SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ચજદ્રય ભાગ-૧૧ ૩૬૦ રાખ્યું છે. મુમુક્ષુ આટલું અગિયાર અંગનું અધ્યયન કર્યું... પૂજ્ય ભાઈશ્રી – આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલું મને જ્ઞાન થયું છે, આટલું હું સમજુ છું અને આટલી ક્રિયા પણ હું કરું છું વગેરે વગેરે. ‘એકદમ અસત્ય.... કેટલું? થોડું નહિ. “એકદમ અસત્ય.... અત્યાર સુધી જે કર્યું તે બધું ખોટે ખોટું કર્યું, સમજ્યા વગરનું કર્યું. અણસમજણથી કર્યું. મુમુક્ષુ - જ્ઞાનીની આજ્ઞાએ નથી કર્યું. પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. યથાર્થ કર્યું જ નથી. જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. લોકસંજ્ઞાએ કર્યું છે. બહુભાગ તો જીવે લોકસંજ્ઞાએ કર્યું છે. અથવા લોકદૃષ્ટિએ કર્યું છે. લોકોના અભિપ્રાયને અનુસરીને કર્યું છે. જ્ઞાનીના અભિપ્રાયને અનુસરીને કાંઈ કર્યું નથી. એ પૂર્વે કરેલી પ્રવૃત્તિ એકમદ અસત્ય કરી છે એમ એને સમજાય. “અસાર સમજાઈ...” એમાં કાંઈ માલ નહોતો. નકામી, અસાર એટલે નકામી સાર વિનાની એ પ્રવૃત્તિ હતી એમ સમજાઈ તેની નિવૃત્તિ સૂઝ, એમ બનવું બહુ કઠણ છેએવું જીવને - પોતાને પાછું વળવું, પોતાના અભિપ્રાયમાંથી પાછું વળવું એ સૌથી કઠણ છે. બધું ન્યોછાવર કરી દે પણ પોતાની લીધેલી વાત છોડી ન શકે, નક્કી કરેલી વાત છોડી ન શકે. આ એક જીવની બહુ મોટી, જેને વિપત્તી કહીએ અથવા આ એક એવી ગૂંચવણવાળી પરિસ્થિતિ છે કે જ્યાંથી જીવ નીકળતો નથી. આ મોટી વિટંબણા છે. જીવને પોતાના અભિપ્રાયથી પાછું વળવું એ બહુ મોટી વિટંબણા થઈ પડે છે. મુમુક્ષુ –એ છોડવા શું કરવું? પૂજ્ય ભાઈશ્રી – એ કહેશે હવે, કે જ્ઞાની પુરુષનો આશ્રય લેવો. તારી મેળે નહિ છૂટી શકે. તારી મેળે છોડવા જઈશ તો એ ઉલમાંથી નીકળીને પાછો ચૂલમાં પડીશ. એટલે કહે છે. મુમુક્ષુ - આ શાસ્ત્ર પ્રકાશન કરીએ છીએ, બીજું કરીએ છીએ એ લોકોના અભિપ્રાયથી કરીએ છીએ? પૂજ્ય ભાઈશ્રી:-તપાસી લેવું. પોતાના પરિણામ પોતે તપાસી લેવા. કે આ જીવ કેવી રીતે પ્રવૃત્તિ કરે છે ? તપાસ કરશે તો એને તરત જ ખબર પડશે પાછી. આત્મહિતાર્થે આત્માર્થે પોતાના પરિણામનું અવલોકન કરે, કે મારું અહિત થાય છે કે મારું હિત થાય છે ? એ મારે તપાસવું જોઈએ, મારી જાગૃતિ હોવી જોઈએ. નહિતર હું
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy