SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ પત્રાંક-પ૭૨ જીવન્મુક્ત દશા સુધીનો લાભ મળશે. એમ કહેવું છે. મુમુક્ષુ – આશ્રયભક્તિ દઢ થાય. પૂજ્ય ભાઈશ્રી:- હા આશ્રયભક્તિની દઢતામાં અનન્ય ભાવે, તીવ્ર ભાવે અથવા અત્યંત બહુમાનથી, અત્યંત ભક્તિથી આશ્રય કરવો. આશ્રય કરવો એટલે એને પોતાને પોતાની લઘુતા તો સહેજે જ એમાં આવે છે. યોગ્યતા પ્રગટી હોય તોપણ એમાં તો પોતાની લઘુતા એને આવી જ જાય છે. એ સહજ જ બને છે. મુમુક્ષુ - આ જોઈએ, આ જોઈએ એ ભાવને આપે દીનતા કહી. પૂજ્ય ભાઈશ્રી:- હા, એ દીનતા છે. જે જોઈએ... જોઈએ. એ દીન પરિણામો છે. કેમકે એના વગર મને ચાલે નહિ, હું પાંગળો. એ દીનતા જ છે ને ? ખરેખર તો દીનતા શું? પોતાના સુખની પુગલ પરમાણુની પર્યાયો પાસે આ જીવ ભીખ માગે છે. તું મને સુખી કર, મને તારામાંથી સુખ મળે, તારાથી હું સુખી થાવ, એ બધા પરમાણુની પર્યાય પાસે પોતાના સુખની યાચના કરવા સિવાય બીજું કાંઈ નથી. એને દીનતા કહેવી, યાચના કહેવી. છેલ્લો Paragraph રહી જશે. વિશેષ લઈશું.... | પરલક્ષી શાસ્ત્રનાં જ્ઞાનની ધારણામાં સંતુષ્ટ થઈ, માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાવાથી, આત્મકલ્યાણ ગૌણ થઈ જાય છે. તે એકાંત જ્ઞાનમાર્ગ છે. અને તેવા જ્ઞાનના અમલીકરણનો પુરુષાર્થ ન થઈ શકવાથી, પ્રયોજનભૂત વિષય પર લક્ષ રહેતું નથી. પરિણામે સંભવતઃ નુકસાન આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટથવાનું બને છે. (અનુભવ સંજીવની–૧૩૮)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy