SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૩ ૨૧૩ એના ઉપરથી તમારી યોગ્યતાનો અને પરિણામનો વિચાર કર્યો ત્યારે એમ લાગ્યું છે, કે ‘જાગૃતિ રાખવાથી....' હું એક આત્મા છું, જ્ઞાનસ્વભાવી હું એક આત્મા છું. દેહાદિ અને રાગાદિથી સર્વથા ભિન્ન છું. એવી એક અંદરમાં જાગૃતિ રાખવાથી જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય...' એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં પ્રવર્તતા આત્માને મલિનતા ઉત્પન્ન થાય છે, આત્માને એ મેલ છે, એ આત્માના મલિન પરિણામો છે, એવી વાતો વિશેષપણે આવી હોય. એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો....' બે વાત લીધી છે. જુઓ ! એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે કાર્યે લક્ષ રાખી...' જુઓ ! આ જાગૃતિ લીધી. ‘કાર્યે કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.' જે કાંઈ નિરસ પરિણામ થવા યોગ્ય છે તે થશે. તમારો જેટલો પુરુષાર્થ, જેટલી જાગૃતિ એટલા તમારા નિરસ પરિણામ થવા યોગ્ય તે થશે. વર્તમાન ભૂમિકામાં આ પ્રકારે તમારા પરિણામમાં નિરસપણું આવે તે તમને યોગ્ય છે. આટલું તમારે અત્યારે કરવા યોગ્ય છે. ઉ૫૨ ચડવામાં કયા પગથિયે પગ મૂકવો ? આ પગથિયું બતાવ્યું. આ પગથિયે અહીંયાં પગ મૂકો તમે. એટલે તમે થોડા ઉપર આવશો. આ સીધી વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ ઉદય પ્રસંગ આવે, જે કાંઈ કાર્ય ઉદયથી કરવા પડે એ બધામાં જાગૃતિ રાખી, તે બાજુના પરિણામથી આત્માને વિષે મલિનતા ઊપજે છે એનો લક્ષ રાખી અને બીજી બાજુ નિવૃત્તિ મળે તો જેમાં પંચ વિષયના પરિણામથી આત્માને મલિનતા ઊપજે છે (એનું નિરૂપણ કર્યું હોય) એ પ્રકારના એવા શાસ્ત્રો, એવા શાસ્ત્રના પ્રકરણો (વાંચવા) અને સત્પુરુષના ચરિત્રો. સત્પુરુષો કેવી રીતે વર્ત્યા છે. એ ચરિત્રોને વિચારવાથી તથા પોતાના ઉદયમાં કાર્યે કાર્યે જાગૃતિ, લક્ષ રાખવાથી જે કંઈ નિરસ પરિણામ થવા યોગ્ય હશે તે થશે અને અત્યારે તમને આત્મદશા કેળવવામાં આ પ્રકારે તમારે વર્તવા યોગ્ય છે. જુઓ ! કેટલી ચોખ્ખી લાઈનદોરી આપી છે. પોતાના પરિણામનું એમણે જે વર્ણન કરી દીધું, વગર સંકોચે-સંકોચ રાખ્યા વગ૨. ઉંમરમાં પોતે મોટા છે. ‘શ્રીમદ્દ’ નાના છે, છતાં. એ પોતે પીઢ માણસ છે. આ તો હજી યુવાન માણસ છે. પોતાના પરિણામ જે કાંઈ એને થતા હતા એ બધા પરિણામ એમણે લખ્યા છે. ઘણી સરળતાથી પરિણામ લખ્યા છે. પત્ર વાંચીએ તો આપણને એમ થાય કે ઓ...હો..! ‘શ્રીમદ્જી'ના પરિચયમાં આવા સ૨ળ પરિણામી જીવો હતા ! એવું લાગે. એને એકદમ એના આત્માને તાત્કાલિક વર્તમાનમાં લાભ થાય એવું માર્ગદર્શન આપ્યું છે. આ વ્યક્તિગત માર્ગદર્શન છે કે અત્યારે તમારે આ રીતે પ્રવર્તવું, વર્તવું ઘટે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy