________________
રાજહૃદય ભાગ-૧૧
ત્યારપછીનો પત્ર પણ ‘કુંવરજી આણંદજી, ભાવનગર’ ઉપરનો છે. પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજીને સમપણું કરું છું.' પત્ર લખવાનો વિકલ્પ આવે તોપણ પ્રારબ્ધનો ઉદય, પત્ર લખવાની પરિસ્થિતિ ઊભી થઈ છે કે સામા માણસે કાગળ લખ્યો છે, પણ પોતાને જવાબ દેવાનું મન થતું નથી તોપણ એ પ્રારબ્ધ ઉદય સમજે છે. પ્રવૃત્તિ કરવાનો વિકલ્પ તે પ્રારબ્ધ ઉદય છે, ન કરવાનો વિકલ્પ તે પણ પ્રારબ્ધ ઉદય છે. બંનેમાં સમપણું કરું છું. બંને વખતે હું સમપણે રહું છું. વિષમપણે રહેતો નથી. થાવ તો ભલે, ન થાવ તો ભલે, પ્રવૃત્તિ થાય ન થાય એથી મારે કાંઈ લેવા દેવા નથી. હું તો ભિન્ન ભિન્ન જ છું.
ખેદ થાય છે કે તમારો કાગળ આવે છે અને મારાથી જવાબ નથી દેવાતો. એનો ખેદ થાય છે. છતાં એ જ વિચાર આવે છે કે સહેજે જ્યારે રસ જ આવતો નથી, લખવાની વૃત્તિ જ ઉઠતી નથી તો ઉદય નથી સમજી લેવું. તો એ સમ્યક્ પ્રકારે સમજવા યોગ્ય છે. એ તો સહેજે તમને કાગળ ન મળે એટલે સ્વભાવિક છે. આમને પત્ર લખીએ છીએ જવાબ પણ દેતા નથી. જવાબ મળતો નથી. તમે અમારા પત્રની અપેક્ષા રાખતા હોય. એ વાત અમારા ખ્યાલમાં આવે છે. અહીંયાં વિકલ્પ ન ઉત્પન્ન થાય તો કોઈ કૃત્રિમતાએ અમને પ્રવૃત્તિ કરવી ગમતી નથી. એનું નામ કૃત્રિમતા લીધી છે. અકૃત્રિમતાની વાત આગળ આવી છે ને ? કૃત્રિમતાએ પ્રવૃત્તિ ન કરું. એવી રીતે કૃત્રિમતા છે.
અહીંયાં ઉદય જ નથી અને ઉદિરણા કરીને પ્રવૃત્તિ કરવી ? કાંઈ નહિ. ન લખાય તો ન લખાય, લખાય તો લખાય. મારે તો બેય સરખું છે. મારે તો મારા આત્મામાં મારા પરિણામ બરાબર રહે એટલું જ મારે સંભાળવાનું છે. બાકીનું સંભાળવાનું જાણે મારે ઉદયમાં નથી. ઉદય જ મારો નથી. એ પ્રકારે સમ્યક્ પ્રકારે એ વેઠે છે. સમપણું કરે છે.
તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી...' એમણે ‘કુંવરજીભાઈ’એ પોતાના પરિણામની કેટલીક વાતો લખી છે કે મારામાં ઘણા દોષ છે, મને આવા પરિણામ થાય છે, આવો રાગ થાય છે, આવો દ્વેષ થાય છે, આવો મોહ થાય છે, આવા-આવા અનુચિત પરિણામ મને થાય છે. બહુ સરળતાથી એમણે પત્ર લખેલો છે. પત્ર વાંચવા મળ્યો હતો એટલે ખ્યાલ આવ્યો. તો કહે છે, ‘તમે પત્રમાં જે કંઈ લખ્યું છે,... પોતે Repeat નથી કરતા.
જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી....' અને એનો મેં વિચા૨ કર્યો.
૨૧૨