SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ રાજહૃદય ભાગ-૧૧ મને દુઃખ ન થાય. પણ તમે કાંઈકવેપારની વાત લખો તો મને દુઃખ થાય છે. કેમ? કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી. એને અને મારે કાંઈ પરમાર્થિક સંબંધ નથી. બાપ-દીકરાનો લૌકિક સંબંધ છે. એ પણ લૌકિક છે. પારમાર્થિક કાંઈ વાતમાં માલ નથી. કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી.” એને કોઈ પરમાર્થની સાથે લેવા દેવા જ નથી અને તમને તો મારી સાથે પારમાર્થિક સંબંધ છે. જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું.” માટે અમે જે કહેવા માગીએ છીએ એ વાત ઉપર જરા વધારે ધ્યાન દેવાની જરૂર છે, લક્ષ આપવાની જરૂર છે. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. અને આ વાતનો જરા વધારે નિશ્ચય એટલે નિર્ણય રાખજો, કે મારે કોઈ ધંધા-વેપારની વાત આમની પાસે કરવાની નથી. મારા સંયોગો નબળા છે અને સારા થાય એવી કોઈ ચર્ચા માટે લાવવાની નથી. એનો તમે દઢ નિર્ણય રાખજો, પકડ રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે.. પછી ૫૫૦મો પત્ર પાછો એટલો જ વિસ્તારથી લખ્યો છે. અને એમાં તો પાછી ઘણી કડકવાતો લખી છે. ઘણો સરસ પત્ર છે. મુમુક્ષુ – ઉપરમાં એક શબ્દ આવ્યો કે, આ વાત જ્ઞાનીને જણાવીએ, લૌકિક વ્યવસાય આદિની કે કુટુંબ-પરિવારની કોઈ પણ Problem, તો અનુક્રમે તે જીવ મલિન વાસનાને પ્રાપ્ત થઈને મુમુક્ષુતા નાશ કરે છે. તો અનુક્રમથી મલિન વાસના કેવી રીતે થાય? પૂજ્ય ભાઈશ્રી - અનુક્રમે એટલે પછી શું છે કે એ આગળ જતા એ પરિણામ વધી જશે. સંયોગ બાજુના જે પરિણામ છે, સંયોગથી સુખ મેળવવાના, અનુકૂળતા મેળવવાના જે પરિણામ છે એ એકદમ તીવ્ર થઈ જશે, એ પરિણામ વધી જશે.એમ. મુમુક્ષુ:- તો આ વાસના કીધી મલિન વાસના કહી ? પૂજ્ય ભાઈશ્રી:-હા. મલિન વાસના કીધી. મુમુક્ષુ -ઇચ્છા નહિ કહીને મલિન વાસના કીધી એમાં શું ભેદ છે)? પૂજ્ય ભાઈશ્રી:- એટલે શું છે કે પછી ન મટે એવા પરિણામ થઈ જાય.વાસનાના પરિણામમાં એ ફેર છે, ઇચ્છામાં અને વાસનામાં, કે ઇચ્છા શાંત થઈ જાય છે. વાસનાના પરિણામ શાંત થતા નથી. મુમુક્ષુ -લંબાયા કરે. પૂજ્ય ભાઈશ્રી:- લંબાયા જ કરે. થયા જ કરે... થયા જ કરે... થયા જ કરે. જ્યાં સુધી જે ચીજની ઇચ્છા હોય એ ન મળે ત્યાં સુધી એ થયા જ કરે. એટલે એ Chronic dieasease થઈ ગયો. Acute માંથી એ Chronic માં ચાલ્યો ગયો. એમ થઈ જાય.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy