SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO રાજહૃદય ભાગ-૧૧ થાય એવી અમે એ પત્રની અંદર વાત લખી છે. પરમહિત થાય એવી વાત લખી છે. એ વાત આવી ગઈને? પહેલો Paragraph આપણે reapeat કર્યો એની પહેલી સવા બે લીટી અને આ બાજુમાં નીચે અઢી લીટી. એ બહુ ગંભીર વાત લખી છે. સામાન્ય વાત નથી લખી પણ ગંભીર વાત લખી છે. બીજી એ પણ ગંભીર વાત લખી છે કે તમે સત્સંગમાં આવ્યા પછી એ સત્સંગના નિમિત્તે કોઈ તમારા ભૌતિક સંયોગો, બાહ્ય સંયોગો સંબંધી કોઈ આશા રાખો, એ સંબંધીની પ્રવૃત્તિ કરે તો એ વાત જ્ઞાનીના માર્ગની વિરુદ્ધ છે. એ વાત પણ ગંભીરતાથી લેવા જેવી છે. એના માટે જ અમે આ કાગળ ફરીને લખ્યો છે. એ વાતને જરા એમણે જરા વધારે વિસ્તારથી કરી છે. વિશેષ લઈશું. ઓળસંશાનું સ્વરૂપ સમજી તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણકે તેથી, નિજ કલ્યાણરૂપ એવું છે, પ્રયોજન ચૂકી જવાય છે અને મિથ્થા સંતોષ લેવાય છે. ક્રિયાકાંડ અને પદ-ગાવારૂપ ભક્તિ પ્રાય: ઓધસંજ્ઞાએ થાય છે. કારણકે તેમાં વર્તમાન મુમુક્ષુ-ભૂમિકા પ્રત્યે દૃષ્ટિ જતી નથી. પરંતુ સ્વાધ્યાય અને સત્સંગમાં પણ જ્યાં રુઢિગત પ્રવૃત્તિ છે, ત્યાં વર્તમાનમાં પ્રયોજનભૂત શું છે ? તેના ઉપર કોઈ વીરલ જીવનું લક્ષ હોય છે. તેથી તે પ્રસંગ / પ્રવૃત્તિ પણ ઓળસંજ્ઞાએ, જાણપણું વધારી, જિજ્ઞાસા ઘટાડી, મિથ્થા સંતોષાઈ, વિસર્જન કરાય છે. સારાંશ એ કે વર્તમાન ભૂમિકાને અનુલક્ષી પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોવી ઘટે (અનુભવ સંજીવની–૧૩૬ ૧)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy