SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૪૮ મળવા નહિ મળવાનો શું ફરક છે ? બધું સરખું જ છે. મુમુક્ષુ :– આરાધ એટલે શું કહેવા માગે છે ? = = પૂજ્ય ભાઈશ્રી :– આરાધે એટલે સત્સંગની અંદર જે બોધ પ્રાપ્ત થાય છે એ બોધને અંદરમાં ઉતારવાનો પુરુષાર્થવંત, ઉદ્યમવંત, પ્રયત્નવંત થાય ત્યારે એનું આરાધન શરૂ થયું. એ પુરુષાર્થથી શરૂ થાય છે. જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે,...’ એ કર્મથી વાત લીધી. અસ્તિથી લ્યો તો એને સમ્યગ્દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ થાય છે. નિયમબદ્ધ. આમાં કોઈ બીજી વાત નથી. ૪૩ મુમુક્ષુ ઃ- ખાલી સત્પુરુષ મળવાથી દર્શનમોહ... પૂજ્ય ભાઈશ્રી :– પણ એને મળ્યા શું કહેવું ? મળ્યા એટલે કાંઈ આત્મામાં કાંઈ આવે છે ? મળવા એટલે સંયોગ થયો. ક્ષેત્રથી સંયોગ થયો. ભાવથી આરાધે ત્યારે ભાવથી સંયોગ થયો. નહિત૨ ક્ષેત્રથી સંયોગ થયો, ન થયો તો કહે ત્યાં બીજા ઘણા જીવો રહે છે. ‘સોનગઢ’માં અડધું ગામ બીજું છે અને અડધું ગામ આપણું છે. તો સંયોગ થયો કે ન થયો ? ગણવો કે ન ગણવો ? ત્યાં ગામની વસ્તી નથી ? કાંઈ જંગલમાં આશ્રમ નથી. સંયોગ કોને કહેવો ? એ લોકોને એટલી તો ખબર છે કે કોઈ જૈનના મહાપુરુષનો અહીં આશ્રમ છે. એટલી નથી ખબર ? ‘ગુરુદેવ’ની તો પ્રતિભા એવી હતી. અંતર-બાહ્ય વ્યક્તિત્વ બંને હતું. અને હજારો લોકો આખા હિન્દુસ્તાનમાંથી આવતા હતા. એ જોતા હતા કે જુદી જુદી જાતના (માણસો આવે છે). એકલા ગુજરાતી નથી આવતા. હિન્દુસ્તાનના જુદા જુદા માણસો આવતા જોવામાં આવે છે. મારવાડી પાઘડી પણ જોતા હતા. દૂર દૂરથી જ્યારે હજારો માઈલથી માણસો આવે છે, ત્યારે એ તો ખબર પડે છે. તો એમને મળ્યા કે ન મળ્યા ? કે એમને મળ્યા નથી. તો પછી આવનારાને મળ્યા ? એ પછી ‘ભાવનગ૨’થી આવનાર હોય કે ઇમ્ફાલ’થી આવનાર હોય. એને નિશ્ચય થાય તો એ આરાધ્યા વિના રહે નહિ. વાત તો નિશ્ચયની છે. ઓળખાણનું પ્રક૨ણ ચાલે છે ને ? વાત તો ઓળખવાની છે. ઓળખાય તો નિશ્ચય થયો, નિશ્ચય થયો એને ઓળખાણ થઈ એમ કહે છે. તો તો આરાધ્યા વગર રહે નહિ. કેમ કે પરમકલ્યાણનું કારણ દેખે, કોણ છોડે ? અને ઓળખવા સુધી પહોંચે એ કેવી રીતે છોડે ? મૂળમાં તો નિશ્ચય થતો નથી. માણસો ઘણા આવે છે, પણ ઓઘે ઓથે એકની પાછળ બીજો આવે એવી રીતે આવે છે. ભાઈ ! આ જાય છે આપણે પણ જઈએ. ઘણા જાય છે માટે આપણે ઈએ. ઘણા સાંભળે છે માટે આપણે સાંભળીએ. ગમે ત્યાં
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy