથી. આંશિક પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, અલ્પ અંશે પરિણામ સંસારની પ્રવૃત્તિમાં હોય છે, મહદ્ અંશે પરિણામ આત્મપ્રવૃત્તિમાં હોય છે. એને એમ કહે છે કે જ્ઞાની પુરુષને સંસારની પ્રવૃત્તિ આત્મપ્રતિબંધપણે હોય નહિ અથવા હોતી જ નથી.
પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય છે. પૂર્વના પ્રારબ્ધનો ઉદય છે, એ પ્રારબ્ધ એમના આત્માને બંધનમાં લીધો છે. એ સંયોગની વચ્ચે એને આત્માને ઘેર્યો છે, એ પ્રારબ્ધનો પ્રતિબંધ છે. પણ એમને ઉપયોગનો, પરિણામનો પ્રતિબંધ નથી, એમ કહેવું છે. પ્રારબ્ધપ્રતિબંધ હોય પણ પરિણામ પ્રતિબંધ, આત્મપ્રતિબંધ હોય નહિ. આમ વાત લીધી છે.
“એમ છતાં પણ તેથી...” એમ હોવા છતાં પણ તે પ્રારબ્ધપ્રતિબંધથી નિવર્તવારૂપ...” એટલે છૂટવારૂપ. નિવૃત્તિ લેવાના પરિણામને પામે, એવું ફળ આવે, સરવાળે એવું પરિણામ આવે એવી જ્ઞાનીની રીત હોય છે. જુઓ ! આ રીત ઉપર વાત લીધી. જ્ઞાનીની કાર્ય કરવાની પદ્ધતિ કેવી હોય છે. કાર્યપદ્ધતિનો વિષય લીધો. ભલે એને પૂર્વકર્મનું પ્રારબ્ધ હોય, ભલે એમનો આત્મા પૂરેપૂરો સંસારની પ્રવૃત્તિમાં ન રોકાતો હોય, તોપણ એ પ્રવૃત્તિથી એ છૂટવા માટે પ્રયત્નવાન રહે એવી કાર્યપદ્ધતિ જ્ઞાનીની દશા હોય છે અને સરવાળે એ છૂટીને જ રહે છે. કાયમ માટે એ પ્રવૃત્તિમાં બંધાયને રહેતા નથી. બની શકે એટલી વહેલી નિવૃત્તિમાં એ આવી જાય છે. વિશેષ લઈશું...
Page #204
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૬૦
૧૮૭
તા. ૧૯-૧૧-૧૯૦, પત્રક – પ૬૦, ૫૬૧
પ્રવચન ને. ૨૫૫
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૦,પાનું-૪૪૮.છેલ્લા Paragraphથી.
“જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય... સંસારસેવા એટલે અહીંયાં સંસારની પ્રવૃત્તિ. જ્ઞાની પુરુષ સંસારની પ્રવૃત્તિ પૂર્વના પ્રારબ્ધને લઈને કરતા જોવામાં આવે છે. પણ એમને આત્મપ્રતિબંધપણે એટલે આત્મા એમાં રોકાઈ જાય નહિ. મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વકર્મના ઉદયમાં આખો આત્મા જે રોકાય છે એવો પ્રકાર જ્ઞાનીની દશામાં હોતો નથી મિથ્યાત્વ અવસ્થામાં જીવને ઉદય જ સર્વસ્વ થઈ પડે છે. જે કાંઈ ઉદય છે એને સર્વસ્વપણે વળગી આત્મા આખે આખો ત્યાં ભાવથી ચોંટી જાય છે, એકત્વ કરે છે, લીન થઈને સંસારની પ્રવૃત્તિ કરે છે. તે પ્રકારની પ્રવૃત્તિ ભાવથી જ્ઞાનીપુરુષ કદિ કરતા નથી. પણ એમને એવું જ્ઞાન છે કે આ પૂર્વપ્રારબ્ધને લઈને જે ઉદય ચાલી રહ્યો છે, એ ઉદયમાં તલ્લીન થઈને હવે નવું પ્રારબ્ધ મારે ઉત્પન્ન કરવું નથી. જે છે એને ઈષ્ટઅનિષ્ટ જાણ્યા વિના, ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના એ ઉદયમાંથી પસાર થઈ જવું છે. પસાર થઈ જવું છે એમ કહો કે ભોગવી લેવું છે એમ કહો. પણ ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના. એ ઉદયના કાળમાં પણ હું જ્ઞાતા છું, એવું જે ભિન્ન જ્ઞાનમય મુખ્ય પરિણમન છે, એ મુખ્ય પરિણમનમાં રહીને, જ્ઞાતાપણે રહીને જ્ઞાતાપણાના મુખ્ય ભાવને અનુભવતા એ પ્રારબ્ધને નિવૃત્ત કરે છે, પ્રારબ્ધની નિવૃત્તિ કરી નાખે છે.
એવું પ્રારબ્ધ ભોગવતા પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે..” એટલે કે આ પ્રસંગથી છૂટી જવું છે. નિવર્તવું છે એટલે છૂટવું છે. પ્રારબ્ધના પ્રસંગથી પણ છૂટવું છે. એટલે જે કોઈ સંયોગ છે એની રુચિ નથી, અરુચિ છે. નિવર્તવું છે એટલે અરુચિ છે. નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; એવી રીતે જ્ઞાની પરિણમે છે. પરિણમવાની એમની આવી રીત છે તેથી તે છૂટે છે. ક્ષણે ક્ષણે તે મુક્ત ભાવના મોક્ષ પ્રત્યે આગળ વધતા જાય છે. એનું કારણ આવી એમની રીત છે. આ રીતને લીધે.
મુમુક્ષુ - આ રીતે ઓળખાય જાય તો જ્ઞાની ઓળખાય જાય?
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૧
–
પૂજ્ય ભાઈશ્રી :– રીત ઓળખાય તો ઓળખાય. રીત ઓળખાય તો ઓળખાય, ઉપરાંત આત્માર્થ કેવી રીતે સધાય ? પોતાના પરિણામમાં આત્માર્થ કેવી રીતે સધાય ? એવી રીત પણ એને આવડે. જ્ઞાની ઓળખાય એ તો જ્ઞાનીની ૫૨ અપેક્ષાએ વાત છે પણ સ્વ અપેક્ષાએ એને શું ફાયદો થાય ? કે પોતાનો આત્માર્થ જે સાધવો છે એ આત્માર્થ એને સૂઝે કે આ આત્માર્થ સધાય. ઓળખવામાં આ વાત થાય છે. એટલે તો એ પોતે પણ તથારૂપ પ્રયત્ન અને પ્રયાસમાં આવે. જ્યારે જ્ઞાની કેવી રીતે ભિન્ન પડે છે ? એ એને સમજાય તો પોતે પણ એવી રીતે ભિન્ન પડવાની જે કાર્યપદ્ધતિ છે એને એ સમજી શકે છે. સમજી શકે છે એમ નહિ, એનો પ્રયત્ન પણ એ કરી શકે છે, એને અંગીકાર કરી શકે છે. એ પરિસ્થિતિમાં એ આવી શકે છે. કેમકે રીતમાં ફેર નથી.
જે રીતે જ્ઞાની થવાય છે, એ જ રીતે જ્ઞાની થઈને પણ જ્ઞાનદશામાં આગળ વધાય છે. રીત બદલતી નથી. રીત બદલાતી નથી કે પહેલા પહેલી રીત હતી, પછી કાંઈ બીજી રીતે જ્ઞાનદશામાં કાર્ય કરવાનું હતું, એવું કાંઈ નથી. રીત તેની તે જ રહે છે. ફરક એટલો પડે છે કે પ્રથમ એને મુમુક્ષુદશામાં દષ્ટિમાં આત્મા નહોતો એટલે દૃષ્ટિબળ નહોતું. જ્ઞાનદશામાં દૃષ્ટિમાં આત્મા હોવાથી દૃષ્ટિબળ વિશેષ હોય છે અને કાર્ય ચાલે છે. એટલી વિશેષતા છે. એટલે જ્ઞાનીને માટે કોઈવાર એમ કહેવાય છે, કે એ દૃષ્ટિના બળે આગળ વધે છે. પુરુષાર્થની અને સમ્યગ્દર્શનની મુખ્યતા કરવી હોય ત્યારે એમ કહેવાય છે. શાનની મુખ્યતા કરવી હોય ત્યારે શાનબળે આગળ વધે છે એમ કહેવાય. ત્યાં પણ જ્ઞાનસહિતનો પુરુષાર્થ, ઓલો દર્શનસહિતનો પુરુષાર્થ (છે), પુરુષાર્થ તો બંનેમાં સામાન્ય છે. અને પુરુષાર્થ વિના તો કોઈ કાર્ય થવાનો પ્રશ્ન રહેતો નથી. મુમુક્ષુ :– આવી ... મુમુક્ષુએ તો ઘણો પ્રયત્ન કરવો પડે.
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુ પાસે શક્તિ ઓછી છે. એટલે એને થોડું કઠણ લાગે, અઘરું લાગે પણ બહુ મોટો લાભ છે એમ સમજાયું છે તેથી એનો ઉત્સાહ અનેરો છે. જીવને પોતાને મોટો લાભ છે એવું ખરેખર સમજાય ત્યારે તે લાભ પ્રાપ્ત કરવા માટે એના પરિણામમાં જે ઉત્સાહ આવે છે, ૨સ આવે છે, જોર આવે છે એ એના પ્રમાણમાં જ આવે છે. જેટલા પ્રમાણમાં એને લાભ દેખાય છે એટલા જ પ્રમાણમાં આવે છે.
દસ રૂપિયા કમાવા માટે મહેનત ન કરે, પણ દસ લાખ મળતા હોય તો કેટલી મહેનત કરે ? દસની સામું ન જોવે. ભાઈ ! કોણ એટલામાં મહેનત કરે. એટલી નાની રકમ માટે આપણે શક્તિ ખર્ચવી ? એમાં કાંઈ માણસને મન ન થાય. પુરુષાર્થ ઊપડે જ નહિ. ઓલું તો લાભ સામે દેખાય તો રસને રોકી શકાય નહિ, પુરુષાર્થને રોકી શકાય
Page #206
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૬૦
નહિ. એટલું બધું કુદરતી છે આ તો.
જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં...' એવી રીતે પરિણમતા છેલ્લા ત્રણ વર્ષથી એ રીતે બરાબર પરિણમીએ છીએ, એમ કહે છે. ત્રણ વર્ષથી ‘મુંબઈ’માં વેપારની અંદર સતત જોડાવું રહ્યું છે. અને એ ત્રણે વર્ષ દરમ્યાન અમે પ્રારબ્ધને નિવર્તવામાં અને ભિન્ન પડવાના પુરુષાર્થ સહિત વર્તી રહ્યા છીએ. જે રીતનો આશ્રય કરતાં આજે ત્રણ-ત્રણ વર્ષ થયા. વિશેષ તેમ કર્યું છે...' મુખ્યપણે એમ જ કર્યું છે. સારી રીતે એ રીતે કર્યું છે. જુઓ ! પ્રવૃત્તિના કાળમાં પોતે પુરુષાર્થ કર્યો છે, એનો સ્પષ્ટ પોતાના શબ્દોમાં ઉલ્લેખ છે.
૧૮૯
‘અને તેમાં...' એટલે એમ ક૨વામાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય...’ પાછો એમ નહિ, સાધારણ ઉદય નહિ. આત્મદશાને ભુલાવી દો એવો ઉદય રહ્યો છે. લાભ-નુકસાનના મોટા પ્રમાણમાં વેપાર હોય. પાછા બીજા તો પૈસાવાળા ભાગીદાર હોય એને તો મૂડી ઓછી થાય. પણ જે Working partner હોય, જેને ખાલી પરિશ્રમને લઈને ભાગ લેવાનો હોય. બુદ્ધિ, પરિશ્રમ. એને નુકસાન જાય તો એને તો માથે દેવું થાય. એના બધા કામમાં નુકસાન આવે તો એને માથે દેવું થઈ જાય કે નહિ ? એક તો એણે પોતાના પરિવારની આજીવિકા માટે એમાંથી ઉઠાવવું પડ્યું હોય. એટલે એટલું ખાતામાં ઉધાર થયું હોય એની સામે નફો આવવાને બદલે નુકસાન આવે તો ઉધારમાં Double સરવાળો થાય ને ?ઉપાડ + નુકસાની.
કોઈ એવા નફા-નુકસાનના જ્યારે પ્રસંગ ઊભા થાય અને ચોખ્ખી સામે દેખાય એવી પરિસ્થિતિ હોય, ત્યારે નુકસાનનો ભય થાય એટલો જ નફામાં રસ આવે અને નફામાં જેટલો રસ આવે એટલો જ નુકસાનમાં ભય થાય. એ તો Action અને Reaction જ સામેસામું છે. એ વખતે એ મારું નથી, મારે કાંઈ લાગતુંવળગતું નથી, પૂર્વકર્મ અનુસા૨ જે થવું હોય તે થાય, મારે કાંઈ લેવા કે દેવા, એવું અંદર શ્રદ્ધા-શાનમાં પરિણમન થતું...
મુમુક્ષુ :– ચોથા ગુણસ્થાને જ્ઞાની ધર્માત્માને કેવી પરિણિત હોય બહુ સરસ ચિતાર આપ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ચિતાર આવ્યો છે, ઘણી જગ્યાએ આવે છે. એમના પત્રોમાં પોતાની દશાનો ઉલ્લેખ અનેક જગ્યાએ આવે છે. અને મુમુક્ષુજીવે તેનો અભ્યાસ ક૨વા યોગ્ય છે. આત્માર્થ સમજવો હોય, આત્માર્થ શીખવો હોય તો એ સમજવા જેવો વિષય છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાની પોતાની જ અનુભવદશા કહે અને આટલા સૂક્ષ્મ પરિણામનો ઉલ્લેખ કરે એ લગભગ ન બને. પણ એમને આત્મીયતા ઘણી હતી. “સોભાગભાઈ ઉપરનો પત્ર છે ને ? આત્મીયતા ઘણી હતી એટલે બંને પોતપોતાના પરિણામ કહેતા હતા. અરસપરસ એટલી આત્મીયતા હતી, ભિન્નભાવ નહોતો તો બંને પોતાના પરિણામની વાત કરતા હતા. દોષની પણ વાત કરે અને ગુણની પણ વાત કરે. ગુણની વાત કરે એટલે કાંઈ પોતાની પ્રશંસા કરાવવા નહિ. એ તો એકબીજાને ઓળખતા હતા. કાંઈ આબરૂ વધારવાનું એમને કારણ નહોતું. ન ઓળખતા હોય એની પાસે માણસ આબરૂ વધારે કે ચાલો અમારી પ્રશંસા અમે કરીએ છીએ, તમે અમને સારી રીતે તમારી નજરમાં અમારું સ્થાન રહી જાય. એમને એ પ્રશ્ન નહોતો. એ પોતાના ગુણ-દોષ બંનેને કહેતા હતા. બંને કહેવા પાછળ પણ એમનો એક જ હેતુ હતો કે એટલી સરળતાથી સામે પણ એ વર્તે અને આ રીતને જાણીને એ રીતનો આશ્રય કરે એ પોતે પણ જ્ઞાનીએ એ રીત બતાવી તો એ રીતનો આશ્રય મુમુક્ષુ પણ કરે. હવે એ પ્રસંગ બન્યો હતો એ બંને વચ્ચે. એ ગુરુશિષ્ય વચ્ચે પ્રસંગ બન્યો. ઉપકારી આપણને થાય એવી વાત છે. વસ્તુ રહી ગઈ એટલે ફાયદાનું તો આપણને કારણ થઈ ગયું. એવો વિષય છે.
મુમુક્ષુ – સમપરિણામે વેદ્યો છે એટલે? પૂજ્ય ભાઈશ્રી:-સમપરિણામ એટલે ઇષ્ટ-અનિષ્ટપણું કર્યા વિના.
આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે. થયું નથી. આત્મદશા ભૂલ્યા નથી પણ એવો સંભવ થઈ જાય. ‘તેવો ઉદય પણ જેટલો બને તેટલો...” એટલે અમારાથી પુરુષાર્થ હતો તેટલો. અમારી તમામ શક્તિ લગાવીને સમપરિણામે વેદ્યો છે.” સમ્યફ પ્રકારે એના જ્ઞાતા રહ્યા છે એ વખતે. આ ભિન્ન જોય છે, હું તો માત્ર જ્ઞાતા છું.ન તો મારામાં કાંઈ લાભ આવે છે, ન તો મારામાથી કાંઈ જાય છે કે નુકસાન થાય છે. કાંઈ આવે તો લાભ થાય. જ્ઞાનમાંથી) શું ગયું?
જ્ઞાન પોતે સ્વયં જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી એક પ્રક્રિયા છે કે જ્ઞાન જ્ઞાનમાંથી જ થાય છે. બીજામાંથી જ્ઞાન આવે નહિ અને જ્ઞાનમાં બીજું કાંઈ આવે નહિ. અવલોકનનું આ જગ્યાએ એક રહસ્ય છે. અવલોકન ચાલતા પરિણામનું કરવું છે ને ? વ્યતીત થયેલા પરિણામનું નથી કરવું. તો જ્ઞાન અવલોકન કરનાર છે અને પોતાનું અવલોકન કરે કે ન કરે ? જો ચાલતો જ્ઞાનનો પર્યાય પોતાનું અવલોકન કરે તો પોતે પોતાના સ્વયંની સ્વતંત્રતાને, સ્વયંની શક્તિને પિછાણી શકે, ઓળખી શકે, કે આ જ્ઞાન સ્વયં મારામાંથી જ, આ જ્ઞાન સ્વયં મારામાંથી, જ્ઞાનમાંથી જ આનો પ્રવાહ ચાલુ જ રહે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પત્રાંક-૫૬૦ કેટલો અખૂટ ભંડાર ભરેલો જ હશે કે એ ચાલતું જ બંધ થતું નથી, નીકળતો પ્રવાહ બંધ જથતો નથી ! અને એની કેટલી સ્વતંત્ર શક્તિ છે!સ્વતંત્ર શક્તિ છે એટલે એનું એટલું પોતા ઉપર પ્રભુત્વ છે. પ્રભુત્વશક્તિમાં “અમૃતચંદ્રાચાર્યે એ શબ્દ વાપર્યો છે. એના ઉત્પાદને, એની પ્રક્રિયાને, એના કાર્યને કોઈ રોકી શકે નહિ, બંધ ન કરી શકે. એ પ્રવાહને એક સમય માટે કોઈ અટકાવી ન શકે.
હવે એ કોણ જોવે? કે પોતે જ જોવે. કોને જોવે?કે પોતાને જોવે. જોનાર પોતે અને જણાનાર પણ પોતે. જાણનાર પોતે, જણાનાર પણ પોતે. જો પોતે જાણનાર હોય અને પોતાને જાણતો હોય તો એની દિશા કઈ બાજુની થાય ? હવે દિશાને વિચારીએ તો. એવી પરિસ્થિતિમાં એ જાણવાની દિશા કઈ બાજુની રહે? કે અનાદિની જે પરસમુખ અને પરલક્ષવાળી જાણવાની વૃત્તિ હતી, એ જાણનાર પોતે પોતાને જાણતા એને સ્વસમ્મુખ થવું પડે તો જ એમ જણાય.
જ્યાં સુધી રાગાદિને અવલોકનમાં જાણે છે ત્યાં સુધી તો હજી સ્વસમ્મુખતા નથી. પણ એ અવલોકનનું કાર્યવિશેષ આગળ વધતાં જ્ઞાન જ્યારે જ્ઞાનને જ જાણે છે, ત્યારે એને સ્વસમ્મુખતા આવે છે. સ્વસમ્મુખતા આવે છે ત્યારે એને અનંત જ્ઞાનમય, અનંત સામર્થ્યમય, અનંત ગુણમય, અનંત સુખમય એવા સ્વસ્વરૂપનો નિર્ણય થઈ જાય છે અથવા એમાં એને ભાવભાસન આવી જાય છે. આ કાલનો આ ભાઈનો) પ્રશ્ન છે. તારો પ્રશ્ન ચાલી ગયો. ખ્યાલ છે ને? તો ઠીક. આમ વિષમકાળ છે પણ હવે આમ કાળ એવો છે કે જુઓ ! નાની-નાની ઉંમરના માણસોને પણ આવી વાતમાં રસ પડે છે. નહિતર આ તો બધી રંગરાગની વાતો નથી. રંગરાગ ઊડી જાય એવી આ બધી વાતો છે.
શું કહે છે? એ ઉદયને અમે સમપરિણામેવેદ્યો છે-જ્ઞાતા-દેણ રહીને વેદ્યો છે. એ ઉદય કોઈ એક પરપદાર્થ છે, માત્ર જાણવાનો વિષય છે, જણાય છે. જાણવાની મારી શક્તિને લઈ એ માત્ર ભિનપણે જણાય જાય છે. એનાથી મને કોઈ શાંતિ નથી, અશાંતિ નથી, લાભ નથી, નુકસાન નથી, સુખ નથી કે દુખ નથી. અનુકૂળતાપ્રતિકૂળતાની કલ્પના નિવૃત્ત કરીને વેદ્યો છે, લ્યો ! ઉદયમાં જીવને કાં તો અનુકૂળતાનો રસ આવે છે, કાં પ્રતિકૂળતાનો ખેદ આવે છે.
જમતા જમતા એક કોળિયો મોઢામાં મૂકે તો કાં સારો લાગે અને કાં ખરાબ લાગે. જો રસોઈ બરાબર ન થઈ હોય તો સારું ન લાગે. પોતાની રુચિ પ્રમાણેની બરાબર રસોઈ કરી હોય તો એને સારું લાગે છે. ભાવે એવું બનાવ્યું હોય તો સારું લાગે, નભાવે એવું બન્યું હોય તો ખરાબ લાગે છે. એટલે સારું પણ ન લાગે અને ખરાબ પણ ન લાગે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
રાજહૃદય ભાગ-૧૧
એવું એનું સ્વરૂપ છે. એ પદાર્થોનું, રજકણોનું પણ એવું સ્વરૂપ છે, કે ન સારું લાગે, ન ખરાબ લાગે. જ્ઞાનનું પણ એવું જ સ્વરૂપ છે કે માત્ર જાણે. સાચુ-ખરાબ કરીને જાણે નહિ. ન એને નિંદે, ન એને પ્રશંસે.
આપણે નથી કહેતા, ભાઈ ! કે આપણે નિંદા-પ્રશંસા કોઈની કરવી નહિ. નિંદાપ્રશંસા કરીને શા માટે આપણે કોઈની સાથે જોડાવું ? પ્રશંસા કરીને પ્રશંસક તરીકે જોડાવું, નિંદા કરીને નિંદક તરીકે જોડાવું એવું કાંઈ આપણે કરવું નથી. એવું માણસ નથી વિચારતા ? બસ ! આણે નિર્ણય કરી નાખ્યો, કે હું જ્ઞાનમાત્ર છું. તો જ્ઞાનમાત્રમાં કોઈ શેયાકાર પ્રતિભાસો કે ન પ્રતિભાસો. મારે શું લેવાદેવા છે ? પ્રતિભાસો તો સ્વચ્છતાનું કારણ છે, ન પ્રતિભાસો તો મારે કાંઈ જરૂર પણ નથી. જાણવાનો કાંઈ લોભ નથી..
મુમુક્ષુ ઃ– ખાતી વખતે ન ખરાબ લાગે, ન સારું લાગે તો .. ભૂખની તૃપ્તિ થઈ એ
નથાય.
પૂજ્ય ભાઈશ્રી :– એ પણ સારું જ લાગે ને. ભૂખની તૃપ્તિ થઈ એ સારું જ લાગ્યું ને ? એ સારું લાગ્યું ને ? મુમુક્ષુ :– એમ જ આવે..
પૂજ્ય ભાઈશ્રી :– હવે જ્યારે ભૂખનું વૈદન થયું ત્યારે ખરાબ લાગ્યું હતું. માટે તૃપ્તિ થઈ એટલે સારું લાગ્યું. પણ જ્યારે એ ભૂખનું વેદન આવ્યું ત્યારે શાતા કેમ ન રહ્યો ? જો ત્યારે શાતા રહ્યો હોત તો જમતી વખતે તું જ્ઞાતા જ રહેત. પણ પૂર્વ તૈયારી કરતો નથી. તો ઓલાપણે જ્યાં અનિષ્ટ કર્યું છે ત્યાં ઇષ્ટ થયા વગર નહિ રહે અને ઇષ્ટ કર્યું હશે ત્યાં અનિષ્ટ થયા વગર નહિ રહે. તું ભૂલ પહેલા કરી બેઠો છો. એટલે સારું લાગે છે. એણે Practice તો સતત કરવી જોઈએ ને. એ પણ એક ઉદય છે. ભૂખ લાગે છે એ પણ એક ઉદય છે અને આહાર લે છે એ પણ એક બીજો ઉદય જ છે, બીજું કાંઈ નથી. તમામ ઉદયમાં પોતે જ્ઞાતાદૃષ્ટા રહે, આ એણે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાતાભાવે રહી જવું એ સમપરિણામે ઉદયને વેદવાનો પ્રકાર છે, તે સમપરિણામે ઉદયને વેદવાની રીત છે. એ રીતનો જ્ઞાની આશ્રય કરે છે, એ રીત મુમુક્ષુએ પણ શરૂ કરવાની છે એનો પ્રયત્ન કરશે તો સફળ થશે. પ્રયત્ન નહિ કરે તો કેવી રીતે સફળ થશે ?
મુમુક્ષુઃ–અભ્યાસ થતો જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– અભ્યાસ થતો નથી કેમકે એને કરવાની એટલી તાલાવેલી નથી. જેટલી એને બીજા કાર્યની જરૂરત લાગે છે એટલી એને આ કાર્યની જરૂરત લાગી
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
પત્રક-૫૬૦. નથી. બીજા કાર્ય માટે તો એને ક્યાંક જાવું પડે, બીજા સાધનો પણ જોઈએ. પૈસાની જરૂર પડે તો વેપાર કરવો પડે, વેપાર કરવા માટે દુકાન લેવી પડે, દુકાન લેવા માટે પૈસાની વ્યવસ્થા કરવી પડે. કોઈ એમ કહે છે કમાણી થાય પછી હું દુકાન લઈશ, પછી હું વેપાર કરીશ એમ કહે ? ત્યાં તો વ્યવસ્થા ન હોય તો ગમે તેમ વ્યવસ્થા કરીને કરે છે કે નહિ?
મુમુક્ષુદ-દીનપણું કરીને કરે.
પૂજ્ય ભાઈશ્રી – દીનપણું કરે, કે ભાઈ ! તમારી દુકાને જરા બેસવા દેજો ને. તમારી Line બીજી છે, મારી બીજી Line છે, હું મારું થોડું કર્યા કરીશ. ખરીદવાની જગ્યા ન હોય, પાઘડી દેવાની જગ્યા ન હોય તો ભાડે લે, પેટા ભાગેલે. દોઢુ-બમણું ભાડુ આપે. કાંઈને કાંઈ ઘાટ ઉતારે છે કે નહિ? કેમકે જરૂર લાગી છે. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પરિણામ ત્યાં ને ત્યાં આંટા મારે, ચકરાવો ખાય. જે કામ કરવું છે એ ન થાય તો પરિણતિ ત્યાં જ ચકરાવોખાશે.
અહીંયાં તારી પરિણતિ ચકરાવો નથી ખાતી એ શું બતાવે છે કે તારે કામ કરવું નથી. સ્વાધ્યાય વખતે વિચાર કરે કે આ તો કરવા જેવું છે. આમાં આત્માનું હિત છે. વળી ઉદયમાં જાય એટલે થઈ રહ્યું. જાણે સાંભળ્યું જ નહોતું. પણ કામ તો ઉદય વખતે કરવાનું છે. આ તો સમજવાનો વખત છે, ઓલો કામ કરવાનો વખત છે. સમજવાના વખતે સમજે અને કામ કરવાના વખતે છોડી દે કે દિ એનું કામ થાય?
મુમુક્ષુ -બાર વાગે સુધાવેદનીય જાગે એટલે ખાવા જાય.
પૂજ્ય ભાઈશ્રી - સુધા વેદની જ્યારે ઉત્પન ત્યારે વિચારવું કે આ માત્ર જ્ઞાનનું શેય છે, મારામાં નથી. આ પરમાણુની, જઠરાગ્નિની પર્યાય છે. પછી ડૉક્ટરી ભાષામાં એમ કહે છે, કે હોજરીની અંદર એસીડની ઉત્પત્તિ થાય છે અને એસીડ ગરમ છે એટલે ગરમી લાગે છે એને જઠરાગ્નિ કહે છે.વૈદો જઠરાગ્નિ કહે છે, ડૉક્ટરો એને એસિડ છૂટે છે એમ કહે છે. એ જે હોય તે, પણ છે પરમાણુની પર્યાય. માને છે કે આત્માની પર્યાય છે. કેવી રીતે વેદે છે?મને ભૂખ લાગી. આત્માને ભૂખ લાગી છે? આત્માને એનું જ્ઞાન થયું છે. એ ગરમ અવસ્થાનું આત્માને જ્ઞાન થયું છે. મને જ્ઞાન થયું છે એમ ત્યાં કેમ ન અનુભવ કર્યો ? જૂઠો અનુભવ કર્યો કે મને ભૂખ લાગી છે. મને તો જ્ઞાન થયું છે એમ અનુભવ કરવો જોઈતો હતો. પછી આહાર કરવા બેસે તોપણ એને એ આહાર કરવાના પરિણામ બોજો લાગશે. પહેલા શું લાગશે? બોજો લાગશે. અને જો એમ નહિ કર્યું હોય તો ખાવા માટે તલપાપડ થાશે કે ભૂખ લાગી છે હવે પીરસે એટલે જલ્દી જમવાનું શરૂ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૧ કરી દઉં. પછી જમતી વખતે કાંઈ ભાન રહેવાનું નથી. પછી ભિન્ન રહેવાનું કાંઈ ભાન રહેવાનું નથી. પછી તો ફકાફક માંડે ખાવા, એકાકાર થઈને કેટલા કર્મ બાંધે છે એની ખબર પડે નહિ. એમાં અશાતાવેદનીય બાંધે છે. એ જ રસથી ખાય છે ત્યારે અશાતા વેદનીય બાંધે છે. પછી એમાંથી જ્યારે કાંઈક થાય ત્યારે કહે ઓય-ઓયને હાય-હાય મને આમ થઈ ગયું. પણ તેં અશાતાવેદની બાંધી ત્યારે તો કાંઈ વિચાર કર્યો નથી, જાગૃતિ રાખી નથી. હવે ભોગવતી વખતે હાય-હાય કરે છે એનો શું અર્થ છે? એનો કાંઈ અર્થ નથી.
મુમુક્ષુ –શરીર જમારું નથી, ત્યાંથી ભિન્ન પડવું.
પૂજ્ય ભાઈશ્રી:-ત્યાંથી જ. શરીર મારું નથી અને શરીર પ્રત્યેના પરિણામ છે એ પણ મારા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપની જાતિના નથી. બેયને ધક્કો મારવાનો છે. બેય નિષેધ્ય જે છે, નિષેધનો વિષય છે.
પોતે શું કહે છે કે ત્રણ વર્ષથી જે ધંધામાં જોડાઈ ગયા છીએ એમાં આત્મદશાને, જરૂર આત્મદશાને ભૂલાવી દે. એમ. કેવા ઉદય આવ્યા છે ? કે જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું. ભાવના કેવી છે કે આ બધો સંગ મને છૂટી જાય તો સારું. એમ સૂઝયાં કર્યું છે. એવા પરિણામ થયા કર્યા છે કે વેપાર, ધંધા,પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જે સમપરિણામે વેચવાનો પુરુષાર્થ હું ઉદયમાં કરું છું, તો ઉદય સાથે થોડી તરજોડ થાય છે, એના બદલે હું એકલું મારા આત્માના સ્વરૂપમાં લીન થાઉં એવો સ્વરૂપલીનતાનો એક બાજુનો પુરુષાર્થ કરું. બીજી બાજુ મારે કાંઈ તરજોડ કરવાનો કોઈ શક્તિનો વ્યય ન કરવો પડે એટલા માટે એમ સૂઝયા કર્યું છે... કે સર્વસંગનિવૃત્તિ હોય તો સારું.
તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ નિવૃત્તિ એટલે નિર્જરા થાય. પ્રવૃત્તિમાં વિશેષ નિર્જરી થાય. કેમકે એ વખતે તો દુશમન ચડી આવ્યો છે. એ વખતે એને વિશેષ નિર્જરા થાય. એટલે બેય ખ્યાલ છે પાછો. એકાંત નિવૃત્તિને ઇચ્છે છે એમ નથી. પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ વખતે વિશેષ નિર્જરા કરી શકાય છે એ પોતાને ખ્યાલમાં છે. તોપણ સર્વસંગનિવૃત્તિએ જેદશા રહેવી જોઈએ... પુરુષાર્થની, આત્માની તેવી આત્માની “દશા ઉદયમાં રહે, તો અલ્પકાળમાં થોડા કાળની અંદર વિશેષ... એટલે ઘણા કર્મની નિર્જરા થાય એમ જાણી.” એવો ખ્યાલ છે, એવું જાણીને જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે.”
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૫
પત્રક-૫૬૦
૩૪ વર્ષના આયુષ્યમાં ૨૩ વર્ષ તો મિથ્યાત્વ અવસ્થામાં પસાર કર્યા. ૨૮મે વર્ષે સમ્યગ્દર્શન થયું છે. ૩૩ વર્ષ પછી આયુષ્ય છૂટી ગયું છે. દસ વર્ષ અને પાંચ મહિના. દસ વર્ષ, પાંચ મહિના અને વીસ દિવસ આટલું આયુષ્ય છે. ચૈત્ર વદ ૫ છે ને ? છ મહિનામાં દસ દિવસ ઓછા રહી ગયા છે. સાડા દસ વર્ષમાં પણ કેટલું કામ કર્યું? એક ભવ માત્ર બાકી રહે એટલું. આ પુરુષાર્થ કરતાં પ્રવૃત્તિના કાળમાં આવો પુરુષાર્થ કરતા અચારિત્રના મૂળિયા બાળી નાખ્યા. ચારિત્રદશા ન આવી. અચારિત્ર હતું. અવિરત સમ્યગ્દષ્ટિ હતા એટલે અચારિત્ર હતું. સર્વસંગત્યાગ કરીને મુનિદશામાં ન આવી શક્યા. પણ પુરુષાર્થ કરી કરીને અચારિત્રના મૂળ બધા બાળી નાખ્યા. એટલે સહજમાત્રમાં, જે ભવમાં ચારિત્ર આવશે, હજી દેવલોકમાં નહિ આવે, ત્યારપછી જે મનુષ્યની દશા આવશે, એ મનુષ્ય ગતિમાં) સહજમાત્રમાં મુનિપણું) લઈ લેશે. અને ત્યાં એ જ કરશે. ત્યાં જ્ઞાનદશા ચાલુ છે. જ્ઞાનદશા લઈને ગયા છે. ત્યાં તો સાગરોપમના આયુષ્ય છે. જે બે-ચાર સાગરની સ્થિતિએ ગયા હશે. અત્યારે તો મોટી સ્થિતિ નથી. કેમકે ગૃહસ્થદશામાં કેટલાક અશુભ પરિણામ પણ થઈ જાય છે. એટલે શુભમાં જે અઘાતિનો લાંબી સ્થિતિનો બંધ પડવો જોઈએ એટલો નથી પડતો. એટલે બે-ચાર સાગરની સ્થિતિએ ગયા હશે એ પાછા મનુષ્યદશામાં આવશે. ત્યાં પછી ચારિત્ર અંગીકાર કરતા વાર લાગશે નહિ. એકદમ પુરુષાર્થ સહજમાત્રમાં (ઉપડશે). અત્યારે જેટલું કઠણ પડ્યું છે એટલું કઠણ નહિ પડે. કેમકે એટલો અભ્યાસ થઈ ગયો, જ્ઞાનદશાનો એટલો મહાવરો થઈ ગયો.
જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિપ્રસંગથી નિવૃત્ત....” થવું. ઘર ન છોડી શકાય, કુટુંબ ન છોડું, તોપણ ધંધો તો છોડી દેવો. હવે દુકાને બેસવું નથી. “વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.' એમણે જોયું કે કેટલાક મુમુક્ષુજીવો જે પરિચયમાં આવ્યા છે એને ઓળખાણ નથી પડતી. જે બહારનો વ્યાપારીનો, ગૃહસ્થનો વેશ છે અને અમારી પ્રવૃત્તિ જોવે છે તો એને આત્મભાવ થવા માટે, આત્મભાવે પરિણામ એનું પામે એવી જે જ્ઞાનીની દશા જોઈએ, એ દશા એ લોકો જોઈ શકતા નથી. એ વ્યાપાર, વ્યવહારથી મુમુક્ષજીવને દેખાતી નથી. કે એને જે ઉપકારનો હેતુ થવો જોઈએ એ નથી થતો. કોઈ વિશેષ મુમુક્ષુ, વિશેષ પાત્રજીવ ઓળખી કાઢે (એ) બીજી વાત છે. બાકી એ વાત ગળે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૧ સાંબેલુ ઉતારવા જેવી છે. ટીકડીગળવા જેવી વાત નથી. ત્યાગી હોય જ્ઞાની એટલે ઘરસંસાર, વ્યાપાર ન હોય એકલી આત્માના ઉપદેશની, આત્માના સ્વરૂપની વાત કરતા હોય તો એનો વિશ્વાસ આવવો સહેલો પડે છે પણ આત્માના સ્વરૂપની, વીતરાગ સ્વરૂપની અને વીતરાગ માર્ગની વાત કરતા હોય અને રાગ-દ્વેષના કાર્યો કરતા હોય, પ્રવૃત્તિ રાગ-દ્વેષની કરતા હોય, ત્યારે એ જ્ઞાની છે એવો વિશ્વાસ આવવો, એ ઘણી કઠણ વાત છે. એમાં બહુ લાયકાત માગે છે. ઘણી પાત્રતા હોય, ઘણી ઝીણી નજર હોય અને ઘણો સમીપ વાસ હોય, અંગત સહવાસ હોય, એની સમીપમાં, નજીકમાં ગયા હોય, અંતેવાસી થઈને રહ્યા હોય તો એને ખબર પડે કે આ મહાત્મા બીજી રીતે કામ કરે છે, આ ઉદય કોઈ બીજી રીતે કામ કરે છે. એનેને ઉદયને કાંઈ લેવા-દેવા નથી. નહિતર ભ્રાંતિ થયા વગર રહે નહિ, નુકસાન પણ થયા વગર રહે નહિ.
દૂર થવાય તો સારું...” “વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત. દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર કયારેક કયારેક વિશેષ ઉદય પામે છે. અત્યારે આ જે વાત તમને લખી છે એ વાતનો અવાર-નવાર વિચાર આવ્યા કરે છે. વ્યાપારથી નિવૃત્તિ લઈએ, કેટલાક પાત્ર જીવો સમીપમાં છે, પોતાને પણ સત્સંગની ભાવના રહે છે, વિશેષ પ્રકારે કરીને આત્મ સાધન કરવાની ભાવના છે એટલે નિવૃત્તિ અનુકૂળ પડે, બીજાને પણ ઉપકારનો હેતુ થાય. એટલે ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. એ વિચારની જે કાંઈ બહારમાં પરિસ્થિતિ થાયતે ખરી. આ તો એક વિચાર આવે છે, બાકી બહારની પરિસ્થિતિ કોઈ અમારા હાથની વાત નથી. એ જાણીએ છીએ.
આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. અમે નિવૃત્તિ લેવાના છીએ એ પાછા તમે લોકોને કહેતા ફરતા નહિ. નહિતર પાછી અમારે ઘેરાવો વધી જશે. પરિચય વધારવો નથી. નિવૃત્તિ લઈને અમારે કોઈ પરિચય વધારવો છે એ અમારી ઇચ્છા નથી. માહસુદ બીજઉપરતે તરફઆવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ. આ. સ્વ. પ્રણામ.' એ છેલ્લા Paragraph માં એમણે પોતાની ચાલતી આત્મદશાનો ચિતાર રજુ કર્યો છે. બહુ સારો ચિતાર રજુ કર્યો છે. એ પ૬૦મો પત્ર પૂરો થયો.
મુમુક્ષુ-આ બધું શાસ્ત્રમાં ગોતવા જાય તો ક્યાં મળે? પૂજ્ય ભાઈશ્રી - શાસ્ત્રમાં આ ચીજ મળે એવું નથી. સાવ સાચી વાત છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૧૯૭
સિદ્ધાંત મળે પણ ચાલતા ગૃહસ્થ જ્ઞાનીના પરિણામનું શાસ્ત્ર કચાંથી કાઢવું ? આચાર્યોએ જે લખ્યા એ તો નિવૃત્તિમાં રહીને જંગલમાં બેસીને લખ્યા છે. જ્ઞાનીને ઓળખવા અને એની અંતરંગ દશા, એની મૂળદશા સમજાય તો ઓળખાય, એ વાત કાઢવી ક્યાંથી?
એક ન્યાયે તો આ ગ્રંથ મુમુક્ષુ માટે અસાધારણ ઉપકારી છે. આપણે ત્યાં અંગત વાંચન થાય છે. જાહેર વાંચન તો અહીંયાં પહેલુંવહેલું આપણે લીધું છે. જાહેર વાંચન આપણા સમાજમાં આ ગ્રંથનું નથી થતું. પણ મુમુક્ષુ માટે ઘણી ઉપકારી વાતો એમણે માર્ગદર્શનની રીતે પણ લખી છે, આત્મભાવનાની રીતે પણ લખી છે, સત્સંગની અને સત્પુરુષની ઓળખાણ માટેની પણ લખી છે. ઘણો વિષય આવ્યો છે. આપણે તો એનું વર્ગીક૨ણ પણ કર્યું છે. કેટલી જાતનો વિષય એમણે આતર્યો છે ! સંખ્યાબંધ એના વર્ગ પાડી શકાય એટલા બધા એમના લખાણની અંદર વિષયો વ્યક્ત થયા છે.
મુમુક્ષુ :- ‘શ્રીમદ્ રાજચંદ્રજી’ની વ્યવહારની વાતો (વધારે આવે છે), નિશ્ચયની વાતો ઓછી છે.
પૂજ્ય ભાઈશ્રી :– હમણા ચાલી ગઈ એ વ્યવહારની છે કે નિશ્ચયની છે ? શું ચાલી ગઈ ? નિશ્ચયની વાતો ચાલી. વ્યવહારની વાતો વધારે છે, નિશ્ચયની વાતો ઓછી છે, અમે તો રહ્યા નિશ્ચયવાળા. શું કરવું છે ? શું વિચારવું છે ? હજી આપણે ત્યાં પણ બહુભાગ મુમુક્ષુના વ્યવહારના ઠેકાણા નથી. બહુભાગ એવો છે. કેવો ? થોડોક ભાગ બાદ કરતા બહુભાગ એવો છે કે જે લોકોના વ્યવહારના ઠેકાણા નથી. કેટલાકને તો દેવ-ગુરુ-શાસ્ત્રની હજી ખબર નથી પડતી કે આપણે વિરાધના કરીએ છીએ કે શું કરીએ છીએ ? એવી પરિસ્થિતિ ખરાબ છે. અને નિશ્ચયની વાતો કરે અને નિશ્ચયના શાસ્ત્રો વાંચે. શું દશા થાય ? ભૂંડા હાલ થાય, બીજું કાંઈ થાય નહિ.
મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’એ ૧૯૯૩માં ‘સોનગઢ’માં આની ઉ૫૨પ્રવચન કરેલું. પૂજ્ય ભાઈશ્રી :– હા. કરેલા છે ને. છે ને. પૂજ્ય બહેનશ્રી'એ લખ્યું છે ને. ‘સોનગઢ’માં નિવાસ કર્યો ત્યારે સાહેબજી અહીંયાં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વાંચે છે. બહુ સરસ ભાવો નીકળે છે. જુદી જ રીતે આ બધું વંચાય છે અને સમજાય છે. ઘણું લખ્યું છે. એ દિવસોમાં તો ‘ગુરુદેવ’ પોતે પણ ભલામણ કરતા હતા, કે ‘શ્રીમદ્’ વાંચો. મુમુક્ષુ થાવું હોય તો ‘શ્રીમદ્’ વાંચો. હજી મુમુક્ષુતા આવી નથી અને નિશ્ચયનું શાસ્ત્ર વાંચે છે. મુશ્કેલીમાં આવ્યા વગ૨ રહે નહિ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
રાજહૃદય ભાગ–૧૧
પત્રાંક-૫૬૧
મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૫૧ શુભેચ્છા સંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર.
ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે.
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહેતો ઘણાં વર્ષનો ઉપાસેલોવૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે, અને એવી દશાવેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલએ વર્તે છે. એજવિનંતિ.
લિ. રાયચંદના પ્ર.
(પત્રાંક) પ૬ ૧. શુભેચ્છા સંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી ભાવનગર.” ભાવનગરના એક દેરાવાસી સહસ્થ “શ્રીમદ્જીના પરિચયમાં આવ્યા હતા. અને બહુ ધાર્મિક જીવનવાળા હતા. અને ઠીક ઠીક રુચિમાં આવ્યા હતા. એમની સાથે પણ કેટલોક પત્રવ્યવહાર ચાલ્યો છે. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે.” શું કહે છે ? તમારા ચિત્તમાં આત્માના હિતની વિચારની વૃત્તિનું પરિણમન થયું છે. મારે કાંઈક મારું આત્મહિત કરવું છે, એવો કોઈ તમારી વૃત્તિની અંદર પ્રકાર વિચારમાં આવ્યો છે. એવું જાણીને મારા હૃદયમાં આનંદ થયો છે. કેટલો Response આપે છે ! કોઈ એક જીવ જાણ્યો-અજાણ્યો એની સાથે સંબંધ નથી. કોઈ જીવને એવી વૃત્તિ થાય કે મારે હવે મારું આત્મહિત કરવું છે, તો જ્ઞાનીનું હૃદય એ બાજુ ખેંચાય છે. આ એક જ્ઞાનદશાનું સહજ લક્ષણ છે. એનું નામ વાત્સલ્ય છે. લ્યો ખરેખર, આ જ્ઞાનીનું વાત્સલ્ય છે. એના પ્રત્યે એમને પ્રેમ આવે છે. અજાણ્યો હોય તોપણ પ્રેમ આવે છે, કે અરે. આને પોતાનું હિત કરવાની વૃત્તિ થઈ છે! બહુ સારી વાત છે. કેમકે જીવને ભાગ્યે જ એવી વૃત્તિ થઈ છે. ઉપર ઉપરની થઈને છૂટી
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પત્રાંક-પ૬ ૧ ગઈ છે. જો જ્ઞાનીની સમીપમાં એ વૃત્તિ થઈ હોય અને થાય, તો એવૃત્તિ વિશેષ વૃદ્ધિગત થઈને, વર્ધમાન થઈને એ આત્માનું હિત સાધી લે ત્યાં સુધી જીવ પહોંચી જાય. એટલે જ્ઞાની એનો આદર કરે છે. એ વૃત્તિનો જ્ઞાની આદર કરે છે. કેમકે એની એ વૃત્તિ વર્ધમાન થઈ જાય એટલા માટે એનો આદર કરે છે.
વેગ આવે. જેમ ઢાળ હોય તો ઢાળમાં કેમ પાણીના પ્રવાહનોવેગ આવે, એમ એને ઢાળ આપી દે છે. ઢળ, તું આ બાજુ ઢળ. અમે તારો આદર કરીએ છીએ. ભલે તું અમારા કરતા નાનો હોય અને અમે સ્થિતિમાં ઊંચા હોઈએ, તું ભલે નીચો હોય પણ અમારે ઊંચ-નીચનો કોઈ પ્રકાર છે નહિ. અમારે માન-અપમાનનો કોઈ પ્રકારનથી. એ બધું ગયું અમારે. અમે તો તને ઢાળ આપીએ છીએ. તું આ બાજુ ઢળ. એના પરિણામમાં વેગ આવે છે અને એક જીવ પણ જો આત્મકલ્યાણ કરી જાય તો એની કોઈ કિમત થઈ શકે એવી જગતમાં કોઈ ચીજ નથી.
પ૬૧ પત્રમાં એમણે મુમુક્ષની પાત્રતાનો વિષય લીધો છે. કુંવરજીભાઈને જે પહેલી વાત લખી છે એ પાત્રતા માટેની લખી છે, કે “અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં.” તમે તો કુંવરજીભાઈને જોયા હશે? જોયેલાને? તમારી ઉંમરમાં તો જોયા જ હોય ને. “શ્રીમદ્જીના સમકાલીન હતા પણ આ ઉંમરના પ્રમાણમાં તો જોયા હોય ને. સમાજમાં હોય એટલે ખ્યાલ હોય. “અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે...” શું કહે છે? ક્યારેક પણ ધર્મ કરવાની વૃત્તિથી જીવને સંસાર પ્રત્યે નિરસતા આવી હોય, વૈરાગ્ય થયો હોય, કોઈ કારણસર કોઈવાર વૈરાગ્ય થયો હોય, કોઈ વખત ધર્મબુદ્ધિથી પણ વૈરાગ્ય થયો હોય, પણ જ્યારે એ આરંભ પરિગ્રહનો ઉદય હોય, વ્યવસાયનો ઉદય હોય)...કેમકે આ તો ગૃહસ્થ હતા. એટલે પરિગ્રહ પણ હોય અને વ્યવસાય પણ હોય.એ કાર્ય કરતી વખતે નિર્ભય કે અજાગૃત રહે. એ વખતે એની જાગૃતિની જરૂર છે. હું આત્મા છું અને આ સંયોગો માત્ર પૂર્વકર્મનો ખેલ છે. સિવાય બીજું કાંઈ નથી. એથી ન તો આત્માને લાભ છે, ન તો આત્માને નુકસાન છે. એવી જાગૃતિ ન રહે તો ઘણા વર્ષ સુધી એણે જે નિરસતા અને વૈરાગ્ય ઉપાસ્યો હોય, એને ભૂંસાતા વાર ન લાગે. એક જ્યાં નિર્ભયપણે, અજાગૃતપણે રસ આવી ગયો, એટલે ઊડી જતા વાર લાગે નહિ. એ પરિણામને ખલાસ થતા વાર ન લાગે. એ બાજુનિરસપણે કેળવતા વાર લાગે છે પણ એ દશાને ખલાસ કરતા વાર ન લાગે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૧ જેમ બે ટનનો પત્થર. બે હજાર કિલ્લો જેનું વજન હોય, એને એક માળ ઉપર ચઢાવવો હોય તો પાંચ-સાત જણને ભેગા કરવા પડે. પણ દાદરેથી નીચે નાખવો હોય તો એક જણો ધક્કો મારે. ઉપર ચડ્યા પછી, છેલ્લા પગથિયે આવ્યા પછી નીચે પાડવો હોય તો ? એ છ જણની જરૂર પડે ? એક જણ સહેજ હડસેલો મારે તો પથરો આપોઆપ નીચે આવી જાય. એમ જીવને વૃત્તિથી પડતા આ સંસારમાં વાર નથી લાગતી. ચડવામાં એને મહેનત પડે છે અને કઠણ પડે છે એમ કહેવું છે.
શું કહે છે ? અસાર અને ક્લેશરૂપ...' આ આરંભ પરિગ્રહનો પ્રસંગ કેવો છે ? અસા૨ છે. આત્માને જરાય સુખનું કારણ નથી. સાર એટલે સુખ. આત્માને જરાય સુખનું કારણ નથી. તો શું છે ? કે ક્લેશ એટલે દુઃખનું કારણ છે. આકુળતા થાશે. આવશે તો આકુળતા થશે, જાશે તોપણ આકુળતા થશે. સાચવવા માટે પણ આકુળતા જ થવાની છે. ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં.... એ વચ્ચે વસતા જીવ જરાય અજાગૃત રહે અથવા એમ એને થઈ જાય કે હવે મને વાંધો નથી. મને તો ઘણો વૈરાગ્ય છે. હવે મને વાંધો નથી. મેં તો આ છોડ્યું છે... આ છોડ્યું છે... આ છોડ્યું છે... (એમ) નિર્ભય થઈ જાય, અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે,...’ એ વાત ઘડીકમાં થઈ જાય. સેકન્ડોમાં.
એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને...' એ વાત નિશ્ચય છે, નિર્ણય કરેલી છે. એને વારંવા૨ સ્મરણમાં રાખીને નિરુપાય પ્રસંગમાં...’ પોતાને કાંઈ કરવું નથી પણ આવી પડે તો, માથે આવી પડે તો નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે...' ડરતા-ડરતા. ભવભ્રમણથી ડરતા-ડરતા, કર્મબંધનથી ડરતા-ડરતા ‘કંપતા ચિત્તે ન જ છૂટ...' ન છૂટકે પ્રવર્તવું ઘટે છે....’ હાથે કરીને તો ઊભું કરવાની વાત નથી એમ કહે છે. પણ કોઈ પૂર્વકર્મને લઈને આવી પડે તોપણ ડરતા-ડરતા કંપતા ચિત્તે, પોતે છટકવા માગતો હોય તોપણ ન છટકી શકે એવું હોય તો કંપતા ચિત્તે એણે એ કામ કરવું. પછી તીવ્ર રસ કેવી રીતે આવશે ? જે પોતાનું કાર્ય જાણીને જીવ તીવ્ર રસથી કરે છે, તે જો ડરતા-ડરતા, કંપતા ચિત્તે કરે તો એને કેવી રીતે રસ આવવાનો હતો ? તો એનો જે વૈરાગ્ય છે એ જળવાય રહેશે, નિરસપણું છે એ જળવાય રહેશે. નહિતર નિરસપણું ખલાસ થતાં વાર લાગશે નહિ.
‘એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો...' એટલે પ્રત્યેક કાર્યમાં. આ કાર્યમાં વાંધો નથી એમ નહિ. પ્રત્યેક કાર્યમાં. ‘કાર્યે કાર્યો...’ એટલે આપણે દૃષ્ટાંત લઈએ છીએ કે ભાઈ ! રોજ જમવા બેસવાનું થાય છે. રોજ જેટલી વાર જમે એટલી વાર. કાર્યે કાર્યો.
Page #218
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૧
૨૦૧ દરેક કાર્યમાં, દરેક ઉદયમાં કાર્યો કાર્યે, ક્ષણે ક્ષણે... પ્રતિક્ષણે. જાગૃતિ કોને કહે ?
અને પ્રસંગે પ્રસંગે.... જે ઉદય આવે એ પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે. મુમુક્ષતા જ રહે નહિ. જો એને જાગૃતિ ન હોય તો મુમુક્ષતા રહે નહિ. અથવા જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષતા છે. મુમુક્ષુ નામે કોઈ મુમુક્ષુતા નથી. આ મુમુક્ષુ છે, ભાઈ !મંદિર આવે છે, સાંભળવા આવે છે, દર્શન કરવા આવે છે માટે મુમુક્ષુ છે, સાંભળવા બેસે છે માટે મુમુક્ષુ છે, ઘરે શાસ્ત્ર વાંચે છે માટે મુમુક્ષુ છે, દયા-દાન કરે છે માટે મુમુક્ષુ છે, ફાળો નોંધાવે છે માટે મુમુક્ષુ છે, એવું નથી. જેટલી અંદરમાં જાગૃતિ રાખે એટલી મુમુક્ષતા છે. ન રાખે તો મુમુક્ષુ નથી. આંક બાંધ્યો છે. મુમુક્ષુપણાનો આ આંક બાંધ્યો છે. પોતાને માપી લેવું.
એવો લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહિ. જાવ. એને અમે મુમુક્ષુ કહેતા જ નથી. નામ પાડ્યું હોય ભલે. ગમે તે નામ પાડ્યું હોય, એ બારદાનનું નામ છે, અંદરમાં માલ નથી. ખાંડનો કોથળો હોય અને કરિયાતું ભર્યું હોય, એથી કાંઈ કરિયાતુ સાકર થાય નહિ. મુમુક્ષતા જ સંભવે નહિ.
મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે.’ લ્યો. શું કહે છે? મુમુક્ષતા સંબંધમાં મારા ચિત્તમાં, મારા અભિપ્રાયમાં તો આ મુખ્ય વિચાર છે કે મુમુક્ષુ છે પણ એ પોતાના જીવનમાં, કાર્યમાં, ઉદયમાં જાગૃત છે? કે મને રસ કેટલો આવે છે? આ હું મારા આત્મલાભનું કામ કરું છું કે આત્માના નુકસાનનું કામ કરું છું? શું કરું છું? જાગૃતિ કાંઈ છે કે નહિ? કે નિર્ભય થઈને, બેદરકાર થઈને, અજાગૃત દશાએ વર્તે છે? એ મુમુક્ષુતા છે નહિ બહુ સરસ વાત કરી છે. | મુમુક્ષતાના સંબંધમાં બહુ સુંદર વાત આ જગ્યાએ કુંવરજીભાઈના પત્રમાં કરી છે. એ એટલા માટે કરી છે કે એ જીવ મુમુક્ષતામાં આવ્યો છે. એને પોતાને એમ લાગ્યું છે કે આ સંસારમાં કાંઈક મારે આત્મહિત કરવા જેવું છે. ઠીક છે આ બધું ગોઠવાય ગયું છે. કુટુંબ-કબીલા, બીજા-ત્રીજા, આ બધું, પણ મારા આત્માનું શું? આયુષ્ય તો મર્યાદિત છે. ક્યારે આંખ મીંચાશે કાંઈ ખબર પડશે નહિ. આત્માનું શું? મારે કાંઈક આત્માનું હિત કરી લેવું જોઈએ.
એને એમ કહે છે કે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે અને પ્રસંગે....” આત્મહિતની જાગૃતિ એ રૂપ લક્ષ જેને કહેવાય, કેમકે હજી સ્વરૂપલક્ષ થયું નથી, તો લક્ષ તો કાંઈક હોવું જોઈએ. લક્ષ વિનાનો આત્મા નથી. જો આત્મહિતનું લક્ષ ન હોય,
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૧ તો ધ્યેયશૂન્ય એવી વૃત્તિએ ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા કરે એ ધ્યેયશૂન્ય વૃત્તિથી કરે છે. એને અનાદિથી સંસારનું લક્ષ પડવું જ છે. એ તો ફેરફાર થયો નથી. એને આત્મહિત થવાનો કોઈ અવસર આવતો નથી. થોડા શુભકર્મ બાંધશે. ફળ આવશે તો અશુભ ઝાઝું બાંધશે અને દુર્ગતિમાં કયાંયનો કયાંય ચાલ્યો જાશે. આ પરિસ્થિતિ છે.
એટલે “મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલએ વર્તે છે. એ જવિનંતિ. એક પોસ્ટકાર્ડ લખ્યું છે. જો ખરેખર મુમુક્ષુતા આવી હોય તો જીવ વિચાર કરતો થઈ જાય એવું છે કે આ ક્ષણથી હવે ગમે તે કાર્યમાં, ગમે તે પ્રસંગમાં ક્ષણે ક્ષણે મારે જાગૃત રહેવું છે. મારા હિત-અહિતના વિષયમાં હવે અજાગૃત દશામાં કે નિર્ભય થઈને વર્તી શકાય નહિ. આટલો મોટો ફેર પડે છે. આ સત્સમાગમનો શું ફેર છે એ આ વાત છે. અહીં સુધી રાખીએ.
દેખો! ચૈતન્યનો ચમત્કાર!સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમપ્રવાહવર્ધમાન થવાથી. આત્મકલ્યાણભૂત એવું આગમોનું રહસ્ય સમજાય છે, અને તેની પ્રાપ્તિ થાય છે. આગમના અભ્યાસ વિના થતી આ લબ્ધિ છે. તેવી જ રીતે કેવળજ્ઞાનની લબ્ધિનિષ્કપ ગંભીર ધ્રુવ સ્વભાવના આશ્રયે ઊડે ઊંડે ઉતરતા ઉતરતા – હોય છે. પરિણામોનું નિર્મલ–ઉક્તલબ્ધિઓનું કારણ છે.
(અનુભવ સંજીવની-૧૩૬૫)
Page #220
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૨૦૩
તા. ૨૦-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૦ થી પ૬૫
પ્રવચન નં. ૨૫૬
મુમુક્ષુ – પ૬૦નો છેલ્લો પેરેગ્રાફ. પૂજ્ય ભાઈશ્રી:- છેલ્લો પેરેગ્રાફ. પ૬૦.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-પ૬૦, પાનું-૪૪૮.
“જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય. આટલું જ્ઞાનીના બાહ્ય પ્રવૃત્તિના વિષયમાં કહે છે. આત્મા બંધાય જાય, આખો આત્મા રોકાય જાય એવી રીતે સંસારની પ્રવૃત્તિ જ્ઞાની કરતા નથી. એવા પરિણામ એમને હોય નહિ, એમ કહે છે. એવા પરિણામ એમને થાય નહિ. પણ પ્રારબ્ધપ્રતિબંધપણે...” પૂર્વકર્મનો ઉદય છે એને કારણે પ્રવર્તીએ છીએ. વર્તમાનમાં લાભ-નુકસાનના કારણ જોઈને પ્રવૃત્તિ નથી. એ પ્રવૃત્તિ કરવી પડે છે. કરવાના ઉત્સાહથી અને કરવાના રસથી પોતાનો લાભ જાણીને કરતા નથી. મુખ્ય વાત તો એ છે કે એમાં પોતાનું છે એમ જણાતું નથી. આવી પડ્યું છે. નિભાવ્યા વિના છૂટકો નથી. એટલે અરુચિ પરિણામે પણ પ્રવૃત્તિ કરી લઈએ છીએ.
મુમુક્ષુ – જ્ઞાનીને એવા પરિણામ થતા નથી. જ્ઞાનીએ શું કર્યું કે એવા પરિણામ નથી થતાં?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીને એક તો એને ભિન્ન જાણ્યું, નિરર્થક જાણ્યું. પ્રતિબંધ તો ત્યારે થાય કે એનું કાંઈ સાર્થકપણું દેખાય તો પણ એ પ્રવૃત્તિ આત્મા માટે નિરર્થક દેખાય છે. એ પ્રવૃત્તિ કરતા ન તો આત્માને સુખ થાય છે, શાંતિ થાય છે, લાભ થાય છે અથવા કરવા યોગ્ય લાગે છે અને કરે છે એવું કાંઈ નથી. કર્તવ્ય જાણીને એ તો કરતા નથી. એમ જણાય છે. એવું જ્ઞાન વર્તે છે.
મુમુક્ષુ-મુમુક્ષુદશામાં શું કર્યું હશે ?
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુદશામાં એવું પરિણમવા માટેનો પુરુષાર્થ ચાલુ કર્યો. એવું જ પરિણમન થાય, એના માટે પુરુષાર્થ ચાલુ કર્યો હતો, પ્રયાસ કર્યો હતો. પ્રયાસની દશા તે મુમુક્ષતા છે. પ્રયાસનું સફળપણું છે તે જ્ઞાનદશા છે. રીત તો એકની
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૧ એક છે. રીત કાંઈ બદલવાનો પ્રશ્ન રહેતો નથી. જે રીતે મુમુક્ષુની ભૂમિકામાં પ્રયાસ કર્યો હતો, પુરુષાર્થ શરૂ કર્યો હતો, એ પુરુષાર્થ સફળ થઈ ગયો ત્યારે સહજપણે ઉદયમાં પ્રવર્તતા પણ એમને આત્મીયતા થતી નથી, લિનતા થતી નથી, તન્મયતા થતી નથી. કેમકે પોતાનું છે એવું ભાસતું નથી, પોતાપણું દેખાતું નથી.
મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકામાં પણ આવો પુરુષાર્થથઈ શકે ખરો.
પૂજ્ય ભાઈશ્રી:-મુમુક્ષની ભૂમિકામાં એવો પુરુષાર્થન કરે તો જ્ઞાનદશા ક્યાંથી ઉત્પન્ન થાય? કાંઈ શાસ્ત્ર વાંચતા-વાંચતા જ્ઞાનદશા થઈ જાય, સાંભળતા-સાંભળતા જ્ઞાનદશા થઈ જાય એવું તો કાંઈ નથી. પુરુષાર્થ કરતાં જ્ઞાનદશા થાય છે.
મુમુક્ષુ -મુમુક્ષુનું કર્તવ્ય આ થઈ ગયું?
પૂજ્ય ભાઈશ્રી - આ કર્તવ્ય છે કે પોતાથી જે ભિન્ન છે એને ભિન્ન જાણે, નિરર્થક છે એને નિરર્થક જાણે પોતાનું નથી એને પોતાનું ન જાણે. અને પોતાનું નથી એને પોતાનું જાણે એ જ એનો સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. સંસાર કોઈ સામેની ચીજ નથી. જેને પોતાનું જાણે છે એ ચીજ સંસાર નથી. પોતાનું જાણવું તે સંસાર છે. દેહ મારો, મારું ઘર, આ બધા મારા. મારા... મારા... એ સંસાર છે. જેમાં પોતે નથી અથવા જેમાં પોતાનું અસ્તિત્વ નથી, હયાતી નથી, ત્યાં પોતાપણું મિથ્યાભાવે અનુભવ કરે છે. છે નહિ છતાં ખોટો અનુભવ કરે છે, જૂઠો અનુભવ કરે છે. એ જ સંસાર છે.
મુમુક્ષુ –ખરેખરતો મુમુક્ષનું કર્તવ્ય આ જ છે, બીજું કોઈ કર્તવ્ય નથી.
પૂજ્ય ભાઈશ્રી :- આ જ કર્તવ્ય છે. જે જ્ઞાની કરે છે એ જ મુમુક્ષુને કરવા યોગ્ય છે, એ જમાર્ગને અનુસરવા યોગ્ય છે. અને તો જ જ્ઞાનદશા પ્રાપ્ત થાય. એવી પ્રવૃત્તિમાં એ પ્રકારે વર્તતા હોય તોપણ જ્ઞાનીને એ પ્રવૃત્તિ અર્થે નિવર્તવારૂપ પરિણામને પામે, એ પ્રવૃત્તિથી પણ છૂટવારૂપ પરિણામને પામે એવું ફળ આવે એટલે એ સંક્ષેપ કરતા જાય.
જ્યાં છૂટવાનો મોકો મળે ત્યાં એ હાથે કરીને અવળાઈ નહિ, સામે ચાલીને. એવી જ્ઞાનીની છૂટવાની રીત હોય છે. એમને તો સર્વસંગથી છૂટવું છે ને ? તો પછી જેટલું છૂટાય એટલું છૂટે જેટલો પરપરિચય અને પ્રસંગ ટાળી શકાય, ટાળવા યોગ્ય લાગે અને પોતે એમાં જોડાવાની તો અનિચ્છા છે એટલે સહેજે એને ટળે છે. બહુભાગ તો જીવ શું કરે છે કે પોતે હાથે કરીને જોડાય છે, પોતે રસ લે છે, પોતે ચીકણા પરિણામ કરે છે અને ઉદય હોય એનાથી વધારે પરિણામમાં મૂકે છે. એવી લગભગ પરિસ્થિતિ જોવામાં આવે છે. ત્યારે આ સંક્ષેપ કરે છે. પાછા વળે છે, પાછા હટે છે. એવી જ્ઞાનીની રીત હોય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૨૦૫
મુમુક્ષુ :- મુમુક્ષુને પણ આ રીતે જ ચાલવું જોઈએ.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ રીતે જ ચાલવું જોઈએ. મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ. એને જ્ઞાની કરે એનાથી બીજી રીતે કરે તો શું ફાયદો છે ? એ તો એનો માર્ગ ચાતરવા જેવી વાત છે, માર્ગ બદલવા જેવી વાત છે. એ સ્વચ્છંદ છે બીજું કાંઈ નથી. જ્ઞાનીના માર્ગે ચાલે તો સ્વચ્છંદ નથી અને પોતાની કલ્પનાએ ચાલે તો સ્વચ્છંદ છે. એ સ્પષ્ટ વાત છે.
જ્ઞાનીની સામાન્યપણે બધા જ જ્ઞાનીની આવી રીત હોય છે એમ કહે છે. અને એવી રીતનો આશ્રય કરતાં એટલે એવી રીતે પ્રવર્તતા હાલ ત્રણ વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે.' ત્રણ વર્ષથી મુંબઈમાં ધંધાર્થે રહેવાનું થયું છે ત્યારે એ જ અંતરંગમાં પુરુષાર્થ ચાલુ રાખીને બાહ્ય પ્રવૃત્તિમાં પણ પ્રતિબંધ ન થાય એવી રીતે વર્ત્યા છે, એમ જ કર્યું છે.
....
‘અને તેમાં જરૂર...’ અને એમ વર્તતાં ‘તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે.’ ઉદયમાં એવા પ્રસંગો પણ આવ્યા છે, કે જેમાં આત્મદશાથી ચ્યુતિ થઈ જાય. ‘તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે.' અને એમાં પણ જેટલો પુરુષાર્થ હતો એ પુરુષાર્થ અનુસાર સમપરિણામથી વેદ્યો છે. ચારિત્રમોહના કેટલાક વિષમ પરિણામ થયા છે પણ આખો આત્મા પ્રતિબંધમાં આવી જાય એવી રીતે વર્ચ્યા નથી. જેટલું બની શકે એટલું અમારા પુરુષાર્થથી ભિન્નપણું રાખ્યું છે. સમ્યક્ પ્રકારે વેદ્યો છે. ઇષ્ટ-અનિષ્ટપણાનો ત્યાગ કરીને અનુભવ કર્યો છે. ઇષ્ટ-અનિષ્ટપણું જોયું નથી, જાણ્યું નથી, માન્યું પણ નથી.
જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કરે છે;...’ અને એ પ્રવૃત્તિના કાળમાં પ્રવૃત્તિની અરુચિ હોવાને લીધે તમામ પ્રકારના પ્રસંગથી કોઈપણ રીતે નિવૃત્તિ થઈ જાય તો સારું તેમ લાગ્યા કર્યું છે. સૂઝ્યું છે એટલે એવું લાગ્યા કર્યું છે, કે આ પ્રવૃત્તિ કાંઈ અમને સારી તો લાગતી નથી, જરૂરી પણ નથી, ઇચ્છતા પણ નથી, તો આથી નિવૃત્ત થવાય તો સારું. એમ લાગ્યા કર્યું છે.
"
તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે... પ્રવૃત્તિના કાળમાં પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ, એવી દશા જો અમને ઉદય થાય, એટલો પુરુષાર્થ વધી જાય ‘તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય...’ એ ‘સોગાનીજી’ના પત્રમાં આવે છે. બલવાન કો સબ સાથ દેતે હૈં.’ એટલે શું ? જો આત્મા તીવ્ર પુરુષાર્થ કરે, આત્મા અત્યંત બળવાન પુરુષાર્થ કરે, તો કર્મના ૫૨માણુ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૧ પણ ભાગવા મંડે, નિર્જરી જાય, છૂટવા માંડે અને બાહ્ય જે પ્રતિબંધક ઉદય છે, પ્રસંગો છે, એ પ્રસંગો પણ આપોઆપ રસ્તો કરી દે. કર્મ અને નોકર્મના બંને પરમાણુઓ એને મદદ કરે. પુરુષાર્થવાનને, બળવાનને એ જાણે કે મદદ કરે છે. એને અનુકૂળ થઈ જાય છે. બાહ્ય નિવૃત્તિમાં એને એ સાથ આપે છે, એમ કહેવું છે. અહીંયાં એ સિદ્ધાંત છે.
સર્વસંગનિવૃત્તિએ જેદશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય... વિશેષ કર્મનિર્જરી જાય. એમ જાણીએ એવો ખ્યાલ છે, એ અમારા જાણવામાં છે. એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. એટલે પુરુષાર્થ પૂરી શક્તિથી અમે ચાલુ રાખેલો છે. પ્રવૃત્તિ કરતાં કરતાં પણ પૂરી શક્તિથી અમારા પુરુષાર્થમાં અમે રહ્યા છીએ,પ્રવર્યા છીએ અને જેટલું થઈ શકે એટલું કર્યું છે. "પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી. એટલે કે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ...” આ પ્રસંગથી એટલે વ્યાપારના પ્રસંગથી. કુટુંબ હજી ન છૂટે તો. પણ વેપારથી તો દૂર થવાય તો તો સારું. વેપારની પ્રવૃત્તિ તો જરાપણ (ઇચ્છતા નથી). કેમકે એમાં તો પોતાને સતત પ્રવૃત્તિ કરવી પડે છે. કુટુંબના કાર્યનો એટલો બોજો ન આવે કેમકે એ કામ વહેંચાય જાય છે. જ્યારે અહીંયાં એમના ઉપર કામનો બોજો ઘણો
હતો.
કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. મુમુક્ષુજીવને આત્મભાવે પરિણામ પામે એવી અંતર-બાહ્ય દશા જ્ઞાનીની હોવી ઘટે છે. અંતરની દશા વીતરાગતાની હોય, ઉદાસીનતાની હોય, બહારની દશા પ્રવૃત્તિની અને આસક્તિની દેખાતી હોય. અંતરબાહ્ય દશામાં વિરોધાભાસી પ્રકાર હોય તો એ વેપાર-વ્યવહારથી મુમુક્ષુને એ વાત અનુકૂળ નથી. બીજા મુમુક્ષુઓને એ પ્રકાર અનુકૂળ નથી.
મુમુક્ષુ આ મુમુક્ષુપ્રત્યેની કરુણા છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુપ્રત્યે કરુણા છે. એમને ખ્યાલ છે કે ઘણા મુમુક્ષુઓ અમારા પરિચયમાં આવ્યા છે. તો કોઈને પણ જાણે અજાણ્યે નુકસાન ન થઈ જાય, જાણ્યે અજાણ્યું પણ કોઈને નુકસાન ન થઈ જાય એટલી સાવધાની રાખી છે. પોતે પણ ઇચ્છે છે. પોતાને માટે પણ એ વધારે અનુકૂળ છે અને બીજાને માટે પણ અનુકૂળ છે. મોક્ષમાર્ગ તો સ્વપર હિતકારી છે. અંતર-બાહ્ય જે મોક્ષનો માર્ગ છે એ પોતાના આત્માને પણ હિતકારી છે અને બીજા જીવોને પણ એ હિતમાં જ નિમિત્ત પડે એવો પ્રકાર છે. એટલે પોતાના આત્માર્થે પણ એ નિવૃત્તિ લેવા ચાહે છે, બીજા જે પરિચયમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૦
૨૦૭ આવ્યા છે એવા મુમુક્ષુજીવોને પણ એ ઉપકારનો હેતુ થાય એવો એ વિચાર કરે છે.
- આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. આ પ્રકારનો વિચાર છે એ હમણા હમણા વધારે આવે છે. પહેલા આવતો હતો એના કરતા હમણા વધારે વિચાર આવે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું.’ હવે એનો કાંઈ નિવેડો આવે તે ખરો. કેમકે એ કાંઈ હાથની વાત નથી. અમારી જે અંતર પરિણતિ છે એ તો જે છે ઈ છે. બહારમાં પરિણામ તો આવે તે ખરું. આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. અમે નિવૃત્તિ લેવાના છીએ એ પણ તમે લોકોમાં પ્રચાર ન કરશો. કેમકે અમે નિવૃત્તિ લઈએ અને પછી બધા પાછા નવી શુભયોગની પ્રવૃત્તિમાં જોડે એ પણ અમે બહુઇચ્છતા નથી.
મુમુક્ષુ - કેવું સંતુલન છે! એક બાજુ કરુણાથી આ કામ કરવા ઇચ્છે છે અને બીજી બાજુ
પૂજ્ય ભાઈશ્રી -મર્યાદા ન રાખે તો તો ઉલઝીને જાય બહારમાં. હવે એ પ્રસિદ્ધ જોવામાં આવે છે કે જ્ઞાનદશા વિના કોઈ જીવ એવી રીતે બીજા જીવોના હિત માટે એકાંતે પ્રવૃત્તિ કરે છે, ત્યારે એ પ્રવૃત્તિમાં કોઈ Balance રહેતું નથી, કોઈ સુવ્યવસ્થા રહેતી નથી અને પરિણામે એ પોતાના આત્માને પણ નુકસાન કરે છે, બીજા જીવોને પણ નિમિત્તપણે નુકસાનનું જ નિમિત્ત થાય છે. આ પરિસ્થિતિ થઈ જાય છે. જ્ઞાનીની એ પરિસ્થિતિ હોતી નથી.
મુમુક્ષુ-અલૌકિક સંતુલન છે.
પૂજ્ય ભાઈશ્રી – એ સમાજની વચમાં આવે તો પણ સમાજથી અલિપ્ત રહીને આવે એવી જ્ઞાનીની રીત હોય છે. કદાચ સમાજની વચમાં આવે, માર્ગનો ઉદ્યોત કરવાની એમને, શાસનનો ઉદ્યોત કરવાનો વિકલ્પ આવે એવો પોતાનો જ્ઞાનપ્રભાવ હોય, એવો પોતાનો અંતર-બાહ્ય વ્યક્તિત્વનો પ્રકાર હોય અને એવો વિકલ્પ આવે. બીજા એવા જિજ્ઞાસુ હોય અને મુમુક્ષને પાત્ર જીવો પણ નજીકમાં થઈ જાય. એવો બધો સુયોગ જોવે તો, હોં ! એ પ્રવૃત્તિમાં કદાચ આવે તોપણ અલિપ્ત રહીને આવે. એ એમની અંતરંગ વિશિષ્ટતા છે કે અલ્પિત રહીને આવે.
આપણે કાલે એક પત્ર વાંચ્યો એમાં ઘણી વાત કરી છે. શાસન ચલાવવાના વિકલ્પ સંબંધીનો વિચાર કર્યો છે તો કેટલો જબરજસ્ત વિવેક કર્યો છે! ઘણો વિવેક કર્યો છે. અસાધારણ વિચાર ચાલ્યા છે એમ કહેવું જોઈએ.
મુમુક્ષુ –ચારે તરફથી...
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
રાજહદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી - ચારે પડખા એટલા સમ્યફ, એટલા ચોખા, એટલા નિર્દોષ. શાસન ચલાવે તો સેંકડો જીવોને, અનેક અનેક જીવોને હિતનું જ કારણ થાય. એવી એમની વિચારસરણી છે. પરિણામ એ આવ્યું નથી પણ વિચારસરણી એ પ્રકારની છે એ સ્પષ્ટ વાત છે.
પ૬ ૧મો પત્ર છે કુંવરજી આણંદજી ભાવનગરના મુમુક્ષુપ્રત્યેનો છે.
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં. કેવા આરંભ પરિગ્રહનું કાર્ય છે ? અસાર છે એમાં કાંઈ માલ નથી. આત્માને સુખી થવાનું એ કોઈ કારણ નથી. ભલે ગમે તેટલી સંપત્તિ અને પરિગ્રહ વધી જાય તો એમાંથી કાંઈ આત્માની અંદર સુખ આવે એ કોઈ પરિસ્થિતિ નથી. ઊલટાનું આટલું મારે છે. આ બધું મારે છે, એવા મમત્વના રસવાળા પરિણામ જીવને બેચેની ઉત્પન્ન કર્યા વગર રહે નહિ. નિયમબદ્ધપણે એમાંથી આકુળતા, અશાંતિ ઉત્પન્ન થાય, થાયને થાય જ.
મુમુક્ષુ – આ આરંભ અને પરિગ્રહને અસાર અને ક્લેશરૂપ કીધો. તો કેવી રીતે નિશ્ચય કરવો કે આ ક્લેશરૂપ છે અને અસારપણું છે?
પૂજ્ય ભાઈશ્રી -સુખ નથી આવતું. શેમાંથી સુખ આવે છે ? કહો. આ કપડું દસ રૂપિયે વાર હોય કે સો રૂપિયે વાર હોય. એક એક વાત લઈએ. આ બધું પરિગ્રહમાં જ આવે છેને?કે આ દસ રૂપિયાનું વાર હોય કે સો રૂપિયાનું વાર હોય એમાંથી સુખ આવે કે ન આવે? ન આવે. સો રૂપિયાવાળું હોય તો પહેરનારને સુખમાં, શાંતિમાં દસ ગણો ફાયદો થાય કે ન થાય? મેં બહું સારું પહેર્યું છે. એમાં ઉપાધિભાવની પરિણતિ જાય નહિ. મેં આ બહુ સારું કપડું પહેર્યું છે. ઘણું સુંદર અને સરસ અને મોંઘુ અને કિંમતી પહેર્યું છે એની જે પરિણતિ થઈ ગઈ ને? બીજા કામ કરે અને વાતચીત કરે તો પણ એની અંદર ઝલક આવ્યા વગર રહે નહિ. લોકો મને જોવે છે કે નહિ ? આવું ઊંચું પહેર્યું છે, આવું સારું પહેર્યું છે એ બીજાના ધ્યાનમાં આવે છે કે નહિ? એવી ઉપાધિની Line ચાલુ થઈ જાય તો એમાં શું સાર કાઢ્યો ? ક્લેશ વધાર્યો, અશાંતિ વધારી. ક્લેશ એટલે અશાંતિ. સાર શું કાઢ્યો ? કાંઈ સુખ મળ્યું? ઊલટાનો ક્લેશ થયો. જીવને અશાંતિ થઈ છે, શાંતિ થઈ નથી.
મુમુક્ષુ –જેટલા એવા પ્રસંગો હોય એ બધામાં પૂજ્ય ભાઈશ્રી:- નાનામાં નાના પ્રસંગથી માંડીને મોટામાં મોટા બધા પ્રસંગમાં એક જ કાયદો છે, એક જ રીત છે, કે જીવને સુખ-શાંતિ ક્યાંથી અને કેવી રીતે ? એનો હિસાબ-કિતાબ પહેલો કરવો. એ વિચારવું.
Page #226
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૬૦.
૨૦૯ મુમુક્ષુ-મુમુક્ષુને શરૂઆત ત્યાંથી કરવી ?
પૂજ્ય ભાઈશ્રી:-પ્રસંગે પ્રસંગે. એ તો કહેશે, કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે...” આવી જાગૃતિની દશાનો અનુભવ કર્યા વિના કોઈ રીતે મુમુક્ષતા પણ સંભવિત નથી. જ્ઞાનદશાની વાત તો આવી રહી ગઈ. મુમુક્ષતા પણ નથી એમ કહે છે. અને એ પ્રવૃત્તિમાં સાંસારિક કાર્યમાં વસતાં. અથવા પ્રવૃત્તિ કરતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે. નિર્ભય એટલે શું?મને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. મને શું વાંધો છે? હું તો સુખી છું, હું કાંઈ દુઃખી નથી. જમવાના સમયે ભોજન મળી જાય, સુવાના સમયે આરામ મળી જાય છે. બાકી બધી અનુકૂળતાઓ છે. કાંઈ તકલીફ દેખાતી નથી. માટે નિર્ભયપણું છે. અથવા હું બંધાઉં છું કે નથી બંધાતો એ વિષયમાં મારું હિત થાય છે કે અહિત થાય છે? એ વિષયમાં “અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય...” મુમુક્ષની ભૂમિકામાં ઘણા વર્ષ સુધી જે વૈરાગ્ય ઉપાસેલો હોય, એ કોઈ એકાદપ્રસંગમાં તીવ્ર પ્રવૃત્તિ કરી લે (એટલે વૈરાગ્યનું) ધોવાણ થઈ જાય. વર્ષો સુધી (ઉપાસેલો વૈરાગ્ય છે એ) ધોવાઈ જતા વાર લાગે નહિ.
મુમુક્ષુ - ઘણાં પ્રસંગથી વૈરાગ્યમાં પરિણામ આવે...
પૂજ્ય ભાઈશ્રી:-હા, માંડમાંડતો આવ્યો હોય, પાછો ઉદયમાં ક્યાંક ક્યાંક રસ આવી જાય એટલે ત્યાં એને તીવ્રરસ, રાગરસના પરિણામ થાય છે. એ વૈરાગ્ય ઉપાસેલોવૈરાગ્ય... આગળની બધી મહેનત ખલાસ.
એવો નિત્ય પ્રત્યે નિશ્ચય...” એવો નિશ્ચય રાખવો. નિત્ય પ્રત્યે એને સંભારવો, સ્મરણમાં રાખવો. એ વાત લક્ષમાંથી છૂટવી જોઈએ નહિ. એમ એ લક્ષમાં રાખીને નિરૂપાયપ્રસંગમાં. જે પ્રસંગમાં ઉપાય ન હોય. પ્રસંગમાં પ્રવૃત્તિ કર્યા વિના ઉપાયન હોય, ચાલે એવું ન હોય. તો કંપતા ચિત્તે. નિર્ભય થઈને નહિ પણ બીતા બીતા. ભવભ્રમણથી ભય પામતા પામતા “ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે.... ચાલતું નથી એટલે કરવું પડે છે. આ... ગયા કે રહ્યા એ મુખ્ય કામ કરે છે કે નથી કરતા એ નથી, પ્રવૃત્તિ કરે છે કે નિવૃત્તિ લે છે એ નથી, પણ એનો રસ કેટલો છે એના ઉપર બધો આધાર છે. એ વિષય સમજવાનો છે. મુમુક્ષુને જે સમજણમાં લેવાની વાત છે એ કે પોતે કેટલો રસ લે છે. એ જગ્યાએ એ પોતે હોય તો કેટલો રસ લે. આખી દુનિયા ભૂલી જાય. અને જે પ્રસંગ એવો ઊભો થયો એમાં ટીંગાઈ જાય. આખે આખા એમાં ટીંગાઈ જાય. જ્યારે જ્ઞાની છે એ ભિન્ન રહીને પ્રવર્તે છે, જુદા રહીને પ્રવર્તે છે, છૂટા રહીને પ્રવર્તે છે.
એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્યે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુતા રહેવી દુર્લભ છે;”મુમુક્ષતા જ નહિ રહે એમ કહે છે. અને એવી દશા વેદ્યા વિના....” એવી હદે જાગૃત રહ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં.” એ નામમાત્ર મુમુક્ષુ કહેવાય, વાતમાં કાંઈ માલ નથી. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. મુમુક્ષુ માટે મારા ચિત્તમાં તો મુખ્ય આવો અભિપ્રાય છે કે એની જાગૃતિ ઘણી હોવી જોઈએ. જો એ જાગૃત હોય તો જ બચી શકે નહિતર બીજા સંસારી જીવોમાં અને આ મુમુક્ષુમાં કાંઈ ફેર રહેતો નથી.
મુમુક્ષુ -મુમુક્ષુ જીવોની ભૂમિકા કેવી હોય એનો સ્પષ્ટ.
પૂજ્ય ભાઈશ્રી :- સ્પષ્ટ વાત છે. મુમુક્ષુનો ચિતાર તો એકદમ સ્પષ્ટ લીધો છે. કેમકે બધા સંસારી પ્રવૃત્તિમાં તો ઊભા જ છે. કુટુંબમાં છે, બીજી વ્યવસાય પ્રવૃત્તિ લૌકિકની છે. એ બધામાં એ કેટલો જાગૃત છે? આત્મહિતાર્થે એ કેટલો જાગૃત છે ? એના ઉપર જ એની મુમુક્ષતાનો આંક છે. બાકી મુમુક્ષુ પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, દયા-દાન કરે માટે મુમુક્ષુ છે. એવું મુમુક્ષુપણું જ્ઞાનીની દૃષ્ટિમાં નથી.
મુમુક્ષુ -જાગૃતિ મુમુક્ષનું લક્ષણ છે. પૂજ્ય ભાઈશ્રી-અંતર જાગૃતિ એ મુમુક્ષુતાનું લક્ષણ છે. અને એ.
પત્રાંક-૫૬૨
મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧ જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે, જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છનહીં, એટલું ભિનપણું જ્ઞાનીને વિષે હોય,એમમોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે.
જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી.” જુઓ ! આનછૂટકે એનો અર્થ આ છે. જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે..... ભોગવવું પડે છે. લ્યો, આ માંદગી આવી. શરીરમાં રોગ શરૂ થઈ જાય તો એ રોગીષ્ટ અવસ્થા ભોગવવી પડે એમાં કાંઈ બીજો ઉપાય છે? ચાલે ખરું? એ સ્વતંત્ર પરમાણુ વિકૃત થયા છે. શરીરમાં વિકૃતિ આવી એ સ્વતંત્ર પરમાણનું કાર્ય છે. પણ જ્ઞાની સમ્યક પ્રકારે એમને દુઃખનું કારણ નથી, મને અશાંતિનું કારણ નથી, નુકસાનનું કારણ નથી, એમ જાણીને માત્ર મારા જ્ઞાનનું શેય છે એમ જાણીને એને સમ્યફ પ્રકારે વેદે છે. મારું શરીર છે એમ જાણીને વેદતા નથી. મારો પ્રસંગ છે, મારો ઉદય છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પત્રાંક-૫૬૩ શરીરનો ઉદય તે મારો ઉદય છે એમ જાણીને વેદતા નથી. આ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ જાણીને વેદે છે. પૂર્વકર્મ કોઈ એવું છે જેને કારણે આ ફેરફાર દેખાય છે. જે હોય તે, ભલે એ કર્મ ઉદયમાં આવી જાય. એ ઉદયમાં આવે તો અમને નુકસાન નથી કે અમને લાભ પણ નથી. ન તો શાંતિનું કારણ છે, ન તો અશાંતિનું કારણ છે. એમાંથી સુખ પણ આવતું નથી અને એમાંથી દુઃખ પણ આવતું નથી. મારાપણું કરતા દુઃખ છે અને ક્લેશ છે. એટલી વાત ચોક્કસ છે.
જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં. એ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી આત્માર્થ છોડવા ઇચ્છે નહિ. રાગી, દ્વેષી થઈને ઈષ્ટ-અનિષ્ટપણે જાણીને, પરિણમે નહિ. એટલું ભિનપણું જ્ઞાનીને વિષે હોય,...” આવું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે. પરમસત્ય છે. મહાપુરુષોને માથે નાખ્યું. જ્ઞાની પણ કેવી રીતે વિચારે છે ! કે હું તો પામર છું. મારા કરતાં તો ઘણા મહાપુરુષો, મહાન વિભૂતિઓ થઈ ગયા એમણે આ વાત કરી છે. ભલે પોતાને વર્તે છે, પોતે એ માર્ગની અંદરવર્તે છે તોપણ એ મોટાપુરુષો માથે નાખે છે.
સોગાનીજીની પ્રત્યેક પત્રમાં જુઓ તો કોઈ તત્ત્વની ચર્ચા કરતા છેવટે, કાં તો શરૂઆતમાં કહેશે, કાં છેલ્લે એમ કહેશે કે “શ્રીગુરુએ આમ કહ્યું છે. “શ્રીગુરુના ઉપદેશથી હું આમ સમજ્યો છું. મોટા પુરુષને માથે નાખે છે. એ પરમસત્ય છે. પોતે અંગીકાર કર્યું છે, એ જ માર્ગે પોતે ચાલે છે, એ મોટા પુરુષોની કહેલી વાત છે. મોટા પુરુષે આવું પરમ સત્ય પ્રસિદ્ધ કરેલું છે. અને એ જ જ્ઞાનીને હોવા યોગ્ય છે, બીજી રીતે હોવા યોગ્ય નથી. એ એક પોસ્ટકાર્ડમાં અઢી લીટીનો ટુકડો છે.
પત્રાંક-૫૬૩
મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજી સમપણું કરું છું.
તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપવર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સપુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યું લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.
લિ. રાયચંદના પ્રણામ.
Page #229
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧
ત્યારપછીનો પત્ર પણ ‘કુંવરજી આણંદજી, ભાવનગર’ ઉપરનો છે. પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજીને સમપણું કરું છું.' પત્ર લખવાનો વિકલ્પ આવે તોપણ પ્રારબ્ધનો ઉદય, પત્ર લખવાની પરિસ્થિતિ ઊભી થઈ છે કે સામા માણસે કાગળ લખ્યો છે, પણ પોતાને જવાબ દેવાનું મન થતું નથી તોપણ એ પ્રારબ્ધ ઉદય સમજે છે. પ્રવૃત્તિ કરવાનો વિકલ્પ તે પ્રારબ્ધ ઉદય છે, ન કરવાનો વિકલ્પ તે પણ પ્રારબ્ધ ઉદય છે. બંનેમાં સમપણું કરું છું. બંને વખતે હું સમપણે રહું છું. વિષમપણે રહેતો નથી. થાવ તો ભલે, ન થાવ તો ભલે, પ્રવૃત્તિ થાય ન થાય એથી મારે કાંઈ લેવા દેવા નથી. હું તો ભિન્ન ભિન્ન જ છું.
ખેદ થાય છે કે તમારો કાગળ આવે છે અને મારાથી જવાબ નથી દેવાતો. એનો ખેદ થાય છે. છતાં એ જ વિચાર આવે છે કે સહેજે જ્યારે રસ જ આવતો નથી, લખવાની વૃત્તિ જ ઉઠતી નથી તો ઉદય નથી સમજી લેવું. તો એ સમ્યક્ પ્રકારે સમજવા યોગ્ય છે. એ તો સહેજે તમને કાગળ ન મળે એટલે સ્વભાવિક છે. આમને પત્ર લખીએ છીએ જવાબ પણ દેતા નથી. જવાબ મળતો નથી. તમે અમારા પત્રની અપેક્ષા રાખતા હોય. એ વાત અમારા ખ્યાલમાં આવે છે. અહીંયાં વિકલ્પ ન ઉત્પન્ન થાય તો કોઈ કૃત્રિમતાએ અમને પ્રવૃત્તિ કરવી ગમતી નથી. એનું નામ કૃત્રિમતા લીધી છે. અકૃત્રિમતાની વાત આગળ આવી છે ને ? કૃત્રિમતાએ પ્રવૃત્તિ ન કરું. એવી રીતે કૃત્રિમતા છે.
અહીંયાં ઉદય જ નથી અને ઉદિરણા કરીને પ્રવૃત્તિ કરવી ? કાંઈ નહિ. ન લખાય તો ન લખાય, લખાય તો લખાય. મારે તો બેય સરખું છે. મારે તો મારા આત્મામાં મારા પરિણામ બરાબર રહે એટલું જ મારે સંભાળવાનું છે. બાકીનું સંભાળવાનું જાણે મારે ઉદયમાં નથી. ઉદય જ મારો નથી. એ પ્રકારે સમ્યક્ પ્રકારે એ વેઠે છે. સમપણું કરે છે.
તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી...' એમણે ‘કુંવરજીભાઈ’એ પોતાના પરિણામની કેટલીક વાતો લખી છે કે મારામાં ઘણા દોષ છે, મને આવા પરિણામ થાય છે, આવો રાગ થાય છે, આવો દ્વેષ થાય છે, આવો મોહ થાય છે, આવા-આવા અનુચિત પરિણામ મને થાય છે. બહુ સરળતાથી એમણે પત્ર લખેલો છે. પત્ર વાંચવા મળ્યો હતો એટલે ખ્યાલ આવ્યો. તો કહે છે, ‘તમે પત્રમાં જે કંઈ લખ્યું છે,... પોતે Repeat નથી કરતા.
જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી....' અને એનો મેં વિચા૨ કર્યો.
૨૧૨
Page #230
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૩
૨૧૩
એના ઉપરથી તમારી યોગ્યતાનો અને પરિણામનો વિચાર કર્યો ત્યારે એમ લાગ્યું છે, કે ‘જાગૃતિ રાખવાથી....' હું એક આત્મા છું, જ્ઞાનસ્વભાવી હું એક આત્મા છું. દેહાદિ અને રાગાદિથી સર્વથા ભિન્ન છું. એવી એક અંદરમાં જાગૃતિ રાખવાથી જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય...' એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં પ્રવર્તતા આત્માને મલિનતા ઉત્પન્ન થાય છે, આત્માને એ મેલ છે, એ આત્માના મલિન પરિણામો છે, એવી વાતો વિશેષપણે આવી હોય. એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો....' બે વાત લીધી છે. જુઓ ! એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે કાર્યે લક્ષ રાખી...' જુઓ ! આ જાગૃતિ લીધી. ‘કાર્યે કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.' જે કાંઈ નિરસ પરિણામ થવા યોગ્ય છે તે થશે. તમારો જેટલો પુરુષાર્થ, જેટલી જાગૃતિ એટલા તમારા નિરસ પરિણામ થવા યોગ્ય તે થશે. વર્તમાન ભૂમિકામાં આ પ્રકારે તમારા પરિણામમાં નિરસપણું આવે તે તમને યોગ્ય છે. આટલું તમારે અત્યારે કરવા યોગ્ય છે. ઉ૫૨ ચડવામાં કયા પગથિયે પગ મૂકવો ? આ પગથિયું બતાવ્યું. આ પગથિયે અહીંયાં પગ મૂકો તમે. એટલે તમે થોડા ઉપર આવશો. આ સીધી વાત છે.
મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ ઉદય પ્રસંગ આવે, જે કાંઈ કાર્ય ઉદયથી કરવા પડે એ બધામાં જાગૃતિ રાખી, તે બાજુના પરિણામથી આત્માને વિષે મલિનતા ઊપજે છે એનો લક્ષ રાખી અને બીજી બાજુ નિવૃત્તિ મળે તો જેમાં પંચ વિષયના પરિણામથી આત્માને મલિનતા ઊપજે છે (એનું નિરૂપણ કર્યું હોય) એ પ્રકારના એવા શાસ્ત્રો, એવા શાસ્ત્રના પ્રકરણો (વાંચવા) અને સત્પુરુષના ચરિત્રો. સત્પુરુષો કેવી રીતે વર્ત્યા છે. એ ચરિત્રોને વિચારવાથી તથા પોતાના ઉદયમાં કાર્યે કાર્યે જાગૃતિ, લક્ષ રાખવાથી જે કંઈ નિરસ પરિણામ થવા યોગ્ય હશે તે થશે અને અત્યારે તમને આત્મદશા કેળવવામાં આ પ્રકારે તમારે વર્તવા યોગ્ય છે. જુઓ ! કેટલી ચોખ્ખી લાઈનદોરી આપી છે.
પોતાના પરિણામનું એમણે જે વર્ણન કરી દીધું, વગર સંકોચે-સંકોચ રાખ્યા વગ૨. ઉંમરમાં પોતે મોટા છે. ‘શ્રીમદ્દ’ નાના છે, છતાં. એ પોતે પીઢ માણસ છે. આ તો હજી યુવાન માણસ છે. પોતાના પરિણામ જે કાંઈ એને થતા હતા એ બધા પરિણામ એમણે લખ્યા છે. ઘણી સરળતાથી પરિણામ લખ્યા છે. પત્ર વાંચીએ તો આપણને એમ થાય કે ઓ...હો..! ‘શ્રીમદ્જી'ના પરિચયમાં આવા સ૨ળ પરિણામી જીવો હતા ! એવું લાગે. એને એકદમ એના આત્માને તાત્કાલિક વર્તમાનમાં લાભ થાય એવું માર્ગદર્શન આપ્યું છે. આ વ્યક્તિગત માર્ગદર્શન છે કે અત્યારે તમારે આ રીતે પ્રવર્તવું, વર્તવું ઘટે
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
રાજહૃદય ભાગ-૧૧ છે. તો તમને અવશય લાભનું કારણ થશે. એ એમના આત્મલાભ માટેની અસાધારણ માર્ગદર્શનની વાત અહીંયાં આવી છે.
પત્રક-પ૬૪
મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો.
કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશો.
લિ. રાયચંદના પ્રણામ.
(પત્રાંક) પ૬૪. પ્રશ્ન:
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુને તો ઘણો ઉપદેશ મળે એવી વાત છે. ભલે પત્ર તો એમને પ્રાસંગિક ચાલ્યા છે. જે-તે મુમુક્ષુને પ્રસંગ પડ્યો અને પત્રો લખાણા પણ અનેક રીતે જ્યાં જ્યાં પોતાને લાગુ પડતી હોય એવી વાત ગ્રહણ લેવા જેવી છે. મુમુક્ષતા અર્થે જીવને ગ્રહણ કરવું હોય તો આ ગ્રંથમાંથી ઘણું મળે એવું છે. બીજા શાસ્ત્રોમાંથી ન મળે એટલું આ શાસ્ત્રોમાંથી મળે એવો મુમુક્ષતા માટેનો જ ખાસ ગ્રંથ હોય એવો ગ્રંથ છે. કુદરતી એવી પરિસ્થિતિ રહી ગઈ છે. એ મુમુક્ષુઓનું સદ્ભાગ્ય છે એમ કહેવું જોઈએ.
પ૬૪ ‘સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. મુંબઈમાં ત્રણ વર્ષથી સતતપણે વ્યાપાર-ધંધાના ઉદયમાં રહેવું પડ્યું છે. અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈપ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું. અમે તો થાક્યા છીએ, એમ કહે છે. પ્રવૃત્તિ કરતા અમે થાક્યા છીએ. રસ આવે એ થાકે નહિ. ઊલટો એના રસને લઈને વધારે દોડે. જ્યારે આ કહે છે કે હવે ત્યાં આવ્યા પછી એટલે ‘વવાણિયા દેશમાં આવ્યા પછી
Page #232
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૫
૨૧૫ પણ ઘરે લગ્નપ્રસંગ છે ને ? એટલે વળી પાછી કાંઈક પ્રવૃત્તિનો સંબંધ રહેશે એવું લાગે છે. પણ હવે તો એનાથી આરામ મળે તો સારું. ઉપરામ થાય એટલે એમાંથી હવે થાક્યા છીએ, કોક અમને આરામ આપે તો સારું. એમ ચિત્તમાં રહે છે.”
બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. બીજી એટલે આમ એકદમ સાવ નિવૃત્ત થઈ જઈએ એવું તો કઠણ દેખાય છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું. ત્યાં આવ્યા પછી તમારા લોકોનો સત્સમાગમ રહે
એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો.’ તમે બંને “વવાણિયા' આવજો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે એવી કલ્પના કરો કે, ભાઈ! અમારે તો કાંઈ સગા-સંબંધી છે નહિ. એમને ત્યાં લગ્નપ્રસંગ છે. અમારે જવાય, ન જવાય એવી કલ્પના કરવી નહિ. હું લખું છું તમતમારે ખુશીથી આવજો. એ તો બધું ચાલ્યા કરશે. લગનની ધમાલ તો જે રીતે ચાલવી હશે તે પ્રમાણે ચાલશે). આપણે સત્સંગ કરશું. એમનો આશ્રય છે કે આપણે એકબીજા સત્સંગમાં રહેશું. એટલે ‘જરૂર આવી શકે તેમ કરશો.” પોતાને ત્યાં પ્રસંગ છે તોપણ મુમુક્ષુઓ સાથેની ગોઠવણ ચાલુ રાખી છે. સત્સંગની ગોઠવણ એમણે ચાલુ રાખી છે. જ્ઞાની છે છતાં સત્સંગ કેટલો પ્રિય છે! એ એમાંથી નીકળે છે.
પત્રાંક-૫૬૫
મુંબઈ, ફાગણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે.
આ. સ્વ. પ્રણામ.
પ૬ ૫. લલ્લુજી ઉપરનો પત્ર છે.
જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. જીવને દ્રવ્ય અને ભાવે બંને પ્રકારના બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. વધારે બંધાય, કર્મબંધ વધારે થાય અને ભાવબંધ પણ વધારે થાય, એ પ્રકારે જીવને
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૧ પ્રવર્તવું એ અહિતકારી છે, એ દુ:ખદાયક છે, એ જીવને વર્તમાનમાં દુઃખનું કારણ છે, ભવિષ્યમાં દુર્ગતિને લઈને પણ એ દુઃખનું કારણ જ છે. માટે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું.... ખાસ કરીને “લલ્લુજી પોતે સાધુદશામાં બહારમાં છે. આમ તો મુમુક્ષુદશામાં છે. આત્માની દૃષ્ટિએ તો એ મુમુક્ષુદશામાં છે. પણ લોકોની દષ્ટિએ એ સાધુદશામાં છે.
કહે છે કે “બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. તમારે સમાજના માણસો સાથે પરિચય વધારવો નહિ. કોક નવા આવે તો કોણ છે ભાઈ? કયા ગામથી આવે છે? અહીંના છે? શું કરે છે? શેનો ધંધો છે? ફલાણું છે, થોડોક પરિચય કરે. વળી બીજી વાર આવે તો પૂછે), કેમ તમારા કુટુંબમાં કોણ કોણ છે? ભાઈઓ કેટલા? દીકરા દીકરી કેટલા? ફલાણું કેટલું? શી પંચાત માંડેલી છે. તમારે કાંઈ લેવાદેવા ખરી ? એટલે એ બધા પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો કે આ બંધનનું કારણ છે. મારા માટે આ બંધનનું કારણ છે.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. કોઈની સાથે પરિચય વધારવો નહિ). “ગુરુદેવનું જુઓ બહુ સરસ...! ભલે જ્ઞાનદશા તો પાછળથી થઈ છે પણ પોતે દીક્ષા લીધી તો બહુ પરિચયમાં નહોતા આવતા. વ્યાખ્યાન વાંચતા થયા ત્યારથી લોકોનો પરિચય વધ્યો. તોપણ એમને પોતાના સ્વાધ્યાયમાં હોય, જ્ઞાન-ધ્યાનમાં હોય તો ગમે ત્યારે ગમે એ આવે અને વાતચીત વળગે એન ચાલે. પૂછાવવું પડે, કે સાહેબ ! હું અત્યારે આપની પાસે આવું કેમ આવું? વાંચતા હોય, તો કહે, નહિ. અત્યારે નહિ. શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા હોય, કાંઈક એવી વિચારણામાં હોય, ધ્યાનમાં હોય. મળવાની પરવાનગી નહિ. ગમે તે આવ્યા માટે વાતે વળગી જાવ. જાણે વાત કરવાની હાટડી માંડી હોય. સાધુ હોય એટલે જાણે વાતો કરવાની એક હાટડી માંડી હોય) એવી પરિસ્થિતિ થઈ જાય છે. એના બદલે બિલકુલ અસંગદશા હતી. મારે કોઈની સાથે મતલબ નથી. તમારે કામ હશે પણ મારે તમારું કામ નથી. કદાચ તમારે કામ હશે પણ મારે કામ નથી એમ કહે. અને એટલો પરિચય ટાળવા માટે અઠવાડિયામાં એકાદ વખત ઉપવાસ કરીને બહાર નીકળી જતા હતા, અપાસરો છોડીને જંગલમાં વયા જાય, વગડામાં વયા જાય, કોઈક ઝાડ નીચે બેસીને વાંચે. શાસ્ત્ર સાથે લેતા જાય. આજે ખાવું પીવું નથી એટલે કાંઈ માથાકૂટ નથી. કોઈની સાથે હળવાભળવાની. એવી રીતે એમણે શરૂઆતથી જીવન રાખ્યું છે.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો...' એ એના માટે છે પણ
Page #234
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૫
૨૧૭
અહીંયાં પણ પોતાને એ વિચારવાનું છે. સમાજમાં, સગા-સંબંધીમાં કે મુમુક્ષુ સમાજમાં પરિચય વધારવો, ઘણાને મળવું એ કાંઈ આત્માને લાભનું કારણ નથી. લાભનું કારણ નથી પણ નુકસાનનું જ કારણ છે. જેટલો પિરચય વધારે એટલું નુકસાનનું કારણ છે. લૌકિક દૃષ્ટિએ એમ લોકો વિચારે કે જેટલો સંબંધ હોય એટલું આપણે લાભનું કારણ છે. આપણે તો ઘણા સંબંધી, આપણે તો મોટો સંબંધ, બહુ ઝાઝો સંબંધ, બીજા કરતા આપણો સંબંધ વધારે. જ્ઞાની કહે છે કે બીજા કરતા વધારે દુ:ખી થઈશ. એ બધા તારા દુઃખી થવાના લક્ષણ છે, સુખી થવાના કોઈ લક્ષણ નથી.
મુમુક્ષુ :– ઓળખાણ એ ખાણ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ઓળખાણ એ ખાણ છે એમ કહે. લૌકિકમાં તો બધી એવી જ કહેવત હોય ને. આ તો અલૌકિક માર્ગ છે. અહીંયાં કહે છે તું પરિચય ઘટાડી નાખ. જેટલા બને એટલા ઓછાને મળજે. મળવાનું ઓછું કરી નાખજે. હળવા મળવાનું તું ઓછું રાખજે. ‘લલ્લુજી’ને નથી કહેતા, કોઈપણ મુમુક્ષુને એ વાત લાગુ પડે છે. મુમુક્ષુઃ– એ ઓળખાણ ખાણ તો પ્રસંગ પડે ત્યારે ખબર પડે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ઉદય પ્રમાણે બને છે. પણ ઉદયની ચિંતા હોય એને ને ? ઉદયની ચિંતા જેને કરવી નથી. કોઈ એમ કહે કે ભાઈ ! ઓળખાણ ન હોય અને પછી આપણે કાંઈક તકલીફ પડી હોય તો ઓળખાણ હોય તો કામ આવે ને. તો કહે પણ એ તકલીફ પડી હોય તો ભલે તકલીફ પડી. તકલીફ પડો તો પડો અને ન પડો તો ન પડો, પણ એક જ કામ કરવું છે. બે કામ કરવા નથી. ગાંઠ મારવી પડે છે. બે ઘોડાની સવારી ઉપર કોઈ ચડી શકતું નથી. હેઠો જ પડે, બીજું કાંઈ ન થાય.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે.’ અઢી લીટીમાં કેવી વાત નાખી છે ! જીવ આ વાત જેટલી વિચા૨શે, કે મારે પરિચય ઘટાડતા જવો છે, એટલો એ જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવા માટે નજીક આવશે. એના પરિણામમાં જ્ઞાનની અંદર એટલી નિર્મળતા વધશે. એ જ્ઞાનીપુરુષનો માર્ગ એને સમજાવાની ભાવમાં સમીપતા થાશે. નહિતર એ વાત સાંભળશે પણ સમજશે નહિ. કે આ માર્ગ શું છે ? આ કઈ જાતનો માર્ગ છે ? કઈ Line છે એ નહિ સમજી શકે. એવી પરિસ્થિતિ થશે.
મુમુક્ષુ :– ૫૨પરિચયથી મલિનતા ઉત્પન્ન થાય.
=
પૂજ્ય ભાઈશ્રી :- ૫૨પરિચયથી રાગ, દ્વેષ અને દર્શનમોહ વધે છે. એમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૧
મારાપણું ક૨શે ને ? મારે તો આની સાથે સંબંધ... મારે તો આની સાથે સંબંધ.. મારે તો આની સાથે સંબંધ... અને મારે તો આની સાથે સંબંધ. મારો સંબંધ કર્યો ને ? ? શું કર્યું ? મારાપણું વધાર્યું, દર્શનમોહમાં આગળ ચાલ્યો. પરમાં વિશેષપણે પોતારૂપપણું કરવું એ જ દર્શનમોહનું કાર્ય છે.
દર્શનમોહનું કાર્ય શું છે ? જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વ દૃઢ કરવું. જ્યાં પોતાની હયાતી નથી ત્યાં પોતાની હયાતીને લઈ જવી. આ દર્શનમોહનું કાર્ય છે. અને એ કાર્ય જેટલું દર્શનમોહનું કાર્ય વર્ધમાન થાય છે, વૃદ્ધિગત થતું જાય છે એટલું જીવને અસંગતત્ત્વ છે, આ આત્મા અસંગતત્ત્વ છે, એનો જે ઉપદેશ છે એ દુર્લભ થઈ પડે છે. એનો એ ઉપદેશ ચોંટતો નથી. ઉપદેશ સાંભળે તો પણ એને લાગુ કરતો નથી, એની અસર થતી નથી. દુર્લભબોધિપણું આવી જાય છે. સુલભબોધિપણાનો નાશ કરે છે. દર્શનમોહની તીવ્રતા સુલભબોધિપણાનો નાશ કરે છે અને દુર્લભબોધિપણું વધારી દે છે. એટલે સાંભળે તોપણ એને કાંઈ અસર થાય નહિ. ગોદડું છે એ, ઉપદેશની લાકડી વાગે નહિ. આ પરિસ્થિતિ થઈ જાય.
મુમુક્ષુ :– આઘે છે એનો પરિચય કરવાની તો કોઈ આવશ્યકતા નથી રહી.
=
પૂજ્ય ભાઈશ્રી :– પરિચય કરવાની નહિ, હોય તો ઓછો કરી નાખે એમ કહે છે. વધારવાની તો વાત નથી. ભૂતકાળમાં તારે પરિચય થયો હોય તો ઓછો કરી નાખ. બહુ બહુ તો એ પરિચયવાળા તારી કિંમત ઓછી આંકશે. કે હવે આ તો આપણી સાથે વ્યવહાર પણ નથી રાખતા. વ્યવહાર બહાર વયા ગયા લાગે છે. બહુ સારું તમે જેમ કહો એમ. અમારા દોકડા ઓછા મૂકવા હોય તો ઓછા મૂકજો. અમારે કાંઈ આબરૂ કીર્તિ વધારવી છે એ વાત છે નહિ. આબરૂ-કીર્તિ જેને વધારવી હોય એને ચિંતા થાય ને ? આબરૂ-કીર્તિ વધારવી નથી એને શું વાંધો છે ? એને કાંઈ વાંધો નથી. પત્ર આવી ગયો ને ? કે નિંદા-પ્રશંસા અર્થે મુમુક્ષુ પ્રવૃત્તિ કરે નહિ. કે આપણે જઈશું તો આપણી પ્રશંસા થશે, કે ભાઈ પ્રસંગે આવીને ઊભા રહે છે. જુઓ ! કેવા વ્યવહારુ છે. પ્રસંગે તો આવ્યા વિના રહે જ નહિ. અમારે ત્યાં ફલાણાનો પ્રસંગ હતો (તો) આવીને ઊભા રહ્યા. બરાબર હાજરી આપે છે. બહુ વ્યવહારુ છે. આ બીજાની નજરમાં સારું દેખાવામાં પોતાના આત્માનું ખૂન કરવામાં એને વાંધો નથી આવતો. હળવેક દઈને ખૂન કરી નાખશે. આવું
છે.
મુમુક્ષુ :- નિરાંતે ધર્મ થાય જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– કયાં થાય છે ? આ બધે .. બધુ ઊભા છે, અહીંયાં જાવું છે,
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પત્રાંક-૫૬૫ અહીંયાં જાવું છે, આને સાચવવો છે અને આને સાચવવો છે. અંદરમાં એની જાળમાંથી છૂટો થાય નહિ. ધર્મ થાય ક્યાંથી? ધર્મ કયાં રેઢો પડ્યો છે એવી રીતે કે થઈ જાય. એ પ૬૫ (પત્ર પૂરો થયો.
બે-બે લીટીના પત્રો છે પણ જીવને જો ગ્રહણ કરવું હોય, અંગીકાર કરવું હોય તો એકદમ એને સીધે સીધી અસર થાય એવી વાત છે.
મુમુક્ષુ – ઘરમાં છોકરા-છોકરીના લગન બાકી હોય, ઘણી Liabilities બાકી હોય, પરિચયથી...કરી લઈએ તો ઉપાધિ ન થાય?
પૂજ્ય ભાઈશ્રી:– કાંઈ ઉપાધિ થાય નહિ. એના નસીબ લઈને આવ્યા છે. તમે શું કરી દેવાના હતા?એના એ નસીબ લઈને આવ્યા છે. પૂર્વકર્મ લઈને આવ્યા છે. સારામાં સારું તમે ગોત્યું હોય, હોંશિયારી કરીને અને પછી પાછળથી દેવાળું કાઢે. તો કરો ? શું કરો ? તમારી પહોંચ કેટલી? સારામાં સારું મળ્યું હોય અને પાછળથી પાર વગરની તકલીફ ઊભી થતી હોય તો શું કરો ? તમારી પહોંચ કેટલી ? અને એક જીવના પરિણમનને કે પુદ્ગલના પરિણમનને કોણ કરે અને કોણ રોકે કેવી રીતે થઈ શકે એવું છે? અશક્ય વસ્તુ છે. એ તો કુદરત કુદરતનું કામ કરે છે. એમાં પોતે કર્તા-હર્તા થાય તો ઉપાધિ વધારવા સિવાય અને જીવને બંધન વધારવા સિવાય બીજું કાંઈ નથી. આથી વધારે કાંઈ નથી.
મુમુક્ષુ-પરિચય એટલા માટે તો વધારે છે કે કોઈ કામ આવશે.
પૂજ્ય ભાઈશ્રી - આ કામ આવશે એવી આશા રાખે છે. પણ આત્માને કેટલો બાંધ્યો ? એમ કરતા આત્માને કેટલો બંધનમાં નાખ્યો? આ સવાલ છે. બીજું પડખું વિચારવું પડશે કે નહિ? બાકી થશે તો ગમે તેટલો પરિચય અને ગમે તેટલો ભાઈએ ન કીધું? કે પ્રસંગે કોણ ઊભા રહેશે કોને ખબર છે? ઓળખાણ તો ઘણાની સાથે છે. પણ જરૂર પડી ત્યારે કોણ ઊભા રહે અને કોણ વયા ગયા છે ત્યારે ખબર પડે). (અહીં સુધી રાખીએ.)
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પત્રાંક-૫૬૬
રાજહૃદય ભાગ-૧૧
મુંબઈ, ફાગણ સુદ ૧૩, ૧૯૫૧
અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે ? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે; અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?
Page #238
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬
૨૨૧
તા. ૨૧-૧૧-૧૯૯૦, પત્રાંક - ૫૬૬
પ્રવચન નં. ૨૫૭.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૬, પાનું-૪૪૯. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે?” પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. પોતાને પણ કાંઈ એવી જ ભાવના છે. અને તમામ કક્ષાના મુમુક્ષુ કે સાધક હોય એને પણ આવો જ પ્રશ્ન જો વ્યવહારમાં વર્તતા હોય તો થવો જોઈએ, ઉપસ્થિત થવો જોઈએ.
સંસાર છે એમાં કોઈ શરણ નથી. કોઈ Security નથી. ન તો આયુષ્યની દેહની છે, ન તો બીજા કોઈ સંયોગોની છે. બહુ મોટા રાજા અને શ્રીમંતો પણ થોડા જ દિવસોમાં ભિખારી થઈ જાય છે. બીજાનો તો ભરોસો કરવાનો પશ્ન જ રહેતો નથી. પણ જેની કરોડો અને અબજોની મિલકત હોય, એ પણ દેવાદાર થતા જોવામાં આવે છે, તો બીજા જીવોની તો શું સલામતી છે? ગમે તેવા તંદુરસ્ત આયુષ્યવાળો માણસ પણ ગમે તે ઉંમરમાં આયુષ્ય પૂરું કરે છે. એમ પણ નિશ્ચિત થઈને પ્રવૃત્તિ કરાય, વ્યવહાર કરાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. અશરણ છે. જીવને કોઈ શરણભૂત નથી.
એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય.” આ વ્યવહાર કરવા જેવો છે, કરવો જોઈએ, કરવામાં વાંધો નથી, ચિંતા નથી, ભય નથી અને કર્તવ્ય છે, એવું કાંઈ જેને લાગતું નથી. એવી જેની બુદ્ધિ નથી. એટલે કે આ અસાર છે, દુઃખદાયક છે, આત્માને એંકાતે નુકસાનનું કારણ છે. એમ જેને જણાતું હોય, તેને સ્વભાવિક રીતે તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરવાનો ભાવ આવે છે અથવા અલ્પ કરવાનો ભાવ આવે છે. ઓછો કરું. બની શકે એટલો મારો સમય બચાવીને હું મારા આત્મહિતાર્થે એ સમયનો ઉપયોગ કરું, એવી કોઈ યોજના કરું કે મારો સમય મારા આત્મહિતના કાર્યમાં પસાર થાય અને અહિતના કાર્યમાં પસાર ન થાય. અને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૧ એમ કરવા જતાં એટલે કે એ સંબંધથી નિવૃત્તિ મેળવતા અથવા ઓછો કરવા જતા સમય, કાળ વધારે વ્યતિત થયા કરતો હોય. છતાં એ ન થતું હોય અને સમય નીકળી જતો હોય,ચાલ્યો જતો હોય તો બહુ થોડા કાળમાં જલ્દી એમ કરવું હોય એણે શું કરવું જોઈએ? એ કરે તો એમ થાય? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
એની વૃત્તિ પ્રવૃત્તિ કરવાની નથી, પ્રવૃત્તિ વધારવાની નથી, છોડવાની છે, ન છૂટે તો અલ્પ કરવાની છે પણ છતાં એમ ન થતું હોય. કેમકે એ એના હાથની બાજી નથી. બહારના સંયોગો એ જીવના અધિકારનો તો વિષય નથી. તો પછી એણે શું કરવું જોઈએ? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. | ગમે તે પરિસ્થિતિમાં એણે પોતાના આત્મા પ્રત્યે જવા માટે બળવાન પુરુષાર્થ કરવો જોઈએ. જ્યારે બહારની પરિસ્થિતિ આ જીવના અધિકારનો વિષય નથી, કે એમાં કિાંઈ કરી શકે, એનો કર્તા-હર્તા થઈ શકે. તો પછી એનો અધિકાર તો એના પોતાના પુરુષાર્થ સ્વાધીન પરિણામ ઉપર રહે છે. પરાધીન દ્રવ્યના પરિણામ ઉપર એનો કોઈ અધિકાર રહેતો નથી. એણે શું કરવું? એણે પરિણામ સંકેલી લેવા. વીતરાગતા વધારવી. આ સિવાય બીજો કોઈ એને ઉપાય રહેતો નથી. તો સંભવ છે કે ઉદયની સ્થિતિ સંક્રમણ પામીને, સંક્રમણ પામવા કરતા અપકર્ષણ પામીને, ઘટીને, ઓછી થવાનો સંભવ છે. બીજી કોઈ રીતે તો આનો નિવેડો આવે એવું નથી.
જ્યાં આ આત્માની પહોંચ નથી ત્યાં એ શું કરે ? જ્યાં એનું ચાલે ત્યાં કરે. પોતે અંદરથી છૂટો પડી જાય. અને છૂટો પડ્યો હોય તો સર્વથા ચારિત્રમોહના પરિણામને પણ વીતરાગતામાં પલટાવી નાખે, ચારિત્રના પરિણામને, મોહનો ત્યાગ કરીને. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આમ પ્રશ્નનો ઉત્તર આ સંભવી શકે છે. એમણે તો સોભાગભાઈ ઉપર પ્રશ્ન છોડી દીધો છે. એમણે પત્રની અંદર ઉત્તર નથી આપ્યો. પ્રશ્નનો ઉત્તર કદાચ “સોભાગભાઈએ આપ્યો હોય તો નોંધ કરી લેજો. પ૬૬ ન કર્યો હોયતો. કદાચ કરાવ્યો હશે. જોયા પછી પાછળથી જોઈ લેજો.
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે...” અશરણ કહીને ઓળખાવ્યું. મૃત્યુ આદિ ભયથી ભયનું કોઈ શરણ નથી. મૃત્યુનું શરણ નથી અને મૃત્યુના ભયનું પણ કોઈ શરણ નથી. કોઈ નિર્ભય કરી દે એવું નથી. વીમાવાળા પૈસા આપે એમ છે પણ જિંદગી આપે એવું નથી. અને તે પણ આપે જ એવી કાંઈ Guarantee નથી. કાં તો વીમા કંપની ભાંગે કા તો વાંધો પડે કાંઈક. આમાં કાંઈક ગડબડ છે. અમારી શરત પ્રમાણે આ મૃત્યુ થયું નથી. જાવનાહી નાખો.
Page #240
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૨૩ સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય...” અશરણ હોવા છતાં એ શરણ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. પાણી ચોખ્ખું દેખાય છે. આપણી તરસ જેટલો તો વાંધો નહિ આવે. એ કાંઈ કોઈ રીતે બની શકે એવું નથી. સંસારમાં કોઈ મિથ્યાષ્ટિ જીવનિર્ભય હોય, સમ્યગ્દષ્ટિની વાત જુદી છે, કોઈ સંસારી જીવ નિર્ભય હોય, એ અસંભવિત અને અશક્ય છે. બધા ભયમાં જીવે છે અને જેને વધારે તીવ્ર રાગ છે, તીવ્ર દ્વેષ છે, તીવ્ર મોહ છે, જેને સંયોગ ઉપરની વધારે પક્કડ છે અથવા આધારબુદ્ધિ જેને તીવ્ર છે એને તો વિશેષ કરીને ભયવાનપણું વર્તતું હોય છે.
મુમુક્ષુ – આપે સમ્યગ્દષ્ટિને જુદા પાડ્યા.
પૂજ્ય ભાઈશ્રી:- હા, એને ભય નથી-સમ્યગ્દષ્ટિને ભય નથી. કેમકે એ પોતાના આત્માને જ પોતાનું સ્વરૂપ માને છે. અને એ આત્મા અજર, અમર અને અવિનાશી છે. પોતાનો આત્મા છે એ અજર, અમર, અવિનાશી અને અવ્યાબાધ સ્વરૂપે છે. કોઈ બાધા પણ ન કરી શકે એવું છે. અખંડ છે અને પોતાથી પરિપૂર્ણ છે. એને કોઈની જરૂર પણ નથી. નિરપેક્ષ અને નિરાલંબ છે. એટલા માટે એને પછી ભયકઈ વાતનો હોય?
મુમુક્ષુ -આ વાત તો અમે રોજસાંભળીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી – હા, પણ પ્રત્યક્ષ કરવી જોઈએ. વાત રોજ સાંભળવા મળે છે પણ એને પ્રત્યક્ષ કરવું જોઈએ, કે હું પ્રત્યક્ષ આવો છું. એની પ્રત્યક્ષ પરિસ્થિતિ જોયા વિના, એવો પોતાને પ્રત્યક્ષ જોયા વિના ભય ટળશે કેવી રીતે ? સાંભળવાથી ભય ટળી જશે કાંઈ ? સાંભળવાથી ભય નથી ટળતો. પણ જો એવું પોતાનું સ્વરૂપ પોતાને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવી જાય તો એને ભય રાખવાનો પણ પ્રશ્ન નથી. રહે એવી પરિસ્થિતિ જ નથી. સહજમાત્રમાં એ ભય ઊડી જાય છે.
દોરડામાં સાપ દેખાણો, ભ્રાંતિથી ભય થયો. જોયું કે નહિ, આ તો દોરડું છે. પછી ભય કેવી રીતે રાખી શકે રાખવો હોય તો? સાપ નથી પણ દોરડું છે એમ ખબર પડે તો ભય રહે ખરો ? ભય ઊડી જાય છે. બસ. એમ કલ્પનામાત્રથી ભય છે. અરે..રે.! મારું શું થશે? હું કેટલું જીવીશ? કેટલું નહિ જીવું? મારા સંયોગોમાં પ્રતિકૂળતાઓ આવશે તો હું શું કરીશ? હું નિરાધાર થઈ જઈશ તો શું કરીશ? મારા નોધારાનો કોણ આધાર થાશે? આ બધી કલ્પનાની અંદર જીવ ભયવાન થાય છે. કલ્પનામાત્ર છે.
મુમુક્ષુ-જવાબ પ૯૮પત્રમાં છે. - પૂજ્ય ભાઈશ્રી – ૫૯૮ ? હા, છે. આમાં જવાબ આપ્યો છે. બરાબર છે. પછી પણ એની સામે બીજો પ્રશ્ન નીચે પૂક્યો છે. કે મારો પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મ છે એમ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૧ કરીને...
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને ક્યા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? એ પ્રશ્ન અમે લખ્યું હતું. ઓલામાં તો સંયોગની વાત સાથે જોડી છે કે અમારે નિવૃત્તિ જોઈએ છે. પ્રવૃત્તિ ઘટાડવી છે તો શું કરવું? એમ પ્રશ્ન છે. અહીંયાં આત્મપરિણતિની વાત છે. ઉપાધિરહિત થવા માટે આત્મપરિણતિમાં શું કરવું? એવો પ્રશ્ન કર્યો હતો. જેથી ઉપાધિરહિત થઈ શકાય. “એ. પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી...” કેમ કે જીવને પોતાને જે પદાર્થ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, પછી દેહથી માંડીને કોઈપણ પદાર્થ છે, એના પ્રત્યે રાગ ઉત્પન થાય છે એ સ્વય ઉપાધિ ભાવ છે. રાગ પોતે સ્વયં ઉપાધિ ભાવ છે. એટલે જ્યાં સુધી રાગનું બંધન છે ત્યાં સુધી ઉપાધિનું પણ બંધન આપોઆપ છે. અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. અસંગતત્ત્વના આશ્રયે આત્મ પરિણતિ, અસંગ પરિણતિ ઉત્પન્ન થાય તો રાગ મટે, રાગ મટે તો ઉપાધિ મટે. અને અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે તમારી વાત તો સાચી છે.
અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે...... મારા પ્રશ્નમાં જરા વિશેષ વાત છે. સામાન્યપણે તમારો ઉત્તર ઠીક છે. પણ મારા પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય....” ન જોઈતો હોય અને માથે આવી પડતું હોય. અને તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય...” એટલે ભિન તો પડી ગયા છીએ અને ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને અલ્પ ઉપાધિ થતી હોય એનો પણ ખેદ રહેતો હોય. અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય,...” કે આ અલ્પ છે એ પણ ન જોઈએ. તેમ છતાં ઉદયબળથી ઉપાધિ પ્રસંગ પાછો જોર કરતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ? એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો.”
અહીંયાં સંયોગની વાત પાછી વચ્ચે લઈ આવ્યા. એટલે રાગ-દ્વેષની પરિણતિ તો ઓછી થઈ છે પણ હવે ઉદયયોગ નહિ ધારેલો સામે આવે છે કે જેમાંથી છટકી શકતા નથી. ત્યારે હવે શું કરવું? એને નિવૃત્ત કરવા શું કરવું? છે, એ પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે. એ પ્રશ્ન એમણે અવારનવાર ઉત્પન્ન કર્યો છે. આગળ પણ હજી એ પ્રશ્નને દોહરાવવાના છે અને એની ચર્ચા પણ કરવાના છે. બહુ સારી ચર્ચા
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પત્રાંક-૫૬૬ કરી છે. સૂક્ષ્મ ચર્ચા કરી છે. એ આપણે ક્રમમાં આવશે એટલે વિચારશું.
શું કહે છે કે “સમસ્ત સંસાર મૃત્યુ આદિભવે. આદિમાં બીજા સંયોગોની પણ અનિત્યતા અને અશરણતા લેવી. “આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું...” અને એ સંસાર પોતે શરણનો હેતુ થાય એવી કોઈ કલ્પના કરવી અથવા આશા રાખવી કે અમુક પ્રકારના આપણા સંયોગો થઈ જશે ને પછી વાંધો નહિ આવે. એક આટલું થઈ જાય ને... માણસ શું કરે છે? આટલું કામ પાર પડી જાય ને કે આટલી ઉપાધિ ટળી જાય ને પછી ચિંતા નથી, પછી ભય નથી. એ પૂરું ન થાય ત્યાં બીજું કાંઈક ઊભું થયું હોય. કાં એકથી વધારે ઊભું થયું હોય. અને કાં પોતાને પાછી બીજી કલ્પના આવે કે આ તો થઈ ગયું પણ હજી એક આમ થવાની જરૂર બાકી છે. હજી પાછી આમ થવાની જરૂર બાકી છે.
ભાડે રહેતા હતા એના કરતા હવે પોતાનું ઘર હોય તો પછી કોઈ આપણને એમ ન કહે કે અહીંથી તમે ખાલી કરો. એ થઈ ગયું તો હવે એક માળ ઉપર બીજો હોય તો સારું. બીજો થાય તો કહે હવે એક ત્રીજો થાય તો સારું. આમ ને આમ એ આશાના દોરે સમય વ્યતીત કરી નાખે છે. એની કોઈ નિશ્ચિતતા છે નહિ. કોઈ Gurantee છે નહિ કે પોતપોતાની ઈચ્છા પ્રમાણે બધા કાર્યો થાય જ. એટલે થશે કે નહિ થાય? એની ચિંતા, એનો ભય અને આયુષ્યની અનિશ્ચિતતાનો ભય. ક્યારે આયુષ્ય પૂરું થાય એનું કોઈ ઠેકાણું નથી. એટલે એ શરણનું કારણ બને, સંસારના સંયોગો શરણનું કારણ બને એવી કલ્પના કરવી તે મૃગજળમાંથી પાણી પીવાની વાત છે.
વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ...' આ વાતનો ઘણો વિચાર કરીને, ઊંડો વિચાર કરીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. કોઈએ એમાં ગૂંચવાય જવું એવો ઉપાય શોધ્યો નથી. તેનાથીનિવર્તવું એ જ ઉપાય એમણે શોધ્યો છે, એ જઉપાય પ્રમાણે તે અનુસર્યા છે, એ જઉપાય તેમણે આચર્યો છે. એમની આચરણા પણ સ્પષ્ટ છે. તે સંસારના મુખ્ય કારણ જ ચર્ચા કરે છે, હોં! આમાં જ ચર્ચા કરે છે.
તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે.” આ જીવને સંસાર શા માટે છે? કે કાં તો એને રાગનું બંધન છે, કાં તો એને દ્વેષનું બંધન છે. આ મારો વેરી છે, આ મને પ્રતિકૂળતા આપનારો છે, આ મને નુકસાન કરનારો છે. એમ એના પ્રત્યે જીવના પરિણામ નિબંધન પામે છે, જોડાય છે. બંધન પામે છે એટલે કાં રાગથી જોડાય છે, કાં દ્વેષથી જોડાય છે. રાગના સ્થાન ઘણા છે. દ્વેષના સ્થાન કોઈક
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૧ કોઈક છે પણ રાગના સ્થાન ઘણા છે. અને એ ઘણા રાગના સ્થાન છે એના ગર્ભમાં એ બધા જષના સ્થાન છે.
જેમકે જેના ઉપર રાગ છે એ એક સિક્કાની બીજી બાજુ દ્વેષ છે. એમાં ફેરફાર થાય એટલે રાગ પલટીને દ્વેષ થયા વિના રહેશે નહિ. જેના ઉપર રાગ કર્યો છે એ દ્વેષનું નિમિત્ત થઈ જશે. પણ પ્રધાનપણે આ જીવ રાગ વધારે કરે છે. દ્વેષ એના પ્રમાણમાં અલ્પ કરે છે. '
સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન...” છે. આ તો જીવ પોતાની વર્તમાન પરિસ્થિતિને અને પરિણામને તપાસે, અવલોકન કરે તો એને પોતાના અનુભવથી સમજાય એવી વાત છે, કે મને પણ રાગનું બંધન છે અને દ્વેષનું બંધન છે. ક્યાંક દ્વેષનું બંધન છે. બહુભાગ બધે મને રાગનું બંધન છે. અને સર્વ જ્ઞાનીઓએ અનુભવથી નિચોડ કરીને સ્વીકારેલી વાત છે અથવા Final કરેલી વાત છે. છેવટનો એમનો એ નિર્ણય યથાર્થ છે.
તેની મૂંઝવણે જીવને નિજવિચાર કરવાનો અવકાશપ્રાપ્ત થતો નથીઅને એ રાગ અને દ્વેષના બંધનવાળા પદાર્થોની આજુબાજુ આ જીવની પરિણતિ ચકરાવો ખાય છે. શું કરે છે? જીવના પરિણામ આત્માને છોડીને સંયોગ પાછળ, શરીર પાછળ અને શરીરના સંબંધીઓ પાછળ ચકરાવો ખાય છે. જ્યાં એને રાગનું બંધન છે, દ્વેષનું બંધન છે ત્યાં જ પરિણામ ચકરાવા ખાય છે. એમાં મૂંઝાય છે. પછી એની ઇચ્છા પ્રમાણે તો કાંઈ બધું બનતું નથી. એટલે એને એ મૂંઝવણમાં અને મૂંઝવણમાં પોતાના આત્મસ્વરૂપનો વિચાર સુદ્ધા કરવાનો, અવલોકન કરવાનો કોઈ અવકાશ એટલે સમય મળતો નથી. એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી. એટલું બહિર્મુખપણું વર્તે છે કે એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી.
વળી જેબહિર્મુખ પરિણામ ચાલુ રહ્યા છે એમાં ક્યાંય એને શાંતિ નથી, સમાધાન નથી. મૂંઝવણ છે એટલે સમાધાન નથી. મૂંઝવણ છે, અશાંતિ છે અને આકુળતા થયા કરે છે. છતાં પણ એને પોતાને એવી કલ્પના છે, કે આમારું છે અને એમાં આમ તો થવું જ જોઈએ અને આમ તો ન જ થવું જોઈએ. એટલે એ આકુળતા સહન કરીને પણ એ જ પ્રકારના પરિણામને ચાલુ રાખે છે. એવું નથી વિચારતો કે હવે આ આકુળતામાંથી છૂટીને મારે કાંઈક આત્મશાંતિ પ્રાપ્ત કરવી છે. મારે આત્મશાંતિ પ્રાપ્ત કરીને શાંતપણે મારા સ્વરૂપમાં શાંતિથી ઠરવું છે. એ પ્રકારનો નિર્ણય કરતો નથી કે મારે આ કાર્ય કરવું છે. એના બદલે આ કરવું છે... હજી આ કરવું છે.. હજી આ કરવું છે. આમ થાય તો
Page #244
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૨૭ ઠીક... આમ થાય તો ઠીક... આમ હોય તો ઠીક પરિણામ સંયોગિક પદાર્થ પાછળ, ભમ્યા કરે છે અને જીવ મૂંઝાયા કરે છે. જરાય એને આત્મવિચારનો અવકાશ રહેતો નથી.
એ તો કોઈ દલીલ કરે કે આત્મવિચારનો અવકાશ કરવા માટે તો આ સ્વાધ્યાય કરીએ છીએ. અને રોજ એક કલાકનો અવકાશ તો લઈએ છીએ. એટલી દલીલ કરે. કહે છે, આત્મવિચાર થાય એવા યોગે-આ બહારનો યોગ છે. એમાં સાસ્ત્ર છે, સપુરુષ છે એવો કોઈ યોગ મળતા તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી,...” એવું ઓલાપણે Attachment છે, પક્કડ છે કે પોતાનો પુરુષાર્થ પ્રવર્તી શકતો નથી. પુરુષાર્થમાં એનિષ્ફળ જાય છે.
મુમુક્ષુ -ઉદય જોરદાર છે.
પૂજ્ય ભાઈશ્રી:-પોતાના પરિણામ, ઉદય બાજુના પરિણામ એટલા બળવાન છે, કે આત્મહિત બાજુ એનો પુરુષાર્થ પ્રવર્તી શકતો જ નથી, અંતર્મુખ થઈ શકતો નથી. એટલે એટલો પોતે હિનસત્ત્વ થઈ ગયો છે. જેમ કોઈ માણસ નબળો પડે, શરીરથી પણ નબળો પડે, તો કોઈ શારીરિક શક્તિનું કાર્ય ન કરી શકે ભાઈ!આ વજન તમે ઉપાડો. હું નહિ ઉપાડી શકું. મારી એટલી શક્તિ નથી. એ પોતે પોતાની શક્તિ પરિણામની અંદર જે હોવી જોઈએ એ શક્તિથી એટલો હિનવીર્ય થયો છે, હિનસત્ત્વ થયો છે, કે પોતાના પરિણામને પોતે અંતરમાં વાળવા ઇચ્છા કરે તો પણ એના પરિણામ અંદરમાં વળતા નથી. આ પરિસ્થિતિ એક ઊભી થઈ ગઈ છે.
નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે.” એવા યોગ છે. એવા સપુરુષ, એવા સાસ્ત્ર, એવી વિચારણા, એવી યોજના, એ સંબંધીનું ઘણું જાણપણું, એનું વિજ્ઞાન, બધું સામે સમજવા મળે છે. સમજવા મળે છે નહિ, એને સમજાય છે, એને એમ લાગે છે કે વાત તો ન્યાયસંગત છે, બરાબર છે, યોગ્ય છે. આમાં કાંઈ બીજું કહેવાની જગ્યા નથી. તોપણ પોતાના બંધનના કારણથી, પોતાના રાગની ચીકાશ, એટલી ચીકાશથી ચોટલો છે કે આત્મવીર્ય પોતાનું હિત કરવામાં પ્રવર્તી શકતું નથી.
અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેથી એમને એમ કાળ ચાલ્યો જાય.પ્રમાદ એટલે શું ? કે પછી એ સંયોગો પાછળ પરિણામ કરતાં અને પ્રવૃત્તિ કરતાં કાળ ચાલ્યો જાય અને આત્મહિત કરવામાં જરાપણ પોતે જાગૃતિમાં ન આવી શકે એને પ્રમાદ કહ્યો. છે. એનું નામ અહીં પ્રમાદ છે. એ પ્રમાદનું કારણ બને છે. અને તેવા પ્રમાદે અને એ રીતે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
રાજહૃદય ભાગ-૧૧ પ્રમાદના કાળમાં લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું. પછી ટેવાઈ એવી જાય કે શું કરીએ હવે? જે થાવું હશે તે થાશે. આપણે તો બીજું કાંઈ કરી (શકવાના નથી), આત્માનો પુરુષાર્થ તો કરી શકતા નથી. માટે અત્યારે તો આ બધી ઉપાધિનો પ્રકાર છે એની અંદર જેટલો રસ્તો કઢાય એટલો કાઢીને જેટલી શાંતિ થાય એટલી ઉપાધિ તો શાંત કરો. એટલે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિની અંદર નિર્ભય થઈને,નિશ્ચિત થઈને, અજાગૃત રહીને પ્રવર્તે છે. એમ થયું કે એમ રહેવું તે આ જીવનું અતિશય નિબળપણું છેએ તો આ જીવની ઘણી નબળાઈનું કારણ છે એમ સમજવું. એટલે મુમુક્ષની ભૂમિકાની અંદર એની પરિસ્થિતિ શું છે એનું ભાન કરાવ્યું છે, કે આ જીવ જરાપણ અવકાશ લેતો નથી. ક્યારેક અવકાશ મળવાનો યોગ છે ત્યારે એનો પુરુષાર્થ પ્રવર્તતો નથી. અને પ્રમાદમાં તે પ્રમાદમાં... અહીં તો શુભાશુભ બધા પરિણામને પ્રમાદ કીધા છે. કોઈને કેટલાક શુભ થાય, કેટલાક અશુભ થાય. તે બધા પ્રમાદમાં જાય છે. અને એવા પ્રમાદના કાળમાં, થોડો સમય લેશમાત્ર સમયકાળ, થોડો કાળ પણ નિર્ભય રહેવું કે થોડો કાળ પણ અજાગૃત રહેવું તે આ જીવનું અતિશયનિબળપણું છે. તે આ જીવનું અવિવેકપણું છે, આ જીવની એ મોટી ભ્રાંતિ છે અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહછે.'નટાળી શકાય, કઠણપણે ટાળી શકાય એવો આ જીવનો મોહ છે.
જુઓ ! શુભના પરિણામ પણ પ્રમાદમાં નાખ્યા છે. આટલું વાંચન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, આત્માનું ચિંતન કરીએ છીએ. પણ સ્વરૂપની જાગૃતિ વિના એને અહીંયાં પ્રમાદમાં નાખે છે. અને એ પ્રમાદ એટલા માટે છે કે જીવ પોતે અંતર્મુખના પુરુષાર્થમાં નિર્બળ થયો છે. એમ કર્યા કરે છે એનો વિવેક ખોવે છે. એમાં ઠીકપણું માને છે કે ના, ના મારા પરિણામ બહુ બગડતા નથી. હવે એ સારા રહે છે. સંતોષ માને છે એ જીવની ભ્રાંતિ છે અને એને એવો મોહ છે કે જે ટાળવો અત્યંત કઠણ છે. એવો આ મોહ છે. આમ પોતે પોતાના માટે વિચારવા જેવું છે.
આ મુમુક્ષુજીવ માટે એક વિચારણાનું સ્થળ છે કે આત્માની અંતર જાગૃતિપૂર્વક પુરુષાર્થની શરૂઆત ન કરી તો આ જીવ પ્રમાદમાં પડ્યો છે એ જીવનો અવિવેક છે, એ જીવનું અત્યંત નિર્બળપણું છે અને આ મોહ ટાળવામાં કઠણ એવો મોહ હજી પણ... એટલે બળવાનપણે હજી મને દર્શનમોહપ્રવર્તી રહ્યો છે.
એમણે એક બહુ સારી સુંદર વાત કરી છે. આ વિષયમાં એવી કરી છે, કે જો જીવને વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર મળે એટલે સાચા નિમિત્તો એને મળી ગયા. સંશી પંચેન્દ્રિય છે એટલે સમજવાની બુદ્ધિ પણ એની પાસે છે. છતાં પણ એને પોતાનું
Page #246
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૨૯
આત્મહિત ન સધાય, ન સાધી શકે એ. તો એને એમ સમજવા યોગ્ય છે કે મારો દર્શનમોહ ઘણો બળવાન છે. દર્શનમોહ બળવાન હોવાને લીધે આ બધી વ્યવસ્થા ઉપાદાન અને નિમિત્તની સુયોગ્ય હોવા છતાં પણ મારું આત્મહિત સધાતું નથી. એ એમ બતાવે છે કે દર્શનમોહનું બળવાનપણું (છે).
.. અને આ ધર્મસાધન કરીએ છીએ એટલે હવે વાંધો નથી. એમ થઈને એ નિર્ભય થઈ જાય છે. સંતોષ આવે છે એનો. એ પરિસ્થિતિ ઊલટાની એના માટે નુકસાનકારક થઈ પડે છે. કેમકે દર્શનમોહ ત્યાં તીવ્ર થાય છે.
મુમુક્ષુ :– દર્શનમોહનો ઉદય લેવો કે દર્શનમોહના વર્તમાન પરિણામ લેવા ?
પૂજ્ય ભાઈશ્રી :– વર્તમાન પરિણામની જ વાત છે. જ્યારે વર્તમાન પરિણામ હોય ત્યારે ઉદય હોય જ. દર્શનમોહનો ઉદય તો જ્યાં સુધી મિથ્યાત્વ છૂટ્યું નથી ત્યાં સુધી તો ચાલુ જ છે. પણ ઉદય તીવ્ર હોય કે મંદ હોય, પોતાના પરિણામ ઉદયમાં તીવ્ર થઈ ગયા છે એમ લેવું. મુખ્યપણે પોતાના પરિણામનો વિચાર કરવાનો છે. પરમાણુ કર્યાં દેખાય છે ? એ તો જ્યાં સુધી સમ્યક્ નથી ત્યાં સુધી ધારાવાહી દર્શનમોહનો ઉદય ચાલે છે. પણ આ જીવ એ ઉદય ચાલતો હોય તોપણ એથી મંદ પણ પરિણામ કરી શકે અને તીવ્ર પણ કરી શકે. આ ઉદય ચાલતો હોય તો ત્યારે અનઉદયના પરિણામ એને ન થાય. ઉપશમે ત્યારે અનઉદયના પરિણામ થાય. એક દર્શનમોહની પ્રકૃતિ સાથે આવો નિમિત્તનૈમિત્તિક અવિનાભાવી સંબંધ છે.
મુમુક્ષુ :– દર્શનમોહની શક્તિને ઘટાડવાનો પ્રયાસ કરવો ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે દર્શનમોહ તૂટે એ જાતના બધા ઉપાય એણે જાગૃત રહીને કરવા જોઈએ. આ સીધી વાત છે. અને સીધે સીધો એનો પ્રકાર એ છે કે પોતે પ્રયોગ ચાલુ કરે. વિચારણાથી દર્શનમોહ થોડો મંદ થાય છે. પણ એ વિચારણામાં પાછો દર્શનમોહ ક્યારે તીવ્ર થાય છે એની પોતાને ખબર રહેતી નથી. કેમકે વિચારણામાં પરોક્ષભાવ હોવાથી કલ્પના કરવાનો અવકાશ છે, કલ્પના થવાનો અવકાશ છે. અને જ્યાં જીવને કલ્પના થાય છે, બે જગ્યાએ પ્રયોજન છે, એક પોતાના કાર્ય કરવાની વિધિ સંબંધી પ્રયોજન છે અને એ પોતાના મૂળ સ્વરૂપજ્ઞાનનું પ્રયોજન છે. મૂળ સ્વરૂપ વિષે કલ્પના કરે કે પોતાના સ્વકાર્ય કરવામાં કલ્પના કરે ત્યારે દર્શનમોહ તીવ્ર થશે. અથવા એ વિચારણા કરે ત્યારે હું મારા આત્મકાર્ય માટે કાંઈક કરું છું એવો સંતોષ લે. તત્ત્વવિચાર ઉપ૨ સંતોષ લે, કે કોઈપણ ક્રિયા કરતા એનો સંતોષ પરિણામમાં આવે, એક બાજુના પરિણામ લાગતા, ત્યારે બધે જ દર્શનમોહ વધે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૧
એક જાગૃતિમાં આવીને પ્રયોગ કરે ત્યારે દર્શનમોહ એકધારો તૂટે છે. કેમકે પ્રયોગ અને પ્રયત્ન સમકાળે અવિનાભાવી હોય છે. એટલે પુરુષાર્થ શરૂ કરવો એ એક જ વાત છે.
સોગાનીજી' તો વારંવાર એમ કહે છે, સુનતે હી ચોંટ લગની ચાહિયે, ઔર સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાહિયે.’ આ બે એમના જે ધ્વનિ છે. એમણે મુમુક્ષુને માટે બહુ સુંદર વાત કરી છે. સાંભળતા તને ઊંડી અસર થવી જોઈએ. ચોંટ લાગે એટલે ઊંડી અસર થવી જોઈએ. આમ ઉ૫૨ ઉપ૨થી કહે, ભાઈ ! તમારે શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે ? ભાઈ સાહેબ ! શાંતિ જોઈએ છે માટે તો આ શાસ્ત્ર વાંચવા બેઠા છીએ. નહિતર તો અત્યારમાં બીજા ઘણા કામ કરે છે અને આપણે પણ ઊઠીને તરત ધમાધમ કરવા માંડીએ. પણ અહીંયાં કલાક બેસીએ છે શું કરવા ? કે કાંઈક શાંતિ માટેનો આપણો રસ્તો આપણને મળી જાય. શાંતિ તો જોઈએ છે. અશાંતિ કોને જોઈએ છે ? કોઈ હા પાડે ? કોઈ હા ન પાડે. પણ એ બધું ઉપર ઉપરથી છે.
શાંતિ જોઈએ છે, એ જો અંદરથી આવે તો એને અશાંત પિરણામથી છૂટવા માટેના પુરુષાર્થની જાગૃતિ આવ્યા વિના રહે નહિ. એને વિકલ્પમાં, પરિણામમાં, વિચારોના વિકલ્પના વમળમાં એને દુઃખ લાગ્યા વિના રહે નહિ. અશાંતિમાં દુઃખ લાગે નહિ એનો અર્થ શું છે ? કે અશાંતિ તને ગમે છે. મોઢેથી હા પાડે કે મારે તો શાંતિ જોઈએ છે. પૂછે ત્યારે શું જવાબ દે ? શાંતિ જોઈએ કે અશાંતિ ? તો કહે ભાઈ ! શાંતિ જ જોઈએ, અશાંતિ શું કરવા જોઈએ ? કાંઈ કારણ ખરું જીવને ? શાંતિ જ પસંદ પડે ને. જો તને શાંતિ પસંદ હોય તો આ અશાંત પરિણામમાં તને ગોઠે છે કેમ ? અને ત્યાં આકુળતા લાગીને છૂટવા માટે કાંઈ પ્રયત્ન કરતો નથી. એ એમ બતાવે છે કે તારે શાંતિ જોઈએ છે એ વાત તારી ઉપર ઉપરની છે. આ સાબિત થાય છે, કે એ વાત માત્ર ઉપર ઉ૫૨ની છે અંદરથી વાત આવી નથી. નહિતર એને અશાંતિમાં દુઃખ લાગ્યા વિના રહે નહિ. એમના પત્રોની અંદર એ વિષયના સંકેત બહુ સારા મળે છે. ત્યાંથી પુરુષાર્થ માટેનો વિષય નીકળે છે.
“સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે,...' જુઓ ! હવે એ પોતે ચર્ચા કરે છે. પોતાના પરિણામ ઉપ૨ ચર્ચા કરે છે, હોં ! આ બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.’ અથવા રાગથી અને દ્વેષથી. બે બંધન છે ને ? એટલે જે કાંઈ થાય છે કાં રાગ હોય તો પ્રવૃત્તિ કરે અને કાં દ્વેષ હોય તો પ્રવૃત્તિ કરે. એટલે આખા સંસારમાં બે પ્રવાહ જોવામાં આવે છે. જે દ્વેષનો પ્રવાહ છે એમાં ઘર્ષણ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૧
પત્રાંક-પ૬૬ જોવામાં આવે છે, જ્યાં રાગનો પ્રવાહ છે ત્યાં સ્નેહ અને રાગને અનુસરીને બધી પ્રવૃત્તિ જોવામાં આવે છે.
પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહિ...” કેમકે એ તો એક સિક્કાની બે બાજુ છે. જેને રાગ છે એને દ્વેષ થયા વિના રહે નહિ. રાગનો ફુગ્ગો ફુલાવે છે. બેઠો બેઠો શું કરે છે? રાગથી ફૂંક માર્યા જ કરે છે અને ફુગ્ગો ફુલાવે છે. એ ફુગ્ગો તું ફુલાવ્યા કરે તો એ ફૂટ્યા વગર રહેવાનો નથી. એક ફુગ્ગાને ફૂંક માર્યા કરો જોયા બંધ કરવું પડે કે નહિ? તો ફુગ્ગામાં હવા જળવાઈ રહે. પણ ફૂંક માર્યા જ કરે તો શું થાય? ફૂટ્યા વગર રહે?પછી એ ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. રાગથી ફુગ્ગો ફુલાવ્યા કરે છે અને ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. અરેરે! આમ થયું. આમ નહોતું થવું જોઈતું અને આમ થયું. પણ તેં રાગ ભર્યા જ કર્યો છે એનું શું ? એમાંથી દ્વેષ ઊભો થયા વગર રહેશે નહિ. પરિણામ એ જ આવવાનું છે, બીજું કોઈ પરિણામ આવવાનું નથી.
મુમુક્ષુ-પુરુષાર્થ વગર સ્વાધ્યાય, મનન, ચિંતવન બધું રાગના ફુગ્ગા જેવું છે?
પૂજ્ય ભાઈશ્રી - બીજું કાંઈ નથી કેમકે બધું ઉપર ઉપરથી થાય છે. માણસ નિવૃત્તિ લ્ય છે. વર્ષો સુધી નિવૃત્તિ લઈને શાસ્ત્ર વાંચે, ચિંતવન કરે, મનન કરે, શ્રવણ કરે, પણ બધું ઉપર ઉપરથી કરે. આત્માના અભ્યતર પુરુષાર્થનું શું? આ સવાલ છે. ત્યાં સુધી એ બધું ઉપર ઉપરથી માનસિક શાંતિ અને શાતાપ્રિય લાગે છે એટલે કર્યા કરે છે. એમાં શું છે? માનસિક શાંતિ અને શાતા છે. એ રાગનો ફુગ્ગો ફુલાવવાની વાત છે. સરવાળે એમાંથી કાંઈનીકળે એવું નથી.
મુમુક્ષુ - આ બધી ક્રિયાને દર્શનમોહખાઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- ખાઈ જાય. અજ્ઞાનરૂપી પાડો બધી ક્રિયાને ચાવી જાય. એમ જેટલા શુભભાવ કર્યા છે, એ મેં મારું કાંઈક આત્મા માટે હિત કર્યું છે. વાંચન પણ ઘણું કર્યું, શ્રવણ પણ ઘણું કર્યું, ચિંતવન પણ ઘણું કર્યું. માટે મેં કાંઈક અત્યાર સુધીમાં સારું એવું કર્યું છે. એવો જે દર્શનમોહનો પરિણામ, એ બધું ચાવી ગયા એનું જેટલું કર્યું હતું એ બધું ચાવી ગયો. આ પરિસ્થિતિ થાય.
શું કહે છે અહીંયાં? “સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” અથવા રાગથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં પ્રેમથી છૂટ્યા વિના દ્વેષથી છૂટી ન શકે. કેમકે એ તો સિક્કાની બીજી જ બાજુ છે. “અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવીતે ભયંકરદ્રત છે. શું કહે છે કે જે પ્રેમથી વિરક્ત થાય, જે જીવ પ્રેમથી વિરક્ત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
રાજહૃદય ભાગ-૧૧
થાય. મેં ભિન્ન જાણ્યું. મારું શરીર ભિન્ન છે, આ બધા જેટલા સંયોગો છે એ ભિન્ન છે, રાગનું મારે કોઈ કારણ નથી. તદ્દન પારકા દેખાય છે. હવે એવી દશા... પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના...' હવે સંગથી પાછી વિરક્તિ નથી થઈ. રાગ છૂટ્યો વિરક્તિ ન થઈ. શરીર લઈ લ્યો ને. શરીરથી છૂટાપણું ન થયું. શરીરનો રાગ છૂટ્યો. શરીરથી છૂટાપણું ન થયું. હવે એ પાછો વ્યવહારમાં વર્તે છે. એ સંબંધીનો વ્યવહાર ચાલુ રાખે. અને છતાં વીતરાગદશા રાખવી. વ્યવહારમાં વર્તવું અને વીતરાગદશા રાખવી. આ ભયંકર વ્રત છે.
ન
આ પોતાનું જે મંથન છે એ અહીંયાં રજુ કરે છે. ઉપર પ્રશ્ન કર્યો છે ને ? આમ તો એમ લાગે છે કે એક વખત આખું જગત સોનાનું થાય ને તો અમારે તણખલા જેવું છે. લખે છે ને ? આખું જગત સોનાનું થાય તો અમારે તૃણવત્ છે. એટલી અંદરની દશા સરસ છે અને પાછી આ પ્રવૃત્તિ કરવી પડે છે. (આ) ભયંક૨વ્રત છે.’
મુમુક્ષુ :– કેટલી ઉગ્રતા બતાવે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ઉગ્રતા બતાવે છે. અથવા એમ કહે છે, કે આ એક અમારા આત્મા ઉ૫૨નો જબરદસ્ત બળાત્કાર ચાલે છે. અમારો આત્મા જરાય આ ઉપાધિ સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી. એવી અંદ૨માં ફાટ ફાટ પુરુષાર્થની સ્થિતિ છે અને આ પ્રવૃત્તિમાં પાછું જોડાવું પડે. ભયંકર અમારી પરિસ્થિતિ છે.
મુમુક્ષુઃ– ભયંકર વ્રત શબ્દ લીધો છે.
પૂજ્ય ભાઈશ્રી :– ૪૦૮ લ્યો. ૪૦૮માં વધારે ચિતાર એમણે આપ્યો છે. ૩૫૨ પાને નીચે છેલ્લી બે લીટી.
જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે...' અમે સાક્ષી થઈ ગયા છીએ, જ્ઞાતાદૃષ્ટા થઈ ગયા છીએ. લોકો એમ સમજે છે કે આ ફલાણું આણે કર્યું અને આગે આમ ન કર્યું. આણે આમ કર્યું અને આણે આમ ન કર્યું. અમને કર્તાહર્તા તરીકે માને છે. એવા ‘તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું...' બીજા એને કર્તા તરીકે માને. સંડોવે. માને એટલે એને સંડોવે. એય..! તમે આમ કર્યું. આ તમારી ભૂલ છે. તમારી ભૂલથી આ નુકસાન થઈ ગયું. પણ હું જ્ઞાતા-દૃષ્ટા છું. અંદરથી, હોં ! બહાર કોઈને ન કહે. હું જ્ઞાતાદૃષ્ટા છું, તમે મને કચાં હેરાન કરો ? બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે.’
એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ..’ એટલે ? દ્વેષનું નિમિત્ત. ખેદ થાય, દુઃખ થાય, અમારાથી નુકસાન થઈ ગયું એમ માને. તેનું ‘કારણ તે
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પત્રાંક-૫૬૬ સાક્ષીપુરુષ ભાતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. શું કહે છે? બીજા લોકોને એમ થયા કરે છે કે આમને લઈને નુકસાન થાય છે. હવે આનું ધ્યાન ધંધામાં નથી. દુકાને બેસે છે પણ વેપારમાં આનું લક્ષ નથી એટલે આપણને નુકસાન થાય છે. કેવો સરસ Chance ગયો. આ કામ કેવું સરસ આપણા હાથમાંથી વયું ગયું. અહીંયાં ગયા હોત તો બહુ સારામાં સારું કામ થાત. આ આવ્યા એને મળવાન રોકાણા એમાં આ ભૂલ થઈ ગઈ. અનેક જાતનો બીજાને દ્વેષ થાય, નુકસાન દેખાય, નુકસાનનું નિમિત્તકારણ દેખાય એવું અવારનવાર આ ૨૫માં વર્ષે બનવાનું એમને શરૂ થઈ ગયું
ભ્રાંતિગત લોકોનેનભાસે. એને ખબર નથી પણ એ એમ જબનવાનું હતું. એ હોત તો એમ જ બનત અને ન હોત તો પણ એમ જ બનવાનું હતું. પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. તો કહે છે, અમે શું કરીએ છીએ કે “એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. એ લોકોને એમ લાગે તો એનાથી પણ તું ઉદાસ થઈ જા. એનાથી પણ તું ઉદાસ થઈ જા. હવે બે ધારી તલવાર શું કરવા કહે છે એનો ખુલાસો આ ૫૬૬માં એમણે આપ્યો છે. એમાં બીજી ધાર કઈ છે? ઉદાસ ચાલો થઈ જાય વાંધો નહિ. જ્ઞાનીને એટલી શક્તિ છે. પણ કોઈને એના સ્વાર્થનો ભંગ કરીએ છીએ એવું લાગે છે. કોઈને ઉપકારનો ભંગ થતો હોય એવું લાગે છે અને કોઈને નિર્દયતા લાગે છે. ત્રણ પ્રકારના સામે નિમિત્ત બને છે. આ એક ભયંકર વ્રત છે. એટલા માટે ભયંકરદ્રત કહીએ છીએ. હવે શું કહે છે?
પ્રેમથી વિરક્ત થાય...” એટલે રાગથી વિરક્ત થયો હોય એ જીવ, છતાં સર્વસંગથી વિરક્ત થયા વિના એટલે વ્યાપારમાં પ્રવર્તતા હોય. અને એ વ્યવહારમાં વર્તતા ઉદાસ દશા રાખવી તે ઘણી ભયંકર દશા છે. ઘણી ભયંકર પરિસ્થિતિ છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય...” એટલે એકદમ કેવળ રાગનો ત્યાગ કરીને. હવે શું છે કે ચારિત્રમોહનો પણ રાગ ન હોય અને વ્યવહારમાં પ્રવર્તાય. તો એ તો બને જ કેવી રીતે ? એ તો બને નહિ. તો કહે છે, એમ નહિ ભલે ચારિત્રમોહ હોય પણ પોતે ઉદાસ થઈ જાય. એ ગમે તેમ કહે આપણે તો કાંઈ નથી કરવું એટલે નથી કરવું. તો કેટલાક જીવોને દયાનો ભંગ કરવા જેવું થાય છે. કોઈ જીવે વ્યવહારિક રીતે ઉપકાર કર્યો છે એનો ભંગ થાય છે. અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. એટલે વ્યવહારની ન્યાય નીતિ તૂટે છે. આ બેધારી તલવાર શું કરવા કહી ?
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ચજહૃદય ભાગ-૧૧ વ્યવહારિક ન્યાયની નીતિ છૂટી જાય છે. જો પ્રવૃત્તિ કરીએ છીએ તો એ આત્માને સખ પડતું નથી. કે નહિ, આ તારું કામ નથી. હવે આ તારું કામ નથી. તું છોડ. આને છોડતું હવે. આ તારું કામ નથી. આ કર્તવ્ય નથી. અને પ્રવૃત્તિ કરતા પણ જો આવી રીતે એનો ત્યાગ કરવામાં આવે તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. આમ બે બાજુ જરા પોતાને વિકલ્પ આવે છે.
અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં...” ભાઈ ચાલોને એમને નકામું દૂર થઈ જશે. આપણે તો એક થોડુંક અહીંયાં હાજર રહેવાનું છે, પૂછે એનો જવાબ દેવાનો છે. બીજું કાંઈ આપણે વિશેષ માથાકૂટ નથી. એમ કાંઈક પણ દયા, ઉપકારાદિના કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકને ક્લેશ પણ થયા. વિના રહેવો ન જોઈએ... એ તો આત્માનો વિવેક છે કે આ છોડવા જેવું છે. તો એનો ક્લેશ થાય છે. અંદરમાં આત્મા માટે ક્લેશ થાય છે, બહારમાં બીજા માટે ક્લેશ થાય છે. આ બે ધારી તલવાર છે.
મુમુક્ષુ – વ્યવહારમાં વિવેક કરવા જાય તો આત્મામાં ક્લેશ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- આત્મામાં ક્લેશ થાય. જો ઓલાનો સાવ ઉલાળ્યો કરે, કે આ ખંખેર્યું બધું. તો એ બધાને ક્લેશ થાય છે, દુઃખ થાય છે. કરવું શું અમારે ? એમ કહે છે. ‘ત્યારે તેનો વિશેષ વિચાર ક્યા પ્રકારે કરવો ? તો હવે એનો વિશેષ વિચાર કેવી રીતે કરવો ? શું આનો રસ્તો કાઢવો એમ કહે છે. આ પ્રશ્ન ઊભો છે. આ પ્રશ્ન હજી ઊભો છે. પ૬૬માં. તો પછી શું રસ્તો કાઢવો આનો વિશેષ પ્રકારે વિચાર કરવો એટલે તો પછી અમારે ક્યા પ્રકારે પ્રવર્તવું? આ એક તમને એટલે “સોભાગભાઈને એમણે આ પ્રશ્ન પૂક્યો છે. કે અમારે કરવું શું હવે ? મારે મથામણ થાય છે અને કરવું શું એ કાંઈ સૂઝ પડતી નથી.
મુમુક્ષુ -આ ત્રણે કાળના જ્ઞાનીની અંતરંગ સ્થિતિનું વર્ણન છે?
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાની પણ અંદરમાં કેવી રીતે આગળ વધવા માટે પુરુષાર્થના ધમપછાડા કરે છે. પુરુષાર્થના ધમપછાડા છે. કેવી એને તાલાવેલી લાગેલી હોય છે. કેટલી છટપટી લાગેલી હોય છે. એમ નથી કે સમ્યગ્દર્શન થઈ ગયું એટલે... અમને હવે સમ્યગ્દર્શન તો થઈ ગયું છે ને હવે કાંઈ વાંધો નથી. એવી રીતે કોઈ ચાલતા નથી. એ પણ વર્તમાન પરિસ્થિતિથી એ લખશે હજી તો આગળ. કે આમ ને આમ આ રીતે વધારે કાળ જાય તો ગુણસ્થાન રહેવું મુશ્કેલ છે. આગળ વધવું જ જોઈએ. એની તૈયારી શું છે?કે આગળ વધવું જ જોઈએ. મોક્ષમાર્ગની અંદર આગળ પ્રયાણ કરવું જ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પત્રાંક-પ૬૬ જોઈએ. એકને એક જગ્યાએ રોકાવાથી શું ફાયદો? કેમ રોકાવાય? એ નીચે જવાનો વારો આવે છે. એટલે મોક્ષમાર્ગી જીવો પુરુષાર્થ કરીને આગળ વધે છે.
મુનિદશામાં તો બહુ સ્પષ્ટ વાત છે કે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનથી જો આગળ ન વધે, કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરવા માટે તો એમણે મુનિપણું લીધું છે અને જો કેવળજ્ઞાનની શ્રેણી ન માંડે અને છઠ્ઠા-સાતમામાં જ આયુષ્યનો કાળ વ્યતીત કરે તો) ચોથે આવી જ જવું પડે. જેવું આયુષ્ય પૂરું થાય કે એક સમયમાં ચોથા ગુણસ્થાને નીચે ઉતરી જાય. અને કેટલી મોટી સજા થાય? સાગરોપમની. મુનિદશામાં તો ૧૫, ૨૦, ૨૫, ૩૩ સાગર સુધી વયા જાય. અત્યારે નીચે બે-ચાર સાગરની સ્થિતિમાં જાય. મુનિરાજ તો ઉપરની સ્થિતિમાં જાય છે. કારણ કે એનું તો શુભ ઘણું વધી ગયું છે. અઘાતિની સ્થિતિ જલાંબી પડે, એટલો કષાયમંદ થઈ ગયો છે. મોટુંJunction આવી ઊભું રહે. ચોથા ગુણસ્થાનમાં બધો સમય કાઢવાનો. પછી ત્યાં ભાવના કર્યા જ કરે. અરે..! મનુષ્યપણું હોત તો ચારિત્ર આવત. મનુષ્યપણું હોત તો ચારિત્ર આવત. અહીંયાં કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. કેમકે ત્યાં રાગબંધન (છે), તીવરાગ, ચારિત્રમોહનો રાગ તીવ્ર થઈ ગયો છે. ચોથા ગુણસ્થાનનું કારણ એ છે કે બીજી બે ચોકડીનો જે અભાવ હતો એ સદ્ભાવ થઈ ગયો. ઉદય ચાલુ થઈ ગયો. પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યાખ્યાનાવરણી. સંજવલનમાંથી બીજી બે વધી પાછી.
મુમુક્ષુ -બે પાંડવો છે જને..
પૂજ્ય ભાઈશ્રી:- હા. ૩૩ સાગરની સ્થિતિએ સર્વાર્થસિદ્ધિમાં ગયા છે. નકુલ અને સહદેવ. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અહીંયાં શેત્રુંજય ઉપરથી મોક્ષે પધાર્યા છે. બરાબર ઉપર સમશ્રેણીએ સિદ્ધાલયમાં બિરાજે છે.
મુમુક્ષુ – સમ્યગ્દષ્ટિ ધર્માત્મા આવી બાહ્ય ઉપાધિમાં પડ્યા હોય અને આ અંતરંગ પણ ભીખવ્રત કેવી રીતે પાલન કરે છે એના ઉપર મુમુક્ષુનું લક્ષ જાય તો એ જ્ઞાનીને ઓળખે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલા માટે એમને સ્વીકાર છે, કે આમાં આત્માર્થી કેવી રીતે સાધે છે. જો જ્ઞાની છે અને આટલી મથામણમાં પડ્યા છે, તો મુમુક્ષુએ તો ઘણી જ સાવધાની રાખવાની જરૂર છે. એમ એમાંથી આપોઆપ નીકળે છે. જ્ઞાનદશામાં એમણે આ વાત લીધી છે.
મુમુક્ષુ –પોતાના પરિણામની કેટલી સ્પષ્ટ.. પૂજ્ય ભાઈશ્રી બહુચોખ્ખું કહેતા સંકોચ નથી ને. સોભાગભાઈ એક એવું
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૧ પાત્ર છે કે જેમની પાસે એમને પોતાના રાગ-દ્વેષથી માંડીને બધા પરિણામ, શુદ્ધતાના, અશુદ્ધતાના બધા પરિણામ વ્યક્ત કરવામાં કાંઈ સંકોચ નથી. એક એવું સુંદર પાત્ર એમને મળી ગયું છે. પોતાનું હૃદય ઠાલવે છે. એના ઉપરથી જ એમણે નક્કી કરેલું છે, કે જો મારું હૃદય અહીંયાં પૂરેપૂરું બહાર આવે છે એ જ એની પાત્રતા બતાવે છે. જેના નિમિત્તે પોતાને મોક્ષમાર્ગની અંદર વિકાસ સધાતો હોય તો એ સામો જીવ ભલે મુમુક્ષુ છે, જ્ઞાની નથી તોપણ એની પાત્રતા છે એ વાત નિઃશંક છે. એટલે એને ઉપકારશીલ કહ્યા છે. ઉપકાર માન્યો છે એનું કારણ છે. નમસ્કાર કર્યા છે એનું પણ એ જ કારણ છે.
અમસ્તું પણ જેના ઉપર વિશ્વાસ હોય, ખાનગીમાં ખાનગી Most comતિential જેને કહેવાય એવી રહસ્યવાળી વાત કોને કહે? જેના ઉપર વિશ્વાસ હોય એને કહે. ગમે એને કહે તો નુકસાન થઈ જાય. કેટલો વિશ્વાસ છે? કેટલો વિશ્વાસ મૂકયો છે ! એની પાત્રતા વગર એવું બને નહિ. ૫૬૬ (પત્ર પૂરો થયો. અહીં સુધી રાખીએ....
મુમુક્ષજીવને નિજકલ્યાણના હેતુથી જે અંદરથી સૂઝ આવે છે, તેથી મુમુક્ષતા/ યોગ્યતા વર્ધમાન થાય છે. બાહ્યથી | શ્રવણ -વાંચન આદિથી જે માર્ગદર્શન મળે, તે | અંતરસૂઝની પુષ્ટિ માટે હોવું ઘટે અથવા આગળ વધવાની સૂચના (Hint) રૂપે હોવું ઘટે; કારણકે તે પારકું -ઉછીનું લીધેલું છે. તેથી પહેલાના જેટલો લાભ થતો નથી.
(અનુભવ સંજીવની-૧૩૭૫)
આત્મકલ્યાણની તીવ્ર લગનીપૂર્વક જે સત્પુરુષના સાનિધ્યમાં જાય છે, તે જીવને સત્પુરુષની ઓળખાણ થઈ, અંદરમાં માર્ગ સૂઝે છે અને તે અવશ્ય તરી જાય છે. સત્સંગ / સત્યરુષ પ્રાપ્ત થવા છતાં અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોવા છતાં સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલીનો અભાવ છે- તે અન્ય પ્રતિબંધને પ્રદર્શિત કરે છે તેને અંતરગવેષણાથી/અવલોકનથી શોધવો ઘટે છે.
(અનુભવ સંજીવની–૧૩૭૬)
Page #254
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૩૭
તા. ૨૩-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૬, ૫૬૭
પ્રવચન નં. ૨૫૮
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬ ૬. પહેલેથી લેવો છે ? પત્ર-પ૬ ૬, પાનું-૪૪૯. “સોભાગ્યભાઈ” ઉપરનો પત્ર છે. પોતાની દશામાં જે કાંઈ ઠંદ્ર ચાલે છે, બધી વાત પોસાતી નથી, અલ્પ વિભાવ પોસાતો નથી. છતાં અનિવાર્યપણે જે કાંઈ યોગ્યતા છે, એવો કર્મનો ઉદય છે એની સામે પુરુષાર્થનું જોર છે. એવા સામે સામા પ્રકારો ઉત્પન થયા છે. એટલે એ વિષે પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યા છે. આ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યા
અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. પોતાની વાત કરે છે. આ સંસાર અશરણ છે એમ જાણીને એમાં કોઈ પદાર્થ આ જીવને શરણભૂત નથી. એની રક્ષા કરે, જીવની રક્ષા કરે, બચાવે એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. “એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય...” એટલે વ્યવહાર કરવા યોગ્ય છે, આ સંસારમાં સાંસારિક રીતે ચાલવા યોગ્ય છે, સંસારિક રીતે જ પ્રવર્તવા યોગ્ય છે. એવું જરા પણ લાગતું નથી. એવું નથી લાગતું, એમ જણાતું નથી.
“અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં. તેથી એ વ્યવહારથી નિવૃત્ત થવું છે. નિવૃત્ત ન થવાય તો એમાં સંક્ષેપ કરીને ઓછો કરી દેવો છે. એમ કરવા જઈએ છીએ તોપણ કાળ વ્યતીત થતો જાય છે. એ વાત અમને તો ગમતી નથી, ગોઠતી નથી, એ વાત પોસાતી નથી. એમ કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો. હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? એવો કાળ વધારે પસાર ન થાય અને અલ્પ કાળની અંદર એ વ્યવહારથી નિવૃત્તિ લેવી હોય તો જીવે શું કરવું જોઈએ ? આવો એક પ્રશ્ન પોતાની દશા ઉપર એમણે ઉઠાવ્યો છે.
“સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે. સંસાર અશરણ છે એટલે એને ભયના પણ અનેક કારણો છે. મૃત્યુના પણ અનેક કારણો છે. અનેક કારણોથી એ ભયવાન થઈને દુઃખી થાય છે. અને મૃત્યુને શરણ પણ થવું પડે છે. કોઈ મૃત્યુથી બચી
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
રાજહૃદય ભાગ-૧૧ શકે એ તો કોઈ પરિસ્થિતિ સંસારમાં છે નહિ. “સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે તે શરણનો હેતુ થાય...” અશરણ હોવા છતાં એને શરણનું કારણ થાય, એના આશ્રયે નિશ્ચિત થઈને સંસારમાં જીવીએ અને કાંઈ ભય ન થાય, મૃત્યુથી પણ બચી જઈએ એવી કલ્પના કરવી એ તો મૃગજળ જેવી વાત છે. મૃગજળ એ ખરેખર જળ નથી પણ એક જળની કલ્પના છે. એમ અશરણ એવા સંસારને વિષે શરણપણું પ્રાપ્ત થાય એ એવી કલ્પના છે, એ સિવાય બીજું કાંઈ નથી.
તેથી વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. માટે તીર્થકર જેવા મહાપુરુષોએ અથવા સંસારમાં પણ જેમનો પુરુષાર્થ ઘણો હતો, સંસારદશામાં પણ જે ઘણા પુરુષાર્થતંત હતા, એ પણ રહ્યા નહિ. સરવાળે એમાં રહ્યા નહિ. એણે પણ છોડવું, એમ કહે છે. એમણે પણ વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. એ ઉપાય એમણે શોધ્યો હતો અને વર્તમાનમાં પણ એ પરિસ્થતિ જોવામાં આવે છે.
તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે.' સંસારમાં અસાર છે એવું જાણ્યા પછી પણ જો જીવ ત્યાં સ્થિતિ કરે છે, સંસારને વિષે સ્થિતિ કરે છે તો કાં તો એને કાંઈક પ્રેમ છે, કાં તો એને કાંઈક દ્વેષ છે. દ્વેષનું બંધન અને રાગનું બંધન એને લઈને જીવ સંસારમાં રહ્યો છે. નહિતર એ એક ઘડી ન રહે એવું આ સંસારનું સ્વરૂપ છે.
મુમુક્ષુ - જ્ઞાની છે તોપણ તીર્થકરોની વાત મૂકીને પોતે એમાંથી કેવી પ્રેરણા લે છે!
પૂજ્ય ભાઈશ્રી:-પોતે પણ એ પ્રેરણા લે છે, કે તીર્થકર જેવાએ પણ આ સંસારને ત્યાગ્યો છે. અમે શું જોઈને અહીંયાં બેઠા છીએ? એમને એમ થાય છે. હજી તો ૨૮ વર્ષની યુવાન ઉમર છે. અને ત્રણ-ચાર વર્ષથી, પાંચ વર્ષથી આ વાત ઘૂંટાય છે. હવે થોડી વધારે તીવ્ર થતી જાય છે. ચાર-પાંચ વર્ષનો સમય ગયો એ એમને અસહ્ય લાગે
મુમુક્ષુ જ્ઞાની પુરુષો જો આવી પ્રેરણા લેતા હોયતો મુમુક્ષુએ શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી -મુમુક્ષુએ તો ઘણું બળ કરવું પડે. એને સરવાળો તો મારી જ દેવો જોઈએ કે અનંતકાળથી આ સંસારના સંયોગો સુધારવા પાછળ મેં મારો અનંતકાળ બરબાદ કર્યો છે. ખરેખર તો બરબાદ કર્યો છે. અમૂલ્ય સમય બરબાદ કર્યો છે. હવે આ સંયોગો પૂર્વકર્મ અનુસાર જેમ થવાના હોય તેમ થાવ. પણ મારે મારું
Page #256
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૩૯
મમત્વ-પોતાપણું એક વાર ત્યાંથી ખેંચી લેવું છે. મુમુક્ષુને તો પહેલા પોતાપણું ખેંચવું પડે. જ્ઞાનીને તો પોતાપણું નથી અને ચારિત્રમોહનો અલ્પ રાગ થાય છે એની સામે આ બળવો કરે છે. મુમુક્ષુને તો હજી મમત્વ વર્તે છે. એને એ મમત્વનું દુઃખ લાગવું જોઈએ.
જોકે સંસા૨માં તો જીવને મમત્વની મીઠાશ લાગે છે. દુઃખ નથી લાગતું પણ મમત્વની મીઠાશ લાગે છે. પોતાનો પરિવાર જોવે, સારું મકાન જોવે, પોતાનો પરિગ્રહ જોવે તો એના ઉ૫૨ એને વહાલપ આવે છે. એ એને ઘાતક છે. એના આત્મગુણને એ ઘાતક છે. એ મીઠાશ એના આત્માને ઘાતે છે. ત્યાં એને દુઃખ થવું જોઈએ, કે અરે..! હવે તારે કચાં સુધી આમાં ખૂંચી, ખૂંચીને ખૂંચી જાવું છે ? બહુ ખૂંચ્યો હજી કાંઈ તને એમાંથી નીકળવાનું મન થતું નથી. એમ એને પોતાને (લાગવું જોઈએ). પોતે જ પોતાનો ગુરુ થાય અને પોતે જ પોતાને ઉપદેશ આપે તો થાય એવું છે. જ્ઞાની ગુરુઓ તો પોકારી પોકારીને કહે છે. પણ દુર્લભબોધિપણાને લીધે પોતાને અસર થતી નથી. પોતાના આત્મા ઉ૫૨ એની અસર થતી નથી. એ આ જીવનું દુર્લભબોધિપણું છે. અથવા એ દર્શનમોહનો પ્રભાવ છે કે જેને લઈને એવું દુર્લભબોધિપણું વર્તે છે.
‘તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે....' એ રાગ અને દ્વેષમાં મૂંઝાયેલો જીવ, મૂંઢાયેલો જીવ તેને “નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી...' હું મારું આત્મહિત કેવી રીતે સાધું ? એનો એને અવકાશ મળતો નથી. એમ ને એમ મૂંઝવણમાં ને મૂંઝવણમાં મૂંઝવણનો રસ્તો કાઢવા માટે પ્રયત્ન કરે છે (પરંતુ) આત્મહિત કરવા માટે અવકાશ લેતો નથી. ‘અથવા થાય એવા યોગે...’ આત્મહિત થાય એવો કોઈ એને યોગ મળે (અર્થાત્) સત્શાસ્ત્ર, સદ્ગુરુ, જ્ઞાનીપુરુષ વગેરે કોઈ (યોગ મળે).
એવા યોગે તે બંધનના કારણથી...' એટલે રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિ વર્તતી હોવાને લીધે. ‘આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી...' એ પરિણિત એને પુરુષાર્થને પોતાની બાજુ વળવા દેતી નથી. પુરુષાર્થ એનો રાગ, દ્વેષ અને એના વિષયો, રાગ-દ્વેષના જે નિમિત્તો છે એ બાજુ એનો પુરુષાર્થ ચાલે છે. પોતાના આત્મહિત બાજુ પુરુષાર્થ વળીને કામ કરે, દિશા ફેર થઈને કામ કરે એ રીતે એનું વીર્ય પ્રવર્તી શકતું નથી. એટલો વેગમાં જાય છે. ૫૨ તરફના વેગમાં પુરુષાર્થ છે ને ? પુરુષાર્થ વિનાનો તો જીવ નથી. એટલે ૫૨૫દાર્થ તરફનો એનો જે પુરુષાર્થ છે એમાં વેગ ઘણો છે. પાછો વળે કેવી રીતે ? દિશા ફેર કેવી રીતે થાય ? તીવ્ર રસ, રાગ અને દ્વેષના તીવ્ર રસને લઈને જીવનું આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે,...’ આ પુરુષાર્થ કેમ ઊપડતો નથી
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
એનો ઉત્તર આપ્યો છે.
મુમુક્ષુને આ પ્રશ્ન થાય કે સાંભળીએ છીએ, સારું પણ લાગે છે પણ હજી અમારો પુરુષાર્થ ઊપડતો નથી. આત્માનું હિત થાય અને આત્મા ભણી અંતર્મુખ થાય એ રીતે અમારો પુરુષાર્થ ઊપડતો નથી. એ એક સમસ્યા થઈ પડી છે. પણ કચાંથી ઊપડે ? જે રાગ અને દ્વેષના બંધન છે એટલે આ જીવ ભાવથી એવી રીતે પ્રતિબંધ પામે છે, રાગના નિમિત્તોમાં અને દ્વેષના નિમિત્તોમાં એટલી હદે પ્રતિબંધ પામે છે, કે એનો પુરુષાર્થ ત્યાંથી આત્મા બાજુ સ્ફુરાયમાન થાય એવી પરિસ્થિતિમાં જીવ આવી શકતો નથી. મુમુક્ષુઃ– દ્વેષના બંધનમાં તો કારણ નથી લાગતું... પણ ....
=
=
પૂજ્ય ભાઈશ્રી :– રાગનું બંધન વિશેષ છે. દ્વેષનું બંધન ક્વચિત હોય છે પણ રાગનું બંધન તીવ્ર છે. અને રાગના નિમિત્તો પણ જીવને ઘણા છે. લગભગ બધા રાગના જનિમિત્તો છે એમ સમજોને, દેહથી માંડીને બધા રાગના નિમિત્ત છે.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– આત્મહિતને બહાને પણ રાગમાં જ ફસાય છે ને ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આત્મહિતને બહાને રાગમાં જ ફસાય છે. એ શુભરાગમાં ફસાય છે. આત્મહિતને બહાને શુભરાગમાં ફસાય છે. સંતોષ પકડે છે. હું કાંઈક વાચું છું, વિચારું છું, સાંભળું છું, ભગવાનના દર્શન-પૂજા કરું છું. દયા-દાન પણ કાંઈક કરું છું. એટલે એનો સંતોષ લઈને ત્યાં જીવ ફસાય છે.
એક વાત નહિ ભૂલવા જેવી વાત એ છે, કે મુમુક્ષુજીવે કદિ પણ પોતાના વર્તમાન પરિણામની સ્થિતિનો ભૂલથી પણ સંતોષ લેવા જેવો નથી, સંતોષ પકડવા જેવો નથી. નહિતર ભૂલો પડી જઈશ. એ સંતોષના પરિણામ તીવ્ર દર્શનમોહને ઉત્પન્ન કરે છે. દર્શનમોહ ત્યાં તીવ્ર થઈ જાય છે. માટે ભૂલેચૂકે પણ પર્યાયબુદ્ધિ મટાડવી છે એને બદલે પર્યાયબુદ્ધિ તીવ્ર થાય એવી પરિસ્થિતિમાં કયારે પણ જવા જેવું નથી. એ લક્ષ રાખવા જેવો વિષય છે.
આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે,’ પ્રમાદનો હેતુ છે એટલે કે એ પ્રમાદના બધા કારણો છે. જ્યાં જ્યાં પોતે રાગબંધનથી રોકાય છે તે તે બધા પ્રમાદના કારણો છે. પછી એ શુભરાગ હોય તોપણ પ્રમાદ છે અને અશુભરાગ તો પ્રમાદ છે જ, પણ શુભરાગ હોય તો પણ એ પ્રમાદ છે.
મુમુક્ષુ – આત્મસ્વરૂપનું ચિંતવન અને મનન એ પણ પ્રમાદમાં જતું હોય તો.....
=
પૂજ્ય ભાઈશ્રી :– જાગૃતિ જોઈએ. આત્માને વિચારવો અને ગ્રહણ કરવો બે જુદી જુદી વાત છે. વિચારથી માણસ સંતોષ પકડે છે. ગ્રહણ કરવાની વાત જ કોઈ જુદી છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૪૧ અને એ પ્રકારમાં આવવું જોઈએ. એના માટે એને અંદરમાંથી તૈયારી થવી જોઈએ. તો એને એ વિચારની સ્થિતિનો અસંતોષ આવે, કે આ બધો પ્રમાદ છે. મારે પોતાના સ્વરૂપને વિષે જાગૃત થઈને મારું સ્વરૂપ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રકારની મારી જાગૃતિ હોય તો પ્રમાદ નથી. ત્યાં જે કાંઈ પોતાની શક્તિ વાપરવી છે એ આ જગ્યાએ એણે વાપરવી જોઈએ. નહિતર પોતાની શક્તિને શુભાશુભ પરિણામમાં ખર્ચ અને એમને એમ ગાડું હાંકશે. પણ પાછળ પરિસ્થિતિ ઘણી ખરાબ છે. અત્યારે એટલી ખરાબ નહિ દેખાય પણ એ પ્રમાદ કષાયથી ભરેલી પરિસ્થિતિ છે. જેમાં કષાય સારી રીતે ભારેલા અગ્નિની જેમ ભરેલો છે. એવી કષાયની પરિસ્થિતિ સમજવી.
શાસ્ત્રોમાં અનુભવી સંતોએ એ વાત કરી છે. પ્રમાદની અંદર શું લાગે કષાયતીવ્ર ન થાય અને કષાયમંદ રહે એટલે એમ લાગે કે ના, ના આપણને કાંઈ કષાય તીવ્ર નથી થતો. અને આ બધું તો કરીએ જ છીએ પાછા. આપણે કાંઈ કરતા નથી એવું તો છે નહિ. પણ એની અંદર ભારેલા અગ્નિની જેમ કષાય ભરેલો છે, એમ જાણવું.
મુમુક્ષુ-કાંઈક કરીને માને છે કે સાચા માર્ગે જાવ છું. પૂજ્ય ભાઈશ્રી:-હા. એ ભૂલ છે. માર્ગ હાથમાં આવ્યો નથી અને સાચે માર્ગો એમ એને લાગે છે. એ નવી ભૂલ ઊભી કરે છે. જ્યાં સુધી માર્ગ હાથમાં આવ્યો નથી ત્યાં સુધી જિજ્ઞાસાનો ત્યાગ કરવો નહિ. આ એક પ્રતિજ્ઞા લેવા જેવી, પચખાણ લેવા જેવો વિષય છે, કે જ્યાં સુધી માર્ગ હાથમાં આવે નહિ એટલે અનુભવ સુધી પહોંચાય નહિ ત્યાં સુધી જિજ્ઞાસાને છોડવી નહિ. નહિતર પરિસ્થિતિ કોઈ બીજી જ થઈ જશે અને એમાં વાર લાગશે નહિ.
શું કહે છે? તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું.... જીવ નિર્ભય થઈ જાય છે. હવે આપણને વાંધો નથી. આપણે આ બધું સમજીએ છીએ, ખ્યાલમાં વાત આવી ગઈ છે અને યથાશક્તિ આપણે આચરણ પણ કરીએ છીએ, આદરીએ પણ છીએ. નિર્ભય થઈ જાય છે. શેમાં નિર્ભય થયો? જીવ પ્રમાદમાં નિર્ભય થયો છે. બતેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું...” આત્મા છું એવી જાગૃતિ લેશમાત્ર પણ કાળ રહે. સ્વરૂપની જાગૃતિથી છૂટી જવાય, એ રીતે લેશમાત્ર કાળ રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે” જીવને નિંદવો કે આ તારી ઘણી નબળાઈ છે. અતિશય નબળાઈ છે કે તને તારી આત્મજાગૃતિ રહેતી નથી.
જ્યારે ખ્યાલમાં વાત આવી છે કે આત્માને વિષે જાગૃત થવા જેવું છે, છતાં આ જીવને આત્મજાગૃતિ નથી રહેતી તો આ જીવની નબળાઈનો પાર નથી એમ એણે વિચારવું
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ચજહૃદય ભાગ-૧૧ જોઈએ. તે આ જીવનું અતિશયનિબળપણું છે...”
મુમુક્ષુ - સમયમાત્ર એટલે દરેક સમયે?
પૂજ્ય ભાઈશ્રી – હા. સમયમાત્ર પણ એટલે સમય કાળ પણ, થોડો કાળ, અલ્પકાળ પણ એણે અજાગૃત રહેવા જેવું નથી. અને જો અજાગૃત રહે તો “આ જીવનું અતિશય નિર્બળપણું છેઆ જીવનું અવિવેકપણું છે. આ જીવનું એ અવિવેકપણું છે. કેમકે જો જીવ પોતે સ્વરૂપમાં જાગૃત નથી તો એ રાગાદિ વિભાવમાં જાગૃત છે. રાગ કરવા માટે જાગૃત છે. આ રાગ કરું અને તે રાગ કરું, આનો રાગ કરું અને આવો રાગ કરું અને તેવો રાગ કરું એમાં એની સાવધાની છે. સ્વરૂપને વિષે પોતાની સાવધાની નથી.
એ ‘અવિવેકતા છે, ભ્રાંતિ છે. એમાં એ ભૂલ્યો છે. એને એમ લાગે છે કે આ હું બરાબર કરું છું “અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.” મોહ છે એમાં આ દર્શનમોહ ટાળવો ઘણો કઠણ છે. આ મોહ ટાળવો ઘણો કઠણ છે. ચારિત્રમોહ ટાળવો એટલો કઠણ નથી પણ દર્શનમોહ ટાળવો એ ઘણો કઠણ છે.
મુમુક્ષુ –પોતે પોતાના ગુરુથવું જોઈએ એટલે શું?
પૂજ્ય ભાઈશ્રી – પોતે પોતાના ગુરુ થવું જોઈએ એટલે ગુરુ ઉપદેશ આપે ને ? ગુરુશું કરે? ઉપદેશ આપે. એમ પોતે પોતાના પરિણામને વારવા જોઈએ. પોતે જાગૃત થવા માટે અંદરથી પુરુષાર્થ કરવા માટે તો પોતે જ ગુરુ થવું પડશે. બીજા ગુરુ તો આંગળી ચીંધીને આઘા રહેશે. માર્ગનો નિર્દેશ કરવો, ઉપદેશનો નિર્દેશ કરવો એથી વિશેષ કોઈ એમનું-નિમિત્તનું કાર્ય નથી. કામ તો પોતાને કરવું પડશે. અને પોતે નહિ કરી શકે તો અંદર કોણ ઉપદેશ આપશે ? ગુરુ આવશે ? વાતે વાતે પરિણામે પરિણામે ગુરુકહેવા આવશે ? કેવી રીતે આવશે?
મુમુક્ષુ - માથે શ્રીગુરુ રાખતા હોય તો પછી પોતે ગુરુ થાય એની આવશ્યકતા
શું?
પૂજ્ય ભાઈશ્રી:- માથે ગુરુ રાખે એ આ રીતે માથે ગુરુ રાખ્યા છે એણે કે પોતે પોતાથી પાછો વળી શકતો હોય તો એણે ગુરુની વાત માની છે. ગુરુને માથે રાખ્યા અને પછી નિશ્ચિત થઈ જાય?પ્રમાદમાં આવી જાય?કે અમારે માથે તો ગુરુ છે, અમારે તો સમર્થ ગુરુ છે. હવે અમને કાંઈ વાંધો નથી. માથે ગુરુ એટલે ગુરુની આજ્ઞા ઉપાસવામાં જરા પણ અસાવધાની ન થાય એને ગુરુને માથે રાખ્યા (એમ કહેવાય). ગુરુને કોણે માથે રાખ્યા?
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૩
પત્રાંક-૫૬૬
મુમુક્ષુ-પર્યાયે પર્યાયે ગુરુને માથે રાખવા?
પૂજ્ય ભાઈશ્રી – હા. પર્યાયે પર્યાય. એ તો પોતાને અહંપણું કર્તુત્વ ન થાય એ નમ્રતા રાખવા માટે વાત છે. પોતે આગળ વધતો જાય (ત્યારે) એમ વિચારે કે આ ગુરુની કૃપા છે. ગુરુએ મને આમ કહ્યું હતું. આ ગુરુની શિક્ષા છે, ગુરુનો ઉપદેશ છે. ગુરુનો ઉપદેશ સાંભળ્યા પછી મેં આવી રીતે વલણ બદલ્યું. માટે એમાં ગુરુની કૃપા છે. ભલે કાર્ય પોતે કરે છે પણ એનું અહંપણું કરવું નથી. એટલે દર્શનમોહકયાંય પણ માથું કાઢે નહિ. એટલા માટે ગુરુને વચ્ચે લાવે છે. ગુરુને વચ્ચે શું કરવા નાખે છે? કે મેં કર્યું અને હું કરું છું એમ પર્યાયમાં અહંપણું કરવું નથી.
મુમુક્ષુ:- ગુરુએ અંગુલીનિર્દેશ કર્યો એ અંગુલીનિર્દેશમાં એટલી તાકાત છે એને આ પરમેશ્વર દેખાય છે?
પૂજ્ય ભાઈશ્રી:-હા. કેમકે એણે નહિ જોયેલી ચીજ જોઈ. અનંતકાળમાં... મુમુક્ષુ - નહિ જોયેલી દર્શાવી.
પૂજ્ય ભાઈશ્રી – અપૂર્વ, એમણે જે દર્શાવ્યું તે અપૂર્વ હતું. અપૂર્વભાવ, અપૂર્વ વાણી લાગી. અપૂર્ણવાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ. સદ્ગુરુનું લક્ષણ બાંધ્યું. કે જેની વાણીમાં અપૂર્વતા ભાસે પોતાનો અપૂર્વસ્વભાવ ભાસે, અપૂર્વ કાર્યની વિધિ પણ અપૂર્વભાસે અને આવા કહેનારા પણ એને અપૂર્વ ભાસે. આવું કોઈ કહેનાર મને મળ્યું નહોતું. મળ્યા ત્યારે પોતાનું ધ્યાન નહોતું પણ એને ધ્યાન ગયું ત્યારે એમ લાગે છે કે આ કહેનાર પણ મને કોઈ અપૂર્વ છે. એ વિષય જે દર્શાવે છે એ પણ અપૂર્વ છે. માટે એને એમાં પરમાત્માના દર્શન થાય છે, પરમેશ્વરના દર્શન થાય છે. એમ છે. કલ્પના નથી. એને એમ જ ભાવ આવે છે, કે ખરેખર આ કોઈ દેહધારી દિવ્યમૂર્તિ મારા માટે અવતાર લઈને અહીં આવેલી છે. એણે મારા માટે અવતાર લીધો લાગે છે. કેમકે મારું હિત થવાનું હતું ને માટે એ જન્મ્યા. નહિતર અહીંયાં એ ક્યાંથી હોય?મારું હિત થવાનું હતું. એ એના રસ્તે જાય છે. એને બીજી રીતે લાગે છે.
ગુરુદેવને “સમયસારમાંથી આત્માના દર્શન થયા ત્યારે એમ લાગ્યું કે બે હજાર વર્ષ પહેલા કુંદકુંદાચાર્યે “સમયસાર” “તામિલનાડુમાં કે કર્ણાટકમાં ક્યાંક વિચરતા-વિચરતા લખ્યું હશે. એવું કહેવાય છે કે પોન્જર હિલમાં લખ્યું છે, એ મારા માટે લખ્યું લાગે છે. બે હજાર વર્ષ પછી હું અહીંયાં આવવાનો હતો ને એટલે મારા માટે લખેલું છે. કેમકે પોતે અપૂર્વદશાને પામ્યા. અનંત કાળમાં જે દશાને પોતે પ્રાપ્ત નહોતા થયા એ દશાને પામ્યા. માટે આ શાસ્ત્ર એમણે મારા માટે રચ્યું હશે એવું મને તો લાગે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ચજહૃદય ભાગ-૧૧ છે. બીજાનો વિકલ્પ નથી આવતો. સમાજનો વિકલ્પ નથી આવતો, શાસનનો વિકલ્પ નથી આવતો. પોતાનો વિકલ્પ આવે છે. માટે બે હજાર વર્ષ પહેલા થઈ ગયેલા કુંદકુંદાચાર્ય એમની ભાવે સમીપતા એમને આવી જાય છે કે એ કેવા હતા? એમાં આત્મ રમણતાના આત્મરણશીલ ભાવો કેવા હતા, એ બધી પરખ આવી જાય છે. જ્યાં આત્મદર્શન થાય છે ત્યાં બધું ઓળખાય જાય છે. ભૂતકાળના મહાત્માની ઓળખાણ થાય છે. પછી વર્તમાનમાં ન ઓળખે એવું તો બને નહિ. વર્તમાનમાં હોય અને ન ઓળખે એ તો બને નહિ.
જે ભૂતકાળના સપુરુષને કે જ્ઞાનીને કે મુનિને ઓળખે છે એ વર્તમાનમાં ન ઓળખે એ પ્રશ્ન જ નથી. લોકો તર્ક વિતર્ક કરે ને પોતાના ક્ષયોપશમમાં એટલી બધી તર્ક વિતર્કની Limit બહારની બુદ્ધિ વધી જાય છે કે કાંઈક અહીંયાં ભૂલ થઈ હતી.. અહીંયાં ભૂલ થઈ હતી... અહીંયાં ભૂલ થઈ હતી. એવું બધું એને લાગે છે. પણ જે મહાપુરુષે બે હજાર વર્ષ પહેલા થયેલા આચાર્યદેવને ઓળખ્યા, એ વર્તમાનમાં આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ ન ઓળખે. એમાં એની ભૂલ થાય ખરી?
મુમુક્ષુ – ઓળખે ઓળખે.
પૂજ્ય ભાઈશ્રી - એવો વિચાર કરવો એ મોટી મૂર્ખતા છે અને પોતાને અભક્તિએ થઈને બહુમોટા નુકસાનનું કારણ છે. દર્શનમોહની તીવ્રતાનું એ કારણ છે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” આખો સંસારસમસ્ત એટલે આખો સંસાર, આખું જગત, દુનિયા આખી પ્રેમથી અને દ્વેષથી, રાગથી અને દ્વેષથી ચાલે છે). બધું જ ચાલે છે એ રાગ અને દ્વેષને કારણે ચાલી રહ્યું છે. બીજું કાંઈ છે નહિ. જેમ ચૂલામાં એકલી રાખ હોય. ચૂલામાં બીજું શું હોય? એમ આખા સંસારમાં રાગ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. બધા ચૂલા સળગે છે અને એમાં રાગ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. એ આત્માના પરિણામને ચૂલા કહો.
પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં પ્રેમ એટલે રાગ લેવો. રાગથી છૂટ્યા વિના દ્વેષથી કોઈ છૂટી શકે એ વાત બને એવું નથી. કોઈ એમ કહે કે અમને દ્વેષ નથી પણ અમને રાગ ખરો. પણ દ્વેષ અમને આવતો નથી. તો કહે છે, વાત ખોટી છે. રાગથી ન છૂટે એ કદીષથી છૂટી શકે નહિ. પ્રતિપક્ષનો દ્વેષ એને ઊભો જ છે. કહેવાની જરૂર નથી. અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકરદ્રત છે. હવે જેને રાગ તૂટ્યો, સમ્યગ્દર્શન થતાં જેને રાગ તૂટ્યો. આ વાતહવે પોતાની કરે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૬
૨૪૫
(પોતે) જુદા રહે છે. એ પ્રત્યે પણ એ પરિણામનો એને નિષેધ વર્તે છે. અને નિષેધ વર્તે છે એની સાબિતી છે કે એમને એ સંગ ત્યાગ કરતા વાર લાગી નથી. એક આંગળી અડવી જોઈએ અને છ ખંડના રાજને તિલાંજલી દેતા વાર લાગી નહિ. અહીં તો એક ફાટેલી ગોદડી છોડવી હોય તો વાર લાગે. કે હજી ચાલે એમ છે વાંધો નથી. હજી એકાદ શિયાળો કાઢી નાખો. છ ખંડનું રાજ છોડતા એને વાર લાગી નથી. એ શું બતાવે છે ? એમાં રહ્યા રહ્યા અને એમાં ઉદાસ હતા. એમ છે. અને એ ઉદાસીનતાનો પુરુષાર્થ પૂરી આત્મજાગૃતિ સાથે એમને વર્તતો હતો. એમાં શંકા પડે એવું નથી.
મુમુક્ષુ :– એ ભયંક૨ વ્રત છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ ભયંકર વ્રત છે. કે એમાં રહીને પુરુષાર્થ કર્યો. એ નિમિત્તોની વચ્ચે રહીને પુરુષાર્થ કર્યો. કહે ને ? કે ભાઈ ! તમે છોડી દીધું. હવે તમારે શું વાંધો છે ? અમારે તો કાંઈક માથે આવી પડે છે. તો કહે છે, એવું આવી પડે તોપણ એટલો જ પુરુષાર્થ કરીએ. બહારમાં એવો ઉદય હોય તોપણ એટલા જ પુરુષાર્થમાં રહીએ અને છોડવા માટે પણ એટલા પુરુષાર્થથી છોડી દઈએ. બેયમાં અમે પુરુષાર્થમાં પાછા પડીએ નહિ એમ કહેવું છે.
મુમુક્ષુ :– અખંડની સાધના છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– અખંડની સાધના છે. એ છ ખંડને સાધવા નથી ગયા. ચક્રરત્ન ઉત્પન્ન થયું ત્યારે ‘ભરતજી’ છ ખંડને સાધવા નીકળી પડ્યા છે એમ લોકો જોવે છે. ત્યારે ‘સોગાનીજી’ એમ જોવે છે કે એ છ ખંડને સાધવા નહોતા નીકળ્યા એ અખંડને સાધવા નીકળ્યા હતા. એમ છે. જુઓ ! આ દૃષ્ટિ ફેરે બધી વાતમાં ફેર છે. દૃષ્ટિમાં ફેર પડી જાય છે ને ?
મુમુક્ષુ :– જ્ઞાનીની ઓળખાણ જ્ઞાની જ કરી શકે.
=
પૂજ્ય ભાઈશ્રી :– એ જ કરી શકે.
=
જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તનું કરાય...' જો કેવળ પ્રેમનો એટલે એટલો પણ વ્યવહા૨ ક૨વાનો રાગ છે એ છોડીને જો વ્યવહારમાં પ્રવર્તવું કરાય...’ એટલે કે પછી વ્યવહાર છોડી દેવો પડે. કારણ કે એટલો વ્યવહા૨ ક૨વાનો પણ અલ્પ રાગ ન રહ્યો. અને એમ જો એવી રીતે પછી વ્યવહારમાં રહેવાનું થાય એટલે સર્વસંગ ન ત્યાગે પણ વ્યવહાર છોડે. સર્વસંગ છોડી દે અને વીતરાગતા વધી જાય તો કોઈ અપરાધ નથી. પણ કેવળ રાગનો ત્યાગ કરીને, પાછા ત્યાં ને ત્યાં ઊભા રહે તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે;...' તો વ્યવહારિક
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૧
નૈતિકતા છૂટી જાય છે. વ્યવહારિક નીતિ પણ છૂટી જાય છે. અને એ તો સજ્જન માણસો પણ વ્યવહા૨નીતિને છોડતા નથી. જ્ઞાનીઓ તો કેમ છોડે ? એમ કહ્યું છે. જ્યાં સજ્જનો પણ વ્યવહારમાં અનીતિ કરતા નથી તો જ્ઞાની કેમ કરે ? એવો ભંગ કરતા નથી.
અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે...' કોઈએ પોતાના ઉપર ઉપકાર કર્યો છે. એમણે આશ્વાસન આપ્યું કે હું આ ધંધો ચલાવીશ. ત્યારે તો બીજાએ મૂડી રોકી છે. હવે એ ઉલાળ્યો કરે, કે તમારી મૂડીનું જે થાવું હોય એ થાય, મારે તો હવે કાંઈ નથી. હું કાલથી દુકાને આવવાનો નથી. દુકાને આવે નહિ અને પાછા ખર્ચ માટે પૈસા દુકાનેથી લે. શું કરે ? એ તો ઉપકારનો ભંગ કરવા જેવું છે, બીજાના સ્વાર્થનો ભંગ કરવા જેવું છે. એ વિચારી... એટલે શું છે કે પોતે નિવૃત્ત થયા છે તો પહેલી માગણી એ કરી છે કે મારો ભાગ છોડી દો. ધંધામાંથી મારો ભાગ તમે કાઢી નાખો. મારે ભાગ પણ લેવો અને કામ પણ ન કરવું આ તો નીતિવાળી વાત નથી. એટલે માગણી જ એ રીતે એમણે કરી છે. હવે જો ઉપકારાદિ કારણે પાછી કોઈક રાગની પ્રવૃત્તિ રાખીએ છીએ તો આત્માને ક્લેશ થાય છે. વિવેકીના ચિત્તમાં ક્લેશ થયા વિના રહે નહિ. મારે કયાં સુધી આમને આમ ચલાવવું છે ? હજી આ પ્રવૃત્તિ અને હજી આ રાગ કયાં સુધી ? આમ ને આમ કેટલું લંબાવવું છે ? એ લંબાય છે એ અમને પોસાતું નથી.
ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ,...' એને અવશ્ય ક્લેશ થવો જોઈએ. એટલે જીવને એનો નિષેધ આવવો જ જોઈએ. હું બરાબર કરું છું એમ નથી. એનો નિષેધ એને આવવો જ જોઈએ. ‘ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?” તો આ વિષયમાં હવે કેવી રીતે રસ્તો કાઢવો ? આ એક તમારી સામે અમે પ્રશ્ન મૂકીએ છીએ. કે આમાં રસ્તો કેવી રીતે કાઢવો ? એ રીતે ૫૬૬માં પત્રમાં પોતાની અંદરમાં ચાલતું જે દ્વંદ્વ છે અથવા વિવેકમલ્લની જે લડાઈ છે, વર્તમાન રાગાદિ જે ઉપસ્થિત છે એની સામે જે વિવેકની લડાઈ છે, એ પોતે વ્યક્ત કરી છે.
મુમુક્ષુ :– બે પ્રશ્ન આવ્યા. પહેલા પ્રશ્નનો જવાબ તો પોતે ને પોતે જ આપી દીધો
છે.
પૂજ્ય ભાઈશ્રી :– પોતે આપી દીધો છે. પછી આ પ્રશ્ન ઊભો રાખ્યો છે પાછો, કે હવે શું કરવું ? એક બાજુથી ચાલતા પરિણામનો ક્લેશ થાય છે. બીજી બાજુથી મૂકી દઈએ તો અમને લાગે છે કે ન્યાય સચવાતો નથી. ત્રીજી બાજુથી સર્વસંગપરિત્યાગ હજી થતો નથી. સર્વસંગપરિત્યાગ કરવા માટે વારંવાર ભાવના આવે છે. કરીએ શું ?
Page #264
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૬૭.
૨૪૭ આ પ્રશ્ન છે. વિચારવો. આ પ્રશ્ન છે, જરા અઘરો પ્રશ્ન છે. કેમકે એ પ્રશ્ન તો જ્ઞાનીને થયેલો છે. માટે એ અઘરો પ્રશ્ન છે. એનો ઉત્તર “સોભાગભાઈ' જેવાને પૂક્યો છે. પણ યથાશકિત વિચારવો જોઈએ કે શું કરવું જોઈએ ? જ્ઞાનીએ આવી પરિસ્થિતિ, આવી સંકડાશ હોય ત્યારે કેવી રીતે એમણે ચાલવું જોઈએ? પરિણામની ચાલ એમની કેવી હોવી જોઈએ? એ વિચારવા જેવો વિષય છે. જરા ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. વિચારવો. અને કાંઈ વિચારાય તો એની ચર્ચા કરશું.
પત્રાંક-૫૬૭
મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૯૫૧ શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર - બે તાર, બે પત્ર તથા બે પત્તા મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતાં અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ શમાવવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે.
જે આત્માનો અંતવ્યપાર અંતરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે, માત્ર શરીરચેઝ બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું મંદપણું, સ્લાનતા, કેપ,સ્વેદમૂચ્છ, બાહ્ય વિભમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને બોધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધએવા નિજપયયને સહજસ્વભાવે ભજેત્યાં–
અપૂર્ણ
પત્રાંક-પ૬૭. શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર.' વીતરાગદેવને, પરિપૂર્ણ જેમને
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
રાજહૃદય ભાગ-૧૧ વીતરાગતા સાધી છે એવા વીતરાગી દેવને પરમભક્તિથી, ઉત્કૃષ્ટ બહુમાનથી નમીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. બે દિવસ પછીનો જપત્ર છે. વીતરાગદેવને નમસ્કાર. હવે આવી મથામણમાં પડ્યા છે. ફાગણ મહિનામાં તો એમના... અહીંયાં અંદરમાં ઘર્ષણ ચાલે છે. થોડી પણ રાગની પ્રવૃત્તિ છે એ ન હોવી જોઈએ. ન હોવી જોઈએ... ન હોવી જોઈએ... અલ્પ પણ પ્રવૃત્તિ નથી કરવી.. નથી કરવી. નથી કરવી.... એમ ચાલે છે. એમાં વિશેષ પ્રવૃત્તિમાં જ્યાં ત્યાં જાવું? એટલે એ ધમાલમાં ગયાનથી.
બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી.” ત્યાં આવું તો મારા આત્માને થોડો પ્રતિબંધ થાય એવી પરિસ્થિતિ જોઈને તે પ્રતિબંધ ટાળવા માટે મેં આવવાનું પણ ટાળ્યું. ખ્યાલ છે કે તમને બધાને આકુળતા થશે, તમને બધાને થોડી ચટપટી થશે, નહિ ગમે. પણ ગમે કે ન ગમે મારે મારા આત્માને પ્રતિબંધ નહોતો કરવા માટે આવ્યો નથી. તેમ તમારા તાર-ટપાલના જવાબ પણ નથી દીધા એનું કારણ એ છે. આવ્યા નહિ ને જવાબ પણ દીધો નહિ પછી પાછળથી આ લખ્યો છે. હું આવ્યો નથી એ એટલા માટે આવ્યો નથી, પત્ર પણ એટલા માટે નથી લખ્યો. એમ કરવામાં હું શ્રી જિન જેવા પુરુષે જે કાંઈ અંતરંગમાં કાર્ય કર્યું એ કાર્ય કરવા હું રોકાઈ ગયો હતો, એમ કહે છે.
શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી. ગૃહવાસમાં રહીને જે અલિપ્ત રહ્યા, એવો જે પુરુષાર્થ અંતરંગમાં કર્યો, એ પુરુષાર્થ અંતરંગમાં કરવા માટે હું અલિપ્ત રહ્યો છું. ભગવાનના માર્ગને અનુસરવા માટે ત્યાં આવ્યો નહિ અને તમારા કાગળોનો જવાબ ન દીધો. તમને દુઃખ થયું હશે. ખ્યાલમાં આવે છે કે તમને દુઃખ થયું હશે. તો તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું.” તમે મને માફી આપી દેજો. તમારી નમ્રતાથી, દીનતાથી માફી માગી લઉં છું. મારો અપરાધ દેખાતો હોય તો માફ કરી દેશો). વ્યવહારિક રીતે અપરાધ કહેવાયને ? તમારા ઘરે લગ્ન છે અને તમે ન આવો ? બીજા બધા આવે અને તમે જન આવો? આ કાંઈ તમારી રીતે કહેવાય? વાત તો સાચી છે, આવવું જોઈએ. પણ કોઈ એક પારમાર્થિક કારણ વિશેષને લઈને હું નથી આવી શક્યો અને નથી આવ્યો એ વાત હું સ્વીકારું છું અને એના માટે હું માફી માગવા પણ તૈયાર છું. એ રીતે એમણે પોતે પોતાની ગેરહાજરીની માફી માગી લીધી છે.
જુઓ! આ કેવો ન્યાય કહેવાય? આ લોકોત્તર ન્યાય કહેવાય. લૌકિકમાં ન્યાયઅન્યાયનો વિષય હોય છે. આ લોકોત્તર ન્યાય કહેવાય છે. Supreme quality નો
Page #266
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૬૭
૨૪૯
ન્યાય. ખરેખર એમનો અપરાધ ન ગણવો જોઈએ. પણ કોઈને એમ લાગે કે ના, ના આ ભૂલ કરી છે. આવવું જ જોઈએ. એમના ઘરે લગ્ન હોય ત્યારે તો ઉપસ્થિત રહેવું જ જોઈએ. (પોતે) માફી માગી છે. મારી ભૂલ દેખાતી હોય તો હું માફી માગું છું.
મુમુક્ષુ :– એક બાજુ વ્યાપારમાં તો ઊભા છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા વ્યાપારમાં ઊભા છે પણ એ ત્યાંથી છટકી શકે એવું નથી. એ જેલમાં ચારે બાજુથી જાણે કોઈએ બાંધ્યા છે અને છટકી શકે એવું નથી એટલે ઊભા છે. પણ જ્યાંથી છટકાય ત્યાં પણ સલવાવું, એવું કોણે કીધું ?
મુમુક્ષુ :– નાની બહેનના લગન છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં તો શું છે કે કોટડીમાં નાખીને બહાર તાળું માર્યું છે. જાય કચાં ? જેલની કોટડીમાં પૂરીને બહાર તાળું મારી દીધું. અને સંત્રી ભરેલી બંદુક રાખીને ઊભો છે. કયાં જાય ? છટકી શકે એવું છે નહિ. દિવાલ તોડી શકે એવું છે નહિ. આ દિવાલ તોડવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ પુરુષાર્થ કર્યો છે એમણે. એમના જીવનની અંદર આ એક પુરુષાર્થનું કામ એમણે કર્યું છે. ઘણો પુરુષાર્થ હોય તો જ રહી શકે, નહિતર રહી શકે નહિ. એમને અંદરમાં વીતરાગભાવમાં જે રમણતા કરી હશે એ તો એ જાણતા હશે. નથી આવ્યા તો રાગને રૂંધીને નથી આવ્યા એવું નથી. વીતરાગતામાં રહીને નથી આવ્યા. એ તો એ જાણતા હશે.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ પણ એને ઓળખે એટલા માટે સોભાગભાઈ’ને તો કોઈ ખાસ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમને તો હ્રદયમાં, એમને અંતઃકરણમાં પૂરી પ્રતીતિ છે. એમણે જે કાંઈ કર્યું હશે... એ તો મહાવિવેક સંપન્ન છે. નાનો નહિ, મહાવિવેકથી સંપન્ન છે એમણે જે કર્યું હશે તે સમજીને કર્યું હશે. આપણું સમજવાનું ગજું ન હોય એ બીજી વાત છે.
મુમુક્ષુ :- વ્યવહાર...
પૂજ્ય ભાઈશ્રી :– વ્યવહારની કિંમત નથી. જેટલી પોતાની આત્માની સાધનાની કિંમત છે એટલી કિંમત એની નથી. એવો માર્ગ જ્ઞાનીએ દીઠો છે.
પ્રશ્ન:-..
પૂજ્ય ભાઈશ્રી :– સહજ ભાવ જે આવે એ પ્રમાણે જ્ઞાની કરે. આવે જ એવો નિયમ નથી, ન જ આવે એવો પણ નિયમ નથી. સહેજે વિકલ્પ બધા જ્ઞાનીને ઉદયભાવ એકસરખા હોતા નથી. એના ઉપરથી માપવા જાય તો ક્યાંક ભૂલ પડે.
...
....
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
રાજહૃદય ભાગ-૧૧ બે વાત લઈએ. “પૂજ્ય બહેનશ્રીનું સ્વાથ્ય સારું હતું. નિત્ય એમનો પૂજા કરવાનો નિયમ હતો. સ્વાચ્ય અનુકૂળ હોય ત્યાં સુધી નિત્ય નિયમમાં એ એમનો કાર્યક્રમ હતો, કે રોજ ભગવાનની જિનેન્દ્રદેવની પૂજા કરે. તો ‘ગુરુદેવ નિત્યનિયમમાં માત્ર દર્શન જ કરતા. અર્ધ ચડાવી દે એ એમની પૂજા થઈ ગઈ. અર્ઘ હાજર હોય કે ન હોય તો દર્શન કરીને નીકળી જાય. આટલો બધો ફેર હતો. એના ઉદયમાં કેટલો બધો ફેર ! એકનો અડધો કલાક લાગે, પા કલાક, અડધો કલાક થાય. બે મિનિટમાં, એક મિનિટમાં દર્શન કરવાનું થાય તો એના ઉપરથી ઉદયભાવથી કાંઈ હિનાધિકતા નક્કી થાય? એ સમજણ વગરનો વિષય છે. એ રીતે જો વિચારવા જાય તો એમાં કોઈ સમજણવાળી વાત રહેતી નથી. ગેરસમજણ ઘણી ઊભી થાય એમાંથી. એ રીતે વિચારવું જોઈએ.
મુમુક્ષુ:-..
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉદય આવે પણ એ... એકાંતે નથી. એવું એકાંતે નથી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા થતી હોય... અત્યારે તો પાછી ગડબડ ઘણી છે. પંચકલ્યાણકમાં ગડબડ ઘણી છે. એટલે એ વાત શુદ્ધ દેખાતી હોય અને એ જાતનો વિકલ્પ હોય જુદી વાત છે. બાકી... એકાંતે એવો વિષય છે નહિ.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી - વાત એ છે કે પોતે જ્ઞાનીને માર્ગ, જ્ઞાનમાર્ગે, આત્મમાર્ગે, આત્માના માર્ગે ચાલે છે કે કેમ ? આ સવાલ છે. એ માર્ગ એણે છોડવો જોઈએ નહિ. પછી બહારનું તો ઉદય (અનુસાર) થાય. વિકલ્પ આવે ને ન જવાય, વિકલ્પ ન પણ આવે, ન જવાય, બેય રીતે બને.
મુમુક્ષુ:-...
પૂજ્ય ભાઈશ્રી:- સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા માટે ભગવાનના દર્શન કરે તો નિમિત્ત પ્રાપ્ત થાય છે. પણ ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત છે. નહિતર કાંઈ નિમિત્ત છે નહિ. અત્યાર સુધીમાં અનંતા પંચકલ્યાણક ઉજવ્યા છે. કેટલા?આ ભવમાં તો ઉજવ્યા જ છે
ને?
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી:-.ગુરુદેવ...નિમિત્ત થાય જ છે એવો કોઈ સિદ્ધાંત છે નહિ.
પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં જવું એ શુભરાગ છે કે વીતરાગતા છે? શું છે? કે શુભરાગ સહેજે થાય અને છતાં એનો નિષેધ આવે તો એ જ્ઞાનીનો માર્ગ છે. પણ કરવો
Page #268
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૭
૨૫૧ જોઈએ એ તો જ્ઞાનીનો માર્ગ જ નથી. રાગ કરવો જોઈએ એ તો વીતરાગતાનો માર્ગ જ નથી. આવી વાત છે. તમારે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં પ્રધાનપણે શું થશે ? શુભરાગ થશે ને? શુભ વિકલ્પ ઊઠે અને એમાં જે રાગ થાય એનો નિષેધ આવે (એ) ઠીક વાત છે. પણ કરવાની બુદ્ધિથી કર્તવ્ય છે એમ સમજીને શુભરાગ કરે, તો એનો અભિપ્રાય ખોટો થઈ ગયો. એ અભિપ્રાયનો દોષ એમાંથી ઊભો થઈ જાય. શુભરાગ કરવાનું એમાં કર્તુત્વ અને કર્તુત્વનો અભિપ્રાય એ બધું ઊભું થઈ જાય છે. એ વાત જ બીજી રીતે છે. વાત જ બીજી રીતે છે. કોઈ રાગ કરવો એ સિદ્ધાંતમાં નથી. નથી કરવો છતાં આવી જાય. નથી કરવો અને આવી જાય એની સાબિતી શું? કે એની સાબિતી એ કે આવી જતાં એનો નિષેધ વર્તે. એ એની સાબિતી છે. પણ એક્ષમ્ય છે, અપરાધ હોવા છતાં એક્ષમ્ય છે અને એ પ્રમાણે ન થાય તો કર્તુત્વ અથવા અભિપ્રાયથી કરવા યોગ્ય માન્યું તે અક્ષમ્ય અપરાધ છે. એ ક્ષમ્ય અપરાધ રહેતો નથી. એમ છે.
મુમુક્ષુ -અત્યારે તો થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – પંચકલ્યાણકને ? હા. પણ હિન્દુસ્તાનમાં એક વર્ષમાં દસ જગ્યાએ પંચકલ્યાણક થાય તો દસ ઠેકાણે જઈએ ત્યારે થાયને.....શક્તિ જોઈએ. દસદસ ઠેકાણે જવાની એની શક્તિ રહેવાની નથી. છતાં એ વિકલ્પ આવે છે. પણ આ રાગ કરવા જેવો નથી. નિષેધ આવે તો કામનું. કરવા જેવો છે એ વાત તો છે જ નહિ).
મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકા આવેલી હોત તો આવે.
પૂજ્ય ભાઈશ્રી:- આવવો જ જોઈએ. જો નિષેધ ન આવે તો રાગનું કર્તવ્ય જ દઢ થાય. બીજું કાંઈ ન થાય. જો નિષેધ ન આવે તો રાગનું કર્તવ્ય દઢ થાય. એટલે નિષેધ તો આવવો જ જોઈએ. અને સમજણ એ રીતે કરી છે કે નથી કરી ? રાગ છે એ ત્યાજ્ય છે એની સમજણ કરી છે એનો અર્થ શું ? એ વાત સંમત કરે છે એનો અર્થ શું? એને નિષેધ આવે તો સંમત કરી છે, ન નિષેધ આવે તો હજી એ વાત સમજી નથી. એમ છે ખરેખર. પણ કહે તો એમ કે ભાઈ! રાગ તો કરવા જેવો નથી. વળી પાછું કર્તવ્ય સ્થાપે. એનું નામ જપૂર્વાપરવિરોધપણું છે અને એનું નામ તીવ્ર અજ્ઞાન છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. એમ જ છે. જેમકે સત્સંગ કરવો, લ્યોને. આ સત્સંગની વાત બહુ આવે છે કે નહિ? શું કરવા કરવો ? કે અસંગપણું મેળવવા માટે સત્સંગ કરવો છે. સંગ કેળવવા માટે સત્સંગ કરવાનો નથી. એમ વાત છે. અસંગપણે કેળવવાની વાત
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૨
રાજહૃદય ભાગ-૧૧ છે. હવે એ તો લક્ષ જ ન રહે. અસંગ તત્ત્વના લક્ષે સત્સંગ કરવાનો છે એ લક્ષ જ ન રહે અને સત્સંગ કરવોસત્સંગ કરવો. તો સત્સંગનો રાગ વધશે બીજું કાંઈ નહિ થાય. એ રીતે તો સત્સંગ કરવાની વાત છે નહિ. પછી શાસ્ત્ર સ્વાધ્યાય હોય કે ગમે તે વાત હોય.
મુમુક્ષુ - સ્વાધ્યાયમાં આવીએ ત્યારે એની આવતી નથી...
પૂજ્ય ભાઈશ્રી:- હા, એ બરાબર છે. એના બદલે અશુભમાં રોકાઈ જવું પડે, સાંસારિક કાર્યોમાં રોકાઈ જવું પડે એટલે ખેદ થાય એ સંભવ છે, પણ એ શુભના લક્ષે અશુભનો ખેદ થયો. પણ શુદ્ધતાના લક્ષે શુભનો તો ખેદ થવો જોઈએ કે ન થવો જોઈએ ? નહિતર તો અશુભ છોડીને શુભ કરવા યોગ્ય છે એ જે અન્યમતમાં છે એ જ મત થઈ ગયો. અન્યમતમાં શું કરે ? અશુભ છોડીને શુભ કરે. એમ આ પણ જૈનના બહાને અશુભ છોડીને શુભ કરવું. પછી) અન્યમતમાં અને તારામાં કાંઈ ફેર નથી. સીધી વાત એ છે. મૂળમાં Line કોઈ બીજી રીતે છે. મૂળમાંથી Line બીજી રીતે છે. એ પોતાના અંતર પરિણામનો વિષય લીધો. (અહીં સુધી રાખીએ)
જિજ્ઞાસા:- તત્ત્વને બરાબર સમજવા છતાં, પ્રાપ્ત થવામાં નિષ્ફળતા. ક્યા કારણથી હોય છે?
સમાધાન :- લાભ-નુકસાનની સમજ હોવા છતાં દર્શનમોહની પ્રબળતાને લીધે લાભ-નુકશાનનું મૂલ્યાંકન થયું નથી તેથી જેટલી ગંભીરતા છે, તેટલી ભાસતી નથી, ગંભીરતાના અભાવને લીધે સંસાર-મોક્ષ પ્રતિના પ્રવૃત્તિરૂપ પરિણામમાં ગૌણતા-મુખ્યતા થવી ઘટે તે થતી નથી. Change of priority વિના. આત્મકલ્યાણ અંગે બળ ઉત્પન્ન થતું નથી અને સંસાર બળ ઘટતું નથી. સંસાર બળની વિદ્યમાનતામાં તત્ત્વની સમજણ નિષ્ફળ થાય તે અસ્વાભાવિક નથી. Top priority માં “આત્મકલ્યાણ થયે સંસાર આખો ગૌણ થાય, ત્યારે યથાર્થતા આવે, ઉપર ઉપરનો પ્રયત્ન મટી અંતરથી ઉપાડ આવે.
(અનુભવ સંજીવની-૧૩૭૯)
Page #270
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૬૭
૨૫૩
તા. ૨૪-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૭, ૧૬૮
પ્રવચન ન. ૨૫૯
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-પ૬ ૭, પાનું-૪૫૦. આ પત્રમાં દશાના વિષયમાં અપૂર્વલખાણ રહી ગયું છે.
જે આત્માનો અંતવ્યપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે...જીવને બંધ અને મોક્ષનું કારણ શું છે? હેતુ એટલે કારણ પરિણામની જેધારા છે, અંદરમાં આત્મામાં જે પરિણામ થાય છે એ એને બંધનું કારણ થાય છે અથવા મોક્ષનું કારણ થાય છે. એટલે પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. શરીરની ક્રિયાથી કે નિમિત્તના કારણથી બંધ કેમોક્ષ નથી.
માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી.” પછી એ પરિણામ અનુસાર શરીર હોય, પરિણામ અનુસાર શરીરચેષ્ટા ન હોય પણ માત્ર શરીરની) પરિણામચેષ્ટા તે બંધનો કે મોક્ષનો હેતુ નથી. બંધ અને મોક્ષની વ્યવસ્થા એવો શબ્દ અહીંયાં લીધો. વ્યવસ્થા એટલે એક વિજ્ઞાન છે, વ્યવસ્થિત વિજ્ઞાન છે, એના સિદ્ધાંતો છે, એના નિયમો છે એ પ્રમાણે એ કાર્ય થાય છે. ગમે તેમ થતું નથી.
વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, પ્લાનતા, કપ, સ્વેદ, મૂચ્છ, બાહ્ય વિભ્રમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને, બોધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે.” શું કહે છે કે જ્ઞાનીને શરીરનો રોગ ઉત્પન્ન થાય છે. પૂર્વકર્મના કારણે શરીરમાં રોગનો ઉદય થાય ત્યારે દેહનિર્બળ થઈ જાય. જ્ઞાનીનો દેહ છે એ કૃશ થઈ જાય. એમને છેલ્લે એ પરિસ્થિતિ હતી ને. શરીર નિર્બળ થાય એટલે શરીરની નિર્બળતા અશક્તિ ઘણી આવે. “મંદપણું,” આવે. જોવામાં, સાંભળવામાં એકદમ મંદતા આવી જાય. ઓછું સંભળાય, ઓછું દેખાય. “જ્ઞાનતા,” આવી જાય. એટલે એવું શરીર લાગે કે જાણે કાંઈ શરીરમાં રહ્યું નથી. ખોખલું થઈ ગયું હોય. પ્લાન એટલે નિસ્તેજ શરીર થઈ ગયું હોય એવું લાગે. કંપ...” કંપવા લાગે. હાથ કંપે, ડોકી
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
રાજહૃદય ભાગ-૧૧ કંપે, પગ કંપે આખુ શરીર કંપે, ગમે તે અંગ, એક અવયવ કંપે એમાં આખું શરીર કંપાયમાન થાય. “સ્વેદ...” એટલે પસીનો. ઘણો પસીનો... પસીનો... પસીનો... થઈ જાય. દુર્ગધ આવે. મૂચ્છ,... બેભાનપણે જેને કહે છે. એવો કોઈ જબરદસ્ત શરીર ઉપર ઘા પડ્યો હોય, Accident થઈ ગયો હોય તો શરીરમાં મૂચ્છ આવે અથવા દવા સુંઘાડે તોપણ મૂર્છા આવે. “સોગાનીજીને છરી વાગી હતી ત્યારે થોડો ટાઈમ એમને ખ્યાલ નથી રહ્યો. હોસ્પિટલમાં લઈ ગયા પછી ખ્યાલ આવ્યો છે કે અહીંયાં હોસ્પિટલમાં દાખલ થયા છે. વચ્ચે એ બેભાન થઈ ગયેલા. છરી વાગી ત્યારપછી રસ્તામાં જ બેભાન થઈ ગયા. એમ મૂર્છા આવી જાય.
બાહ્ય વિશ્વમાદિ દષ્ટ થાય...” વિભ્રમ થાય પણ બહારના પદાર્થવિષેનો વિભ્રમ થાય. આત્મા વિષે વિભ્રમ થાય નહિ. હું દેહ છું એવો વિશ્વમન થાય, હું શરીર છું એવો વિભ્રમ ન થાય. આત્મા છું એનું ભાન રહી જાય. પણ બહારના પદાર્થો વિષે વિભ્રમ થાય. દાળ વાટકામાં હોય, તો એમ કહે), આકેમ ચાદેખાય છે?મને ચાનહિ ફાવે. ચા ન હોય પણ દાળ હોય. જોવાફેર થાય કે કલ્પના ફેર થાય એને બાહ્ય વિભ્રમ કહે છે.
મુમુક્ષુ - જ્ઞાની બેભાન થયા તો લોકદષ્ટિવાળાને તો એમ લાગે આ બેભાન છે. પણ સાત્વિક ધ્યાની હોય તો એની અંતર પરિણતિને સમજી શકે છે કે જાગૃત છે.
પૂજ્ય ભાઈશ્રી – એ વખતે બહારમાં એનું કોઈ ચિહ્ન નથી હોતું. મૂર્છા આવી જાય ત્યારે અંતર પરિણતિ અંદરમાં ચાલે છે એનું કોઈ ચિહ્ન બહારમાં તો આવે નહિ. એટલે બહારમાં કોઈને ખ્યાલ ન આવે. જ્ઞાનીને એની જ્ઞાનદશાની પ્રતીતિ હોય છે એટલે એને ખ્યાલ હોય છે, કે આને પરિણતિ છૂટવાનો પ્રશ્ન નથી.
મુમુક્ષુ –એવું અનુમાન કરવું પડે જ્ઞાનીને?
પૂજ્ય ભાઈશ્રી :- અનુમાન એટલે સીધો તો અરૂપી પરિણામ છે એટલે શ્રુતજ્ઞાનનો વિષય નથી થતો. અનુમાન નથી પણ પ્રતીતિ છે એને ખાત્રી જેને કહેવાય. પ્રતીતિ એટલે જેને ખાત્રી કહેવાય.
બાહ્ય વિશ્વમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને....... હવે એક એને જે ભોગવે છે, એ પરિસ્થિતિને, રોગની પરિસ્થિતિને વેદે છે અથવા ભોગવે છે તો જ્ઞાને કરીને એટલે આત્મજ્ઞાને કરીને, આત્માનો જે બોધ થયો છે એ “બોધ કરીને... અને એ પ્રત્યેની જે ઊપેક્ષા છે-શરીર પ્રત્યેનો ઊપેક્ષા ભાવ છે વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે...” જ્ઞાન અને વૈરાગ્ય આ નિર્મળપણું થવામાં કારણ છે, એ બંને કારણ છે. એટલે આત્માનું નિર્મળપણું થયું છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૭
૨૫૫
તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે શાની વેઠે છે,...' એટલે કે એને એટલો કર્મબંધ નથી થતો. મિથ્યાત્વ અવસ્થામાં જે સામાન્ય માણસને એવા જ રોગથી કર્મબંધન થાય એવું ત્યાં જ્ઞાનીને કર્મબંધન થતું નથી. કેમકે એ પોતે શરીર અને શરીરની વેદના, શરીરના પર્યાયો, પછી અનેક પ્રકારના કંપ, સ્વેદ વગેરે એ બધાથી ભિન્નપણાથી અને પોતાના આત્મભાનમાં રહીને એને વેદે છે. પોતે શુદ્ધ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપી આત્મા છે એના બેભાનપણામાં અનુભવ નથી કરતા, એના સભાનપણામાં અનુભવ કરે છે. એ રીતે નિર્મળતાએ કરીને, સભાનપણાએ કરીને તે રોગને અંતર્પરિણામે શાની વેઠે છે,...' પરિણામે વેઠે છે એમ નથી કીધું. આ અંત૨પરિણામે જ્ઞાની એને વેદે છે, અનુભવે છે.
અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે...' અંદરની સ્થિતિ નહિ પણ બહારની ઉન્મત્તતા જોવામાં આવે. કોઈને એમ થાય કે આમ કેમ બોલે છે ? આમ કેમ વર્તે છે ? એવું પણ લાગે. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે.’ તોપણ એમને જે કર્મબંધ થવા અલ્પ કર્મનો બંધ થાશે અને નિર્જરા વિશેષ થાશે તો એ અંતર્પરિણામ અનુસાર થશે. બહા૨ની સ્થિતિ દેખાય છે એ પ્રમાણે એને બંધન થવાનું નથી. આ વાત છે.
મુમુક્ષુ :— અંતર્પરિણામે વેદે છે એટલે અંતમાં પરિણામ સ્વભાવ તરફી લાગી
=
જાય?
પૂજ્ય ભાઈશ્રી :— હા. અંતર પરિણામમાં એનાથી ભિન્ન પડેલા છે અને પોતાના સ્વભાવને વળગેલા છે અથવા પોતાના સ્વરૂપ સાથે અભેદ થયેલા, ... થયેલા પરિણામને લીધે જે જુદા પડી ગયા છે, ભિન્ન પડી ગયા છે. એના કારણે ભિન્ન પડ્યા. તો એ અનુસાર મોક્ષની પણ વ્યવસ્થા છે એટલે આંશિક મુક્તિ થાય છે. નિર્જરા છે એટલે આંશિક મુક્તિ છે. અને અલ્પ બંધ થશે એટલે જેટલી અસ્થિરતા છે અને અસ્થિરતાનો ચારિત્રમોહનો જેટલો રાગાંશ છે એટલો અલ્પ બંધ પણ થાય છે. એ પ્રમાણે કર્મબંધ થશે અથવા નિવૃત્તિ થશે.
બાકીનું વાક્ય અધૂરું રહી ગયું છે, કે આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે’ એમ કરતાં કરતાં-સ્વરૂપને અનુસરતા અનુસરતા જ્યાં અત્યંત શુદ્ધ સ્વભાવને આત્માને ભજે. પોતાનો નિજ પર્યાય એકદમ કેવળ શુદ્ધ થઈ જાય. પછી ત્યાં એને કર્મબંધ થતો નથી. ‘ત્યાં...’ એમ કરીને અધૂરું રહી ગયું છે. એટલે કાગળનો નીચેનો ભાગ મળ્યો નથી. પણ ત્યાં પછી આત્માને કોઈ કર્મબંધ થતો
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
નથી. એમ લેવું.
મુમુક્ષુ ઃ–ઉપરના પત્રનું અનુસંધાન... પૂજ્ય ભાઈશ્રી — ઉપરનું એટલે આગળનો ૫૬૬ ? ત્યાં તો એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મારે જલ્દી છૂટવું છે અને વ્યવહારમાં વર્તવું પડે છે. બીજા જીવો પ્રત્યે રાગ નથી પણ જેટલો વ્યવહાર થાય છે, એટલી ક્રિયા કરાય છે એ તો વિકલ્પમાત્ર ઊઠે છે અને એમાં પણ ક્લેશ થાય છે કે આ ન થવું જોઈએ. શું કરવું હવે ? એટલી વાત લીધી
છે.
રાજહૃદય ભાગ-૧૧
અહીંયાં તો એક રોગ અવસ્થાનો એક ચિતાર લીધો છે કે જ્ઞાનીને પણ પૂર્વકર્મના યોગે રોગ થવાની સંભાવના છે અને એ રોગ થાય તો એને કર્મબંધ કેમ થાય ? કે બીજા જીવને-સામાન્ય સંસારી જીવને જે રીતે કર્મબંધ થાય એ પ્રકારે કર્મબંધ જ્ઞાનીને નથી થતો. જેટલી નિર્મળતા થઈ છે એટલો મોક્ષ થાય છે. જેટલો અલ્પ રાગાદિ છે એટલો બંધ થાય છે. જ્ઞાનીનો એ પ્રકાર છે.
એ પત્ર અપૂર્ણ અવસ્થામાં મળેલો છે. પણ ઠીક વાત લીધી છે. કેમકે બહારની આવી નિર્બળ સ્થિતિ અથવા રોગવાળી શરીરની સ્થિતિ જોઈને કેટલાકને શંકા પડે કે અત્યારે તો જ્ઞાની પણ મુશ્કેલીમાં આવી ગયા છે. જ્ઞાનીને પણ મુશ્કેલી અત્યારે ઘણી છે. ઉદય આકરો વર્તે છે, ઘણો રોગ થઈ ગયો છે.
આપણે તો સીધો અનુભવ પૂજ્ય બહેનશ્રી’નો છે. જ્યારે જ્યારે એમને શરીરના રોગની અવસ્થા વિશેષ થતી, ત્યારે ત્યારે પોતાના પુરુષાર્થમાં વિશેષપણે આવતા. એ વખતે શરીરના રોગના પરિણામ સાથે એ ઘેરાય જાય એવા પરિણામે પરિણમતા નથી. પણ એ વખતે વિશેષ પુરુષાર્થ, આત્મા તરફના પરિણામ વધારે બળવાનપણે કામ કરવા લાગે એવી એક સહજ યોગ્યતા, ઉત્કૃષ્ટ પાત્રતાથી માંડીને બધી જ્ઞાનદશામાં, ઉપરની બધી જ્ઞાનની દશામાં એ સ્થિતિ સહજપણે ઉત્પન્ન થાય છે. સહેજે સહેજે. એ ૫૬ ૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૬૮
મુંબઈ, ફાગણ, ૧૯૫૧
આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.
Page #274
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૫૭.
સર્વ ક્લેશથી અને સર્વદુખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળપ્રવર્તતું નથી એમાંકિંચિત્માત્ર સંશયનથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાધિ” કહે છે. આત્મપરિણામની અવસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે
શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, પ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેઝથાય છે.
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કપાય, નિર્બળ થાય, જ્ઞાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવતે તે પ્રસંગમાં ઘણું કરી દે છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૧
શકશે?
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.
૫૬૮મો પત્ર પણ સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે.
“આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીતની ભૂલ થતી આવી છે, જેથી હમણા થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.’ આ પત્ર અને ત્યારપછીનો પત્ર બંને પત્ર બહુ સારા છે. અત્યાર સુધીમાં અનાદિથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરવામાં આ જીવે ભૂલ કરી છે. સ્વરૂપનિર્ણયમાં ભૂલ કરેલી હોવાથી, આ કારણે જે જ્ઞાનદશા ઉત્પન્ન થવી જોઈએ એ શાનદશાની ઉત્પત્તિ થતી નથી.
જીવને કેમ જ્ઞાનદશા ઉત્પન્ન થતી નથી ? એવા પ્રશ્નની એ સીધી વાત છે કે નિર્ણયમાં ભૂલ છે માટે. નિર્ણયનો વિચાર કરે તો કોઈ એમ કહે કે અમારો નિર્ણય તો જેવો શાસ્ત્રમાં આત્મા કહ્યો છે દ્રવ્ય-ગુણ-પર્યાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, ઉત્પાદ-વ્યયધ્રુવ જેવું કહે છે એવું જ અમે માનીએ છીએ, એવું અમે સ્વીકાર્યું છે. એ ખરેખર નિર્ણય નથી.
જ્ઞાનલક્ષણથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય. એટલે કે પોતાને ખાત્રી થાય કે મારો આત્મા આવો જ છે એમ ભાસવા માંડે, લાગવા માંડે, પોતાનું સાક્ષાત્ સિદ્ધપદ પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ સ્વરૂપે ભાસે ત્યારે એને એમ લાગે કે હું આત્મા છું, હું કાંઈ શરીર આદિ નથી. એ પ્રકારનો જે નિર્ણય થવો જોઈએ એ નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી આવી છે. સ્વરૂપના વિષયમાં કલ્પના કરી છે. અને એ કલ્પનાને તેણે સાચું
Page #276
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૫૯ માની લીધું છે. કેમકે આગમ સાથે મેળ ખાય છે. શાસ્ત્ર સાથે મારા વિચારનો મેળ ખાય છે. ફેર પડતો નથી માટે મારો નિર્ણય સાચો છે. એ નિર્ણય નથી પણ એક કલ્પના છે. એટલે અત્યારે પણ ભૂલ થાય એમાં કાંઈ આશ્ચર્ય લાગતું નથી. પહેલી વાત નિર્ણયની લીધી છે, જોયું?
હવે આત્મજ્ઞાન વિષે લે છે, કે “સર્વ ક્લેશથી અને સર્વ દુખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ જીવને સર્વદુઃખથી અને સર્વ ક્લેશથી જો મુક્ત થવું હોય તો એનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાને કરીને સમાધાન આવે છે અને અજ્ઞાનપૂર્વકનું અસમાધાનપણું, અસમાધિ દશા અને મૂંઝવણ છે એ મટે છે. એમાં કોઈ બાકી નથી રહેતું. કોઈ એવી સમસ્યા નથી કે જેમાં મૂંઝવણ ન મટે. આત્મજ્ઞાન હોય અને મૂંઝવણ ન મટે એવી એક પણ સમસ્યા નથી. સૌથી મોટી વાત તો એ છે કે જે કાંઈ જીવને અસમાધાન દશા અને મૂંઝવણ છે એ એના સંયોગને કારણ છે. કાં તો જીવ ભૂતકાળના પોતાના પ્રતિકૂળ સંયોગોને લક્ષમાં, ગ્રહણમાં લઈને દુઃખી થાય છે, કાં વર્તમાન પ્રતિકૂળતાને અનુભવતા દુઃખી થાય છે. અને કાં ભવિષ્યની ચિંતાને લઈને દુઃખી થાય છે. એમ ત્રણે કાળના પ્રતિકૂળ સંયોગની પ્રતિકૂળતાની કલ્પનાને કારણે દુઃખી થાય છે. એ જીવને ખરેખર પ્રતિકૂળ છે નહિ. પણ પ્રતિકૂળતાની કલ્પનાને લઈને દુઃખી થાય છે. એને મૂંઝવણ થાય છે, આકુળતા થાય છે, ક્લેશ થાય છે, દુઃખ થાય છે.
(અહીંયાં) કહે છે કે તું ત્રણે કાળે ભિન્ન છે. ભેદજ્ઞાનની એક ચાવી એવી છે કે તું ત્રણે કાળે સર્વ પ્રકારના સંયોગોથી સર્વથા ભિન્ન છો. અને સર્વથા ભિન્ન હોવાથી એ સંયોગો તારા નથી અને તેને લાગુ પડતા નથી. તેં કલ્પના કરી છે. પોતાપણાની કલ્પના કરીને દુઃખી થા છો. આટલી વાત છે. | સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. જુઓ ! દુઃખ મટાડવું અને સુખ પ્રાપ્ત કરવાનો આ મહાસિદ્ધાંત છે. ત્રણે કાળે અફર એવો મહાસિદ્ધાંત છે આ. આમાં ક્યાંય ફેર નથી. કોઈ કાળે ફેર પડે એવું નથી. એવો આ સિદ્ધાંત છે. જો સર્વ દુઃખ અને સર્વ ક્લેશ મટાડવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો જીવે અવશ્ય અવશ્યતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. એ વાત કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
હવે એ આત્મજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જે વિચારણા છે, સુવિચારણા જેને
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
રાજહૃદય ભાગ-૧૧ કહેવાય છે, આત્માના હિતના લક્ષે જે વિચારવામાં આવે છે એને સદ્વિચાર કહેવામાં આવે છે. સદ્વિચાર કોને કહેવો? કે જેમાં આત્મહિતનું લક્ષ છે એને સદ્વિચાર કહીએ. જેને આત્મહિતનું લક્ષ નથી તે સદ્વિચાર નથી. પછી એ ગમે તેવો આદર્શ બતાવે કે ગમે તેવી વાત બતાવે પણ એમાં સદ્વિચારનો અંશ નથી.
સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિચિત્માત્ર સંશય નથી.” અહીંયાં આ એક વાત જરા ઊંડી કરી છે. જીવને વિચાર કરવાની શક્તિ છે. વિચાર કરી પણ શકે છે કે આ બરાબર નહિ, આ બરાબર, આ સારું, આ સારું નહિ. એટલો વિચાર કરીને) અમલમાં મૂકવાનું જે બળ જોઈએ, બળ પ્રવર્તવું જોઈએ તે બળ કેમ પ્રવર્તતું નથી ? એની એક બહુ સુંદર વાત કરી છે, કે એનું કારણ અસત્સંગ છે. એવા પ્રસંગમાં જીવ ઊભો છે કે જેનો સંગ કરવો ન જોઈએ એનો સંગ કરે છે અને એ કારણે એને વાત વિચારમાં આવતી હોવા છતાં એ વિચારનું બળવાનપણું, એ વિચારને કાર્યાન્વિત કરે એવું પ્રબળપણું વિચારબળ ઉત્પન્ન કરતું નથી. ખ્યાલ આવે કે આ વાત બરાબર છે. જો એ બરાબર હોય તો તમે એમ કરો. એ બાબતની અંદર એ જીવ પાછો પડે છે. આગળ વધવાને બદલે પાછો પડે છે એનું કારણ એના પરિણામ અસત્ પ્રસંગને વિષે રૂચિવાળા છે. અસત્સંગને વિષે એના પરિણામ જે રુચિ કરે છે, કોઈ અપેક્ષાબુદ્ધિથી, કોઈ કારણથી, કોઈ માનેલો લાભ છે, કોઈ માનેલો સંબંધ છે, કોઈ માનેલું એવું કારણ છે કે જેને લઈને એ અસત્સંગનો ત્યાગ કરતો નથી અને એને કારણે એનું વિચારબળ છે એ પ્રવર્તતું નથી. આ એક બહુ સુંદર વાત કરી છે કે જે મુમુક્ષુજીને લક્ષમાં રાખવા જેવી છે. આ કારણે વાત સમજાવા છતાં એ વાતનો અમલ કરવામાં આ જીવને મુશ્કેલી પડે છે એનું કારણ આ છે કે એને અસત્સંગ ક્યાંકને ક્યાંક વર્તે છે.
એમાં કિંચિત્માત્ર સંશય નથી.” એમ કહે છે. આ વાત અમારી અનુભવસિદ્ધ છે. એમાં કોઈ સંશય દેખાતો નથી. એટલી વાત કરી એમણે આત્મજ્ઞાન થવા અર્થે.
મુમુક્ષુ - બહુ ગંભીરતાથી વાત કરી છે.
પૂજ્ય ભાઈશ્રી – આત્મજ્ઞાન છે એ સર્વોત્કૃષ્ટ બધા જ દુઃખ મટાડવાનો જો ઉપાય છે તો એ આત્મજ્ઞાન કેવી રીતે થાય? શું કારણથી થાય?કે સદ્વિચારથી થાય. પણ સવિચાર તો અમે કરીએ છીએ. શાસ્ત્ર વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ (છતાં) કેમ આત્મજ્ઞાન થતું નથી ? કે અસત્સંગની, અસપ્રસંગની જે રુચિ છે ત્યાં જે ઉદાસીનપણું આવવું જોઈએ, નિરસપણું આવવું જોઈએ એ આવતું નથી. હવે જેટલો
Page #278
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૬૧
સત્સંગમાં રસ લે, સદ્વિચા૨માં રસ લે એથી વધારે આ બાજુ રસ લ્યે, અસત્સંગમાં ૨સ લ્યે એટલે પેલું બધું જે છે એ ધોવાઈ જાય છે. જેટલો સત્સંગમાં કાંઈ વિચાર કર્યો છે એ બધો નિષ્ફળ થઈ જાય છે. એવા કારણે જ હંમેશા પ્રવર્તો છે. સત્સંગ કર્યો નથી. જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે પણ એની અસર નિષ્ફળ થાય એવી વાત પોતે સેવવાની ચાલુ રાખી લીધી છે. અને એ સત્સંગ આદિને નિષ્ફળ કર્યા છે, પોતે ને પોતે જ. મુમુક્ષુ ઃ– દિવસભરનો હિસાબ જોખીએ.... પૂજ્ય ભાઈશ્રી :-...
સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય તેને સ્વસ્થતા કહે છે, સમાધિ કહે છે. સ્વરૂપમાં પરિણામ અસ્થિર થાય અથવા ન રહે તેને અસમાધિ કહે છે. એ રીતે સમાધિ અને અસમાધિનો સિદ્ધાંત છે. અન્યમતિમાં તો આ સમાધિ લઈ લે ને ? જમીનમાં કોઈ દટાઈ છે, કોઈ બીજી રીતે. એને સમાધિ કહે છે. અથવા ધ્યાનમાં બેસે ત્યારે એ સમાધિમાં બેઠા છે એમ પણ કહેવામાં આવે છે. ખાખી બાવા છે એ લોકો ધ્યાનમાં બેસે છે. બે-બે, પાંચ-પાંચ, છ-છ, આઠ-આઠ કલાક બેસે છે. મહારાજ સમાધિમાં બેઠા છે એમ કહે. એવા અડોલ થઈને બેસી જાય. હલે કે ચલે. પદ્માસનથી બેસી જાય. એ જાતની Practice (હોય છે).
‘આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ” કહે છે આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણિત થવી તેને શ્રી તીર્થંકર કર્મ' કહે છે.’ ભાવકર્મ. શું કહે છે ? ધર્મની વ્યાખ્યા કરે છે. જેમ સમાધિ-અસમાધિની વ્યાખ્યા કરી એમ. આત્મપરિણામની સહજ સ્વરૂપે સ્થિતિ થવી. જેવું સહજાત્મ સ્વરૂપ છે, એવી જ સ્થિતિ થઈ જવી, તદાકાર પરિણામ થવા તે ધર્મના પરિણામ છે. જેવો ધર્માં આત્મા છે, એવા જ સ્વઆકારે, સ્વભાવ આકારે પરિણામ થવા એને ધર્મ કહે છે. એથી બહા૨ જઈને કાંઈક ચંચળતા થવી, ચપળતા થવી, પરિણામ છૂટી જવા અને ઉદયાકારે, પરદ્રવ્યાકારે પરિણામ થવા તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કેમ કે એ ભાવકર્મ છે. એના નિમિત્તે દ્રવ્યકર્મનો આસ્રવ અને બંધ થાય છે. માટે એનું નામ પણ કર્મ કહ્યું. દ્રવ્યકર્મનો આસવ બંધ થવામાં જે કાર્યનું નિમિત્ત બન્યું તેને ભાવકર્મ કહે છે અને તે આત્મપરિણામની ચપળ પરિણતિ છે. સ્વરૂપમાં એ સ્થિર પરિણતિ નથી. અસ્થિર પરિણતિ થઈને પરિણામ બહાર ગયા, એને કર્મ કહેવામાં આવે છે. એ રીતે ધર્મ અને કર્મ એ બંનેની વ્યાખ્યા કરી. અહીંયાં ચાર વ્યાખ્યા કરી છે.
શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૨
રાજહૃદય ભાગ-૧૧ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી;...' બંધ-મોક્ષની વ્યવસ્થામાં એક જૈન દર્શન સિવાય (બીજે બધે) મોટી ગડબડ છે. કેમકે એ વિધિનો વિષય છે. જે વિધિએ ધર્મ થાય અને જે વિધિએ અધર્મ થાય એ બંને વિષયમાં જૈનદર્શન સિવાય વ્યવસ્થિત વાત કોઈ સંપ્રદાયમાં, કોઈ મતમાં નથી. વેદાંત તો એક એવું દર્શન છે કે જેનો જૈનદર્શન પછી તત્ત્વજ્ઞાનમાં બીજો નંબર આવે. એટલું તત્ત્વજ્ઞાન અને ફિલસૂફી કોઈ સંપ્રદાયની અંદર વેદાંત જેટલી નથી. સૌથી વધારે જૈનમાં છે, ત્યારપછી વેદાંતમાં છે. વેદાંતમાં પછી બીજા આવી ગયા. આદિમાં નીચેના બધા આવી ગયા.
શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે,...' આત્મસ્વરૂપમાં કેટલીક ભળતી વાત કરે છે. આ પણ બ્રહ્મ કહે છે, આ પણ બ્રહ્મ કહે છે, આ પણ આત્મા કહે છે, આ પણ આત્મા કહે છે. એ તો અધ્યાત્મના, સમાધિના, બીજા ત્રીજા અનુભૂતિના બધા શબ્દો આવે. છતાં બંધ અને મોક્ષની જે સુવ્યવસ્થિત વાત છે એવી વાત જૈનાગમમાં છે એવી કોઈ જગ્યાએ નથી. એટલે તેવો નિર્ણય વેદાંતાકિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી;...' જુઓ ! આ પોતાનો વેદાંત સંબંધીનો સ્પષ્ટ અભિપ્રાય અહીંયાં છે. આ તો એમના ગ્રંથને વાંચીને પણ હજી કેટલાકને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો તો આ જગ્યાએ સ્પષ્ટ કરે છે. આગળ હજી કહેશે. આગળ વધારે સ્પષ્ટ કહે
છે.
અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.' યથાર્થ-જ્યાં જે વાત જે રીતે કરવી. જોઈએ ત્યાં તે વાત (કરે). તો પછી આ વેદાંત તો સ્થૂળ છે. એની ભૂલ ન પકડાય એવું તો કાંઈ બને નહિ. એટલે એવું યથાર્થપણું જિનેન્દ્રના વચનોમાં છે,જિનેશ્વરના વચનોમાં છે. એ બીજે કાંય જોવામાં આવતું નથી. પૂર્વાપર અવિરોધ-જ્ઞાનીના વચનનો એમણે ખાસ ગુણ કહ્યો. એ પૂર્વાપર અવિરોધ છે. પત્રાંક) ૬૭૯માં જે વાત કરી છે. પૂર્વાપર અવિરોધપણું એ એમની વાણીનું વધુમાં વધુ સારો ગુણ હોય તો આ છે કે પૂર્વાપર અવિરોધપણું આવે છે.
‘આત્માના અંતર્યાપાર (શુભાશુભ પરિણામધારા)પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે,...’ જેટલો આત્માના પરિણામમાં પદ્રવ્યની સાથે સંબંધ થાય, કર્મના ઉદયની સાથે સંબંધ થાય એટલો બંધ, જેટલો અનુદય રહે તેટલો અબંધ. એવી સ્પષ્ટ વ્યવસ્થા છે. એ પ્રમાણે બંધ-મોક્ષની સ્પષ્ટ વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.’ આ ઉપરનો Paragraph જે છે એનો સંક્ષેપ છે. શરીરની ચેષ્ટા પ્રમાણે બંધ-મોક્ષની વ્યવસ્થા)
Page #280
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૬૩ નથી. એટલા માટે એ દાંત લેવામાં આવે છે. ચક્રવર્તી જ્ઞાનીના અથવા જ્ઞાનીના યુદ્ધના સંયોગોના એવા જે અશુભક્રિયા અને કષાયના ઉપયોગો, સકષાય ઉપયોગ દેખાય એવા પ્રકારે હોય છતાં પણ તે અંતર પરિણામની ધારા પ્રમાણે બંધ-મોક્ષ છે.
પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે...” ઉપર રોગની વાત કરી છે ને ? એ વાત ફરીને પાછી લીધી. કે પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન થાય છે...” રોગ ઉત્પન્ન થવાના જે કારણો છે એમાં અનેક કારણોમાં એકપૂર્વ કર્મ કારણ છે. એકવૈદ્યને પૂજ્ય ગુરુદેવના ઇલાજ માટે લાવ્યા હતા. તો તે વૈદ્યરાજને પ્રશ્ન પૂછ્યો. “રામજીભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ રોગ થવાના કારણો તમે જાણો છો ? તો કહે હા. કેટલા કારણો છે? આયુર્વેદ ભણેલા માણસ હતા. તો એણે પથ્યા, પથ્ય એવું બધું કહે ને ? એવા જે શારીરિક સંયોગિક કારણો ચાર બતાવ્યા અને એક કારણ પાછું બતાવ્યું કે પૂર્વકર્મા
પ્રશ્ન-એણે બતાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી - હા, એમ બતાવ્યું. આયુર્વેદ ભગવાનની વાણીમાંથી ઉત્પન્ન થયેલું છે. મૂળ આયુર્વેદની વાત રહી ગઈ છે. એણે પૂર્વકર્મનું... એનું કારણ છે, કે ગુરુદેવને વર્ષોથી કોઈ પથ્યાપથ્યનો સવાલ નહોતો. ચાર રોટલી, મગની દાળ, દૂધીનું શાક, પાપડ, ભાત. ચોખ્ખું ઘી, ચોખ્ખું દૂધ, તાજા મસાલા, પાછું કાંઈ વાસી નહિ. રોજે રોજનું મરચું, બીજું, ત્રીજું બધું. કાંઈ વાસી નહિ. લોટ વાસી નહિ. કોઈ ચીજ વાસી નહિ. રોગ થવાનું કોઈ કારણ નહિ. બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછ્યો હતો. બુદ્ધિવાળા વકીલ હતા. રોગનું કારણ શું? તમારા શાસ્ત્રમાં રોગનું કારણ શું? તો પાંચ કારણ એણે બતાવ્યા. એમાં ચાર બતાવ્યા ત્યાં સુધી તો બધા શારીરિક અને સંયોગિક કારણો હતા. હવાનું પ્રદૂષણ કારણ છે, જંતુના વાયરા વાય છે એ કારણ છે, માણસ અપથ્ય ખાય છે એ કારણ છે. એવા ત્રણ-ચાર કારણો બતાવ્યા પછી કહે એક પૂર્વ કર્મ. આવું કાંઈ ન હોય તો પણ રોગ થાય. એ પાંચમું કારણ છે. આ ચારમાંથી એકેય ન હોય છતાં પૂર્વ કર્મને લઈને રોગ થાય છે. ખુશ થઈ ગયા. વાત તો કાંઈક સમજીને કરે છે. નહિતર તો વૈદ્યને દવા ન કરવા દે. પણ એણે પહેલો જવાબ એવો આપ્યો. પહેલો પ્રશ્ન જ પૂછ્યો. આવીને હજી એણે કાંઈક બોલવાની શરૂઆત કરી એવો એક પ્રશ્ન કર્યો, પ્રશ્ન કર્યો અને આ જવાબ દીધો. પછી કહ્યું, ચાલો આને પાસ કરો હવે. વાંધો નથી. જાણે છે, કાંઈક સમજે છે.
અહીંયાં એ કહ્યું કે પૂર્વે ઉત્પન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
રાજહૃદય ભાગ-૧૧ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્યાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.’ એટલે એના કારણે શરીર નિર્બળ થાય, મંદ થાય, મ્લાન થઈ જાય, ઉષ્ણ એટલે તાવ આવે, શીત એટલે શરદી થાય એ બધું થાય. ગરમી-શરદી બધી લાગે. એ થાય છે. વિશેષ રોગના ઉદયથી....
એમાં તો ત્યાં સુધી પણ વિષય આવે છે, કે કોઈ જીવ એક રોગ સાથે લઈને જાય. જન્મે ત્યારથી રોગ હોય. વેદનીયનો ઉદય છે એમાં એ ૫૨માણુ રહી જાય. કારણ કે કાર્મણવર્ગણા તો સાથે જાય છે ને ? જન્મે ત્યારથી રોગ ચાલુ થઈ જાય. એટલે ઉદય ચાલુ થઈ જાય. વચ્ચે થોડો કાળ ઉદય નથી. શરીર નથી એટલે. બાકી તરત જ ચાલુ થઈ જાય છે. તો કહે, કેમ ? હજી તો જન્મ્યો અને કયારે કર્મ બાંધ્યા ? તો કહે પૂર્વે બાંધેલા છે. તે હજી ચાલુ જ છે. આગળની મુડી વપરાય છે. એ પ્રમાણે શરીરની અવસ્થા-ચેષ્ટા એટલે અહીંયાં અવસ્થા થાય છે એમ લેવું.
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય,... એટલે નિસ્તેજ થાય, મંદ થાય,...’ એટલે ઇન્દ્રિયો કામ કરતી ઓછી થઈ જાય, રૌદ્ર લાગે....’ કોઈ વખત તો રૌદ્રતા પણ ધારણ કરે. બિહામણું લાગે એવું. એકદમ આંખો ઓલી થઈ ગઈ હોય, એવી રીતે બહા૨માં રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય...' વર્તે. ભ્રમમાં એ લેવો. બાહ્ય વિભ્રમ. ઉપર જે શબ્દો લીધો છે ને ? એમાં બાહ્ય શબ્દ લગાડવો. અહીંયા લીધું ને ? ભ્રમાદિનો ઉદય પણ વર્તે..’ એટલે બાહ્ય વિભ્રમ લેવો. બે શબ્દ વાપર્યા છે. પત્રાંક ૫૬૭) બાહ્ય વિભ્રમ અને.... બે ગ્યાએ બાહ્ય બાહ્ય શબ્દ જ લીધો છે. મંદપણું, બાહ્ય વિભ્રમ આદિ દષ્ટિપણું થાય, નિર્બળ થાય અંત૨ોગના પરિણામને વેદે છે. બાહ્ય લીધું.
મુમુક્ષુ ઃ– બાહ્ય સ્થિતિ ઉન્મત્ત.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત થાય છે એમ લીધું છે. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત. નીચેની લીટીમાં છે. બાહ્ય વિભ્રમ એક લીટી છોડીને પછી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે...’ એ બંનેમાં બાહ્ય શબ્દ ઉપર લગાડ્યો છે. અહીંયાં નથી લગાડ્યો. ઓલો પત્ર ન મળ્યો હોય તો અહીંયાં શંકા કરે કે જ્ઞાનીને વિભ્રમ થાય ? જ્ઞાનીને ભ્રમ થાય તો પછી આત્મજ્ઞાન કેવી રીતે રહે ? પણ એ બાહ્ય વિભ્રમની વાત છે. આત્માના સંબંધમાં વિભ્રમ થવાની વાત અહીંયાં નથી. આવું બને છે. અધ્ધરથી કોઈ વાત હાથમાં આવી જાય ને. બાહ્ય વિભ્રમ આદિ... આ તો ક્રમથી વાંચીએ છીએ. પણ સીધો આ પત્ર વાંચ્યો હોય અને વાંચનારને ઓલા પત્રનો ખ્યાલ ન હોય તો એને એમ થાય કે અહીંયાં
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૫
પત્રાંક-૫૬૮ આમ કેમ લખ્યું હશે ? કે જ્ઞાનીને પણ ભ્રમનો ઉદય થાય. મતિભ્રમ છે એ તો જ્ઞાનને વિભ્રમ કરી નાખ્યું. એ બહારના પદાર્થો વિષયક વાત છે. આત્માવિષયક એ ભ્રમ થતો નથી.
તથાપિ પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય. એટલે કે બોધ અને વૈરાગ્ય વસ્યા હોય, જ્ઞાન અને વૈરાગ્ય ઘર કરી ગયા હોય. તે પ્રમાણે તે રોગને જીવતે તે પ્રસંગમાં ઘણું કરી દે છે. એટલે એ રીતે એને જે વેદન છે એ જ્ઞાન અને વૈરાગ્ય અનુસારનું લેવું, રોગ અનુસારનું લેવું નહિ, એમ કહેવું છે. કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ હોય એમ દીઠું નથી. અમે એવું નથી દીઠું કોઈને કાયમ માટે દેહ રહી જાય. જાણ્યું નથી તથા સંભવતું નથી કે કોઈ શાશ્વત હોય. કથાનુયોગમાં આવે છે. મહાભારતમાં કથાનુયોગમાં ગપ્પા આવે છે. અશ્વત્થામા છે એ શાશ્વત થઈ ગયા છે, ફલાણા છે એ શાશ્વત થઈ ગયા છે. તો કેમ મળતા નથી ? તો કહે, એ હિમાલયમાં જ રહે છે. આ બાજુ આવતા નથી. અને આવે તો કોઈને દેખાતા નથી, એવું શરીર છે એનું. પતી ગયું. ઓલો સિદ્ધાંત નાખી દીધો કે શાશ્વત થઈ જાય છે. પણ કોઈને દેહશાશ્વત હોય એવું બનતું નથી. આ તો પોતા ઉપર લેવાની વાત છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, તો આ જીવને આ દેહ છે એ પણ વિનાશીક છે, અવિનાશી નથી. ભલે અત્યારે ગમે તેવી તંદુરસ્તી દેખાતી હોય તોપણ તે વિનાશીક છે, અવિનાશી નથી. આ સ્પષ્ટ વાત છે. આ જરાક સખળડખળ થાય, શરીરમાં થોડીક ગડબડ થાય ત્યાં ગભરામણ થવા માંડે. મને આમ થયું. પણ તને નથી થયું, એ તો ભાડુતી ઘરમાં થયું છે. ભાડુતી ઘરમાં એકાદી ઈંટ કે પોપડું ખરે તો એને કાંઈ અસર નથી થતી. થાય છે? જે ઘરમાં ભાડે રહેવા ગયા હોય એમાં ક્યાંક પ્લાસ્ટર ખરાબ થાય, ક્યાંક તડ પડે કે નળીયું ખસે તો (તો) એને કાંઈ ગભરામણ થાય છે? આપણે ક્યાં છે? આપણે તો ભાડું જદેવાનું છે. અહીંયાં તારે બે ટાઈમ ભાડું દેવા સિવાય છે શું બીજું ? જે ઘરમાં નિવાસ છે, શરીરરૂપી ઘર છે. એને રોજે રોજ ભાડું દેવાનું છે. ઓલાને મહિને મહિને દેતો હોય તો અહીં રોજેરોજ દેવાનું છે એટલી શરત છે. છતાં બે-ચાર દિનદેતો ચાલે. એટલું બધું કાંઈ જબરદસ્તી ન કરે કે આજે કેમ નથી દીધું? એકાદદિવસ ઉપવાસ કરે તો ચાલે. પણ રોજ ભાડું દેવા સિવાય બીજું તો કામ નથી. હવે એમાં કાંઈક થાય તો શું કરવા અમથો અમથો મૂંઝાય છે ? એ ઘર તો છોડ્ય છૂટકો છે. ભાડુતી ઘરમાં માલિક થઈને બેઠો છો એ અપરાધ તારો છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
રાજહૃદય ભાગ-૧૧ અને મુંઝવણ તેને તેં તારે ને તારે હાથે ઊભી કરેલી છે. બીજું કાંઈ નથી. એ સિવાય એથી વધારે એમાં કાંઈ છે નહિ
મુમુક્ષુ-રોગને દૂર કરવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી – હા. તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ ? કે શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. ભાઈ બનાવે છે એટલે વાત કરી. અવનપ્રાશ સારું બનાવે છે. એકવાર લઈ આવ્યા હતા. અવનપ્રાશ ખાવ. રોજ શિયાળામાં ખાવાનું. હવે ભાડામાં જૂની નોટ આપો કે નવી નોટ આપે. કોઈ એમ કહે, ભાઈ ! આ બસ્સો રૂપિયા ભાડું. નવીનક્કોર નોટ છે. અને જૂની નોટ આપો. બેય સરખું ને સરખું જ છે. એમાં કાંઈ બીજો ફેર નથી. ખાલી કરવાના ટાઈમે ખાલી કરવાનું જ છે. ચ્યવનપ્રાશ ખાય કે દાળ, ભાત, શાક ખાય શું ખાય? અભક્ષ્ય ખાય તોપણ જવાનો છે અને ભક્ષ્ય ખાય તોપણ ઘર છોડવાનું જ છે. પછી સાચવવા માટે એટલી બધી માલિકી ભાવે જે સાચવવાની કાળજી કરે છે તે પરિણામ એને દુઃખદાયક છે. એમાં એને મુંઝવણ થાય છે, એમાં એને ગભરામણ થાય છે. બધી તકલીફ એમાંથી ઊભી થાય છે.
એમની વચનરચના કેવી સરસ છે! બહુ ભાવવાહિ વાત છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી.” તારે કાંઈ મુંઝાવાની જરૂર નથી. દેહ છૂટવાનો સમય આવે તો તારે કાંઈ મુંઝાવાની જરૂર નથી. ભાડુતી વર હતું, મુદ્દત પૂરી થઈ. પહેલેથી જ મુદ્દતથી જ ભાડે રાખેલું હતું. જેમ નક્કી કરે કે, ભાઈ! ત્રણ વર્ષે ખાલી કરી દેવાનું. એમ આની નક્કી થયેલી મુદત છે કે આટલા વર્ષે ખાલી કરી દેવાનું. પછી એમાં આનાકાની શું? જ્યારે નક્કી કરીને આવ્યો છે પોતે કે આ ટાઈમે ખાલી કરી દેવાનું છે. પછી આનાકાની શું કરવા કરવી જોઈએ? આનાકાની તો એવી કરે કે લાખ વાતે પણ મારે છોડવું નથી. Foreign થી દવા મગાવીને પણ મારે છોડવું નથી. સારામાં સારો ડોક્ટર બોલાવીને પણ મારે આ છોડવું નથી. ડૉક્ટરનો બાપ આવશે તોપણ છોચે છૂટકો છે.
ઘરના માલિક બહુ પ્રામાણિક છે. વધારે પડતું ભાડે આપો તો પાછું આપી દે. ભૂલ-ભૂલથી બસ્સોની જગ્યાએ અઢીસો આપી દ્યો તો એ પચાસની નોટ પાછી આપી દેકે ભાઈ! હું નથી સંઘરતો. એમ વધારે પડતું ઠાંસીને નાખે. સારો દૂધપાક થયો હોય, બે વાટકા વધારે દાબો. (થઈ જાય) ઝાડા. સંગ્રહે નહિ. ના પાડે. નહિ. ઈ દેવા જાય તો કહે તમે આ ભૂલ કરો છો. તમે સમજતા નથી આ જીવને આપણે દેવાભાઈ કહીએ તો કહેદેવાભાઈ તમે સમજતા નથી. અમે કોઈનું ભાડું વધારે લેતા જ નથી. આપો તોપણ
Page #284
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૬૭ પાછું. અમારે જોઈએ જ નહિ ને. એવી એની પ્રામાણિકતા છે. પછી પોતાને પ્રામાણિકતા સાચવવી રહી.
અને મૃત્યુનું આવવું અવશ્ય છે....” એટલે દેહનું જીવથી છૂટા પડવું તે અવશ્ય છે. મૃત્યુ એટલે કાંઈ આત્મા મરતો નથી. પણ શરીરને અને જીવને છૂટા પડવાનું અવશ્ય છે. એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે....” એવો પ્રત્યક્ષ અનુભવ છે એમાં કાંઈ કોઈ કિલ્પિત વાત નથી. દેહ અને આત્મા છૂટા પડી જાય છે. તેમ છતાં પણ આ જીવતે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. રોજ જોવે છે. છાપામાં તો હવે રોજ એની કોલમ જ જુદી આવે છે. મૃત્યુનોંધની કોલમ રોજ આવે છે. છતાં પાછો ભૂલી જાય છે. હજી વાંચીને નીકળ્યો હોય, એક મિનિટમાં છાપું મૂકે ત્યાં ભૂલી જાય કે જાણે હું મરવાનો નથી. એ બહુ મોટું આશ્ચર્ય છે કે આવું ક્યાં ભૂલી જાય છે?
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે.” સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર, જેને સદેહે મુક્તિ છે એમ કહેવામાં આવે છે અથવા દેહસહિત જીવન્મુક્ત દશાનો જે અનુભવ કરે છે, એવા જિનેશ્વરનું જે શરીર છે એ તેરમા ગુણસ્થાને ઔદારિક પરમાણુમાંથી પરમ ઔદારિક પરમાણુ થાય છે. ગમે તેટલું કૃશ થઈ ગયું હોય. છેલ્લા વર્ષોમાં તપશ્ચર્યા થઈ હોય, રોગથી ગ્રસિત થયું હોય, અનેક જાતની ગડબડ થઈ ગઈ હોય. કાળુ કુબડું ગમે તેવું હોય, બેડોળ હોય. પણ જો તેરમું ગુણસ્થાન આવે એટલે આખું શરીર ફરી જાય. એકદમ સુંદર તેજસ્વી થઈ જાય). સૂર્ય-ચંદ્રઝાંખા પડે એવું તેજસ્વી અને ઘાટીલું. એક એક અવયવ. જે આ ભગવનની પ્રતિમા આપણે છે, તેવું સમચતુરસ્ત્ર સંસ્થાન ઓરસચોરસ શરીર બની જાય છે. એક એક પરમાણુ શાંતરસના, આખા જગતના શાંતરસના પરમાણુ જાણે અહીંયાં આવીને નિવાસ કર્યા છે. એટલી શાંતિ, પ્રકૃષ્ટ શાંતિ એમની મુદ્રા ઉપર જોવામાં આવે છે. એટલી ઉત્કૃષ્ટ નિર્દોષતા. કેમકે સંપૂર્ણ વીતરાગદશા પ્રગટી છે. એટલી નિર્દોષતા જોવામાં આવે છે. આ દેહને અનિત્યભાવી દીઠો છે... એમણે પણ જોયું છે કે આ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આ સંયોગ છે એ પણ ભાડતી ઘર છે. એમાં પણ કાંઈ કાયમ રહેવાની વાત નથી.
તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?’ છે કોઈ પ્રયોગ ? એમ કહે છે. જીવ અને દેહ છૂટા ન પડે અને બાંધી રાખે, જીવ સાથે દેહને બાંધી રાખે એવો કોઈ પ્રયોગ છે ? જગતમાં એવો કોઈ પ્રયોગ છે જ નહિ. વીતરાગનું પરમઔદારિક શરીર પણ છૂટું પડે છે. પછી બીજા જીવે શું આશા રાખવાની હોય?
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
કયા પ્રયોગથી આશા કરવાની હોય ? એ બધી વાત ફીફા ખાંડવાની છે. મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ને ઊંચી વાત પૂછે છે.
પૂજ્ય ભાઈશ્રી : હા. આવે છે બધું. વિશેષ વિશેષ વાત આવતી જશે. ઘણી વાતો વિશેષ કરી. એમાં પણ આત્મજાગૃતિના જે બનારસીદાસજી’ના પદ લખ્યા છે એ બહુ સુંદર પદો લખ્યા છે. છેવટે એમણે પદ લખીને મોકલ્યા છે. ૩૦મા વર્ષમાં છે. પત્રાંક)
૭૭૯.
રાજહૃદય ભાગ-૧૧
‘ચિત્રસારી ન્યારી, પરર્જક ન્યારી, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના;’ ‘બનારસીદાસજી’ના પદ છે. આ બધું જ્યાં સૂતો છું એ તો એક સેજ એટલે પથારી છે. પથારીમાં સૂતો છું. પથારી અને હું બે એક થઈ ગયા ? એના જેવી વાત છે. એની ચાદર જુદી છે, પથારી જુદી છે, ... ખાટલા ઉ૫૨ એના જે આપણે કહે ને ? પાયા ને ઇસ ને એ બધું જુદું જુદું છે. ‘ઝૂઠી મેરી થપના;..’ હું અહીંયાં છું એ સ્થાપ્યું છે એ સ્થાપના જુદી છે.
અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ હૈ ન, વિદ્યાવાન પલક ન, યામૈં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉં,...' શ્વાસ પણ એક સ્વપ્ન છે. શ્વાસ ઉચ્છવાસ છે એ સપનું છે, માલા છે એ સપનું છે. નિદ્રાકી અલંગ બૂઝે, સૂત્રૈ સબ અંગ ખિ, આતમ દરપના; ત્યાગી ભૌ ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ, ભાલૈ દૃષ્ટિ ખોલિકૈ, સંભાલૈ રૂપ અપના.’ પોતાનું સ્વરૂપ સંભાળે છે. જેઠ મહિનામાં આ પદ લખ્યા છે. પછી અનુભવ દશા લીધી છે.
જૈસો નિરભેદરૂપ, નિહઐ અતીત હતી, તૈસૌ નિરભેદ અબ, ભેદકી ન ગઢંગી ! દીસૌ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાૌ નિજથાન ફિર બાહિર ન બહૈગૌ; કબહૂં કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રચિૐ ન પરવસ્તુ ગઢંગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભર્યો, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ.’
એ અનુભવદશા સ્વરૂપ સ્થિરતાની, વસ્તુસ્થિતિની દશા ને એ બધા પદ છેલ્લે છેલ્લે જે લખ્યા છે. એ દેહાંત પહેલાની બધી (વાતો છે). એટલે દેહની જે અનિત્યતા છે એની ચર્ચા એમણે આ પત્રમાં પણ કરી છે. અહીં સુધી રાખીએ....
Page #286
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૬૯
તા. ૨૫-૧૧-૧૯૯૦, પત્રાંક – પ૬૮, ૫૬૯
પ્રવચન નં. ૨૬૦
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬ ૮ચાલે છે. પાનું-૪૫૧.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી.” એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. “મૃત્યુનું આવવું અવશ્ય છે....” દેહનું છૂટવું અવશય છે “એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. દેહ છૂટવાનો છે એ ભૂલી જાય છે. એની સાથે સાથે દેહ છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેવું જોઈએ એ વાત પણ ભૂલી જાય છે. મૃત્યુને ભૂલે છે એનો અર્થ એ છે, કે દેહ છૂટે એ પહેલા મારું આત્મહિત નહિ થાય તો આવી તક, મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એવી જ ઉજળી તક છે, જેમાં સુલભપણે બોધને અંગીકાર કરી શકાય એવી જે પરિસ્થિતિ છે એ તક મને અનંત કાળ સુધી કદાચ નહિ મળે. એ વાત આ જીવ ભૂલી જાય છે. મૃત્યુને ભૂલે છે એનો અર્થ આ છે.
બીજું, કે આત્મહિત સિવાયના જે કાંઈ કાર્યો છે, એ કાર્યોને એ એટલું મહત્ત્વ આપે છે, કે જે કાર્યો ખરેખર એના પોતાની ઉપસ્થિતિમાં પણ રહેવાના નથી કે એને કામમાં આવવાના નથી. એની તો સ્થિતિ થઈ જવાની છે. પોતાની જ્યાં ઉપસ્થિતિ જ નથી રહેવાની ત્યાં પછી જે-તે કાર્યો કરીને કે લંબાવીને કે લાંબા ગાળાની યોજનાઓ કરીને એનો શું અર્થ? પોતાને જે ચીજ કામમાં આવવાની નથી એનો શું અર્થ છે? કામમાં તો આવવાની નથી પણ પોતાને એવા અનિષ્ટ કર્મોના બંધનમાં એ યોજનાઓથી પડવાનું છે કે એને ભવિષ્યમાં બહુ મોટું દુઃખ અને નુકસાનનું કારણ થાય. એવી પરિસ્થિતિ પોતે સર્જે છે. એવું બધું એ ભૂલી જાય છે.
મૃત્યુ અવશય આવવું છે તેમ છતાં એ વાત ફરી ફરીને ભૂલી જાય છે. એમાં આ થઈ ગયું છે. તે એક આશ્ચર્યકારી વાત છે. કે જે વાત નજરે દેખાય છે, સર્વસાધારણ રીતે બધાને અનુભવગોચર છે. એમાં કાંઈ શંકા કરે કામ આવે એવું નથી. એ રીતે અનિયમિતપણે ગમે ત્યારે દેહત્યાગ થવાનો પ્રસંગ ઊભો છે અને એ પ્રસંગ ઉત્પન્ન થાય એ પહેલા મારે ભવિષ્ય સુધારી લેવું. વર્તમાન સુધારી લેવું એટલું જ નહિ પણ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૦
રાજહૃદય ભાગ-૧૧ ભવિષ્ય મોટું પણ બહુ લાંબો કાળ ભવિષ્યનો સુધરી જાય છે. એટલો વિચાર કરીને એણે જે કાંઈ કરવું જોઈએ તે કરવું જોઈએ અથવા મુખ્ય ગૌણની યોજના કરવી. જોઈએ. જેટલા કોઈ દેહાર્થના કાર્યો છે કે જે કર્યા વિના પોતાને ચાલે એવું નથી અથવા પરિણામ બગડી જાય એવું છે, દીનતામાં આવવું પડે એવું છે તો એ ગૌણ રાખીને કરે, મુખ્યપણે આત્મહિતનું લક્ષ રાખે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે...” શું કહે છે? દેહ ઉપર મમત્વ ઘણું છે. દેહ ઉપર એટલું મમત્વ છે કે એની ક્ષણભંગુરતાને પણ ગૌણ કરી જાય છે. વિસ્મરણ કરે છે એટલે ગૌણ કરી જાય છે. તો કહે છે, એના વિનાશીકપણાને તું ગૌણ કરે છો પણ વીતરાગને તો કેટલી સિદ્ધિઓ પ્રગટી હતી. અનંત સિદ્ધિઓ પ્રગટી હતી. એવા મહા રિદ્ધિ-સિદ્ધિના ધણી હતા. એ સર્વજ્ઞ વીતરાગે પણ દેહને અનિત્ય દીઠો છે અને એમણે પણ છોડ્યો છે. એમણે પણ દેહને રાખ્યો નથી.
દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? પાછો દેહને છોડવો નથી એટલે એને રાખવાની, અત્યારથી સંભાળવાની (પ્રવૃત્તિ કર્યા કરે છે. કોઈ એમ વિચારે, કે અત્યારથી બરાબર સંભાળી લીધું હોય ને, તબીયત પહેલેથી જ સંભાળી રાખી હોય, ખાવામાં, પીવામાં, દવામાં, બીજી, ત્રીજી રીતે અનેક પ્રકારે, તો પછી આગળ વાંધો ન આવે. એ વાતમાં કાંઈ માલ નથી. જો પોતાની સંભાળેલી સંભાળતી હોય તો કોઈ શરીરની અશાતાની એક જરા પણ તકલીફ ઉત્પન અથવા ન દે. પણ એ વાતતો પ્રત્યક્ષ જોવામાં આવતી નથી.
મુમુક્ષુ-એવો અભિપ્રાય તો બંધાયેલો છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એવો અભિપ્રાય નક્કી કરેલો છે. કે શરીરને જો બરાબર જાળવ્યું હોય, બરાબર સાચવ્યું હોય તો પછી મોટી ઉંમરમાં પણ તબિયત સારી રહે. અને તબિયત સારી રહે એનો અર્થ એ છે કે મારે આ દેહને છોડવો નથી અને છૂટવા દેવો નથી. પાછળ શું છે? લાલસા ભેગી કઈ છે? કે આ દેહનો ત્યાગ ન થવો જોઈએ. અને જલ્દી ન છૂટવો જોઈએ અને છૂટવાનો આરો આવે ત્યારે પણ ન છૂટે એવી જ પરિસ્થિતિ આપણે પહેલેથી કરી રાખવી જોઈએ.
કહે છે કે, ભાઈ ! વીતરાગને અનંત સિદ્ધિ પ્રગટી એ સર્વજ્ઞ પરમેશ્વર થયા એમને પણ એમના જ્ઞાનમાં પોતાના દેહને પણ અનિત્યભાવી દીઠો છે. એનો ભાવ એટલે સદૂભાવ અનિત્ય છે. નિત્ય રહી શકે એ પરિસ્થિતિ છે નહિ તો કયા કયા પ્રયોગો તારે
Page #288
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૭૧ કરીને એને નિત્ય કરવો છે એ તો નક્કી કર. તારી પાસે તો એવી કોઈ એવી રિદ્ધિ-સિદ્ધિ નથી. સાધારણ પ્રાણી પાસે શું છે? બહુ બહુ તો બે દવા સારી ખાય. આથી વધારે શું કરે ? એથી કરીને કાંઈ કોઈ પ્રયોગથી દેહને નિત્ય કરી શકાય છે, એ એક જીવની ભ્રમણા છે અથવા એને નિત્યપણે રાખવો એવો જે અભિપ્રાય છે એ જીવની ભ્રમણા છે. અને એ ભ્રમણા એને નવા જન્મ-મરણનું કારણ થાય છે, પરિભ્રમણનું કારણ છે. આમ વિચારવા યોગ્ય છે.
મુમુક્ષુ - વૃદ્ધાવસ્થામાં તબિયત સારી હોય ત્યારે એ એમ સમજે કે મેં ભૂતકાળમાં આવી રીતે કર્યું હતું એટલે સારી રહી છે).
પૂજ્ય ભાઈશ્રી:–આમ કર્યું હતું ને બધું સરખી રીતે જાળવી રાખ્યું હતું એટલે આપણી ઉંમર થઈ તો પણ અત્યારે તબિયત સારી રહે છે. એનું કારણ એ છે કે આપણે પહેલેથી બહુ સાચવ્યું છે. એ વાત પણ સાચી નથી. એ પૂર્વકર્મનો શાતાનો ઉદય છે. જે પહેલેથી સાચવવાના પરિણામ કર્યા છે, દવાઓ ખાધી છે, સારા ખોરાક ખાધા છે એ બધાથી તો ખરેખર અશાતા બાંધી છે. એનો ઉદય તો હજી આગળ આવવાનો છે. એ
પછી એનો રોગ ઉખળીને ચલચિત્ર સ્વરૂપ થવાનો છે. આ તો એથી પહેલા જે શાતા બાંધી છે એનું ફળ ચાલ્યું આવે છે. સારું સારું ખાધું અને ધ્યાન રાખ્યું એનું ફળ આ નથી. એનું ફળ તો હજી હવે આવશે અને એ અશાતામાં આવવાનું છે. એ શાતામાં આવવાનું નથી. એ નક્કી વાત છે.
એટલે એ બધી જીવને પોતાને દુઃખી થવામાં નક્કી કરેલી વાતો છે. દુઃખી થવા માટે નક્કી કરેલી વાતો છે. એનાથી કોઈ આત્માને સંયોગનું સુખ, શાતાનું સુખ પણ મળે એમ નથી. બીજી તો વાત એક બાજુ રહી પણ શાતાનું સુખ પણ મળે એવું નથી. એને આત્મિક સુખનો તો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ –આ બધી નક્કી કરેલી વાતો બદલવી પડશે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બધી બદલવી પડશે. આ બધા નિર્ણય બદલાશે પછી આત્માનો નિર્ણય થાશે. કારણ કે પહેલા એમણે એ વાત કરી છે, કે “આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. આ પત્રનું આ પહેલું વચન છે. એટલે ઊંધા નિર્ણય એમ ને એમ રહે અને આત્માનો સાચો નિર્ણય શાસ્ત્ર વાંચીને થઈ શકે એ વાતમાં કાંઈ માલ નથી. ચાલો આપણે જ્ઞાનીઓની વાત શીખી લઈએ, સમજીને શીખી લઈએ એટલે આપણો નિર્ણય સાચો થશે. એવું બનવાનું નથી. ઊંધો નિર્ણય બદલાય ત્યારે જ સવળો નિર્ણય થાય. સવળો નિર્ણય થાય ત્યારે ઊંધો નિર્ણય જાય).
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
રાજહૃદય ભાગ-૧૧ અંધારું અને અજવાળું એકસાથે રહે નહિ.
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે.' પછી અહીંથી વિષય બદલે છે. દ્રવ્યાનુયોગનો થોડોક સિદ્ધાંત લીધો છે. કે “શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેકદ્રવ્ય અનંત પર્યાયવાળું છે. પછી પરમાણુ હોય કે જીવ હોય. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પયય પણ ચેતન છે....” ચેતનદ્રવ્યના પર્યાયો ચેતન હોય છે. પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. ચેતનદ્રવ્યને ચેતન પર્યાય હોય, અચેતનદ્રવ્યને અચેતન પર્યાય હોય. પણ છે અનંત પર્યાય. ક્રમે ક્રમે થતાં.
જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એટલે કે શરીરની પર્યાય સચેતન નથી. એમ કહીને એમ કહેવું છે કે શરીરની પર્યાય સચેતન નથી. જીવ અને શરીરનો પરસ્પર સંયોગ છૂટો પડે ત્યારે શરીર અચેતન થઈ જાય અને ત્યાં સુધી શરીરમાં ચેતન છે, એમ ખરેખર નથી. શરીર અને ચેતનનો સંયોગ છે. શરીરમાં તો ચેતન ક્યારે પણ નથી. એટલે જ્ઞાનીઓ તો પોતાના સંયોગમાં રહેલા દેહને પણ અચેતનપણે જ જોવે છે, સચેતનપણે જોતા નથી, એમ કહેવું છે.
“જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે, જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી,... જીવ શરીરરૂપે થયો નથી. શરીર જીવરૂપે થયું નથી. સંયોગ છે ત્યારે પણ દૂધમાં પાણી નાખ્યું હોય તોપણ પાણી દૂધરૂપે થયું નથી. દૂધ પાણી રૂપે થયું નથી. બની શકે નહિ. “એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે...” એવો જિનેન્દ્રદેવનો, જિનેશ્વરનો એ નિર્ણય છે અને એ યોગ્ય જ લાગે છે. એમાં કાંઈ શંકા લાગતી નથી. કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. વિચારતાં પ્રત્યક્ષપણે પદાર્થનું સ્વરૂપ એવું લાગે છે. તો પછી એમાં બીજો તર્ક અને અનુમાન લગાવવાની જરૂર નથી. તર્ક વિતર્કમાં જવાની જરૂર નથી. જ્યારે પ્રત્યક્ષ જ પ્રતીતિ આવે છે પછી એનો તર્ક શું કરવો? એમ કહે છે. એ જડ-ચેતનના પર્યાય સંબંધીનો કાંઈ પ્રશ્ન ચાલ્યો હશે એનો ઉત્તર આપ્યો છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, એટલે એના ક્ષેત્ર વિષે. પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો...” એ સંખ્યાનો વિષય છે. આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો.” જેટલો ઉઘાડ હોય અને પોતાની યોગ્યતા હોય એટલો યથાશક્તિ
Page #290
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૭૩
વિચાર કરવો. અથવા જે જે વિષયમાં અસમાધાન રહેતું હોય, વિકલ્પ રહ્યા કરતો હોય તો જ્ઞાનીના વચનો અનુસાર અથવા શાસ્ત્ર અનુસાર એનો વિચાર કરવો. કલ્પના ન કરવી. એ અનુસાર વિચાર કરવો. જ્ઞાનીએ જે કહ્યું હોય, શાસ્ત્રમાં જે કહ્યું હોય એ અનુસાર વિચાર કરવો.
જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે,...' ’ અથવા જેટલો કોઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે અથવા સર્વ પદાર્થનો માનો કે વિચા૨ કરવો છે, તોપણ તે જીવના મોક્ષાર્થે કરવો છે. જુઓ ! શું કહે છે ? ધ્યેયશૂન્ય તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ નથી. તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ ધ્યેયશૂન્ય હોવી જોઈએ નહિ. આમ તો શું છે કે ઘણા લોકો શાસ્ત્રો વાંચે છે અને ઘણા લોકો શાસ્ત્રો સાંભળે છે. પણ શું કરવા ? એ વાત કાંઈ એને લક્ષમાં રહેતી નથી, લક્ષ છૂટી જાય છે અને શીખવા માટે, વાંચવા માટે, બીજાને સમજાવવા માટે, બીજાને કહેવા માટે કાંઈ ને કાંઈ અન્ય હેતુએ જીવ આ ક્ષેત્રમાં આવીને તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. તો કહે છે કે એ વિપરીત છે. એ પ્રવૃત્તિ છે એ ખરેખર વિપરીત છે.
અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.’ નીચેના પત્ર (૫૬૯)માં પણ એવી એક વાત લખી છે કે ‘સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.’ એમ લીધું. જેટલું જાણ્યું એ બધું નિષ્ફળ છે. એટલે જ્યારે પદાર્થનું સ્વરૂપ અહીંયાં લીધું ને ? જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ...' જે કાંઈ પોતાને જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એ જિજ્ઞાસા પાછળ સ્પષ્ટ પોતાની સમજણ હોવી જોઈએ, કે મારે મારા આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાન માટે, મોક્ષાર્થે આ સમજવું છે. જાણવા માટે જાણવું છે એમ નથી. જાણવા ખાતર જાણવું છે, વાંચવા ખાતર વાંચવું છે, સાંભળવા ખાતર સાંભળવું છે એમ નથી પણ આ હેતુ મારો સાથે સાથે હોવો જોઈએ.
કોઈ એમ કહે કે અમે આવ્યા ત્યારે એવો વિચાર કરીને જ આવેલા. બીજા ક્ષેત્રમાંથી આ ક્ષેત્ર બદલીને પ્રવૃત્તિ બદલી. આ તો ક્ષેત્ર પણ બીજું છે ને ? આ ક્ષેત્રમાં પહેલેથી નહોતા અને આ ક્ષેત્રમાં આવ્યા, તો આવા વિચારથી તો આવ્યા હતા. આવું ધ્યેય લઈને તો આવ્યા હતા, આવું નક્કી કરીને તો આવ્યા હતા. જો ખરેખર એમ નક્કી કર્યું હોય, ઉ૫૨ ઉપ૨થી નહિ પણ ખરેખર નક્કી કર્યું હોય, તો એ લક્ષ છે એ સદાય જળવાય રહે છે ? જ્યારે જ્યારે પોતે એ પ્રવૃત્તિ કરે છે ત્યારે એ પોતાના લક્ષને પહોંચવા માટેની પ્રવૃત્તિ છે એમ બરાબર એની ચકાસણી કરી લેવામાં આવે છે ? કે જાણે એ વાત
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ચજહૃદય ભાગ-૧૧ ભૂલાઈ ગઈ હોય અને બધું એમ ને એમ થયા કરતું હોય એમ થાય છે? આ જરા વિચાર માગે એવો વિષય છે. નહિતર ઉપર ઉપરથી માણસ એમ નક્કી કરે છે કે એટલા માટે તો અહીંયાં આવ્યા. મોટા ભાગના એવા છે કે અહીંનહોતા આવતા એ આવ્યા છે. કોકને જ બાપદાદાના વખતથી ચાલુ હશે. બાકી તો ક્યાંક બીજે જતા હતા એ અહીં આવતા થયા છે. પણ એ જૂના હોયકેનવા હોય, પોતાની પ્રવૃત્તિ ધ્યેયની સાથે સુસંગત રહીને બરાબર લક્ષ્ય છૂટ્યા વિના, ધ્યેયનું લક્ષ્ય છૂટ્યા વિના, વિસ્મૃત થયા વિના બરાબર પ્રવૃત્તિ ચાલે છે? જો એમ ચાલતી હોય તો એમાં કાંઈ ભૂલ થાય એની એને ખબર પડે. મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે, આ બાબતમાં મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે. જ્યાં જ્યાં ભૂલ થવાની પરિસ્થિતિ આવે ત્યાં ત્યાં એને તરત જLightથાય.
સમ્યજ્ઞાન પહેલા ભૂલ ન થાય... સમ્યજ્ઞાની ન ભૂલે કેમકે એને આત્મભાન વર્તે છે. પણ સમ્યજ્ઞાન ન થયું હોય તો મુમુક્ષુઓને ભૂલ થવાની સંભાવનાઓ ઘણી છે. એને ભૂલ ન થાય એવી કોઈ લાઈનદોરી છે? આ એક વિચારવા જેવો વિષય છે. આપણને એટલું જ્ઞાન નથી પણ ભૂલ ન થાય એના માટે શું? તો કહે છે, એના માટે આ એક વાત છે કે જે કાંઈ કરવું છે તે મોક્ષાર્થે કરવું છે. પૂર્ણતાનું લક્ષ. મોક્ષાર્થ કહો કે પૂર્ણતાનું લક્ષ કહો. જો લક્ષ હોય તો જેટલી વાત, જેટલા Issue ઊભા થાય એમાં કયાંય ભૂલ નહિ થાય.
ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ અનેક જાતના સંગ,પ્રસંગો, ચિત્ર, વિચિત્ર બધા બનાવો બને છે. બને છે કે નહિ? કેમ કે ભિન્ન-ભિન્ન મતિવાળા માણસો ભેગા થાય.
જ્યાં માણસો એકત્રિત થાય છે ત્યાં તુંડે તુંડે મતિ ભિન્ના. કોઈકની ખોપરીમાં કાંઈક બેસે છે, કોઈકની ખોપરીમાં કાંઈક બેસે છે. મારે શું કરવું? આમ કરું તો બરાબર ? કે આમ કરું તો બરાબર ન ભૂલાય એવું મારા હાથમાં શું સાધન છે ? કે મારી ભૂલન થાય. એના માટે આ એક સ્પષ્ટ લાઈનદોરી છે. કે જો પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય તો ધ્યેયને અનુકૂળ છે કે ધ્યેયને પ્રતિકૂળ છે એની સૂઝબૂઝ પોતાને આવે છે. નહિતર એની સૂઝબૂઝ પોતાને રહેતી નથી. એમતિદોષથી કોઈની સાથે ક્યાંયને ક્યાંય દોરવાઈ જાય છે અને પોતાના આત્માને જે રસ્તે જાવું હોય એના બદલે ઊંધે રસ્તે ચાલવા માંડે છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એના માટે આ વાત કરી છે.
જીવ વિષે જાણો, એના પ્રદેશ વિષે જાણો, એની સંખ્યાઓ વિષે જાણો, જે કાંઈ યથાશક્તિ વિચાર કરવો છે એ મોક્ષાર્થે કરવો છે. એ પદાર્થનું જાણપણું કરવા માટે એટલે કે પોતાની માત્ર કુતૂહલ વૃત્તિને સંતોષવા માટે અહીં આવવું છે, કે ચાલો આપણે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પત્રક-૫૬૮ ઘણી વાતો નથી સમજતા. હવે અહીંયાં આવવાથી આપણને ઘણી ઘણી વાતો નવી નવી સમજાય છે. કે જે ઘણા લોકો જાણતા નથી. એવી વાતો આપણને સમજવા અને જાણવા મળે છે. પોતાની બીજા કરતા વિશેષતા થાયને. એ પણ નહિ. કોઈ ધ્યેય નહિ. કોઈ બીજું અન્ય કારણ નહિ એમ કહે છે. બીજાથી વિશેષતા નહિ, પોતાના કુતૂહલનો સંતોષ નહિ, કોઈ વાત નહિ. અધૂરી દશામાં, જાણપણામાં સંતોષ નહિ, કોઈ પ્રકારે સંતોષ નહિ. શાતામાં સંતોષ નહિ. એક પૂર્ણતા ન થાય ત્યાં સુધી ભારોભાર અસંતોષ વેદાય છે.
જ્ઞાનીને જુઓને કેટલો અસંતોષ વેદાય છે? એમનું પોતાનું તો પ્રકરણ ચાલે છે. એટલે તો પ્રશ્ન ઉઠાવે છે, કે એક બાજુથી રાગ કરવો નથી એમ નક્કી કર્યું છે કે જરાય રાગ કરવો નથી. અને બીજી બાજુથી વ્યવહારિક વિવેક કરતા પણ રાગાદિ પરિણામ થાય છે એનો ક્લેશ થયા વિના પણ રહેતો નથી. એ ક્લેશ થાય છે એનું કારણ છે, કે એ ધ્યેયથી સુસંગત નથી. એમ એની સાથે પોતાને મેળવાય જાય છે. એ દરેક પર્યાયે લક્ષ હોયતો ખ્યાલ રહે, લક્ષ ન હોય તો એ ખ્યાલ રહે નહિ. એમ થાય છે.
મુમુક્ષુ-દરેક પર્યાયે લક્ષ રાખવું જોઈએ?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ લક્ષ હોય તો દરેક પર્યાયે સહજ જ લક્ષ રહે. આપણે ગમે તેટલો વેપાર કરીએ કે ગમે તેટલો વ્યવહાર કરીએ પણ આર્થિક લક્ષ રહે છે કે નથી રહેતું? રહે છે કે નથી રહેતું? આપણને પૈસામાં નુકસાન છે કે લાભ છે? એ લક્ષ
ક્યારેયવિસ્મૃત થઈ જાય છે કેમ કે એ જીવનું ધ્યેય છે. જીવનું એ ધ્યેય છે માટે એ લક્ષ કાંઈ છૂટે નહિ. સહેજે જ રહી જાય. આ પણ સહેજે રહી જાય. એટલે એની વિરુદ્ધ વાત આવે એ તરત જ એને પોતાને Alarm અંદર વાગે કે આ વાતમાં આપણે આ બાજુ જવાય અને આ બાજુ ન જવાય.તરત જ એને ખબર પડે.
એ રીતે વાત અહીંયાં છેલ્લે-છેલ્લે પણ પ્રયોજનનો વિષય સાથે લઈ લીધો. જોયું? બીજી ચર્ચા દ્રવ્યાનુયોગ કરતા ધ્યાન ખેંચ્યું કે આ બધી વાત છે એ મોક્ષાર્થે છે. એમને એમ વાત કરવા ખાતર વાત કરવાની નથી. બહુભાગ તો જીવને કુતૂહલવૃત્તિ જે અનાદિની પરલક્ષી જ્ઞાનમાં થઈ છે એ કુતૂહલવૃત્તિ ખાતર નવું નવું જાણવા બેસી જાય છે. અને કાં તો એ જાણીને કાંઈક પોતાની વિશેષતા થશે. ક્યાંક પોતાની વિશેષતા થશે એવો પણ એને પોતાને ખ્યાલ હોય છે. એટલે એટલું પણ એને જાણવા માટેનો લોભ છે એ લંબાઈ જાય છે. એ બંને વખતે પોતાના મોક્ષાર્થનું જે ધ્યેય છે એ ધ્યેય શૂન્ય થઈ ગયું છે. એ ધ્યેય ત્યાં નથી રહ્યું. એ વાત સ્પષ્ટ છે. માટે એ જાણવાનું કાંઈ ફળ નથી.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
રાજહૃદય ભાગ-૧૧
એટલે આત્માને લાભ નથી. ઉલટાનું એ જાણવાથી આત્માને નુકસાન છે. લાભ તો નથી પણ નુકસાન અવશ્ય છે.
મુમુક્ષુ ઃ– પુણ્ય ફરે છે એટલે...
પૂજ્ય ભાઈશ્રી : હા. એમાં આત્માર્થ કેવી રીતે નક્કી કરશું ? જે ફરતા હોય એને ફરવા દો, આપણે એનું પ્રયોજન નથી. ફરે તો પણ ભલે અને ઊભા રહે તો પણ ભલે. આપણે એનું કાંઈ પ્રયોજન નથી. કેટલીક વાત તો અપ્રયોજનની છે એ છોડી દેતા આવડવી જોઈએ કે એ લપમાં આપણે પડતું નથી.
મુમુક્ષુ :– બીજાને આપણે સારી સારી વાતો જાણીએ, બીજાને કહીએ તો
પ્રભાવના ન થાય?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રભાવના કેવી રીતે થાય ? પોતે તો પ્રભાવના પોતામાં કરી ન હોય, બીજામાં પ્રભાવના કેવી રીતે કરે ? કાંઈ પ્રભાવના થવાની નથી. એવી રીતે કાંઈ પ્રભાવના થાતી નથી. એવી રીતે પ્રભાવના કરવાની પદ્ધતિ પણ જિનશાસનમાં છે જ નહિ. એ પદ્ધતિ જ નથી. પહેલા તું તારી પ્રભાવના ક૨ પછી બીજાની પ્રભાવના કરજે. એમ ને એમ પ્રભાવના કરવા માટે નીકળી પડીશ તો તું કયાં ખોવાઈ જઈશ તને ખબર પડશે નહિ. આ પરિસ્થિતિ થાશે.
મુમુક્ષુઃ- સગા-વહાલા જે દૂર છે એ નજીક આવે આ ભાવના રહી જાય.
પૂજ્ય ભાઈશ્રી :– તો એને એટલું કહેવાય કે, ભાઈ ! નજીક આવવા જેવું છે. તમને અમારા ઉપર વિશ્વાસ હોય, અમારી યોગ્યતા ઉપર વિશ્વાસ હોય તો આ જગ્યાએ નજીક આવવા જેવું છે. એમ કહેવાય. પણ એથી કાંઈ એ આવશે જ એવું તો કાંઈ નથી. એનો આગ્રહ રાખ્યે કાંઈ કામ આવે એવું નથી. આવે તો ઠીક છે. એ તો એવું છે કે સહેજે સહેજે વિચક્ષણ માણસો હોય છે એ તો સમજે છે કે આ માણસ આ બાજુ ગયો છે તો કાંઈક એવું કામ હોવું જોઈએ કે જે આપણે જાણવું જરૂરી છે. એવું તો શું છે કે આ આ બાજુ જાય છે અને ઓલી બાજુ નથી જતાં ? કોઈક કયાંક તો જાય જ છે ને ? જો કાંઈક પોતામાં થોડી વિચક્ષણતા હોય તો જરૂર વિચારી લેશે, એ રીતે વિચારી લેશે. મુમુક્ષુ ઃ– એમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી ?
=
પૂજ્ય ભાઈશ્રી :– બહુ મહેનત કરવાની જરૂર નથી. પૂછે એને જવાબ દેવો. સામે ચાલીને કહેવા જશે તો કોઈ કાંઈ માનવાનું નથી. પૂછે એને જવાબ દેવો. કે કેમ લાગે છે તમે ત્યાં જાવ છો તો ? કોઈ પૂછશે. અમે તો આવતા નથી પણ તમે જાવ છો તો કાંઈક ભાળ્યું હશે ત્યારે જતા હશો. એવું શું જોયું છે કે તમે એ બાજુ જાવ છો ? તો એને કહેવું
Page #294
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૮
૨૭૭
કે ભાઈ ! આ કોઈ લોકોત્તર વાત છે આ. લૌકિક વાત નથી પણ લોકોત્તર વાત છે. આત્માનું સાર્થક-કલ્યાણ થાય એવી કોઈ વાત છે. છતાં તમે પરીક્ષા કરી જુઓ. તમે બુદ્ધિવાળા માણસો છો, બુદ્ધિજીવી માણસો છો, તમારું પ્રયોજન તમે બુદ્ધિથી સાધ્ય કરો છો તો અહીંયાં પણ તમે તમારી પરીક્ષા કરીને નક્કી કરો. હું કહું એમ માનશો નહિ. એને ચોખ્ખું કહેવું કે હું કહું એવી રીતે માની લેતા નહિ. બુદ્ધિવાળો હશે એ વધારે ચોંકશે. કે આ તો ના પાડે છે. નહિતર માણસ એમ કહે કે હું કહું એ તું માન. બધા એમ કહે છે કે હું કહું ઇ તમારે માનવું. આ કહે છે કે નહિ, હું કહું એ વાત માનવી એમ નથી.
અમારે (એક ભાઈએ) એવો જવાબ દીધો હતો. ‘ગઢાળીવાળા’. તમારી દુકાને ‘ગુરુદેવ’નો ફોટો છે. ‘કાનજીસ્વામી’નો ફોટો છે. તમે માનો છો ? તો કહે હા હું તો માનું છું. કેમ લાગે છે ? તો કહે કેમ લાગે છે એનો જવાબ તો હું કેમ દઉં ? હું તો સારો જ દઉં ને. એનો શું અર્થ છે ? તમે આવીને નક્કી કરો. એવો જવાબ દીધો. તમે આવીને નક્કી કરો, પરીક્ષા કરો, તમને ઠીક લાગે એમ કરો. પણ નિર્ણય તો તમારે જ કરવો જોઈએ. હું તો એકતરફી કહું એનો શું અર્થ છે ? હું માનતો હોઉં તો બીજી તરફની તો વાત કરવાનો જ નથી. એનો તો કાંઈ અર્થ નથી. માણસ સમજુ છે. પોતાને પક્ષ છે એનો પક્ષ લેવાની વાત કરતા નથી. તો આ વાત કાંઈક વધારે વિચાર માગે છે, એનું મહત્ત્વ વધારે સ્પષ્ટ થઈ જાય છે.
એટલે જે બુદ્ધિજીવી લોકો છે એ તો થોડામાં પણ સમજે છે, કે ભલે જવાબ સામાન્ય રીતે આવવો જોઈએ એ રીતે અનુકૂળ જવાબ નથી આવતો પણ છતાં એમાં વાત વધારે મહત્ત્વની છે. એવી વાત છે. દાન કોણ દે ? માંગણ હોય એ દાન દે ? હોય એ દાન દે કે ન હોય એ દાન દે ? તો અહીંયાં કાંઈ આવ્યું છે એને પ્રભાવના કરવાની છે કે નથી આવ્યું એમાંથી કરવાની છે ? કેવી રીતે નક્કી કરવાનું ? પોતે માની બેઠા હોય કે ‘ગુરુદેવે’ અમને ઘણું આપ્યું છે. અમે ‘ગુરુદેવ’ પાસેથી ઘણું લીધું છે અને હવે એમને આપીએ છીએ. માની બેસે તો જુદી વાત છે. પણ આવ્યું છે કે કેમ ? આ જરા વિચાર માગે એવો વિષય છે.
એ ૫૬ ૮મો પત્ર (પૂરો) થયો.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પત્રાંક-૫૬૯
રાજહૃદય ભાગ-૧૧
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧
શ્રી સત્પુરુષોને નમસ્કાર
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળપ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો
Page #296
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૭૯
કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.
હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. " જનકાદિઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એ જકર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિપરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષાદિપરિણામ છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન નહોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસનિવર્તવો તેને શ્રી જિનત્યાગ કહેછે.
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.
નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વત્ય કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે
Page #297
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૧
વિચારમાં સ્ફુરી આવતા સ્વતિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.
૨૮૦
જીવ,પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી. સમજવું યોગ્ય થશે.
તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.
૫૬૯મો પત્ર પણ સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. આ પત્ર મુમુક્ષુજીવને બહુ ઉપયોગી થાય એવો પત્ર છે. જેમ ૨૫૪ મો ઘણો ઉપયોગી થાય એવો છે. એવો જ આ ૫૬૯માં પત્રમાં ઘણી વાતો કરી છે. જોકે પોતે જ લખ્યું છે, કે આ પત્ર તમને હું સ્વવિચારબળ વધવાને અર્થે લખ્યું છે. પાછળ છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં...' એટલે મારા અને તમારી વચ્ચે સંબંધ જેવા ‘વચનો આ પત્રમાં લખ્યા છે... એટલે મારી બાબતમાં પણ વાત લખી છે, તમારી બાબતમાં પણ વાત લખી છે. ‘તે વિચારમાં સ્ફુરી આવતાં...' લખતાં-લખતાં જે વિચારની સ્ફુરણા થઈ, પહેલેથી કોઈ Pre-planning નહોતું. આમ આ પત્ર આ રીતે આ પત્ર આવી રીતે ગોઠવીને લખવો છે, એમ નથી. પણ ‘વિચારમાં સ્ફુરી આવતાં સ્વવિચારબળ વધાવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.’ તમે વારંવાર વાંચજો, વિચારજો. તમારું વિચારબળ વધે એટલા માટે વાત લખી છે. વિચારબળ ઉપર આમાં આગળા પત્રમાં થોડી વાત કાલે ચાલી ગઈ છે, કે વિચાર થવો એક વાત છે, વિચારબળ થવું તે જુદી જ વાત છે.
વિચાર તો વાંચે, સાંભળે એનો વિચાર તો આવે, પણ એનું વિચારબળ કામ ન કરે એટલે એ કામની અંદર પોતે આગળ વધી ન શકે. એ ઉપદેશ પરિણમાવવા માટે એની શક્તિ કામ ન કરે. એને વિચાર થવા છતાં વિચારબળ નથી કામ કરતું એમ કહેવામાં આવે છે. આ વિષય ઉપર ભાગ્યે જ કોઈ મુમુક્ષુઓનું ધ્યાન છે, ખ્યાલ છે એવો આ વિષય છે. એટલે એનું મહત્ત્વ વધારે છે. કેમકે આપણે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ વિશેષે કરીને છે. શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રો સાંભળવા, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ચાલે છે, શિબિરો ચાલે છે. પણ વિચાર શું ? વિચારબળ શું ? એના માટે શું હોય, શું ન હોય ? આ પડખાથી લગભગ આપણો સમાજ પણ અજાણ છે. એવી આમાંથી વાત નીકળે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૮૧ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ એકસિદ્ધાંત છે, કે આત્મજ્ઞાન થતાં જીવને સર્વાગ સમાધાન ઉત્પન્ન થાય છે. કોઈ એવું પડખું રહેતું નથી કે જીવને અસમાધાન થઈને મૂંઝવણ થાય, ક્લેશ થાય એવું એકપણ પડખું ઉત્પન્ન થતું નથી. એટલે “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી...” આમાં જગતની કોઈ સમસ્યા બાકી નથી. “મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” અને એ આત્મજ્ઞાન થવાનું કારણ શું છે એની અહીંયાં ચર્ચા કરી છે. કે જો આ એક જ પરિસ્થિતિ સર્વદુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટેની છે તો એ આત્મજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? એની લાઈનદોરી સંક્ષેપમાં લીધી છે. શૈલી તો ભિન્ન-ભિન્ન પત્રોમાં થોડી ભિન્ન-ભિન્ન આવે છે પણ બહુ સારી શૈલીથી પોતે વિષયની રજુઆત કરે
| ‘વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં.” આત્મવિચાર વિના. વિચારમાં શું લેવું છે ? વિચાર વગરનો તો કોઈ જીવ નથી. પણ બધો દેહાર્થે વિચાર કરવામાં આવે છે. શરીર અનુકૂળ રહે, શરીરની અનુકૂળતાના બધા સાધનો મને પણ મળ્યા કરે, રહ્યા કરે મને, એની કોઈ ગેરહાજરી ન થાય, વિયોગ ન થાય, સંયોગ બધા ઠીક રહે. આ દેહાથે સિવાય જીવને સંસારમાં બીજો વિચાર આવતો નથી. અહીંયાં એમ કહે છે કે આત્મજ્ઞાન માટે તો આત્મવિચાર જો આવે, તો જ આત્મજ્ઞાન થાય, આત્મવિચાર ન આવે તો આત્મજ્ઞાન થાય નહિ.
હવે અહીંયાં એક પગથિયું બીજું મૂકશે કે લગભગ જગતના એક મુઠ્ઠીભર લોકોને છોડી દેતાં કોઈ આત્મવિચાર કરતા નથી. મુઠ્ઠીભર માણસો જગતમાં એવા પણ છે કે કાંઈક આત્મવિચાર કરે છે. એ મુઠ્ઠીભર માણસો આત્મવિચાર કરે છે એમાં પણ વિચારબળવાળા માણસો નથી. વિચાર હોવા છતાં વિચારબળ નથી હોતું. આ એક એમણે ફોડ પાડીને વાત કરી છે, વિશેષ કરીને એ આવી કરી છે. એટલે શું છે કે આત્મવિચાર આવે છે. આત્મવિચારના સાધનો જે સન્શાસ્ત્ર અને સત્સંગ છે એ મળે છે. પણ જે વાતનું વિચારબળ નહિ હોવાથી એ વિચાર અને કામમાં આવતો નથી, નિષ્ફળ જાય છે. એ ચર્ચા કરી છે.
વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી” ઉત્પન્ન થતું નથી અથવા તો કામે લાગતું નથી. પ્રવર્તતું નથી એટલે કામયાબ થતું નથી. એનું કારણ શું છે કે એક તો જીવને અસત્સંગ છે. અને પ્રસંગો પણ અપ્રસંગો છે. એટલે દેવાર્થે જે પ્રવૃત્તિ કરવી પડે છે એ બધી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૧
અસત્પ્રસંગવાળી છે. અને આત્મહિતના હેતુ સિવાયનો જેટલો કોઈ સંગ છે એ બધો અસત્સંગ છે. એક આત્મહિતના હેતુથી જેનો સંગ થાય છે એટલો જ સત્સંગ છે. બાકીનું બધું અસત્સંગમાં જાય છે. અને કોઈ અવગુણી જીવનો સંગ કે પ્રીતિ કરે તો કુસંગમાં જ સીધો જાય છે. સત્સંગ, અસત્સંગ અને કુસંગ. સંગના ત્રણ ભેદ છે.
સત્સ્વરૂપ પ્રગટ થવા અર્થે, સત્સ્વરૂપના પ્રગટ થવાની ભાવના અર્થે અને એ ધ્યેય અર્થે કાંઈ સંગ કરવામાં આવે તો એ સત્સંગ છે. બાકી એ સિવાય કાંઈ સત્સંગ નથી. અને તે મુખ્યપણે એવા ધ્યેયવાળા મુમુક્ષુઓ હોય અથવા સત્પુરુષો હોય એનો સંગ એને જ સત્સંગ કહેવામાં આવે છે. પછી બાકીના બધા સંગ છે જે કુદરતી યોગાનુયોગે હળવામળવાનું થાય છે કુટુંબમાં, બજારમાં, દુકાનમાં, ઓફિસમાં, સમાજમાં, એ કોઈ સત્સંગ નથી પણ એ બધા અસત્સંગમાં જાય છે. એની બધી જે પ્રવૃત્તિ છે એ પ્રસંગો બધા અસત્ પ્રસંગોમાં જાય છે. અને એમાં પણ કોઈ અવગુણી હોય, આત્માના હિતથી વિરુદ્ધ ચાલનારા જીવો હોય, એની સાથેનો સંગ હોય તો એ બધા કુસંગની અંદર જાય છે. તો એ તો એકદમ નિષેધ્ય છે. એના કરતા તો ઝેર ખાવું સારું છે કે અજગરના મુખમાં પ્રવેશ કરવો સારું છે કે આગ સળગતી હોય તો એમાં પડતું મૂકવું સારું છે કે દરિયામાં ડૂબી મરવું સારું છે, એમ કરીને આચાર્યોએ બહુ વાત લખી છે. ખાસ કરીને આ જે આ પુસ્તકમાં બહુ ચાલ્યું છે. પરમાગમ ચિંતામણી’માં બહુ તારવ્યું છે. જુદા જુદા આચાર્યોના ઘણા બોલ તારવ્યા છે. કુસંગ માટે તો ઘણો નિષેધ કર્યો છે.
એ તો સત્સંગ જેટલો ઉપાદેય છે એટલે કે સત્સંગ જેમ સર્વથા મુમુક્ષુને ઉપાદેય છે એમ કુસંગ સર્વથા હેય છે. એ વાત એમાં લીધી. પણ કુસંગનો પ્રસંગ પણ થોડો છે, સત્સંગનો પ્રસંગ પણ થોડો છે. સત્સંગ અમૃત છે અને કુસંગ ઝેર છે. પણ અસત્સંગ અને અસત્પ્રસંગનો પ્રકાર ઝાઝો છે, ઘણો છે. આમ જો વિચાર કરવામાં આવે તો જીવને અસત્સંગ અને અસત્ પ્રસંગનો ઘેરોવો ઘણો છે. લગભગ એની વચ્ચે જ એ એની જીંદગીનો મોટો સમય પસાર કરે છે. કેમકે લગભગ કુટુંબમાં પસાર કરવામાં આવે. આઠ કલાક ધંધાર્થે કે નોકરીમાં પસાર કરવામાં આવે. બાકી સમાજની અંદર પ્રવૃત્તિ રહે. તો એ બધો અસત્સંગનો પ્રસંગ ઘણો છે એની અંદર.
મુમુક્ષુ :- આ અસત્પ્રસંગ અને અસત્સંગ એ કુસંગનું નિમિત્તકા૨ણ થઈ ગયું ? પૂજ્ય ભાઈશ્રી :– હા. અસત્સંગ વિશેષ રહે પણ એને કુસંગ હોય ત્યારે કુસંગની
=
ખબર ન પડે. સત્સંગમાં જ અસત્સંગ અને કુસંગની ખબર પડે. એટલે અસત્સંગ હોય
Page #300
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૬૯ .
૨૮૩ અને સત્સંગ ન હોય અને અસત્સંગ શું? અને અસત્સંગમાંથી કુસંગ ક્યાંથી થયો ? કેમ થયો? એ પણ એને પોતાને સમજણ ન પડે. એ પ્રકાર ઊભો થઈ જાય એટલે થઈ જાય. એમાંથી એ કારણ બની જાય છે. એટલે જીવનું વિચારબળ પ્રવર્તતું નથી અથવા થોડો ઘણો સત્સંગમળે છે.
“જીવનું વિચારબળપ્રવર્તતું નથી અથવા થોડોઘણો સત્સંગ મળે છે.... એ તો માત્ર... આ નિઃશંક વાત છે, નિર્વિવાદ વાત છે, કે આ પરિસ્થિતિમાં જીવે અનંતકાળ કાઢ્યો છે. કયારેક એને સત્સંગ મળ્યો છે, કયારેક સપુરુષ મળ્યા છે પણ એ અસત્સંગ અને કુસંગમાં એ પરિસ્થિતિને એણે જે કાંઈ થોડો...જેને એમ કહેવાય કે સંગ થયો, લાભ મળ્યો, સંયોગદષ્ટિએ લાભ મળ્યો, એ લાભ પાછો નુકસાનમાં ફેરવાય ગયો છે.
હવે એના માટે શું કરવું જોઈએ?કે સત્સંગ કરવો જોઈએ. તો સત્સંગ કરવા માટે સમય કાઢવો પડે. સત્સંગ માટે તો ખાસ સમય કાઢવો પડે. બીજી પ્રવૃત્તિ ઓછી કરીને સમય કાઢવો પડે. એના માટે ‘આરંભપરિગ્રહનું અલ્પત કરવાથી અથવા આરંભ પરિગ્રહ પ્રત્યેના પરિણામમાં રસનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે.” એને અસ...સંગ પ્રત્યેના જે પરિણામ અને રસ છે એ બળ એનું ઘટે છે. પરિણામની અંદર અસ...સંગ તરફનું બળ છે એટલે જીવને એ બાજુ રસ છે. એને કુટુંબમાં રસ છે, એને પોતાના વ્યવસાયમાં રસ છે અને એ રસ છે એ અસત્યસંગનું બળ છે. એ પરિણામની અંદર અસસંગનું બળ છે. અને એની પાછળ એને આરંભ પરિગ્રહનું ધ્યેય રહેલું છે. પોતાની સંયોગની સ્થિતિ સુધારવી, વધારવી, જાળવવી, સાચવવી, એની સાવધાની, એની જાગૃતિએ બળ ત્યાં એનું કામ કરે છે.
એ બળ ઘટતા અથવા એ કરવા જેવું નથી એમ સમજીને સત્સંગનો આશ્રય કરતાં, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એ સત્સંગમાં એને સમજવાનું મળે છે, કે મારા આત્માને નુકસાન ક્યાં છે? મારા આત્માને લાભ ક્યાં છે? જ્યારે જીવને ખરેખર નુકસાન સમજાય તો એ નુકસાનમાં ઊભો રહે એ જીવનો સ્વભાવ નથી. નુકસાનમાં ઊભા રહેવું એ જીવના સ્વભાવ બહારની વાત છે. કોઈ ઊભો જ ન રહે. નુકસાનને લાભ માને ત્યાં સુધી તો પ્રવર્તે, પણ નુકસાનનું નુકસાન સમજીને ઊભો રહે એવું કોઈ દિવસ બનતું નથી.
એટલે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સામેસામું લીધું છે. સંગે સંગ. સત્સંગમાં અસત્સંગ તૂટે, અસત્સંગથી સત્સંગ તૂટે. “અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે કે આરંભ પરિગ્રહ અને જે કાંઈ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રાજહૃદય ભાગ-૧૧ આત્મહિત સિવાયનો બીજો સંગ છે એ પ્રત્યેના પરિણામનો રસ ઘટે ત્યારે જીવને આત્મહિતનો વિચાર થાય. આત્મહિતનો વિચાર થવાનો અવકાશ થાય. અવકાશ થવો એટલે અહીંયાં ભાવમાં. એકલો સમયમાં નથી લેવો. ભાવમાં અવકાશ થવો જોઈએ. ખાલી જગ્યા થવી જોઈએ.
પૂર્વગ્રહિત જે કાંઈ પોતાના નિર્ણયો છે, વિચારો છે એ એમને એમ રહે ત્યાં ખાલી જગ્યાનપડે અને નવી સત્સંગની વાત સ્થાન પામે એવું કદિ બનતું નથી. અવકાશ થવો જોઈએ, ખાલી જગ્યા થવી જોઈએ. ગુરુદેવશ્રી' એક સૂચના આપતા. તત્ત્વ સાંભળવા બેસનારને એક સૂચના આપતા કે કોરી પાટી થઈને બેસો. શું કહે ? અત્યાર સુધી તેં જે કાંઈ કર્યું છે, જાણ્યું છે, સમજ્યો છે, તારા નિર્ણયો છે, એ બધા ઉપર મીંડા મૂકીને સાંભળવા બેસજે. એમ પણ કહેતા. મીંડા મૂકી દેજે, એમ કહે. મીંડા મૂકી દે એટલે ચોકડી કહો, શૂન્ય કહો, કોરી પાટી થઈ જા તું એકવાર. નહિતર શું થાય છે કે અંદર જગ્યા હોતી નથી. નવી વાત પ્રવેશ પામે કે નવી વાત સ્થાન પામે એવી જગ્યા જ હોતી, નથી. જૂની વાત એમ ને એમ ઊભી રાખેલી હોય છે. એટલે ઓલી વાત ઉપર ઉપરથી ક્યાંયની ક્યાંય સ્થાન પામ્યા વગર જ આગળ વઈ જાય અને પોતાને કાંઈ એની અસર રહે નહિ. આ પરિસ્થિતિ થાય છે.
મુમુક્ષુ- “સોભાગભાઈને તો આવું કાંઈ અસત્સંગ કે આરંભ પરિગ્રહનહોતો, જેવો અત્યારે અમારે છે...
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે જ. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. પછી વિશેષ પાત્રજીવ હોય, મધ્યમ કક્ષાની પાત્રતાવાળા હોય કે જઘન્ય પાત્રતાવાળા હોય. કોઈપણ જીવને. મુમુક્ષુમાં પાત્રતા ન હોય તો મુમુક્ષુ જ નથી. પણ પાત્રતા હોય તોપણ જઘન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા કે ઉત્કૃષ્ટ પાત્રતા ગમે તેવી પાત્રતા હોય, આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સંગ પ્રત્યેનો નિર્દેષ તો મુનિદશા સુધી કર્યો છે. જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ કોઈ ને કોઈ પદાર્થનો સંગ કરવાનો છે. પછી શ્રેણી માંડે છે. સાતમા ગુણસ્થાન પછી આગળ જાય તો ઉપયોગ બહાર ન જાય. આઠમાથી ઉપર જાય તો. પણ એ પહેલા તો સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠ ગુણસ્થાને મુનિરાજ આવે છે. તો એને કહે છે કે તું દ્રવ્યલિંગીનો સંગ કરતો નહિ. બીજા મુનિ. મુનિમાં ને મુનિમાં. એને તો બીજો સમાજ નથી. પણ મુનિઓના સંગની અંદર કોઈ મિથ્યાષ્ટિ હોય છે,દ્રવ્યલિંગી હોય છે. મુનિ દેખાય. પણ ભાવલિંગી મુનિ હોતા નથી. તો તારે સંગ કરવાનો પ્રતિબંધ છે. તારે સંગ કરવાનો
Page #302
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૮૫
પ્રતિબંધ છે. નહિતર તારી મુનિદશા નહિ રહે. તું પડી જઈશ. તો મુમુક્ષુને તો પછી એમાં પ્રશ્ન જ ક્યાં રહે છે ?
ભલે ‘સોભાગભાઈ’ સુપાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્રજીવ છે તોપણ એમને પણ બીજો સંગ છે, કુટુંબનો સંગ છે, સમાજમાં પણ ‘ડુંગરભાઈ' વગેરેનો સંગ રહે છે. તો કહે છે, અસત્પ્રસંગ છે એનાથી બચજે, કુસંગથી પણ બચજે અને સત્સંગમાં તું રહેજે. તારું આત્મહિત થાશે. આ વાત તો મુમુક્ષુને તો વધારેમાં વધારે એટલા માટે લાગુ પડે છે કે એનો તો કયારે પણ ઉપયોગ અંતર્મુખ થતો નથી. સાધકને તો ક્યારેક થાય છે અને પાછી એની પાસે પરિણતિ છે. મુનિદશામાં તો અંતર્મુહૂર્તમાં ક્ષણે ને ક્ષણે થાય છે. એટલે આ તો બિલકુલ જગ્યા જ હજી ખાલી છે.
મુમુક્ષુને સત્સંગ વિશેષપણે બોધ્યો છે એનું કારણ એ છે કે એનો ઉપયોગ જ હજી અંતર્મુખ ગયો નથી. એની તો ઘણી તૈયારી કરવાની છે. જેને મૂડી હોય અને થોડું નુકસાન જાય તો વાંધો ન આવે. પણ નમૂડીયાને નુકસાન જાય તો માથે દેવું થાય. શું થાય ? જમ્યા હોય ને ઊલટી થાય તો ખાધેલું નીકળે. પણ ખાલી કોઠે ઊલટી થાય તો આંતરડા ઊંચા થઈ જાય, નબળાઈ આવી જાય. એના જેવી વાત છે. મુમુક્ષુ પાસે તો આત્માની મૂડી જ નથી. તો એને તો નુકસાન પાલવે એવું નથી. તો એને વિશેષ જાગૃતિ (રાખવી.) સત્સંગની જે વિશેષ વાત કરે છે એનું કારણ એ છે. એની પરિસ્થિતિ જોઈને જ કહે છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં જે રસ લે છે. કેમકે ઉપયોગ, સત્સંગ તો અલ્પ કાળ કલાક, બે કલાક મળવાનો છે. ઘરે જઈને કલાક, બે કલાક વાંચે તો આખા દિવસમાં ત્રણ કલાક, ચાર કલાક, પાંચ કલાસ, બસ. વધુમાં વધુ. પછી શું ? ચોવીસ કલાકમાંથી ચાર-પાંચ કલાક કો’કને કો’ક જ લેતું
હશે પણ એ લેતા હોય એમ સમજીને આપણે ચાલીએ. સમર્થ દૃષ્ટાંત લઈએ તો. તો બાકીના ૧૮ કલાક, ૧૯ કલાક, ૨૦ કલાકનું શું ? એનો વિચાર પણ ગંભીરતાથી ક૨વા જેવો છે. એ વાત અસત્સંગ અને અસત્પ્રસંગમાં જાય છે. કે ત્યાં તારો રસ કેટલો જાય છે ? કેમ જાય છે ? કેવી રીતે જાય છે ? કાંઈ જાગૃતિ છે કે એમ ને એમ બફમમાં ચાલ્યો જા છો ? શું છે ? આ એક એવી વાત કરી છે કે જેની મુમુક્ષુને ચોંટ લાગવી જોઈએ. જો આ જગ્યાએ ચોંટ ન લાગે તો આંખના પલકારામાં આયુષ્ય પૂરું થઈ જશે. વાર નહિ લાગે. કયાં જઈશ એનો પત્તો નહિ લાગે. આ બચવા માટે વાત કરી.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – એટલા માટે વાત કરી છે, કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરી લેજે. અસ...સંગ બળ નહિ ઘટે પરિણામમાં તો સત્સંગનો થોડો-ઘણો લાભ છે એ ધોવાઈ જતાં વાર લાગશે નહિ, નિષ્ફળ થતાં વાર નહિ લાગે. અને અસત્સંગનું બળ ઘટશે તો જ આત્મવિચાર તને થાશે. એનું બળ ચાલુ રહેશે તો આત્મવિચાર તારો ચાલશે નહિ. આત્માના હિતનો વિચાર લંબાશે નહિ. એ વિચાર કરવા બેસીશ તો બીજે તારો વિચાર વયો જાશે. વિચાર ત્યાં વયો જાશે. જ્યાં લાભ-નુકસાનનું કારણ હશે ત્યાં તારા વિચાર દોડ્યા વગર રહેશે નહિ.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. જ્યારે વિચારબળ તીવ્ર થાય છે, આત્મહિતનું વિચારબળ તીવ્ર થાય છે ત્યારે જ જીવ અવલોકનમાં આવી શકે છે. ખરેખરતો જેવિચાર કરે છે પણ એ વિચારેલી વાત અંદર આત્મામાં ઉતરતી નથી એનું શું કારણ છે? કે એનું જે વિચારબળ છે એ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થયું નથી કે જેને લઈને એને અવલોકન ચાલુ થાય. એટલે એ અવલોકન ચાલુ નથી થાતું એનું કારણ એની પાસે વિચારબળ નથી. હજી વિચારની સ્થિતિ–ભૂમિકા જ બહુ કાચી છે. એ પરિપક્વ થયા પછી બીજો તબક્કો શરૂ થાય છે. પછી આત્મજ્ઞાનનો વિષય ઊભો થાય છે. એ પહેલા આત્મજ્ઞાન તો ઘણું (દૂર છે). આત્મજ્ઞાનની વાતોથી કાંઈ આત્મજ્ઞાન થઈ જતું નથી. એની કોઈ ચોક્કસ Process છે, પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી આત્મજ્ઞાન આવે છે. એમને એમ અધ્ધરથી આવતું નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પ્રત્યક્ષ સત્પરુષને ગૌણ કરે કે જુદાં રાખે, ભિન્નતા. રાખે અને એમ કહે કે ના, અમે તો શાસ્ત્ર વાંચીએ છીએ. પરોક્ષ જિન ઉપકાર અમે તો જિનેન્દ્રની વાણી વાંચીએ છીએ. અમારી પાસે જિનેશ્વરની વાણી છે. એ વાતમાં કોઈ માલ નથી. તને આત્માના હિતનો વિચાર પણ હજી ઊગ્યો નથી. અમે તો એમ કહીએ છીએ.... એ કક્ષામાં મૂકી દીધા. એટલે જે સત્પરુષને ગૌણ કરીને શાસ્ત્ર વાંચવા જાય છે એને આત્મહિતના વિચારની કક્ષામાંથી એમને કાઢી નાખ્યા છે. એ વર્ગમાં એનો હજી પ્રવેશ નથી. એને આત્માના હિતનો વિચાર જ ઊગ્યો નથી એમ સમજી લેવા જેવું છે. એમ કીધું. ત્યાં તો એવાત છે.
મુમુક્ષુ - આ વિચારલાયક જજીવ નથી ? પૂજ્ય ભાઈશ્રી :- આત્મહિતનો વિચાર એને આવ્યો જ નથી ને, એમ કહે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૮૭ ઊગ્યો જ નથી. ઊગે ન આત્મવિચાર'. ઊગ્યો જ નથી એમ કહે છે. એને ઊગી શકે જ નહિ. એ તો ઊંધે રસ્તે જાય છે. સવળા રસ્તામાં પગલું જ ક્યાંથી ભરે? એમ કહે છે. એ ઊંધે રસ્તે જચડેલો છે. પછી હજી આત્મવિચારમાં આવે, આત્મવિચારમાં આવ્યા પછી વિચારબળમાં આવે, વિચારબળમાં આવતા અવલોકનમાં આવે તો આત્મજ્ઞાન થાય. તો પદાર્થ નિર્ણયમાં આવે, નિર્ણયમાં આવે, તો પુરુષાર્થમાં આવે, પુરુષાર્થમાં આવે તો એના ફળમાં આત્મજ્ઞાન થાય. એનો એટલો ક્રમ છે. આટલા પગથિયા ચડ્યા વિના એમ ને એમ કોઈ આશા રાખે એ વાત તો કોઈ નકામી છે, સમજ્યા વગરની છે. આ પત્ર બહુ સારો જુદી રીતે આવ્યો છે.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, મોક્ષની વાત લીધી. મોક્ષ કેવો છે?કે આત્મજ્ઞાન જેને થાય તેને નિજસ્વભાવસ્વરૂપ. સર્વ ક્લેશ અને સર્વદુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. આ મોક્ષનું સ્વરૂપ કહ્યું, કે જેમાં પોતાના સ્વભાવમય, સ્વભાવઆકાર, સ્વભાવરૂપે,સ્વભાવસ્વરૂપે પરિણમન છે. જેમાં સર્વ ક્લેશનો અને સર્વદુઃખનો નાશ થાય છે. “એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. એ વાત સંપૂર્ણપણે સત્ય છે. પરમસત્ય વાત છે. એ કેવળ સત્ય કહો કે પરમસત્ય વાત છે. આમ સત્સંગથી માંડીને મોક્ષપર્યતનું સીધું અનુસંધાન છે. ચોખ્ખી લાઈનદોરી છે.
- આ શાસ્ત્રો આચારાંગ વગેરે છે એ તો ભગવાનની વાણી ગણે છે ને ? એ સંપ્રદાયની અંદર તો ત્યાગીઓ, સાધુઓ, આચાર્યો, મુનિઓ ઘણા છે. હવે કોઈ સપુરુષ થાય છે. ઓલા બધા તો આત્મજ્ઞાન રહિત છે. કોઈ પુરુષ થાય છે ત્યારે ઓલા એને વિમુખ કરે કે એને તો હજી દુકાન છે, એને તો હજી બૈરાં-છોકરા છે ઘરે. ત્યાં ક્યાં જાય છે) ?આ ત્યાગીને બેઠા છે. બધું છોડીને બેઠા છે. ઊના પાણી પીને ઉઘાડા પગે ચાલીએ છીએ. અહીંયાં તો પાછી ભગવાનની વાણી છે. જુઓ ! અમે તમને આચારાંગ સંભળાવીએ છીએ, અમે તમને સૂયગડાંગ સંભળાવીએ છીએ, અમે ફલાણું તમને સંભળાવીએ છીએ. એની વાણીમાં શું છે ? અમારી પાસે તો ભગવાનની વાણી છે. ઘરે જઈને બેસીને છાનામાના શાસ્ત્રો વાંચો.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” એ સદ્દગુરુકયાંથી થયા? એ તો ગૃહસ્થ છે. તો કહે છે, “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ હોય.” આ તો કોઈ આત્માર્થી પણ નથી. બે વાતનો ફેંસલો એમણે કર્યો છે, એ વર્તમાન પરિસ્થિતિ ઉપર.(અહીં સુધી રાખીએ).....
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
રાજહૃદય ભાગ-૧૧
તા. ૨૬-૧૧-૧૯૯૦ પત્રક – ૫૬૯
પ્રવચન નં. ૨૬૧
સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ જગતમાં જે સમસ્યા છે. વિશ્વના તમામ પ્રાણીઓની આ સમસ્યા છે. બધાને સુખ જોઈએ, દુઃખ કિંચિત્ માત્ર પણ ન જોઈએ. એક જ પંક્તિમાં ઉત્તર આપ્યો છે કે તમામ દુઃખથી મુક્ત થવાનો ઉપાય હોય તો એક આત્માને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન થવું, મૂળ સ્વરૂપનું જ્ઞાન થવું તે છે. જો પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય, એને અહીંયાં આત્મજ્ઞાન કહ્યું, તો એને કોઈ પણ પરિસ્થિતિમાં ક્લેશ અને દુઃખનો અનુભવ ન થાય. આપોઆપ એમાંથી ફલિત થાય છે કે જે કાંઈ દુઃખ અને ક્લેશનો અનુભવ છે એ પરિસ્થિતિને કારણે નથી, બહારની પરિસ્થિતિને કારણે નથી પણ પોતાની એ પરિસ્થિતિ વિશેની સમજણ છે અને એ સમજણ, જેને અજ્ઞાન કહે છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. પોતાના સ્વરૂપના જ્ઞાનનો પણ અભાવ છે. એ બંને એકસાથે હોય છે. એ દુઃખનું કારણ છે. એટલે આત્મજ્ઞાન થતાં બાહ્ય સંયોગોનું પણ એ પ્રકારે જ્ઞાન થાય છે કે જે પ્રકારે એ પરિસ્થિતિ દુઃખનું નિમિત્ત નથી થતી, દુઃખનું કારણ નથી થતી. એ વાતનું જ્ઞાન થવાનું કારણ છે. આત્મવિચાર, આત્માના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો એ વિચારથી એ જ્ઞાન થાય છે.
અહીંયાં બીજા સાધનનો નિષેધ છે. આત્મજ્ઞાન થવા અર્થે આત્મવિચાર સિવાયના બીજા સાધનનો નિષેધ છે. બીજી રીતે તો આત્મજ્ઞાન થતું નથી. આત્મવિચારમાં પણ વિચારબળ ઉત્પન્ન થાય તો એ વિચારથી આગળની પરિસ્થિતિ ઊભી થાય. એટલે કે પ્રયોગની પરિસ્થિતિ ઊભી થાય. પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને વિચાર તો વિચારની ભૂમિકામાં ઊભો છે એટલે સહજ થાય છે પણ પુરુષાર્થની દિશા ઊલટી છે, વિપરીત છે. એટલે એનું જે વિચારનું બળ છે અથવા જેટલી વિચારની ભૂમિકા છે એ નિષ્ફળ જાય છે. એમાં સફળપણું થતું નથી.
એટલે વાત અહીં સુધી આવી કે કેટલાક જીવો આત્મવિચાર કરે છે, છતાં પણ વિચારબળ નહિ હોવાને લીધે એ દિશામાં પ્રગતિ કરી શકતા નથી. જે લોકો
Page #306
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૮૯ આત્મવિચાર કરતા જ નથી. એને તો આત્મજ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. એટલે જગતનો બહુભાગમનુષ્ય તો આત્મવિચાર કરતો નથી. ધર્મના ક્ષેત્રમાં બીજી ક્રિયાકાંડ કરે છે પણ આત્માનો વિચાર કરવો એ બહુ (જીવો) નથી (કરતા). એમાં પણ વિચારબળવર્ધમાન થાય, વૃદ્ધિગત થાય એ પ્રકારમાં બહુ ઓછા જીવો આવે છે.
મુમુક્ષુ-વિચારબળ એટલે?
પૂજ્ય ભાઈશ્રી - વિચારબળ એટલે જે વાત સમજમાં આવી એનું બળ ઉત્પન્ન થઈને, એનું જ કાર્યાન્વિતપણું થવું. એનું કાર્ય આવવું જોઈએ ને ? વિચાર કરે પણ એનું કોઈ કાર્યન આગળ ચાલે તો એ વિચાર તો નિષ્ફળ જશે. એને કોઈ સફળપણું નહિ થાય.
મુમુક્ષુ - ધંધો કરવો છે એમ વિચારે પણ ધંધો કરે નહિ.
પૂજ્ય ભાઈશ્રી – તો થાય ? ભૂખ લાગી હોય અને મીઠાઈને યાદ કરે, મીઠાઈનો વિચાર કરે. એથી કાંઈ પેટ ભરાય નહિ. ખાય તો પેટ ભરાય ને? એમ વિચારનો અમલ કરવામાં આવે તો કાર્ય થાય. એ એનું સફળપણું છે. નહિતર વિચાર તો વિચાર પૂરતો રહી જશે. એમ નથી થતું એનું કારણ બીજું છે. કાલે એ વાત ચાલતી હતી કે બહુભાગ જીવોને તો આ દિશાનો વિચાર, વાંચન, શ્રવણ આદિ થવાની સાથે સાથે આરંભ પરિગ્રહનું અલ્પત્વથતું નથી. જે અસસંગનું કારણ છે. એટલે એની જે સંયોગો વધારવાની, સંયોગો સુધારવાની અને સંયોગિક કાર્યો કરવાની જે પક્કડ છે, એની જે તીવ્રતા ઘટવી જોઈએ એ તીવ્રતા નથી ઘટતી.
અલ્પત્વ નથી થતું એટલે એના રસનું મંદપણું નથી થતું. એ અસત્પ્રસંગનું બળ છે. જેથી સત્સંગમાં અથવા સશ્રવણની અંદર જે કાંઈ સાંભળ્યું છે એ બે પરિબળ સામા સામા ઊભા છે. એક બાજુ સત્પ્રસંગ, એક બાજુએસ પ્રસંગ. જે બળવાન હોય Major force prevails. જે વધારે બળવાન હોય એનું કામ થાય. બળિયાના બે ભાગ. એ તો સીધી વાત છે. બળવાન હોય એનું કામ થાય. બે લડે એમાં બળવાન જીતે. નબળો કેવી રીતે જીતે? એટલે એક તો એ બાજુનું અસત્યસંગનું બળ પહેલેથી વિશેષ છે જ. એમાં આ નવો પ્રસંગ શરૂ કર્યો, કે આત્મવિચાર. હવે એનું બળ આના કરતા વધવું જોઈએ. એનું બળ ક્યારે વધે? કે આનું બળ ઘટે ત્યારે વધે. આ બળ એટલું ને એટલું રહેતો બળતો જેટલું છે એમાંથી જવિભાગ પડવાનો છે. જીવના પરિણામમાં જે બળ છે એ પરિણામબળ તો જેટલું છે એટલી માત્રામાં છે. એમાંથી જે વિભાગ થવાના છે એમાં આ બે વિભાગમાંથી જેટલું સત્ પ્રત્યેનું બળ વધે એટલું અસતુનું બળ ઘટે.
Page #307
--------------------------------------------------------------------------
________________
રાજહંય ભાગ-૧૧
૨૯૦ અસતનું બળ વધે તો સતનું બળ ઘટે. આપોઆપ જ છે એ તો.
એટલે અહીંયાં કહ્યું કે “આરંભ પરિગ્રહનું અલ્પત કરવાથી અસત્રસંગનું બળ ઘટે છે. એ બહુ ચોખી વાત છે. કેમકે જે પરિણામબળ છે એની અંદર ક્યો રસ તીવ્ર છે? સંયોગ બાજુનો છે કે આત્મા બાજુનો છે? આત્માનો વિચાર તો કર્યો. પણ રસ કેટલો છે?
એ અસત્યસંગનું બળ ઘટવા માટે અથવા એ પરિણામનું બળ ઘટવા માટે સત્સંગનો આશ્રય વિશેષ વિશેષ બાહ્ય નિમિત્ત છે. અંતરંગમાં પોતાની સત્સંગ કરવાની ભાવના છે પણ બાહ્ય નિમિત્ત છે એ સત્સંગ છે કે જેના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. કેમકે વારંવાર એમાં એ વાત આવે છે, કે તું આત્મકાર્યને મુખ્ય કર, બીજું બધું ગૌણ કર. આત્મકાર્યને મુખ્યકર, બીજું બધું ગૌણ કર. એના ન્યાયો આવે છે. બીજું બધું ગૌણ કરવામાં એ પણ વાત છે કે નવા કર્મબંધન નહિ થાય. બીજું, બીજું મુખ્ય કરવા જતાં પણ પૂર્વકર્મ અનુસાર જ બનવાનું છે. તારા વર્તમાન પ્રયત્ન અનુસાર કાંઈ બનવાનું છે એ વાત નથી. આ વાત પણ સાફ છે. તો નિરર્થક એમાં પ્રયત્ન કરીને નવા કર્મ બાંધવા એના કરતા જેપરિણામબળ છે એને પોતાના હિતાર્થે ઉપયોગ કરવો એ શું ખોટું છે? આમ સત્સંગની અંદર આ વિષયની સુગમતા, સરળતા એ બધું સમજાય છે અને આપોઆપ જ એ સમજણથી સંયોગ પ્રત્યેના પરિણામનું બળ ઘટે છે અને આત્મવિચારનું બળ વધે છે.
અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે આત્માનું જે મૂળ સ્વરૂપ છે, જેનો એ વિચાર કરે, એ તત્ત્વજ્ઞાનનો વિષય છે. જ્ઞાનના ઊંડાણનો વિષય છે. એટલે એના માટે જે અવકાશ જોઈએ એ અવકાશ પરિણામની અંદર પ્રાપ્ત થાય છે. અવકાશ એટલે ખાલી જગ્યા.
મુમુક્ષુ -અસત્સંગનું બળ ઘટવા માટે એનો પરિચય ઓછો કરવો?
પૂજ્ય ભાઈશ્રી – પરિચય અને રસ પરિણામનું બળ પરિણામના રસમાં છે. આપણે આ વાત ઘણીવાર કરી છે કે પરિણામનું બળ કયાં છે જ્યાં પરિણામનો રસ છે ત્યાં પરિણામનું બળ છે. એટલે દર્શનમોહનો અનુભાગ તોડવાની વાત ચાલે છે ને? રસની અંદર બળ છે. પછી દર્શનમોહનો હોય, ચારિત્રમોહનો હોય, કોઈ કષાયનો હોય કે અકષાયનો પરિણામ હોય, પણ એ સંબંધીનો રસ છે એમાં એનું બળ છે. પરિણામનું બળ પરિણામના રસની જગ્યાએ રહેલું છે. બીજે ક્યાંય નથી. એટલે...
મુમુક્ષુ-રસ ઘટે તો અસત્સંગમાં તો જીવ ઊભો હોય.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૧
પત્રાંક-૫૬૯
પૂજ્ય ભાઈશ્રી:- હા. તો એને એટલી અસર ન થાય. અસત્સંગ પછી પૂર્વકર્મને લઈને ઊભો રહે. જેમકે કુટુંબ-પરિવારનો ક્યાંથી જલ્દી ત્યાગ કરશે ? આજીવિકાનો સવાલ હશે તો વ્યવસાયનો ક્યાંથી ત્યાગ કરશે? પણ રસપણે પ્રવર્તે અને નિરસપણે પ્રવર્તે એમાં પૂર્વ-પશ્ચિમનો ફેર છે. ખરેખર એ સંયોગો આત્માને નુકસાન નથી કરતા. પણ એ સંયોગો પ્રત્યેનો રસ આત્માને નુકસાન કરે છે. મૂળ વાત તો એમ છે. એ સંયોગો તો સર્વથા ભિન્ન છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચતુષ્ટયથી ભિન્ન ભિન્ન છે. એને લઈને કોઈ નુકસાન નથીજો એને લઈને નુકસાન હોત તો એ નુકસાનમાંથી કોઈ છૂટી જ ન શકે. એ પરિસ્થિતિ ઊભી થાય. એવું નથી. ચતુર્થ ગુણસ્થાનમાં અથવા કોઈ વખતે તો પ્રતિકૂળતા વધે તેવા સંયોગ હોય અથવા અનુકૂળતામાં રાગ વધે એવા સંયોગો પણ ઊભા થાય. એમની એ જ પરિસ્થિતિ છે. આર્થિક સ્થિતિ વેપાર કરતા વધારે સારી થઈ, તો એમનો મોહ વધવો જોઈતો હતો. એના બદલે ત્રણ વર્ષે કંટાળી ગયા છે. સંયોગો ઉપરનું નિરસપણું છે કે રસપણું છે? આ જગ્યાએ પોતાને લક્ષ હોવું જોઈએ. એ વાત ખ્યાલમાં હોવી જોઈએ.
મુમુક્ષુ:- રસ એટલે ચાહના?
પૂજ્ય ભાઈશ્રી :- ચાહના પણ છે અને રસ એટલે જેમાં સમય વ્યતીત થાય તોપણ ખબર ન પડે એવા પરિણામ થઈ જાય છે.
મુમુક્ષુ-વાસના. પૂજ્ય ભાઈશ્રી - વાસના છે, એકાગ્રતા છે. એના ઘણા ચિહ્યો છે. જ્યાં સમય વ્યતીત થાય તોપણ ખબર ન પડે એને તરસ કહેવાય છે). માણસ આ ટીવી જોવે છે, સિનેમા જોવે છે. ત્રણ કલાક અમથા બેસાડે જોઈ. કોઈ બેસી રહે? કંટાળી જાય કે ન કંટાળી જાય? અહીંયાં એક કલાકમાં થાક લાગે કેન લાગે ? ત્યાં ત્રણ કલાકમાં ખબરન પડે કે ક્યાં ત્રણ કલાક વયા ગયા. કેમ? રસ છે, રુચિ છે. રુચિ પકડાય એવી છે. અને અવલોકન કરે તો રસ ન પકડાય એવો વિષય નથી. શબ્દનો અર્થ સમજવો નથી પણ શબ્દનો ભાવ સમજવો છે. રસનો અર્થ શું એ નથી સમજવું, રસનો ભાવ જો આપણે સમજીએ તો આપણે આપણા પરિણામને તપાસીએ એટલે તરત જ ખબર પડે. પરિણામ ઉપર તપાસ રાખીએ એટલે તરત જ ખબર પડે કે રસ ક્યાં જાય છે? રસ ન સમજાય એવું કાંઈ નથી.
મુમુક્ષુ - સાંભળતા સાંભળતા ક્યાં ને ક્યાં વિચાર વયા જાય. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ રસ વગર જાય છે ? વેપારી ભાષામાં રસ શબ્દનો
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૧ ઉપયોગ થાય છે. કોઈ માલ વેચવાનો હોય કે ખરીદવાનો હોય, હોલસેલમાં તો વચમાં દલાલ લોકો કામ કરતા હોય છે. સીધે સીધું કોઈ કામ ન ઉતરે. દલાલને પૂછવાની પદ્ધતિ એવી છે, ભાઈ ! આટલો માલ છે તમને કાંઈ લેવામાં રસ છે ? કે વેચવામાં રસ છે ? મારી પાસે ખરીદી છે. તમારી પાસેનો માલ વેચવામાં અત્યારે રસ છે ? કે તમારે માલ લેવામાં રસ છે ? મારી પાસે આ જાતનો સોદો ઊભો છે. એ જે લેવાની કે ખરીદવાની યાચના કરે છે એમાં પહેલો રસ પૂછે છે. વેપારી ભાષામાં એ શબ્દપ્રયોગ થાય છે. તમને રસ છે ? એમ પૂછે. એટલે તમે એ કામ કરવા માગો છો ? ખરેખર કરવા માગો છો ? એમ. એ પહેલા પૂછી લે. પછી આપણે વાત ચલાવીએ. ભાવની વાત પછી કરીએ.
મુમુક્ષુ :– સોદામાં ૨સ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– શું પૂછે છે ? તમને આ સોદામાં રસ છે ? એમ પૂછે છે કે નહિ ? અથવા Interest છે ? એમ પૂછે તો એકની એક વાત છે. અંગ્રેજી-ગુજરાતી સિવાય બીજો કોઈ ફેર નથી.
એટલે અસત્સંગનું બળ ઘટવાથી એમ લઈએ તો ત્યાં એનો રસ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહિતર એ બળ છે એ આત્માના વિચારને ત્યાં સ્થાન આપતો નથી. અવકાશ ન હોય એટલે બેસવાની જગ્યા નથી. એટલે ત્યાં એને સ્થાન નથી મળતું. વિચાર આવી જાય છે. અદ્ધર અદ્ધરથી ચાલ્યો જાય
છે.
મુમુક્ષુ :– આરંભ પરિગ્રહમાં તો બધું જ આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી :– આવી જાય છે. બધું આવી જાય છે. પોતાના આત્મા સિવાયનું બધું આવી જાય છે. પહેલા એ વિચારવા જેવું છે, કે એનાથી આત્માને શાંતિ છે કે અશાંતિ છે ? અને પોતાને શું જોઈએ છે ? આત્મશાંતિ જોઈએ છે ? કે આત્મશાંતિ નથી જોઈતી ? અને બીજું કાંઈક જોઈએ છે ? બસ, આટલું પૂછીને અંદર નક્કી કરીને આગળ ચાલવું.
મુમુક્ષુ :– માથે કામ આવી પડ્યું હોય...
પૂજ્ય ભાઈશ્રી :– કામ જો માથે આવી પડ્યું, કામ જો માથે આવી પડ્યું હોય તો એ તો પરાણે કરવાનું છે ને ? કે રસથી ક૨વાનું છે ? આવી પડે એ તો પરાણે કરવું પડે. અહીં તો એટલી વાત છે કે તું રસથી કરે છે કે આવી પડેલું પરાણે કરે છે ? એટલી વાત છે. પરાણે કરે એમાં એટલું નુકસાન નથી. પણ રસથી ક૨ તો પૂરેપૂરું નુકસાન છે. એટલે
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૭
પત્રાંક-પ૬૯ આવી પડે એ તો આવી પડે. પૂર્વકર્મ હોય તો કાંઈક આપત્તિ આવે, વિપત્તિ આવે, અનુકૂળતાઓ આવેપ્રતિકૂળતાઓ આવે. બધું આવે. પણ આવે એથી શું? પોતાને કેટલો રસ છે? એના ઉપર બધો આધાર છે.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. મોક્ષના વિશેષણ લીધા છે, કે નિજસ્વભાવસ્વરૂપ, સર્વક્લેશ અને સર્વદુઃખથી રહિત...” એટલે સ્વભાવમાં દુઃખ નથી, ક્લેશ નથી એ વાત પણ એમાં આવી જાય છે. અથવા સ્વભાવરૂપી પરિણામ છે. અને જેમાં કાંઈ દુઃખ અને કાંઈ ક્લેશ નથી. એવી જે સંપૂર્ણ દુઃખરહિત અને અનંત સુખસહિતની દશા એને મોક્ષ કહેવામાં આવે છે.
મોક્ષ એટલે દુઃખથી મુક્તિ. એટલું લેવું. મુક્તિ ખરી પણ શેનાથી ? કે દુઃખથી મુક્તિ, કેવા પ્રકારના દુઃખથી મુક્તિ? કે સર્વ પ્રકારના દુઃખથી. કોઈ પ્રકાર બાકી રહેતો નથી. “એ વાત કેવળ સત્ય છે. અને એ વાત ખરેખર સત્ય છે. એમાં કોઈ સંશય થાય એવી વાત નથી.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. આ જગતમાં તો દીક્ષા લે અને ત્યાગ કરે એને મુનિ કહેવામાં આવે છે. તો (અહીંયાં) કહે છે, જેને હજી દર્શનમોહ મટ્યો નથી તેને મોહરૂપી નિદ્રા છે. જેમ નિદ્રામાં માણસને પોતાના શરીરનો ખ્યાલ રહેતો નથી. ભૂલી જાય છે કે હું ક્યાં છું, કોણ છું. એ બધું જેમ ભૂલી જાય છે એમ મોહની અંદર પણ આત્મા પોતાની જાતને ભૂલે છે. વિસ્મરણ કરી જાય છે. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે;” ભલે મુનિના વેષમાં હોય તો પણ તે અમુનિ છે. મુનિ નથી.
મુનિ તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે;” આત્મા છું, જ્ઞાનસ્વરૂપી હું માત્ર આત્મા છું. દેહાદિ અને રાગાદિ હું નથી. એવી જેની જેને જાગૃતિ વર્તે છે. ખરેખર તો તે મુનિ છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોય.” એમ કહ્યું. “બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ કોઈ'. એ રીતે મુનિ છે એ તો આત્મામાં જાગૃત છે.
પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” પ્રમાદી એટલે જે આત્મકાર્યમાં સાવધાન નથી, આત્મહિતમાં જે જાગૃત નથી તે બધા પ્રમાદિછે. આત્મહિતમાં જેટલી જાગૃતિ છે તેટલો અપ્રમાદ છે. કોને ભય છે જન્મ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
રાજહૃદય ભાગ-૧૧
મરણનો અને દુઃખો આવી પડવાનો ? કે જેને આત્મહિતની જાગૃતિ નથી તેને. આત્મહિતમાં જે જાગૃત છે, સ્વરૂપને વિષે જે જાગૃત છે એને કોઈ ભય નથી. મોહનિદ્રાનો જે વિષય લીધો છે ને ? આ ગ્રંથનું પહેલું વચન એ છે. પહેલામાં પહેલું. સત્તર વર્ષ પહેલા એમણે ક્યાંથી શરૂઆત કરી છે આ વાત લખવાની. સત્તરમાં વર્ષ પહેલા. એના જે પદ પૂરા થાય છે. પછી બીજો પાઠ. શરૂઆત કરી છે એમણે પુષ્પમાળા લખવાની. સુવાક્યોના પુષ્પો. પુષ્પમાંથી સુગંધ આવે આમાં સુખની સુગંધ આવે, એમ કહેવું છે.
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.’ આ ભાવનિદ્રા કહો કે મોહનિદ્રા કહો, બંને એકાર્થ છે. સત્તરમા વર્ષ પહેલા આ વાત કરી છે. ‘રાત્રિ વ્યતિક્રમી ગઈ...’ એટલે આ નહિ. અંધારું પૂરું થયું અને પ્રભાત થયો એટલે સૂર્ય ઊગ્યો એ વાત નથી. આત્મહિતમાં જે જાગૃત થયો, એને પ્રભાત થયું. જેણે મોહનિદ્રાનો નાશ કર્યો એને નિદ્રાથી મુક્તિ થઈ, અને જેને એ નિદ્રા ન ઊડી હોય એણે એ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વચનથી શરૂઆત કરી છે-નિદ્રાથી. આ ગ્રંથ લખવાની શરૂઆત જ અહીંથી થઈ છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે.’ હવે શું કહે છે ? કે જ્યાં આત્માનો વિચાર થાય છે ત્યાં નવે તત્ત્વની વાત આવે છે. નવ તત્ત્વમાં અનેક પ્રકારે વિસ્તાર આવે છે. પદાર્થ એટલે નવ પદાર્થ લ્યોને. સર્વ પદાર્થમાં નવ પદાર્થમાં બધા પદાર્થ આવી જાય છે. પછી બધા એના ભેદ-પ્રભેદ છે. એટલે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ...’ જાણવાનું કારણ માત્ર એક આત્મજ્ઞાન...’ની પ્રાપ્તિ કરવી એટલું જ છે. પોતાના કાર્ય સાથે શું હેતુથી પોતે કાર્ય કરે છે ? શું કારણથી પોતે આ કાર્ય શરૂ કર્યું છે એ સાથે મેળવવું છે. એટલે માત્ર કુતૂહલવૃત્તિથી આ વાત જાણવા મળે છે એવી અહીંયાં કોઈ વાત હોવી જોઈએ નહિ. એમ એમાં આવી જાય છે.
સામાન્ય રીતે જે જ્ઞાનમાં-પરલક્ષીજ્ઞાનમાં ૫૨ પદાર્થ તરફની રુચિ સહિત જે પરલક્ષીજ્ઞાન કામ કરે છે એમાં એક કુતૂહલવૃત્તિ હોય છે. એ અન્ય પદાર્થની રુચિને સૂચવે છે. જ્ઞાનનું ઘણું જાણવું, જુદું જુદું જાણવાનો જે કૂતૂહલભાવ છે એ કુતૂહલ આત્માને છોડીને જે કાંઈ બીજું જાણવું છે એ બધુ કુતૂહલ પર વિષયમાં અને પરલક્ષીજ્ઞાનમાં જાય છે. એ પ્રકારથી છૂટી જવું જોઈએ, એ પ્રકાર નહિ હોવો જોઈએ.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.’ ભલે ગમે તેટલા શાસ્ત્રો
Page #312
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૬૯
૨૯૫
જાણતો હોય પણ આત્મજ્ઞાન ન થાય તો એ બધું જાણવું એનું નિષ્ફળ છે. એટલે પહેલામાં પહેલું અહીંયાં નક્કી કરવું પડે છે, કે જ્ઞાન છે, એમ નહિ. આત્મજ્ઞાન સહિતનું જ્ઞાન છે ? જેટલા લેખકો હોય છે અને જેટલા વક્તાઓ હોય છે એ વક્તવ્ય દ્વારા કે પોતાના લેખ દ્વારા પોતાના જ્ઞાનને વ્યક્ત કરે છે અથવા પ્રદર્શિત કરે છે. તો કહે એ જ્ઞાન ખરું ? કે આત્મજ્ઞાન હોય તો જ્ઞાન છે, આત્મજ્ઞાન ન હોય તો એ બધું અજ્ઞાનમાં જાય છે. પછી અંગ પૂર્વનું જ્ઞાન હોય તોપણ એ બધું અજ્ઞાનમાં જાય છે.
જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.' એ બધું જાણ્યું એ ફોક છે. જેટલું જાણ્યું એટલું બધું ફોક થાય છે. અથવા નિરર્થક જાય છે. અથવા તો મને જ્ઞાન થયું છે એવા પ્રકારનું એક દુષ્ટ અભિમાન થાય છે. દુષ્ટ એટલા માટે એને કહેવાય છે કે એક અવગુણનું કા૨ણ થાય છે. અભિમાન હોય તો અવગુણનું કારણ થાય છે. એને લઈને પણ એને નુકસાન છે, એ જ્ઞાનથી લાભ બિલકુલ નથી. એ વાત જૈનશાસ્ત્રમાં જ છે. શાસ્ત્રનું જ્ઞાન હોય છતાં અવગુણ પણ થાય અને ગુણ પણ થાય. શાસ્ત્રનું શાસ્ત્ર અનુસાર જ્ઞાન હોય અને અવગુણ કેવી રીતે થાય ? જેમ શાસ્ત્ર કહે છે એમ જ એ કહે છે. તો કહે છે, આત્મજ્ઞાન નથી ત્યાં એને અવગુણનું કા૨ણ થયા વિના રહેશે નહિ.
નિયમ એવો છે કે માણસ જે કાંઈ વિષયનો અભ્યાસ કરે એ વિષયમાં એનો ઉઘાડ વધે, જ્ઞાનનો ક્ષયોપશમ અથવા જ્ઞાનનો ઉઘાડ વધે છે. હવે જે જીવો શાસ્ત્ર વાંચશે એને શાસ્ત્રસંબંધીનો જ્ઞાનનો ક્ષયોપશમ વધશે, ઉઘાડ વધશે. તો સાથે સાથે પરલક્ષીજ્ઞાનમાં ઉઘાડ વધે અને અભિમાન ન થાય, એ બને નહિ. એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ એને ઉઘાડ ગૌણ થાય. કેમકે આત્મજ્ઞાનમાં દ્રવ્યદૃષ્ટિ છે. દ્રવ્યદૃષ્ટિ સહિત આત્મજ્ઞાન થાય છે અને અનાદિની પર્યાયસૃષ્ટિનો નાશ થાય છે. એટલે પર્યાયમાં જે ઉઘાડ થયો એ ગૌણ થઈ જશે. સ્વરૂપ જે આત્મસ્વરૂપ છે એમાં જ્ઞાનની શક્તિ છે એ જ્ઞાનની શક્તિ પાસે તો કેવળજ્ઞાનની પર્યાય પણ અનંતમા ભાગે છે. તો છદ્મસ્થના ઉઘાડનો કચાં પત્તો લાગે એવું છે. એનો તો પત્તો જ નથી લાગે એવું. એટલું બધું એ અલ્પ છે. એવું પોતાનું અનંત જ્ઞાનમય સ્વરૂપ જેને દૃષ્ટિમાં છે એને કોઈપણ પર્યાય વિષયક અહંભાવ થતો નથી. આ એક આત્મજ્ઞાનનો ગુણ છે, કે જેને પોતાની પર્યાયનો ગમે તેટલો વિકાસ થાય, જ્ઞાનગુણનો વિકાસ થાય, ચારિત્રગુણનો વિકાસ થાય, પુરુષાર્થનો વિકાસ થાય, આનંદ અને શાંતિ વધે, ગમે તેટલો વિકાસ થાય તોપણ કોઈપણ પોતાની અવસ્થાનો અહંભાવ ન થાય. એનું કારણ મૂળમાં, પ્રારંભમાં
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૧
આત્મજ્ઞાન થયું તે છે. અને નહિ તો એ આત્મજ્ઞાન વગ૨ કાંઈપણ થાય તો એનું અહંપણું આવ્યા વિના રહે નહિ.
એ ચર્ચા આપણે અનેકવાર કરીએ છીએ કે લક્ષ બે પ્રકારના છે. એક પોતાના ત્રિકાળી સ્વરૂપનું લક્ષ છે. એક પૂર્ણ જે દશાએ પહોંચવું છે એનું લક્ષ છે. તો જ્યાં સુધી નિર્ણયના કાળમાં ભાવભાસન થઈને આત્મસ્વરૂપનું લક્ષ ન થાય એ પહેલા મુમુક્ષુએ પૂર્ણતાનું લક્ષ કે પૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધેલું હોવું જોઈએ. એ લક્ષે જો આગળ વધતો હોય તો એને મારે ઘણું બાકી છે એ વાત ઊભી રહે છે. મારે હજી ઘણું બાકી છે. પૂર્ણ થવામાં મારે ઘણું બાકી છે. હજી અનંતમા ભાગે પણ મારી દશામાં કાંઈ ઠેકાણું નથી એમ એને લાગ્યા ક૨શે. કેમકે બારમા ગુણસ્થાન સુધીનું જ્ઞાન અનંતમા ભાગે છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન અનંતજ્ઞાન પ્રગટે છે પણ બારમા ગુણસ્થાને શ્રુતજ્ઞાનની શું સ્થિતિ છે ? કે બાર અંગનું જ્ઞાન હોય. એટલે ? ચૌદ પૂર્વનું કે અગિયાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય તોપણ અનંતમા ભાગે છે. ગણધરદેવનું જ્ઞાન કેટલામા ભાગે કેવળી પાસે ? કે કેવળજ્ઞાની તીર્થંકર પાસે અનંતમા ભાગે છે. ભગવાનની સભામાં સર્વોત્કૃષ્ટ તો ગણધર છે. તેથી તો આગળ કોઈ નથી. બીજા આચાર્યો હોય છે પણ આ ગણધર છે એ મુખ્ય આચાર્ય છે. એ આચાર્યની જ પદવી છે પણ મુખ્ય છે.
મુમુક્ષુ :– ચાર જ્ઞાન હોય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. મન:પર્યય (મળીને) ચાર જ્ઞાન હોય છે અને ચૌદપૂર્વની રચના અંતર્મુહૂર્તમાં કરે એટલો લબ્ધિયુક્ત ક્ષયોપશમ હોય છે. જ્ઞાનની લબ્ધિવાળો ક્ષયોપશમ હોય છે. એટલે ચાર જ્ઞાન અને લબ્ધિવાળું જ્ઞાન પાછું. આટલું ગણધરને જ્ઞાન હોય તોપણ કેવળજ્ઞાન પાસે કેટલામા ભાગે છે ? કરોડમા ભાગે નહિ, અબજના ભાગે નહિ અનંતમા ભાગે છે. એટલે જેને પૂર્ણતાનું, પૂર્ણ શુદ્ધિનું, પૂર્ણ પર્યાયનું લક્ષ છે એને પણ અભિમાન નહિ થાય અને જેને સ્વરૂપલક્ષ છે એને પણ નહિ થાય. કેમકે કેવળજ્ઞાન એની પાસે અનંતમા ભાગે છે. એક જ્ઞાનગુણ પાસે કેવળજ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનશક્તિ પાસે કેટલામાં ભાગે છે ? કે અનંતમા ભાગે છે. કેમકે એવી અનંત કેવળજ્ઞાનની પર્યાય એમાંથી નીકળે છે. એટલો કેવળજ્ઞાનનો પ્રવાહ બહાર આવે, જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનગુણમાંથી બહાર આવે તોપણ એટલું ને એટલું કેવળજ્ઞાન રહે. એમાંથી કાંઈ ઓછું ન થાય. અક્ષયપાત્ર છે. ખરેખર તો અક્ષયપાત્ર અહીંથી નીકળ્યું છે. પછી આ લબ્ધિ-ફબ્ધિમાં બધું બહા૨માં જે થાય છે એ બધી કેટલીક કહેવામાત્ર વાત છે. કેટલીક લબ્ધિ પણ છે. બાકી મૂળ આ લબ્ધિ છે. આત્મલબ્ધિ છે કે જે અક્ષયપાત્ર
Page #314
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૯૭ છે, એમાંથી કાંઈ ખૂટતું નથી. હંમેશા એટલું ને એટલું રહે. એટલે મુમુક્ષને પણ એ સાધન છે.
યથાર્થપણે એની મુમુક્ષતા પૂર્ણતાને લક્ષે શરૂ થાય તો એને અહંપણું આવવાનો પ્રશ્ન છે જ નહિ. અને એમાંથી એ નિર્ણય ઉપર આવી જશે. પૂર્ણતાના લક્ષે આગળ વધેલો નિર્ણય ઉપર આવશે. જ્યાં નિર્ણય ઉપર આવશે ત્યાં એને અનંત ગુણની ખાણ જોવા મળશે. પછી તો એને કોઈ પર્યાયનો હિસાબ દેખાતો નથી.
પર્યાયનો હિસાબ કોણ માંડે છે જેને આ બેમાંથી એકેય વાતની ખબર નથી એ માંડે છે. કે હું આગળ વધ્યો. હું આગળ વધ્યો. હવે મને આટલો લાભ થયો... હવે મને આટલો લાભ થયો. હવે મને આટલો લાભ થયો... એ બધું કોણ કરે છે ? કે જેને પૂર્ણતાનું લક્ષ નથી અને જેને સ્વરૂપનું લક્ષ નથી એને આ ભૂલ થાય છે. અને એ ભૂલ થયા વિના રહે જ નહિ. એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એટલે આ માર્ગની કેડી છે, માર્ગ તો હજી સમ્યગ્દર્શન થતાં શરૂ થશે, એ પણ ચોખ્ખી જ છે. કે આ રસ્તે ચાલો એટલે બીજી ગડબડ થવાનો પ્રશ્ન જ નથી. અને એ કેડી છોડીને ચાલે એટલે ગડબડ થયા વિના રહે નહિ. અટવાય,અટવાયને અટવાય જ.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” જેટલું આત્મજ્ઞાન થાય એટલે કે આત્મજ્ઞાનમાં આત્મા વિજ્ઞાનઘન જેટલો થાય, એમ લેવું છે. જેટલો જ્ઞાનમાં તન્મય થાય એટલી આત્મસમાધિ પ્રગટે છે. આ મુખ્ય બોલ છે. ચારિત્રપ્રધાન જ્ઞાનનો બોલ છે. જેટલું આત્મજ્ઞાન, જ્ઞાનમાં પાછું આત્મજ્ઞાન કોઈને અધુરું થાય અને પૂરું થાય એવું નથી કાંઈ, પણ આત્મજ્ઞાન થયા પછી જેમ જેમ પોતાનો આત્મજ્ઞાનનો ભાવ વિશ થાય છે, નિર્મળ થાય છે અને ઘનિષ્ઠ થાય છે. એટલે Quality નથી બદલાતી. Quantity માં ફેર પડે છે. એ રીતે. એટલી એને આત્મસમાધિ પ્રગટે છે. આત્મસમાધિ એટલે આત્મશાંતિ પ્રગટે છે. અહીંયાં સમાધિ એટલે આત્માની શાંતિ અને પ્રગટે છે. અથવા આત્મજ્ઞાન જેટલું બળવાન છે એટલી આત્મશાંતિ પણ વિશેષ હોય છે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.” શું કહેવું છે? આ એક આ પત્રની અંદર બહુ સારી વાત કરી છે. આ એક વાત કરી છે. અને બીજી વાત કરી છે આત્મજોગની વાત કરી છે. તથારૂપ જોગને પામીને. કોઈ પણ તથા રૂપ જોગને પામીને. એ જોગને આત્મજોગ શબ્દ કહ્યો છે. નીચે ત્રણ જગ્યાએ એ શબ્દ વાપર્યો છે. એક લીટી છોડીને પછી ત્રણ વખત એ શબ્દને વાપર્યો છે. જોગ એટલે યોગ. યોગ એટલે યોગ્યતા અહીંયાં એમ કહેવું છે. યોગ્યતા
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮
એટલે પાત્રતા. તથારૂપ પાત્રતા.
જો કોઈપણ એવી સુપાત્રતાને પ્રાપ્ત કરીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.’ મોક્ષની નજીક આવી ગયો એમ કહે છે. આ વચન છે એ બહુ માર્મિક વચન એમણે આ જગ્યાએ ‘શ્રીમદ્જીએ કહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાય સારી રીતે કરનારા જીવોને એક વાતની પોતાને ખામી લાગે છે કે આપણે તો જ્ઞાની નથી. આ બધું વાંચીએ છીએ, વિચારીએ છીએ પણ આત્મજ્ઞાન નથી ત્યાં શું થાય ? આત્મજ્ઞાન નથી એટલે આપણું કોઈ આત્મશ્રેય થતું નથી. કરવું શું ? વાંચ્યું, સાંભળ્યું, જાણ્યું, વિચાર્યું અને એમાં પણ થાક લાગે એટલે પ્રવૃત્તિ બદલે. બીજો એમાં ઉપાય પણ નથી. અને છતાં પણ આ સિવાય બીજું નિમિત્ત નથી, તત્ત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી. માટે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ પોતે ચાલુ રાખે છે. પણ એક વાતની પોતાને અંદરમાં ખામી દેખાય છે કે આપણને જ્ઞાન નથી થયું એનું શું કરવું ? આત્મજ્ઞાન નથી થયું એનું શું કરવું ? આત્મજ્ઞાન વગર તો કાંઈ મોક્ષમાર્ગમાં આગળ વધાતું નથી. એના માટે અહીંયાં રસ્તો ખુલ્લો કર્યો છે.
રાજહૃદય ભાગ-૧૧
આત્મજ્ઞાન ન હોય તોપણ સત્પાત્રતા છે ? યોગ્યતા છે ? હવે જો પાત્રતા પણ ન ? હોય તો પછી કોઈ આશા રાખવી નકામી છે. જે પાત્ર નથી એ કાં તો અપાત્ર છે અને કાં તો કુપાત્ર છે. કાં તો સત્પાત્રતા છે, નહિતર અપાત્રતા છે અથવા કુપાત્રતા છે. તો અપાત્ર અને કુપાત્રમાં તો વસ્તુ આવવાની નથી. પાત્રમાં વસ્તુ આવવાની છે. આત્મજ્ઞાનરૂપી વસ્તુ છે એ કાં આવશે ? પાત્રતામાં આવશે. તો પાત્રતામાં આગળ વધ. અને પાત્રતા પ્રાપ્ત કરવા માટે કોઈ શરત નથી. આત્મજ્ઞાન માટે શરત છે કે એને નિર્ણય થવો જોઈએ. નિર્ણય માટે શરત છે કે એને સત્પાત્રતા હોવી જોઈએ પણ સત્પાત્રતા માટે કોઈ શરત નથી. ફક્ત પોતાને સુખી થવું છે. દુઃખથી છૂટવું છે, અશાંતિ ન જોઈએ અને આત્મિક શાંતિ જોઈએ. આના માટે એની પોતાની ચાહના તૈયા૨ ક૨વી. ગમે ત્યારે થાય એટલે એ જ વખતે પાત્રતા શરૂ થાય છે. એના માટે કોઈ પ્રક્રિયા નહિ, કોઈ દાન નહિ, કોઈ દયા નહિ, કોઈ બીજું નહિ, કોઈ ત્રીજું નહિ, કોઈ ક્રિયા, કોઈ સાધનની કાંઈ જરૂ૨ નથી. ફક્ત પોતાને શાંતિની યાચના થવી જોઈએ, શાંતિની રુચિ થવી જોઈએ, સુખની રુચિ થવી જોઈએ. આટલી વાત છે કે મારે આત્મા જોઈએ. આત્મામાંથી મારે આત્મશાંતિ જોઈએ. આ સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. પાછું આ પણ જોઈએ અને આ પણ જોઈએ બે વાત નહિ ચાલે. તો બેમાંથી એકપણ નહિ મળે.
Page #316
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૨૯૯ બીજુતો અમસ્તુય મળતું નથી.
એટલે તથારૂપ એટલે યથાયોગ્ય. જો કોઈપણ તથારૂપ યોગને પામીને એટલે યથાર્થ પાત્રતાને પ્રાપ્ત કરીને બહારમાં પછી એના નિમિત્ત છે એ જ્ઞાનીપુરુષ છે, સપુરુષ છે એ બહારની અંદર એને તથારૂપ જોગ કહેવામાં આવે છે કે જે એની સપાત્રતાને અનુરૂપ યોગ છે. યોગના બે અર્થ થાય છે. એક સંયોગ અને એક પોતાની પાત્રતા. બહારમાં પુરુષનો યોગ થાય તોપણ પાત્રતા હોય તો કામનું છે. નહિતર પાત્રતા ન હોય તો એ યોગ અયોગ બધું સરખું છે. એમાં કાંઈ ફેર પડવાનો નથી.
એટલે જો કોઈ પણ તથારૂપ યોગને પામીને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો...” અંતર્ભેદજાગૃતિ એટલે કે અંતર ભેદાય. અંતર ભેદ એટલે જેનું અંતર ભેદાય. જીવને એક પરિણતિ થઈ ગઈ છે. જે મિથ્યાત્વ અજ્ઞાન સહિતની જે પરિણતિ છે એ પરિણતિ અંતરંગમાં તૂટી જવી જોઈએ, છૂટી જવી જોઈએ. આમાંથીઅંતર્ભેદજાગૃતિમાંથી તો બેત્રણ અર્થ નીકળે છે. એક તો મિથ્યાત્વની ગ્રંથી છેદાય એને પણ અંતર્ભેદજાગૃતિ થઈ કહેવામાં આવે છે, જે ગ્રંથિ છેદાતા એક ક્ષણની અંદર એને મોક્ષ હાથવેંતમાં લાગે છે. એને મોક્ષ જરાય દૂર લાગતો નથી. અરે.. ખરેખર તો મોક્ષની પરવા છૂટી જાય છે.
જેને દર્શનમોહની ગ્રંથી છેદાયને, ભેદાયને આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય છે એને મોક્ષની પરવા રહેતી નથી. મોક્ષ દૂર તો નથી એને. જોકે એને મોક્ષ અતિ સમીપ છે તોપણ એને મોક્ષની પરવા નથી થતી. કેમકે દ્રવ્યદૃષ્ટિ થઈ ગઈ. પર્યાયદૃષ્ટિ છૂટી ગઈ. એટલે એને મોક્ષની પરવા રહેતી નથી. જે પહેલા ધ્યેય બાંધ્યું હતું એની પરવા છૂટી જાય છે. જુઓ ! કેવા તબક્કામાં પ્રવેશ થાય છે? એવા તબક્કામાં પ્રવેશ થઈ જાય છે. અંતર્ભેદજાગૃતિની એવી એક ક્ષણ પણ આવે તો એને મોક્ષ વિશેષ દૂર નથી.
આપણે હમણા પાછળ જે ચર્ચામાં આવી ગયું એમાં તો ત્યાં સુધી લીધું કે ત્રણ પ્રકારના સમકિત થાય તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય. તો એ ત્રણ પ્રકારમાં તો ત્યાં સુધી વાત આવી, કે જો સપુરુષને ઓળખે અને પારમાર્થિક વિષય માટે એના પ્રત્યે એને વિશ્વાસ જાગે કે આ કહે છે તે ખરેખર સત્ય છે. આપ્તપુરુષની પ્રતીતિ, આપ્તપુરુષની પ્રતીતિપૂર્વક આજ્ઞારુચિ એ રૂપ સમ્યકત્વ (થાય તેને) વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થશે જ. આ તો હજી સમ્યગ્દર્શન પછી હજી એક Stage બાકી છે અને પછી આ ત્રીજી વાત છે. છતાં એના માટે પંદર ભવ લીધા. સત્પરુષની પ્રતીતિ આવી, ઓળખાણ આવી એને પંદર ભવથી વધારે નહિ એમ એમણે કહી દીધું. એનું કારણ
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૦
રાજય ભાગ-૧૧ શું ? કે એણે સત્ત્ને ઓળખ્યું છે. ભલે બાહ્ય સત્ છે તોપણ એણે સને ઓળખ્યું છે. જે પ્રગટ સત્ન ઓળખે એ અપ્રગટ સત્ને ઓળખ્યા વિના રહે નહિ એમ કહેવું છે. એ ઓળખી લેશે. એના માટે પંદર ભવ બાંધ્યા છે. એ વિષય ચર્ચામાં ચાલી ગયો.
મુમુક્ષુ :– સત્ને ઓળખાણની વ્યાખ્યા શું ?
?
પૂજ્ય ભાઈશ્રી :– ઓળખાણની વ્યાખ્યા બીજી કાંઈ નથી, ઓળખાણ જ છે. ઓળખાણની વ્યાખ્યા એ કે ભૂલો ન પડે તે. દાખલા તરીકે જે સોનાને ઓળખે છે એ પીત્તળના પૈસા આપે ખરો ? કોઈ ખોટો ચેઈન લઈને આવે. આ બજારમાં ફુટપાયરી ઉપર પાંચ-પાંચ રૂપિયાના મળે છે ને ? સોના જેવો (લાગે). સોનાનો ચેઈન પાંચ રૂપિયામાં, પાંચ રૂપિયામાં મળે ?પાંચ હજારમાં પણ ન મળે એટલું વજન હોય. તો પછી સોનું ઓળખતો હોય એ લઈ લે ? એના પાંચ હજાર આપી દે ? કોઈ આપે નહિ. ઓળખાણ એવી ચીજ છે. એની વ્યાખ્યા શું કહો ? હીરાને ઓળખે એ ખોટો હીરો ન લે. ખોટો લઈ લે ? પ્લાસ્ટીકનો લઈ લે ? આ વેચાય છે ને અત્યારે પ્લાસ્ટીકનો. અમેરિકન ડાયમંડ. કોઈ એવી રીતે લઈ લે ? એ તો બે-ચાર રૂપિયાની ચીજ છે. ભલે દાગીનામાં આ લોકો બસ્સો રૂપિયા લઈ લે નાખીને. પણ મૂળ તો બે-ચાર રૂપિયાની ચીજ હોય છે. કેમકે એ Plastic powder તો Weight ઉપર મળે છે. વજન ઉપર આવે. એનું શું વજન ? એક ગ્રામના વજનમાં માલ કેટલો જાય. એની બનાવટ–ફનાવટ કરીને બધું ગણો તો એ તો બે-ચાર રૂપિયાની ચીજ હોય છે. એટલો હીરો, જે ચાર રૂપિયામાં, બેચાર રૂપિયામાં એને પડતું હોય એટલો જો સાચો હોય તો બે-ચાર લાખ રૂપિયા એમાં લાગી જાય. એક દાણાના બે-ચાર લાખ લાગી જાય. એક ગ્રામનો હીરો હોય તો. આમાં ઓળખાણની અંદર આટલો બધો ફેર છે. ઓળખાણને શું કહેવું ? ઓળખી શકે. પછી ગમે તે વેષમાં હોય તો એને ઓળખી શકે. ઓળખાણ એ ઓળખાણ છે.
મુમુક્ષુ :– આપણે આ વાત લીધી કે તથારૂપ પાત્રતા ત્યાં પ્રગટ થઈ એટલા માટે પંદર ભવ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એટલા માટે પંદર ભવ છે.
મુમુક્ષુ :– રહસ્ય તો આ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા.
‘કોઈ પણ તથારૂપ જોગને પામીને...’ એટલે એવી સત્પાત્રતામાં જીવ આવે તો એને મોક્ષ કાંઈ દૂર નથી. હવે એ પાત્રતામાં મોક્ષ કાંઈ દૂર નથી. એ તો એમણે કહ્યું, કહેનારે કહ્યું. પાત્રતાવાળાને એમ લાગે છે. એ એની નિશાની છે. ‘ગુરુદેવ’ કહેતા ને કે
Page #318
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૦૧
આ એવી વાત છે કે જેને સાંભળતા અંદ૨માંથી જીવને મોક્ષના ભણકારા વાગે, તમે તો સાંભળ્યું હશે. પહેલા એ વ્યાખ્યાનમાં બહુ આવતું હતું, શરૂ શરૂમાં. આપણા પ્રવેશ પહેલાની વાત છે. એવી વાત છે. એ પાત્રતામાં પણ એ વાત છે. કે જ્યારે જીવને સત્પાત્રતા આવે છે, ત્યારે એને એમ પણ લાગે છે કે આ માર્ગ સુગમ છે, સ૨ળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે. એ વાત એમણે બહુ શરૂમાં લીધી છે ને ?
મુમુક્ષુઃ- ૨૦૭, ૨૧૧, ૨૧૮. ૨૭૩ પાને પહેલી લીટી.
પૂજ્ય ભાઈશ્રી :– ૨૭૩. પત્રાંક-૨૧૮. એ ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. પહેલું જ વચન છે.
“સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.’ આ સત્પાત્રતામાં પહેલુંવહેલું લાગે છે. એને પોતાને એવું ભાસે છે કે “સત્’ સત્ છે, સ૨ળ છે, સુગમ છે,..’ અને કોઈ પણ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં મને એની પ્રાપ્તિ સંભવિત છે. અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તો જ હું સત્ની પ્રાપ્તિ કરી શકું અને નહિતર ન કરી શકું, એ (વાત) પાત્રતાવાળાને નથી. આ પાત્રતામાંથી નીકળેલી વાત છે. ૨૪મું વર્ષ ચાલે છે ને ? ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે.
મુમુક્ષુ :– ૨૦૭ પત્રમાં કહે છે કે સત્ત્ને બતાવનાર જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. પણ અહીંયાં તો શું લેવું છે કે પાત્રતા હોય એને સત્ બતાવવાળા સત્પુરુષની ઓળખાણ થાય. પણ એને પોતાને અંદરથી એમ ભાસે છે કે આ માર્ગ સરળ છે, સુગમ છે અને મારા કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય સર્વત્ર હું એની પ્રાપ્તિ કરી શકું. એવું આ સુગમ અને સરળ છે. એ સત્પાત્રતાનું લક્ષણ છે. એવું જો પોતાને ભાસે તો. જ્યાં સુધી એને કઠણ છે એવું લાગે, ત્યાં સુધી પાત્રતા જે પ્રકારે આવવી જોઈએ એ પ્રકારે હજી આવી નથી એમ સમજવા યોગ્ય છે. કેમકે અરુચિએ કઠણ છે. પાત્રતાવાળાને રુચિ થઈ છે એટલે અરુચિએ કઠણ લાગે છે અને રુચિએ સુગમ લાગે છે. બસ. આ રુચિની પ્રધાનતાથી એ જ વાત છે. રુચિ કહો પાત્રતા કહો બધું સાથે હોય છે.
મુમુક્ષુ :– ૨૧૧ પત્રમાં ‘અંબાલાલભાઈ’ ૫૨ એવો જ ખુલાસો...
=
પૂજ્ય ભાઈશ્રી ઃ– પત્ર-૨૧૧, નીચે છે. “સત્' જે કંઈ છે, તે સત્’ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ?” વિશેષ અંધકારમાં ઊભો છે એને એ વાત કઠણ લાગે છે. પણ એ છે એ સ૨ળ અને સુગમ. મથાળું એ બાંધ્યું છે. “સત્’ એ કાંઈ દૂર નથી, પણ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
રાજહૃદય ભાગ-૧૧ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. તીવ્ર દર્શનમોહના કારણે જીવને એ દૂર લાગે છે. દર્શનમોહ જેનો મંદ થાય છે, રસદર્શનમોહનો ઘટે છે એને રુચિ તીવ્ર થાય છે એટલે એને કાંઈ એ દૂર લાગતું નથી. એમાં એને દૂર નથી લાગતું. એ આગળ બધું લખતા ગયા છે.
અહીંયાં એક શબ્દ વાપર્યો છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને...” એટલે. કોઈપણ એવી યોગ્યતાને પામીને, સપાત્રતારૂપીયોગ્યતાને પામીને “જીવને એક ક્ષણ, પણ અંતર્ભેદજાગૃતિ થાય... આત્મા અંદરથી જાગૃત થાય. લ્યો. યોગ્યતા આવતા આત્મા અંદરથી જાગૃત થાય. શેના માટે જાગૃત થાય? મારે મારું આત્મહિત કરવું છે. હવે મારે મારા આત્માનું અહિત કરવું નથી. અથવા અત્યાર સુધી અનંત જન્મ-મરણ કરવાનું કારણ પણ મારું જ છે. અનંત જન્મ-મરણ કરીને હું દુઃખી થયો. હવે દુઃખી નથી થવું. એવી પોતાના આત્માની જેને કરૂણા આવે છે.
એ વાત પણ એમણે ર૩-૨૪મા વર્ષમાં બે જગ્યાએ કરી છે કે અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની જેને કરુણા આવે છે, એ જીવ આ સ્વરૂપ પ્રાપ્તિનો અધિકારી થાય છે. અધિકારી” શબ્દ ત્યાં લીધો છે. એ આત્મજ્ઞાનનો અધિકારી થાય છે, એ સમ્યગ્દર્શનનો અધિકારી થાય છે. એ પણ પાત્રતાના લક્ષણોમાં છે. પાત્રતાના લક્ષણની તો વાત આપણે આમાં લઈ લીધી છે. બીજું કાંઈ શોધ મા' એ નામનું જે પુસ્તક છે એના ઉપોદ્દઘાતમાં એ વાત લીધી છે. પાત્રતાની ઘણી વાત લીધી છે.
તેને મોક્ષ વિશેષ દૂર નથી.” જે મોક્ષ માટે પહેલા એમ લાગે છે કે આ તો બહુ મોટી વાત છે. આપણું કામ છે? આ તો ત્યાગી હોય,યોગી હોય, બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા હોય એને મોક્ષ મળે. અહીંયાં પાત્રતામાં એમ કહે છે કે પાત્રતા હોય ત્યારે એને એમ લાગે કે હવે મને મોક્ષ કાંઈ દૂર નથી. જુઓ ! કયાંનું ક્યાં ! સમ્યગ્દષ્ટિને તો લાગે જ એમાં કાંઈ સવાલનથી.
સોગાનીજીએ એક પત્રમાં લખ્યું છે. ગુરુદેવને ઉદ્દેશીને લખ્યું છે, કે મોક્ષની વાત પહેલીવહેલી જ્યારે મેં સાંભળી એટલે શરૂઆતમાં ત્યારે તો બહુ ભારે લાગતું હતું કે આ બહુ ઊંચી, બહુ ભારે વાત છે. પણ આપનો સ્પર્શ થતાં-આપની વાણીનો સ્પર્શ થતાં. એમ લખ્યું છે, જોયું પહેલુંવહેલું સાંભળતા એને ચોંટ લાગી છે ને ? એટલે આપની વાણીનો સ્પર્શ થતાં જાણે કાંઈ નથી એવું લાગે છે. મોક્ષ આટલો બધો સરળ અને સુગમ છે એમ લાગી ગયું. અને પરિણામ તો ભગવાન હું ભગવાન હું. નું રટણ કરવા લાગી ગયા. આ તમારી વાણી કેવી છે એમ કરીને એક પત્રની અંદર એ વાત
Page #320
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૦૩ નાખી છે. એનો અર્થ શું છે? કે એકદમ નજીક આવી ગયા. શાસ્ત્રની અંદર મોક્ષ માટે આમ કરવું જોઈએ, અનંત પુરુષાર્થ કરવો જોઈએ અને ફલાણું કરવું જોઈએ, આ બધું છોડવું જોઈએ એવું બધું પહેલા વાંચ્યું હોય એમ લાગે કે આપણું કામ નથી અત્યારે.
જ્યાં “ગુરુદેવની વાણીનો સ્પર્શ થયો તો કહે બસ, મોક્ષની પરવા નથી. હવે મને મોક્ષની પણ પરવા નથી. સીધા ત્યાં આવી ગયા. યોગ્યતા ઉપર આ પત્રની અંદર બહુ સારો નિર્દેશ કર્યો છે.
મુમુક્ષુ - મુમુક્ષુપણામાં ધ્યેય બાંધ્યું મોક્ષનું અને સમ્યગ્દર્શન થયા પછી ધ્યેય છૂટી ગયું?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ, ધ્યેય છૂટ્યું નથી. પણ ધ્યેયની જે દરકાર છે એમાં ફેર પડી ગયો. આમાં શું છે કે અનાદિનું પર્યાય ઉપર વજન છે. એ જ સ્થિતિમાં વજનનો વિષય બદલાય છે. એને પહેલું વહેલું પૂર્ણશુદ્ધિ ઉપર એનું વજન જાય છે. જેમ અનાદિથી જીવને પોતાના આરંભ પરિગ્રહ અને અનુકૂળતાઓના સંયોગ ઉપર વજન છે. સંયોગ ઉપરના વજનમાં ક્યાં પલ્ટો મારે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રઉપર વયો જાય છે. એટલે પોતે જે આરંભ પરિગ્રહથી ભેગું કર્યું એનું સમર્પણ પણ ત્યાં કરવા માંડે છે. પછી જો કોઈ સપુરુષ, સદ્ગુરુમળી જાય છે તો એનું સર્વોત્કૃષ્ટપણું લાગે છે, સર્વસ્વ લાગે છે એટલે સંયોગમાં અને સંયોગમાં આટલો ફેર પડે છે. એમ પર્યાય ઉપરના વજનમાં અને પર્યાય ઉપરના વજનમાં પહેલોવહેલો ફેર શું પડે છે કે મારે પૂર્ણ શુદ્ધિ જોઈએ. પૂર્ણતાનું લક્ષ થાય છે. એના ગર્ભમાં આ સ્વભાવની શોધ રહેલી છે. એ જ્યાં સ્વભાવની શોધમાં જઈને સ્વભાવને શોધે છે ત્યારે એનું વજન ફરે છે. લક્ષ નથી ફરતું પણ વજન ફરે છે. નહિતરમુનિદશામાં પણ હું પામર છું એ વાત ક્યાંથી આવે?
મુનિ કહે-સાતમે ગુણસ્થાને કેવળજ્ઞાનની તળેટીમાં ઊભા છે એ હું પામર છું એ કિયાંથી લાવે છે? કે એને કેવળજ્ઞાનીની દશા સામે દેખાય છે. ભગવાનની સ્તુતિ કરતાં કરતાં કહે છે કે હું તો આપની પાસે પામર છું. એમ તીર્થંકરદેવને જોવે છે ત્યાં પોતાની પામરતા દેખાય છે. એટલે એ ખ્યાલમાં રહે છે. ભલે ગૌણ થઈ જાય છે અને ત્રિકાળી સ્વભાવ મુખ્ય થઈ જાય છે. અને દુનિયામાં એક વાત એવી છે કે જેની પાસે સો રૂપિયા એ મોટી વાત હોય એને હજાર આવે ત્યારે સો નાના થઈ જાય અને દસ હજાર આવે ત્યારે હજાર નાના થઈ જાય અને લાખ મળે ત્યારે દસ હજાર નાના લાગે. એ તો સીધી જ વાત છે. એમ અનંત કેવળજ્ઞાનનો કંદ પોતે છે એમ જ્યાં પત્તો લાગે ત્યારે એને કેવળજ્ઞાનનાનું લાગે. એતો સીધી સાદી વાત છે. એ રીતે. અહીં સુધી રાખીએ).
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૧
તા. ર૭-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૯
પ્રવચન નં. ૨૬૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૯ચાલે છે. પાનું-૪૫૧.
કોઈ પણ તથા રૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કોઈ પણ તથારૂપ યોગને પામીને. અંતર અને બાહ્ય બે પ્રકારના યોગ છે. નિમિત્તપણે બાહ્યયોગ સપુરુષનો છે. ઉપાદાનપણે પોતાની યોગ્યતારૂપ પર્યાયનો યોગ થવો. યોગ થવો એટલે પ્રાપ્તિ થવી. એવો કોઈ યથાયોગ્ય પોતાનો પર્યાય થાય અને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ જો આવે તો એને મોક્ષ ઘણો સમીપ છે. દૂર નથી એટલે ઘણો સમીપ છે.
ભગવાન કુંદકુંદાચાર્ય શાસ્ત્રમાં એમ કહે છે, કે મોક્ષમાર્ગમાં મોક્ષ માટે તો જે નિગ્રંથ ચારિત્ર છે એ એક જ એના સમીપનું કારણ છે. એ સિવાય મોક્ષની પ્રાપ્તિકોઈને થતી નથી. પણ તું એટલું ન કરી શકે તો એક સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ કર, શ્રદ્ધા તો કર. આચરણમાં ન આવી શકે તો શ્રદ્ધા તો કર. તારે નાસીપાસ થવાની જરૂર નથી, શ્રદ્ધા કરીશ તોપણ તું મોક્ષ સુધી પહોંચી જઈશ. અહીંયાં એથી એક વધારે આશાસ્પદ વાત કરે છે, કે તને સમ્યગ્દર્શન ન થાય તો પણ કાંઈ, આ કોઈ મારા અપૂર્વહિતની વાત છે, મારા કોઈ પરમહિતની વાત છે, એવા પ્રકારે કોઈ તને અંદરમાં ચોંટ લાગે છે ? અને તારું અંતઃકરણ ભેદાય છે? ... લાગ્યું છે. એવી રીતે પરમહિતની વાત સમજતા કોઈ અંતઃકરણમાં એને ચોંટ લાગે છે? તો તને મોક્ષ વિશેષ દૂર નથી જા. કેટલી આશાસ્પદ વાત કરે છે. ફક્ત એ ચોંટ લાગે, અંતઃકરણ સુધી એ વાત સ્પર્શે, એટલી યોગ્યતામાં આવવાની જરૂર છે. એટલી પણ જો યોગ્યતા ન હોય તો પછી અનાદિથી જે ઉપર ઉપરથી ધર્મના સાધનો કર્યા છે એમાં તો તેં કાંઈ બાકી રાખ્યું નથી. જેને દુર્ધરમાં દુર્ધર તપ કહીએ એ પણ કર્યા છે. અંગ-પૂર્વના સ્વાધ્યાય કર્યા છે, સાક્ષાત્ તીર્થકરની પ્રત્યક્ષ સમવસરણમાં જઈને પૂજા-ભક્તિ પણ કરી છે. એટલે એ તો બાહ્ય સાધન બધા થઈ ચૂક્યા છે પણ એ બધા ઉપર ઉપરથી થયા છે. કોઈ અંતઃકરણથી વાત થઈ નથી. એક માર્મિક વાત કરી છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પત્રાંક-૫૬૯
મુમુક્ષુ-એટલા દુર્ધરતપ કર્યા પણ ભાવનામાં નથી આવ્યો?
પૂજ્ય ભાઈશ્રી:- એમાં એવું છે કે બે પ્રકારે થાય છે. જે કોઈ અંતઃકરણથી એ કરે છે. શુદ્ધ અંતઃકરણથી અને ભાવનાથી-શુદ્ધ ભાવનાથી કરે છે એ તો પાર પામી જ જાય છે. એ તો એટલું ન કરે તો પણ પાર પામી જાય છે. એટલું કરે એને તો ક્યાં વાત જ રહી? અને એ વગર પણ જીવો કરે છે. અત્યારે આ જીવ અહીંયાં છે એ એમ સાબિત કરે છે કે અત્યાર સુધી એ બધું કર્યું છે પણ ઉપર ઉપરથી કર્યું છે. એટલી વાત નક્કી થઈ જાય છે. નક્કી કરવાની જરૂર નથી. કેમકે અત્યારે (આ) જીવનમાં ઉપર ઉપરથી ચાલ્યો છે કે નહિ ? અત્યારે ચોંટ લાગી એ બીજી વાત છે. પણ એ પહેલાનો ભૂતકાળ જોઈએ તો અત્યારે જેટલા ભૂતકાળમાં ધર્મસાધન કર્યા, ધર્મના ક્ષેત્રમાં ગયો છે, કુળ ધર્મે પણ ગયો છે કે નહિ? ઉપર ઉપરથી કર્યા છે એ વાત નક્કી થાય છે. વર્તમાન ભવ તો યાદદાસ્તમાં છે. બીજો ભવ યાદદાસ્તમાં નથી. એમ જ કર્યું છે.
એટલે અહીંયાં એ વાત કરી છે કે કોઈપણ એવી યોગ્યતાને પામીને જીવ જો અંતર્ભેદજાગૃતિમાં આવે તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ સમ્યગ્દર્શન ન થાય તો પણ યોગ્યતા પામે. યોગ્યતામાં તો આવ એમ કહે છે. પાત્રતામાં તો આવ. આ પાત્રતા છે એ તને છેક મોક્ષ સુધી લઈ જશે. સમ્યગ્દર્શન સુધી નહિ પણ મોક્ષ સુધી લઈ જશે. એતારું ધ્યેય છે ત્યાં સુધી લઈ જશે. | મુમુક્ષુ - માતાજી કહે છે, થોડા માટે અટક્યો એ અંતર્ભેદજાગૃતિ માટે અટક્યો છે?
પૂજ્ય ભાઈશ્રી – હા, એ થોડા માટે અટક્યો છે. અંતર્ભેદજાગૃતિ આવી નહિ). છેવટે થોડો પુરુષાર્થ શરૂ કરે છે તોપણ એ પુરુષાર્થની અલ્પતાને લઈને અટકયો છે એમ ત્યાં સુધી વાત લીધી છે. પણ યથાર્થ પ્રકારે પોતાનું ધ્યેય બાંધીને એ અનુસાર જે ઉપાડ આવવો જોઈએ એ રીતે ઉપાડ નથી આવ્યો. એટલે પછી આગળ વધવાની અંદર ક્યાંયને ક્યાંય ગડબડ થઈ અને વળી પાછો પાછો ચાલ્યો. આ તો જીવ શું થાય છે કે થોડોક આગળ વધે છે તેથી વધારે એ પાછો જાય છે. આમ ને આમ એનું સંસાર ચક્કર છે એ ચાલુ ને ચાલુ રહે છે.
મુમુક્ષુ -પ્રકારમાં ભૂલ છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. પ્રકારમાં ફેર છે. ચોક્કસ ફેર છે. જે નિયત પ્રકાર છે, ચોક્કસ પ્રકાર છે એ પ્રકારમાં આવે તો એમાંથી પાછા ફરવાનું નહિ થાય. નહિતર પાછા ફરવાનું થાય છે. કેમકે પ્રકાર જખોટો છે. ક્યાંકને ક્યાંક તો એ અટવાવાનો અને
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
અટકાય જ જવાનો. એ આત્મજોગ છે એની વાત અહીંયાં વિશેષ કરી છે.
અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે.' આત્મસ્વરૂપને છોડીને જેટલા કોઈ પરિણામ છે તે બધા અન્ય પરિણામ છે. એ પરિણામમાં તન્મય થઈને તાદાત્મ્યવૃત્તિએ, મન દઈને, એકત્વ પામીને, અભેદ ભાવે, એ બધા એકાર્થ છે, જેટલી વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલો પોતે મોક્ષથી દૂર છે.
જો કોઈ આત્મજોગ બને...' એટલે જો કોઈ રીતે આ જીવને પાત્રતા આવે, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે.’ અમુક શૈલી એવી સુંદર કરી છે એમણે કે તું મનુષ્ય તો થયો છો. હવે એ મનુષ્યપણામાં સમ્યગ્દર્શન ન પ્રાપ્ત થાય તોપણ તું આવી પાત્રતામાં આવી જા, તોપણ આ મનુષ્યપણું તારું સફળ છે. એની કિંમત કોઈ રીતે ન થાય એવું છે. અને નહિતર આ મનુષ્યપણું છે એ ભવવૃદ્ધિનું કારણ થશે અથવા એક ફૂટી કોડી જેટલી પણ એની કિંમત નથી.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– ૧૬ વર્ષની ઉંમરે એમણે પોકાર કર્યો, “બહુ પુણ્ય કેરા પૂંજથી...'.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૧૬ વર્ષની ઉંમરે. કેટલી અંતર્ભેદજાગૃતિ છે ! કેટલી જાગૃતિ છે !
મનુષ્યપણાનું કેટલું મૂલ્ય છે ! કે જો કોઈ જીવ યથાર્થ પાત્રતામાં આવે ‘તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે.' એની કોઈ Term નથી. કોઈ સામે બરાબરીમાં ચીજ નથી કે એની સાથે એની કિંમત કરી શકે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી...' આત્મયોગ, આત્મયોગ શબ્દ પણ મળે છે. આવી પાત્રતા મનુષ્યભવ સિવાય લગભગ ઉત્પન્ન થતી નથી. એટલે કે બીજા ભવમાં તો સંસ્કાર લઈને ગયો હોય તો જુદી વાત છે, પહેલા પાત્રતા થઈ ગઈ હોય. સંસ્કાર તો પાત્રતા વગર આવતા નથી. તો એ પણ મનુષ્યભવમાં જ લગભગ થઈ હોય છે. બાકી તિર્યંચ, નારકી અને દેવલોકમાં નવી પાત્રતા થવાનો સંભવ નથી. સમ્યગ્દર્શન અને આગળની વાત તો છે જ નહિ પણ પાત્રતાની પણ ત્યાં પરિસ્થિતિ નથી. આ એક મનુષ્યદેહ એવો છે કે જે પાત્રતામાં આવે અને પાત્રતામાં આવે તો આગળની વાત બધી સુગમ અને સરળ છે. વાત ત્યાં સુધી કઠણ છે કે જ્યાં સુધી આ જીવને પાત્રતા આવી નથી ત્યાં સુધી. પાત્રતામાં આવ્યા પછી બધું સુગમ અને સ૨ળ થાય છે.
પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી...' કે બસ, મારે હવે હિત કરવું જ છે. આત્મહિત કર્યા વિના આ ભવને એમ ને એમ ભવભ્રમણ ચાલુ રહે એવી પરિસ્થિતિમાં પૂરો કરવો નથી, વ્યતીત કરવો નથી,
Page #324
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
309 જાવા દેવો નથી. જેમ માણસને તક આવી હોય તો છોડવી નથી. એવી એને એક વિચારની દઢતા, નિર્ણયની દઢતા પણ આવવી ઘટે છે.
મુમુક્ષુ -અમને કાંઈ આવડતું નથી.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. જરૂર પડે છે ત્યાં બધું આવડે છે. જ્યાં જરૂરિયાત દેખાય છે ત્યાં બધું શીખી લે છે અને બધી આવડત આવી જાય છે. કોઈ શીખીને જન્મ્યો છે કે જન્મીને શીખ્યો છે? એ કહો જોઈ. જેટલા વ્યવસાય કરે છે એ શીખીને આવ્યો છે? બધું અહીં આવીને શીખ્યો છે. પછી જે વ્યવસાય કર્યો હોય તે. એ વિચારી લે, તપાસી લે પોતે જે વ્યવસાય કરતો હોય એને. કેમકે જરૂરિયાત લાગી. આમાં જરૂરિયાત લાગે તો કાંઈ નહિ આવડવાનો પ્રશ્ન રહેતો નથી. એક રુચિમાં જરૂરિયાત લાગે તો એને બધું સહેલાઈથી સમજાય.મોટી વાત એ છે.
ઘણા એમ કહે છે, કે ભાઈ! આ બધું અઘરું પડે છે. પહેલા તો શબ્દો અજાણ્યા પડે છે. કેટલાક શબ્દની જ આમાં તો સમજણ પડતી નથી. નવું નવું લાગે છે. ભાઈ ! રુચિ હોય તો કાંઈ સમજવામાં અઘરું પડતું નથી. રુચિવાળાને બધું સહેલું લાગે છે, સૂઝવા માંડે છે, કે આમ મારા હિતની વાત કરે છે, આમ મારા હિતની વાત કરે છે, આ રીતે મારા હિતની વાત કરે છે. અને ક્યાં કોકની વાત કરે છે. જગતમાં તો હજી બીજા પદાર્થની કળા શીખવાની હોય છે.
અહીંયાં તો પોતાના ભાવ અને પોતાનું સ્વરૂપ છે. આમાં તો પોતાને અનુભવગોચર છે એ બધી વાત કરે છે. જે ભાવો, જે સ્વભાવ, જે વિભાવ બધું અનુભવગોચર થાય છે એ તો કહે છે. તારે અંતરમાં મેળવણી કરવાની છે. તરત સમજાવા માંડશે, નહિ સમજાય એવું કાંઈ નથી.
પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી. એટલે પાત્રતા આવતી નથી. એમ જાણી, અત્યંત નિશ્ચય કરી,” જુઓ! એમ જાણવું અને જાણવા ઉપરાંત અત્યંત નિશ્ચય કરીને. આ વિચારબળ છે. “આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. બે લીટીમાં ત્રણ વખત “આત્મજોગ” શબ્દ વાપર્યો છે. એમ નિશ્ચય કરીને આ દેહમાં જ પાત્રતા-સુપાત્રતા ઉત્પન્ન કરવી ઘટે છે અને સુપાત્રતાથી વિરુદ્ધ જે કોઈ પરિણામ હોય તે અત્યંત નિશ્ચય કરીને છોડવા ઘટે છે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે.” આ જીવને અન્ય પદાર્થ સાથેનો જે સંબંધ છે અને અહીંયાં અન્ય પરિચય કહ્યો છે. આ શરીર મારું છે. સાજું, નરવું રહે તો સારું. બાકી જેટલો જેટલો ઉદયની સાથે જીવ,
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
રાજહૃદય ભાગ-૧૧ અજીવ, સચેત, અચેત પદાર્થો સાથે જે કાંઈ સંબંધ છે એનો પોતાપણે પરિચય છે. પરિચય એટલે પોતાપણે મારો ઉદય છે, મારા છે એ પ્રકારે જે ભાવ છે એ બધી અન્ય પરિચય છે. પાત્રતામાં પણ એ જ એને બાધક કારણ છે. એટલે એને વિચારની નિર્મળતાએ કરીને એટલે શુદ્ધ અંત:કરણથી એ પરિણામ મને નુકસાનકારક છે, મારા પરમ હિતને રોકનારા છે. આવું શુદ્ધ અંત:કરણથી વિચારીને એ પરિણામથી એણે પાછા વળવું ઘટે છે. આ પરિણામ હવે મારે ન જોઈએ, આ પરિણામને હું ઇચ્છતો નથી. આ પરિણામને હું ચાહતો નથી. જે પરિણામને પોતે ન ચાહતે પરિણામ નિરાધાર થયા થકા કોઈ રીતે ટકી શકતા નથી. જ્યાં સુધી જીવ એ પરિણામને ઇચ્છે છે ત્યાં સુધી જ એ વારંવાર આવે છે. બાકી જો ખરેખર વિચારની નિર્મળતાએ કરીને તેને પરિણામોથી આ જીવ પાછો વળે તો એ પરિણામ કાંઈ એનો કેડોન મૂકે કે એનો છેડોન ફાટે એવું કાંઈ છે નહિ. એ નિરાધાર થયા થકા રહી શકવાના નથી અને રહેવાના પણ નથી.
મુમુક્ષુ-વિચારની નિર્મળતા એટલે પાત્રતા? પૂજ્ય ભાઈશ્રી:-પાત્રતા લીધી અને વિચારની નિર્મળતા એટલે શુદ્ધ અંતઃકરણ છે. ક્યાંય ખૂણેખાંચરે મેલપ નહિ. ચોખ્ખો શુદ્ધ અભિપ્રાય, કે બસ હવે આત્મહિત જ કરવું છે. આત્મહિત સિવાય મારે આ જીવનમાં હવે કાંઈ કર્તવ્ય રહેતું નથી. જે આત્મહિતને બાધાકારક હોય તે કોઈ પણ કિંમતથી મારે ન જોઈએ. અને આત્મહિત થતું હોય તો કોઈ પણ કિમતે કરી લેવું.
એક તુલના કરે કે સાતમી નારકીના જીવ જેટલી તો કિમત કોઈએ ચૂકવવાની નથી ને? સાતમી નારકીમાં જે પ્રતિકૂળતા છે એટલી પ્રતિકૂળતા તો કોઈએ અહીંયાં સહન કરવાની નથી ને? એટલી કિમત તો ચૂકવવાની નથી. હવે એના પ્રમાણમાં જો તારે કિંમત ચૂકવવાની તું પ્રતિકૂળતાની કે કાંઈ વિચાર કર તો તે એક બહુ સાધારણ મામુલી વાત છે, કે જેના ખાતર તું અટક્યો છો. બીજું કાંઈ નથી એમાં.
જે સંયોગોની ચિંતા જેના વિકલ્પ અને વિચારતને આવે છે, અવલોકનથી તપાસી લે જે કોનો કોના શેના શેના આવે છે? એમાં કોઈ મોટી અનુકૂળતા-પ્રતિકૂળતાની વાત નથી. અહીંયાં તો બહુ જ મધ્યમકક્ષાનું જીવન છે. નથી લાખો-કરોડો-અબજોના વેપાર, કે એથી મોટા લાભ-નુકસાનનો સવાલ થાય. નથી બીજી કોઈ લાંબી માથાકૂટ રાગ, દ્વેષ, વેરઝેર એવા મોટા કોઈ પ્રોબ્લેમ નથી કે હવે કોઈ ઘર લૂંટી જવાનું છે, લૂંટારા આવવાના છે, કોઈ ખૂન કરવા આવવાનું છે. એ કાંઈ પ્રશ્ન નથી. મામુલી વાત છે. બધી સાધારણ સંયોગોની વાત છે. એને એટલું બધું મૂલ્ય આપી દીધું છે કે પરિણામ ત્યાં ને ત્યાં, ત્યાં ને
Page #326
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૦૯ ત્યાં ચકરાવો ખાયા કરે છે. જેમ ફાટેલી ગોદડીનું મમત્વ છૂટે નહિ એવી એક મામુલી વાત છે. પરિણામ ત્યાં ને ત્યાં ચકરાવો ખાય છે.
એને કહે છે, કે ભાઈ! “વિચારની નિર્મળતાએ કરી... એટલે શુદ્ધ હૃદયથી તું એ પરિણામથી પાછો વળ, એ પરિચયથી પાછો વળ. તો સહજમાં હમણાં... જુઓ ! કેવો માર્ગ સુગમ છે ! “સહજમાં હમણાં જતને આત્મજોગ પ્રગટે. આ પાત્રતા તને હમણાં જ પ્રગટે. આ ચોથી વખત શબ્દ આવ્યો. અત્યારે તને પાત્રતા પ્રગટે. પાત્રતા પ્રગટવા માટે કોઈ ઉધાર (એટલે કે પછી ભવિષ્યમાં એનું ફળ આવશે એવી વાત નથી. અત્યારે જ પ્રગટે અને સહજમાત્રમાં જ પ્રગટશે, તત્ક્ષણ પ્રગટશે. કાંઈ બીજી કોઈ ક્રિયા લેવાદેવાની જરૂર નથી. ફક્ત તારા અંતઃકરણની શુદ્ધતા માંગીએ છીએ. જુઓ ! સપુરુષોએ માર્ગને કેટલો સરળ અને સુગમ કર્યો છે.
જો કે “અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે... તકલીફ શું? છે કે અસત્સંગના પ્રસંગો છે, ઉદયના જે પ્રસંગો છે એ તમામ પ્રસંગો બધા અસત્સંગના છે. એનો ઘેરાવો ઘણો છે. આ જીવને એમાં રસ આવે છે એટલે ઘેરાવો છે. આ જીવ ઉદાસ થાય તો એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખરી વાત તો એ છે કે પોતે હાથે કરીને એમાં રસ લે છે.
અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી...” અને એ અસત્સંગને કારણે અસત્સંગને સેવવાને કારણે પોતે પણ હીનસત્ત્વ થઈ ગયો છે. હીનસત્વ એટલે નમાલો જેને આપણે કહીએ. ચાલુ ભાષામાં શું કહીએ? આ માણસ સાવ નમાલો છે. કાંઈ કામ જ કરી શકતો નથી. એમ આત્મહિતનું કામ કરવા માટે જાણે નમાલો થઈ ગયો. અરે.રે.! અમે તો સાધારણ માણસ. હજી અમારા આટલા આટલા Problem છે, હજી અમારે આમ તકલીફ છે, કાંઈક શરીરની તકલીફ, કાંઈક સગાસંબંધીની તકલીફ, કાંઈ વેપારધંધાની તકલીફ, કાંઈ બીજી તકલીફ, કાંઈ ત્રીજી તકલીફ, કાંઈને કાંઈ કાંઈને કાંઈ ચાલ્યા જ કરે છે), આપણે રહ્યા સાધારણ માણસ. એવા નમાલાપણાનો અનુભવ કરે છે એ એનું અસત્સંગને લીધે ઉત્પન્ન થયેલું હીનસત્ત્વપણું છે.
મુમુક્ષુ - ધર્મપ્રભાવનાના કાર્યો કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી:- ધર્મપ્રભાવનાના કાર્યો સ્વરૂપની નિશ્ચય પ્રભાવના કર્યા પહેલા કરી શકાતા નથી અને થઈ શકતા નથી. ભાઈ વચમાં કાંઈક નાખી દયે છે. અમે તો ધર્મપ્રભાવનાના કાર્યો કરીએ છીએ. જ્ઞાનીપુરુષ એમ કહે છે, કે ભાઈ! તેં આત્માની નિશ્ચય પ્રભાવના કરી? જો આત્માની નિશ્ચય પ્રભાવના કરી હોય તો તું બીજાની
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
રાજહૃદય ભાગ-૧૧ પ્રભાવના કરી શકે. ડૂબતો બીજાને કેવી રીતે તારે ? એ ડૂબતો તો બીજાને પણ ડૂબાડશે. કોઈ એવો ઉદય હોય તો જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીની નિશ્રામાં પુરુષના ચરણમાં રહીને કોઈ પ્રવૃત્તિ માથે આવીને કરવી પડે તો કરવી નથી. પણ એનિશ્ચય પ્રભાવના થયા પહેલા કોઈ કરવી પડે એવા સંયોગો દેખાય કે શાસનની પ્રવૃત્તિ આપણા માથે આવે છે. તોપણ ભવભયથી ડરતા-ડરતા, મેં હજી મારી નિશ્ચય પ્રભાવના કરી નથી એ મને પહેલા કરવાની જરૂર છે, એ વાતની ખટક રાખીને ડરતાડરતા કરે તો બચે. નહિતર બચે જનહિ. નહિતર એપ્રભાવનાનું અહંપણું આવ્યા વિના રહે નહિ.મેં આમ કર્યું અને મેં આમ કર્યું.
મુમુક્ષુ-નરકની પ્રતિકૂળતાની સામે જે વર્તમાન પ્રતિકૂળતા છે એ તો જઘન્યમાં જઘન્ય નથી.
પૂજ્ય ભાઈશ્રી – અનંતમાં ભાગે પણ નથી. જઘન્યમાં જઘન્ય શું? અનંતમાં ભાગે પણ નથી. અહીંથી અનંતગણી ત્યાં પ્રતિકૂળતા છે.
મુમુક્ષુ-એ પણ વર્તમાનમાં નથી પણ એની કલ્પનાથી જ આ જીવ અટકે છે.
પૂજ્ય ભાઈશ્રી -ખાલી મહત્ત્વ આપી દે છે. જેને મહત્ત્વ આપવું ન જોઈએ એવા ઉદય પ્રસંગોને મહત્ત્વ આપી ધે છે. પોતાનો આખો આત્મા એમાં હોમી ક્યું છે. અને દૂર ચાલ્યો જાય છે. પોતાના સ્વરૂપના પ્રગટપણા કરવામાંથી એ ઘણો દૂર ચાલ્યો જાય છે. આ પરિસ્થિતિ થાય છે.
મુમુક્ષુ:-સમુદ્રના એકબિંદુ સમાન છે.
પૂજ્ય ભાઈશ્રી:-કાંઈ નથી, કાંઈ છે જ નહિ એમ સમજોને. જેને મુશ્કેલી કહે એ પણ મુશ્કેલી જ નથી. પણ કલ્પનાથી આ જીવ દુઃખી થાય છે. એ ખાલી કલ્પનાથી
થાય છે.
આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે... એ હીનસત્ત્વ તો થઈ ગયેલો જ છે. હવે ? એનાથી છૂટવા માટે, પુરુષાર્થની જાગૃતિમાં આવવા માટે અને એ અસત્સંગના પ્રસંગોથી નિવૃત્ત થવા અર્થે, જેમ બને તેમ એણે સત્સંગનો આશ્રય કરવા યોગ્ય છે. આ એક ઓછામાં ઓછી બુદ્ધિમાં નિર્ણય થઈ શકે એવી વાત છે, કે આ જીવે સત્સંગ કરવો આવશ્યક છે. જે જીવો સત્સંગ છોડે છે અથવા સત્સંગ પ્રાપ્ત હોવા છતાં સત્સંગથી દૂર રહે છે, એની સામાન્યબુદ્ધિ પણ આ વિષયમાં કામ કરતી નથી. ભલે બુદ્ધિશાળી ગમે તેટલા હોય છે. પણ આ ગ્રંથ વાંચ્યા પછી સારા
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૧
પત્રાંક-૫૬૯ બુદ્ધિશાળી માણસોએ એ વાત સ્વીકારી છે કે સત્સંગનું મહત્ત્વ જે આવવું જોઈએ એ અત્યાર સુધી આવ્યું નથી). બુદ્ધિશાળી માણસોએ આ એકરાર કરેલો છે. પછી આટલી લાંબીચોડી બુદ્ધિ કામની શું? કે કામની પણ) રખડવામાં. આટલી ખબર ન પડી?કે મારે પ્રથમમાં પ્રથમ મારી ભૂમિકામાં સત્સંગ જ હોવો જોઈએ, એ મારો નિર્ણય હોવો જોઈએ અને એ નિર્ણયની અંદર કાંઈ ફેરફાર કરવાનું કોઈપણ કારણ હોઈ શકે નહિ. બધા કારણ એથી હઠ છે. કેમકે મારા હિતનું પહેલું એ સાધન છે. એટલો પણ જે નિર્ણય નથી કરી શકતા એને પોતાની હિતબુદ્ધિ ઉપર મીંડું મૂકાઈ ગયું છે, શુન્ય થઈ ગયું છે એ.
મુમુક્ષુ - લૌકિકમાં ખ્યાલ આવે છે કે પ્રોફેસર બી.કોમ. ભણેલ છે. આ લાઈન... કોમર્સનો જાણકાર...
પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં Science નો વિદ્યાર્થી હોય તો Science ની કોલેજમાં જાય, Arts નો વિદ્યાર્થી હોય તો Arts ની કોલેજમાં જાય. ત્યાં તો બધું પહેલેથી જ નિશાળમાં ભણતો હોય ત્યાંથી વિચાર કરે. કયો વિષય આને વધારે ફાવે છે અને કઈ કોલેજમાં આને જાવાનું છે.
મુમુક્ષ –એવી બુદ્ધિ તો ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી :- કેમકે જરૂરિયાત દેખાણી છે, કેમકે જરૂરિયાત દેખાણી છે. (અહીંયાં) જરૂરિયાત ભાસી નથી. મારું આત્મહિત કરવું છે એવી જરૂરિયાત ભાસી નથી એ વાત નક્કી છે. તેથી ખરેખર તો આત્મહિતની બુદ્ધિ જ હણાઈ ગઈ છે. એમ કહીએ તો ચાલે કે આત્મહિતની બુદ્ધિ હણાઈ ગઈ છે. એટલોહીનસત્ત્વ થયો છે કે બુદ્ધિ હણાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં જીવ આવી ગયો છે.
મુમુક્ષુઃ-માતાજીએ ૧૪ વર્ષની ઉંમરમાં સત્સંગનો વિવેક કર્યો.
પૂજ્ય ભાઈશ્રી - ૧૩વર્ષની ઉંમરે પૂજ્ય બહેનશ્રીને વિવેક આવ્યો હતો. ૧૩ વર્ષની ઉંમરે, ૧૪ વર્ષની ઉંમરે “કરાંચી છોડી દીધું. નહિતર એ તો બંધનમાં આવી ગયા હતા. સંસારના બંધનમાં આવી ગયા હતા. તોપણ વિવેકબળ કેટલું ! પૂછ્યું હતું, સીધું પૂછ્યું હતું કે એટલું એવું શું લાગ્યું કે આટલું મોટું કડક પગલું ભર્યું અથવા હિમ્મતવાળું પગલું ભર્યું ? એ જમાનામાં નાની ઉંમરમાં ઘર છોડવું અને ઘરેથી ભાગવું એટલે હજારોમાં કોક જ એવો કિસ્સો બને.
મુમુક્ષુ –એમાં પણ સ્ત્રીપર્યાયમાં. પૂજ્ય ભાઈશ્રી :- હા, એટલે જ ને. આજથી લગભગ ૬૬ ૫ વર્ષ પહેલાની
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ચજહૃદય ભાગ-૧૧ વાત છે. કેટલાક અમારા જેવાનો તો જન્મ પણ નહિથયો હોય. ૬૬૫ વર્ષ પહેલા.એ જમાનામાં આટલો વિવેક એમણે કર્યો છે. વાત કરી હતી. એમણે કહ્યું), સત્સંગ અહીંયાં નથી. કરાંચીમાં સત્સંગ નથી. આ દેશમાં સત્સંગ નથી. આપણી બાજુ સત્સંગમળે છે, આ બાજુ સત્સંગ નથી. કોણ મળશે ? કેવો મળશે? કાંઈ નક્કી નહોતું. અહીંતો નક્કી હોય તો પણ હજી માણસને બીજા કામ આડે ફુરસદનથી મળતી. નક્કી નહોતું કાંઈ કે કોનો સત્સંગ કરશું અને કયાં જશું? પણ અહીંયાં નથીને ત્યાં છે એટલો ખ્યાલ નિશ્ચિત હતો. એટલી કિંમત હતી. એ ચીજની એટલી કિમત હતી. આજે વર્ષોથી સાંભળનારને હજી ખ્યાલ નથી કે સત્સંગ શું ચીજ છે, એની શું કિમત છે. શાસ્ત્ર સાંભળતા હોય, શાસ્ત્ર વાંચતા હોય પણ હજી આ વિષયનો યથાતથ્ય જે નિર્ણય કરવો જોઈએ, એની જે કિમત આવીને નિર્ણય હોવો જોઈએ એ નિર્ણય લગભગ જોવામાં આવતો નથી. આપણા મુમુક્ષુ સમાજમાં નથી, બીજે ક્યાં આશા રાખવી ? આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ કિમત આપ્યા વગર...
પૂજ્ય ભાઈશ્રી – મફતમાં માલ મળી ગયો છે એટલે એને મફતમાં ને મફતમાં બધું ચાલ્યું જાય છે. કાંઈ હાથમાં આવતું નથી. એમ છે, ખરી વાત તો એમ છે.
મુમુક્ષુ – આ ઉમરે ખ્યાલ નથી આવતો તો શું કહેવું?
પૂજ્ય ભાઈશ્રી - કેટલું છેટે છે? એ વિચારવા યોગ્ય છે. આખી જિંદગીને હોડમાં મૂકી. એક સત્સંગ ખાતર આખા જીવનનો પલટો માર્યો જિંદગીની બદલી નાખી. આખી જિંદગી એક ત્રાજવામાં મૂકી દીધી. કે આ બાજુ સત્સંગનું ત્રાજવું ન બેસે. જિંદગીનું નહિ જિંદગી જેમ જીવાશે એમ જીવાશે. સત્સંગ જોઈએ તે જોઈએ. આટલો વિવેક કર્યો. કાંઈ મફતમાં સમ્યગ્દર્શન આવ્યું નથી. પહેલેથી જ આવા નિર્ણય હોય છે. જેને સમ્યગ્દર્શન થાય છે અને પહેલેથી આવા અતુલનિર્ણય હોય છે. એને ક્યાંય તોળી ન શકાય.
મુમુક્ષુ :- “કૃપાળુદેવ સત્સંગની બાબતમાં સત્તર વર્ષની ઉંમરમાં લખી ગયા, આજે પણ ખ્યાલ નથી આવતો.
પૂજ્ય ભાઈશ્રી –મોક્ષમાળામાં સત્સંગના પાઠ લખ્યા છે. કેટલું મહત્ત્વ છે એ વાત લખી છે. વાંચ્યું હતું એકદિવસ. | (સત્સંગનો) આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ એટલે આત્મજોગ પામી એ “વિચારદશાને પામે.” સુવિચારણાને પામે. પ્રથમમાં પ્રથમ જે પ્રકારે
Page #330
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૧૩
અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.’ આ પ્રારંભ છે. આત્મવિચારનો પ્રારંભ. આને ઉપદેશબોધ કહે છે. સંસારનું અનિત્યપણું અને અસા૨૫ણું (ભાસે). જ્યાં એને સાર લાગીને જીવ ચોંટી ગયો છે અને એવો ચોંટી ગયો છે કે ઉખાડ્યો ઉખડતો નથી, એના ઉપર પહેલા મીંડું મૂકે કે આ અસાર છે. ગમે તેટલું સંયોગમાં હોય તો પણ એ બધું કાંઈ કામમાં આવવાનું નથી. આ બધું અહીંયાં મૂકીને જાવાનું છે. કાંઈ કામમાં આવવાનું નથી. અસાર છે. અને કોઈ ચીજ, કોઈ પદાર્થ શરણ થાય એવું નથી અને કોઈનો યોગ પણ શાશ્વત નથી. અનિત્ય છે.
મુમુક્ષુ – મારું બધું લૂંટી જશે.
પૂજ્ય ભાઈશ્રી :– કોણ લૂંટે ? અત્યારે તો ... કોઈ લૂટવા આવતું નથી. કોઈ લૂંટી જાતું નથી. તારું હતું કે દિ' પણ કે તારું લૂટી જાશે ? એમ છે. તારું હતું કે દિ’ ? એ તો નક્કી કર. સાથે લઈને આવ્યો હતો ? અને સાથે લઈને જાવું છે ? બેમાંથી એકેય વાત નથી. વચ્ચે અનિત્ય સંયોગ થયો. સાદિસાંત. કોઈ ચીજનો આટલા કાળ પર્યંત, કોઈ ચીજનો આટલા કાળ પર્યંત. કોઈ વર્ષ બે વર્ષ ચાલશે, કોઈ છ મહિના ચાલે, કોઈ વર્ષ બે વર્ષ ચાલે. એમ શરીર આટલા કાળથી આટલા કાળ સુધી (રહેશે). ભાડે રહેવાની જગ્યા મળી. પૂર્વકર્મ અનુસાર ભાડે રહેવાની જગ્યા મળી છે. હવે એ ભાડુતી જગ્યાનો માલિક થઈને (રહે) પછી હેરાન થવાની વાત છે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુઃ - જેને સત્સંગનું મૂલ્યાંકન નથી આવતું એને આ વિચાર કેમ આવશે ?
--
પૂજ્ય ભાઈશ્રી :– એ તો છે જ. સત્સંગમાં બધી વાતો છે. સત્સંગમાં બધા વિચારો, ચારે પડખાના વિચારો વિચારવાનો અવકાશ મળે છે. પ્રસંગ થાય છે. એટલા માટે સત્સંગને (ઉપાસવાની વાત કહી છે). ટૂંકામાં કહી દીધું કે તું સત્સંગને ઉપાસજે. સત્સંગને તું કોઈ રીતે છોડીશ નહિ.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું...' આ એટલે વિદ્યમાન. વિદ્યમાન સંયોગોમાં જે કાંઈ છે તે અનિત્યપણું અને અસા૨૫ણું છે. તે અત્યંતપણે ભાસે...’ સારી રીતે ભાસે. એનું મૂલ્ય ન રહે કોઈ. ‘તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.’ ત્યાંથી આત્મવિચાર ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે કે આ તો નકામી ચીજ છે. આત્મહિત કરી લેવું એ જ મુખ્ય વાત છે.
સામાન્ય રીતે માણસોને ખાવા-પીવામાં બહુ ચકચક થાય છે. ચીકાશવાળા પરિણામ. આ આમ હોવું જોઈએ... આ આમ હોવું જોઈએ. આ આમ હોવું જોઈએ....
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૧ હવે પણ આ ભાડુતી જગ્યાને ભાડું દેવું એમાં નોટ થોડી નબળી હોય કે સબળી હોય, તને શું ફેર પડે છે? નથી લેનારને ફેર પડતો, નથી દેનારને ફેર પડતો. કોઈ એક નોટ સારી હોય તો ચાર આના વધારે આપે છે? કે ભાઈ આ નવી નોટ છે દસના સવા દસ આપશું એમ કહે છે? કે એકસો રૂપિયાના એક સો રૂપિયા અને ચાર આના બીજા આપશું તમને એમ કોઈ કહે છે? અને સહેજ જૂની હોય તો? તો પણ એની એટલી જ કિમત છે. હવે થોડા પુગલ સો બસ્સો ગ્રામ થોડાક આ પર્યાયવાળા હોય કે આ પર્યાયવાળા હોય, ભાડું દેનારને તારે શું ફરક પડે છે? એવા ચીકણા પરિણામ (કરે, પ્રસંગે-પ્રસંગે એવા ચીકણા પરિણામ કરે કે આખો આત્મા ત્યાં ને ત્યાંથી પછી નીકળી શકે નહિ. પછી આ બાજુના પરિણામ કરવા હોય તો ચાલે નહિ. કેમકે હીનસત્ત્વ થઈ ગયો છે. મારો પુરુષાર્થ ઉપડતો નથી. પણ તારો પુરુષાર્થ ઉપડે કયાંથી? તેં પુરુષાર્થને એવી જગ્યાએ ખર્ચી નાખ્યો છે કે પછી અહીંયાં ખર્ચવાની તારી પાસે જગ્યા રહી નહિ. આ પરિસ્થિતિ છે. એટલે પુરુષાર્થની દરિદ્રતા પોતાને દેખાય આવે એ પરિસ્થિતિ છે. આત્મવિચારતો ત્યાંથી શરૂ થાય છે.
હવે પોતાની વાત કરે છે, કે હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે...” પોતે તો જ્ઞાનદશામાં આવી ગયા છે તોપણ કહે છે, “આ ઉપાધિકાર્યથી... એટલે વ્યવસાયકાર્યથી છૂટવા માટે વધુને વધુ વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે,” તીવ્ર ઇચ્છા રહ્યા કરે છે. નિવૃત્તિ લઈ લેવી છે. જેમ બને તેમ જલ્દી, નિવૃત્તિ લઈ લેવી છે. જેને સમયની) કિંમત નથી એ સમય બગાડતા હોય છે. આ પોતે ઝંખે છે, નિવૃત્તિને ઝંખે છે. આવા મહાપુરુષ છે એને નિવૃત્તિની ઝંખના થાય છે. ત્યારે જેને સહેજે નિવૃત્તિ પૂર્વપુણ્યના ઉદયે છે એ સમયને વેડફે છે. એને કાંઈ ખબર નથી કે મારો કિમતી સમય હું ક્યાં બગાડું છું.
અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. મારો દોષ છે. મારી શિથિલતા છે એટલે હું અહીંયાં બેઠો છું. જ્ઞાનદશા છે તો એવી રીતે પોતાનો દોષ વિચારે છે. નહિતર કેમ ન છૂટે આ? મહાપુરુષોએ, મારા કરતા પરાક્રમી પુરુષોએ, તીર્થકરાદિએ છોડ્યું છે. મારે કેમ છૂટતું નથી? મારી જશિથિલતા છે એ) નક્કી વાત છે. એવો નિશ્ચય છે, નિશ્ચય રહે
જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. આ વાત એમણે બહુ સરસ કરી છે. મુમુક્ષુજીવ
Page #332
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૧૫ કથાનુયોગ વાંચીને આવી ભૂલ કરે છે. જુઓ ! “રામચંદ્રજીએ સત્તર હજાર વર્ષ રાજ કર્યું. એનો રાજ્યકાળ સત્તર હજાર વર્ષનો છે. વનવાસથી આવ્યા પછી. એ પહેલા નહિ. એ પહેલા તો રાજ્યાભિષેક એમનો નહોતો થયો. સત્તર હજાર વર્ષ સુધી રાજ કર્યું. એ કાળમાં આયુષ્ય મોટા હતાને? અને એમના સસરા જનકરાજા જનક વિદેહી કહેવાણા. દેહ છતાં વિદેહી દશામાં રહેતા હતા. રાજની ઉથલપાથલ થાય એને કાંઈ અસર થાય નહિ. દેહની ઉથલપાથલ થાય કાંઈ અસર થાય નહિ.
તો કહે છે, એ રાજપાટમાં રહ્યા અને છતાં આત્મસ્વભાવમાં પણ રહ્યા. મારે એવા કોઈનું દષ્ટાંતનું આલંબન લેવું નથી. આ તો મુમુક્ષુ હોય અને આલંબન લે. ચક્રવર્તીને ઘણો પરિગ્રહ છે. આપણે ક્યાં એટલો છે. આપણે તો હજી આટલા લાખ જ થયા છે, આપણા કરતાં મોટા પરિગ્રહ જ્ઞાનીઓને હતા. એવું આલંબન લેવા માટે એ વાત નથી. તારી ભૌતિક સાધનોની રુચિ અને ભૌતિકસુખના પોષણ માટેની રુચિ (વધુ) એ માટે એ વાતો કરી નથી. એ તો એમના કોઈ અલૌકિક પુરુષાર્થને દર્શાવવા માટે એ બધી વાતો કરી છે. જગતના સુખની રુચિને પોષવા માટે એ વાત નથી કરી. એટલે એમ કહે છે “એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. અમારે તો છોડવાની જબુદ્ધિ થાય છે. વેપાર કરતાં કરતાં પણ આત્મામાં રહીશું એવી બુદ્ધિ અમને થતી નથી.
શ્રી જિન જેવા જન્મત્યાગી.' આ તીર્થંકરદેવ છે એને તો જન્મત્યાગી કહેવામાં આવે છે. ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે ને. ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે. સંસારકાળ જેટલો જાય છે (એમાં એમને) જન્મત્યાગી ગણવામાં આવે છે. એ પણ છોડીને ચાલી નીકળ્યા. એમણે પણ સરવાળો એ માર્યો કે છોડો આને...છોડો આને. નહિતર એ તો સંસારમાં પણ ત્યાગી જેવા હતા. તે પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ... એવા ભયના કારણરૂપ છે. ભવભવનું એ કારણ છે.
“એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કિર્તવ્ય છે. પોતે પોતાના ભૂતકાળને ખ્યાલમાં લે છે કે આ જીવ જો આ રીતે આગળ વધે તો પછી પાછું અશ્રેય થતાં વાર લાગે નહિ. પૂર્વે પડી ગયા છે ને ? હવે ફરીને એ ભૂલ કરવી નથી. કેટલી વિચારણા ! ઊંડી વિચારણા છે! પોતાની સાધના વિષેની એમને બહુ ઊંડીવિચારણા છે.
તીર્થકર જેવા શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા...” જે સંસારને એણે તિલાંજલી આપી દીધી એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ...'
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૧ લેતા પહેલા આ જીવ કાળ વ્યતીત કરશે.કેવો આ જીવ ?પોતાને પામર ગણાવ્યો છે.
આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે. મારું કલ્યાણ છૂટી જશે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે એવો ભય રાખીને વર્લ્ડ છું, બેઠો છું પણ આ ભયથી બેઠો છું. નિર્ભય થઈને, નિશ્ચિત થઈને દુકાને બેઠો નથી, એમ કહે છે. અહીં તો એક નાનામાં નાનું કામ કરે તો પણ નિશ્ચિત થઈ જાય કે જાણે પોતાના આત્મહિત જેવી કોઈ વાત જ સાંભળી નથી. એટલી વિસ્મૃતિ કરી જાય. આ કહે છે કે નહિ.
ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. આ જીવનો જે ઉપયોગ છે એમાં ભય ઊભો રાખ્યો છે. કેમકે એમ જ કર્તવ્ય છે. એમ જ કરવા યોગ્ય લાગે છે. જરાય પણ નિશ્ચિત અને નિર્ભય રહેવા જેવું નથી. જો આમને આ પરિણામ છે તો મુમુક્ષુના પરિણામ કેટલા તીવ્ર હોવા જોઈએ? ઘણી એમની શક્તિ આવી ગયા પછી વાત કરે છે. એકાવતારી છે, ઘણું સામર્થ્ય આવી ગયું છે. ભરોસો નહિ, પરિણામનો ભરોસો નહિ. એ પ્રાપ્ત પરિણામનો ભરોસો નહિ. આશ્રય સ્વરૂપનો લેવો છે, પરિણામનો આશ્રય લેવો નથી એ વાત એમને સ્પષ્ટ આવે છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી...... હવે મુમુક્ષુજીવની વાત કરે છે, કે જે મુમુક્ષુને રાગદ્વેષાદિ પરિણામ થાય છે એ પરિણામ તો અજ્ઞાન વિના હોય શકે નહિ. તે રાગદ્વેષાદિ પરિણામ છતાં.... એ પરિણામ ચાલતા હોવાં છતાં,
જીવન્મુક્તપણે સર્વથા માનીને.... અમે તો મુક્ત થઈ ગયા છીએ. નિશ્ચયનો વિષય હાથમાં આવી જાય ને. દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” વાંચ્યું હોય. આત્મા મુક્ત છે, આત્મા કાંઈ કરતો નથી. મુક્ત છે. મુક્ત છે. આપણે તો મુક્ત થઈ ગયા હવે. (એમ)
જીવન્મુક્તપણું સર્વથા માનીને. પરિણામે બંધાઉ છું અને પામર છું એ વાત ભૂલી જાય છે. એ વાત સર્વથા પરિણામથી માની લે છે. “માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે....... આ જીવનો સ્વછંદ છે. એ અશાતના કરે છે. એ રીતે તો એ મુક્ત આત્માઓની અશાતના કરે છે.
એક સામાન્ય પોતાની જરૂરિયાત માટે નીતિનું ઠેકાણું ન રહે અને વળી વાત કરે કે આત્મા તો મુક્ત છે. મારે કાંઈ લેવાદેવા નથી. એ વાત બરાબર નથી. એ તો જીવન્મુક્ત દશાની જીવ અશાતના કરે છે. “એમ વર્તે છે તેથી અવસ્થામાં અથવા પરિણામમાં તો સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. જ્યારે અવસ્થાનો વિચાર કરવામાં આવે છે ત્યારે રાગ-દ્વેષ સર્વથા નાશ કરવા, એ જ ધ્યેયથી ચાલવાનું છે. ક્યાંય
Page #334
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૬૯
૩૧૭
સંતોષ વચ્ચે પકડવાનો નથી. જ્યાં સુધી પૂર્ણ રાગ-દ્વેષ નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાની પોતે સંતોષ પકડતા નથી. (મુમુક્ષુને તો) સંતોષ પકડવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.' અને જેટલું જેટલું જ્ઞાન આત્મામાં લીન થાય છે, જેટલું જેટલું જ્ઞાન આત્માની અંદર વિજ્ઞાનઘન થાય છે, બહારમાં વિકલ્પ ખલાસ થાય છે, જેટલી સ્વરૂપ સ્થિરતા એટલો વિકલ્પનો નાશ છે. ગુણસ્થાન શું બતાવે છે ? કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં આવે એ શું બતાવે છે ? કે સ્વરૂપસ્થિરતાને લઈને અમુક પ્રકારના વિકલ્પ એને ઉત્પન્ન થતા નથી. તેથી તે વિકલ્પની પ્રવૃત્તિ પણ એને જોવામાં આવતી નથી. એટલે એ આત્મજ્ઞાનના ઘનિષ્ઠપણાને એ બતાવે છે. એટલો આત્મા જ્ઞાનઘન થયો. માટે એને એટલો ત્યાગ છે. સમજણ વગરના બાહ્ય ત્યાગની વાત નથી. આ તો યથાર્થ સાધકદશામાં જે ત્યાગ આવે છે (એની વાત છે). જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન થયું, કેવળજ્ઞાન થયું, ત્યાં એને સંપૂર્ણ ત્યાગ હોય. એને તિલષમાત્ર પરિગ્રહનો કોઈ અંશ એને હોય એવું બની શકે નહિ. જિનેશ્વરનું સ્વરૂપ બતાવે અને એને ત્યાગ ન હોય એમ બતાવે તો એને જ્ઞાન પણ નથી એમ બતાવી દીધું. શું કીધું અહીંયાં ?
જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.’ મુનિદશામાં પાંચમા ગુણસ્થાન કરતા વધારે ત્યાગ છે. તો કેવળજ્ઞાનની દશામાં તો પૂરેપૂરો ત્યાગ હોય. એમાં તો મોરપીંછી કે કંમડળ કે શાસ્ત્ર ઉ૫ક૨ણ હોવાનો પણ સવાલ રહેતો નથી. એ તો બહારમાં મુનિદશા સુધીના ચિહ્નો છે. કેવળજ્ઞાનીને તો એ ચીજ (હોવાનો સવાલ જ નથી). એ તો સીધા પાંચસો ધનુષ ઊંચે આકાશની અંદર સ્વરૂપમાં લીનપણે વર્તે છે. એમને કોઈ ચીજ હોઈ શકે નહિ.
અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના...' એટલે ગૃહસ્થદશામાં. અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.' મારી દીધો ફેંસલો. ભાઈ ! આ ભરતરાજાને અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, કે ભાઈ ! મરુદેવની માતાને હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું હતું. એ વાત કોઈ રીતે બની શકે એવી નથી. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય...’ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય, હોય ને હોય
જ.
જેણે પોતાનો આદર્શ પૂર્ણ રીતે સાધ્ય કરી લીધો. સાધી લીધો એનો દેખાવ એવો
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૧ હોય કે જેમાં આદર્શ ભંસાઈ જાય? ભંસાઈ જાય એવો એનો દેખાવ કેવી રીતે હોય?કે જે આદર્શથી વિરુદ્ધ હોય? એ કેવી રીતે બને ? કે એને જોતા જ બીજાને એ આદર્શ પ્રગટે. જેણે પરિપૂર્ણ આદર્શ સિદ્ધ કર્યો હોય એના દર્શનમાત્રથી એ આદર્શ બીજાને પ્રગટ થાય. આવો તો નિમિત્તનૈમિત્તિક એનો સંબંધ હોય. એટલે તીર્થંકરદેવના વિષયની આખી જે માન્યતા છે એ માન્યતાનો અહીંયાં નિકાલ આવી જાય છે. છેને?
“અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય... અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય જ. “એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.’ હું કહું છું એમ નહિ. આ તીર્થકરદેવે સ્વીકારેલી વાત છે. આથી વિરુદ્ધ કોઈ વાત કહે તો એ તીર્થંકરદેવની વાત નથી કો'ક બીજાની છે. મનઘડંત કંઈ ઘડી કાઢેલી કલ્પના બીજાની છે. એ તીર્થંકરની વાત નથી.
મુમુક્ષુ-મુનિ અવસ્થામાં જરા પણ પરિગ્રહને સ્વીકાર કરવાનો અર્થ એમ થઈ ગયો કે એણે આખો જ્ઞાનનો નિષેધ કરી નાખ્યો.
પૂજ્ય ભાઈશ્રી – એણે કેવળજ્ઞાનનો નિષેધ કર્યો. એણે આહાર સ્વીકાર્યો, કોઈ પરિગ્રહ સ્વીકાર્યો, કોઈ શૃંગાર સ્વીકાર્યો. કાંઈપણ (સ્વીકાર્યું એ) બધું કેવળજ્ઞાનને ઉડાવવાની વાત છે.
મુમુક્ષુ સ્વભાવનો નકાર કરી નાખ્યો.
પૂજ્ય ભાઈશ્રી - સ્વભાવનો નકાર થઈ ગયો. દશાનો નકાર થઈ ગયો. એ તો આખું વિપરીત થઈ ગયું.
મુમુક્ષુ-તમને યોગ્ય લાગે એમ વાતને
પૂજ્ય ભાઈશ્રી:-લખ્યું છે કે નહિ પણ યોગ્ય લાગે એમ છે કે ચોખ્ખું લખ્યું છે? આમાંથી શું બીજો અર્થ કાઢી શકાય કહો? આમાંથી કાંઈ બીજો અર્થ નીકળે છે? તો આપણે બીજો અર્થ કાઢ્યો કહેવાય. બે અર્થ નીકળતા હોય તો એક અર્થ આપણે કાચો, બીજો અર્થ કોઈ બીજા કાઢે. પણ આમાંથી બીજું ક્યાં નીકળે છે ? અત્યંત અત્યંત તો શબ્દ વાપર્યો છે. “અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય.” એક વાક્યમાં ચાર વખત “અત્યંત શબ્દનો પ્રયોગ છે.
મુમુક્ષુ-વાત સાધારણ જેવી લાગે પણ આના મૂળિયા ઘણા ઊંડા છે.
પૂજ્ય ભાઈશ્રી -મૂળ સૈદ્ધાંતિક વાત છે. બહુ સૈદ્ધાંતિક વાત છે. મુમુક્ષુએ એમ લેવા યોગ્ય છે કે તારે જ્ઞાન કરવું છે ને ? તો તારી ગ્રહણ-ત્યાગની વૃત્તિ તો તપાસી લે
Page #336
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૧૯ (કે) તને કેટલો રસ છે? આ ગ્રહણ-ત્યાગની વૃત્તિનો રસ ફિક્કો પડ્યા વિના, એ રસ ઉડ્યા વિના તને જ્ઞાન થાય એ વાતમાં કાંઈ માલ નથી. દાળનો સબડકો લેવો છે અને રસ આવે છે ત્યાં જ્ઞાન હાજર નહિ રહે. જ્ઞાન અદ્ધર થયું જાશે. અને જ્ઞાનની સાવધાનીમાં આવીશ ત્યાં રસ નહિ આવે. બેય વિરુદ્ધ રસ છે. એકસાથે બે રસ રહેતા નથી વિરુદ્ધરસ રહેતા નથી ત્યાંથી શરૂઆત કરીને છેક સુધીની વાત છે બધી. પોતાને છોડવું છે ને? પોતાને રસ નથી, વ્યાપાર-ધંધામાં રસ રહ્યો નથી. મોટી કમાણી અને પરદેશના વેપાર ચાલે છે પણ એમાં રસ રહ્યો નથી. ઝેર જાણીને છોડવું છે. એટલે આ બધા વિચારો એમને અંદરથી ફુરે છે. મુમુક્ષુને પત્ર લખતાં, “સોભાગભાઈને પત્ર લખ્યો છે, એવા વિચારો સ્ફર્યા છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. અહીંથી ત્યાગની શરૂઆત થાય છે. પહેલો અધ્યાસ નિવર્તે છે. જે પરપદાર્થમાં આત્મપરિણામ થાય છે એટલે પોતાપણાની ભ્રાંતિ થાય છે, દેહમાં હુંપણું થાય છે, કોઈ અન્ય ચીજમાં પોતાપણું લાગે છે કે આ ચીજમારી છે, એ અધ્યાસ છે. એ અધ્યાસ છૂટે ત્યારે એને ત્યાગની શરૂઆત થઈ. પહેલી ત્યાગની શરૂઆત અધ્યાસના ત્યાગથી થાય છે. પછી એ ચીજનો ત્યાગ થાય છે. એ પહેલા અધ્યાસ રાખીને કોઈ ચીજનો ત્યાગ કરે છે તો એને ખરેખર ભગવાન ત્યાગ કહેતા નથી. એ વાત એમાં આવી જાય છે.
“તે તાદાસ્પઅધ્યાસ નિવરિરૂપ ત્યાગ થવા અર્થે... એ અધ્યાસ છોડવા માટે આ બાહ્ય પ્રસંગનો... એટલે બાહ્ય પદાર્થોનો ત્યાગ પણ ઉપકારી છે. એ અર્થે કરવામાં આવે તો ઉપકારી છે. એ અર્થ ન હોય, એ હેતુ ન હોય, એ પ્રયોજન ન હોય તો એ ત્યાગ ઉપકારી થતો નથી. એમ લેવું. “ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી.” બાહ્ય ત્યાગના હેતુથી અને બાહ્ય ત્યાગના પ્રયોજનથી અંદરનો ત્યાગ નથી કહ્યો, પણ અંદરના ત્યાગના પ્રયોજનથી બહારનો ત્યાગ કહેવામાં આવ્યો છે. બે વાત ઊલટસુલટી છે. ત્યાગના પ્રકરણની અંદર જગત ભૂલેલું છે. તમામ સંપ્રદાયમાં ત્યાગી પાછળ અંધશ્રદ્ધાવાન જીવો, ધમધ જીવો ત્યાગી પાછળ સમર્પણ કરે છે, ભાઈ! આ ત્યાગી છે. આપણે નથી ત્યાગી શકતા એણે ત્યાખ્યું છે. એના માટે અહીં બહુ સારી વાત કરી છે. બહુ સુંદર વાત કરી છે. ત્યાગ જોવે છો, એમ નહિ.
બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
રાજહૃદય ભાગ-૧૧ અંતર્લીગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એટલે જ્યારે પોતાની વાત લેવી છે, બીજાનો ત્યાગ વિચારવો તોપણ એને અંતરથી મોહ છૂટ્યો છે કે નહિ, એ જોઈ લેવું. પોતાને વિચાર કરવો હોય ત્યારે એણે એમ વિચારવું કે મારે અંતરથી મોહ છોડવો છે એટલે હુંપદાર્થનો ત્યાગ કરું છું. પદાર્થના ત્યાગ કરવાના હેતુથી કે પ્રયોજનથી મારે કાંઈ કામ નથી. પણ મારે અંદરમાંથી એની ત્યાગવૃત્તિ થઈ જાય એટલે ત્યાગ એનો વિકલ્પન ઊઠે એવી સ્થિતિ આણવા અર્થે હું આ ત્યાગ કરું છું. તો એ મને એ ત્યાગને કાંઈક ઠીક માનવો, ઉપકારી માનવો, નિમિત્તભૂત માનવો એ યોગ્ય છે. ઉપકારી એટલે નિમિત્તભૂત માનવો. એ યોગ્ય છે. નહિતર એ ત્યાગમાં ખરેખર આત્મહિતનું નિમિતત્ત્વ રહેતું નથી. ત્યાગ તો કરે છે માણસ, પણ આત્મહિતનું નિમિત્તપણું રહેતું નથી. એની નજર એકલી ત્યાગ ઉપર જ છે. આ છોડ્યું... આ છોડ્યું... મેં આ છોડયું... આ છોડ્યું... શું કરવા? કેમ છોડવું ? અધ્યાસ છૂટ્યો ? એનો રસ છૂટ્યો ? એનો અંદરમાંથી મોહ છૂટ્યો ? એ વાત જો તપાસમાં ન આવે, વિચારવામાં ન આવે તો એને બાહ્ય ત્યાગ છે એ કાંઈ ઉપકારી થતો નથી.
મુમુક્ષુ -પ્રયોજનમાં અવરોધ જાણીને છોડી દે.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયોજનમાં અવરોધ જાણીને છોડે તો સારી વાત છે, એ યોગ્ય છે. પણ પોતાના પ્રયોજનની જ ખબર ન હોય અને ત્યાગનું પ્રયોજન રાખ્યું હોય છે. અત્યારે શું થાય છે? અણસમજણથી એક ત્યાગના પ્રયોજનથી ત્યાગ કરવામાં આવે છે. અને અંદરનો જે રસ, એનો મોહ, એનો અધ્યાસ, એમને એમ સાજો રહી જાય છે. એને કારણે એને જે પોતાનું આત્મહિતનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ એ પ્રયોજન નથી થતું. અને ત્યાગ કર્યો છે એવું ત્યાગ કર્યાનું દુષ્ટ અભિમાન પછી વર્યા વિના રહે નહિ, ઉત્પન્ન થયા વિના રહે નહિ, કે જે એને ઊલટાનો સંસાર પરિભ્રમણનો, સંસારવૃદ્ધિનો હેતુ થાય, સંસાર નાશનો હેતુ થવાને બદલે સંસારવૃદ્ધિનો હેતુ થાય છે. આ પરિસ્થિતિ આખી ઊલટી થઈ જાય.
એટલે બહુ સમજણથી અહીંયાં વાત મૂકી છે. પહેલા અધ્યાસને છોડવો અને પોતાના પરિણામમાં પોતાના પ્રયોજનની સિદ્ધિને અર્થે બાહ્ય ત્યાગને નિમિત્તભૂત ગણ્યો છે. એ રીતે એ ત્યાગ થવો જોઈએ, બીજી રીતે જરાપણ ત્યાગ થવો ન જોઈએ. એ વાત એમણે ગ્રહણ-ત્યાગના વિષયમાં અહીંયાં એકદમ સ્પષ્ટ કરી છે. (અહીં સુધી રાખીએ...)
Page #338
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૨૧
તા. ૨૮-૧૧-૧૯૯૦, પત્રાંક – પ૬૯, ૫૭૦
પ્રવચન નં. ૨૬૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૯ ચાલે છે, પાનું-૪પર.
મુમુક્ષુ:- (અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.) એ વધારે સ્પષ્ટ કરશો).
પૂજ્ય ભાઈશ્રી - અત્યંત જ્ઞાન એટલે પરિપૂર્ણ જ્ઞાન. જ્યાં જ્ઞાન પરિપૂર્ણ હોય ત્યાં જ્ઞાનને આવરણ ન હોય. જે જ્ઞાન પરિપૂર્ણ હોય, શુદ્ધ હોય તે જ્ઞાન નિરાવરણ છે. જ્ઞાન ક્યારે નિરાવરણ થાય? કે જ્ઞાનને આવરણ કરનારા પરિણામ જીવને ન હોય ત્યારે કોઈ રાગ અને દ્વેષના પરિણામ છે એ સીધા જ જ્ઞાનાવરણીયના કારણ હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય ચારે ઘાતકર્મ છે.
જેને કોઈપણ પદાર્થ ગ્રહણ કરવાનો રાગ છે. એટલે કે ત્યાગ નથી. અનાદિથી ગ્રહણ કરવાનો રાગ છે એ રાગનો અધ્યાસ તૂટ્યો નથી અને રાગ છૂટ્યો નથી. બાહ્ય પદાર્થનો ત્યાગ એ તો પરિણામમાં તે સંબંધીનો મોક્ષમાર્ગમાં વિકલ્પ છૂટી જાય ત્યારે એ ત્યાગ ઉત્પન્ન થઈ જાય છે. ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન જ ન થાય. મંદ રાગ હોય ત્યાં સુધી તો મનમાં પરિણામ થાય છે અને રાગ તીવ્ર થતાં પછી એની પ્રવૃત્તિ બહારમાં ચેષ્ટા દેખાય છે. જો કોઈ પરિપૂર્ણ વીતરાગ સંપૂર્ણ જ્ઞાનીને બાહ્ય પદાર્થ ગ્રહણ કરવાનો રાગ હોય તો એ તીવ્ર રાગમાં છે. મંદ રાગમાં પણ નથી. તો એને જ્ઞાનાવરણીય બંધાયા વિના કેવી રીતે રહે? અને એનું જ્ઞાન આવરણ થયા વિના કેવી રીતે રહે? એટલે એ સિદ્ધાંત અહીંયાં મૂક્યો છે.
જ્યાં અત્યંત જ્ઞાન હોય.” સંપૂર્ણ જ્ઞાન હોય, નિરાવરણ જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. ત્યાં પછી કોઈ પદાર્થનું ગ્રહણ કરે તો ત્યાં સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. કેમકે એ તો તીવ્ર રાગથી પ્રવૃત્તિ થાય છે. મંદ રાગમાં હજી કેટલાકને પ્રવૃત્તિ નથી. મંદ કષાયી જીવો ઉપવાસ કરી શકે અને વીતરાગદેવ આહાર લે તો એને તો કષાયની મંદતા પણ ન રહી. સામાન્ય જીવો એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, પંદર દિવસ, મહિના-મહિના ઉપવાસ કરે છે તો કષાયની મંદતામાં ધર્મબુદ્ધિએ કરે છે. હું જેટલી
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૧ તપશ્ચર્યા કરીશ એટલો મને ધર્મલાભ થશે. તો કષાય એટલો મંદ રાખીને કરે છે. સમજણ, અજ્ઞાન, મિથ્યાત્વ એ એક બાજુ રાખીએ પણ કષાય મંદ કરે છે એ પણ આટલું તો કરી શકે છે. અને વીતરાગ આહાર ગ્રહણ કરે તો એને તો કષાય પણ મંદન રહ્યો. કારણ કે એ તો તીવ્ર કષાયમાં જ આહારની પ્રવૃત્તિ થાય છે. આહાર સંબંધીનો રાગ (થાય છે. જ્યાં રાગ સૂક્ષ્મ હોય કે સ્કૂળ હોય, તીવ્ર હોય કે મંદ હોય એ અવશ્ય જ્ઞાનાવરણીયને બાંધે છે, જ્ઞાનને આવરણ કરે છે. એનું જ્ઞાન સંપૂર્ણ પરિપૂર્ણ હોઈ શકે જનહિ. એટલે એ સિદ્ધાંત થાય છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે જ છે. ત્યાં પરિપૂર્ણ જ ત્યાગ હોય ત્યાં રાગ-દ્વેષનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ હોય, તો સંપૂર્ણ જ્ઞાન હોઈ શકે નહિ, કેવળજ્ઞાન હોઈ શકે નહિ.
અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના.... એ પ્રમાણે અત્યંત ત્યાગ એટલે કોઈ પદાર્થના ગ્રહણનો વિકલ્પ સુદ્ધાં ન હોય. વિકલ્પ થાય અને એને દબાવે, મંદ રાગ રહે એ પ્રશ્ન નથી, ઉપશમાવે એ પણ પ્રશ્ન નથી. જેણે ક્ષય કરી નાખ્યો હોય. કેમકે છેલ્લે ક્ષીણમોહ ગુણસ્થાન છે. જેણે બધા વિભાવોનો ક્ષય કરી નાખ્યો છે. સંપૂર્ણ યથાખ્યાત ચારિત્ર શુદ્ધ આચરણ પરિપૂર્ણ સ્વરૂપસ્થિરતાનું પ્રગટ થઈ ગયું છે. પછી તેમાં ગુણસ્થાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ તો બારમા ગુણસ્થાને વાત ખતમ થઈ. કોઈપણ વિકલ્પ નહિ ઉત્પન્ન થવાની વાત તો... બુદ્ધિપૂર્વકના વિકલ્પની વાત તો સાતમાં ગુણસ્થાન પછી ક્યાંય નથી. સાતમે નહિ, આઠમે નહિ, નવમે નહિ, નવ, દસ, બાર ક્યાંય નહિ. પણ અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે એ દસમા ગુણસ્થાન સુધી છે. પછી અગિયારમા ઉત્પન્ન થઈ બારમા ગુણસ્થાને ક્ષય થઈ જાય છે. તેમામાં તો એ પ્રશ્ન વિચારવાનો જ સવાલ રહેતો નથી. ત્યારે એ અત્યંત એવો ત્યાગ પ્રગટ્યા વિના, અત્યંત જ્ઞાનકેવળજ્ઞાન પ્રગટ થાય એ બની શકે નહિ.
એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. આ તીર્થંકર પોતે એ રીતે પરિણમ્યા છે અને એ રીતે પ્રસિદ્ધ કર્યું છે, એ રીતે માન્ય કર્યું છે, એ રીતે પોતાની વાણીમાં પણ દિવ્યધ્વનિમાં જાહેર કરેલી વાત છે.
મુમુક્ષુ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ એટલે પોતે ઊભો કરેલો?
પૂજ્ય ભાઈશ્રી:-બુદ્ધિપૂર્વકનો એટલે બુદ્ધિમાં ગ્રાહ્ય થાય તેને બુદ્ધિપૂર્વકનો કહે. કે જેમાં મનમાં વિકલ્પ થતાં ખબર પડે કે મને રાગ થયો, મને દ્વેષ થયો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો. એ બુદ્ધિગ્રાહ્ય થાય એવા વિકલ્પને બુદ્ધિપૂર્વકનો વિકલ્પ કહેવામાં આવે છે. કેમકે ત્યાં એણે બુદ્ધિ લગાવી છે. અને એટલો સૂક્ષ્મ રાગ
Page #340
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૨૩
થાય કે જે પોતાને ખબર ન પડે, કેવળીગમ્ય હોય. જેમકે ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ છે ત્યારે રાગની ઉત્પત્તિ નથી પણ એ બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ નથી. જો અબુદ્ધિપૂર્વકનો રાગ પણ ત્યાં વિદ્યમાન ન હોય, તો એ એ જ વખતે કેવળી થઈ જાય. સંપૂર્ણ શુદ્ધ અવસ્થા થઈ જાય. અહીં તો હજી ચોથું ગુણસ્થાન છે. મોક્ષમાર્ગનું પહેલું ગુણસ્થાન છે. આમ ચોથું છે પણ મોક્ષમાર્ગનું તો એ પહેલું જ ગુણસ્થાન છે. એટલે ત્યાં રાગનો સદ્દભાવ હતો, એ વાત ત્યાં સાબિત થાય છે.
મુમુક્ષુ :- મુમુક્ષુને આમાંથી શું લાગુ પડે ? કઈ રીતે લાગુ પડે ?
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને એ લાગુ પડે કે એણે જે મોક્ષ અવસ્થા છે, મોક્ષ અવસ્થાને પ્રાપ્ત એવા વીતરાગદેવ છે અને મોક્ષતત્ત્વ છે એને આ રીતે સ્વીકારવું. એને બીજી રીતે સ્વીકારવું નહિ. એટલે કે મોક્ષપ્રાપ્ત એવા જે અરિહંતો છે, તીર્થંકરો છે એને ગ્રહણ-ત્યાગવાળા માનવા નહિ, સ્વીકારવા નહિ. નહિતર એમનો અપરાધ થાય. એમને દોષિત ઠરાવવાનો, દોષિત અવસ્થારૂપે સ્વીકારવાનો અપરાધ થાય. જેને દેવતત્ત્વની ભૂલ કહેવાય. એટલે કે જે દેવતત્ત્વ છે, મોક્ષતત્ત્વ છે અને તીર્થંકરદેવની જે અવસ્થા છે એ અવસ્થામાં નિષેધ કર્યો. કેમકે અભિપ્રાય તો બે છે. એક તીર્થંકરને આહાર કરવાવાળા માને છે, એક તીર્થંકરને નહિ આહા૨ ક૨વાવાળા માને છે. તો જે તીર્થંકર આહા૨ નથી કરતા એવા અભિપ્રાયનો તમે નિષેધ શા માટે કરો છો ? અને તીર્થંકરને એવા દોષિત શા માટે સ્વીકારો છો ? આ પ્રશ્ન છે.
પહેલી વખત,.. કૈલાસસાગરજી’ની સાથે પહેલી વખત ચર્ચા થઈ ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે તીર્થંકરને તેરમા ગુણસ્થાને આહાર હોય ? હોય. કરણાનુયોગ અનુસાર કઈ પ્રકૃતિનો ત્યાં ઉદય છે કે જેમાં એ જોડાઈને આહાર કરે છે ? તો કહે, ઇ મને ખબર નથી. કાંઈ વાંધો નહિ. એનો કાંઈ વાંધો નહિ. જ્યારે તમે માનો છો તો કાંઈ સમજીને માનો છો કે નહિ ? પહેલી વખત પ્રશ્ન કર્યો હતો. એવા જે જેપ્રશ્ન કરીએ તો (કહે), ખબર નથી... ખબર નથી.... ખબર નથી. ખબર નથી-ખબર નથી ઘણું થઈ ગયું પછી... મુમુક્ષુ :- પછી મગજ ગરમ થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી :– પછી ગરમ થઈ ગયા.....
મુમુક્ષુ :– ત્યાગ વિના જ્ઞાન પ્રગટતું નથી તો સમ્યગ્દષ્ટિએ શું ત્યાગ કર્યો કે એને જ્ઞાન પ્રગટ થયું ?
પૂજ્ય ભાઈશ્રી :– અધ્યાસનો ત્યાગ કર્યો, એ તો વાત આવી. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો. એટલે એણે સર્વ પદાર્થનો ત્યાગ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૪.
રાજહૃદય ભાગ-૧૧ કર્યો. કોઈ પદાર્થનું અસ્તિત્વ મારામાં નથી અને કોઈ પદાર્થમાં મારું અસ્તિત્વ નથી. જેમકે માણસ ગળપણ ખાય છે. આ એકદમ મલાઈની ઊંચામાં ઊંચી મીઠાઈ છે. તો પોતાના અસ્તિત્વમાં એને દાખલ કરી ધે છે. શું કરે છે? રસ લેતી વખતે જીવ શું કરે છે? પોતાના અસ્તિત્વમાં દાખલ કરી દયે છે. જ્યારે જ્ઞાનીપુરુષ એને ભિન રાખે છે. એ એનો ત્યાગ છે. જ્ઞાનનું શેય છે. મારે ને એને કાંઈ સંબંધ નથી. અત્યારે જ્ઞાનમાં શેય છે એથી વધારે કાંઈ લેવાદેવા નથી. નતો એ સારું છે, નતો એ ખરાબ છે, નતો એની સાથે મારે કાંઈ સારા કે ખરાબપણાના કોઈ સંબંધ પણ નથી. મને કામની ચીજ નથી, મને નકામીચીજ પણ નથી. કેમકે સર્વથામારાથી ભિન્ન છે.
એવો દેહથી માંડીને દેહાતીત અવસ્થાથી માંડીને વિકલ્પાતીત અવસ્થા, એ પણ અન્ય તત્ત્વ છે, વિકલ્પ પણ અન્ય તત્ત્વ છે. દેહ પણ અન્ય તત્ત્વ છે અને દેહના ભોગઉપભોગ પણ બધા અન્યતત્ત્વ છે. એ બધાથી ભિન્ન જ્ઞાનમય દશાનો અનુભવ કરે છે. એ એણે અધ્યાસનો ત્યાગ કર્યો. એટલે જગતના સર્વ અન્ય પદાર્થોનો એણે ત્યાગ કર્યો છે. એટલે એને જ્ઞાન પ્રગટ્યું છે. એ નિરાવરણ જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિને જેટલું સમ્યજ્ઞાન પ્રગટ્યું છે એટલું નિરાર્વરણ જ્ઞાન પ્રગટ્યું છે.
મુમુક્ષુ -બાહ્ય વેષ ગૃહસ્થનો હોય અને અંદરમાં બધાનો ત્યાગ કર્યો? પૂજ્ય ભાઈશ્રી:- હા. બધાનો ત્યાગ થઈ ગયો છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો.” તાંદામ્યપણે જે અનુભવ થતો હતો, એનો આત્મપણે અનુભવ હતો). તદ્દ એટલે તે. આત્માપણે અનુભવતો હતો એ છૂટી ગયો. એટલે સંસારના બધા રસ ખલાસ થઈ ગયા. પહેલા ફિક્કા પડ્યા. મુમુક્ષુની અવસ્થામાં એ રસ બધા તદ્દન ફિક્કા પડી ગયા અને જ્ઞાન થતાં એ રસ ઊડી ગયા. ત્યારે એને જ્ઞાનદશા કહી છે અને ત્યારે એને ત્યાગ થયો એમ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – મુમુક્ષુના રસ ફિક્કા પડ્યા હોય, તો જેને રસ બિલકુલ સમાપ્ત થઈ ગયા હોય એ જ્ઞાનીને ઓળખી શકે?
પૂજ્ય ભાઈશ્રી :- ઓળખી શકે. કારણ કે એનું જ્ઞાન એટલું નિર્મળ થાય છે. જેટલો વિભાવરસ ફિક્કો પડે છે તેટલું જ્ઞાન તે ભૂમિકામાં નિર્મળ થાય છે. જેટલું નિર્મળ થાય છે એટલી ઓળખવાની શક્તિ ઉત્પન્ન થાય છે. નહિતર ઓળખવાની પરિસ્થિતિ નથી. મેલા જ્ઞાનમાં જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી. આત્માને ઓળખવાની સ્થિતિ નથી, જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી. એ તો એમ જ છે. એ રીતે મુમુક્ષુને એ લાગુ
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૫
પત્રાંક-૫૬૯ પડે છે.
મુમુક્ષુ -મુમુક્ષુ અત્યંત ત્યાગની ભાવનામાં અત્યારે આવે તો જ પાત્રતા પ્રગટ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- અત્યંત ત્યાગની ભાવનામાં એટલે ભિનપણું તો એને પહેલા જ સમજવું પડે ને? પોતાના આત્માનું સર્વથા ભિનપણું છે. નિર્ભેળ મારું આત્મતત્ત્વ છે. જ્ઞાનમાત્ર એટલા માટે કહ્યું છે. આત્માને-આત્મતત્ત્વને શું કહ્યું છે? જ્ઞાનમાત્ર. માત્ર જ્ઞાનસ્વરૂપ. આ માત્ર કહેતા બધાને બાદ કરી નાખ્યા. જ્ઞાનતત્ત્વ સિવાય બધાને બાદ કરી નાખ્યા. સર્વ શેયોને બાદ કરી નાખ્યા. કોઈ અન્ય શેય નહિ. પોતે સ્વશેય છે એટલે એ તો જ્ઞાન ને શેય. એ તો શબ્દભેદ છે, ભાવભેદ કાંઈ નથી. એ તો એક જ તત્ત્વ છે. પણ સર્વ અન્ય શેયનો એમાં અભાવ છે. એને આત્મભાવના કહી છે. અને એ આત્મભાવના સફળ થાય ત્યારે અનુભવ થાય છે.
હું જ્ઞાન માત્ર છું. બસ, એ આત્મભાવના છે અને એ આત્મભાવના સફળ થાય ત્યારે એવો અનુભવ રહે છે. એ અનુભવમાં બધો ત્યાગ થઈ જાય છે. બહારનો વેષ તો પૂર્વકર્મના ઉદયથી છે. કોઈતિર્યંચ હોય છે, કોઈ નારકી હોય છે, કોઈ દેવ હોય છે, કોઈ મનુષ્ય હોય છે. ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને એ દશા પ્રાપ્ત થવાનો અધિકાર છે અને થાય છે. તો એવખતેવેષપૂર્વકર્મનો રહે.
મુમુક્ષુ - આખા વિશ્વના બધા પદાર્થોનો ત્યાગ થઈ ગયો?
પૂજ્ય ભાઈશ્રી – બધા પદાર્થોનો ત્યાગ છે અને ક્યાંય એને રસ નથી. હમણાં પદ ન વાંચ્યું? “કીચસો કનક જાને.” કેટલી વાત લીધી છે? “બનારસીદાસનું પદ લીધું છે કે નહિ? ક્યાંય રસ નથી.
મુમુક્ષુઃ– જ્ઞાનમાં જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી સંયોગમાં ત્યાગ થઈ શકે
નહિ.
- પૂજ્ય ભાઈશ્રી :- સંયોગમાં ત્યાગ થવાનો પ્રશ્ન જ નથી કેમ કે એની તો એકત્વબુદ્ધિ ઊભી છે. એને તો એ જ આત્મા છે. દેહતે આત્મા છે અને અન્ય પદાર્થો એનો પોતાનો આત્મા કરીને બેસી ગયો છે. ત્યાગ થવાનો પ્રશ્ન જ ક્યાં છે? ત્યાગ કરે તો એને ત્યાગ નથી. એ તો ગુરુદેવ” કહેતા કે દ્રવ્યલિંગીએ કાંઈ ત્યાગ કર્યો છે? જરાય ત્યાગ નથી કર્યો. સર્વસંગપરિત્યાગ કરીને દિગંબર થઈને જંગલમાં ગયા ત્યાગ કર્યો નથી, એમ કહે. એ જરાય નિવર્યો જ નથી. એમ એ સમ્યગ્દષ્ટિને લીધા છે. આ તો “અષ્ટપાહુડમાં વિષય ચાલ્યો છે. “Íગર્વ વિન્ટે એ ત્યાંથી ચાલ્યો છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬,
રાજહૃદય ભાગ-૧૧ નગ્ન વેષધારી કે વસ્ત્રધારી વેષ હોય, પણ જો સમ્યગ્દર્શન વિના સાધુપણું હોય તો તે અસંયમી છે માટે તેને વંદન કરવા નહિ. “સ્પંગલંબ વન્ને ત્યાર પછી આગળ ચાલીને કહ્યું, કે સમ્યગ્દષ્ટિ ભલે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તો પણ તેને વંદન કરવા. વંદન કરવા નહિ અને ... શબ્દ વાપર્યો. એ જ પ્રકરણની અંદર. છ ગાથા છોડીને સાતમી ગાથામાં. આ ૨૬મી ગાથા અને આ ૩૩મી ગાથા છે. એ જ વખતે એને અર્ધ ચડાવો તમે.મૂળ માગધીમાં એ શબ્દ વાપર્યો છે. કોઈને ફોદો રહી જાય?ન રહી જાય. સ્મણ મુલ્લો ધમ્મોમાં લીધું છે.”
હવે પોતાની વાત કરે છે, કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ... ત્યાંથી શરૂ કરવાનું છે. આટલું ચાલી ગયું હતું. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” આ વ્યાપારની કડાકૂટમાંથી છૂટવાનો (જાપ જપે છે). રસ નથી પણ વેપારની કડાકૂટમાંથી છૂટવા માટે વળી વિચાર આવે છે અને વિચાર આવે છે નહિ અંદર જાપ ચાલે છે. છૂટવું... છૂટવું... છૂટવું. છૂટવું... છૂટવાનો જાપ ચાલે છે. ૨૮મે વર્ષે આ પરિસ્થિતિ છે.
જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી,... સંતોષ નથી. છૂટવાનો વિચાર અને છૂટવાનો જાપ ચાલે છે એનો સંતોષ નથી. ઊલટાનું એમ કહે છે કે એ તો હજી શિથિલ છે; અમારો એ વિચાર અને જાપશિથિલ છે. નહિતર છૂટી જ જાય. એની ઉગ્રતામાં કર્મની સ્થિતિ પૂરી થઈ જાય એમ કહે છે. જે મહાત્માઓએ સર્વસંગપરિત્યાગ કરીને મુનિદશા ધારણ કરી ભાવલિંગદશામાં આવ્યા, એનો ગૃહસ્થ સંબંધીનો પૂર્વકર્મનો ઉદય પૂરો થઈ જાય છે. ઉદય રહી જાય છે અને એ દશા પાછી થતી નથી. એ ઉદય પણ ખલાસ થાય છે. એની સ્થિતિ ટૂંકાઈને ગમે તે રીતે પણ પૂરી જ થાય. એ જ પરિસ્થિતિ હોય છે. કર્મની અને ભાવની પણ એ જ પરિસ્થિતિ, સામે દ્રવ્યકર્મની એવી જ પરિસ્થિતિ થાય. એટલે કહે છે, કે એ હજી તથારૂપ નથી. જેવો જોઈએ એવો નથી. અમને એનાથી સંતોષ નથી.
શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે. એવી મારી યોગ્યતા માટે તૈયાર કરવી ઘટે છે, કે એવી ઉગ્રતામાં આવીએ, એ જાપ અને એ વિચાર એટલી બધી ઉગ્રતામાં આવે કે આ પરિસ્થિતિ ઊભી ન રહે બહારમાં, છૂટી જ જાય. બે રીતે ઉદય છૂટે. એક અજ્ઞાનપણે દીક્ષા લે તે ત્યારે ઉદય છૂટે અને બીજો ઉદય શરૂ થાય. એને તો એક ઉદય છૂટીને, બીજો ઉદય શરૂ થાય. જ્યારે ભાવલિંગી મુનિને એક ઉદય પૂરો થાય અને અનઉદય
Page #344
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૬૯
૩૨૭
શરૂ થાય છે. એને ઉદય બીજા નથી લેતા, એને અનઉદય પરિણામ લઈએ છીએ. કેમકે નિર્જરા વિશેષ છે. સંજ્વલનનો અલ્પ બંધ તો નામમાત્ર જ છે. એટલે એને અનઉદય પરિણામમાં લઈ જવાનું ... એ એનો ન્યાય છે.
...
અલ્પકાળમાં એવી યોગ્યતા કરવી ઘટે છે અને ‘એમ વર્ત્યા કરે છે.’ ભાવમાં એવું ચાલ્યા જ કરે છે. મારી યોગ્યતા મારે હજી વધારવી રહી. મારી યોગ્યતા જ વધારવી રહી. તો જ સર્વસંગપરિત્યાગ સહજમાત્રમાં થાય. સહજમાત્રમાં થાય એ દશામાં મારે આવવું રહ્યું અને એ દશામાં આવું ત્યાં સુધી આ મારો જાપ છે એ બંધ થાશે નહિ. જાપ ચાલુ રહી જશે. આત્મા એ જ જાપ જપ્યા ક૨શે. એમ કહે છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે,...’ પ્રસંગોચિત્ત એટલે મારા અને તમારા બંનેના પ્રસંગોચિત્ત લાગુ પડે. સંબંધ એટલે બંનેને લાગુ પડે એવા વચનો ‘આ પત્રમાં લખ્યા છે, તે વિચારમાં સ્ફુરી આવતાં...’ વિચારમાં લખતા લખતા એનું સ્ફુરણ થતાં ‘સ્વતિચારબળ વધવાને અર્થે...’ મારું પણ વિચારબળ વધે અને તમારું પણ વિચારબળ વધે. જુઓ ! આ પત્ર લખવાનો હેતુ છે. આખો પત્ર છે એ સ્વવિચારબળ વધવાના હેતુથી લખેલો આ પત્ર છે. આ પત્રની અંદર બહુ સારો વિષય લીધો છે. અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે.’ તમે વાંચજો. વારંવાર એનો વિચાર કરજો.
‘જીવ,...’ એટલે જીવનું સ્વરૂપ. પ્રદેશ,...' એટલે એનું ક્ષેત્ર, પર્યાય...’ એટલે એના શુદ્ધ-અશુદ્ધ ભાવો. ‘તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત...’ વગેરે સંખ્યાઓ. આદિ વિષે...: એ બધા પ્રશ્નો વિષે તથા રસના વ્યાપકપણા વિષે...’ ૨સ વ્યાપે છે. જીવના પરિણામમાં રસ વ્યાપે છે. તો એ રસ વ્યાપે છે એટલે શું ? એનો અનુભવ શું ? એ “વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે.’ ક્રમશઃ એ વાત આપણે વિચારશું. ‘તમારો અત્ર આવવાનો વિચાર છે,...’ મુંબઈ’. ‘તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.’ મને પણ તમારા સત્સંગના યોગની ઇચ્છા રહ્યા કરે છે. એ રીતે અહીંયાં ૫૬૯મો પત્ર પૂરો કર્યો છે.
મુમુક્ષુ - :- ... સમજાશે એનો અર્થ યોગ્યતા આવ્યા પછી આ વાત સમજાશે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનુક્રમે સમજવું યોગ્ય થશે. એટલે જેમ જેમ કેટલાક બીજા પ્રશ્નો એમણે કરેલા એ સમાધાન થવા યોગ્ય હોય છે. આમાં શું હોય છે માણસને પોતાને પ્રશ્ન પૂછનારને ખ્યાલ નથી આવતો. એને જે જે વિકલ્પ આવે, કુતૂહલ થાય એનો પ્રશ્ન પૂછી લે છે. પણ એ પહેલા એને બીજું કેટલુંક સમાધાન ન થાય, તો એ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૧ પ્રશ્નનો ઉત્તર મળે તોપણ એને સમાધાન ન થાય. એટલે એમાં કમ પાડે છે. જ્ઞાનીને ખ્યાલ આવે છે. એટલે એ એને જે રીતે એ સમજે એ Line ઉપર લઈ જાય છે. પહેલા એને બીજી બીજી વાતોમાં સમાધાન લાવી દે, પછી એના મૂળ પ્રશ્નનો ઉત્તર આપે. એમ કરીને વાત કરવી છે. કોઈ કોઈ જગ્યાએ એવું લખે છે, કે બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન થયા પછી આ પ્રશ્નનું સમાધાન થવા યોગ્ય છે માટે સમાગમમાં રૂબરૂમાં આનો વિચાર કરશો. એમ કરીને વાત કરે છે.
પત્રક-૫૭૦
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈશ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન.
પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્યા છે', “આત્મા કર્મનો ભોક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકશાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવેવિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એક કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્ય કાળમાં છોડી
૧. મહાત્મા ગાંધીજી
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૯
પત્રાંક-૫૭૦
શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચા૨ ક૨વાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જવિનંતિ.
આ. સ્વ. પ્રણામ.
૫૭૦મો પત્ર છે. ગાંધીજી’ ઉપરનો પત્ર છે. ડરબન’માં ગાંધીજી’ પછી રોકાઈ ગયા હતા. ૫૩૦મો એક પત્ર આવી ગયો. ૨૭ મા વર્ષમાં આસો મહિનામાં એ પત્ર હતો. ત્યાર પછી આ પાંચ મહિને ફરીને બીજા એક પત્રનો અહીંયાં ઉલ્લેખ થયો છે.
‘સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન.’ ‘દક્ષિણ આફ્રિકા’માં ‘ડરબન’ City માં એ વખતે હતા. પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખપ્રગટે છે.’ જેમ જેમ જીવ ઉપાધિ છોડે એમ એને શાંતિ થાય. જેટલી ઉપાધિ કરે તેટલી અશાંતિ થાય. એ તો સમજી શકાય એવી વાત છે, અનુભવગમ્ય છે. એટલે જેમ જેમ ઉપાધિ છૂટે, ત્યાગ થાય એટલે ઉપાધિ છૂટે, તેમ તેમ એને સમાધિ એટલે શાંતિ અને સુખ, આત્માનું સુખ પ્રગટે છે.
જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.' એ તો સામે સામો વિષય છે. જીવ જેમ જેમ વધારે ઉપાધિ કરે, તેમ તેમ એના આત્મિક સુખનો નાશ થાય. આકુળતા અને દુઃખ વધે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આમાં બીજું કાંઈ કોઈનું ચાલે એવું નથી. પોતે સમજે, સમજીને પોતે પોતાને સુખ શાંતિ થાય એમ પ્રવર્તે. એ તો સીધી સાદી વાત છે.
“વિચા૨ કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.’ આ તો થોડા વિચારથી પણ અનુભવમાં આવે છે. કેમકે જીવ ઉપાધિ કરે છે ત્યારે તેને ઘણી આકુળતા થતી
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૧ જોવામાં આવે છે. કેટલાકને તો ઉપાધિ વધે એટલે Tension જેને કહેવામાં આવે છે. તણાવ, માણસને અસર થાય છે. ડાયાબિટિસમાં એ જ છે. ચિંતા કરવાનો વધારે સ્વભાવ હોય એને ડાયાબિટિસ થાય છે. પ્રકૃતિ બધી ઈ જાતની હોય. એને શું થાય છે? કે જ પાચક અવયવ છે એ Fail થાય છે. પેનક્રિયાસ ફેઈલ થયું એમ ડોક્ટરો કહે છે. પાચક અવયવ છે એમાં પાચકરસ છૂટે છે. એ ખલાસ થાય છે. ડૉક્ટર એમ કહે, આ તમને Permanent lossથયો.એને તો શરીરમાંથી Lossથયો છે, આત્મામાંથી કાંઈ Loss થયો નથી. ઉપાધિ સ્વભાવ ગમે ત્યારે છોડી શકે છે. પેનક્રિયાસ ફેઈલ થયું હોય તો એને ચાલુ કરી શકાય, પણ ઉપાધિ ઘણી કરતા હોય તો ઉપાધિ છોડી શકાય છે. મમત્ત છોડવું પડે. મારું કાંઈ નથી. આ જગતમાં આ દેહથી માંડીને કાંઈ મારું છે નહિ. દેહ પણ મારો નથી, બીજાને કયાં મમત્વ કરવું એમ કહે છે. ઉપાધિ છૂટી શકે છે. સમાધિસુખ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાકને ઊંઘ ઊડી જાય છે બહુ ઉપાધિ વધી જાય તો. ખાવા-પીવાનું ભાવતું નથી. કેમકે ઉપાધિ બહુ છે અત્યારે, ભાઈ ! ક્યાંય અમને ચેન પડતું નથી.
જીવના વિભાવ પરિણામની અસર શરીર ઉપર થાય ત્યાં સુધી માણસ ઉપાધિ કરે છે. જુઓ ! કેવી ઉપાધિ કરે છે? આ Hypertension નું એક મુખ્ય કારણ આ ગણવામાં આવે છે. ઘણા કારણો છે. શારીરિક કારણો છે. પણ મોટે ભાગે માનસિક કારણ ગણવામાં આવે છે.
મુમુક્ષુ-નવરાશમાં ઉપાધિ કર્યા વગર ગમતું નથી.
પૂજ્ય ભાઈશ્રી - એ નવરો ક્યાં રહે છે? નવરાશ એટલે બીજી પ્રવૃત્તિ નથી કરતો. બાકી તો નવરો છે જ નહિ. પરિણામ થયા જ કરે છે. હવે પરિણામ ઉપાધિવાળા કરે છે કે નિરૂપાધિવાળા કરે છે એને શાંતિની ચાહના હોય એમ કરે.
જીવને પૂછવું. પોતે પોતાના જીવને પૂછવું, કે ભાઈ! તારે શાંતિ જોઈએ છે? કે તારે શાંતિ જોઈતી નથી ? તું એક વાત નક્કી કર ને! તારે જોઈએ છે શું એ તો નક્કી કર. આ માણસને તકરાર થાય ત્યારે શું પૂછવું પડે છે? બે વચ્ચે વાંધો હોય ભાઈ ! તમે શું ઇચ્છો છો એ પહેલા નક્કી કરો. કહી દો કે તમે શું ઇચ્છો છો ? તમે ઇચ્છતા હોય એ કહેજો. એમાં છેતરતા નહિ. નહિતર માણસ એમાં પણ છેતરે. પહેલા ન જોતું હોય એ કહે અને પછી જોતું હોય એ પાછળથી કહે. એમ નહિ. એને પૂછી લે, કે તમારે જોઈએ છે શું? એમ જીવે પોતાને પૂછી લેવું. તારે જોઈએ છે શું? શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? નક્કી કરીને તેમને કહે. એ વગર તું શાંતિનો રસ્તો જનહિ પકડે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૧
પત્રાંક-૫૭૦
જ્યાં તારે શાંતિ જોઈતી નથી ત્યાં સુધી શાંતિનો રસ્તો તું નહિ પકડ. નવરો પડીશ તો અશાંતિનો જ રસ્તો પકડીશ. બીજું કાંઈ નહિ થાય. એટલા માટે ધ્યેય નક્કી કરવાની વાત છે. સંપૂર્ણ શુદ્ધિમાં સંપૂર્ણ શાંતિ છે. એ ધ્યેય નક્કી કર્યા વિના આ કાર્યમાં શરૂઆત નથી થાતી. બીજે જે થાતું હોય એ ભલે થાતું. અહીંયાં તો શરૂઆત થાતી
નથી.
“શ્રીગુરુ” એમ કહી ગયા. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે.” પૂર્ણ શાંતિનું ધ્યેય બાંધ્યા વિના કોઈને આ માર્ગની શરૂઆત થતી નથી. મુમુક્ષતામાં પ્રવેશ જ મળતો નથી. સીધી વાત છે. આપણે મુમુક્ષુ કહેવડાવીએ છીએ ને ? કહેવડાવીએ છીએ, હોં! પણ મુમુક્ષતામાં આવ્યા નથી. વાતમાં કાંઈ માલ નથી. સાકરના કોથળામાં અંદર કરિયાતું ભર્યું છે. નામ સાકરનું છે. એવી પરિસ્થિતિ છે. એટલે એ વાત છે. પછી નવરાશમાં સાચો રસ્તો સૂઝશે, નહિતર રસ્તો ખોટો પકડશે. નવરો પડશે અને નખ્ખોદકાઢશે. પોતાનું ને પોતાનું. બીજાનું તો કોઈ કાંઈ કરી જ નથી શકતું. સારું કે ખરાબ પણ પોતાનું ખરાબમાં ખરાબ કરશે.
શું કહે છે ? “ગાંધીજીને લખે છે, કે વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. મૂળ ગાંધીજી મૂંઝાતા હતા. ગાંધીજી પોતાના જીવનમાં મૂંઝાતા હતા. આમ બુદ્ધિશાળી માણસ હતા છતાં પણ ક્યારેક મુંઝવણમાં આવી જતા હતા). (સમાધાન) થવા માટે “શ્રીમદ્જી સાથે પત્રવ્યવહાર કરતા હતા. એમને એ પોતાના ગુરુના સ્થાને એમણે અંદરમાં મનમાં સ્વીકાર્યા હતા. એ પોતે આત્મકથામાં લખી ગયા છે, કે જ્યાં જ્યાં હું જીવનમાં મૂંઝાણો છે, ત્યાં મારા પ્રત્યક્ષ ગુરુના સ્થાને રાખીને મેં મારી મૂંઝવણનો ઉકેલ કરવા માટે એમને પૂછાવ્યું છે.
વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે...” જે સંયોગો છે, આ સંસારના જે પદાર્થો છે એનો જો કાંઈ વિચાર કરવામાં આવે તો સમ્યક વિચારથી, સાચા વિચારથી, યોગ્ય વિચારથી તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં.” શું કહે છે? “ગુરુદેવ’ વાત જ્ઞાનથી લેતા હતા, કે આ જગતના પદાર્થોને જો જોવામાં આવે તો તે બધા સમ્યજ્ઞાનનો વિષય થાય છે. અને જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય, હોય ને હોય જ. આમણે વૈરાગ્યથી લીધું, એમણે જ્ઞાનથી લીધું. વાત તો એકની એક જ છે. જગત આખું સમ્યજ્ઞાનનો વિષય છે. અથવા તો ઉલટાવીને એમ કહેતા, કે આ જગતમાં મિથ્યાજ્ઞાનનો કોઈ વિષય જ નથી. મિથ્યાજ્ઞાન એટલે કલ્પના. એવો કોઈ પદાર્થ જ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩ર
રાજહૃદય ભાગ-૧૧ નથી. જેમ કે ફલાણી ચીજ સારી તો એ મિથ્યાજ્ઞાનનો વિષય છે. જગતમાં કોઈ ચીજ સારી નથી. ફલાણી ચીજ ખરાબ છે. ખોટી વાત છે. કોઈ ચીજ જગતમાં ખરાબ નથી. એટલે મિથ્યાજ્ઞાનનો જગતમાં કોઈ વિષય નથી. અથવા જગતના દરેક પદાર્થ સમ્યજ્ઞાનનો વિષય છે. ગુરુદેવશ્રી' એમ કહેતા. દરેક મહાત્માઓની શૈલી પોતપોતાની હોય છે. વાત એક જ કરે છે. અને બધી શૈલી સુંદર છે. જે જે શૈલી છે એ એમની આત્મદશાના આધારથી નીકળેલી એ વાણી હોવાથી એ બધી શૈલીમાં સુંદરતા છે. આત્મભાવોને વ્યક્ત થતી એ સુંદરતાઓ છે. એમાં ક્યાંય અસુંદરતા જોવામાં આવતી નથી.
મુમુક્ષુ-ઈષ્ટ-અનિષ્ટપણું કરવામાં પોતે જ ભ્રમ ઊભો કર્યો છે?
પૂજ્ય ભાઈશ્રી :- પોતે જ ભ્રમ ઊભો કર્યો છે. અને અનાદિથી એ ભ્રમ સમયે સમયે નવો-નવો ઊભો કરીને ચાલુ રાખ્યો છે. એટલે અનાદિથી છે એમ કહેવાય છે. પણ દરેક સમયે નવો નવો ઊપજે છે. કોઈપણ સમયે એને ખલાસ કરી શકાય છે. નવો ન થાય એમ કરી શકાય છે. આમ ચાલુ રાખે છે, કેમકે એને શાંતિ જોઈતી નથી, એને શાંતિ જોઈતી નથી. શાંતિ જોઈતી હોય તો છોડી દે કે આ મારી ભ્રમણા છે. ભ્રમણાથી સુખ મળવાનું કોઈ સાધન નથી. તમામ દુઃખનું કારણ ભ્રમણા અથવા કલ્પના છે. કલ્પનાથી અને ભ્રમણાથી દુઃખ થાય, થાય ને થાય જ. ન થાય એવું ન બને. સુખ ન થાય કોઈને.
મુમુક્ષુ -સંસાર સમ્યજ્ઞાનનું નિમિત્ત છે?
પૂજ્ય ભાઈશ્રી – આખું જગત સમ્યજ્ઞાનનું નિમિત્ત છે. સમ્યજ્ઞાનનું નિમિત્ત છે. એટલે એમ કહે છે, આખું જગત અમને તો સમ્યજ્ઞાનનું જનિમિત્ત છે.
શ્રીમદ્જીએ તો ભાષા બહુ ગૂઢ કરી છે, કે આ જગતને અમે ઈશ્વરની લીલારૂપે દર્શન કરીએ છીએ. શું કહ્યું? આ જગતનું અમે દર્શન કરીએ છીએ. ક્યા સ્વરૂપે દર્શન કરીએ છીએ? ઈશ્વરની લીલારૂપે એનું દર્શન કરીએ છીએ. કેમકે દરેક પદાર્થ પોતાનું ઐશ્વર્ય ધારણ કરે છે. એની પર્યાય તે એની લીલા છે. અમારે કાંઈ લેવા કે દેવા. અમે ભિન્ન પડ્યા છીએ. આ જગતની લીલાને મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ. રાગ-દ્વેષ કરે તો એણે પોતાની શાંતિનો ખર્ચો કરી નાખ્યો, અશાંતિ ઊભી કરી. (આ કહે છે, નહિ. અમે તો બેઠા બેઠા મફતમાં જોઈએ છે. આખું જગત સોનાનું થાય તો અમારે તણખલા જેવું છે. આ લોકો કહેને ભાઈ!આ આટલા કમાઈ ગયો, આને આટલા પૈસા મળી ગયા, આ દુઃખી થઈ ગયો, આ સુખી થઈ ગયો. એ સોનાનું થાય કે ગારાનું થાય,
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૩
પત્રાંક-૫૭૦. અમારે કાંઈ લેવા-દેવા નથી.
મુમુક્ષુઃ- સકળ જગત છે એઠવતું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એઠવત્ છે. એંઠ ઉપર કેટલી પ્રીતિ ઊપજે ? ઊલટી થઈ હોય, ભલે બાસુંદી અને દૂધપાક ખાધો હોય. ઊલટી થઈ હોય તો કેટલી પ્રીતિ ઊપજે ? એકાદ આંગળીથી ચાટી લે કે ન ચાટી લે? સ્વાદફેર થયો છે કે નહિ? એ વોમિટ કરી નાખ્યું છે. જ્ઞાનીઓએ આખા જગતને વોમિટ કરી નાખ્યું છે.
મુમુક્ષુ -ચાટવાનું તો દૂર, જોતા જ નથી.
પૂજ્ય ભાઈશ્રી:- જોવું ગમતું નથી. ચાટવાનો તો પ્રશ્ન નથી. જોવું ગમે નહિ, સામું જોવું ગમે નહિ. એવું છે. એ જગતની સ્થિતિ છે.
શું કહે છે? આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ.” આ વોમિટ થયેલી ચીજ છે ને ? વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. આ જીવનો મોહ છે, એટલું આ જીવનું અવિચારીપણું છે. વિચારવાનપણું નથી પણ અવિચારીપણું છે. કેમકે પોતે નુકસાન કરે છે. પોતાની શાંતિનું ખૂન પોતે કરે છે. એ અવિચારીપણું તો નહિ હાથે કરીને કોઈ પોતાના ઉપર કુહાડો મારે એને શું કહેવું ? કે અવિચારીપણું છે. અવિચારીપણું એ... શબ્દ છે. કઠોર શબ્દ એ છે કે એ એક નંબરની પોતાની મૂર્ખતા છે. પોતાની શાંતિનું પોતે ખૂન કરે તો એ પોતાની જમૂર્ખતા છે કે બીજા કોઈની છે? એ પોતાની જ મૂર્ખતા છે. અણસમજણે અશાંતિ છે અને સમજણે શાંતિ છે. આ સીધી સાદિ વાત છે. માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
“આત્મા છે',...” હવે છ પદ કહ્યા છે. ગાંધીજીને છ પદ કહ્યા છે. યોગ્યતા હોત તો કોઈ બીજી જLine ગાંધીજીએ પકડી હોત. વાત તો બધી ઠેઠ સુધીની કરી નાખી છે. “આત્મા છે, “આત્મા નિત્ય છે.... પણ આત્મા નિત્ય છે. સદાય છે. “આત્મા કર્મનો કર્યા છે... જે એવિભાવ પરિણામ કરે છે એના નિમિત્તે એને કર્મો કરવાનું થાય છે. તે તે કર્મોના ફળનો એ ભોક્તા પણ છે. એ દુઃખને સંસારમાં ભોગવતો જોવામાં આવે છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને એ કર્મના કર્તા ભોક્તાપણાથી એ નિવૃત્ત થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. “અને નિવૃત્ત થઈ શકવાના સાધન છેઆ જગતમાં. છ પદની અંદર બધી વાત આવરી લીધી.
એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય,...” સિદ્ધ થાય એટલે સંમત થાય, સિદ્ધ થાય એટલે અંગીકાર થાય અને તેને વિવેકશાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૧ ગણવી.” જુઓ! વિવેકજ્ઞાન નાખ્યું. ઓલા જૈન નથી ને ? એટલે પહેલા એક શબ્દ નાખ્યો, સમ્યગ્દર્શન પહેલા. સમ્યગ્દર્શનના સામે સામે જ્ઞાનનો પર્યાય નાખી દીધો. શ્રદ્ધાની સામે. તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે....” એવું જિનેન્દ્ર પરમાત્માએ જિનેશ્વરે એવું નક્કી કરેલું છે. પેલા ભલે અન્યમતિ હતા છતાં ભગવાનનું નામ લીધું છે, કે આ રીતે જૈન પરમેશ્વર આવી વાત કરે છે. તમને કાંઈ જો ચોંટ લાગે કે જૈન પરમેશ્વર વાત કરનારા કોઈ બીજી જાતની વાતો કરે છે, તો એમના આગમમાં માથું મારો, વિચારો. એકદમ એટલા બધા જૈન તત્ત્વજ્ઞાનથી અન્યમતિઓ અજાણ્યા છે, કે આટલો મોટો સમાજ આજુબાજુ હોવા છતાં એ જૈન સમાજ પોતે તત્ત્વજ્ઞાનથી અજાણ્યો હોવાથી, અન્ય સમાજ સાવ અજાણ્યો છે. નહિતર આવું સર્વોત્કૃષ્ટ જગતનું ઊંચામાં ઊંચી Quality નું જે એથી ઊંચી Quality નું જગતમાં કોઈ તત્ત્વજ્ઞાન નથી. આખો જૈનસમાજ જ અજાણ્યો છે. અન્યમતિઓ તો સાવ અજાણ્યા. એને તો એ ખબર જ નથી કે જૈનતત્ત્વ શું છે, જૈન પરમેશ્વરે શું કીધું છે?
પહેલું વહેલું આ (શ્રીમદ્ રાજચંદ્ર) વાંચ્યું ત્યારે એમ થયું કે આની અંદર તો ગજબની વાતો છે ! આપણને તો ખબર નથી, જૈનમાં આવું હશે. “મુંબઈમાં એક જૈન દેરાસર છે. માધવબાગ છોડીને આ બાજુ પાંજરાપોળ બાજુ આવો તો વચ્ચે એક જૈન દેરાસર આવે છે. સી.પી.ટેન્કથી દાખલ થઈને આવે ને. માધવબાગના કમ્પાઉન્ડ પાસે છે. દાખલ થાવ અને સી.પી.ટેન્ક જાઓ તો વચ્ચે એક જૈન દેરાસર આવે છે. મારે રોજ ત્યાંથી ચાલવાનું રહેતું ૧૯-૨૦વર્ષની ઉંમર. ત્યાં રોજ સવારમાં ધમાલ ચાલતી હોય. સવારમાં આઠ વાગે ત્યાંથી લગભગ મારે રોજનીકળવાનું થાય. એ વખતે વખતે ગીતા અને વેદાંતના તત્ત્વજ્ઞાનનો થોડો પરિચય થયો હતો. મને એમ વિચાર આવ્યો કે આ લોકો આવી ધમાલ કરવામાં જ સમજતા હશે? આ લોકોને કાંઈ તત્ત્વજ્ઞાન નહિ હોય? એમ વિચાર આવતો. સવારમાં ધમાલ કરે છે. માણસો અંદર ઘણા ભેગા થતા હતા. વાજિંત્રો અને જોર જોરથી ગાતા હોય. એ વિચાર અવારનવાર આવે. ૩૬૦ દિવસ ત્યાંથી નીકળવાનું. આ લોકોને કાંઈ ખબર જ નહિ પડતી હોય? બસ! આ ધમાધમ કરવી એટલો જ એનો ધર્મ હશે ? ઓલું તત્ત્વજ્ઞાન સારું. વેદાંતમાં આવી વાત કરે છે. આ વાંચ્યું ત્યારે એમ થયું કે આ તો ગજબ વાત છે!આમાં તો બહુ મોટી ખાણ ભરી છે. જેનશાસ્ત્રોમાં તો તત્ત્વજ્ઞાનની મોટી ખાણ ભરી છે. પણ જૈનસમાજ જ અજાણ્યો હોય તો બીજાને શું ખબર હોય? એને ખબર જ નથી. જગતને આ ગુપ્ત
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૫
પત્રક-૫૭૦ ચમત્કારની ખબર જ નથી. આમાં જબરદસ્ત ચમત્કાર છે.
મુમુક્ષુ - “ગુરુદેવના પ્રતાપે જતત્ત્વની ખબર પડી.
પૂજ્ય ભાઈશ્રી:- હા. દિગંબર હોય તોપણ ભાન ન મળે. બીજાને તો શું હોય? જે દિગંબરના કુળમાં જન્મ્યા હોય એને કાંઈ ભાન ન હોય. ગજબની વાત છે ને. ગજબની ચમત્કારીક વાત છે. આત્મા સંસારીમાંથી સિદ્ધ થઈ જાય. એક એને જો કણિયો અડી જાય, અંતર્ભેદજાગૃતિ. લીધું ને ૫૬૯પત્રમાં? એક અંતર્ભેદજાગૃતિ એક ક્ષણ આવે, કણિયો અડી જાય. ‘એક જ દે ચિનગારી.” એક જામગરીનો કણિયો અડી જાય (તો) આખો સંસાર બળી જાય. ખલાસ. સિદ્ધપદમાં જઈને બેસે. અલ્પકાળમાં સિદ્ધપદમાં જઈને બેસે એવી ચીજ છે. શું કહે છે ?જુઓ!
એમ શ્રી ળેિ નિરૂપણ કર્યું છે....” એમ કરીને ઇરાદાપૂર્વક નામ નાખ્યું. જો કાંઈ વિચક્ષણતા હોય તો માણસ ઊંડો ઉતરી જાય. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. જુઓ! ધ્યાન ખેંચ્યું છે. શ્રી જિને નિરૂપણ કર્યું છે...” એમ કહીને એ અભ્યાસ કરવા યોગ્ય છે. મુમુક્ષુએ જરા ઊંડા ઉતરવા જેવી વાત છે. છોડી દેવા જેવી વાત નથી. જો આત્માની શાંતિ જોતી હોય તો આ એક અભ્યાસ કરવા જેવો વિષય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એક કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે...' સામાન્ય રીતે પૂર્વનો એ પ્રકારનો કાંઈ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ રહ્યો હોય, એનું બળ હોય, પૂર્વસંસ્કાર જેને કહીએ તો એ અંગેનો વિચાર ઉત્પન્ન થાય છે. અથવા જીવ એ બાજુ ઊંડા ઉતરવામાં આગળ વધે છે. અથવા...’ એમ ન હોય તો “સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. કાં તો જીવને આત્માનો વિચાર પૂર્વકર્મના સંસ્કારે જાગૃત થાય અથવા વચમાં એને કોઈ સત્સંગ મળી જાય તો ત્યાંથી એ જાગૃત થઈ જાય. એવો યોગ બને છે. ત્યારપછીના Paragraph માં બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે.
“અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી.” આ તો આત્માનું સ્વરૂપ છે. આત્મા સદાય હોવાપણે રહે, નિત્ય એનું અસ્તિત્વ રહે અને જેને બાધા ન પહોંચાડી શકાય એવું જેનું સમાધિ સુખ છે એ આત્માની સંપત્તિ છે. એ એનામાં હોવા છતાં જીવને કેમ ભાન નથી ? કે દેહાદિ અનિત્ય પદાર્થ પ્રત્યે એને વ્યામોહ છે, મોહબુદ્ધિ છે, એ એને સારું લાગે છે, શરીર સારું લાગે છે, બીજા અનુકૂળતાના સાધનો એને ઠીક લાગે છે,
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
રાજદય ભાગ-૧૧ એના ઉપર અધિકાઈ આપી દે છે. (તેથી) આત્માનું સમાધિસુખ એને ભાનમાં આવતું નથી. નહિતર આત્માની પોતાની ચીજ છે. આ કાંઈ બહારથી લાવવાની ચીજ નથી. બીજી ચીજ તો બજારમાંથી પૈસા ખર્ચીને લાવે તો ઘરમાં આવે. આમાં કાંઈ નથી. અંદર ચીજ રહેલી જ છે, પડી જ છે. પણ એનું બેભાનપણે વર્તે છે.
અવ્યાબાધ શબ્દનો પ્રયોગ બહુમાર્મિક રીતે કરે છે. આત્મસિદ્ધિમાં પણ જીવનું સ્વરૂપ કહેતા એ વાત કરી છે, કે જીવ કેવો છે? અવ્યાબાધસ્વરૂપ એમ લીધું છે. આગળ એ “સોભાગભાઈને પત્રમાં એ વાત છેલ્લે છેલ્લે નાખી. કે આત્મા અવ્યાબાધસ્વરૂપ છે. જીવનું જેસ્વરૂપ છે એ અવ્યાબાધસ્વરૂપ છે. ૨૯ વર્ષમાં જોયું ને ? અવ્યાબાધ અનુભવસ્વરૂપ. ૭૮૦મો પત્ર, પાનું-૬૦૪.
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ... સંગ હોય એટલે આયુષ્ય હોય ત્યાં સુધી નિર્મોહપણું કરી લઈ અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી....” આત્મસિદ્ધિમાં એ કહ્યું, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” આટલા શબ્દો વાપર્યા છે. “અબાધ્ય અનુભવ જે રહે...” અહીંયાં અવ્યાબાધ અનુભવસ્વરૂપ કહ્યું. અબાધ્ય અનુભવસ્વરૂપ. ત્યાં પણ એ જ વાત કરી છે. જીવનું સ્વરૂપ દેખાડતી વખતે, ઓળખાવતી વખતે. આ બહુમાર્મિક શબ્દલીધો છે.
તારા અનુભવને. અનુભવ તો કોણ બંધ કરી શકે ? તું અનુભવસ્વરૂપી, અનુભૂતિસ્વરૂપ (છો). શાસ્ત્રમાં ‘અમૃતચંદ્રાચાર્યદેવે” ૧૭-૧૮ ગાથામાં અનુભૂતિસ્વરૂપ શબ્દ વાપર્યો છે. એટલે કે તું અનુભવસ્વરૂપ છો, એ અનુભવ કરતો તને કોણ બંધ કરી શકે? કોણ બાધા પહોંચાડી શકે? અવ્યાબાધ, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. તેને પછી બાધ નથી.
મુમુક્ષુ – “એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધસ્વરૂપ.”
પૂજ્ય ભાઈશ્રી:-એલીધું છે. એ જીવને ઓળખવા માટે વાત લીધી છે. મુમુક્ષુ –પછી શુદ્ધ બુદ્ધ. લીધું, તરત જ. પૂજ્ય ભાઈશ્રી:-જીવના સ્વરૂપનો વિષય ચાલ્યો છે ને? એટલે.
અહીંયાં એમ કહે છે, કે જીવને પોતાનું અવ્યાબાધ સમાધિ સુખરૂપ જે અસ્તિત્વ છે અને જે નિત્ય શાશ્વત એવું અસ્તિત્વ છે એ કેમ ભાનમાં આવતું નથી ? કે અનિત્ય પદાર્થપ્રત્યે આ જીવની મોહબુદ્ધિ હોવાને લીધે, મમત્વબુદ્ધિ હોવાને લીધે. જેમકે શરીર
Page #354
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૦
૩૩૭
નિત્ય છે. (છતાં) કહે, મારું સ્વરૂપ છે. ભાડુતી જગ્યાનો માલિક થયો. કુદરતે એને એમ કીધું, ભાઈ ! તને આટલા વર્ષ ભાડે રહેવા દઈશું. આ કરે છે ને લખાણ- Contract. આટલા વર્ષ ભાડે રહેવાનું. પછી તમારે બીજી જગ્યા ગોતી લેવાની. આ ભાડાખત Renew થાતું નથી. જગતમાં તો હજી Renew પણ થાય. ભાઈ ! આટલા પટ્ટે જગ્યા ભાડે આપી છે. ફરીને Renew કરી દ્યો. આમાં Renew નથી થતું. આટલા વખત ભાડે રહેવાનું છે. હવે એ પોતે ભૂલી જાય છે કે હું ભાડે રહું છું. એ જ ભૂલી જાય છે. માલિક થઈને બેસી જાય છે. હું આનો ધણી. આને હું સાચવું છું, આને હું જાળવું છું, આને સરખું રાખું છું. અને પછી એમાં કાંઈક ફેરફાર થાય એટલે જોઈ લ્યો એની અશાંતિ પછી. પછી એને શાંતિનું ઠેકાણું રહે નહિ. એકલી અશાંતિ વધે.
...
એ અનિત્ય પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ છે એ જીવને પોતાના સ્વરૂપનું ભાન થવા દેતી નથી. બેભાનપણું કરી દે છે. ‘તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે,.' એટલું બધું એકાગ્રપણું એમાં ઘનિષ્ઠ કરી નાખ્યું છે, ‘કે તેનો વિવેક કરતાં...’ એ સંબંધીનો વિવેક કરતાં. સાચો વિચાર કરતાં પણ, કરતાં કરતાં જીવ મૂંઝાઈ જાય છે. એને મૂંઝવણ થઈ જાય છે. અર.....! આ બધું મારું નહિ ? આટલી બધી મીઠાશ વેદી. આખા કુટુંબની, કુટુંબના સભ્યોની, શરીરની, સંબંધોની, આબરૂની, કીર્તિની, માલ-મિલ્કતની. કાંઈ એક રજકણ મારું નહિ ? કહે છે. એને મૂંઝવણ થઈ જાય છે. જાણે બધું લઈ લેતા હોય ને ! મૂર્છા પામી જાય છે.
તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં...' વિવેક કરીને એને જુદું પાડતાં પાડતાં એ પહેલા તો એને કોઈવાર મૂંઝાઈને પાછુ વળી જવું પડે છે. કચારેક કચારેક જીવે વિચાર કર્યો છે, પણ ઓલી એકત્વબુદ્ધિ એટલી કામ કરે છે, કે મૂંઝાઈને પાછો વળી જાય છે. આપણું કામ નહિ. આ તો કોઈ યોગી, જંગલમાં રહેનારા ત્યાગીઓનું કામ લાગે છે. આપણે તો ગૃહસ્થી રહ્યા. આપણું આ કામ લાગતું નથી. જીવ પાછો વળી જાય છે. એ રસ્તે આગળ વધવાને બદલે પાછો હટી જાય છે.
-
મુમુક્ષુ :-ભિન્ન પદાર્થ કહેવાને બદલે અનિત્ય પદાર્થ કહ્યું, આમાં શું રહસ્ય છે ? પૂજ્ય ભાઈશ્રી :– કેમકે નિત્યતા સ્થાપી છે. જે સંયોગ છે એમાં એવી નિત્યતા સ્થાપી છે કે જાણે એ સંયોગથી પોતે છૂટો જ પડવાનો નથી અને જુદો જ પડવાનો નથી. એવું કાયમી એની સાથેનું જોડાણ સમજીને જ એ વર્તે છે, કે જાણે આ બધા કાયમ મારાપણે રહેવાના છે. એક ક્ષણની અંદર ફુ... થતા વાર લાગશે નહિ. ગમે તે આયુષ્ય
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ચજહૃદય ભાગ-૧૧ હોય, આયુષ્યની સાથે કાંઈ આનો નિયમ નથી.
એટલે એમ કહે છે, કે જે અનિત્ય છે એમાં નિત્યબુદ્ધિ હોવાને લીધે એને મૂંઝવણ થાય છે. કેમકે એ અનિત્ય નિત્ય થાતું નથી અને આની મૂંઝવણ મટતી નથી. મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં. આ મોહગ્રંથિ
એટલે દર્શનમોહની ગાંઠ છેદવાનો વખત આવતા પહેલાં તે વિવેકછોડી દેવાનો. એ વિવેક જુદાપણાનો વિવેક જે થોડો ઘણો વિચાર્યો હોય, વાંચ્યો હોય, કાંઈ સાંભળ્યું હોય, એ વાત છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે... અને આ ભવમાં આવીને ઘણા છૂટી જાય છે કે નહિ ? વાત વાંચે, વિચારે, સાંભળે અને પછી જાણે કાંઈ લેવા-દેવા નથી. એવી રીતે છૂટી જાય છે. એ વાતનો વિચાર કરીને પણ પાછો પોતે એ વાતને છોડી દીધી હોય, વિવેક કરવાનો છોડી દીધો હોય. એવું આ જીવને ભૂતકાળમાં ઘણીવાર બન્યું છે એમ કહે છે.
મુમુક્ષુ-સાધુ-બાવા બન્યા હોય તો છોડી દીધું હોય.
પૂજ્ય ભાઈશ્રી:- હા છોડી દીધું. નહિ. એમ નથી કહેતા. મૂંઝાઈને પાછા વળવું પડે છે એટલે શું છે કે એ વિવેક છોડી દીધો છે. વિવેક છોડીને પછી એમ કહે કે, ભાઈ! એ આપણું કામ નહિ હવે. આપણે તો આ અનુકૂળતાઓ અત્યારે મળે છે એ ઝડપી લ્યો. અથવા આ પ્રતિકૂળતાઓ ઊભી થઈ છે એનો સામનો કરો. નહિતર આપણે હેરાન થઈ જશું, દુઃખી થઈ જશે, માટે ગમે તેમ કરીને પણ પ્રતિકૂળતાને મટાડો, ગમે તેમ કરીને એનો રસ્તો કાઢો. અત્યારે વાંચન, વિચાર કરો). ભાઈ ! અત્યારે કાંઈ સૂઝે એવું નથી. વાંચન-વિચાર તો કાંઈ સૂઝે એવું જ નથી. પહેલા ઉપાધિ ઊભી થઈ છે એનું શું કરવું? જીવ (વિવેક) છોડી બીજે રસ્તે ચાલ્યો જાય છે. એ એટલી બધી એની એકાગ્રતા એ બાજુની વધી જાય છે એમ કહેવું છે.
કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે. એ પ્રકારના પરિણામથી આ જીવ ટેવાયેલો છે એટલે સહેજે સહેજે એ બાજુ નીચે ઉતરી જાય છે. ઉપર ચડવાને બદલે એ (નીચે ઉતરી જાય છે. આમ વળ્યા પછી પાછો નીચે ઉતરી જાય છે. તે અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં અહીંયાં વાક્ય પૂરું કર્યું. અલ્પવિરામ કરતાં કરતાં અહીંયાં પૂર્ણવિરામ કર્યું. એ અનાદિ અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના એને અલ્પકાળમાં છોડી શકાય નહીં. એના માટે જીવે સારી રીતે પુરુષાર્થ કરવો ઘટે છે અને સારી રીતે પુરુષાર્થ કરવાનો એણે અભિપ્રાય પહેલા બાંધવો જોઈએ. એ રીતે એની અભિપ્રાયમાં માનસિક તૈયારી થયા વિના એ પુરુષાર્થ આગળ ચાલે નહિ. પાછો પડીને પાછો એ સંસારના વંટોળમાં ચાલ્યો જાય છે. વિશેષ લઈશું.
Page #356
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૦
તા. ૩૦-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૭૦ થી ૫૭૨ પ્રવચન નં. ૨૬૪
૩૩૯
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૫૭૦, પાનું-૪૫૩. ‘ગાંધીજી’ ઉપરનો પત્ર છે. છેલ્લેથી બીજો Paragraph ચાલે છે. આ Paragraph માં મુમુક્ષુને માર્ગદર્શનનો વિષય છે.
‘અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી.’ શું કહે છે ? અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે...' થોડું ચાલી ગયું છે. ફરીને લઈએ. જે સામાન્ય રીતે સંસારી જીવને દેહ અને બીજા સંયોગો છે એ સર્વ સંયોગી પદાર્થની અંદર મોહબુદ્ધિ છે. મોહબુદ્ધિ છે એટલે અહંબુદ્ધિ છે અથવા ઠીક-અઠીકપણાની બુદ્ધિ છે. એને પણ મોહબુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ એટલે પહેલેથી નિશ્ચિત થયેલી સ્થિતિ. જ્ઞાનમાં પહેલેથી નક્કી થયેલી સ્થિતિ, એને અહીંયાં બુદ્ધિ કહે છે. અભિપ્રાય પણ કહી શકાય, પૂર્વગ્રહ પણ કહી શકાય.
જે પદાર્થો થોડા કાળ માટે માત્ર સંયોગોમાં છે એ સંયોગોમાં કાં તો જીવ અહંપણું કરે છે, કાં તો જીવ ઠીક-અઠીકપણું અભિપ્રાયપૂર્વક કરે છે. ખાલી ઠીક-અઠીકપણું એને લાગે છે એમ નહિ પણ અભિપ્રાયપૂર્વક કરે છે. તાત્ત્વિક દૃષ્ટિએ તો અનિત્ય પદાર્થ એક સમયની પર્યાય સુદ્ધા પણ અનિત્ય પદાર્થમાં સમાય છે પણ સામાન્ય સંસારી જીવને એટલો સૂક્ષ્મ વિચા૨ણાનો પ્રકાર, વિચારણાની ભૂમિકા નથી હોતી કે એક સમયની પર્યાયને પણ એ અનિત્ય પદાર્થ અથવા એવી રીતે ગણે.
‘ગાંધીજી’ને પત્ર લખેલો છે એટલે એ તો લૌકિક માણસની અંદ૨ એ લૌકિક ભૂમિકામાં હોય છે. લૌકિક માણસ જે લૌકિક ભૂમિકામાં હોય એવા જીવને અહીંયાં માર્ગદર્શન આપેલું છે. તો કહે છે, અનિત્ય પદાર્થ એટલે જે સંયોગો છે, એમાં આ જીવે પોતાને માટે કેટલાક પદાર્થોને સારા માન્યા છે. કેટલાક પદાર્થોને પોતાના માટે ખરાબ ગણ્યા છે. પછી તે તે પદાર્થના સંયોગ-વિયોગ કાળે એ અભિપ્રાયપૂર્વક એને ઇષ્ટઅનિષ્ટપણાનો રસ આવે છે અને એ રસપૂર્વક એની પ્રવૃત્તિ છે એને અહીંયાં
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦
રાજહૃદય ભાગ-૧૧ મોહબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે એમ કહ્યું.
મુમુક્ષુ-થોડા કાળ પહેલા જે પદાર્થ ઇષ્ટમાન્યો હતો.
પૂજ્ય ભાઈશ્રી - એ જ અનિષ્ટ માને છે. એટલે કે ઢંગધડા વગરની સ્થિતિ થઈ ગઈ ને? એ જ ચીજને ઠીક માને છે, એ જ ચીજને પાછો અઠીક માની લે છે.
એ મોહબુદ્ધિ વર્તતી હોવાને લીધે પોતાનું જે અસ્તિત્વ છે, શાશ્વત અસ્તિત્વ છે, પોતાનું જે નિત્યત્વ છે અને જે સમાધિસુખ એટલે આત્મિક સુખ છે, કે જેને કોઈ બાધા. પહોંચાડી શકતું નથી, એ પોતાનું મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે. એવા પોતાના મૂળ સ્વરૂપનું ભાન આવતું નથી. પોતાને બેભાનપણું શા માટે વર્તે છે કે જે પદાર્થો પોતાના નથી, પોતાના નથી એ પદાર્થોમાં પોતાપણું અથવા ઈષ્ટ-અનિષ્ટપણે નક્કી કરી રાખ્યું છે અને એમ જ વર્તવામાં આવે છે. ખરેખર એમ જાણીને જે વર્તવામાં આવે છે એને અહીંયાં મોહબુદ્ધિ કહી છે. અને એ જ સ્વરૂપના બેભાનપણાનું કારણ છે. સ્વરૂપનું ભાન નહિ થવાનું કારણ છે.
મુમુક્ષુ - આ તો અનાદિકાળથી નક્કી થયેલું છે.
પૂજ્ય ભાઈશ્રી:- હો. એટલે એમ ચાલે છે. અનાદિકાળથી નક્કી થયું છે એટલે પોતે નિર્દોષ છે? અનાદિકાળથી જીવને પોતાને નક્કી થયું છે માટે પોતે કાંઈ નિર્દોષ છે એમ થોડું છે? એવું કાંઈ નથી. શું કરું? હું તો અનાદિથી એવો અજ્ઞાની છું. એમ કરીને છૂટી જવું છે ? કોઈ માણસ જન્મે ત્યારથી દરિદ્રી હોય, પછી એમ વિચારે છે કે હું તો જન્મ્યો ત્યારથી ગરીબ છું. એટલે મને તો કોઈ પૈસાવાળા થવાનો અધિકાર જ નથી એમ માનીને ચાલે છે? બીજા શ્રીમંતોને જોઈને શું વિચારે છે? કે આના કરતાં સવાયા મારે થાવું છે. શું વિચારે છે? એમ હું દુઃખી છું. અનાદિથી હું દુઃખી છે. તો મારે સુખી થવાનો અધિકાર નથી એવું કાંઈ થોડું છે? એમ નથી. મારે સુખ જજોઈએ છે. અંદરથી આત્મા પોકાર શું કરે છે? સુખ જોઈએ, દુઃખ જરા પણ ન જોઈએ. દુઃખી તો અનાદિથી છે. છતાં સુખ જોઈએ, સુખ જોઈએ એ કેમ અંદરથી આવે છે? એ જીવનો સ્વભાવ છે અને એ સ્વરૂપ છે. એટલે એને સ્વરૂપ છે માટે અવ્યક્તપણે એને એ જ ચાહના હોય, બીજી ચાહના નહોય.
માણસ અપરાધ કરે છે અને Conscious bite શું કરવા કરે છે? એમ નથી કહેતા?કે ભાઈ ! આણે ગુનો કર્યો છે પણ એનો આત્મા અંદરથી ડંખે છે. કેમકે એનું નિર્દોષપણું, પરિપૂર્ણ શુદ્ધપણું, એ એનું સ્વરૂપ છે, એ એનો સ્વભાવ છે. એટલે દુઃખની, દોષની પ્રતિકાર શક્તિ એ આત્માની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જેમ શરીરમાં રોગ
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૧
પત્રાંક-પ૭૦ પ્રતિકાર શક્તિ છે કે નહિ ? Resistance power જેને કહે છે. આત્માનું એવું જ છે. વિજ્ઞાનનો તો એકસરખો જ નિયમ છે. એટલે એમ જ ઈચ્છે. સુખને ઇચ્છ, નિર્દોષતાને ઇચ્છે. એ જ પ્રકાર ઉત્પન્ન થાય.
મુમુક્ષુ –પ્રતિકાર શક્તિનિર્બળ થઈને પ્રવૃત્તિ કરે છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. ઘણી નિર્બળ થઈ ગયેલી છે. રોગપ્રતિકાર શક્તિમાં નિર્બળતા ઘણી છે એટલે એને અવગણીને રોગ છે એ કામ કરી જાય છે. રાગનો રોગ, મિથ્યાત્વનો રોગ એને ચાલુ રહ્યા કરે છે.
એ તો અહીંયાં કહે છે, કે એ બુદ્ધિમાં એવી મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એટલું બધું એકાગ્રપણું ચાલ્યું આવ્યું છે. તીવ્ર, ઘાતક થઈ ગયેલું એકાગ્રપણું છે. કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે...” એ વિવેક કરતાં કરતાં મૂંઝાઈ જાય છે. કોઈવાર તો એને એમ થઈ જાય છે કે આમાં આપણું કામ નહિ, આ આપણું કામ નથી. એમ થઈ આવે છે. નાસીપાસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એવી પણ પરિસ્થિતિ એને ઊપજે છે.
અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવોનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે... આ જીવ ધર્મના ક્ષેત્રમાં આવે છે. આત્માનું હિત કરવામાં કાંઈક આગળ વધે છે અને વળી પાછો પાછો પડી જાય છે. થોડો આગળ વધે છે અને વળી પાછો પાછો પડી જાય છે. આ જીવને એવું તો અનેકવાર બન્યું છે, એમ કહે છે. એકવાર નથી બન્યું પણ અનેકવાર આવું જીવને બન્યું છે. એ વિવેક કરતા એને વિવેક છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવોનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં.’ વિપર્યાસની, વિપરીતતાની જે પરિસ્થિતિ ઘટ થઈ ગઈ છે તેને છોડવા માટે અત્યંત પુરુષાર્થ હોવો ઘટે છે. ઉપર ઉપરના વિચારથી, ઉપર ઉપરના વાંચનથી, ઉપર ઉપરના શ્રવણથી એ પરિસ્થિતિ નહિ તૂટે. થોડી એ બાજુ, દિશામાં કાંઈક એને પ્રવૃત્તિ લાગશે, પણ વળી પાછો પાછો પડી જશે. એવી પરિસ્થિતિ અનેકવાર થઈ ચૂકી છે. એટલે એમ સમજવા યોગ્ય છે કે અત્યંત પુરુષાર્થ વિના આ પરિસ્થિતિ બદલાય જાય એમ બનવું અસંભવિત છે.
માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે...... કેવી સરસ વાત કરે છે ! ફરી ફરીને સત્સંગ કરવો એટલું જ નહિ, સાસ્ત્ર વાંચવા એટલું નહિ પણ પોતામાં સરળ વિચારદશા
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૧ કરી સરળતા તો એ છે કે મારે એક મારું આત્મહિત કરવું છે અને તે કોઈપણ કિમતે કરવું છે. મારું આત્મહિત કરવા માટે હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. મારી કોઈ શરત નથી, મારા તરફથી કોઈ શરત નથી. આ સરળતા. એક મારે આત્મહિત સિવાય બીજું કાંઈ કરવું નથી. એક એવા પ્રકારના પરિણામપૂર્વકએ અભિપ્રાયપૂર્વક એટલી તૈયારીપૂર્વક સત્સંગ, સાસ્ત્ર વાંચે. સત્સંગ અને સલ્લાસ્ત્રની આ પૂર્વશરત છે. Subject to condition. સરળતાએ કરીને સત્સંગ ઉપાસવો, સરળતાએ સાસ્ત્રનું અધ્યયન કે અવગાહન કરવું. નહિતર એ ઉપર ઉપરનું થઈને કાંઈ કામના પોતાને આવે એવી સ્થિતિમાં એ પરિસ્થિતિ ઊભી થાશે નહિ.
મુમુક્ષુ – દેખાવમાં તો આ વિચાર દઢતાનો લાગે છે. સરળતા કેમ લીધી? દેખાવમાં તો આ વિચાર દઢતાનો લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી - એટલે? મુમુક્ષુ – મારે આત્મહિત કરી લેવું છે એવો દઢનિશ્ચય જેવું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી:- એ દઢ નિશ્ચય છે પણ એમાં સરળતા શું છે? કે એ કરવા માટે પોતે બધું જતું કરવા તૈયાર છે. મારે બીજી કોઈ પક્કડ નથી. કોઈ ને કોઈ બહાને સત્સંગથી અટકે છે. જેમ કે પોતાના માન-અપમાનનો પ્રશ્ન થાય. આ જગ્યાએ મારું માન નથી સચવાતું માટે મારે સત્સંગ કરવો નથી. મારે નથી જવું. તો એને એ પોસાતું નથી. એમ બને છે કે નથી બનતું? મનુષ્યપણામાં તો મુખ્યપણે માનનો પ્રકાર બને છે. આપણે ત્યાં એવું કાંઈ નથી,કે ભાઈ! તમારે પરાણે પૈસા લખાવવા પડશે. માટે લોભી જીવને વાંધો આવે. કાંઈ નહિ. લોભ હોય તો એનામાં. કોઈ કહેતું નથી કે ભાઈ તમે આપો. ન આપે તો કાંઈ નહિ, આપે તો કાંઈ નહિ. એમાં કોઈ આપણે ત્યાં દબાણ નથી થતું કે માણસ આવતા અચકાય. પણ માન-અપમાનનો પ્રશ્ન તો ઊભો થાય છે. અને મુખ્યપણે મનુષ્યમાં જે કાંઈ ગડબડ છે એમાનની છે. મનુષ્યગતિની અંદર મુખ્ય કષાય એ છે. પ્રકૃતિગત રીતે વણાયેલો છે. એટલે ત્યાં સરળતાથી પોતે જતું કરી શકે. અથવા કોઈપણ કારણ ઉપસ્થિત થાય એમાં પણ જતું કરી શકે. આત્મહિત એક જ લક્ષમાં રાખે. આત્મહિત સિવાય બાકી બધું જતું કરવું છે. એ સરળતા છે. અને એ સરળતામાં ઘણા ગુણો સમાય છે. અનેક ગુણો સમાય છે એ સરળતામાં સમાય છે. જોકે મનુષ્યપણું પણ કોઈ એક વિશેષ સરળ પરિણામના ફળમાં આવેલું છે. અને મનુષ્યપણામાં સમ્યગ્દર્શનનો બીજી ગતિ કરતા વધારે અવકાશ છે એનું કારણ સરળપણાએ કરીને મનુષ્ય થયો છે અને અહીંયાં વિશેષ સરળપણું જો કરવા ધારે તો
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૩
પત્રાંક-૫૭૦
થઈ શકે એવી કોઈ સહેલી પરિસ્થિતિ પણ છે.
મુમુક્ષુ ઃ– સ૨ળપણું એટલે કોરી પાટી ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. પૂર્વગ્રહ છોડવો પડે છે. પૂર્વગ્રહ ન છોડે તોપણ અસ૨ળપણું છે. પોતાની જૂની માન્યતા ન છોડે તોપણ અસ૨ળપણું છે. સ૨ળપણા માટે ઘણી વાત છે. પોતાના પૂર્વગ્રહને ન છોડે, પોતાએ જે કોઈ ક્રિયાને માનેલી છે એ ક્રિયાને ન છોડે, પોતાની પ્રકૃતિને ન છોડે. એ પણ અસ૨ળતામાં જાય છે. જે કાંઈ પોતાનો પ્રકૃતિદોષ હોય એ પ્રકૃતિદોષ ન છોડી શકે તોપણ એ અસ૨ળતા છે. અનેક પ્રકારે છે.
અથવા બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શન એક લોકોત્તર સ૨ળતાની જ દશા છે. અત્યંત લોકોત્તર સરળતાની દશા તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે કે જેમાં અસ૨ળતા ચાલી ગઈ છે. એટલે મહાપુરુષોએ જ્યાં જ્યાં સત્સંગ અને સત્શાસ્ત્રની ઉપાસના કરવાની વાત કરી છે ત્યાં ત્યાં આ એક વાત સાથે સાથે કરી છે, કે સ૨ળતાએ કરીને સત્સંગ અને સાસ્ત્રને ઉપાસવા. અસ૨ળતા પોતામાં છે કે નહિ એનું અવલોકન કરીને હોય તો દૂર કરી નાખવી. એ પોતાના અવલોકન વગર સમજાશે નહિ. કેમકે એ પરિણામ જરા એ પ્રકારનું છે કે એ પોતાના ઉપર જ પોતાને પડદામાં રાખી દે, અંધારામાં રાખી દે. એવો એક પ્રકાર છે. માયાનો પ્રકાર છે ને ?
અથવા મિથ્યાત્વ એ માયાની પ્રકૃતિ હોવાથી અસ૨ળતાનો જ એક પ્રકાર છે. મિથ્યાત્વ શું છે ? માયાની પ્રકૃતિ છે. ચાર પ્રકૃતિમાંથી મિથ્યાત્વને શેમાં લઈ જશો ? માયામાં જાય છે. માયા કહો કે અસ૨ળતા કહો. જેને મિથ્યાત્વ છોડવું છે, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે એને સ૨ળતા સૌથી પહેલા હોવી ઘટે છે. આ બહુ મુખ્ય વાત છે.
=
મુમુક્ષુ :– સ૨ળ ભાવને કારણે મનુષ્યપર્યાય પ્રાપ્ત થઈ. મનુષ્યપર્યાય પ્રાપ્ત થવા છતાં અહીંયા અસ૨ળતાની વૃદ્ધિ થઈ ગઈ આનું શા કારણ ?
:
પૂજ્ય ભાઈશ્રી :– અસરળતાની વૃદ્ધિ કરી તો એમાં એમ છે, કે તમને કોઈ ઊંચું સ્થાન તો આપ્યું. ચા૨ ગતિમાં મનુષ્યગતિ એટલે ઊંચું સ્થાન તો મળ્યું. ઊંચા સ્થાનમાં જવાબદારી વધે છે. Higher the post, higher the responsibility. પટ્ટાવાળાની અને Chairman ની એકસરખી જવાબદારી હોય નહિ. એની જવાબદારી વધે છે. જવાબદારી વધે છે તો નુકસાન પણ મોટું કરે અને નફો પણ મોટો કરે. Chairman જે નક્કી કરે (એમાં) કાં તો Bank ખાડામાં જાય અને કાં તો તરી જાય. એટલે અહીંયાં જવાબદારી વધી છે. મનુષ્યપણે આવીને જવાબદારી વધી છે. અહીંયાં અસ૨ળતા રાખે તો પાછો તિર્યંચગતિમાં જાય. માયાથી તિર્યંચ થાય. મનુષ્ય
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૪
રાજહૃદય ભાગ-૧૧ થઈને વિશેષ પાપ ન કરે પણ અસરળતા રહે તો તિર્યંચમાં તો જાય જ જાય. મનુષ્યની જવાબદારી વધારે છે, એનામાં તિર્યંચ કરતા વધારે સમજદારી છે.
મનુષ્ય થયા પછી મુમુક્ષુ થાય તો એની જવાબદારી એથી વધારે છે. મુમુક્ષુ થાય તો એની જવાબદારી એથી વધારે છે. કેમકે આગળ આગળની એને પદવી મળે છે. જ્ઞાની થાય તો એથી વધારે જવાબદારી છે. મુનિ થાય તો એથી વધારે જવાબદારી છે. જેટલે ઊંચે જાય એટલી જીવની જવાબદારી વધે છે. સીધી વાત છે. કેમકે એમાં નુકસાન પણ મોટું, નો પણ મોટો.
મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’ ફરમાવતા વાણિયા નરકમાં તો નહિ જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. વેપારની અંદર શું છે અસ૨ળતા ઘણી છે. માયાચારી ઘણી કરવી પડે છે. વર્તમાન વ્યાપારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં માયાચારી ઘણી હોવાથી લગભગ મોટા ભાગના વાણિયા જેને કહેવાય એ બહુ તીવ્ર પાપ ન કરે. દારૂ, માંસ ઇત્યાદિ (ન હોય), એ નરકગતિના પરિણામ બધા ન કરે તો તિર્યંચમાં તો જાય જ. કેમકે દેવને લાયક તો કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. એમ જાણીને એમ કહેતા. મનુષ્ય થવું તો બહુ મોઘું છે. મિથ્યાસૃષ્ટિ જીવને મનુષ્ય આયુ પૂરું કરે અને ફરીને મનુષ્ય થાય એ તો જવલ્લેજ બને છે. કરોડોમાં કોઈ એકાદને. બાકી એ પરિસ્થિતિ તો બહુ દૂર થઈ જાય છે. કેમ કે જે એને તક મળી એનો સદ્ઉપયોગ કરવાને બદલે એણે દુરુપયોગ કર્યો અને એ તક ફરી કુદરત એને આપતી નથી. એ પરિસ્થિતિ થાય છે.
પ્રશ્ન:-...
પૂજ્ય ભાઈશ્રી :- હા. જતું કરીને છોડી દેવું. જતું કરીને છોડવું. જતું કરી દેવું. પછી વાંધો નથી. આ સરળતા છે. જીદના પરિણામ છે, હઠના પરિણામ છે એ બધા માયાની પ્રકૃતિમાં જાય છે. સિદ્ધાંતને ગ્રહણ કરવામાં મક્કમતા રાખે એમાં માયા, હઠ અને જીદ નથી. પાછી એ ભેદરેખા સમજવી જોઈએ, નહિતર ઉલટું .. નાખે. કોઈ પોતાના નિર્દોષ થવાના સિદ્ધાંતમાં દૃઢ અને મક્કમ રહે તો એ કોઈ માયાચાર, હઠ કે જીદ નથી. એ અવગુણ નથી. એ ગુણ છે. ગુણને અવગુણમાં ન ખતવવો, અવગુણને ગુણમાં ન ખતવવો.
એટલે અત્યંત પુરુષાર્થ થવા અર્થે સ૨ળતાએ સત્સંગ કરવો...... અને એ દિશામાં વધારે એને એની અંદર સમય અને શક્તિનો પ્રયોગ કરવો યોગ્ય છે. કે જેના પરિણામમાં...' એટલે જેના ફળ સ્વરૂપે ‘નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.’ એમ કરતાં એનું ફળ શું આવે છે ? કે આત્મજ્ઞાનની
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૫
પત્રાંક-૫૭૦ ઉત્પત્તિ થાય છે, પોતાના સ્વભાવનો, સ્વરૂપનો આવિર્ભાવ થાય છે અને એ સ્વભાવ અને આત્મજ્ઞાનમાં શું છે? કે સુખ છે. એ સુખસ્વરૂપે છે. અને એ સુખ સ્વરૂપ નિત્ય અને શાશ્વત છે.
એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. હવે શું છે કે એ માર્ગે જતાં શરૂઆતમાં, પ્રથમથી એટલે શરૂઆતમાં કોઈપણ જગ્યાએ તને શંકાઓ થયા કરશે. આમ કેમ? આનું આમ કેમ? આ આમ કેમ થાય છે? આનું આમ કેમ થાય છે? કોઈવારતને સિદ્ધાંતમાં શંકા થશે, કોઈવાર તને જ્ઞાનની દશા ઉપર શંકા થશે, કોઈવાર કોઈ રીતે શંકા થશે, કોઈવાર કોઈ રીતે શંકા થશે. કોઈક નિરૂપણમાં, જગતના નિરૂપણમાં શંકા થશે. કર્મના નિરૂપણમાં, કર્મના ફળમાં શંકા થશે. અનેક પ્રકારે શંકા થવાના સ્થાન છે. એમાં શાંત ચિત્તથી વિચાર કરવો અને ધીરજ રાખવી અને એનો ઉકેલ કરવો. એમાં આકરા ઉતાવળા થઈને નિર્ણય લેવો નહિ.
અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી...” આડી કલ્પના એટલે અધીરજ કરવી નહિ, ઉતાવળા થવું નહિ અને કોઈ કુતર્ક કરવા નહિ. કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે...” એમ કરતા તો જીવને પોતાના હિતને છોડી દેવું પડશે. હિતનો નાશ થશે. હિત કરવા નીકળ્યો અને હિત નહિ થઈ શકે. એ પરિસ્થિતિ આવશે. માટે શાંતિથી, ધીરજથી અને સરળતાથી અને તર્ક કરવો પણ ન્યાયસંપન્ન કરવો. અન્યાયનો પક્ષ થાય એવો તર્ક કરવો નહિ. તર્કવિતર્કમાં એ ફેર છે. એટલે જીવને હિતનો ત્યાગ કરવાનો વખત) ન આવે એ ધ્યાન રાખવું. એટલે હિતની મુખ્યતા રાખવી. જોયું!પોતાના હિતની મુખ્યતા રાખવી. હિતના લક્ષે આગળ વધી શકાશે. હિતનું લક્ષ નહિ હોય તો ગમે તે પ્રવૃત્તિ તે ખરેખર પ્રેય શૂન્ય પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિથી એનો સત્સંગ, વાંચન, વિચાર બધું નિષ્ફળ જશે. કરવા ખાતર કરશે. પણ એમાં અહંપણું આવીને લોકસંજ્ઞાની વૃદ્ધિ કરશે. એ પરિસ્થિતિ આવશે.
“અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનોયોગ રહ્યા કરે છે. દેહાદિ જેસંયોગ છે, એના પ્રત્યેનું જે મમત્વ છે, એને લઈને ફરી ફરીને જન્મ-મરણ થાય. જન્મ-મરણ થાય એ પરિસ્થિતિ ઊભી રહી જાય છે. માટે સંયોગોની જે પક્કડ છે એ પક્કડ ઢીલી કરીને સરળતાએ કરીને સત્સંગ અને સન્શાસ્ત્રનું અધ્યયન રાખવું.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૧ ગાંધીજીને આ એક બહુકિમતી માર્ગદર્શન “શ્રીમદ્જીએ આ જગ્યાએ આપ્યું છે. યોગ્યતા હોય તો સારો એવો ફેર પડે અથવા એ યોગ્યતા હોય તો આવું કહેનાર પુરુષના સંગમાં બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરીને... “ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા અને “મુંબઈમાં વકીલાત ન જામી. “મુંબઈમાં હજી વકીલાત... પૈસાની તો જરૂર હતી. આફ્રિકામાં ગયા છે. ડરબન ગયા છે એ આર્થિક સ્થિતિને કારણે Social activity માં પડ્યા છે. એ તો પાછળથી પડ્યા છે. સામાજિક ચળવળની અંદર. પણ પહેલા આર્થિક રીતે ગયેલા છે. તો જરૂરત લાગે તો માણસ પરદેશ ખેડે છે કે નહિ ? દરિયો ખેડીને પરદેશ જાય છે. તો સત્સંગ અને આત્મહિતની જરૂરત લાગે તો માણસ ગમે ત્યાં જાય. એ વાત કોઈને સમજાવવી પડે એવી નથી. પોતાની જરૂરિયાત લાગવી જોઈએ. પોતાનો દેશ છોડીને લોકો જાય જ છે. એમાં ગુજરાતી અને મારવાડી તો એ બાબતમાં પ્રખ્યાત છે. ગુજરાતી, મારવાડી અને પંજાબી લોકો. દુનિયાના ઘણાં બધે... છે. ભાગ્યે જ કોઈ એવો દેશ છે કે જ્યાં ગુજરાતી નથી એમ કહેવાય છે. એ શું બતાવે છે? કે એને ખબર છે કે પૈસાની માટે જરૂર છે અને પૈસા માટે પરદેશ જવું પડે એ કાંઈ મોટી વાત નથી. એ તો એને કાંઈ ગણના જ નથી. એક આત્મહિત માટે ક્યાં જાવું અને
ક્યાં ન જાવું. એનો વિવેક જીવ કરી શક્યો નથી. ન જવાની જગ્યાએ જાય, જવાની જગ્યાએ ન જાય. પોતાના મતિદોષથી અથવા અસરળતાથી એવું બને છે.
મુમુક્ષુ-એટલે આત્મહિતમાં સુખ સમજ્યો નથી.
પૂજ્ય ભાઈશ્રી – આત્મહિતનું લક્ષ્ય નથી અને ધ્યેય નથી. નહિતર...ગાંધીજી હિન્દુસ્તાન છોડીને ડરબન ગયા હતા... એ ડરબન છોડીને હિન્દુસ્તાનમાં આવી ગયા હોત, આ એક કાગળથી. આવી જ સરસ એમને પોતાને સીધા પત્રવ્યવહારથી શિખામણ દે છે કે અનિત્ય પદાર્થથી જન્મ-મરણની વૃદ્ધિ થાય છે તો હું શું કરવા અહીંયાં રહું?.... પાછો ન ચાલ્યો જાઉં. એ છોડી હિન્દુસ્તાનમાં આવી ગયા, પાછળથી જોકે હિન્દુસ્તાનમાં આવ્યા છે. ક્યારે આવ્યા એ ઇતિહાસની આપણને ખબર નથી. પણ એણે “શ્રીમદ્જીનો સત્સંગ રાખ્યો નથી એ વાત નક્કી છે. હજી કદાચ એકાદપત્ર આવશે એમાં ત્યારે એ બરાબર સામાજિક પ્રવૃત્તિમાં ગૂંચવાણા છે અને એનો ઉકેલ પણ એ “શ્રીમદ્જીને પૂછે છે. આત્મહિત ઇચ્છવાને બદલે મારે નીચવર્ણના લોકોની સાથે જમવું કેન જમવું?જમવામાં કાંઈ દોષ થાયકેન થાય? એવું બધું પૂછ્યું છે.
શું કહે છે? “ગાંધીજીને કેટલો બધો Response આપ્યો છે! જુઓ ! કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. મારા
Page #364
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૦.
૩૪૭ આત્મામાં તમને આત્મવિચાર કરવાની ઇચ્છા વ છે એમ જાણતા મને સંતોષ થયો કે વાહ! આ સત્પરુષનું હૃદય છે, અંત:કરણ છે કે કોઈ જીવ આત્મહિતની નજીક આવે, આત્મવિચાર પામવાની નજીક આવે તો એને એ પોતે ઘણો સારો પોતાના તરફથી પ્રતિભાવ આપે છે. એટલે કે એ જીવ વધારે ને વધારે આત્મહિતમાં આગળ વધે. એક એવો પ્રતિભાવ એ પોતાના તરફથી વ્યક્ત કરે છે. અહીંયાં સ્પષ્ટ લખ્યું છે. અભિવ્યક્તિ એકદમ સ્પષ્ટ છે કે કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. એમનું અંતઃકરણ શું છે એ સ્પષ્ટ નીકળે છે.
તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. તમને આત્મવિચાર થાય અને મને સંતોષ થાય એમાં ખરેખર અંગત રીતે મારે કાંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો...” નિર્દોષ આત્મસુખ પ્રાપ્ત કરવામાં તમે નજીક આવવા માગો છો, એ દિશામાં તમે આગળ વધવા માગો છો અને તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. તમે સંસારથી છૂટી જશો. સંસારના દુઃખોથી તમે છૂટી જશો. એવી આ Line છે. આ એક એવી ઉત્કૃષ્ટ Line છે કે જેમાં સંપૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત થાય છે. એવો પ્રસંગ તમને પ્રાપ્ત થશે.
એવા પ્રકારનો સંભવ દેખી.” જુઓ ! કેટલું ધ્યાન ખેંચ્યું છે ! “ગાંધીજીમાં લૌકિક વિચક્ષણતા હતી પણ અલૌકિક વિચક્ષણતા નહોતી. નહિતર તો મોટો ફેરફાર કરી લીધો હોત. તેથી સંસારજોશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. આ તો મારો સ્વભાવ છે. આવી રીતે સંતોષ થાય એ મારો સ્વભાવ છે અથવા જ્ઞાનીઓનો એ સહજ સ્વભાવ છે, કે બીજા જીવોનું હિત થાય તો એના ચિત્તમાં પણ સંતોષ થાય).
તવંગર છે કે ગરીબ છે, જેન છે કે જેનેત્તર છે, કાંઈ “ગુરુદેવે જોયું નથી. ફક્ત ... એમની ચિત્તની પ્રસન્નતા સહજ થાય છે. એવો સંતોનો, જ્ઞાનીઓનો અને સપુરુષોનો એ સ્વભાવ છે. સ્વભાવ એટલે તે કાળના ભૂમિકામાં સહજપણે ઉદય થતો ભાવ. એને અહીંયાં સ્વભાવ કહેવામાં આવે છે. એવો “સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતી. આત્મસ્વરૂપે પ્રણામ. એ રીતે અહીંયાં ગાંધીજીનો પ૭૦ નંબરનો પત્ર પૂરો થાય છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
રાજહૃદય ભાગ–૧૧
પત્રાંક-પ૭૧
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી.
જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્ય કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ.વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે.
સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે.
પ૭૧મો પત્ર સોભાગ્યભાઈ ઉપરનો. મુમુક્ષુ –પત્ર તો આપણને જલખ્યો છે. અમારા જેવાને માટે લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાની જે પત્રો લખે છે એ તો મુમુક્ષુને લખે છે. અને પોતે
Page #366
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૧
૩૪૯ મુમુક્ષની ભૂમિકામાં છે એટલે જે વાત પોતાને લાગુ પડે તે અંગીકાર કરવી. બધી વાત લાગુ ન પડે એ સંભવ છે. એ તો શાસ્ત્રની બધી વાત બધાને લાગુ પડતી નથી કે એકને પણ બધી વાત લાગુ પડતી નથી. તેથી જે વાત પોતાને લાગુ પડે તે આત્મહિતના લક્ષે અંગીકાર કરવા યોગ્ય છે.
વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એકસો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો...” એટલે Maximum પરિસ્થિતિ ગણીએ તો તે પરિમાણે...' તેવા માપે “ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય.” અનંતકાળમાં. તેટલા જીવની જે અનંત સંખ્યા થાય...” કેમકે અનંત સમય. અનંત સમય x ૧૦૮. એવા અનંતા ૧૦૮ થયા. “તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે. આ એક સંસારમાં રહેલા જીવોની સંખ્યા સંબંધીનો ખુલાસો છે. બહુ વિશેષ પ્રયોજનભૂત વાત નથી, પણ કાંઈ આગળ-પાછળ ચર્ચા ચાલી છે એનો ઉત્તર આપ્યો છે.
અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમકે તેનું પરિમાણ.... એટલે માપ “એટલું વિશેષ છે. સંખ્યાનું માપ એટલું મોટું છે કે અનંતા જીવો મોક્ષે જાય તોપણ અનંતા જીવો સંસારમાં પાછા પરિભ્રમણ કરનારા હોય એવું સંખ્યાનું મોટું માપ છે. અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં.” ચાલુ સર્વ કાળે રહેવા છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી....' સંસારમાર્ગમાં પરિભ્રમણ કરનારા જીવો તો રહેવાના રહેવાના ને રહેવાના જ છે. સંસારના પરિણામ કરનારા જીવો કેમ આવા પરિણામ કરે છે ? એ રીતે અસમાધાન તે કરવા યોગ્ય નથી. કેમ કે સંસાર ત્રણે કાળે રહેવાનો છે. સંસાર ત્રણે કાળે રહેવાનો છે માટે સંસાર થાય એવા પરિણામવાળા જીવો પણ રહેવાના જ છે. એમાં કોઈ જીવ આવા પરિણામ કેમ કરે છે ? એ અસમાધાન પોતે કરવા યોગ્ય નથી. એટલું પોતે લઈ લેવું. આટલી વાત સમજીને પોતે શું લેવું કે આવા વિષયમાં અસમાધાન થતું હોય તો છોડી
દેવું.
મુમુક્ષુ -બધા મોક્ષમાર્ગમાં જાય તો સંસાર કેમ ચાલે? પૂજ્ય ભાઈશ્રી:- પણ જાશે જ નહિ, એમ કહે છે. એ પરિસ્થિતિ નથી. સંસારી જીવોની એટલી મોટી સંખ્યા છે કે અનંતા મોક્ષે જશે તો પણ અનંતા સંસારમાં રહેશે.
મુમુક્ષુઃ– એક સમય ૧૦૮ જાય?
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૦
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી:- વધુમાં વધું. વધુમાં વધું. મુમુક્ષુ -છ મહિનામાં ૧૦૮ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ તો શું છે કે એક સમયમાં ૧૦૮ જતા નથી. પણ ૬૦૮માં કોઈ વખત એક સમયમાં ૧૦૮ વયા જાય ખરા એમ કહે છે. એમ કહેવું છે. બાકીદર સમયે ૧૦૮નથી જતાં. પણ એક તર્ક આપ્યો કે માનો કે જતા હોય તો, તો પણ સંસારી જીવની સંખ્યા એટલી મોટી છે કે એ તો અનંતા સંસારમાં રહેશે. એ તો તર્કનો જવાબ આપ્યો છે. પરિસ્થિતિ એમ નથી.
અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. માટે જિનાગમમાં બંધમોક્ષની વ્યવસ્થાનું નિરૂપણ કર્યું છે એમાં કાંઈ બાધ આવતો નથી, ક્યાંય વિરોધ આવતો નથી, વિપર્યાસ ઉત્પન્ન થતો નથી. “આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી.” રૂબરૂમાં એ ચર્ચા કરજો. “જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે.' ઉપરનું જે પોસ્ટકાર્ડ છે એ બંધ-મોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રકારનાં જે પ્રશ્નો હોયતેતે સમાધાન થઈ શકે એવા છે, કોઈ પછી અલ્પકાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવા છે.'
સી કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે,” એટલે ઓલી વાત કાંઈ વિચારવા જેવી નથી. એમ કરીને ગૌણ કરાવી નાખી, જોયું! શૈલી કેટલી છે. “સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે અત્યારે તો કે ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે;” જે સંસારના કાર્યોની ઉપાધિ છે અને એને પાછું અસંગપણું રહી જાય, સર્વસંગપરિત્યાગ થાય, બે વાત તો કેવી રીતે બને? કાં તો એ સર્વસંગપરિત્યાગ કરે તો એને કોઈ ઉપાધિના કાર્યન હોય, ઉપાધિના કાર્ય હોય તો સર્વસંગપરિત્યાગ અને ન હોય. એટલે આ ગૃહસ્થદશામાં મુનિદશામાને છે એમાં આ સિદ્ધાંત આવી ગયો.
જેમ પેલો અરિહંતદેવનો, તીર્થંકરદેવનો તેરમા ગુણસ્થાને સિદ્ધાંત આવ્યો, કે અત્યંત જ્ઞાન હોય ત્યાં જ અત્યંત ત્યાગ સંભવે અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય. એ જે પ૬૯માં વાત કરી એ તીર્થકરદેવની અરિહંતદશાની વાત કરી. અહીંયાં મુનિદશાની વાત છે. અસંગદશા એટલે મુનિદશા. કે, ઉપાધિ કરવામાં આવે” કેમકે એ તો દેહની ઉપાધિ કરતા નથી. મુનિરાજ તો દેહની ઉપાધિ કરતા નથી. પછી બીજાની ઉપાધિ કરવાનો પ્રશ્ન રહેતો નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૧
૩૫૧ ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે.' જીવ ઉપાધિ કરે એટલે એને ચંચળતા આવે, આવે ને આવે જ. પછી ચોથા ગુણસ્થાનમાં તે ગુણસ્થાનને યોગ્ય, પંચમ ગુણસ્થાનમાં પંચમ ગુણસ્થાનને યોગ્ય આવે, આવે ને આવે જ. અને મિથ્યાત્વ અવસ્થામાં તો પ્રશ્ન જ નથી કે જીવને અચંચળતા પ્રાપ્ત થઈ નથી એટલે ત્યાં તો એકાંતે ચંચળતા છે.
ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય...” કેમકે ઉપાધિભાવ પોતે જ વિચલિત દશા છે, પોતે વિચલિત દશા છે. એ કોઈ સ્વરૂપની અચલિત દશા નથી. એ તો વિચલિત દશા છે. એટલે “એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં, આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું...” નાશ કરવું એ વાત લક્ષમાં વધારે લેવાયોગ્ય છે. એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા. જે ઉત્કૃષ્ટ જ્ઞાની છે એની વાત જુદી છે. આપણી વાત એ નથી. જુઓ! પોતે પોતાને ક્યાં રાખે છે. આપણે સૌએ તો એમ કહીને) પોતાની જાતને ભેળવી છે.
ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો...” પોતે ... બેઠા છે. ઉપાધિ કાર્યોમાં બેઠા છે. પોતાની ચંચળતાનો ખ્યાલ છે. દુકાને આવીને જે વ્યવસાયની પ્રવૃત્તિમાં ઉપયોગ જાય છે એટલી પોતાની ચંચળતાનો ખ્યાલ છે. એ દશા એ છોડવા માગે છે, ઉચ્છેદ કરવા માગે છે. અહીંથી એ વાત નીકળે છે કે એ દશા એ ઉચ્છેદ કરવા માગે છે, નાશ કરવા માગે છે. માટે એ અસંપૂર્ણપણું હોય, કચાશ હોય... કેમકે સાધકદશા છે એટલે સંપૂર્ણ દશા તો નથી. એનો નાશ કરવો એ વાત વધારે લક્ષમાં રાખવા જેવી છે.
મુમુક્ષુ –પત્ર પત્રે માર્ગદર્શન મુમુક્ષુને માટે અમારા માટે બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુને માર્ગદર્શન માટેનો કોઈ અજોડ ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. મુમુક્ષુની ભૂમિકામાં આટલું બધું, સેંકડો માર્ગદર્શનના જે પ્રકાર છે એ બીજા ગ્રંથમાં શોધ્યા મળે એવા નથી. આપણે પથ પ્રકાશ આના ઉપર જ પ્રકાશિત કર્યું છે. પથ પ્રકાશ' નામનું આપણું જે સંકલન છે એમાં “ગુરુદેવ ના માર્ગદર્શનના વિષયો, વચનો, “શ્રીમદ્જીના માર્ગદર્શનના વચનો, “સોગાનીજી'ના માર્ગદર્શનના વચનો, બહેનશ્રીના માર્ગદર્શન સંબંધિત જેટલા બોલ છે એનો એ પથસંગ્રહ છે-પથપ્રકાશ'.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩પર
ચજહૃદય ભાગ-૧૧ એમાં વધારેમાં વધારે સંખ્યા “શ્રીમદ્જીના વચનોની છે. વધારે સંખ્યા “શ્રીમદ્જીના વચનોની છે. જોઈલેવું, મારો એ ખ્યાલ છે.
મુમુક્ષુ-ગુરુદેવશ્રી' એ આ ગ્રંથ ઉપર વાંચન કરેલું.
પૂજ્ય ભાઈશ્રી:- એકાંતમાં સોનગઢમાં ગુરુદેવ વસ્યા, નિવાસ કર્યો, સ્થાયી થયા. અને ત્યાર પછી શરૂઆતના પ્રારંભમાં આ ગ્રંથની વાંચના જાહેરમાં કરી હતી. એટલે વ્યાખ્યાનરૂપે કરતા હતા. અને એ પહેલા પોતાના સ્વાધ્યાયમાં તો એમણે સારી રીતે આ ગ્રંથનો સ્વાધ્યાય કરેલો છે. એમનો જે પોતાના સ્વાધ્યાયનો ગ્રંથ અત્યારે પણ
ત્યાં સોનગઢમાં એમના કબાટમાં વિદ્યમાન છે. એ જોતાં એમ લાગે છે, કે એમને ઘણી મહત્ત્વની વાતોને Underlineકરેલી છે અને જુદી જુદી જાતના ચિલો કરેલા છે. ક્યાંક લાલ પેન્સિલથી, કયાંક કાળી પેન્સિલથી. મેંતો પહેલું જ એ જોયું હતું. આ વાંચીને ગયો હતો. એમના પ્રવચનોમાં તો ભાગ્યે જ કોઈ પ્રવચન ખાલી છે કે એમણે “શ્રીમદ્જીના વચનનો આધાર ન લીધો હોય. “શ્રીમદ્જીને માને છે અને સ્વીકારે છે એ વાત પાકી થઈ ગઈ. વાંચ્યું હોય તો જ આધાર લે. નહિતર મુખપાઠે એ વચનો ક્યાંથી હોય? બરાબર?પછી જોયું કે એક મુમુક્ષુને) કહ્યું કે ‘ગુરુદેવે શ્રીમદ્જીનો જે ગ્રંથ વાંચ્યો છે એ પડ્યો છે? તો કહે, આ રહ્યો. એક દિવસ એકાંતમાં બેસીને પાના ફેરવી ગયો હતો. ઘણી Underline કરી છે. અને જ્યાં જ્યાં મહત્ત્વની વાત આવી છે ત્યાં ખાસ પ્રકારની નોંધ કરી છે. એટલે એમણે બહુ સારી રીતે ઊંડાણથી (ગ્રંથનો સ્વાધ્યાય કર્યો છે એ ખ્યાલ આવ્યો).
સોગાનીજી એ કહ્યું કે, અનેકાંત પણ સમ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે, એ સિવાય બીજા હેતુએ ઉપકારી નથી. આ વચન મને બહુ પ્રિય છે. કીધું ને? જ્ઞાનીઓને પ્રિય છે. લાઈટ ગઈ છે? ૪૦૮મો પત્ર છે. છેલ્લે છેલ્લે એમના હાથમાં “શ્રીમદ્ રાજચંદ્ર (ગ્રંથ) હતો. દેહાંતનો દિવસ હતો ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર : વાંચતા હતા. (એમના દીકરા) વાત કરતા હતા. સવારથી એમની તબિયત અસ્વસ્થ થયેલી. ચાર વાગે સાંજે દેહ છોડ્યો છે. એમની કેટલી તીખી પરિણતિ હતી ! ' એકભવતારી છે.”
Page #370
--------------------------------------------------------------------------
________________
પત્રક-૫૭૨
૩પ૩
પત્રાંક-૫૭૨
મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૫૧ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપયયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝ, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવુંસુલભ થાય છે.
જ્ઞાની પુરુષના આશ્રમમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિદોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્માતે દોષને છેરવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતા જાગૃત રહીશ; એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી.
એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૧
પ્રસંગની નિવૃત્તિ, બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જવિનંતી.
આ. સ્વ. પ્રણામ.
પત્ર ૫૭૨. આ પત્ર “અંબાલાલભાઈ ઉપરનો છે. આ પત્ર પણ બહુ સારો પત્ર છે. પહેલા Paragraph માં જ્ઞાનદશા, જ્ઞાનની દશા ઉપર વાત કરી છે. બીજા Paragraph માં મુમુક્ષુની પાત્રતાની વાત કરી છે.
“સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જ્ઞાનદશામાં તીવ્ર જ્ઞાનદશાની આ પરિભાષા છે. “સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે....” સહેજે સહેજે વિકલ્પથી ખસીને નિર્વિકલ્પદશામાં આવે એ વાત છે. શુદ્ધોપયોગમાં, તીવ્ર જ્ઞાનદશામાં આવે ત્યારે તેને સહજ પર્યાય સહજપણે આવે. કૃત્રિમતા તો થઈ શકતી નથી. વિકલ્પથી તો એ વાત બનતી નથી. તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. અને ખાસ કરીને શ્રેણીની અંદર મુનિરાજને આ દશા ઉત્પન્ન થાય છે. વિશેષ કરીને લઈએ તો સહજપણે અત્યંત શુદ્ધ નિજપર્યાયને ભજી એટલે શુક્લધ્યાનની શ્રેણીમાં આવે છે. પછી ધર્મધ્યાનથી આગળ વધી શુક્લધ્યાનની શ્રેણીમાં આવે છે ત્યારે કેવળજ્ઞાન દશામાં આવેલા છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨
૩૫૫ જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં” એવી દશામાં આવ્યા વિના તે જીવને મુક્તિ થાય, બંધન છૂટી જાય એમ બને નહિ. એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. એટલે આ બધા નિષેધ કરી નાખ્યો. કે કોઈ નાચતા નાચતા કેવળજ્ઞાન પામી ગયા અને કોઈ શાક સુધારતા કેવળજ્ઞાન પામી ગયા અને કોઈ બદલાઈ ગયા એમાં કેવળજ્ઞાન પામી ગયા, ફલાણું થઈ ગયું. એ વાત ક્યાંય બંધબેસતી નથી. જ્યારે આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને ભજે. એકદમ તીવ્ર એકાગ્રતા થાય, અત્યંત એકાગ્રતા થાય. અને અશુદ્ધિની નિર્જરા (થાય તે પ્રમાણમાં બધા સર્વ કર્મની, દ્રવ્યકર્મની નિર્જરા (થાય), તીવ્ર બંધનથી મુક્તિ થાય. “એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. આમાં કાંઈ શંકા રહે એવું નથી.
મુકત થવા માટે શુક્લધ્યાનની શ્રેણીની વાત આની અંદર કેવી રીતે આવી જાય છે ! અને એના માટે બહારની ઉપાધિકદશાનો અભાવ હોય, સર્વ વિભાવદશાથી ઉદાસીનતા. અમુક વાત રાખીને વાત છે નહિ. સર્વ વિભાવદશા. કોઈ વિભાવને અહીંયાં સ્થાન નથી. એ ખરેખર મુક્તિનું સાક્ષાત્ કારણ છે. તે સિદ્ધાંતિક વાત છે એટલે ત્રણે કાળે અફર છે. જે અખંડ સત્ય છે. એટલે કોઈ કાળે ખંડિત થાય, કે પંચમઆરામાં આમ થાય ને ફલાણા કાળે આમ થાય, ફલાણા ક્ષેત્રમાં આમ થાય, એવી કાંઈ કોઈ વાત રહેતી નથી. અખંડ સત્ય છે. સિદ્ધાંતિક પ્રતિપાદન કરીને એને અખંડ સિદ્ધાંત લીધો છે કે આ સિદ્ધાંત કોઈ કાળે, કોઈ ક્ષેત્રે ખંડિત થતો નથી. સમજે તો બધી વાત એની અંદર છે. ભલે શ્વેતાંબર, દિગંબરના નામ લઈને વાત ન કરી હોય પણ જે મોક્ષમાર્ગ, મૂળમાર્ગ છે એ માર્ગ આ રીતે છે અને ત્રણે કાળે અખંડમોક્ષમાર્ગ આવો જ હોય છે એ વાત તો પોતે દઢતાથી સ્થાપી છે. અને એની અંદર ક્યાંય ઢીલીપોચી એમની વાત છે નહિ. બહુસ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. - હવે પાત્રતાની વાત કરે છે, કે કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે એવી જે દશા, જેને તીવજ્ઞાનદશા કહેવામાં આવે છે તે બહુ ગહન દશા છે. એટલે કે જ્ઞાનીની દશા છે એ દશાનો વિષય કોઈ છીછરો નથી. ચર્ચા બહુ ચાલે છે. જ્ઞાનીની દશાનો વિષય કોઈ છીછરો વિષય નથી. પોતે તો એમ કહે છે, “શ્રીમદ્જી પોતે તો એમ કહે છે કે જે જીવ જ્ઞાનીની દશા સમજી શકે, ઓળખી શકે. અરે.! એકવાર પણ ઓળખે, વધુમાં વધુ પંદર ભવે મોક્ષે જાય). એ પાત્ર થઈને મોક્ષ પામી જાય. એને મુક્તિ છે. એ વાત એમણે લીધી છે. પાછળ ૩૦મા વર્ષમાં...
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
રાજહૃદય ભાગ-૧૧ અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે;' શું કહે છે ? કે અનાદિથી આ જીવને અત્યંત અજ્ઞાનદશા રહી છે. અત્યંત અજ્ઞાનદશામાં આ જીવે ખૂબ પ્રવૃત્તિ કરી છે. એ દૃઢ થઈ ગયું છે. એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે, નકામી છે. અસાર છે એટલે ખોટી છે, નકામી છે માટે એને છોડી દેવી જોઈએ. એ રીતે એને નિવૃત્તિ સૂઝે અને એને ટાળવી. સૂઝે, એમ બનવું બહુ કઠણ છે;..' એટલે શું કહે છે ? કે જીવ ખરેખર પોતાની જે અજ્ઞાનદશાની વિપરીત પ્રવૃત્તિ છે એને જલ્દી છોડી શકતો નથી. ધર્મના ક્ષેત્રમાં આવે છે પણ પોતાનો વિપર્યાસ છોડી શકતો નથી. એટલે એ ખોટું છે, નકામું છે અને આ છોડી દેવું જોઈએ એ એને સમજાવું બહુ મુશ્કેલ છે, બહુ કઠણ છે એ વાત.
માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે,...' માટે પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણમાં બેસી જવાની વાત જ્ઞાનીઓએ અને શાસ્ત્રોએ ઠામ ઠામ ઉપદેશી છે એનું કારણ આ છે કે પોતે રોગી છે અને પોતાના રોગ મટાડવાનું પોતે જાણતા નથી. એક ‘સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’ જે આત્મજ્ઞાની સત્પુરુષો છે એણે એ રોગ ટાળ્યો છે. એ જાણે છે અને એની પાસેથી એ રોગ ટાળવા માટે પથ્યાપથ્ય વગેરે એને સમજવું રહ્યું અને દવા વગેરે લેવાનું સમજવું રહ્યું. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
એ બહુ કઠણ હોવાથી (અર્થાત્) વિપરીતતા છોડવી બહુ કઠણ હોવાથી જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જ્ઞાનીઓએ કહ્યો છે. જ્ઞાનીપુરુષનો આશ્રય એટલે માત્ર ક્ષેત્રથી સમીપમાં રહેવું એમ નહિ. અત્યંત ભક્તિથી, પરમભક્તિથી સમાગમમાં જવું એને આશ્રય કહેવામાં છે. એને આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. શિરછત્ર નથી રાખતા ? મેં માથે રાખ્યા છે. બહેનશ્રીનાં વચનામૃત'માં આવે છે કે મોટા પુરુષને માથે રાખજે. મોટા પુરુષને તું માથે રાખજે. નહિત૨ ભૂલ કયાં થશે તને ખબર પડશે નહિ. માથે રાખ્યા હશે તો તને કહેશે કે આમ ન થાય, આમ થાય. આ બરાબર નથી, આ બરાબર છે. આ ભક્તિમાર્ગ એટલે પેલા પદ ગાવાની વાત નથી. જ્ઞાનીપુરુષનો આશ્રય કરવાનું નિરૂપણ કર્યું છે એટલે પદ ગાવાની વાત નથી. એક કલાક, બે કલાક, ચાર કલાક તમે ભક્તિના પદ ગાજો. એ વાત અહીંયાં નથી. એ ભક્તિમાર્ગની વાત નથી કરી. એ પછી ઓલી પરંપરામાં ગડબડ થઈ ગઈ, એવું થઈ ગયું છે. અહીંયાં તો પ્રત્યક્ષ જ્ઞાની વિદ્યમાન હોય તો પરમેશ્વરબુદ્ધિએ એણે સત્સમાગમ કરવો એ વાત અહીંયાં કહેવા માગે છે. જે એમણે ૨૫૪માં કહી. જ્ઞાનીપુરુષ સત્પુરુષમાં ૫૨મેશ્વ૨બુદ્ધિ એને મુમુક્ષુનો પરમધર્મ કહેવામાં આવ્યો છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨
૩પ૭ મુમુક્ષુ-પરમેશ્વરબુદ્ધિ એટલે?
પૂજ્ય ભાઈશ્રી :- પરમેશ્વરબુદ્ધિ એટલે એના પ્રત્યે પરમેશ્વરવત્ બહુમાન આવે. તીર્થકરમાં જેવું બહુમાન આવે, એવું બહુમાન એને ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાની પુરુષમાં આવે. એ “સોગાનીજી'માં આવ્યું છે. “સોગાનીજી'ની ભાષા જરા તીખી હતી ને. બહુ તીખી આવી છે કે ગુરુદેવ’ તો મારા માટે અનંત તીર્થકરથી પણ અધિક છે. એમ. તીર્થકર કરતાં વિશેષ ભક્તિ કરી છે. તીર્થકર જેટલા નથી કહ્યા પણ એનાથી પણ આગળ ગયા છે. એમણે તો Overbound-મર્યાદા છોડીને જાણે જતા હોય એવી વાત કરી છે. એ કુદરતી જ છે.
પ્રશ્ન:-..
પૂજ્ય ભાઈશ્રી :- દૃષ્ટિપ્રધાનમાં એવી તીખી વાત છે અને ભક્તિપ્રધાનમાં પણ એવી જતીખી વાત કરી છે. કોઈ વાત ..
મુમુક્ષુ – આશ્રય કરવો...
પૂજ્ય ભાઈશ્રી :- આશ્રય રાખવો, માથે રાખવો એટલે કે પૂરેપૂરા સર્વાર્પણબુદ્ધિએ .... પરમેશ્વરબુદ્ધિ. સત્સમાગમ (કરવો એ) ૨૨૩ (પત્ર અનુસાર) કહીએ તો આ કોઈ દિવ્યમૂર્તિ પરમાત્મા દિવ્યમૂર્તિદેહધારીરૂપે મારા માટે ઉત્પન્ન થયા છે એમ એને લાગવું જોઈએ. એમણે ઇશારા તો બધા કર્યા છે, સંકેત તો બધા કર્યા છે.
કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. એ રીતે સપુરુષના સમાગમમાં કોઈ જીવ જાય તો એને જ્ઞાનદશા ઉત્પન્ન થવાની પરિસ્થિતિ ઘણી સુલભ છે અથવા એને દુર્લભબોધિપણું રહેતું નથી. એને સુલભબોધિપણું સહેજે સહેજે આવી જાય છે. કેમ કે એના દર્શનમોહની મંદતા, દર્શનમોહનો જેણે અભાવ કર્યો છે એના બહુમાનના કારણે સહેજે સહેજે ઉત્પન્ન થાય છે. સહેલાઈથી ઉત્પન્ન થઈ આવે છે. એમણે આ વાતનો ઉલ્લેખ અનેક પત્રમાં મુમુક્ષુને કર્યો છે.
નમ્રતાનું યથાર્થ સ્વરૂપ :- બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિ આદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી.
(અનુભવ સંજીવની-૧૩૬).
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧-૧૨-૧૯©, પત્રાંક – પ૭ર
પ્રવચન નં. ૨૬૫
જ્ઞાનદશામાં ... મુક્તિનું એક કારણ છે. અથવા અત્યંત શુદ્ધ પર્યાય છે એ મુક્ત દશા જ છે. અને સર્વ ભાવથી ઉદાસીનતાપૂર્વક એવી જે દશા ઉત્પન્ન થાય છે એ જ્ઞાનદશા આવ્યા વિના કોઈ જીવને બંધનથી મુક્તિ થાય નહિ. જે પૂર્વક કોઈ જીવ બંધાયેલો છે. ભાવબંધનમાં રાગાદિ ભાવબંધનથી અને દ્રવ્યબંધનમાં પુગલકર્મનું બંધન છે. એનાથી મુક્ત થવા માટે પોતાની સહજાત્મ દશા અત્યંત શુદ્ધ થયા વિના એ બંધનનો અભાવ ન થાય. “એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. ત્રણે કાળે કોઈપણ જીવ માટે, કોઈપણ ક્ષેત્રના જીવ માટે આમ પરિસ્થિતિ છે. બંધનથી મુક્ત થવાની કોઈ બીજી વ્યવસ્થા નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :– હા. અત્યંત શુદ્ધ દશા થયા વિના અથવા અત્યંત એકાગ્રતા થયા વિના સ્વરૂપમાં બંધનથી મુક્ત થઈ શકે નહિ.
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે.... એ દશાને અહીંયાં ગહનદશા કહી છે. જે દશા પોતે પોતાની અંદર જ સ્થિર થાય છે એવી દશા છે. એ દશાની યોજના કેવી છે, એ દશામાં કેવા પ્રકારની કાર્યપદ્ધતિ છે એ વિષય ઘણો ગહન છે અને એનો વિચાર પણ કોઈક જીવથી એટલે કોઈ પાત્રજીવથી થઈ શકવા યોગ્ય છે. એનો વિચાર થવા અર્થે પણ નિર્મળતા અને પાત્રતાની આવશ્યકતા છે. કોઈ બુદ્ધિવાળો વધારે હોય માટે એનો વિચાર કરી શકે એમ નથી. પણ નિર્મળતા હોય તો એનો વિચાર થઈ શકે. વિચારની મલિનતા અને વિચારની નિર્મળતા. બસ, એટલું અહીંયાં લેવું છે.
મુમુક્ષુ – જેમ સમુદ્ર ગહન છે એમ જ્ઞાનીની દશા ગહન છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનીની દશા તો એથી પણ ગહન છે. કેમકે એ તો રૂપી છે અને આ અરૂપી છે. વળી જે દશા પોતે અંતર્મુખ થાય, મુખ બદલવું એટલે શું? અને અંતર્મુખ થવું એટલે શું ? આ વિષય અનાદિથી એક ગૂઢ રહસ્યપણે અધ્યાત્મનું એક
Page #376
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨
૩૫૯ ગૂઢ રહસ્ય છે, જે જ્ઞાનીઓના હૃદયમાં હંમેશાં રહ્યું છે. એનો વિચાર એટલે એની કાંઈક ઝાંખી, વિચારમાં તો એની કાંઈક ઝાંખી આવે છે. કારણ કે એ તો વિચારાતીત દશા છે, વિકલ્પાતીત દશા છે. કોઈ પાત્રજીવને, કોઈ નિર્મળ વિચારવાળા જીવને એનો વિચાર થઈ શકે છે. મલિન વિચારવાળો ગમે તેટલો ક્ષયોપશમ ધરાવતો હોય તોપણ એનો વિચાર સુદ્ધા એને થઈ શકે એવી પરિસ્થિતિ નથી. અનુભવ પ્રાપ્ત કરવો, એ દશાએ પહોંચવું એ તો એક બીજી વાત છે પણ એનો વિચાર થવા માટે પણ યોગ્યતા જોઈએ
છે.
મુમુક્ષુ – સમુદ્રના તળિયામાં રત્ન પડ્યું હોય તો એનો Special type નો માણસ જ એ કાઢી શકે.
પૂજ્ય ભાઈશ્રી:- એતો સીધી જ વાત છે. મુમુક્ષુ – એવી જ રીતે જ્ઞાનીની ઓળખાણ માટે...
પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાનીની ઓળખાણ કરવી એ કોઈ સહેલી વાત નથી. અનંતકાળમાં થઈ નથી અને એકવાર થાય તો એનો છૂટકો થઈ જાય. એ તો વાત લીધી છે. એ વાત ઉપર તો લઈ જવા છે. એટલા માટે અહીંથી પ્રારંભ કર્યો છે. કે મુમુક્ષુજીવે શું કરવા યોગ્ય છે. આ વિષયમાં એણે આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધવું, એ તો વાત એમને વાત કરવી છે. અંતર્મુખ થવું હોય તો એણે શું કરવું પણ વિચાર નથી થઈ શકતો એનું કારણ એમ છે કે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી છે. પોતાના સ્વભાવથી વિરૂદ્ધ જવા માટેની એ જાતની જ પ્રવૃત્તિ કરી છે. સ્વભાવ સમ્મુખ થવાની પ્રવૃત્તિ કરી નથી. અને અજ્ઞાનમય પ્રવૃત્તિ અત્યંત કરી છે.
મુમુક્ષુ – આ આટલા બધા વ્રત, જપ, તપ, ઉપવાસ કર્યા અનંત કાળમાં...
પૂજ્ય ભાઈશ્રી – એ પણ બધું વિરુદ્ધ જાતિનું જ કર્યું છે. પુગલની ક્રિયાને પોતાની માની, જડની ક્રિયાને પોતાની માની, શરીરની ક્રિયા ઉપરનો અધિકાર રાખીને અહંભાવ કર્યો છે. ખરેખર તો વ્રત, તપ, જપ કર્યા જ નથી. વાસ્તવિકતાએ વિચાર કરવામાં આવે તો ખરેખર તો વ્રત, તપ, જપ કાંઈ કર્યા જ નથી. એ તો એનું લૌકિક નામ છે. જ્ઞાનીઓ એને વ્રત, તપ, જપ તરીકે સંમત કરતા નથી. એણે કાંઈ કર્યું જ નથી એમ જ કહે છે. કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય....” કેમ સમજાય? આ પ્રવૃત્તિ ખોટી છે, ભૂલવાળી છે, અત્યાર સુધી મેં ભૂલ કરી છે એ એને સમજાય, તો તો ત્યાંથી પાછો વળે.નહિતર એનું મૂલ્ય એણે આંકી
Page #377
--------------------------------------------------------------------------
________________
ચજદ્રય ભાગ-૧૧
૩૬૦ રાખ્યું છે.
મુમુક્ષુ આટલું અગિયાર અંગનું અધ્યયન કર્યું...
પૂજ્ય ભાઈશ્રી – આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલું મને જ્ઞાન થયું છે, આટલું હું સમજુ છું અને આટલી ક્રિયા પણ હું કરું છું વગેરે વગેરે. ‘એકદમ અસત્ય.... કેટલું? થોડું નહિ. “એકદમ અસત્ય.... અત્યાર સુધી જે કર્યું તે બધું ખોટે ખોટું કર્યું, સમજ્યા વગરનું કર્યું. અણસમજણથી કર્યું.
મુમુક્ષુ - જ્ઞાનીની આજ્ઞાએ નથી કર્યું.
પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. યથાર્થ કર્યું જ નથી. જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. લોકસંજ્ઞાએ કર્યું છે. બહુભાગ તો જીવે લોકસંજ્ઞાએ કર્યું છે. અથવા લોકદૃષ્ટિએ કર્યું છે. લોકોના અભિપ્રાયને અનુસરીને કર્યું છે. જ્ઞાનીના અભિપ્રાયને અનુસરીને કાંઈ કર્યું નથી.
એ પૂર્વે કરેલી પ્રવૃત્તિ એકમદ અસત્ય કરી છે એમ એને સમજાય. “અસાર સમજાઈ...” એમાં કાંઈ માલ નહોતો. નકામી, અસાર એટલે નકામી સાર વિનાની એ પ્રવૃત્તિ હતી એમ સમજાઈ તેની નિવૃત્તિ સૂઝ, એમ બનવું બહુ કઠણ છેએવું જીવને - પોતાને પાછું વળવું, પોતાના અભિપ્રાયમાંથી પાછું વળવું એ સૌથી કઠણ છે. બધું
ન્યોછાવર કરી દે પણ પોતાની લીધેલી વાત છોડી ન શકે, નક્કી કરેલી વાત છોડી ન શકે. આ એક જીવની બહુ મોટી, જેને વિપત્તી કહીએ અથવા આ એક એવી ગૂંચવણવાળી પરિસ્થિતિ છે કે જ્યાંથી જીવ નીકળતો નથી. આ મોટી વિટંબણા છે. જીવને પોતાના અભિપ્રાયથી પાછું વળવું એ બહુ મોટી વિટંબણા થઈ પડે છે.
મુમુક્ષુ –એ છોડવા શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – એ કહેશે હવે, કે જ્ઞાની પુરુષનો આશ્રય લેવો. તારી મેળે નહિ છૂટી શકે. તારી મેળે છોડવા જઈશ તો એ ઉલમાંથી નીકળીને પાછો ચૂલમાં પડીશ. એટલે કહે છે.
મુમુક્ષુ - આ શાસ્ત્ર પ્રકાશન કરીએ છીએ, બીજું કરીએ છીએ એ લોકોના અભિપ્રાયથી કરીએ છીએ?
પૂજ્ય ભાઈશ્રી:-તપાસી લેવું. પોતાના પરિણામ પોતે તપાસી લેવા. કે આ જીવ કેવી રીતે પ્રવૃત્તિ કરે છે ? તપાસ કરશે તો એને તરત જ ખબર પડશે પાછી. આત્મહિતાર્થે આત્માર્થે પોતાના પરિણામનું અવલોકન કરે, કે મારું અહિત થાય છે કે મારું હિત થાય છે ? એ મારે તપાસવું જોઈએ, મારી જાગૃતિ હોવી જોઈએ. નહિતર હું
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૧
પત્રક-૫૭૨
માનીશ કાંઈક અને થતું હશે કાંઈક. એવી પ્રવૃત્તિ કરીશ.
મુમુક્ષુ :- જે દિવસે આ વિચાર ઉદ્ભવ્યો હતો ત્યારે તો કાંઈ લોકોએ સલાહ નહોતી આપી. પોતાના વિચારથી જ આ વાત ઉત્પન્ન થઈ હતી. તો એમાં લોકોના અભિપ્રાયથી કરીએ છીએ એમ કેમ (સમજવું) ?
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર છે. લોકોના અભિપ્રાયથી નહિ તો શું એની પાછળ અભિપ્રાય હતો ? શું લક્ષ હતું ? એ તપાસી લેવું. બરાબર છે ? કાંઈક તો હશે ને ? કે શૂન્ય હતું ? કાંઈક તો હશે ને ? તપાસી લેવું. જો એમાં એકાંતે આત્મહિત સિવાય બીજું કાંઈ લક્ષ ન હોય તો ઉત્તમ વાત છે. બીજું, એ સિવાય બીજું કાંઈ હોય તો એ બધું એકની એક જાતની ગડબડ છે. પછી એમાં એ ગડબડની અંદર કોઈ વિકલ્પ આવો તો કોઈ વિકલ્પ આવો, એથી કાંઈ બહુ મોટો ફરક પડતો નથી. મારા આત્માના હિત માટે આ હું કરું છું. આત્મહિતની ભાવના વિશેષ આવિર્ભાવ થવા અર્થે હું કરું છું. એ એક લક્ષે જે કાંઈ થાય તે બરાબર છે. લક્ષફેર થયો એટલે એનું ધ્યેય કાંઈક બીજું છે, લક્ષ કાંઈક બીજું છે અને સાચા ધ્યેયની શૂન્યતા છે, ત્યાં અભાવ છે. એનું ફળ પણ વિપરીત જ છે. એનું ફળ વિપરીત છે.
મુમુક્ષુ ઃ–વિપરીત એટલે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– વિપરીત એટલે આત્માને અનુકૂળ નથી. આત્માનું હિત થાય એવું એનું ફળ નથી. પુણ્ય આવે, પુણ્યના ફળ આવે એ બધું થઈ શકવા યોગ્ય છે પણ એથી કાંઈ આત્માને હિત થતું નથી. એ વખતે વધારે અહિત કરશે. કોને ખબર શું કરશે
એ.
આ
માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે,...' જીવ અનાદિથી ભયંકર ભવરોગમાં પકડાયેલો છે અને એ રોગમાંથી મુક્ત થવા માટે એને ‘સદ્ગુરુ વૈદ્ય સુજાણ.' આત્મજ્ઞાની પુરુષનો આશ્રય કરવો અને એની આજ્ઞા પ્રમાણે ચાલવું, એ એક જ એને માટે શ્રેયરૂપ છે. એથી બીજી કોઈ વાત એને માટે શ્રેયરૂપ નથી. આ એમના અનુભવવચનો છે. પોતે પણ પૂર્વભવમાં ઘણી માથાકૂટ કરી છે. ઘણા આથડ્યા છે અને ઘણા પ્રકારે જપ, તપ, શાસ્ત્રવાંચન બધું કરી ચૂકયા છે. હેરાન થવામાં બાકી રહી નથી. અને પછી કોઈ પૂર્વભવમાં સત્પુરુષ મળ્યા છે અને સહજમાત્રમાં પોતાની બધી જ વિટંબણાનો ઉકેલ આવ્યો છે. એટલે એમણે વારંવા૨ આ વાત નિરૂપી છે.
કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.’ મુમુક્ષુને પણ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૨
રાજહૃદય ભાગ-૧૧
જ્ઞાનદશા સુલભપણે ઉત્પન્ન થવામાં અનુભવી પુરુષના માર્ગદર્શન નીચે પરમભક્તિથી અનુસરણ કરવું એ જ એક સહેલામાં સહેલો ઉપાય છે. અહીં સુધી કાલે આપણે ચાલ્યું હતું.
હવે કહે છે, ‘જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી,...' સિદ્ધ થતો નથી એટલે પ્રાપ્ત થતો નથી. કહે છે કે, જ્ઞાની હોય... જોકે હવેના કાળમાં તો જ્ઞાની હોવા મુશ્કેલ છે, મળવા મુશ્કેલ છે પણ હોય તોપણ એમના ચરણમાં મન સ્થાપવું એ મુખ્ય વાત છે અને ત્યારે એમનો આશ્રય મળે છે. એમના ચરણમાં મનને સ્થાપ્યા વિના એ આશ્રયમાર્ગ અથવા ભક્તિમાર્ગપ્રાપ્ત થતો નથી.
જીવ શું કરે છે ? કે સામાન્ય બહુમાનથી વંદન, નમસ્કાર, ભક્તિ આદિ કરે છે પણ એને ઓળખીને જેટલા પ્રમાણમાં બહુમાન આવવું જોઈએ એટલા પ્રમાણમાં પરમેશ્વરબુદ્ધિએ સર્વાંવર્પણબુદ્ધિએ એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. જેને એમણે વંચનાબુદ્ધિ કહી. ૫૨૬મા પત્રમાં એમણે વંચનાબુદ્ધિ કહી છે. પોતે છેતરાય જાય છે. હું તો માનું છું, હું તો ભક્તિ કરું છું. એવી રીતે (છેતરાય જાય છે).
જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.’ જિનાગમને વિષે એટલે જિનેન્દ્રદેવે પણ આ વાત ફરી ફરીને, ઠેકાણે ઠેકાણે કરી છે, કે તું અનાદિનો અજાણ્યો છો. વળી આ માર્ગ પણ ગહન માર્ગ છે. એમ ને એમ તારી મેળે પત્તો લગાવવા જઈશ તો મેળ નહિ ખાય. માટે કોઈ જ્ઞાનીપુરુષના ચરણ વિષે મનને સ્થાપીને, પૂરેપૂરા ભક્તિવંત થઈને જે કાંઈ કરવા ધારીશ તો થઈ શકશે. નહિતર એ થવું મુશ્કેલ છે. એ રીતે જિનાગમમાં પણ ફરી ફરીને ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.’ જોકે જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે...’ સીધે સીધો જીવ એટલો બધો અત્યંત ભક્તિવંત થઈ શકતો નથી. અત્યંત બહુમાન એને ઉપજતું નથી. એટલે પ્રથમમાં એને એ વાત થોડી અઘરી લાગે છે. કેમકે સાવ અજાણ્યો રસ્તો છે અને એકદમ એને એ પ્રકા૨ આવતો નથી. પણ ચારે આવે ? અને કઈ રીતે એવો પ્રકાર આવે ?
‘વચનની અપૂર્વતાથી.....’ કોઈ અપૂર્વ વાણી પરમશ્રુત. આત્મજ્ઞાની, ધર્માત્માની વાણી કોઈ અપૂર્વ વાણી હોય છે. અપૂર્વ વાણીનું કોઈ પરમશ્રુત એમને શ્રીમુખેથી નીકળે છે એવું જ્યારે પોતાને લાગે છે ત્યારે અને તે વચનનો વિચાર કરવા...... વિશેષ વિચાર કરવાથી. એટલે આત્મહિતાર્થે એ કેટલી ઉપયોગી ચીજ છે. ભલે નિમિત્તપણે છે તોપણ એ નિમિતત્ત્વવ કેવું... એનો વિશેષ વિચાર કરવાથી, એ વચનનો
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૬૩
પત્રાંક-૫૭૨ વિશેષ વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,...” આ જગ્યાએ આ એક વાત નવી કરી છે.
વચનની અપૂર્વતા, વચનનો વિચાર કરવો, એ બે વાત તો પ્રચલિત છે. પણ “જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” હવે એ અપૂર્વદૃષ્ટિ શું છે? કે પૂર્વે મને આવો યોગ જાણે બન્યો જ નથી. “સોગાનીજીએ કહ્યું ને? અનંત તીર્થકરોથી અધિક એવો યોગ પ્રાપ્ત થયો છે. એક તીર્થકર એટલે શું? જેના કેવળજ્ઞાન પાસે આત્મજ્ઞાની ચતુર્થ ગુણસ્થાનવર્તી સાધકની દશા, ધર્માત્માની દશા જઘન્ય છે, અનંતમાં ભાગે છે. એને સીધું ફેરવીને એમ કહે કે એવા અનંત તીર્થકરોથી આ મારા માટે અધિક છે. મારા માટે, હોં! એમ લે છે. બધાને માટે એ વાત સિદ્ધાંત નથી સ્થાપતા. જેને જેને સપુરુષનો આવા દુષમકાળમાં યોગ થાય છે એને માટે વાત છે. કોઈ કાળની અંદર ટોળાબંધ જ્યાં સમ્યગ્દષ્ટિઓ હોય છે એ બીજી વાત છે. ટોળાબંધ મુનિઓ હોય છે બીજી વાત છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં અનેક કેવળીઓ હોય છે, અનેક તીર્થકરો હોય છે, બીજી વાત છે.
વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને અને એમાં પણ અનંતકાળથી હિત નથી થયું એવા જીવને અત્યારે શું કરવું? વાત તો એ ચાલે છે, કે રાજાને ત્યાં ભલે ખાજાના ભંડાર ભર્યા હોય, પણ અહીંયાં મને ભૂખ લાગી છે પણ બટકું રોટલો મળતો નથી. રાજાને ત્યાં મીષ્ઠાનના ભલે ભંડાર ભર્યા હોય, પણ પોતાને ભૂખ લાગી હોય અને બટકું રોટલો ન મળે. અથવા લાખો ટન નદીના પાણી ભલે સમુદ્રમાં જતાં હોય પણ પોતે તરસથી મરતો હોય ત્યારે એક મીઠા પાણીનો પ્યાલો-ગ્લાસ ન મળતો હોય ત્યારે એની કિમત કેટલી ? કે એ ગ્લાસની કિમત પ્રાણની કિમત ન થાય એમ પાણીની કિમત એ વખતે ન થાય. લાખો કરોડોથી પ્રાણ બચાવી શકાય? કે નહિ. પણ આવા એક પાણીના ગ્લાસથી પ્રાણ બચાવી શકાય. એટલી કિમત છે આની.
એમ અત્યારે જ્યાં દુષ્કાળ વર્તે છે. આ ધર્મના દુષ્કાળવાળો કાળ છે. બહુભાગ જીવો પોતાનું અહિત કરે છે. હિત કરનાર કો'ક જીવ આત્માર્થી કો'ક નીકળે છે. જ્ઞાની તો જવલ્લે જ મળે. એ પરિસ્થિતિમાં અહીંયાં આ વિચાર છે, કે કોઈ અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,” આવો યોગ મને જાણે અનંતકાળે મળ્યો નથી. પહેલો વહેલો આવો યોગ મળ્યો છે એવું એને લાગે. અનંતકાળમાં પૂર્વે મળ્યો નથી અને અત્યારે મળ્યો છે. હવે આત્મહિત કર્યા વિના ભવભ્રમણ ચાલુ રહે એવી સ્થિતિમાં મારે આ આયુષ્ય પૂરું કરવું નથી, વ્યતીત કરવું નથી. લીધે છૂટકો. એમ અંદરમાં વિચારબળ ઉત્પન્ન થાય, એવો
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ યોગ સામે હોય, એવો કોઈ અપૂર્વવિચાર આવે, અપૂર્વનિર્ણય આવે, અપૂર્વદૃષ્ટિથી એ પોતાના હિતના સાધક અનંત તીર્થકરોથી પણ અધિક છે. એવી કોઈ “અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,...” જ્ઞાનીના ચરણમાં “મનનું સ્થાપન થવું સુલભ થાય છે. એવી ભૂમિકામાં આવ્યા વિના જે એને યથાર્થ રીતે આશ્રય થવો જોઈએ એ રીતે જ્ઞાનીનો આશ્રય થતો નથી. ઉપરછલ્લો થાય છે, ઉપરટપકે થાય છે. એમાં કાંઈ એનું વળતું નથી. એમાં કોઈ હિત થવાની અંદરમાં પરિસ્થિતિ નથી થતી.
હવે એવું નથી થતું એના કારણમાં વર્તમાન પરિણામોની અંદર વિરુદ્ધ પરિસ્થિતિ કેવી કેવી હોય છે એ સંબંધી માર્ગદર્શન આપે છે. કે “જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે.” આ જીવને પંચેન્દ્રિયના ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો પ્રત્યેની જે આસક્તિ છે અથવા સુખબુદ્ધિએ કરીને જે કાંઈ પરિણામમાં ખેંચાણ છે એ જ્ઞાનીપુરુષના આશ્રમમાં વિરોધ કરે છે. ક્યાં ક્યાં વાત સાંધે છે. એમાં બીજો અર્થ એમ નીકળે છે, કે જે કોઈ જીવને જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થયું હોય અને પરમભક્તિ આવી હોય, પરમ બહુમાન આવ્યું હોય, એને પંચેન્દ્રિયના વિષયનો રસ આપોઆપ ફિક્કો પડી જાય છે.
“સોગાનીજી એ બોલ લીધો છે, કેનિશ્ચયભક્તિ વ્યવહારભક્તિનો નિષેધ કરે છે અને વ્યવહારભક્તિ પંચેન્દ્રિયના વિષય તરફની આસક્તિનો નિષેધ કરે છે. એ આપોઆપ જ છે. એક બાજુનો ઝુકાવ વિશેષ થાય એટલે બીજી બાજુનો ઝુકાવ ઘટી જાય. કેમ કે પરિણામ તો એક જ છે. એકસાથે બે વિરુદ્ધ દિશામાં ઝુકી શકતું નથી. એટલે જે જીવને પંચેન્દ્રિયના વિષયોમાં તીવ્ર રસ છે એ જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન કરી શકતા નથી. આમ છે.
“તે દોષ થવાનાં સાધનથી...' એમાં શું છે? અંતરંગ વાત એ છે, કે પંચેન્દ્રિયના વિષયમાં રસ છે, સુખબુદ્ધિએ જે રસ છે એ પરિણામની મલિનતા છે. એ મલિન પરિણામ જે છે અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું એ તો જ્ઞાનીને ઓળખીને સ્થાપી શકાય છે. તો એમાં નિર્મળતા જોઈએ છે. નિર્માતા અને મલિનતા સાથે કેવી રીતે રહે? જેના ચિત્તમાં મલિનતા વિશેષ છે એ નિર્મળતામાં આવી શકતો નથી. નિર્મળતા છે એ મલિનતામાં આવી શકતો નથી. આ સામે સામે પરિસ્થિતિ છે. એટલે એ દોષથી પણ જ્ઞાનીપુરુષનો આશ્રય થતો નથી.
તે દોષ થવાના સાધનથી.... એટલે નિમિત્તોથી જેમ બને તેમ દૂર રહેવું.' ભલે પ્રાપ્ત હોય તોપણ. પૂર્વકર્મના યોગે, પુણ્ય ઉદય હોય તોપણ એ બધા નિમિત્તોથી દૂર
Page #382
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨
૩૬૫ રહેવું. પોતે નિરસ પરિણામે જે રીતે પોતાનું પરિણમન અને જીવન ચાલે એ રીતે જીવવું અને એનાથી ઉદાસીન રહેવું. દૂર રહેવું એટલે ઉદાસીન રહેવું. અને પ્રાપ્તસાધનમાં પણ...” એટલે પ્રાપ્ત નિમિત્તોમાં પણ. એ વાત લીધી છે. પ્રાપ્ત નિમિત્તોમાં પણ ઉદાસીનતા રાખવી. ન હોય અને ઉદાસીન રહે છે એ વાત નથી. હોય અને ઉદાસીન રહે છે. મને એમાં રસ નથી. મને અનુકૂળતાઓમાં રસ નથી. પંચેન્દ્રિયના વિષયો પ્રાપ્ત છે પણ મને એમાં રસ નથી. મારું ચિત્ત કાંઈક બીજું શોધે છે. આ અનંત વાર મળી ચૂક્યું છે). “સકલ જગત એઠવતુ.” જ્ઞાનીદશાની વાત કરીને. એટલે એમાં મને રસ નથી. એંઠમાં મને રસ નથી. મારું મન છે તે બીજી જગ્યાએ લાગેલું છે. એવી જગ્યાએ લાગેલું છે કે એ બાજુથી આ બાજુ આવવાનું મને જરાપણ ઠીક લાગતું નથી.
પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહબુદ્ધિ છોડી દઈ, મારું છે, મને પ્રાપ્ત થયું છે, મારા સંયોગો છે, એ મારાપણું જે પોતાપણું થાય છે એ પોતાપણું છોડી દઈ એટલે કે ભિન્નપણું કરવું. રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે.” જેટલા પરિણામ જાય છે, છતાં મુમુક્ષુ છે, સર્વથા રાગાદિ ભાવ નહિ થાય એ તો બનવાનું નથી. પરિણામ તો થવાના. રોગ છે, એ જીવનો એક રોગ છે એમ જાણીને પ્રવર્તવું ઘટે છે. આ એનાથી ઉદાસ થવાનો, નિરસ થવાનો પ્રકાર લીધો છે.
અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. અને જ્યારે આ જીવ પાછો હટવા માગે છે ત્યારે વળી વધારે પુણ્યનો ઉદય સામે છે. જોર કરે છે. વધારે વધારે અનુકૂળતાઓ થવા માંડે. તો કહે છે કે “એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે.' એટલે કે જીવને પ્રલોભન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય, તોપણ જાગૃત રહેવું, એમ કહેવું છે. તોપણ આત્માને વિષે જાગૃત રહેવું. કેમકે આત્મા તે દોષને દવા પોતાની સન્મુખ લાવે છે. તે દોષને છેદવા. છેદવા છે એટલે સ્થિતિ સંક્રમણ પામીને, અપકર્ષણ થઈને પણ એ કર્મનો ઉદય આવશે અને વળી પરિસ્થિતિ ઊભી થશે. પણ એ ભલે સામે આવે. સ્વરૂપાંતર કરીને બીજા વર્ષે આવે. એક વેષ નહિ ને બીજા વર્ષે આવે.
પહેલા પોતે એ પ્રવૃત્તિ કરીને અનુકૂળતાઓ સાધતો હતો. એને એમ લાગતું હતું કે હું મારી બુદ્ધિથી, કાર્યશક્તિથી અને મહેનતથી આ બધું મેળવું છું. પછી વળી એમ થાય કે પોતે તો પ્રવૃત્તિ કરતો નથી. નિવૃત્તિ લીધી. ચાલો આપણે ઉદાસ છીએ. બીજાઓ અનુકૂળતા એને આપવા માંડે. સ્વરૂપાંતર કરીને અનુકૂળતાઓ સામે આવે. રૂપ બદલીને છેતરવા આવે. “સ્વરૂપાંતર કરી તેને આકર્ષે કેતને ઠીકપણું કેવુંક લાગે
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૧
છે ? અનુકૂળતાઓ મળે છે એમાં કેવું ઠીકપણું લાગે છે ? તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે.’ જાણે કે એ એને કરાવી દે છે. પોતે જાગૃતિ છોડી દે છે. એટલે ઉપચાર કરવામાં આવે છે કે એ સંયોગોએ એને તન્મય કરાવી દીધો, એકાગ્ર કરાવી દીધો.
એમ કહે છે કે ધ્યાન રાખજે તું. રૂપ બદલી બદલીને તને છેતરવા આવશે. અનુકૂળતાના સંયોગો તને છેતરવા નવા નવા રૂપ લઈને આવશે. પહેલા જે રૂપે આવ્યા હતા એ રૂપે નહિ આવે, પાછી તને ઘડ બેસી ગઈ હોય કે આમાં આમ કરવું, આમાં આમ કરવું એમ નહિ. ક્યાંય પણ તારી આત્મજાગૃતિમાં શિથિલતા આવી તો ભૂલમાં પડતા વાર લાગશે નહિ.
મુમુક્ષુ :– નવા નવા રૂપે એક દૃષ્ટાંત આપ્યું કે બીજાઓ આને અનુકૂળતા આપે. એવી રીતે બીજી કઈ વાત છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એ તો શું છે કે સહેજે શ૨ી૨ ...
એવી રીતે પુણ્યના ઉદયમાં કાંઈક પોતાની બુદ્ધિ, શક્તિ, વિચાર લગાવતો હતો. હવે એમ જાણ્યું કે નહિ, આ બધું તો ખોટું છે અને આ માથાકૂટમાં પડવા જેવું નથી. જે હોય એ પરિસ્થિતિમાં આપણે ચલાવવું છે. એમાં અનુકૂળતાઓ કુદરતી બીજી રીતે વધવા માંડે. કુદરતી પ્રકારે, કોઈને કોઈ પ્રકારે. તોપણ એમાં ઠીકપણું લાગે છે તો એમાં એ પોતે છેતરાય છે. અહીંયાં એમ કહેવું છે કે એને ભિન્ન ભિન્ન રીતે ભૂલાવામાં પડવાના પ્રકારો ઊભા થાય છે.
હવે એ એ વખતે શું વિચાર કરે છે ? તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે... જુઓ ! બહુ સૂક્ષ્મ પરિણામો પકડ્યા છે. મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય,’...’ પહેલા તો દુકાને જઈને બેસતો હતો, હવે તો ઘરે બેઠા બેઠા થોડુંક આટલું કામ કરી લઉં છું. એમાં કાંઈ બહુ વાંધો નહિ. પણ આપણી અનુકૂળતાઓ બધી સચવાઈ રહે છે. પહેલા ઘણી મહેનત કરતા જે અનુકૂળતાઓ મેળવવી પડતી હતી. હવે તો નિવૃત્તિકાળે થોડું કરીએ છીએ અને આટલી પ્રવૃત્તિમાં આપણને કાંઈ વાંધો નહિ આવે. એ પ્રવૃત્તિનું Volume ભલે ઘટ્યું હોય, પ્રવૃત્તિનું કદ ઘટ્યું હોય પણ પ્રવૃત્તિનો રસ ઘટ્યો છે કે નહિ ? આ સવાલ છે. જે દિ' દુકાનના થડે બેસતો હતો, એ જ રસથી એટલી પ્રવૃત્તિ ઓછી પ્રવૃત્તિ છે ઇ થાય છે કે કાંઈ ઓછાવત્તા પ્રમાણમાં એ પ્રવૃત્તિ થાય છે ? રસનું શું પ્રમાણ છે ? આ અવલોકન વગર, ... અવલોકન વગ૨ પોતાના રસની ખબર પડે એવું નથી. કેમકે કષાયની મંદતા છે ને ? ઓલા વખતે
Page #384
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭ર
૩૬૭ કષાયની તીવ્રતા થતી હતી એટલે એને ધમાલ લાગતી હતી. પરિણામમાં પણ એટલો લોમવિલોમ થતો હતો. હવે કષાય મંદ થયો, પ્રવૃત્તિ ઓછી થઈ તો પછી હવે કાંઈ વાંધો નથી. હવે બરાબર છે. ધીમે ધીમે આ પણ આત્માને બહુ નુકસાન કરે એવી પ્રવૃત્તિ નથી લાગતી એને પોતાને. મને આ પ્રવૃત્તિથી કોઈ વિશેષ બાધ નહિ થાય અને હવે એ અનુક્રમે એને પણ હું છોડી દઈશ. અને છતાં થોડીઘણી કરીશ ત્યારે પણ હું બરાબર જાગૃતિ રાખી લઈશ.
“એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે;” જીવને આવી ભ્રમણા થાય છે. આ વિષયમાં આવી એને ભ્રમણા થાય છે. પોતે પોતાને ખોટી રીતે છેતરી દે છે, ખોટી રીતે સંતોષ પકડે છે. અને જ્યાં જ્યાં વર્તમાન પરિણામમાં જીવને સંતોષ આવ્યો, ત્યાં ચારિત્રમોહ ભલે મંદ હોય, દર્શનમોહની તીવ્રતા થયા વિના રહે નહિ. આ સિદ્ધાંત છે. કેમકે પયયદૃષ્ટિ ત્યાં વધારે તીવ્ર થઈ. પર્યાયદૃષ્ટિ તીવ થઈ એટલે દર્શનમોહ તીવ્ર થયો. એ રીતે પોતે ભ્રાંતદશામાં એવો દોષ કરે છે.
જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, તે સંબંધ એને છૂટતો નથી. અથવા તે દોષ (ક્રમે કરીને) વધે છે... એટલે દર્શનમોહ વધે છે. દર્શનમોહનો એને દોષ છૂટતો નથી. દર્શનમોહ વધતો જાય છે અને તેનું લક્ષ તેને આવી શકતું નથી. એ વાત એને લક્ષ ઉપર આવતી નથી. શું છે કે જીવના સમજણમાં, ઉપયોગમાં સ્થૂળતા હોવાને લીધે ચારિત્રમોહમંદ થાય છે એનો ખ્યાલ આવે છે. કયાં કયાં દર્શનમોહ તીવ્ર થાય છે, મંદ થાય છે, એ વિષય ઉપર એનું લક્ષ જતું નથીજુઓ ! કેવી સૂક્ષ્મ વાત સ્થાપી છે.
એમણે આ બાજુએક સહેલી વાત શું લીધી?કે જો સપુરુષ પ્રત્યે બહુમાન આવે અને ઓળખીને બહુમાન આવે તો દર્શનમોહ આપોઆપ મંદ થાય છે. એમાં વિશેષ ફાયદો શું છે ? કે જેણે દર્શનમોહનો અભાવ કર્યો છે, એના પ્રત્યે એને બહુમાન થયું. એનું મૂલ્યાંકન વિશેષ આવ્યું. એનું મૂલ્ય વધારે થયું. તો એવા પરિણામમાં આપોઆપ દર્શનમોહનો રસ અનુભાગ તૂટે છે. દર્શનમોહનો અનુભાગ તૂટે ત્યારે જ્ઞાનની પર્યાયમાં મુમુક્ષુને યોગ્ય આત્મહિત થવા માટેની વિશેષ નિર્મળતા આવે. આ નિર્મળતા જરૂરી છે. આ ભૂમિકામાં આનિર્મળતા જરૂરી છે.
મુમુક્ષુ - રસ અભિપ્રાય સાથે સંબંધ ધરાવે છે?
પૂજ્ય ભાઈશ્રી:-અભિપ્રાય સાથે સંબંધ ધરાવે છે. એ તો છે. પણ અભિપ્રાય તો છેલ્લે તૂટશે. પહેલા સમજણથી વિચારે છે. પણ જેટલી જાગૃતિ, વર્તમાન પ્રવૃત્તિમાં જેટલી જાગૃતિ એટલે એને ત્યાં વર્તમાનમાં લાભનું કારણ બને છે. મુખ્ય વિષય
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ચજહૃદય ભાગ-૧૧ જાગૃતિનો છે.
એ વિરોધી સાધનનો...... વિરોધી સાધનો એટલે અનુકૂળતાના સંયોગો. બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે ” બે પ્રકારે અનુકૂળતાને છોડી શકાય છે. “એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ... ભાઈ ! મારે જરૂર નથી. તે તે ચીજોની મારે કોઈ જરૂર નથી. મને વિકલ્પ નથી, મને ઇચ્છા નથી, અને જરૂરિયાત નથી. અને મને... એ પ્રકાર નથી. એટલે “એકતે સાધનના પ્રસંગની નિવૃત્તિનું...”
બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.” અને છતાં હોય તોપણ એની કિમત શું ? દાખલા તરીકે એક સામાન્ય બહુ સીધો સાદો મોટો સમર્થ દર્ગત લઈએ, કે અત્યારે આ જગતમાં પૈસાનું મૂલ્ય ઘણું છે. સર્વસ્વ થઈ પડ્યું હોય તો પૈસો સર્વસ્વ થઈ પડ્યો છે. ત્યારે એનું તુચ્છપણે કેવી રીતે સમજાય? કે ભાઈ ! પૈસા તો આજે પાપીમાં પાપી માણસો પાસે છે.
જેમ કે આ પરદેશમાં લોકો રહે છે. અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ વગેરે ધનાઢ્ય દેશો કહેવાય છે ને? ત્યાં તો ખાણી, પીણી, રહેણી, કરણી વિવેકશૂન્ય છે. અથવા જંગલી જેવી છે અથવા પશુ જેવી છે. એ લોકોના જે જીવન છે એમાં કોઈ વિવેક નથી. માંસાહારથી માંડીને બધું એ લોકોનું જીવન જ એવું હોય છે. પાપીમાં પાપી પ્રાણીઓ પાસે કરોડો-અબજોની દૌલત હોય છે. એની કિમત શું ? એની તુચ્છતા સમજવી. તો પછી પોતાને જે કાંઈ પુણ્યનો જેટલો યોગ અને સંપત્તિ હશે એના ઉપર એને શું મહત્તા આવશે ? કે અહીંયાં શું છે ? પાપી પ્રાણીઓ પાસે કરોડો-અબજો હોય છે. ઓલા સામાન્ય જે છે એમાં મમત્વ શું કરવું? અને એની મહત્તા શું રાખવી ? જે કાંઈ હોય એનું મમત્વ શું અને એની મહત્તા શું કરવા જેવી છે? અને એનો રસ શું લેવા જેવો છે આ જીવે? જેને જે કાંઈ પુણ્યયોગે, નસીબયોગે, પ્રારબ્ધ જેને કહેવાય એનું તુચ્છપણું એને આવવું જોઈએ. કોઈપણ પ્રકારથી એનું તુચ્છપણું જો સમજાય અને તે તે સાધનોની નિવૃત્તિ પોતે ચાહે, ઉદાસ રહે, નિરપેક્ષભાવે રહે તો એને એ બાજુનો વિભાવરસ તીવ્ર થતો નથી. નહિતર પરિણામની વિભાવરસસ્વભાવરસ ઉત્પન્ન નહિ થવા દે.
દર્શનમોહ જલ્દી નહિ પકડાય પણ રસ પકડી શકાશે. પરિણામના રસને અને દર્શનમોહને અવિનાભાવી સંબંધ છે. એટલે રસ પકડવો. કેમકે એ વેદનમાં આવે છે. રસ તીવ્ર થાય ત્યારે તો વેદનમાં આવે છે). હર્ષ-શોક પ્રસંગે રસ થાય છે કે નહિ? કોઈ હરખના પરિણામ થાય, શોકના પરિણામ થાય. એકદમ તીવ્ર રસથી પરિણામ થાય છે. ત્યારે ત્યારે દર્શનમોહહંમેશા વધે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૬૯
પત્રાંક-પ૭૨
મુમુક્ષુ –હસવું આવે, રોવું આવે એ વખતે દર્શનમોહતીવ્ર થઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી – હા. એ વખતે દર્શનમોહ તીવ્ર થાય છે. જ્યાં જ્યાં રસ વધે, વિભાવરસ વધે ત્યાં દર્શનમોહ તીવ્ર થાય, સ્વભાવરસ વધે ત્યાં દર્શનમોહનો ઘાત થાય. આ સીધી વાત છે. એટલે તો નિર્ણયના વિષયમાં ‘ગુરુદેવે એ વાત લીધી. ૧૯મા બોલમાં. ૧૪૪ ગાથાનો જે ટુકડામાં પ્રસંગ કર્યો છે ને ? ૧૯ નંબર. એમાં એ વાત લીધી. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ, સ્વરૂપનો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ
ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાય મંદ પડી જાય એમ ન કહ્યું. કષાયનો રસ મંદ પડી જાય એમ કહ્યું. કુદરતી જે ભાષા આવે છે એ તો ભાવ અનુસાર આવે છે ને? કષાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. પછી આ સિદ્ધાંત કહ્યો. કે આવો કષાય કેમકે કષાયરસ મંદપડતા જીવન દર્શનમોહનો રસ મંદ પડે છે. દર્શનમોહનો રસ મંદ પડે અને કષાયરસ મંદ પડે એ સાથે સાથે Parallel ચાલે છે. એ પરિણામને મલિન કરનાર ભાવ છે, એ ભાવમાં મંદતા થયા વિના નિર્મળતા આવે નહિ, નિર્મળતા આવ્યા વિના સ્વરૂપનિર્ણય થાય નહિ. સ્વરૂપનિર્ણય થાય નહિ એને સ્વરૂપ અનુભવ થાય નહિ. એ તો ૨૦૩ (બોલમાં) લીધું.
૨૦૩માં એમણે એ સિદ્ધાંત સ્થાપ્યો. ત્યાં ૨૦૩માં તો એક ટુકડો જલીધો હતો. દર્શનમોહ મંદ પડ્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહિ, એટલે નિર્ણયમાં આવે નહિ, ભાવભાસનમાં આવે નહિ. અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. એટલે આ અનુભવ પહેલાનું પગથિયું છે. Pre-stage છે. એને દર્શનમોહનો અનુભાગ ઘટવો જોઈએ. કેમકે પ્રથમ સ્વાનુભવમાં ઉપશમ થાય છે. ઉપશમ તો નબળો પડે તે દબાય, સબળો કોઈદિવસ દબાય નહિ. ' બધી પ્રવૃતિઓમાં એક દર્શનમોહની પ્રકૃતિ એવી છે, કે જેના ઉદયમાં જોડાયા વિના જીવને, ઉદય હોય તો જોડાયા વિના જીવની કોઈ બીજી પરિસ્થિતિ રહેતી નથી. બાકી... આ વાત જુદી છે. બધથી ભૂલ પડી અને ઉદયાભાવી ક્ષય કરે તેનો. પણ એક દર્શનમોહની પ્રકૃતિ એવી છે. ત્યાંથી જે આ કર્મના ઉદયનું ભૂત જે કરણાનુયોગના અભ્યાસીને વળગ્યું છે એ અહીંથી વળગેલું છે. કર્મનો ઉદય... કર્મનો ઉદય જે વજન આપે છે એનું કારણ મૂળ દર્શનમોહમાં એ પરિસ્થિતિ ઊભી છે. અને અનાદિનો સંસાર પણ એને લઈને છે. એટલે પ્રયોજનભૂત વિષય એ છે કે જીવને દર્શનમોહની શક્તિ તોડવી જ રહી. જો દર્શનમોહ નબળો પડે તો જ એને ઉપશમ સમ્યગ્દર્શન થાય, નહિતર ઉપશમ સમ્યગ્દર્શન કોઈ કાળે થાય નહિ.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ચજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ-વ્યલિંગી મુનિને કષાય તો મંદ પડ્યો છે. પૂજ્ય ભાઈશ્રી:-ઘણો મંદ પડ્યો છે. મુમુક્ષુ - રસ તીવ્ર છે.
પૂજ્ય ભાઈશ્રી:- કષાયનો રસ મંદ નથી પડ્યો અને દર્શનમોહ પણ મંદ નથી થયો. એ સંતોષ પામે છે. સમયસારની ૧૫૪ ગાથા છે. કર્તા-કર્મ અધિકાર પૂરો કર્યા પછી પુણ્ય-પાપ અધિકાર શરૂ કર્યો છે. એમાં ૧૫૪ ગાથામાં એ દ્રવ્યલિંગી મુનિની વાત લીધી છે. એ પંચાચારને પાળે છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર,
વિચાર, ચારિત્રાચાર. પણ એ પોતાના વર્તમાન કષાયની મંદતાના પરિણામથી સંતુષ્ટ છે. સ્થળ એવા કષાયની તીવ્રતાના પરિણામથી નિવર્યો છે, પણ સ્થળ એવા કષાયની મંદતાના પરિણામથી નિવર્યો જ નથી. અને ત્યાં એને સંતુષ્ટપણું થાય છે. કોઈપણ વર્તમાન અવસ્થામાં સંતોષ થયો એટલે દર્શનમોહની પક્કડ છે એ આપો આપ જ વધારે તીવ્ર થઈ ગઈ.
મુમુક્ષુ-દર્શનાચાર પાળે છતાં શ્રદ્ધાનમાં ભૂલ રહી જાય?
પૂજ્ય ભાઈશ્રી:-હા થઈ જાય. એમાં શું છે? દર્શનાચાર એટલે ખરેખર શું છે? કે જે શ્રદ્ધાના વિષયભૂત નિશ્ચય તત્ત્વ પોતાનો આત્મા છે અને શ્રદ્ધાના વિષયમાં નવ તત્ત્વનું શ્રદ્ધાન તેને સમ્યગ્દર્શન (કહે છે). એમ બે રીતે કહેવામાં આવે છે. ભેદથી અને અભેદથી. અને એ બંને વિષયમાં એના વિચારો ચાલે છે. છતાં પણ વર્તમાન પર્યાયના સંતોષપણાને લીધે અને એકત્વની તીવ્રતાને લીધે દર્શનમોહ જરા પણ મંદ પડતો નથી. આ એક તકલીફવાળી વાત છે. ધ્યાન ખેંચવા જેવો વિષય છે.
એને કરવાનું શું બાકી રહે છે? એક ચકલું, દેડકું સમ્યગ્દર્શનને પામે છે. તિર્યંચ અવસ્થા છે, એને કાંઈ ઉઘાડ નથી. અને આ દ્રવ્યલિંગીને અંગ પૂર્વનો ઉઘાડ હોય છે. અત્યારે એવો; કોઈને છે નહિ. એવો અંગ-પૂર્વનો ઉઘાડ હોય છે અને મંદ કષાયનું એટલું આચરણ હોય છે. જ્ઞાનનો ક્ષયોપશમ અને ચારિત્રનો ક્ષયોપશમ બહુ સારો છે. પણ પગથિયું ચૂકેલો છે. પહેલું પગથિયું દર્શનમોહનો અભાવ કરવાનું છે. એ પહેલા બીજી દિશામાં પ્રગતિ કરવા ગયો. દર્શનમોહની દિશામાં પ્રગતિ કરવાને બદલે જ્ઞાન અને ચારિત્રના ગુણ ઉપર એને આસક્તિ થઈ કે આમાં વિકાસ થાય. જેટલો મારો આમાં વિકાસ થાય એટલો કરું.દિશાફેર થઈ જશે. એક ચકલું, દેડકું પ્રાપ્ત કરે છે એણે શું કર્યું? અને આવો દ્રવ્યલિંગી નથી કરતો એણે શું ન કર્યું? બસ. આ એક મુદ્દા ઉપર Concentration કરવા જેવું છે. આ મુદ્દો જો ઉકલી જાય તો વાંધો નથી. અને નહિતર
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૭૧
પત્રાંક-પ૭ર ગમે તે કરે એ બધી ગડબડવાળું જ રહેવાનું છે. કયાંય એનો ઉકેલ આવવાનો નથી.
મુમુક્ષુ – કષાય જેટલી સહેલાઈથી ખ્યાલમાં આવે છે. એટલી સહેલાઈથી રસ ખ્યાલમાં નથી આવતો.
પૂજ્ય ભાઈશ્રી:-હા. કષાય થોડો વધારે સ્થૂળ છે. રસ એથી સૂક્ષ્મ છે. પણ એથી ન પકડાય એવું કાંઈ નથી. અવલોકનની જેટલી Practice એટલું પકડી શકાય છે. પહેલી વખત ઝવેરી બનતી વખતે હીરો જોવે અને ઝવેરી થઈ ગયા પછી પચ્ચીસમે વર્ષે જોયો એમાં ફેર ખરો કે નહિ? એની એ નજર છે. આંખો એની એ છે. આંખમાં કાંઈ વધારે સુધારો થઈ ગયો એવું નથી. જોવાની Practice વધી છે. બીજું કાંઈ નથી. એની જે ખૂબીઓ જોવાની છે, ડાઘ જોવાના છે કે જે કાંઈ એને જોવાના પાંચ-દસ પડખાઓ છે, એ પડખાઓ જોવાની એની Practice જવધી છે. બીજું કાંઈ નથી.
એમ અહીંયાં પણ અવલોકનની Practice વધવી જોઈએ. વિચાર કરે છે પણ અવલોકન કરતો નથી. એટલે વિચારમાં ને વિચારમાં આગળ વધીને જ્ઞાનનો ક્ષયોપશમ વધારે છે. કેમકે વિચાર વધવા અર્થે વાંચન કરે છે, શ્રવણ કરે છે, ચર્ચાઓ કરે છે, ચિંતવન કરે છે, મનન કરે છે. અવલોકન કરવું એ જુદી વાત છે. એ વગર રસ પકડવામાં નહિ આવે. જે રસ પકડવો છે એ થોડો સૂક્ષ્મ જરૂર છે પણ એ તો પોતે અવલોકન કરે તો જરૂર પકડાય એવું છે. ન અવલોકન કરે તોન પકડાય. એ તો સીધી વાત છે.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે...” શું કહે છે? એ વિચારથી તુચ્છપણું સમજાય તે માટે તે તે સંયોગોનો ત્યાગ કરવો એ વધારે અનુકૂળ છે. કેમ? કે ગ્રહણ કાળે તો એનો અભિપ્રાય પડ્યો છે એટલે રસ રેડાઈ જાય છે. એટલે એણે રસની નિવૃત્તિ કરવી હોય તો પ્રસંગની પણ નિવૃત્તિ કરવી એના માટે યોગ્ય છે. આ હેતુ છે. રસની નિવૃત્તિનો હેતુ ન હોય અને એકલો ત્યાગ કરે તો નિષ્ફળ જાય જરૂર, પણ રસ નિવૃત્તિ અર્થે ત્યાગ કરે તો એને એ પોતાના રસનિવૃત્તિમાં સહાયકનિમિત્ત છે. કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.'
મુમુક્ષુ – એટલો વિવેક હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી - એટલો વિવેક આવે છે અને એ ત્યાગની દશામાં એને વિચારનો અવકાશ વધારે મળે છે. વધારે વિચાર કરવાની જગ્યા થાય છે કે હવે હું મારા પરિણામને જોઉં, તપાસું (કે) કેમ રહેછે?
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૧ તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા એટલે સર્વથા ત્યાગ કરવાનું બળન ચાલતું હોય. કેમકે આ તો મુમુક્ષની ભૂમિકા છે. ત્યારે ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે;”જરૂરિયાત વિનાનો અજરૂરિયાતવાળો છું. તો જરૂરિયાતો ઓછી કરવી એમાં શું મોટી વાત છે એમ કહે છે. આના વિનાનચાલે અને આના વિના ન ચાલે એવી આડ મારવાની જરૂર નથી. જે આત્મા સ્વરૂપે કરીને નિરાલંબનિરપેક્ષ છે. એવો શ્રદ્ધવો છે, એવો જાણવો છે અને એમાં સ્થિતિકરણ કરવું છે, તો દીનતા તો છોડવી જ પડશે. આ વગર નહિ ચાલે અને આ વગર નહિ ચાલે એ બધી દીનતા તો છોડવી જ રહી. એટલે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે.’
પરિગ્રહતથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે.’ હોય તોપણ એનો પરિચય અને પ્રસંગ એણે અલ્પ કરી નાખવો. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે...” કેમકે જીવનું લક્ષ છે, અંતરલક્ષ છે પોતાની નિર્મળતાનો એટલે દોષ મોળા પડે છે. અને દોષ મોળા પડે તો આશ્રયભક્તિ....” જ્ઞાનીના ચરણમાં નિવાસ કરવો છે, મન સ્થાપન કરવું છે એ દઢ થાય, એ સહેલું પડે, એ સુગમ પડે ત્યાં જવાતને જોડે છે. વર્તમાનના વિષયકષાયના રસવાળા પરિણામ અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું, એ બેને મેળ ખાય એવી વાત નથી એમ કહે છે.
આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ.” એમના વચનો પ્રત્યે બહુમાન આવે, એનું મૂલ્યાંકન થાય, એ ભાવો સમજાય, એના વચનમાં રહેલા ભાવો સમજાય. આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.” ત્યાં સુધી જાય. આ Line જો સાંધે તો જ્ઞાનદશા થાય. પરિણમન થાય એટલે જ્ઞાનદશા થાય, તીવ્રજ્ઞાનદશા થાય અને જીવન્મુક્તદશા પણ થાય. તેરમા ગુણસ્થાન સુધીની વાત લઈ લીધી છે.
મુમુક્ષુ-ઉપદેશબોધથી ઉપશમ અને વૈરાગ્ય થાય ત્યારપછી આ...
પૂજ્ય ભાઈશ્રી:- ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ જે છે એને એકબીજાને કારણકાર્યનો સંબંધ છે. એટલે એ કારણ બને એટલે કાર્યમાં એનું ફળ આવે છે. એ તો કારણકાર્યનો સંબંધ છે. અહીંયાં એ વાતનું અનુસંધાન નથી લીધું.
અહીંયાં તો એમ કહે છે કે તારા વિભાવરસના પરિણામને મોળા પાડ, સત્પરુષના ચરણમાં મનને સ્થાપ, અપૂર્વ ભાવે એમને જો. એમના વચનોમાં રહેલા અપૂર્વભાવોનું અવગાહન કર. તને અવશ્ય એનું પરિણમન થઈ, તીવજ્ઞાનદશા થઈને
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭૩
પત્રાંક-પ૭૨ જીવન્મુક્ત દશા સુધીનો લાભ મળશે. એમ કહેવું છે.
મુમુક્ષુ – આશ્રયભક્તિ દઢ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા આશ્રયભક્તિની દઢતામાં અનન્ય ભાવે, તીવ્ર ભાવે અથવા અત્યંત બહુમાનથી, અત્યંત ભક્તિથી આશ્રય કરવો. આશ્રય કરવો એટલે એને પોતાને પોતાની લઘુતા તો સહેજે જ એમાં આવે છે. યોગ્યતા પ્રગટી હોય તોપણ એમાં તો પોતાની લઘુતા એને આવી જ જાય છે. એ સહજ જ બને છે.
મુમુક્ષુ - આ જોઈએ, આ જોઈએ એ ભાવને આપે દીનતા કહી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, એ દીનતા છે. જે જોઈએ... જોઈએ. એ દીન પરિણામો છે. કેમકે એના વગર મને ચાલે નહિ, હું પાંગળો. એ દીનતા જ છે ને ? ખરેખર તો દીનતા શું? પોતાના સુખની પુગલ પરમાણુની પર્યાયો પાસે આ જીવ ભીખ માગે છે. તું મને સુખી કર, મને તારામાંથી સુખ મળે, તારાથી હું સુખી થાવ, એ બધા પરમાણુની પર્યાય પાસે પોતાના સુખની યાચના કરવા સિવાય બીજું કાંઈ નથી. એને દીનતા કહેવી, યાચના કહેવી. છેલ્લો Paragraph રહી જશે. વિશેષ લઈશું....
| પરલક્ષી શાસ્ત્રનાં જ્ઞાનની ધારણામાં સંતુષ્ટ થઈ, માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાવાથી, આત્મકલ્યાણ ગૌણ થઈ જાય છે. તે એકાંત જ્ઞાનમાર્ગ છે. અને તેવા જ્ઞાનના અમલીકરણનો પુરુષાર્થ ન થઈ શકવાથી, પ્રયોજનભૂત વિષય પર લક્ષ રહેતું નથી. પરિણામે સંભવતઃ નુકસાન આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટથવાનું બને છે.
(અનુભવ સંજીવની–૧૩૮)
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
રાજહૃદય ભાગ–૧૧
તા. ૨-૧૨-૧૯૯૦, પત્રાંક - પ૭૨, પ૭૩
પ્રવચન ન. ૨૬૬
“શ્રીમદ્ રાજચંદ્રવચનામૃત, પત્ર-પ૭રમો ચાલે છે, પાનું-૪૫૪. છેલ્લો Paragraph ચાલે છે.
આખા પત્રનો સારાંશ એ છે કે જીવ પાત્રતામાં આવીને એટલે કે દર્શનમોહના રસને મંદ કરીને, દર્શનમોહની શક્તિને ઘટાડીને સન્દુરુષને ઓળખે. એ એને મોક્ષ પર્વતની જીવન્મુક્તદશા પ્રાપ્ત થાય એવી એક સળંગ Line સંધાય જાય છે.
છેલ્લો Paragraph. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે...” એમ કહે છે કે જે વસ્તુ જોઈએ છે. પ્રાપ્ત કરવી છે એની ભાવના વારંવાર થવી એ સહજ છે. સહજ જ એની ભાવના વારંવાર થાય. પણ જીવ કોઈક વાર આવી વાતનો માત્ર વિચાર કરે એનો અર્થ એ છે કે એની ભાવના નથી. ક્યારેક વિચાર આવે છે, ઇચ્છા થાય છે. વિચારની પૂર્તિ અર્થે વાંચન-શ્રવણ કરી લ્ય છે. વળી પાછો એ વિષયને છોડી દે છે. અસત્પ્રસંગોમાં પાછી પોતાની ભાવના તો ઊભી જ છે. એટલે અસત્સંગ અને અસપ્રસંગોમાં વળી પાછું એનું જ પરિણમન છે એ પોતાના રસથી-આત્મરસથી દૂર ચાલ્યું જાય છે. વિભાવરસમાં પોતાનો આત્મા વધારે ખેંચે છેવળી પાછો આ વિચાર કરવા આવે છે. એમ કોઈ કોઈ વાર આ વાતનો વિચાર કરે તો એથી કરીને અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે...” તો એથી કરીને એને કાંઈ અનાદિનો અભ્યાસ ન મટે, અથવા અનાદિની જે વિપરીત રસની પરિણતિ છે એમાં ફેર નહિ પડે. જે ઊલટી પરિણતિ છે એમાં ફેર નહિ પડે કાંઈ. એ તો એમ ને એમ રહી જશે. ક્યારેક વિચાર કરે, વળી પાછો છોડી દે, વળી ક્યારેક વિચાર કરે, વળી ક્યારેક (છોડી દે. એમ ક્યારેક ક્યારેક વિચાર કરતા આ કામ થવામાં એ આગળ વધે એવી પરિસ્થિતિ નથી.
મુમુક્ષુ:- એવી સ્થિતિ થવાનું કારણ શું?
પૂજ્ય ભાઈશ્રી – ભાવના નથી. પોતાને પ્રાપ્ત કરવાની ભાવના નથી ભાવના હોય તો સહજ જ પરિણામ લાગ્યા કરે. જે ચીજ જોઈએ છે એની પ્રાપ્તિની ભાવના હોય તો પરિણામ એની પાછળ કૃત્રિમતાથી લગાવવા ન પડે, સહેજે સહેજે લાગે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨.
૩૭૫ જગતમાં પણ શું બને છે ? જરૂરિયાત હોય છે એમાં શું બને છે? કે જ્યાં સુધી જરૂરિયાતની પૂર્તિ ન થાય ત્યાં સુધી પરિણામ ચાલવાના. ક્યારેક જીવ વિચાર કરે છે અને પાછો છોડી દે છે એનો અર્થ એ છે કે એને ખરેખર જરૂરિયાત નથી લાગી. જરૂરિયાત તો લાગવાનો વિષય છે. સમજવાનો વિષય નથી પણ લાગવાનો વિષય છે. સમજવું એક વાત છે, લાગવું બીજી વાત છે.
એટલે દિનદિન પ્રત્યે એટલે પ્રતિદિન પ્રસંગે પ્રસંગે.... એટલે ઉદયમાં જે કાંઈ પ્રસંગો ઉત્પન થાય અને એ પ્રસંગોમાં પ્રવૃત્તિ કરવી પડે તે પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે કે આ ઉદય પ્રસંગોમાં મારો રસ કેટલો જાય છે? હું કેટલા રસથી કાર્ય કરું છું, પ્રવર્તે છું? અને મારા સ્વરૂપનું કાંઈ સ્મરણ રહે છે કે વિસ્મરણ રહે છે ? સાવધાની રહે છે કે અસાવધાની રહે છે? તેનો ફરી ફરીને વિચાર કરે. તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, એમ સતત લાગ્યો રહે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ.” અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગસિદ્ધ થાય. એજવિનંતિ.”
આ તો હજી જ્ઞાનીપુરુષના આશ્રમમાં જવાની વાત ચાલે છે. આત્માનો આશ્રય કરવો તો બહુ દૂરની વાત છે પણ જીવને જ્ઞાની પુરુષ કોઈ હોય, મળે તો એના આશ્રમમાં રહેવું એ પણ એને બહુ રુચતું નથી, કઠણ પડે છે. એટલા માટે પણ એને આ રીતે દિનદિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, એટલે એ રસ મંદ પડે. પરિણતિમાં પણ ફરક પડે અને અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થાય. એટલે જે માર્ગે એને અપૂર્વ માર્ગે જાવું છે એ એને વારંવાર છૂટી જાય છે, કોઈ કોઈ વાર વિચાર આવે છે એમ ન થાય. એનો અભ્યાસ સતત ચાલુ રહે અને જે આશ્રયભક્તિમાર્ગ તો સૌથી સુલભ છે. જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગથી પણ આશ્રયભક્તિમાર્ગ તો સૌથી સુલભ છે. એ માર્ગની સિદ્ધિ અને અવશ્ય થાય.
ખરી વાત એ છે કે આ વિષયની ઘણી કિંમત આવે છે, કિમત સમજાયછે, કિમત લાગે છે એ તો પોતાની પૂરી શક્તિથી પાછળ પડી જાય છે. ત્યારે એને ખરેખર કિમત આવી છે, મૂલ્યાંકન કર્યું છે. નહિતર ગતાનુગતે સંપ્રદાયબુદ્ધિથી જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, એ અનંતવાર કરી છે. એથી કોઈ આત્માને કાર્યસિદ્ધિ થાય તેવી સંભાવના નથી. એટલે ખરેખર જેને કિંમત આવે છે એ તો પૂરી શક્તિ લગાવવા માટે તૈયાર થઈ જાય છે, કે મારી જેટલી શક્તિ છે એ સર્વ શક્તિથી હવે આ એક કામ કરવું છે. અનંત કાળે
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
રાજહૃદય ભાગ-૧૧
ભવ મળ્યો છે. હવે આ દાવ ચૂકવો નથી. એ ભાવ એને આવી જાય છે. અને એવી દૃઢતા આવે એને માર્ગ સુલભ છે. એવી પરિસ્થિતિમાં ન આવે એને માર્ગ દુર્લભ છે. આ બહુ સાફ વાત છે. આમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી લાગતો.
મુમુક્ષુ :– ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ કરતાં આ માર્ગ સરળ બતાવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– હા સુલભ છે.
મુમુક્ષુ :– છતાં અનાદિકાળથી આ જ દુર્લભ થઈ પડ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમેય નથી જતો. હવે કયાં એને જવાનું રહ્યું ? ખોટી રીતે શાસ્ત્રાભ્યાસ કર્યો, વિદ્વાન થઈ ગયો. અને ખોટી રીતે ક્રિયાઓ કરીને દુનિયામાં, સમાજમાં તપસી પણ ગણાવ્યો, વિદ્વાન પણ ગણાવ્યો અને ક્રિયાકાંડી અને તપસી પણ ગણાવ્યો. પણ હજી તો સત્પુરુષને ઓળખવો એટલી પાત્રતામાં આવ્યો નથી. ઓળખીને એને જે એના ચરણમાં મનની સ્થાપના કરવી જોઈએ એ સ્થિતિમાં આવ્યો નથી. આ તો સુલભ છે. ઓલા બે કરતા આ સુલભ છે.
સીધું જ્ઞાનમાર્ગે આત્માને ગ્રહણ કરવું, આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવો કે કોઈ તપશ્ચર્યા કરીને સિદ્ધિ કરવી એ તો બધી અઘરી વાત છે આના કરતા. આ તો સાવ સહેલી વાત છે, એથી સહેલી વાત છે. પણ જે કાંઈ ખામી રહી છે એ જીવની પાત્રતાની ખામી રહી છે. ખરી વાત એ છે કે જીવને મૂળમાં ખામી રહી છે એ પાત્રતાની રહી છે. એટલે કોઈ એવી યોગ્યતા જ પોતાને થઈ નથી કે જેને લઈને એ સાચો રસ્તો પકડે, સાચે રસ્તે આવે.
મુમુક્ષુ :- મુમુક્ષુએ પહેલાં પાત્ર થવાનો સર્વ શક્તિથી ઉદ્યમ કરવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :- પહેલા એણે પાત્ર થવું જોઈએ. પાત્ર થવા માટે બીજું કાંઈ ક૨વાનું નથી. એક પોતાને અંતઃકરણથી, નિર્મળ ચિત્તથી, શુદ્ધ ભાવનાથી આત્મહિત કરવા માટે પોતાના પરિણામમાં તૈયાર થવાનું છે. મારે આત્મહિત કરવું છે. ફરી ફરીને મનુષ્યભવ મળવો દુર્લભ છે. માટે મુખ્ય કામ આ ભવનું કોઈ હોય તો તે મારું આત્મહિત કરવું તે છે. બાકી ગૌણપણે જે કાંઈ થવાનું હશે તે થશે, ત્યારે એવા વિકલ્પ આવશે. અત્યારથી તે સંકલ્પ કરીને, યોજના કરીને જીવન જીવવું નથી.
માણસ શું કરે છે ? પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની યોજનાઓ કરે છે. પહેલા આમ કરવું, પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું. પછી પરિણામ એમાં ને એમાં જ લાગ્યા કરે છે. જે તે યોજનાઓ પૂરી થાય ત્યાં બીજી યોજનાઓ ઊભી થાય. પહેલા એમ થાય કે ઘર વસાવવું. ઘર વસાવવા માટે
Page #394
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭ર
૩૭૭ ઘર ભાડે લેવું. અને પછી વસાવવું એટલે શું છે એની અંદર પછી કેટલી વાત આવે છે એનો કાંઈ મેળ રહેતો નથી. આ જોઈએ... આ જોઈએ... આ જોઈએ... આ જોઈએ. પરિણામ એની ને એની પાછળ લાગ્યા કરે છે. પછી આથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ. એમ ને એમ જિંદગી એ ઘટમાળમાં જીવ પૂરી કરે છે. એના બદલે એને આખી લાઈન ફરી જાય છે. જો મુખ્યપણે મારે આત્મહિત જ કરવું છે. મારા જીવનમાં આ એક જ મુખ્ય કામ છે. તો પછી બહારના કાર્યો તો ઉદય પ્રમાણે જેમ ઊભા થશે એને યોગ્ય જે વિકલ્પ થયો હશે તે થશે અને કામ થવું હશે તે થશે. નહિ થવું હોય તો નહિ થાય. કામ થવું નહિ હોય તો નહિ થાય. વાત પૂરી થઈ ગઈ. પણ મુખ્ય કાર્યની પાછળ પોતાની શક્તિ લગાવે છે.
મુમુક્ષુ :- ઓલામાંથી થોડી નિવૃત્તિ લઈએ તો પછી સંસ્થાની યોજના બનાવવામાં લાગી જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત સાચી છે. એ વિચાર કરવો પડે એવું છે. આમાંથી ધંધામાંથી તો નિવૃત્ત થયા ત્યાં સંસ્થા-૧, ૨, ૩, ૪. કેટલા ટ્રસ્ટના ટ્રસ્ટી છો?મને યાદ નથી હું કેટલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું. એમાં શું રાજીનામું આપી દેવું. એક વિચાર આવ્યો હતો. આવો જ વિચાર આવ્યો હતો કે જ્યારે ટ્રસ્ટમાં હોઈએ ત્યારે તો સામે જે પ્રસંગ આવે એને ન્યાય-અન્યાય તોળવો પડે છે. ઓછા-વત્તા પ્રમાણમાં તો પરિણામ ત્યાં લાગે છે. હવે એ જ્યારે વિચાર આવે છે કે આ વાત આપણને નડે છે અને મારા કાર્યમાં, અંતરંગમાં નુકસાન કરે છે. અને આ માથાકૂટ ઓછી કરી નાખવી છે. આપી દો રજા, ચીઠ્ઠી ફાડી નાખવાની છે. એમાં તો બીજું કાંઈ નથી. પોતાને જ ચીઠ્ઠી ફાડી નાખવાની છે. ત્યાં રહેવું અને અન્યાય કરવો એ તો યોગ્ય નથી. ચાલવું પડે તો ન્યાયસર ચાલવું પડે. ન્યાય નીતિ એ તો એક વ્યવહારિક પ્રસંગમાં તો ન્યાય નીતિ અંગીકાર કરવા એ એક ફરજ છે. ત્યારે એ ન્યાય નીતિને અનુસરતા જો પોતાના પરિણામમાં વિશેષ અવરોધ ઊભો થતો હોય, ભાંજગડ ઊભી થતી હોય તો તિલાંજલી આપી દેવી. ઘણા મુમુક્ષુઓ એ માથાકૂટમાં નથી તો આપણે એક મુમુક્ષ તરીકે આઘા રહેવું. એમાં કાંઈ વાંધો નથી આવતો.
મુમુક્ષુ – જેને એવો વિચાર આવતો હોય આ જ એની ટ્રસ્ટી માટેની યોગ્યતા છે, જે જીવને એવા વિચાર ન આવતા હોય તે તો યોગ્ય જ નથી. જેને એવા વિચાર આવે છે એ યોગ્ય માણસ છે. એવા વ્યક્તિઓ જ્યારે રાજીનામું આપી દે તો સમાજમાં ક્ષતિ નહિ થાય?
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી – પહેલાં ચિંતા આત્માની કરવી કે પહેલાં ચિંતા સમાજની કરવી? આવો થોડો ઊંડો વિચાર કરવો. જેમકે હું આ સંસારમાંથી સિદ્ધાલયમાં વયો જઈશ અને આવી રીતે જો બધા માટે રસ્તે ચાલશે તો સમાજનું શું થાશે?
પોતાના પરિણામ સુધારવા માટે કોઈપણ પગલું ભરવું તે યોગ્ય જ છે. આત્મ...ને પ્રધાનતા આપવી. આ જ્ઞાનીનો માર્ગ છે. એમણે (કૃપાળુદેવે) શું કર્યું? ક્યારેક કાગળ નથી લખતા તો માફી માગી લે છે. વાત સાચી છે કે તમને સ્પષ્ટીકરણ નથી મળતું, માર્ગદર્શન નથી મળતું, તમારી મૂંઝવણનો ઇલાજમારી પાસે છે અને તમને નથી પ્રાપ્ત થતો. એથી અવશ્ય તમને મુશ્કેલી રહે છે એ મુશ્કેલીમાં હું નિમિત્ત થાવ છું એમ પણ હું સમજું છું. પણ મારા પરિણામ કામ નથી કરતા હું શું કરું?
પત્ર લખવા બેસું છું. અધૂરો છોડી દેવો પડે છે મારે. ક્યારેક તો લખવાનો પ્રયત્ન કરે છે અને અધૂરો છોડી દે છે. શું કરે ? પરિણામ નથી કામ કરતા. નકામ કરે તો કાંઈ આત્મા ઉપર બળાત્કાર કરાય છે? એટલે સહેજે થાય, સહેજે વિકલ્પ આવે, કામ થવું હોય તે થાય, ન થવું હોય તે ન થાય. અને એ રીતે ન્યાય નીતિથી વર્તતા પોતાના પરિણામની અંદર તીવ્ર કોઈ રસનું કારણ ન બનતું હોય અને સહેજે થઈ જતું હોય એ ઠીક છે. પણ તીવ્ર રસ કરીને જો જાવું પડે તો એ કરવા યોગ્ય નથી. એના કરતાં દૂર રહેવું તે સારું. એ તો એમણે કહ્યું કે તે તે પ્રસંગને છોડી દેવા, તે તે સાધનોનો ત્યાગ કરીનાખવો. એટલે સંસ્થાઓના કામમાં ફસાવા જેવું નથી.
ગુરુદેવ' જેવા ઉપકારી થયા છે. એમનો આપણા ઉપરનો ઉપકાર છે, એક ઋણ છે કે જે આપણે ન ચૂકવી શકીએ, તો આપણી યથાશક્તિ, યથાભક્તિ એમના શાસનનું કાર્ય કરવું, સેવા કરવી એ આપણી ફરજ છે. પણ ફસાઈને, આત્મા એમાં ફસાઈ જાય એવી રીતે નહિ. આત્મસંતુલન રાખવું પડે એવું છે. દુકાને ગ્રાહક આવે તો શું કરીએ ? આપણા ભાવથી ખોટ ખાઈને માલ આપીએ છીએ? નફો લેવાનું નક્કી કર્યો છે એટલો નફો લઈએ છીએ છતાં પેલાને કેવી રીતે સમજાવીએ છીએ? એને એમ કહી દે કે તારે લેવું હોય તો લે આથી ઓછે નહિ મળે. એમ કહે તો શું થાય ? લીધા લીધા હવે, તારું કામ નથી. તો શું થાય? ઊભો રહે? તો ઊભો ન રહે. એને સમજાવે છે અને પોતાનો ધાર્યો નફો લઈને માલ વહેંચે છે. એને તો મફત આપો તો લઈ જાય). ગ્રાહક તો એવી ચીજ છે કે મફત આપે તો એમ કહે કે લઈ જવાની મજુરી તમારા માથે.
ઉપાડતા કે નહિ મીલમાંથી ?ભાઈને ખ્યાલ છે. શીંગ પડે ને? એની ફોતરીના ઢગલા થાય. જેને જોઈતું હોય એને મફત. તો કહે નહિ, ઉપડાવવાના પૈસા તમારે દેવા પડશે.
Page #396
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-પ૭૨
૩૭૯ એમ કહે. પછી એ લોકોએ પૈસા નક્કી કર્યા. હવે પછી પૈસા દીઠ ઉપડાવવાના પૈસા તો વયા ગયા હવે માલના પૈસા મળે છે. ગ્રાહક તો એવી ચીજ છે, કે તમે જેટલી કિમત કહો એનાથી ઓછે માગશે અને મફત કહો તો મજુરી માથે માગશે. તમે તમારી રીતે કામ કરો છો એનો અર્થ શું છે? કે ન તો તમે એને ધક્કો મારો છો, કે ન તો તમે કાંઈ મફત આપો છો. બેમાંથી એકેય કરતા નથી. આ સંતુલન જાળવવામાં આવે છે કે નહિ? કોઈપણ કામમાં કોઈની પણ સાથે Adjustment કરવું પડે છે કે નહિ? પછી ભાઈ હોય, ઘરનો કોઈપણ સભ્ય હોય તો એની સાથે Adjustment કરવું પડે છે.
એવી રીતે આમાં પણ પોતાના પરિણામનું સંતુલન જાળવવું પડે છે. આ એક આચરણનો વિષય છે. વર્તવું છે, પ્રવૃત્તિ કરવી છે એક આચરણનો વિષય થાય છે. જ્યાં આચરણનો વિષય છે ત્યાં એકદમ જો સિદ્ધાંતને પકડવા જાય અને પોતાની શક્તિ ન હોય તોપણ પરિણામ નીચે જાશે. એને ઉત્સર્ગ કહે છે. અને Adjustment છે એ અપવાદ છે. ઉત્સર્ગ પાળે કે અપવાદ પાળે પણ પોતાના પરિણામ નીચે ન જાય અને ઉપર જાય આ એક જ લક્ષ અને હેતુથી પોતે પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિ સાંગોપાંગ બરાબર યથાર્થ રીતે પાર ઉતરે છે અને નહિતર ગડબડ થાય, થાયને થાય જ.
મુમુક્ષુ - સમાજ અને સંસ્થાની ચિંતા કરવાવાળા ઘણા વયા ગયા. એમાં કાંઈ ફેરફાર થયો.
પૂજ્ય ભાઈશ્રી :- સમાજ એનો એ રહી ગયો. ખરી વાત છે. ઘણા સમાજસુધારકો થયા, ઘણા સંતો થયા, જ્ઞાનીઓ થયા અને તીર્થકરો પણ થયા. કાળ હીણો આવ્યો તો સમાજની સ્થિતિ બગડી. વધારે બગડેલી અત્યારે છે. આજથી ૫૦ વર્ષ પહેલા હતી એના કરતા અત્યારે વધારે બગડેલી છે. ૫૦ વર્ષ કરતા ૧૦૦ વર્ષ પહેલા હતી એના કરતા ૫૦વર્ષે વધારે બગડેલી છે. તો આટલા બધા તીર્થકરો થયા, આટલા સમાજસુધારકો થયા એના ફળમાં બગાડો થયો? કે શું થયું? પરિણામફળશ્રુતિ શું? એનું Result શું આવ્યું? બગાડો કે સુધારો? એ તો કાળ કાળનું કામ કરે છે. નવા નવા જીવો આવે છે. પોતાના પૂર્વકર્મને લઈને, યોગ્યતાને લઈને આવે છે. કોણ કોને સુધારે, કોણ કોનું કામ કરે. સેવા કરવાની ભાવના હોય, ઉપકાર છે અને સેવા કરવાની ભાવના હોય તો પોતાને તો સેવા કરવી... વાત પૂરી થઈ ગઈ. એ તો એક પ્રદાન છે ને પોતાનું? પોતાના તરફથી એક પ્રદાન છે. એમાં કાંઈ વાંધો નથી, એમાં મુશ્કેલી નથી, એમાં પરિણામ બગડશે નહિ.
મુમુક્ષુ – પેલામાં તો એમ જ થાય છે કે પોતાને નુકસાન થાય છે અને કાળ
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૧ પ્રમાણે જે થવાનું છે એતો થાય જ છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો થવાનું જ છે. મુમુક્ષુ - આ સમાજ નથી, આ તો પારમાર્થિકટ્રસ્ટ છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા છે પારમાર્થિક ટ્રસ્ટ છે. ખરી વાત છે. પારમાર્થિક ટ્રસ્ટ છે એટલે પરમાર્થને લક્ષમાં રાખીને, પરમાર્થની મુખ્યતા રાખીને, એ તો ન્યાય અને નીતિથી ઉપરની ચીજ છે પાછી. સમાજમાં તો ન્યાય-નીતિ છે, આ તો પરમાર્થમાં તો ન્યાય-નીતિથી થોડીક ઉપરના Stage ની વાત છે. એટલે આમાં તો એકદમ પવિત્ર ભાવનાથી જે કાંઈ પોતે સેવાનું પ્રદાન કરે તો એમાં કાંઈ વાંધો નથી આવતો. અવય સેવા કરવી. કરવી જોઈએ, કરવાની ભાવના હોવી પણ જોઈએ. એમાં કાંઈ સવાલ નથી. એમ નથી કે મારે કાંઈ કરવું નથી. એમ નથી.
કેમકે વર્તમાન પરિસ્થિતિમાં ગુરુદેવનો ઘણો ઉપકાર છે, આપણા માથે એમનું બહુ મોટું ઋણ છે. એથી કરીને એ સમાજની અંદર અથવા એ ગુરુદેવના જે અનુયાયી વર્ગ છે એની અંદર સુવ્યવસ્થા રહે, એમનું પીરસેલું, એમનું પ્રદાન કરેલું મહાન તત્ત્વ છે એ તત્ત્વ વધારે પ્રચાર-પ્રસાર પામે, એ વધારે જળવાઈ રહે, એ સચવાઈ રહે, એનો અનેક જીર્વો લાભ લે. એ જાતની ભાવના તો મુમુક્ષુજીવને આવવાની. પણ એવી રીતે નહિ કે પોતે એમાં જ ફસાઈ જાય અને પોતાનું હિત ચૂકી જાય, એ પ્રકારે ન થવું જોઈએ. એવો જે પ્રકાર થાય છે તે ઇચ્છનીય નથી. એટલી વાત છે.
મુમુક્ષુ –પોતાને નુકસાન ન થાય એ ધ્યાન રાખવું. પૂજ્ય ભાઈશ્રી:-પોતાને નુકસાન ન થાય એ રીતે ધ્યાન રાખવું.
મુમુક્ષુ - આ માર્ગને અનુલક્ષીને રાજીનામું દેવાનો વિચાર એમને આવવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. રાજીનામુ દેવાનો પ્રશ્ન નથી. આ તો પરિણામ બગડતા હોય તો. પોતાના પરિણામ બગડતા હોય, મારી યોગ્યતા એટલી હીણી છે. તમે મને સેવાનું કામ આપો હું સેવા કરી લઈશ. નીચામાં નીચી કોટીનું કામ આપો. અમારે વૈષ્ણવની અંદર એક બહુ સારું દૃષ્ટાંત છે ભાગવની અંદર, કે પાંડુઓએ રાજસુય યજ્ઞ કર્યો તો એમાં જમણવાર થયો. યજ્ઞની અંદર તો બ્રાહ્મણો, વૈષ્ણવો, મુનિઓ, સાધર્મીઓ બધા આવે તો શ્રીકૃષ્ણ છે એ બધા જમી લે પછી સાવરણી લઈને એંઠવાડ સાફ કરતા. શું કરતા? એમના મામાના દીકરા હતા. મામા-ફઈના ભાઈઓ હતા. એમના કુટુંબમાં પ્રસંગ હતો. આ બધા જમી લે એટલે એ આપણે કામવાળી સાફ કરે
Page #398
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૨
૩૮૧ ને ? એ ત્રણ ખંડનો ધણી હતો. નારાયણ હતા. નારાયણની પદવી હતી, વાસુદેવની પદવી હતી. એનો અર્થ શું? એ રીતે કથા ગોઠવી છે. ભલે કર્યું હોય કે ન કર્યું હોય. પણ એ વખતે જે વાત ગોઠવી છે એની અંદર એક આદર્શ છે કે જ્યારે કોઈ ધાર્મિક કામ હોય એટલે નાનામાં નાનું કામ હોય, નાનામાં નાની સેવા કરવા મોટામાં મોટા માણસ તૈયાર થાય છે. જે પુણ્યની દૃષ્ટિએ સમાજની અંદર મોટામાં મોટો માણસ હોય,શ્રીમંત હોય, રાજા હોય, શેઠિયો હોય, ગમે તે હોય એ નાનામાં નાની સેવા કરવા તૈયાર થઈ જાય. એ નાનામાં નાનું કામ કરે. તે પોતાને એટલી વીતરાગ શાસન અને વીતરાગતા પ્રત્યે એની એટલી વિનમ્રતા છે. ગમે તે કામ સોંપો. સામેથી ગમે તે નાનામાં નાનું કામ કરે. અને નાનામાં નાનો દેખાય એ એનું ગૌરવ છે ખરેખર તો. એ એના માટે અશોભા નથી પણ એ એની શોભા છે. જેને સેવા કરવી છે એને તો કાંઈ વાંધો નથી. સેવા કરવા માટે ઊભો રહે. શરત એ છે કે પોતાના પરિણામ સાચવીને પરિણામની અંદર કોઈ તીવ્ર શુભાશુભ રસ ન થવો જોઈએ. અશુભ પણ નહિ અને શુભ પણ નહિ. તીવ્ર રસેન જાવું.
મુમુક્ષુ - માર્ગદર્શન સારું મળ્યું છે. પણ આમાં ભેદરેખા જે છાંટવાની છે એમાં તો ઘણી જાગૃતિની જરૂર છે.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો Salesmanship નો દષ્ટાંત આપ્યો. એમાં ભેદરેખા એ છે કે ન તો પેલાને જવા દેવો છે કે ન તો માલ મફત દેવો છે. પોતાના ભાવથી આપવો છે અને છતાં પેલાને જાવા દેવો નથી. એમ બે બાજુનું વિરુદ્ધ કામ એકસાથે પોતે કરે છે કે નહિ? એનું નામ કૂનેહ છે, એનું નામ Technicછે.
એમ અહીંયાં પણ પોતે શુભાશુભ પરિણામમાં ઊભો છે તો પોતાને યોગ્ય શુભાશુભભાવ હોય એ પ્રકારે એ પોતે સેવા આપે. એ પણ પોતાની યોગ્યતાનો જ વિષય છે. અને એમ કરતાં પોતાના પરિણામ ન બગડે એ પણ એણે વિચાર કરવો. કેમકે ગમે તેટલા વિચારો (હોય) અથવા કાર્ય કરવાના, સારામાં સારા કાર્ય કરવાના મનોરથો હોય, તોપણ તે થાય જ, એ કોઈ દેશકાળ જોવામાં આવતો નથી. આમાં આવશે. પાછળ ચર્ચા કરીએ છીએ એમાં આવશે. તરત જ આવશે.
ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા. આમ તો તીર્થકરો સાથે અનેક જીવો મોક્ષે જાય. . આ પંચમકાળ બેઠો એને કાંઈક ગણતરીના દિવસો બાકી હતા અને કેવળજ્ઞાન થયું છે. ના, એમના નિર્વાણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ તો લગભગ ૩૦ વર્ષ કેવળજ્ઞાન રહ્યું છે. ૪૨ થી ૭૨. ૭૨ વર્ષનું આયુષ્ય હતું
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૨
રાજય ભાગ-૧૧
ને ? ૩૦ વર્ષે દીક્ષા લીધી. ૧૨ વર્ષ તપશ્ચર્યાના ગયા. ૪૨ વર્ષે કેવળજ્ઞાન (થયું), ૭૨ વર્ષે નિર્વાણપદ છે. ૩૦ વર્ષ કેવળજ્ઞાન રહ્યું છે. ત્યારપછી ત્રણ કેવળી થયા. કારણ કે ગણધર છે એ ચરમશરીરી હતા. ‘ગૌતમસ્વામી’, ‘સુધર્માંસ્વામી’, જંબુસ્વામી’. પણ એ પંચમકાળમાં ગયા.
કાળ જ એવો કોઈ છે, કે જેમાં હીણા પરિણામવાળા જેવોનું બાહુલ્ય છે, બહુલતા છે, વિશેષતા છે. એ પ્રમાણે પરિસ્થિતિ ચાલવાની. આ તો અંતિમ તીર્થંકરથી જ આ હુંડાવસર્પિણી કાળનો પ્રભાવ પડ્યો છે. તો પછી અત્યારે તો ૨૫૦૦ વર્ષ ગયા અને એ વાત તો વધી જાય એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. (પત્રાંક) ૮૪૪ છે. પાનું-૬ ૨૬. (પત્રાંક) ૮૪૩થી આપણે શરૂ કરવાનું છે.
‘કરાળ કાળ !” કેવો કીધો ? ‘કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા !” એકલા દીક્ષિત થયા. એમની સાથે બીજા કોઈ દીક્ષિત ન થયા. નહિતર તીર્થંકર દીક્ષા લે, તો હજારો રાજાઓ સાથે દીક્ષા લઈ લે. સાધારણ ગરીબ માણસો નહિ. રાજાઓ રાજપાટ છોડી છોડીને દીક્ષા લઈ લે. સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો !” એવો કાળ ખરાબ છે. તીર્થંકરના વખતમાં...
મુમુક્ષુ :– આ તો ચોથા આરામાં બની ગયું. દરેક તીર્થંકરોની સાથે ઘણા જીવો મોક્ષ ગયા અને દરેક તીર્થંકરોની પહેલી દેશના સફળ થઈ એક આમની જ દેશના નિષ્ફળ ગઈ અને એમની સાથે કોઈ મોક્ષ ન ગયા એનું કોઈ કારણ ખરું ?
પૂજ્ય ભાઈશ્રી :- એટલે એમણે કાળ ઉપર નાખ્યું. કારણ એ છે, કે હીણા પરિણામવાળા જીવોનું પ્રમાણ વધારે છે. હીન યોગ્યતાવાળા જીવોનું આ કાળમાં પ્રમાણ વધારે છે. એમ કહેવા માગે છે. એ શેના ઉપરથી કહે છે ?
મુમુક્ષુ :–પણ કાળ તો બેઠો નહોતો. હજી પાંચમો આરો બેઠો નહોતો.
પૂજ્ય ભાઈશ્રી :– પાંચમો આરો બેઠો નહોતો પણ હુંડાવસર્પિણી તો પહેલેથી જ છે. હુંડાવસર્પિણી તો પહેલીથી છે.
મુમુક્ષુ ઃ– કાળ ઉતરતો ખરો.
પૂજ્ય ભાઈશ્રી :– ઉતરતો ખરો અને અવસર્પિણી અને પછી હુંડાવસર્પિણી આવે. અવસર્પિણી એટલે ઉતરતો હતો ખરો. પણ આ તો હુંડાવસર્પિણી છે. એટલે ઘણો નીચો કાળ છે. નીચ કોટીના જીવોની સંખ્યા વધી જાય છે. એવું બને છે.
એમણે શેના ઉ૫૨થી માપ કાઢ્યું ? કે એ પોતે એક અસાધારણ વ્યક્તિ હતા. આ
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૮૯
પત્રાંક-૫૭૨ તો ૩૧મું વર્ષ ચાલે છે ને ? લગભગ પોતે નિવૃત્તિ લીધી છે. ૩૦માં વર્ષથી બાહ્ય નિવૃત્તિમાં આવ્યા છે. ૩૧મા વર્ષમાં વિશેષ નિવૃત્તિમાં આવ્યા, ૩રમા વર્ષમાં તો એકદમ નિવૃત્તિમાં આવ્યા છે. એક શાસન ચલાવે એવા સમર્થ પુરુષ હતા. એક એક વાત ઉપર એમનો ઉપયોગ તો જુઓ ! કોઈ એક Issue ઊભો થાય છે, બહાર કે અંદરનો, સમાજનો કે શાસનનો, એમનો ઉપયોગ કેટલો ઊંડો જાય છે ! કેટલા પડખેથી (ઉપયોગ ફરી જતો) દેખાય છે.
એમના પરિચયમાં આવ્યા એવા બે ચાર જીવો, આંગળીને વેઢે ગણાય એવા કોઈક કોઈક પાત્રતાવાળા દેખાય છે. સમાજ ઉપર દૃષ્ટિપાત કરે છે તો એમ લાગે છે કે આ.હા.! લાખો ગાઉ લોકો દૂર છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. આ તો સો વર્ષ પહેલાની વાત છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. પાછા વાળવા જાવું કેવી રીતે વળે? કાંઈ દેખાતું નથી. પરિસ્થિતિ કોઈ શક્યતા દેખાતી નથી. એટલે લખાઈ ગયું કે આ કરાળ કાળ છે. આ કાળ ઘણો કરાળ છે.
ગુરુદેવે’ ૪૫ વર્ષ સુધી. સમર્થ પુરુષ હતા, આવું તત્ત્વ સ્થાપ્યું. આખું ખેદાનમેદાન તો તરત થઈ ગયું. એમના સ્વર્ગવાસ બાદ એક મહિનામાં તો ભડકો થયો. પછીના વર્ષોમાં તો કોઈ સારી વાત નથી રહી. એ કરાળ કાળ છે. જીવોના પરિણામ એટલા બધા ઉતરતા છે કે એનો કોઈ ઉપાય નથી. ઠીક છે, ભાવના અનુસાર વિકલ્પ આવે. કાર્ય તો થવાના હોય તે થાય અને ન થવાના હોય તો ન થાય. એટલે સોગાનીજીએ લખ્યું છે ને? એ પોતે ગુપ્ત રહી ગયા છે. એમણે એક વાત નાખી છે.
મુમુક્ષુ-દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં? પૂજ્ય ભાઈશ્રી:-છે આમાં જૂનું હશેને? પ૫૮.
પહેલાં પોતાની નિશ્ચય પ્રભાવના કરીને, પોતાનું સુખ પીવામાં મગ્ન રહો.” પોતાની નિશ્ચય પ્રભાવના આત્મામાં કરીને પોતાનું સુખ પીવામાં મગ્ન રહો). અંદરમાં અમૃત છે ચૈતન્યનું. આત્માની મહાનતા આ એક જ કારણે છે. જેને સુધારસ કહે છે એવો અમૃતરસ ચૈતન્યઅમૃત આત્મામાં અનંત...અનંત. અનંત... અનંત... જેને કાંઈ જથ્થાની હદનથી એટલું પડેલું છે. એને પ્રગટ કરીને એ પીવામાં મગ્ન રહો. પછી જેવો જેવો યોગ હોય છે. બહારમાં જેવો યોગ હોય છે એટલે શું ? બનવાજોગ યોગ હોય છે એવો યોગ હોય છે. એવો જ્ઞાનીને પણ વિકલ્પ આવે છે. વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી એને વિકલ્પ આવે છે. બસ, આથી વધારે એણે કાંઈ વિચાર્યું નથી. બાહરના કારણો માટે જ્ઞાનીઓએ આથી વધારે કાંઈ વિચાર્યું નથી. પારમાર્થિક દૃષ્ટિકોણથી એનો પોતે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૪
રાજહૃદય ભાગ-૧૧
પોતાનો નિર્ણય આપી દે. પારમાર્થિક દૃષ્ટિકોણથી પોતાનો નિર્ણય આપે કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે. પછી તો યોગ હોય તે પ્રમાણે બને અને યોગ ન હોય તે પ્રમાણે ન બને.
-
મુમુક્ષુ :– ઘ૨ ગૃહસ્થીમાં તો યોગની ચિંતા કરતો નથી. ઘરમાં વિચારતો નથી કે યોગ હશે એમ થશે. અહીંયાં આ ન્યાય પકડીને છળ નહિ પકડાય ?
પૂજ્ય ભાઈશ્રી :– છળ પકડે તો માયાચાર તો પોતે ક૨શે.
મુમુક્ષુ :– આ બાજુ તો યોગ હશે તેમ થશે (એમ કહે), ઘરમાં તો એવું ચાલતું
નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો અહીંયાં પણ એના પ્રમાણમાં જ આવે ને ? એના પ્રમાણમાં જ વાત આવે ને ? ત્યાં જે પ્રમાણમાં આવતી હોય એ જ પ્રમાણમાં અહીંયાં વાત આવવી જોઈએ. એ તો સીધી જ વાત છે. એમાં તો એ પ્રકાર બને એ તો ચોખ્ખો જ બને. એમ.
મુમુક્ષુ :– આ દ્રવ્યકર્મ કોઈની શરમ રાખતો જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો એવું છે કે માયા પોતાને થાય તો એમાં કાંઈ જે દ્રવ્યકર્મ છે એ તો કોઈની શરમ રાખતા નથી. કેવળજ્ઞાનીનું કેવળજ્ઞાન કોઈની શરમ રાખતું નથી. એ સર્વચક્ષુ છે. અને જેને એકેય ચક્ષુ નથી એવું જે દ્રવ્યકર્મ એ પણ કોઈની શરમ નથી રાખતું. અજાણ છે તોપણ. બંનેમાં જેવા પરિણામ (હોય) તેવો ફોટો પડે છે. અહીંયાં કેવળજ્ઞાનમાં ફોટો પડે છે. અહીંયાં દ્રવ્યકર્મમાં ફોટો પડે છે. ફિલ્મ ઉ૫૨ ફોટો પડે છે કે નહિ ? આકૃતિ હોય એવી જ ફિલ્મમાં ઉતરે છે કે નહિ ? એમ અહીંયાં દ્રવ્યકર્મ હશે એવો જ ફોટો પડશે. ભાવ જેવા થાશે એવો જ દ્રવ્યકર્મની અંદર ફોટો પડશે. એમાં બીજી રીતે નહિ થાય. એ વિચાર પોતાને કરવાનો છે. આત્મહિતનો અને અહિતનો વિચાર તો પોતાને કરવાનો છે. સીધી વાત તો એ છે.
મુમુક્ષુ ઃ– આ કરાળ કાળ છે તો એ ધ્યાનમાં રાખીને અમારે માટે શું માર્ગદર્શન
છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એનો અર્થ શું છે કે પરિણામ બગાડીને ક૨વા જાય એટલી હદે નહિ જાવું. પોતાનું હિત સાધતા સાધતા થાશે એ સહેજે થાશે. એ સિદ્ધાંત છે. અને એ રીતે ચાલવું. કેમકે જે વસ્તુ નથી થવાની એને કરવા જેવું શું થાશે ? અશકયને શકય કરી શકાશે કાંઈ ? એ તો નહિ કરી શકાય. પરિણામમાં ગડબડ થાશે. કર્ત્યબુદ્ધિ આવ્યા વિના રહેશે નહિ. કર્ત્યબુદ્ધિએ કરવાનો પ્રશ્ન નથી. પછી એમ ન વિચારે કે હું ઘરમાં
Page #402
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૩.
૩૮૫ કર્તા બુદ્ધિ વાપરું છું માટે અહીંયાં મારે કર્તા બુદ્ધિ વાપરવી એમ નહિ. કર્તબુદ્ધિ ત્યાં પણ તોડવી અને અહીંયાં પણ તોડવી. કર્તાબુદ્ધિએ નહિ. તીવ્રતા-મંદતા બીજો વિષય છે. કર્તાબુદ્ધિ બીજો વિષય છે. તીવ્રતા આવી શકે છે, કરવાની તીવ્રતા હોઈ શકે છે, કર્તબુદ્ધિએ ન આવવી જોઈએ. કરવાની મંદતા આવે છે પણ કર્તબુદ્ધિએ મંદતા ન રાખવી. આમ વાત છે. એટલે માર્ગ બીજા કરતા ઝીણો છે, સૂક્ષ્મ છે. સામાન્ય રીતે ઉપરટપકે વિચારાય એના કરતા આ માર્ગ થોડો વધારે સુક્ષ્મ છે.
મુમુક્ષુ - કર્તબુદ્ધિનો વિષય ઘણો સારો આવી ગયો.
પૂજ્ય ભાઈશ્રી:- હા કર્તા થઈને કરવા જાય એ પરિણામ બીજી રીતના આવશે. ભલે તીવ્ર હોય કે મંદ હોય. અને કર્તા થઈને કરવું નથી. પછી પરિણામ તીવ્ર આવે, મંદ આવે એની ફિકર કરવાની જરૂર નથી.
મુમુક્ષુ-આ રાજસૂય યજ્ઞમાં કૃષ્ણના ઉદાહરણથી અમારે શું બોધ લેવો?
પૂજ્ય ભાઈશ્રી – નાનામાં નાની સેવાનું કામ હોય તો એમાં નાનપ ન આવવી જોઈએ. એનો અર્થ છે, કે કોઈપણ કામ નાનામાં નાની સેવા કરવાનું કામ હોય તો કરી નાખવું. આ જિનમંદિરમાં સંજવારી કાઢવી હોય તો કાઢી નાખવી. ઠીક ! આ તો ભગવાનનું સમવસરણ જ છે ને ? એમાં કાંઈ વાંધો નહિ. કરી શકાય. કરવું હોય તો કાંઈ એમાં નાનપ આવવાનો સવાલ નથી.
મુમુક્ષુ -આગળથી કામ ઉપાડવું જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી – હા, આગળ પડીને કરવું જોઈએ. પાછળ રહીને નહિ પણ આગળ પડીને કરવું જોઈએ. ખરી વાત છે. ઠીક છે, ચર્ચા તો બધી જે પોતાના ઉદયની હોય, મૂંઝવણની હોય, મંથનની હોય એ ચર્ચા તો કરવી જ જોઈએ. એમાં કાંઈ સવાલ
પત્રાંક-પ૭૩
મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજીતે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે.
આ. સ્વ. પ્રણામ.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૧ પ૭૩ લલ્લુજી ઉપરનો પત્ર છે. જન્મ, જરા, મરણાદિ દુખે કરી સમસ્ત સંસાર અશરણ છે. જન્મ, જરા, મરણાદિ દુ:ખે કરી સમસ્ત સંસાર અશરણ છે. તે જન્મ મરણથી છૂટી શકે કે પૂર્વકર્મના ઉદયથી કોઈ પ્રતિકૂળતા હોય, રોગાદિ ઉદયથી કોઈ છૂટી શકે એ વાત કાંઈ બની શકે એવું નથી. એની પાસે બધા લાચાર છે અને અશરણ છે. “સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી.” આસ્થા એટલે સુખી થવાની બુદ્ધિ, શ્રદ્ધા. સંસારમાં રહેવું છે અને સુખી થાવું છે એ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એવી વાત છે. એ સંસારમાં કોઈ સુખી થયાનથી, થવાના પણ નથી.
સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે.” જેણે સંસારમાં સુખી થવાની શ્રદ્ધા છોડી, આસ્થા છોડી, બુદ્ધિ-અભિપ્રાય છોડી દીધો, એ આત્મસ્વભાવને પામ્યા છે. સંસારમાં સુખી થવાની બુદ્ધિ રાખીને, આસ્થા રાખીને કોઈ આત્મસ્વભાવને પામ્યા એવો એક દાખલો પણ બન્યો નથી, બનવાનો પણ નથી.
અનુકૂળતામાં સુખ છે એ જીવનો અનાદિનો અભિપ્રાય છે અને અનુકૂળતાઓ આવતી જાય ત્યારે એને એમ લાગે, કે ના ના, ખરેખર સંસારમાં પણ સુખ છે. આપણે ધારીએ એના કરતા કાંઈક વિશેષ અનુકૂળતાઓ મળ્યા કરે છે. સહેજે સહેજે મળે છે. આપણે એટલો કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી. અથવા પરિશ્રમના પ્રમાણમાં સારું છે. માટે સંસારમાં એને સુખની આસ્થા દઢ થાય એમ થતાં) આત્મસ્વભાવને પામી શકાય એવું નથી. એ (આસ્થા દઢ થવી તે) આત્મસ્વભાવને પામવા માટે વિશેષ દૂર જવાની વાત છે.
જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. બીજાને ભલે અનુકૂળતા સારી લાગશે પણ ભયથી મુક્ત થઈ શકશે નહિ. પોતાનો એ ભય એના કાળજાને કોર્યા વગર રહેશે નહિ. કે અરેરે ! આનું શું? આની કોઈ Security તો છે નહિ. જે સંયોગો અનુકૂળતાના આવ્યા પણ એની કોઈ સલામતી દેખાતી નથી. પોતે પોતાને બિલકુલ સલામત સમજી શકતો નથી. એવા એવા પ્રસંગો રોજ જાણવા અને જોવા મળે છે તો એને એમ થાય છે કે આ જગતમાં આપણી કોઈ સલામતી નથી. કયારે શું થાય તે કહેવું મુશ્કેલ છે. એટલે એ અનિત્યતાનો ભય એને સતાવે છે. એ નિર્ભય થઈ શકતો નથી. ભયમાં ને ભયમાં ઉપર ઉપરથી કૃત્રિમ સુખ બધાને દેખાડે છે. જુઓ ! હું સુખી છું. હું સુખી થઈ ગયો. મારે આમ છે. મારે આમ છે. મારે આમ છે... અંદરમાં ભય.... ભય ભય ભય... ભયથી જીવે છે. ભય સિવાય એ જીવી શકે નહિ. એનું દુઃખ કેટલું છે એને ખબર નથી. એ ભયનું અનંતુ દુઃખ કેટલું છે
Page #404
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૩
૩૮૭ એને પોતાને ખબર નથી. સંસારી જીવની આ પરિસ્થિતિ છે. પણ જે આત્મસ્વભાવને પામ્યા છે, શાશ્વત એવા અવ્યાબાધ સ્વરૂપને જે પામ્યા છે અને એ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એ નિર્ભય થયા છે. એનો ભય ગયો. એ સર્વથા નિર્ભય થયાછે.
વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી,...” એ સંબંધીનોઆત્મસ્વભાવનો, એ દિશાનો, એ માર્ગનો વિચાર થયા વિના, વિચાર જાગૃત થયા વિના એ સ્થિતિ એટલે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે.' પણ એ વિચાર પણ આ જીવ નથી કરતો. ક્યારેક ક્યારેક વિચાર કરે. કેમ? કે એને સંગનો મોહ છે. કુટુંબનો સંગ, પરિવારનો સંગ, ધંધા-વેપારનો સંગ, પરિગ્રહનો સંગ, આરંભનો સંગ, આત્મા સિવાયના બધા પદાર્થો તે બધા આત્મામાં અભાવરૂપ હોવાથી, અસરૂપ હોવાથી એના સંગને અસત્સંગ કહેવામાં આવે છે. અસત્સંગ જેને કહેવામાં આવે છે.
એક આત્માનો સંગ કર અને બીજા સાધર્મીનો સંગ કર. બસ. બે સંગ રાખ્યા છે. એટલી છૂટ આપી છે. ઉપયોગ તો બહાર જવાનો છે. તો કહે છે, દેવ-ગુરુ-શાસ્ત્રસાધર્મી અને પુરુષ. આ સંગની મર્યાદા કર. બાકી બધો તારા માટે અસત્સંગ છે. કોઈ સત્સંગ તારા માટે નથી. અને એની પ્રીતિ છે. એનો મોહ છે એટલે એની પ્રીતિ છે. તને એ ગમે છે, તને ગોઠે છે, તને ઈષ્ટ લાગે છે. તેનાથી તો તને આ વિચાર પણ નહિ સૂઝે એમ કહે છે. સંગના મોહે પરાધીન થયેલા એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. એને વિચાર નહિ આવે. ક્યારેક વિચાર આવીને ભૂંસાઈ જશે. ક્યારેક વિચાર આવીને ભૂંસાઈ જશે. પાણીથી લખેલું વાંચવા માટે કેટલો ટાઈમ રહે? પાણીમાં આંગળી બોળીને લખે, પછી વાંચવા માટે કેટલો ટાઈમ એ રહે? તરત સુકાઈ જશે. એમ કયારેક વિચાર આવે, પાછો સંગના મોહે અહીંથી બહાર નીકળ્યો ત્યાં બધું સુકાઈ જશે). વળી કેટલાકને તો અહીં ને અહીં અંદરમાં બીજી રામાયણ ચાલતી હોય. એ સંગના મોહે જીવને વિચાર રહેવો પણ મુશ્કેલ છે. આ તો પરિણતિ બદલવાનો વિષય છે. પણ હજી તો જીવને વિચારના ઠેકાણા નહોય, પરિણતિ તો બદલે ક્યાંથી ?
મુમુક્ષઃ-સંસાર અશરણ છે. તો અશરણ... પ૭૩પહેલી લીટી છે ને? પૂજ્ય ભાઈશ્રી:-સંસાર અશરણ છે. મુમુક્ષુ-અને એ સંસારમાં આત્મસ્વભાવને પામ્યા છે. એ સંસારમાં હતાને?
પૂજ્ય ભાઈશ્રી:- હા. પણ એ સંસારનું શરણું છોડીને. સંસારમાં સુખ છે એવી આસ્થારૂપ શરણ છોડીને. આત્મસ્વભાવને કોણ પામ્યા ? કે જેણે સંસારસુખની
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૧ આસ્થા છોડી તે પામ્યા. જેને સંસારમાં સુખ છે એવી આસ્થા છે, શ્રદ્ધા છે, એ કદી આત્મસ્વભાવને પામી શકતા નથી. એમ કહેવું છે. અહીંયાં કહેવાનો અભિપ્રાય એ છે. બીજી લીટીમાં શું કીધું !
સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે...’ એમ કીધું કે નહિ ? એટલે એ વાત તો જે કહેવા માગે છે એ તો આખી સમજવી જોઈએ. કે નહિ ? અને સંસારમાં કોણ શરણ છે ? કોઈ શરણ છે ? ઈન્દિરા ગાંધી’ Prime minister હતા. અને એ વખતમાં બે હજાર અંગરક્ષકો હતા. કારણકે Emergency લાગુ કરી હતી ને ? ત્યારથી એને જોખમની ખબર પડી ગઈ હતી, કે આમાં દુશ્મન ઘણા થઈ ગયા છે. બે હજાર માણસો એની રક્ષામાં હતા. એના નિવાસ સ્થાનની આજુબાજુના માઈલ, બે માઈલના Area માં એના અંગરક્ષકો ગોઠવાયેલા હતા અને Trafc બંધ હતો. કોઈને દાખલ નહોતા થવા દેતા. આવે એ રજા લઈને આવે એનો પાસ ને Checking ને બધું થઈ જાય પછી આવે. એને શરણ મળ્યું કાંઈ ? ૩૨ ગોળી ખાધી. કેટલી ? એક-બે નહિ. Firing કર્યું એણે ૩૨ ગોળી છોડી છે. સીધી મશીનગન જ છોડી દીધી. સંસારમાં કોઈને શરણ છે એ વાત રહેતી નથી. રોજનો લાખો રૂપિયાનો જેનો સંરક્ષણનો ખર્ચ હતો. કેટલા માણસોને ... મોટા મોટા બહુ ઊંચા પગારદાર માણસોને ગોઠવેલા. તો એના અંગરક્ષકે એને ફાયર કરી નાખ્યું. સંસારમાં કોણ શરણ છે ? ક્યાં સલામતી છે ? જો વડાપ્રધાનને સલામતી ન હોય તો સાધારણ માણસની સલામતી કેટલી ?
મુમુક્ષુ – કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. ગમે ત્યાંથી Accident થાય. Accident થાય. એના દીકરાને Plane માં થયું ‘સંજ્ય ગાંધી’ને. એને આવા હવાઈજહાજમાં શું ખોટકો આવ્યો શું ખબર પડે ? Aeroplane હેઠું પડી જાય. એની સલામતી શું છે ? કેવી રીતે શરણ છે ? એ તો બતાવો. કોઈ છે Security ? કોઈ Security નથી.
આ તો જ્ઞાનીઓએ તો સર્વજ્ઞની જેવી વાતો કરી છે. આ બધા અફર વચનો છે. એમાં કચાંય કોઈ ફેરફાર કરી શકે એવું નથી દેખાતું. એવા અફર વચનો છે. જેમ સર્વજ્ઞનું વચન અફર હોય, એમ આ બધી સર્વજ્ઞ અનુસારીણી વાણી છે. એમ બધા તમામનો Total મારીને વાત મૂકેલી છે. આમાં ભૂલ થાય એવું નથી.
મુમુક્ષુ :– ભય તો ચોવીસે કલાક રહે છે. અજ્ઞાનીને ભય તો ચોવીસે કલાક રહે છે. છતાં ચોવીસ કલાકમાં એને પાંચ મિનિટ પણ ભયનો ખ્યાલ નથી આવતો.
Page #406
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૫૭૩
૩૮૯ પૂજ્ય ભાઈશ્રી – એ બાજુનો વિચાર નથી. નિરંતર ભયની પરિણતિ ચાલે છે. પણ હું કેટલો દુઃખી છું, કલ્પનાથી કૃત્રિમ સુખ માને કે મને તો આ મળ્યું, મને આ મળ્યું, હજી મને આ મળશે. એમ ને એમ સુખની કલ્પનાઓમાં એને દુઃખ કેટલું છે એની ખબર નથી, આકુળતા કેટલી છે એની ખબર નથી, ભય કેટલો છે એની એને ખબર નથી. ભયની એને ખબર નથી પડતી. પણ એટલે ભય નથી એવું થોડું છે? બેભાન માણસને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માની લેવું? એક માણસ બેભાન થઈ ગયો છે. એને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માનવું છે? એવું કાંઈ નથી. દુઃખ છે, પીડા છે. એને ખબર નથી એટલી વાત છે. એમ આ જીવને એટલું બેભાનપણું છે કે એને કેટલું દુઃખ છે એની પોતાને ખબર નથી.
પણ જ્ઞાનીઓ એને ચેતવે છે કે તને ખબર નથી માટે બેદરકાર રહીશ નહિ. નહિતર પાછળની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તું જેની પરિસ્થિતિ જોઈ શકતો નથી ને, એ પરિસ્થિતિ તારી થાશે. બહારમાં બીજાની વેદનાઓ તું જોઈ શકતો નથી એ પરિસ્થિતિ તારી થશે એમ) સમજી લેજે. માટે બેદરકાર રહેવા જેવું નથી. કાંઈક તારા આત્મહિતની વાત થાય તો આત્મહિતની બુદ્ધિએ સાંભળવાની નવરાશ લેજે, સાંભળવાની તું તૈયારી રાખજે, સાંભળવામાં રસ લેજે અને યથાશક્તિ એનો ઉપાય કરજે. નહિતર પાછળ હાલત સારી નથી. અને એમાં કોઈ ફેરફાર કરી શકે એવું પણ નથી. એ અનિવાર્ય પરિસ્થિતિ છે. એટલે ફરી ફરીને પુરુષો છે એ જગાડે છે. જાગવું એ તો પોતાના હાથની વાત છે. એ તો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરીને પોતાના રસ્તે ચાલ્યા જાય છે.
મુમુક્ષુ –Higher the post, higher the responsibility.એવી વાત છે. પૂજ્ય ભાઈશ્રી:-હા.
મુમુક્ષુ-તો પરમાર્થરૂપ જે હોય એમાં જો ભૂલ થાય તો એની Responsibility વધી જાય કુટુંબકરતા?
પૂજ્ય ભાઈશ્રી :- હા. અહીંયાં જેટલો આ માર્ગમાં આગળ વધે એટલી જવાબદારી વધે છે. જેટલો આ માર્ગમાં આવે એટલી જવાબદારી ચોક્કસ વધારે છે. બહુ સમજી વિચારીને ગમે તે પગલું ભરો પણ સમજી વિચારીને ગંભીરતાથી વિચાર કરવો. ઉપર ઉપરથી ચાલવું નહિ. (અહીં સુધી રાખીએ)
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૦.
'
'
વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજ વિવરણ
મૂલ્ય ૦૧ અધ્યાત્મિકપત્ર પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો)
૦૨-૦૦ ૦૨ અધ્યાત્મ સંદેશ પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો)
અનુપલબ્ધ ૦૩ આત્મયોગ (શ્રીમદ રાજચંદ્રપત્રાંક-૫૯૬, ૪૯૧, ૬૦૯પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨00 ૦૪ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વચનામૃત્તોનું સંકલન)
૧૫00 ૦૫ અધ્યાત્મ સુધા (ભાગ-૧)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩00 ૦૬ અધ્યાત્મ સુધા (ભાગ-૨)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩ ) ૦૭ અધ્યાત્મ સુધા (ભાગ-૩) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩00 ૦૮ અધ્યાત્મપરાગ ૦૯ બીજુ કાંઈ શોધમાં પ્રત્યક્ષ સત્પષવિષયક વચનામૃત્તોનું સંકલન) ૧૦ બૃહદવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૧) કાવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગપ્રવચનો) ૧૧ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૨) (દ્રવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગ પ્રવચનો) ૧૨ ભગવાન આત્મા (દ્રષ્ટિવિષયકવચનામૃત્તોનું સંકલન) ૧૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યદેવવિરચિત
૦૨-૦ ૧૪ દ્રવ્યદષ્ટિપ્રકાશ (ભાગ-૩) પૂજ્ય શ્રી નિહાલચંદજી સોગાની તત્ત્વચર્ચા)
૦૪-00 ૧૫ દસ લક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિદસ ધર્મોપ૨પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો)
૦૬-૦ ૧૬ ધન્ય આરાધના (શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન)
૧૦૦ ૧૭ દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૧૬ ,૪૪૯,અને ૫૭૨ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા પ્રવચનો)
૧00 ૧૮ ગુરુગુણ સંભારણા પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્કુરિત ગુરુભક્તિ)
૦૫-૦૦ ૧૯ ગુરુગિરા ગૌરવ પૂજ્ય સૌગાનીજીની અંગત દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨00 ૨૦ ગુરુગિરા ગૌરવ (ભાગ-૧) દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો).
૨OO ૨૧ ગુરુગિરા ગૌરવ (ભાગ-૨) દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો)
૨00 ૨૨ જિણસાસણું સર્વે (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન)
૦૮-૦
,
,
,
8
8
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૯૧
૨૩ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ રાજચંદ્રપત્રાંક-૧૦૩,૩૩૨, ૫૧૦ પ૨૮, ૫૩૭ તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨પ-૦૦ ૨૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) પરમાગમસારમાંથી ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૨પ-૦૦ ૨૫ કહાન રત્ન સરિતા (ભાગ-૨) પરમાગમસારમાંથી ક્રમબદ્ધ પર્યાયવિષયક ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો).
૩00 ૨૬ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો
હOO ૨૭ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૨)કાર્તિકેયાનુપ્રેક્ષાગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો
૩00 ૨૮ ક્યબદ્ધપર્યાય ૨૯ મુમુક્ષતા આરોહણ ક્રમ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૨૫૪પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)૧૫-૦૦ ૩૦ નિભત દર્શનની કેડીએ લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૧00 ૩૧ પરમાત્માપ્રકાશ (શ્રીમયોગીન્દ્રદેવવિરચિત)
૧પ-૦૦ ૩૨ પરમાગમસાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮વચનામૃત્ત)
૧૧-૨૫ ૩૩ પ્રવચન નવનીત (ભાગ-૧) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
અનુપલબ્ધ ૩૪ પ્રવચન નવનીત (ભાગ-૨) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
૨૫-o ૩૫ પ્રવચનનવનીત (ભાગ-૩) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય ઉપર ખાસ પ્રવચનો)
૩૫-૦૦ ૩૬ પ્રવચન નવનીત (ભાગ-૪) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો). ૭પ- o ૩૭ પ્રવચન પ્રસાદ (ભાગ-૧) પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો). ૬૫- ૩૮ પ્રવચનપ્રસાદ (ભાગ-૨) પંચાસ્તિકાયસંગ્રહપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૩૯ પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્યભાઈશ્રી શશીભાઈ)
૦૩-૦૦ ૪૦ પથ પ્રકાશ (ભાર્ગદર્શન વિષયક વચનામૃત્તોનું સંકલન).
૦૬- o ૪૧ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૯૫, ૧૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨CO ૪૨ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૪૦ ૪૩ પ્રવચન સુધા (ભાગ-૨)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૮૫-૦૦ ૪૪ પ્રવચન સુધા (ભાગ-૩)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૩0 ૪૫ પ્રવચન સુધા (ભાગ-)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૪00 ૪૬ પ્રવચન સુધા (ભાગ-૫)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩0 ૪૭ પ્રવચન સુધા (ભાગ-૬)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩C0 ૪૮ પ્રવચન સુધા (ભાગ-૭) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૯ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૨૦ ૫૦ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૨OO ૫૧ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૨ પર પ્રવચન સુધા (ભાગ-૧૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો.
૨00
૨૦
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૨
૫૩ પ્રવચનસાર
અનુપલબ્ધ ૫૪ પ્રચાસ્તિકાયસંગ્રહ
અનુપલબ્ધ ૫૫ પાનંદીપંચવિશતી પ૬ પુરુષાર્થસિદ્ધિ ઉપાય
અનુપલબ્ધ ૫૭ રાજ હૃદય (ભાગ-૧)(શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦ ૫૮ રાજ હૃદય ભાગ-૨) શ્રીમદ રાજચંદ્રગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો) ૨૦૦ ૫૯ રાજહૃદય (ભાગ-૩) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો) ૨00 ૬૦ રાજહૃદય (ભાગ-૪) (“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો)૨૦૦૦ ૬૧ સમ્યફજ્ઞાનદીપિકા લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક)
૧૫-૦૦ ૬૨ જ્ઞાનામૃત્ત (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત્તો)
૦૬-૦૦ ૬૩ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટનિવાસભૂત છ પદનો પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨00 ૬૪ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય(શ્રીમદ રાજચંદ્રપત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦, ૫૧૧,૫૬૦તથા ૮૧૯પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૬૫ સમયસાર દોહન પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાનાઈરોબીમાં સમયસાર પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો)
૩૫-૦૦ ૬૬ સુવિધિદર્શન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત સુવિધિ લેખ ઉપર તેમના પ્રવચન)
૨૫-૦ ૬૭ સ્વરૂપભાવના (શ્રીમદ રાચંદ્રપત્રાંક-૯૧૩, ૭૧૦અને ૮૩૩પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૬૮ સમક્તિનું બીજ (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્યરુષની ઓળખાણવિષયક પત્રાંક ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૩૦ ૬૯ તત્ત્વાનુશીલન (પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વિવિધ લેખ) ૭૦ વિધિવિજ્ઞાન વિધિ વિષયકવચનામૃત્તોનું સંકલન)
૦૭-00 ૭૧ વચનામૃત્ત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં બહેનશ્રીના વચનામૃત્ત પર થયેલાં પ્રવચનો)
૨૫-૦૦ ૭૨ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૧) ૭૩ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૨) ૭૪ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૩) ૭૫ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૪) ૭૬ યોગસાર
અનુપલબ્ધ ૭૭ ધન્ય આરાધક ૭૮ અધ્યાત્મ સુધા (ભાગ-૪) “બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૩૦.૦૦ ૭૯ અધ્યાત્મ સુધા (ભાગ-૫) “બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩૦૦૦ ૮૦ છ ઢાળા પ્રવચન (ભાગ-૧)
૨00
Page #410
--------------------------------------------------------------------------
________________
20-00
८१ छढाणा अवयन (लाग-२)
20-00
८२ छ ढाणा अवयन (लाग-3)
२०.००
૮૩ મુક્તિનો માર્ગ (સત્તા સ્વરૂપ ગ્રંથ પર પૂજ્ય ગુરુદેવશ્રીનાપ્રવચન) ८४ श४हृध्य (भाग-५) ('श्रीभहू राभ्यंद्र' ग्रंथ उपर पूभ्य लाई श्री शशी लाईना समंग प्रवयनो) २०.०० ८५ श४हृध्य (भाग-६) ('श्रीभद्दराभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाईश्री शशीलाई ना समंग प्रवयनो) २०.०० ८६८४हृध्य (भाग-७) ('श्रीभद्दू राष्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाना समंग प्रवयनो) २०.०० ८७ रानहृध्य (भाग-८) ('श्रीभद्दराभ्यंद्र' ग्रंथ पर यूभ्य लाईश्री शशी लाईना समंग प्रवयनो) २०.०० ८८ शहृध्य (भाग-८) ('श्रीभहू राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाई ना समंग अवयनो) २०.०० ८९ २४हृध्य (भाग-१०) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर पूभ्य भाई श्री शशीलाईना समंग प्रवयनो) २०.०० ८९ श४हृध्य (भाग-११) ('श्रीभहू राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाई ना समंग प्रवयनो) २०.०० ૯૦ અધ્યાત્મ સુધા (ભાગ-૬) ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट उपलब्ध प्रकाशन (हिन्दी)
ग्रंथ का नाम एवं विवरण
०१ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल )
०२ आत्मयोग ( श्रीमद् राजचंद पत्रांक- ४६९, ४९१, ६०९ पर पूज्य
भाईश्री शशीभाईके प्रवचन)
०३ अनुभव संजीवनी (पूज्य भाई श्री शशीभाई द्वारा लिखे गये वचनामृत्तोंका
संकलन)
०४ आत्मसिद्धि शास्त्र पर प्रवचन (पूज्य गुरुदेव श्री द्वारा )
०५ आत्मअवलोकन
०६ बृहद द्रव्यसंग्रह
०७ द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग- पूज्य श्री निहालचंदजी सोगानीजीके
पत्र एवं तत्वचर्चा)
०८ दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) ०९ दंसणमूलो धम्मा (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) १० धन्य आराधना (श्रीमद राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर रॉ पूज्य भाई श्री शशीभाई द्वारा विवेचन )
११ दिशा बोध ( श्रीमद राजचंद्र पत्रांक- १६६, ४४९, ५७२ पर
पूज्य भाई श्री शशीभाईके प्रवचन)
१२ धन्य पुरुषार्थी
૩૯૩
१३ धन्य अवतार
१४ गुरु गुण संभारणा ( पूज्य बहिन श्री चंपाबहिन द्वारा गुरु भक्ति)
२०.००
मूल्य
२०-००
१५०-००
५०-००
अनुपलब्ध
३०-००
०६-००
०६-००
२५-००
१५-००
Page #411
--------------------------------------------------------------------------
________________
०८-००
3८४ १५ गुरु गिरा गौरव १६ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन) १७ कुटुम्ब प्रतिबंध (श्रीमद् राजचंद्र पत्रांक-१०३,३३२,५१०, ५२८,५३७ एवं ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० १८ कहान रत्न सरिता (परमागमसारके विभिन्न वचनामृतों पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
३०-०० १९ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन)
०८-०० २० मुमुक्षुता आरोहण क्रम (श्रीमद राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) २१ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर पूज्य गुरुदेवश्रीके प्रवचन)
१०-०० २२ निर्धांत दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई)
१०-०० २३ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत्त) २४ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई)
०४-०० २५ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद राजचंद्र पत्रांक-१९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२०-०० २६ प्रवचन नवनीत (भाग-१) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २७ प्रवचन नवनीत (भाग-२)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २८ प्रवचन नवनीत (भाग-३) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ नय के खास प्रवचन)
२०-०० २९ प्रवचन नवनीत (भाग-४) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ शक्ति के खास प्रवचन)
२०-०० ३० प्रवचन सुधा (भाग-१) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३१ प्रवचन सुधा (भाग-२) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३२ पथ प्रकाश
२०.०० ३३ प्रवचनसार
अनुपलब्ध ३४ प्रंचास्तिकाय संग्रह
अनुपलब्ध ३५ सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक)
१५-०० ३६ ज्ञानामृत्त (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत्त) ३७ सम्यग्दर्शनके सर्वोत्तकृष्ट निवासभूत छ पदोंका अमृत पत्र (श्रीमद रादचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१८-०० ३८ सिद्धिपका सर्वश्रेष्ठ उपाय (श्रीमद् राजचंद्र ग्रंथमें से पत्रांक-१४७,१९४, २००,५११,५६० एवं ८१९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० ३९ सुविधि दर्शन (सुविधि लेख पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
४०-०० ४० समयसार नाटक
अनुपलब्ध ४१ समयसार कलश टीका
अनुपलब्ध ४२ समयसार
अनुपलब्ध
(श्रीमत
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૯૫
२०.००
२०-०० २०-०० अनुपलब्ध १०-०० २०-०० २०.०० २०.०० २०.०० २०.०० २०.०० ३०.००
१५००
४३ स्मरण संचिका ४४ स्वरूप भावना (श्रीमद् राजचंद्र पत्रांक-९१३, ७१० एवं ८३३
पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन) ४५ तत्त्वानुशीलन (भाग-१,२,३) (ले. पूज्य भाईश्री शशीभाई) ४६ तत्थ्य ४७ विधि विज्ञान (विधि विषयक वचनामृत्तोंका संकलन) ४८ वचनामृत्त रहस्य (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके नाईरौबीमें हुए प्रवचन ४९ भगवान आत्मा ५० जिन प्रतिमा जिन सारखी ५१. छः ढाला प्रवचन (भाग-१) ५२. छः ढाला प्रवचन (भाग-२) ५३. छः ढाला प्रवचन (भाग-३) ५४. प्रवचनसुधा (भाग-६)
-.-.-.-.-.-.-.-.-.-.-.वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से
प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या ०१ प्रवचनसार (गुजराती) ०२ प्रवचनसार (हिन्दी) ०३ पंचास्तिकायसंग्रह (गुजराती) ०४ पंचास्तिकाय संग्रह (हिन्दी) ०५ समयसार नाटक (हिन्दी) ०६ अष्टपाहुड (हिन्दी) ०७ अनुभव प्रकाश ०८ परमात्मप्रकाश ०९ समयसार कलश टीका (हिन्दी) १० आत्मअवलोकन ११ समाधितंत्र (गुजराती) १२ बृहद द्रव्यसंग्रह (हिन्दी) १३ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर प्रवचन) (गुजराती) १४ योगसार १५ अध्यात्मसंदेश १६ पद्मनंदीपंचविंशती १७ समयसार १८ समयसार (हिन्दी) १९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित)
४२००
१००० २५००
३०००
२००० २१००
४१००
२००० २००० २००० ३००० १००० २०००
२०००
३०००
३१०० २५००
३०००
Page #413
--------------------------------------------------------------------------
________________
१०,०००
७६०० ६१०० ८००० ३००० ३७००
८०००
५००० ४४०० ५००० २००० ५०००
७५००
३०००
૩૯૬ २० द्रव्यदृष्टि प्रकाश (गुजराती) २१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) २३ क्रमबद्धपर्याय (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) २५ धन्य अवतार (गुजराती) २६ धन्य अवतार (हिन्दी) २७ परमामगसार (गुजराती) २८ परमागमसरा (हिन्दी) २९ वचनामृत प्रवचन भाग-१-२-३-४ ३० अनुभव प्रकाश (हिन्दी) ३१ निर्धांत दर्शननी केडीए (गुजराती) ३२ निर्धांत दर्शनकी पगडंडी (हिन्दी) ३३ गुरुगुण संभारणा (गुजराती) ३४ गुरुगुण संभारणा (हिन्दी) ३५ जिण सासणं सव्वं (गुजराती) ३६ जिण सासणं सव्वं (हिन्दी) ३७ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३८ दस लक्षण धर्म (गुजराती) ३९ धन्य आराधना (गुजराती) ४० धन्य आराधना (हिन्दी) ४१ प्रवचन नवनीत भाग-१-४ (गुजराती) ४२ प्रवचन प्रसाद भाग-१-२ ४३ पथ प्रकाश (गुजराती) ४४ पथ प्रकाश (हिन्दी) ४५ प्रयोजन सिद्धि (गुजराती) ४६ प्रयोजन सिद्धि (हिन्दी) ४७ विधि विज्ञान (गुजराती) ४८ विधि विज्ञान (हिन्दी) ४९ भगवान आत्मा (गुजरात) ५० भगवान आत्मा (हिन्दी) ५१ सम्यक्ज्ञानदीपिका (गुजराती) ५२ सम्यक्ज्ञानदीपिका (हिन्दी) ५३ तत्त्वानुशीलन (गुजराती) ५४ तत्त्वानुशीलन (हिन्दी) ५५ बी कांई शोध मा (गुजराती)
७५०० २००० २००० २००० २०००
१०००
१५०० ५८५० २३०० २००० ५००
३५०० २५०० २०००
२००० २००० १५०० १००० १५००
४०००
२०००
४०००
Page #414
--------------------------------------------------------------------------
________________
५६ दूसरा कुछ न खोज (हिन्दी)
५७ मुमुक्षुता आरोहण क्रम (गुजराती)
५८ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी)
५९ अमृत पत्र (गुजराती)
६० अमृत पत्र (हिन्दी)
६१ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती)
६२ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी)
६३ आत्मयोग (गुजराती)
६४ आत्मयोग (हिन्दी)
६५ अनुभव संजीवनी (गुजराती)
६६ अनुभव संजीवनी (हिन्दी)
६७ ज्ञानामृत (गुजराती)
६८ ज्ञानामृत (हिन्दी) ६९ वचनामृत रहस्य (गुजराती) ७० वचनामृत रहस्य (हिन्दी)
७१ दिशा बोध (हिन्दी - गुजराती)
७२ कहान रत्न सरिता (भाग - १ )
७३ कहान रत्न सरिता (भाग - २)
७४ कुटुम्ब प्रतिबंध (गुजराती) ७५ कुटुम्ब प्रतिबंध (हिन्दी)
७६ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (गुजराती)
७७ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी) ७८ गुरु गिरा गौरव ( हिन्दी - गुजराती) ७९ समयसार दोहन (गुजराती) ८० समकितनुं बीज (गुजराती) ८१ स्वरूपभावना (गुजराती)
८२ स्वरूपभावना (हिन्दी) ८३ सुविधि दर्शन (गुजराती)
८४ सुविधिदर्शन (हिन्दी)
८५ आत्मसिद्धि शास्त्र पर प्रवचन
८६ प्रवचन सुधा (भाग - १) (गुजराती)
८७ प्रवचन सुधा (भाग-२) (गुजराती)
८८ प्रवचन सुधा (भाग-३) (गुजराती) ८९ प्रवचन सुधा (भाग-४) (गुजराती)
९० प्रवचन सुधा (भाग-५) (गुजराती)
९१ प्रवचन सुधा (भाग - ६) (गुजराती)
२०००
२५००
३५००
२०००
२५००
१५००
४०००
१५००
३०००
१०००
१०००
३५००
१५००
१०००
१०००
३५००
१०००
१०००
१५००
२५००
१५००
२०००
३५००
७५०
१०००
१०००
१०००
१०००
१९००
१२५०
१४००
७५०
१०००
१०००
१०००
१०००
૩૯૭
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૮
७५०
७५० ७५० ७५०
७५०
१००० १००० १००० १००० १५०० १५०० ७५०
१०००
१०००
१०००
७५०
९२ प्रवचन सुधा (भाग-७) (गुजराती) ९३ प्रवचन सुधा (भाग-८) (गुजराती) ९४ प्रवचन सुधा (भाग-९) (गुजराती) ९५ प्रवचन सुधा (भाग-१०) (गुजराती) ९६ प्रवचन सुधा (भाग-११) (गुजराती) ९७ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-१ (गुजराती) ९८ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-२ (गुजराती) ९९ द्रव्यसंग्रह प्रवचन (भाग-१) (गुजराती) १०० द्रव्यसंग्रह प्रवचन (भाग-२) (गुजराती) १०१ राज हृदय (भाग-१) (गुजराती) १०२ राज हृदय (भाग-२) (गुजराती) १०३ राज हृदय (भाग-३) (गुजराती) १०४ अध्यात्मसुधा (भाग-१) (गुजराती) १०५ अध्यात्मसुधा (भाग-२) (गुजराती) १०६ अध्यात्म सुधा (भाग-३) (गुजराती) १०७ अध्यात्म सुधा (भाग-४) (गुजराती) १०८ अध्यात्म सुधा (भाग-५) (गुजराती) १०९ गुरु गिरा गौरव (भाग-१) (गुजराती) (धारावाही प्रवचन) ११० गुरु गिरा गौरव (भाग-२) (गुजराती) (धारावाही प्रवचन) १११ मुक्तिनो मार्ग (गुजराती) ११२ प्रवचन नवनीत (भाग-१) (हिन्दी) ११३ प्रवचन नवनीत (भाग-२) (हिन्दी) ११४ प्रवचन नवनीत (भाग-३) (हिन्दी) ११५ प्रवचन नवनीत (भाग-४) (हिन्दी) ११६ धन्य आराधक (गुजराती) ११७छः ढाला प्रवचन (गजराती) (भाग-१) ११८ छः ढाला प्रवचन (गुजराती) (भाग-२) ११९ छः ढाला प्रवचन (गुजराती) (भाग-३) १२० जिन प्रतिमा जीनि सारखी १२१ स्मरण संचिका १२२ दंसण मूलो धम्मो १२३ प्रवचन सुधा (भाग-१) हिन्दी) १२४ प्रवचन सुधा (भाग-२) हिन्दी) १२५ प्रवचन सुधा (भाग-३) हिन्दी) १२६ प्रवचन सुधा (भाग-४) हिन्दी) १२७ प्रवचन सुधा (भाग-५) हिन्दी)
७५० १०००
७५० १००० १०००
१००० १००० १०००
७५०
१०००
१०००
१०००
५००
१५०० ३५०० १०००
१०००
१००० १००० १०००
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૯
१०००
१५००
६५०० १००० ५००
५०० ५००
१२८ प्रवचन सुधा (भाग-६) हिन्दी) १२७ धन्य पुरुषार्थी (गुजराती) १२८ धन्य पुरुषार्थी (हिन्दी) १२९ छः ढाला प्रवचन (हिन्दी) (भाग-१) १३० राज हृदय (भाग-४) (गुजराती) १३१ राज हृदय (भाग-५) (गुजराती) १३२ राज हृदय (भाग-६) (गुजराती) १३३ राज हृदय (भाग-७) (गुजराती) १३४ राज हृदय (भाग-८) (गुजराती) १३५ राज हृदय (भाग-९) (गुजराती) १३६ राज हृदय (भाग-१०) (गुजराती) १३७ राज हृदय (भाग-११) (गुजराती) १३८ अध्यात्म सुधा (भाग-६) (गुजराती) १३९ अध्यात्म सुधा (भाग-७) (गुजराती)
१५०
१५० १५०
१५०
१५० १५०
१५०
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૦
વાચકોની નોંધ માટે
Page #418
--------------------------------------------------------------------------
________________ સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? (પત્રાંક-પ૨૮) tilecs વસંત , Aતરાગ . રક જ ભાવનગ. વીતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ) ભાવનગર)