SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૫૧ તા. ૧૬-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૧, ૫૫૨ પ્રવચન નં. ૨૫૨ ૧૩૭ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૫૫૧, પાનું-૪૪૪, ૫૫૧મો પત્ર શરૂઆતથી. સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. પ્રથમ આત્માની સમાધિ અને અસમાધિની વ્યાખ્યા કરી છે. ભગવાનના નામે વ્યાખ્યા કરી છે. શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ...' કહે છે અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે;...' જે જીવ પોતાના પરિણામમાં, પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય, પોતાના આત્મસ્વરૂપમાં લિન થાય, તન્મય થાય, સ્વરૂપને વિષે તન્મય થાય તો તે સમાધિભાવ છે અને સ્વરૂપથી બહાર પરિણામ જાય, જ્ઞાનના, દર્શનના, ચારિત્રના કોઈપણ પરિણામ, તેને અસમાધિભાવ કહેવામાં આવે છે. અન્યમતમાં સમાધિ લે છે એ વાત નથી. ખાડામાં પુરાઈ જવું ને ઇ. સ્વરૂપને વિષે લીનતા થાય. આત્મસ્વરૂપમાં, નિજ પરમાત્મપદમાં તન્મય ભાવે પરિણામે ત્યાં એકાગ્ર થાય, એ સમાધિભાવ છે. સ્વરૂપને છોડી પરિણમતા પરિણામમાં અસમાધિ રહેલી છે, સમાધિ નથી, એમ શ્રીજિન કહે છે. તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.’ અમારા અનુભવજ્ઞાનમાં પણ એ વાત એમ જ આવે છે. જે શ્રીજિન કહે છે તેમ જ. અમે પણ સ્વરૂપમાં લીન થઈને સમાધિભાવને પ્રાપ્ત થઈએ છીએ. અને પરિણામ બહાર જાય છે ત્યારે તે અસમાધિભાવ છે એવું સ્પષ્ટ અનુભવમાં આવે છે. સમાધિભાવનો પણ અનુભવ છે, અસમાધિભાવનો પણ અનુભવ છે. અને બંને પ્રકારના ભાવને અનુભવથી અમે સંમત કરીએ છીએ. જિનવચનને સંમત કરીએ છીએ તે અનુભવથી સંમત કરીએ છીએ એમ કહે છે. એમ ને એમ અમને ઠીક લાગ્યું માટે હા પાડી એમ નથી. અમને ઠીક ન લાગ્યું માટે અમે ના પાડી એમ પણ નથી. એમણે કહ્યું એવો અનુભવ કર્યો અને એ અનુભવથી એ વાતની અમે સત્યતાની ચકાસણી કરીએ છીએ, સત્યતાનો નિર્ણય કરીએ છીએ. એ રીતે એ વાત સત્ય છે. મુમુક્ષુ ઃ- રાગમાં દુઃખ છે આ સાંભળીને માનવાની વાત નથી.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy