SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ રાજહૃદય ભાગ-૧૧ પ્રભાવના કરી શકે. ડૂબતો બીજાને કેવી રીતે તારે ? એ ડૂબતો તો બીજાને પણ ડૂબાડશે. કોઈ એવો ઉદય હોય તો જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીની નિશ્રામાં પુરુષના ચરણમાં રહીને કોઈ પ્રવૃત્તિ માથે આવીને કરવી પડે તો કરવી નથી. પણ એનિશ્ચય પ્રભાવના થયા પહેલા કોઈ કરવી પડે એવા સંયોગો દેખાય કે શાસનની પ્રવૃત્તિ આપણા માથે આવે છે. તોપણ ભવભયથી ડરતા-ડરતા, મેં હજી મારી નિશ્ચય પ્રભાવના કરી નથી એ મને પહેલા કરવાની જરૂર છે, એ વાતની ખટક રાખીને ડરતાડરતા કરે તો બચે. નહિતર બચે જનહિ. નહિતર એપ્રભાવનાનું અહંપણું આવ્યા વિના રહે નહિ.મેં આમ કર્યું અને મેં આમ કર્યું. મુમુક્ષુ-નરકની પ્રતિકૂળતાની સામે જે વર્તમાન પ્રતિકૂળતા છે એ તો જઘન્યમાં જઘન્ય નથી. પૂજ્ય ભાઈશ્રી – અનંતમાં ભાગે પણ નથી. જઘન્યમાં જઘન્ય શું? અનંતમાં ભાગે પણ નથી. અહીંથી અનંતગણી ત્યાં પ્રતિકૂળતા છે. મુમુક્ષુ-એ પણ વર્તમાનમાં નથી પણ એની કલ્પનાથી જ આ જીવ અટકે છે. પૂજ્ય ભાઈશ્રી -ખાલી મહત્ત્વ આપી દે છે. જેને મહત્ત્વ આપવું ન જોઈએ એવા ઉદય પ્રસંગોને મહત્ત્વ આપી ધે છે. પોતાનો આખો આત્મા એમાં હોમી ક્યું છે. અને દૂર ચાલ્યો જાય છે. પોતાના સ્વરૂપના પ્રગટપણા કરવામાંથી એ ઘણો દૂર ચાલ્યો જાય છે. આ પરિસ્થિતિ થાય છે. મુમુક્ષુ:-સમુદ્રના એકબિંદુ સમાન છે. પૂજ્ય ભાઈશ્રી:-કાંઈ નથી, કાંઈ છે જ નહિ એમ સમજોને. જેને મુશ્કેલી કહે એ પણ મુશ્કેલી જ નથી. પણ કલ્પનાથી આ જીવ દુઃખી થાય છે. એ ખાલી કલ્પનાથી થાય છે. આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે... એ હીનસત્ત્વ તો થઈ ગયેલો જ છે. હવે ? એનાથી છૂટવા માટે, પુરુષાર્થની જાગૃતિમાં આવવા માટે અને એ અસત્સંગના પ્રસંગોથી નિવૃત્ત થવા અર્થે, જેમ બને તેમ એણે સત્સંગનો આશ્રય કરવા યોગ્ય છે. આ એક ઓછામાં ઓછી બુદ્ધિમાં નિર્ણય થઈ શકે એવી વાત છે, કે આ જીવે સત્સંગ કરવો આવશ્યક છે. જે જીવો સત્સંગ છોડે છે અથવા સત્સંગ પ્રાપ્ત હોવા છતાં સત્સંગથી દૂર રહે છે, એની સામાન્યબુદ્ધિ પણ આ વિષયમાં કામ કરતી નથી. ભલે બુદ્ધિશાળી ગમે તેટલા હોય છે. પણ આ ગ્રંથ વાંચ્યા પછી સારા
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy