SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ રાજહૃદય ભાગ-૧૧ અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે;' શું કહે છે ? કે અનાદિથી આ જીવને અત્યંત અજ્ઞાનદશા રહી છે. અત્યંત અજ્ઞાનદશામાં આ જીવે ખૂબ પ્રવૃત્તિ કરી છે. એ દૃઢ થઈ ગયું છે. એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે, નકામી છે. અસાર છે એટલે ખોટી છે, નકામી છે માટે એને છોડી દેવી જોઈએ. એ રીતે એને નિવૃત્તિ સૂઝે અને એને ટાળવી. સૂઝે, એમ બનવું બહુ કઠણ છે;..' એટલે શું કહે છે ? કે જીવ ખરેખર પોતાની જે અજ્ઞાનદશાની વિપરીત પ્રવૃત્તિ છે એને જલ્દી છોડી શકતો નથી. ધર્મના ક્ષેત્રમાં આવે છે પણ પોતાનો વિપર્યાસ છોડી શકતો નથી. એટલે એ ખોટું છે, નકામું છે અને આ છોડી દેવું જોઈએ એ એને સમજાવું બહુ મુશ્કેલ છે, બહુ કઠણ છે એ વાત. માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે,...' માટે પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણમાં બેસી જવાની વાત જ્ઞાનીઓએ અને શાસ્ત્રોએ ઠામ ઠામ ઉપદેશી છે એનું કારણ આ છે કે પોતે રોગી છે અને પોતાના રોગ મટાડવાનું પોતે જાણતા નથી. એક ‘સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’ જે આત્મજ્ઞાની સત્પુરુષો છે એણે એ રોગ ટાળ્યો છે. એ જાણે છે અને એની પાસેથી એ રોગ ટાળવા માટે પથ્યાપથ્ય વગેરે એને સમજવું રહ્યું અને દવા વગેરે લેવાનું સમજવું રહ્યું. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ બહુ કઠણ હોવાથી (અર્થાત્) વિપરીતતા છોડવી બહુ કઠણ હોવાથી જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જ્ઞાનીઓએ કહ્યો છે. જ્ઞાનીપુરુષનો આશ્રય એટલે માત્ર ક્ષેત્રથી સમીપમાં રહેવું એમ નહિ. અત્યંત ભક્તિથી, પરમભક્તિથી સમાગમમાં જવું એને આશ્રય કહેવામાં છે. એને આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. શિરછત્ર નથી રાખતા ? મેં માથે રાખ્યા છે. બહેનશ્રીનાં વચનામૃત'માં આવે છે કે મોટા પુરુષને માથે રાખજે. મોટા પુરુષને તું માથે રાખજે. નહિત૨ ભૂલ કયાં થશે તને ખબર પડશે નહિ. માથે રાખ્યા હશે તો તને કહેશે કે આમ ન થાય, આમ થાય. આ બરાબર નથી, આ બરાબર છે. આ ભક્તિમાર્ગ એટલે પેલા પદ ગાવાની વાત નથી. જ્ઞાનીપુરુષનો આશ્રય કરવાનું નિરૂપણ કર્યું છે એટલે પદ ગાવાની વાત નથી. એક કલાક, બે કલાક, ચાર કલાક તમે ભક્તિના પદ ગાજો. એ વાત અહીંયાં નથી. એ ભક્તિમાર્ગની વાત નથી કરી. એ પછી ઓલી પરંપરામાં ગડબડ થઈ ગઈ, એવું થઈ ગયું છે. અહીંયાં તો પ્રત્યક્ષ જ્ઞાની વિદ્યમાન હોય તો પરમેશ્વરબુદ્ધિએ એણે સત્સમાગમ કરવો એ વાત અહીંયાં કહેવા માગે છે. જે એમણે ૨૫૪માં કહી. જ્ઞાનીપુરુષ સત્પુરુષમાં ૫૨મેશ્વ૨બુદ્ધિ એને મુમુક્ષુનો પરમધર્મ કહેવામાં આવ્યો છે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy