________________
પત્રાંક-૫૬૦
૧૮૫
આત્મસાધનનો હેતુ થાય. હેતુ એટલે નિમિત્ત થાય. અથવા બીજા (આત્માને) આત્મપરિણામમાં નિમિત્ત થાય. એમ કહીને એમ કહ્યું છે કે જ્ઞાનીપુરુષ સાંસારિક પ્રવૃત્તિમાં હોય તો બીજાને આત્મપરિણામમાં નિમિત્તપણું ઘટી જાય છે. અને પુરુષાર્થ કરીને એ નિવૃત્ત સ્થિતિમાં હોય તો એમનો પુરુષાર્થ નિવૃત્તિકાળમાં વિશેષ અભ્યાસવાનો બીજા મુમુક્ષુને અવકાશ રહે છે, સમાગમ કરવાનો અવકાશ મળે છે, અવલોકન કરવાનો અવકાશ મળે છે અને તેથી કરીને એના આત્મપરિણામમાં એ નિમિત્ત પડે છે. એટલે તીર્થંકરદેવે એ ઉપદેશ કર્યો છે. સરવાળે નિવૃત્તિ ઉપર ખેંચી જાય છે. વાતને નિવૃત્તિ ઉપર ખેંચી જાય છે. ખ્યાલ છે કે એ બંધાતા નથી તોપણ આ વાત છે કે બીજાને આત્મસાધનમાં અથવા આત્મપરિણામમાં નિમિત્ત થાય અને પોતાને પણ કાંઈ નુકસાનનું કારણ નથી.
નિવૃત્તિ કરતા પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરે છે. એમને કોઈ પહોંચે નહિ, નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરી. કેમકે પ્રવૃત્તિમાં ઉદય એવો છે એની સામે લડી લે છે. માટે એને વધારે નિર્જરા થાય છે. અને નિવૃત્તિમાં એટલો ઉદય નથી આવ્યો એટલે એટલી નિર્જરા નથી થતી. એને તો કાંઈ પ્રવૃત્તિ-નિવૃત્તિ સાથે અંગત રીતે જોતા તો કોઈ તકલીફનું કારણ નથી પણ બીજાને એ આત્મસાધનમાં નિમિત્ત થાય, કે એના આત્મપરિણામ ઉપરથી બીજાને એવા આત્મપરિણામ ઊગે. એવું ક્યારે બને ? કે નિવૃત્તિકાળમાં હોય ત્યારે.
સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.’ એટલે કોઈ વાત ‘સમયસાર’ની તત્ત્વની ચાલી છે. એ સૈદ્ધાંતિક સમાધાન રૂબરૂમાં કશું એમ કરીને પત્રનો ઉત્તર નથી આપ્યો. જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતા હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ...' તેમ ન બની શકે તોપણ ‘વ્યાપારાદ્વિપ્રસંગથી નિવૃત્ત,