________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૧ એ પ્રસંગની પણ કદાચ એવું હોય તો પણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી. અમારું વજન અમારા પરિણામ ઉપર છે. અમારા પરિણામને પારમાર્થિક રીતે નુકસાન થાય તો એ અમારો અંતરધર્મ છે એ ઘવાયછે.
” શું વાત છે ? એનો ન્યાય શું છે? કે પારમાર્થિક કારણને લઈને જો વ્યવહાર ચૂકી જઈએ તો તે ક્ષમા કરવા યોગ્ય છે. ભલે અમારા પરિણામમાં પારમાર્થિક નુકસાન થાય તોપણ વ્યવહાર સંભાળવો એ વાત અમે કરવા માગતા નથી. એટલે તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.” પછી ભલે લોકોને એમ કહેવું હોય તેમ કહે. અમારે લોકોમાં આબરૂ કાઢવી છે, લોકોમાં અમારું માન જળવાય રહે, અમારી કીર્તિ ચાલુ રહે એ રીતે અમે લોકસંજ્ઞાએ પ્રવર્તવા માગતા નથી. પહેલો અમારો આત્મા, બાકી આખું જગત પછી. જગત ઈષ્ટ નહિ આત્મથી” એ તો મધ્યપાત્રની વાત લીધી છે. આ તો જ્ઞાનદશા
રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. એટલે તમે અને રેવાશંકરભાઈ થઈને આ લગ્ન ઉકેલજો, એમ કહેવું છે. તમારું ધ્યાન પડે એમ કરજો. પોતાની સૂચના આપી છે. પણ આટલો લક્ષ રાખવાનો છે કે મારા તરફથી આટલી સૂચના છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય.” એવો કોઈ લગ્નમાં આડંબર કરવાની જરૂર નથી કે જેથી પરમાર્થને બાધ થાય કે વ્યવહારને બાધ થાય. આ ખાણી-પીણીની અંદર વ્યવહાર અને પરમાર્થ બેય ઘવાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. લોકો અભક્ષ આ બટેટા, કોઈ કંદમૂળ વાપરીદે છે, કે કોઈ દ્વિદળ ચાલે એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એ બધું વ્યાવહારિક દૃષ્ટિએ પણ સારું નથી અને પારમાર્થિક દૃષ્ટિએ પણ આત્માને નુકસાન કરનારું છે. તો એવા આડંબર ખાતર કાંઈ કરવાની જરૂર નથી. બહુ સારી ચીજ બને, આની સાથે આ જ ભળે. શ્રીખંડ સાથે તો મગની દાળ જ ભળે, વાલની દાળ જ ભળે. ભલે દ્વિદળ થાય. એની સાથે તુવેરની દાળ કરાય નહિ, કઢી જ કરવી જોઈએ, ફલાણું કરવું જોઈએ, આમ દેખાવ બગડી જાય, આખું Menu મારી જાય. દેખાવ કરવાવાળા પાછા ઘણા હોય ને ? એટલે એમણે સૂચના આપી છે, કે મારી સૂચના એ છે કે બાહ્ય આડંબર એવો કાંઈ (કરવો નહિ). લગ્ન પોતાને ત્યાં છેને ? ઇચ્છવો જનહિ કે જેથી શુદ્ધવ્યવહાર કે પરમાર્થની બાધા થાય.
જુઓ ! જ્ઞાની છે પણ નાની-નાની બાબતમાં એમનું લક્ષ કેટલું છે : સાવધાની છે.