SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ રાજહૃદય ભાગ–૧૧ પત્રાંક-૫૬૧ મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૫૧ શુભેચ્છા સંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહેતો ઘણાં વર્ષનો ઉપાસેલોવૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે, અને એવી દશાવેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલએ વર્તે છે. એજવિનંતિ. લિ. રાયચંદના પ્ર. (પત્રાંક) પ૬ ૧. શુભેચ્છા સંપનભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી ભાવનગર.” ભાવનગરના એક દેરાવાસી સહસ્થ “શ્રીમદ્જીના પરિચયમાં આવ્યા હતા. અને બહુ ધાર્મિક જીવનવાળા હતા. અને ઠીક ઠીક રુચિમાં આવ્યા હતા. એમની સાથે પણ કેટલોક પત્રવ્યવહાર ચાલ્યો છે. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે.” શું કહે છે ? તમારા ચિત્તમાં આત્માના હિતની વિચારની વૃત્તિનું પરિણમન થયું છે. મારે કાંઈક મારું આત્મહિત કરવું છે, એવો કોઈ તમારી વૃત્તિની અંદર પ્રકાર વિચારમાં આવ્યો છે. એવું જાણીને મારા હૃદયમાં આનંદ થયો છે. કેટલો Response આપે છે ! કોઈ એક જીવ જાણ્યો-અજાણ્યો એની સાથે સંબંધ નથી. કોઈ જીવને એવી વૃત્તિ થાય કે મારે હવે મારું આત્મહિત કરવું છે, તો જ્ઞાનીનું હૃદય એ બાજુ ખેંચાય છે. આ એક જ્ઞાનદશાનું સહજ લક્ષણ છે. એનું નામ વાત્સલ્ય છે. લ્યો ખરેખર, આ જ્ઞાનીનું વાત્સલ્ય છે. એના પ્રત્યે એમને પ્રેમ આવે છે. અજાણ્યો હોય તોપણ પ્રેમ આવે છે, કે અરે. આને પોતાનું હિત કરવાની વૃત્તિ થઈ છે! બહુ સારી વાત છે. કેમકે જીવને ભાગ્યે જ એવી વૃત્તિ થઈ છે. ઉપર ઉપરની થઈને છૂટી
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy