SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ પત્રાંક-૫૬૯ પડે છે. મુમુક્ષુ -મુમુક્ષુ અત્યંત ત્યાગની ભાવનામાં અત્યારે આવે તો જ પાત્રતા પ્રગટ થાય. પૂજ્ય ભાઈશ્રી:- અત્યંત ત્યાગની ભાવનામાં એટલે ભિનપણું તો એને પહેલા જ સમજવું પડે ને? પોતાના આત્માનું સર્વથા ભિનપણું છે. નિર્ભેળ મારું આત્મતત્ત્વ છે. જ્ઞાનમાત્ર એટલા માટે કહ્યું છે. આત્માને-આત્મતત્ત્વને શું કહ્યું છે? જ્ઞાનમાત્ર. માત્ર જ્ઞાનસ્વરૂપ. આ માત્ર કહેતા બધાને બાદ કરી નાખ્યા. જ્ઞાનતત્ત્વ સિવાય બધાને બાદ કરી નાખ્યા. સર્વ શેયોને બાદ કરી નાખ્યા. કોઈ અન્ય શેય નહિ. પોતે સ્વશેય છે એટલે એ તો જ્ઞાન ને શેય. એ તો શબ્દભેદ છે, ભાવભેદ કાંઈ નથી. એ તો એક જ તત્ત્વ છે. પણ સર્વ અન્ય શેયનો એમાં અભાવ છે. એને આત્મભાવના કહી છે. અને એ આત્મભાવના સફળ થાય ત્યારે અનુભવ થાય છે. હું જ્ઞાન માત્ર છું. બસ, એ આત્મભાવના છે અને એ આત્મભાવના સફળ થાય ત્યારે એવો અનુભવ રહે છે. એ અનુભવમાં બધો ત્યાગ થઈ જાય છે. બહારનો વેષ તો પૂર્વકર્મના ઉદયથી છે. કોઈતિર્યંચ હોય છે, કોઈ નારકી હોય છે, કોઈ દેવ હોય છે, કોઈ મનુષ્ય હોય છે. ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને એ દશા પ્રાપ્ત થવાનો અધિકાર છે અને થાય છે. તો એવખતેવેષપૂર્વકર્મનો રહે. મુમુક્ષુ - આખા વિશ્વના બધા પદાર્થોનો ત્યાગ થઈ ગયો? પૂજ્ય ભાઈશ્રી – બધા પદાર્થોનો ત્યાગ છે અને ક્યાંય એને રસ નથી. હમણાં પદ ન વાંચ્યું? “કીચસો કનક જાને.” કેટલી વાત લીધી છે? “બનારસીદાસનું પદ લીધું છે કે નહિ? ક્યાંય રસ નથી. મુમુક્ષુઃ– જ્ઞાનમાં જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી સંયોગમાં ત્યાગ થઈ શકે નહિ. - પૂજ્ય ભાઈશ્રી :- સંયોગમાં ત્યાગ થવાનો પ્રશ્ન જ નથી કેમ કે એની તો એકત્વબુદ્ધિ ઊભી છે. એને તો એ જ આત્મા છે. દેહતે આત્મા છે અને અન્ય પદાર્થો એનો પોતાનો આત્મા કરીને બેસી ગયો છે. ત્યાગ થવાનો પ્રશ્ન જ ક્યાં છે? ત્યાગ કરે તો એને ત્યાગ નથી. એ તો ગુરુદેવ” કહેતા કે દ્રવ્યલિંગીએ કાંઈ ત્યાગ કર્યો છે? જરાય ત્યાગ નથી કર્યો. સર્વસંગપરિત્યાગ કરીને દિગંબર થઈને જંગલમાં ગયા ત્યાગ કર્યો નથી, એમ કહે. એ જરાય નિવર્યો જ નથી. એમ એ સમ્યગ્દષ્ટિને લીધા છે. આ તો “અષ્ટપાહુડમાં વિષય ચાલ્યો છે. “Íગર્વ વિન્ટે એ ત્યાંથી ચાલ્યો છે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy