SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ રાજહૃદય ભાગ-૧૧ ચાહે છે અને એમાંથી આ બધું નીકળેલું છે. એટલે (કહે છે), અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામને સ્વસ્થ રાખવા એ વિષમ પ્રવૃત્તિ છે. તીર્થકર જેવાને કઠણ પડે એવી વાત છે. બીજા જીવે એને સુગમતા માનીને કરી લેવા જેવી નથી જેને પ્રવૃત્તિ હોય એને સંક્ષેપવી, ઓછી કરવી, બંધ થઈ શકે એમ હોય તો એ સારામાં સારી વાત છે. પણ નિવૃત્તિ એ નિવૃત્તિ લઈને આત્મઆરાધન કરવા જેવું છે. એટલા માટે પ્રથમમાં પ્રથમ જે બ્રહ્મચર્યને અનુમોદના આપવામાં આવે છે એનું કારણ આ છે, કે હજારો વિકલ્પ શાંત થવામાં એક મોટું કારણ આ છે. અનેક પ્રકારના વ્યવહાર, વ્યવસાય એ બધું બંધ કરી દેવું અને પોતાના સ્વકાર્ય માટે ઉદ્યમવંત થાવું. અહીં સુધી રાખીએ. - જીવને, મૂળમાં, સુખની-નિરાકુળ દશાની જરૂરત હોય તો, બૌદ્ધિક સ્તર પર dવને જે પરોક્ષ ધારણાથી જાણ્યું છે. તેની રુચિ ઉત્પન્ન થઈ, અભેદ ભાવે પકડ થઈ, પ્રત્યક્ષ કરે, તો દૃષ્ટિ સમ્યફ થાય. રુચિ વગરની પરોક્ષ ધારણાતપખાઈ ઉપડે નહિ, તેવી યોગ્યતાવાળાને ખરેખર આત્મ-સુખની જરૂરત નથી સ્વભાવની અરુચિસહિતની ધારણા પ્રાયઃ અભિનિવેષનું કારણ થાય છે અનુભવ સંજીવન–૧૩૬ ૭) જે ઉત્તમ મુમુક્ષુને ક્યાંય – કોઈપણ પદાર્થને વિષે સખધતિ અને આધારબુદ્ધિ નથી, તેને અંતરમૂખ થવામાં કોઈ અવરોધ હોતો નથી. તેવી સ્થિતિમાં સ્વકાર્યસહજ થાય છે, પુરુષાર્થની ગતિ સહજતેજ થાય છે. (અનુભવ સંજીવની-૧૩૬૮) ના થા નિજ પરમાત્માનો વિયોગ - વિરહ વેદના ઉપડે નહિ તો ગળ તેનું દર્શન ક્યાંથી થાય ? વિરહની અસહ્ય વેદના પ્રત્યક્ષ દર્શનનું કારણ છે. તેમજ વેદનાથી જામેલી મલિનતા ઓગળે છે, અને નિર્મળતા પ્રાપ્ત થાય છે. (અનુભવ સંજીવન-૧૩૬૯૦)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy