SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર રાજહૃદય ભાગ–૧૧ ભરોસો નથી. મિથ્યાત્વનો જે મદછે, એ જ્યાં સુધી ખસે નહિ ત્યાં સુધી સમજણ ઉપર ભરોસો રાખીને ચાલે. ક્યાં ગોથું ખાય કાંઈ ખબર પડે નહિ. હજી એક બીજો વિષય ચર્ચવો છે. કાલે વિચાર આવ્યો છે, કે સમજણમાં યથાર્થતા આવે છે, જેને સુવિચારણા કહીએ, જેને પૂર્વભૂમિકા કહીએ એમાં વિવેક થાય છે. અને જ્ઞાનીની દશાને અનુસરીને બધા પ્રકારો ઊભા થાય છે. વૈરાગ્ય, ઉપશમ, સરળતા, મધ્યસ્થતા, વિશાળતા, ઉદારતા, વાત્સલ્ય, પ્રભાવના અને શાસ્ત્રજ્ઞાનનું યથાર્થપણું, સિદ્ધાંતનું યથાર્થપણું. એ મુમુક્ષની ભૂમિકામાં પણ થાય અને. પણ થાય. આ બે વચ્ચેની ભેદરેખા શું છે? અને જ્ઞાનીને ઓળખવા છે ને? પ્રશ્ન શું ચાલે છે? જ્ઞાનીને ઓળખવા છે. આ એક વિષય અહીં વધારે સૂક્ષ્મ છે અને થોડો ચર્ચાનો વિષય છે. કાલે આ વિચાર આવ્યો. જેટલું ઊંડે જવાય એટલું તો જાવ. વિષયના ઊંડાણમાં જેટલું જવાય એટલું જાવ. મુમુક્ષુ - ઊંડાણમાં ગયા વગરતો જલ્દી પકડાય એવું નથી. પૂજ્ય ભાઈશ્રી - એ તો એમને એમ જ ક્યાં પકડાય)? ઓથે ઓથે જ ચાલ્યો છે. ઊંડાણમાં ગયા વગર ઓલ્વે ઓથે ચાલ્યો છે. ઓઘસંજ્ઞાની ચર્ચા જ્યારે નીકળે છે ત્યારે એક વિચાર આવે છે, કે ઘસંજ્ઞા એટલે શું? આ જીવે ઊંડાણમાં જવાની દરકાર ન કરી એનું નામ જ ઓઘસંજ્ઞા છે, બીજું કાંઈ નથી. જાડું-જાડું કાઢ્યું. માની લીધું કે હું પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનું છું, સદ્ગુરુને માનું છું અને આ સંપ્રદાયમાં મારી ગણના છે. કોઈ ના પાડી શકે એમ છે નહિ. મારી અર્પણતા પણ છે. આ ઓઘસંજ્ઞામાં રહેવા માટે એણે સંતોષ પકડ્યો છે અને અનંતવાર આમ જ કર્યું છે. એકવાર પણ ઓઘસંજ્ઞાની બહાર નીકળ્યો નથી. એટલે એ નીચે નાખ્યું કે સત્સંગ થયે, નિશ્ચય થયે...” અને નિશ્ચયપૂર્વક માર્ગને આરાધ્ય.ત્રણે ક્રમથી પાછી વાત લીધી છે. આમાં પાછું અક્રમ પણ ચાલે એવું નથી. ક્રમ વિપર્યાસ નથી ચાલે એવું તે જીવને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એને કાંઈ કરવાનું બાકી ન રહે. પરિપૂર્ણ શુદ્ધ દશા, મોક્ષ દશા, જીવન્મુક્ત દશા એને પ્રાપ્ત થાય છે. એ વાત પ્રગટ સત્ય છે. એ વાત પોતાને તો સત્ય લાગે છે એમ નહિ પણ પ્રગટસત્ય લાગે છે. એ વાત પ્રગટ સત્ય છે.” પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો. નથી. એટલે એને દર્શનમોહનીય કર્મનો ક્ષય થાય, ત્યાંથી માંડીને કૃતકૃત્યદશા થાય એ વચ્ચે જે સમયનો ગાળો છે એ ગાળામાં અને પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ હોય, એ ન
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy