SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પત્રક-૫૪૭ મૂળ સ્વરૂપ છે એ નિર્લેપ રહેવાનું છે. જીભ હજારો સ્વાદ ચાખે પણ બેસ્વાદ રહેવાની છે. આ જ્ઞાનનું સ્વરૂપ છે. જીભ ઉપર કોઈ સ્વાદ ન ટકી શકે. એમ જ્ઞાન ઉપર કોઈ પરણેય ટકી ન શકે. ગમતું હોય કે અણગમતું હોય, કોઈ પરશેય જ્ઞાન ઉપર ટકી શકે એવું નથી. મુમુક્ષુ :- નિશ્ચય બદલાતો નથી એમ લખ્યું, તો અનુભવ પછી ફેરફાર થતાં અનુભવ થઈ ગયો. પૂજ્ય ભાઈશ્રી – આપણે તો એવું લેવું છે. આપણે શું કરવું? મુદ્દો છે સામે, એમાં આપણે શું કરવું? એના ઉપર વિચારીએ. જ્ઞાનીને તો કાંઈ પ્રશ્ન જ નથી. છતાં જ્ઞાની એ વાતનો સંતોષ લેતા નથી. એ પોતે જ્ઞાની છે. છતાં છેલ્લું વચન વાંચો.દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. ભિન્ન પડ્યા છે તો પણ એની ઇચ્છા તો એ જ રહે છે કે આ સંગ છોડવો છે. જે સંગમાં છું એ સંગ મારે છોડવો છે. સંગ તો એમને ભાગીદારોનો હતો. મુંબઈમાં તો સંગ ભાગીદારોનો હતો. આ સિવાય કોઈ સંગ નહોતો. ધંધા માટે “મુંબઈ રહેતા હતા. મુમુક્ષને તો સીધી વાત છે... આ તો કાંઈક બળવાન છે તોપણ આ પરિસ્થિતિમાં છે, પોતે તો નબળો છે. એટલે એની પરિસ્થિતિ તો વધારે ગંભીર છે. જ્ઞાની પાસે તો પ્રતિકાર શક્તિ પણ છે. Resistance power છે. મુમુક્ષુ પાસે કોઈ Resistance power પણ નથી. એને તો વધારે વિચારવાનું રહે છે. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી, આ એક સિદ્ધાંત લીધો, કોઈપણ નિશ્ચય માટે. હવે એમની તો વર્તમાન પોતાની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ અનુસાર આ સિદ્ધાંતનું જે કાંઈ કહેવાનું પ્રયોજન છે એ તો વર્તમાન પોતાને અસંગ (થવા) પૂરતું છે કે પોતાને નિવૃત્તિ લેવી છે અને એ નિવૃત્તિ લેવાનો નિશ્ચય એમણે જ્ઞાન કરીને કરેલો છે. એમનો એ નિશ્ચય બદલાતો નથી. પ્રવૃત્તિ વધવાના અને પ્રવૃત્તિ કરવાના બળવાન સંયોગો ઊભા થવા છતાં એમનો નિર્ણય બદલાતો નથી એમ કહેવું છે. કામની ભીંસ વધતી જાય છે પણ એમનો જે અસંગ થવાનો નિર્ણય છે એ બદલાતો નથી. એ કેમ બદલાતો નથી? કે જ્ઞાનમાં એમ આવ્યું છે, કે આ જે સંગ છે, આ બધા જ સંગ, જે કોઈ, સર્વ સંગ. અપવાદ નથી રાખ્યો. “સર્વસંગ મોટા આસવ છે. મોટા આસવ છે. શું કામ કરાવે છે? કે મારા પરમાત્માનું, મારા પ્રભુનું મને વિસ્મરણ કરાવે છે. આ નિર્ણય એમણે જ્ઞાન કરીને કર્યો છે એટલે આ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy