________________
પત્રાંક-૫૫૦
તા. ૧૩-૧૧-૧૯૯૦, ૫ત્રક – ૫૫૦ પ્રવચન નં. ૨૫૦
૧૦૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૦, પાનું-૪૪૨. મોટા પેરેગ્રાફથી, નીચેનો છેલ્લો.
ગયા ૫૨મ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમહિતસ્વી થાય તેવા આશય છે.’ ૫૪૮ પત્રમાં મુમુક્ષુજીવને, વિચારવાન એટલે મુમુક્ષુજીવને ૫૨મહિત થાય એવી કેટલીક વાતો લખી છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે.........’ એ વાત પણ સહેજે સહેજે તમને અગાઉ પણ ઘણી વાર કહેવાઈ છે. છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે.’ તમારે સંયોગ પાછળ પરિણામ ન લગાડવા જોઈએ. ભલે સંયોગોમાં પ્રતિકૂળતા હોય તોપણ. સંયોગ પાછળ પરિણામ લાગશે તો આત્મા પાછળ પરિણામ નહિ લાગે. એ એક આત્માથી દૂર જવાનું બધા સંસારીજીવોને કા૨ણ બને છે. મુમુક્ષુ પણ એમ જ કરે તો બીજામાં અને આમાં ફરક શું પડશે ?
જગતના તમામ જીવોના પરિણામ સંયોગ પાછળ વીંટળાયેલા રહે છે, છૂંચાયેલા રહે છે. જીવ ત્યાંથી છૂટી શકતો નથી. હવે જેને મુક્ત થવું છે, મુમુક્ષુ એટલે જેને મુક્ત થવું છે એને તો પરિણામનો વિષય બદલવો જોઈએ. કોઈ એમ કહે કે અનુકૂળતા હોય તો તો પરિણામ ન લાગે પણ પ્રતિકૂળતામાં તો લાગે ને. એવું કાંઈ નથી. અનુકૂળતાવાળાને વિશેષ લાગી જાય છે, વધારે રસ પડી જાય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા બેમાંથી તો એક હોવાના જ. કાં અનુકૂળતા હશે, કાં પ્રતિકૂળતા હશે. બેમાંથી કોઈ એક પ્રકા૨ હોય, હોય ને જ. જેના પરિણામ પ્રતિકૂળતામાં લાગે છે એના અનુકૂળતામાં લાગ્યા વગર રહેશે નહિ. અનુકૂળતામાં લાગેલા છે એના પ્રતિકૂળતામાં છૂટી શકશે નહિ. આ નિયમબદ્ધ છે.
મુખ્ય વાત એ છે, કે ‘આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર...’ એ વાત ભૂલાઈ ગઈ છે અથવા તમારાથી ભૂલાઈ જાય છે. ‘અમારા પ્રત્યે માવીતર જેટલો