SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ રાજહૃદય ભાગ-૧૧ વીતરાગમાર્ગ છે. પૂજ્ય ભાઈશ્રી:-બરાબર છે, એમ જ છે. મુમુક્ષુ -તમે કીધો એ બીજો પ્રસંગ છે, આ બીજો પ્રસંગ છે. પૂજ્ય ભાઈશ્રી:-હા, એ પદ્ધતિ નથી. એ બરાબર છે. મુમુક્ષુ - આપણામાં શ્રમણધર્મ કહેવાય છે, આજે ખ્યાલ આવ્યો કે આનું આ કારણ છે. આપની સ્પષ્ટતાથી આ ખ્યાલ આવ્યો કે શ્રમણધર્મનામ કેમ આપ્યું. પૂજ્ય ભાઈશ્રી - શ્રમણધર્મ કહેવાય છે. આપણો ધર્મ જ શ્રમણધર્મ જ છે. મુખ્યમાર્ગ તો એ જ છે. મુમુક્ષુ -શ્રમણનો શું અર્થ? પૂજ્ય ભાઈશ્રી :- આમ તો સંપ્રદાયવાચક કહેવાય. કે જે હિન્દુઓ છે એને વૈદિકધર્મ કહે છે. જૈનને શ્રમણધર્મ કહે છે. શ્રમણ એટલે જે સાધુ છે નિરાલંબ વૃત્તિવાળા, શ્રમણનો અર્થ એ છે-નિરાલંબ વૃત્તિવાળા. કોઈનું અવલંબન અને અપેક્ષાન લે. યાચના ન કરે. જેમ રાજા યાચના ન કરે એમ મુનિ તો મહારાજા છે. રાજા નથી પણ મહારાજા છે. એ યાચના ન કરે. એટલે તો આપણે ત્યાં આહારની વિધિ બીજી રીતની છે. કે નવધા ભક્તિથી આવાહન કરે એને ત્યાં આહાર થાય. ગમે તેને ત્યાં જઈને આહાર લઈએ એવું નથી. ૪૬ દોષ રહિત આહારનો યોગ થાય તો થાય, નહિતર પરિણામ આત્મામાં સમાઈ જાય. દ્વેષ ન કરે છે કે આજે કેમ મને કોઈએ આહારનું પદ્ધતિસરનું આમંત્રણ ન કર્યું. પરિણામ આત્મામાં સમાઈ જાય. શું થાય? વીતરાગતા. વધે. ઉપવાસ વધે તો વીતરાગતા વધે. આહારનો વિકલ્પ આવ્યો છે, અનાહારી આત્માનું અવલંબન છૂટ્યા વગર આવ્યો છે. આહારનો યોગ ન બને તો અવલંબનમાં બળવાનપણું આવે. કમજોરી ન આવે, નબળાઈ ન આવે. એ બધી આખી વૃત્તિ સિંહવૃત્તિ છે. શિયાળવૃત્તિ નથી, આ સિંહવૃત્તિ છે. એટલે અશુદ્ધ વૃત્તિવાન જીવને, નબળા પરિણામવાળા જીવોને પણ તેમ વર્તીને પરમપુરુષોના માર્ગનો તેઓ નાશ ન કરે એ આદિવિચાર પર મારું ચિત્ત રહે છે. મારો તો એવો અભિપ્રાય છે, મારા પરિણામ એ છે. તો પછી જેનું અમારાથી પરમાર્થબળકે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય. પરમાર્થબળ ઓછું હોય અને ચિત્તની શુદ્ધતા પણ ઓછી હોય, વિચારની શુદ્ધતા ઓછી હોય તેણે તો જરૂરતે માર્ગણા બળવાનપણે રાખવી.” બળવાનપણે એને નક્કી કરવું કે મારે મારા માટે કાંઈ ચલાવવું નથી. ગમે તે પરિસ્થિતિમાં હું ચલાવવા તૈયાર છું પણ યાચના કે અપેક્ષા કરવામાં તૈયાર નથી.ગમેતે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy