SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ રાજહૃદય ભાગ-૧૧ આગળની વાત બધી આપોઆપ જ છે, પછી કાંઈ કહેવું પડશે નહિ, સમજાવું પડશે નહિ. મુમુક્ષુ-જે કાંઈ કર્યું ઓળખાણ વગર બધું કર્યું? પૂજ્ય ભાઈશ્રી – હા. ઓલ્વે ઓથે સમવસરણમાં ગયો, ભક્તિ, પૂજા, આરતી અને મહિમાં બધું કર્યું. જય જયકાર બોલાવ્યા, કે વીતરાગદેવ સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રનો જય જયકાર હજો. ત્રણે કાળે જયવંત વ... જયવંત વર્તા...! આપણે આવે છેને? “જિનના સમવસરણ સૌ જયવંત વર્તો.” એ બધું સમવસરણમાં જઈને ગાયું છે. પણ બધું ઓઘે ઓઘેઓળખ્યા વગર. વીતરાગતા શું? સર્વશતા શું ? સર્વશદેવ શું ? એના ગુરુ શું? આરાધક સાધુ ભગવંતો શું? એનું સ્વરૂપ શું? અને એની શાસ્ત્રઆજ્ઞા શું? એ ઓળખ્યા વિના, સમજ્યા વિના ભક્તિ કરી એ બધી નિષ્ફળ ગઈ, બંધનું કારણ થયું. એ બંધનું કારણ થયું. મુમુક્ષુ-જરૂરતવિના કરી હોય? પૂજ્ય ભાઈશ્રી:-ના, લોકસંજ્ઞાએ કરી હોય, લોકસંજ્ઞાએ કરી હોય. મુમુક્ષુ -લોકસંજ્ઞા તો જરૂરત વગર થાયને? પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આબરૂની જરૂરત લાગી હોય. લોકો મને આ ક્ષેત્રની અંદર મારી વધારે કાંઈક કિમત કે કે પણ અહીંયાં કાંઈક સમજુ છું, અહીંયાં કાંઈક આગળ પડતો છું, અહીંયાં કાંઈક ભાગ લઉં છું, અહીંયાં મુખ્ય છું, હું વધારે ભક્તિ કરું છું, સૌથી વધારે અર્પણતા કરું છું. એવો લોકો મને જોવે. એ બધા વિપરીત કાર્યો છે, બધા વિપરીત કાર્યો છે. આત્મકલ્યાણને અર્થે એ વિપરીત કાર્યો છે. મુમુક્ષુ-બંધ થવામાં નિમિત્ત બનાવ્યા. પૂજ્ય ભાઈશ્રી :- એ બંધનું નિમિત્ત થયું. પોતે ને પોતે ભગવાનને (-બંધમાં નિમિત્ત) બનાવ્યા છે. સારું છે કે ભગવાન વીતરાગ છે, નહિતર કેટલો અફસોસ થયો હોત ?કે અહીંયાં આવીને આ તું શું કરે છે ભાઈ? શું કહે છે? એવી રીતે દર્શનમોહનીય કર્મનો ક્ષય થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તોપણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવા સુધીમાં ‘ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી.' એવા જ્ઞાની થનાર જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે નિર્વાણ થાય ત્યાં સુધી પ્રારબ્ધ ઉદય પૂર્વકર્મનું નિબંધન એને ભોગવવું પડે છે. ન ભોગવવું પડે એવો સિદ્ધાંત નથી. એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી, કે જ્ઞાની થાય એટલે એને પ્રારબ્ધન ભોગવવું પડે. જ્ઞાનીને પણ, જેને લોકો પ્રતિકૂળતા કહે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy