SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ રાજહૃદય ભાગ-૧૧ જ્ઞાનીના સત્સમાગમમાં તો એવું ન જ કરવું જોઈએ. અને અત્યારે પાછા જ્ઞાની દેખાતા નથી. એટલે “સોભાગભાઈએ માથેથી કાઢી નાખ્યું હતું એમ આ વાત વાંચતી વખતે માથેથી કાઢી નાખે. “સોભાગભાઈને એ જ કહ્યું. અમે જ્યારે આવી વાત કરી ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ એવું આચર્યું હતું. એમ કરીને તમારા માથે એ વાત ન લીધી. એમ અત્યારે જ્ઞાનીના સત્સમાગમમાં તો સકામપણે ન જવાય પણ) મુમુક્ષુ-મુમુક્ષુને વાંધો નહિ. એવું કાંઈ નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર-સપુરુષ અને મુમુક્ષોઓ બધામાં એ સિદ્ધાંત લાગુ પડે છે કે સકામપણે આ પ્રવૃત્તિ કરવી નહિ. સકામપણે કરવામાં આવે તો બોધ પામવાની યોગ્યતાનો નાશ થાય, અવશ્ય નાશ થાય. અને વર્તમાનમાં બોધ મળતો હોવા છતાં, સમજાતો હોવા છતાં બોધ લાગે નહિ, ઉપદેશ લાગે નહિ, અડે નહિ. ઘણીવાર પ્રશ્ન કરે છે, કે આટલું બધું સાંભળવા છતાં કેમ જીવને અસર થતી નથી? સાંભળ્યું તો ઘણું. વર્ષોથી “સોનગઢ બેસીને અમે સાંભળ્યું, અમે “સોનગઢ જઈને સાંભળ્યું. કેમ અસર ન થઈ ? એટલા માટે અસર ન થઈ કે સકામપણે એણે સત્સમાગમ કર્યો છે. આવા તો ઘણા વિપર્યાસ ઊભા છે, આ તો ચાલતા વિષયની વાત આપણે વિચારીએ છીએ. બાકી વિપર્યાસ તો બધા વિપર્યાસ દુર્લભબોધિપણાને આમંત્રે છે અને સુલભબોધિપણાનો નાશ કરે છે. મુમુક્ષુ – અનંતકાળથી આ જીવ કેમ માર્ગ નથી પામ્યો એનો ચોખ્ખો ચિતાર (બતાવે છે). પૂજ્ય ભાઈશ્રી :- ચોખ્ખી વાત છે, કે એને પેલી જે જડ પદાર્થોમાંથી, સંયોગોમાંથી સુખ મેળવવાની જે વાસના છે એ વાસનાને છોડ્યા વિના અહીંયાં પણ એણે એ જ પ્રકારે વ્યવસાય કર્યો છે, અહીંયાં પણ દુકાનદારી જ કરી છે. બીજું કાંઈ કર્યું નથી. ભયંકર અપરાધ છે. ‘ગુરુદેવશ્રી દષ્ટાંત આપતા હતા ને ભમરાએ માખીને કહ્યું. ઓલી મોટી-મોટી માખીઓ થાય છે ને ? મોટા માખા. આ ફૂલ ઉપર બહુ સરસ સુગંધ આવે છે. એવી સરસ સુગંધ છે ને હું તો ત્યાં જઈને બેસું છું. પણ પેલો માનો છે એવિષ્ય ઉપર બેસીને આવ્યો અને ત્યાંથી એણે એની સૂંઢમાં એક ગોળી ચડાવી દીધી. એને આગળ સૂંઢ હોય છે. નાકની જગ્યાએ એની સૂંઢ હોય છે એમાં વિણની ગોળી ચડાવી દીધી. એ કહે છે કે તમે કહો છો કે સુગંધ આવે છે પણ મને તો ત્યાં જે ગંધ આવતી હતી એ જ ગંધ અહીંયાં આવે છે. મને ફૂલની સુગંધ આવતી નથી. મને તો ત્યાં વિષ્ટામાં ગંધ આવતી
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy