SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-પપ૯ ૧૭૯ સમજવા મળે એવો વિષય જરૂર છે. પત્ર તો વ્યવહારિક ઢંગથી લખાયેલો છે પણ એમની અંતર દશા પણ એમાં વ્યક્ત થાય છે, એમની અસંગ રહેવાની વૃત્તિ, એ પણ વ્યક્ત થાય છે. ઉદયથી છૂટવાની એમની વૃત્તિ પણ વ્યક્ત થાય છે અને મુમુક્ષુઓની સરળતાનો પણ સામે કેવો પ્રકાર છે, એ બધું આમાંથી ઘણું શીખવાનું મળે એવો વિષય છે. ૫૫૮પૂરો થયો. પત્રાંક-૫૫૯ મુંબઈ, પોષ વદ ૦)), શનિ, ૧૯૫૧ શુભેચ્છા સંપનભાઈ સુખલાલ છગનલાલપ્રત્યે, શ્રી વીરમગામ સમાગમ વિષે તમને ઇચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિતે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે, તોપણ જો કંઈ બાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે. (પત્રાંક) ૫૫૯. “શુભેચ્છા સંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામસમાગમ વિષે તમને ઈચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી,” તમને મારો સમાગમ કરવાની ઇચ્છા છે અને તમે સામાન્યપણે એમ અનુસરો એમાં તમારા માટે કોઈ બાધનું કારણ નથી, નુકસાનનું કારણ નથી. “તથાપિ ચિત્તના કારણથી. એટલે મારા ચિત્તના કારણથી. મારા ચિત્તની અવ્યવસ્થા છે એ કારણથી “હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી.” કોઈનો પણ સમાગમ કરવાનું મારું લક્ષ નથી. “અત્રેથી માહ સુદ ૧૫ ઉપર...” હવે આઠમની પૂનમ કરી. બીજની પાંચમ કરી. પાંચમની પૂનમ કરી નાખી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે... ... રોકાવાનો અવકાશ પણ નથી. છતાં મારા ચિત્તની અવ્યવસ્થાને લઈને
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy