________________
૧૪
રાજહૃદય ભાગ-૧૧
મીંચાવુંને મેષ કહે છે. ઉન્મેષ એટલે ઉઘડવું. આંખ ઉઘડે છે અને આંખ બંધ થાય છે. પોપચું. આંખનું પોપચું બંધ થાય છે તો આંખ મીંચાઈ ગઈ એમ કહે છે. ખુલવામાં પોપચું ઉઘડે ત્યારે આંખ ઉઘડી એમ કહેવામાં આવે છે. એવી જે આંખની અવસ્થા છે, તે આંખની પર્યાય છે, તે આંખની અવસ્થા છે. આ બીજા દૃષ્ટાંતો આપ્યા છે. એમાં આંખના ટૂકડા થતા નથી. આંખના વિભાગો નથી થઈ જતાં.
દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે.’ દીવાની જ્યોત નાની દેખાય, મોટી દેખાય, પીળા રંગની દેખાય, વાદળી રંગની દેખાય, કેસરી રંગની દેખાય એ બધી એની અવસ્થા છે. આત્માના સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે.... ભિન્ન ભિન્ન પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરે છે. જ્ઞાનમાં પણ અનેક પ્રકારનું જ્ઞાન કરે છે. અત્યારે આ પદાર્થનું જ્ઞાન ચાલે છે. બીજું કામ હાથમાં આવે તો એ વિષયનું જ્ઞાન ચાલે છે, પરિણમવા લાગે. જ્ઞાનની પણ ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાય છે. એમાં કાંઈ આત્માના ટૂકડા થતા નથી. એ આત્માની પર્યાય છે.
“તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે.' એ રીતે વર્ણ, ગંધની અંદર પણ અવસ્થા પલટો ખાય છે. એ પરમાણુની અવસ્થા છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં.' જો કોઈ પરમાણુ કે કોઈ જીવો અવસ્થા ન બદલતા હોય તો આ બધું ફેરફારવાળું દેખાય છે, વિચિત્રવિચિત્ર દેખાય છે એ દેખાય નહિ. માણસ કહે છે ને ? ભાઈ ! ઘણા વખતે આ બાજુ અમે આવ્યા, અહીંયા તો ઘણો બધો ફે૨ફા૨ થઈ ગયો છે. શું કહે ? આ તો બધું ફરી ગયું છે. ફરી ગયું એટલે ? આપોઆપ જ ફેરફાર થઈ જાય છે. એ રીતે ચિત્રવિચિત્ર પ્રમાણે જો પદાર્થો પલટાતા ન હોય તો જગતમાં આવી અવસ્થાના ચિત્રવિચિત્ર પ્રકાર જોવામાં આવે નહિ.
‘કેમકે એક પ૨માણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય.’ બધા કૂટસ્થ એમ ને એમ રહે. જેમ હોય એમ અનાદિઅનંત. પણ એ તો બધાને અનુભવ થાય છે કે આ જગતની પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. જગતની સ્થિતિ (પરિવર્તનશીલ છે). જગત પરિવર્તનશીલ છે એ તો નજરે જોવામાં આવે છે. આમાં શું છે કે પરિવર્તન તો થાય છે પણ અમુક વાત પોતાને ગમે છે અને અમુક વાત પોતાને ગમતી નથી. આમાંથી ગડબડ થાય છે.
મુમુક્ષુ ઃ– ઇષ્ટ-અનિષ્ટ કરે એમાં ગડબડ થાય.
પૂજ્ય ભાઈશ્રી :– પરિવર્તન તો થાય છે એ સ્પષ્ટ અનુભવમાં આવે છે. પરિવર્તન