SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ રાજહૃદય ભાગ-૧૧ અનુકૂળતાના બધા પ્રકાર આવી જાય છે. એ બધું અગૃહીતમાં જાય છે. પણ પુણ્ય કરું અને પુણ્યના ફળથી મને સુખ થાય એટલા માટે મારે પુણ્ય કરવું જોઈએ, સુખી થવા માટે પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, એ ગૃહીતમાં જાય છે. અને એટલા માટે મારે પુણ્યનું આરાધન કરવું પડે. એ પુણ્યને ફરજ માનવી, કર્તવ્ય માનવું, ધર્મ માનવો એ બધું ગૃહીતમાં જાય પાછું. એકની એક વાતમાં કયાંથી મર્યાદા બદલાય જાય છે (એ સમજવું જોઈએ). એટલે દર્શનમોહ ત્યાં છે એ વધારે તીવ્ર થઈ જાય છે અને પોતાના આત્મસ્વભાવથી વધારે દૂર જાય છે. મુમુક્ષુ ઃ– મંદિરનું, સ્વાધ્યાય હોલનું ખાતમુહૂર્ત જોવડાવીએ છીએ. પંચકલ્યાણક પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવડાવીએ છીએ. પૂજ્ય ભાઈશ્રી :– હા. મુહૂર્ત જોવડાવીએ છીએ તો એમાં કાંઈ વાંધો નથી. એમાં શું દોષ આવે ? એમાં કોઈ દોષ નથી આવતો. કાળના જે સ્વાધ્યાયકાળ છે એમ કાળની અંદર તો પ્રકાર છે. એમ એ એક વિશેષ શુભભાવનું કારણ છે. બીજું કાંઈ કારણ નથી. અથવા એની અંદર એક ભાવના છે કે શુભમુહૂર્તની અંદર આ શુભકાર્યનો પ્રારંભ થાય છે એમાં એ ભાવના છે, કે આ જિનમંદિર છે એ લાંબો સમય સુધી, વધારેમાં વધારે લાંબો સમય સુધી એ ચાલુ રહે, એ ટકી રહે, એનો વિનાશ ન થાય. જગતની અંદર બધી ચીજ તો વિનાશિક છે પણ છતાં ભાવના એવી હોય છે, કે સદા યવંત વર્તે. દેવગુરુ-શાસ્ત્ર સદાય જ્યવંત વર્તે. તો એના કાર્યના પ્રારંભમાં શુભભાવ વધારે તીવ્ર થાય ત્યારે એને મુહૂર્ત પણ શુભ જોવાનો વિકલ્પ આવે છે. એનો કોઈ દર્શનમોહ સાથે સંબંધ નથી. એ તો એની મહિમાનો વિષય થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર તો તેનો મહિમાનો વિષય થાય છે. મુમુક્ષુ ઃ– એમાં પોતાના સ્વાર્થની તો કોઈ વાત નથી. = પૂજ્ય ભાઈશ્રી :– એમાં પોતાના ભૌતિક સુખની કચાં વાત છે ? એમાં તો દેવગુરુ-શાસ્ત્ર પ્રત્યેની અર્પણતાનો ભાવ છે. એ તો વીતરાગતા પ્રત્યેનું બહુમાન છે. મુમુક્ષુ :– ભેદ છાંટવો બહુ મુશ્કેલ પડે. પૂજ્ય ભાઈશ્રી :– એના માટે તો સત્સંગ અને સ્વાધ્યાય છે. જેટલા પ્રશ્ન ઊઠે એ વિચારી લેવા, પોતાને દખલ થતી હોય એમાં. ન દખલ થતી હોય તો એનો કાંઈ વિચાર ક૨વાની જરૂ૨ નથી. પોતાને અંદર સમાધાન ન થતું હોય તો ચર્ચા લેવા જેવી વાત છે. મુમુક્ષુ :– આ જે પરિણામ છે ત્રિકાળ યવંત વર્તો એમાંથી ઉગ્યું છે. પૂજ્ય ભાઈશ્રી :– એમાંથી ઉગ્યું છે. આવો સન્માર્ગ જયવંત વર્તો. દેવ-ગુરુ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy