SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ પૂજ્ય ભાઈશ્રી - ૨૦૦-૩૦૦ (વર્ષ) પણ આંખના પલકારામાં નીકળી જાય છે. અત્યારે ૨૦૦૩૦૦નું આયુષ્ય છે તો નહિ પણ ૨૦૩૦૦આંખના પલકારામાં નીકળી જવાના છે અને આંખના પલકારામાં જીવનના છેડાના આરે આવીને ઊભા રહ્યા. ૬૭૦ થયા એને શું વાર ? કાંઈ નહિ. આ પરિસ્થિતિ છે. એટલે ગંભીરતા આવવી જોઈએ. વાત તો એમ લેવી છે કે વિષયની ગંભીરતા આવવી જોઈએ. તો એને Priority આપતા આવડે છે. મુખ્યતા આપતા નથી આવડતી એવું નથી પણ વાતની ગંભીરતા એને ભાસતી નથી. એટલે એ અંતર નિવૃત્તિ લેતો નથી. જે હોય એ કામ આવીને પડે છે. માનો કે તમારી ઇચ્છા વગરના કામ આવીને પડે છે કે ભાઈ લાણા આવ્યા અમારે શું કરવું? આણે મને આમ કીધું હવે શું કરવું? કોઈ સખે બેસવા દેતું નથી. માનો એમ પરિસ્થિતિ છે. રાત્રે તમારે શું કામ છે?૯-૧૦વાગ્યા પછી કોઈ તમને કાંઈ ચીંધે એવું છે? આવવું નથી, જાવું નથી, કોઈ ઘરના કામ નથી, દુકાનના કામ નથી, કોઈ કામ નથી. આખી રાત તો તમારી પોતાની છે કે નહિ? ચિંતા હોય તો. કામ કરવાની ચિંતા હોય તો ગમે ત્યાંથી માણસ વખત મેળવી લે છે. જેને જે કામ કરવું છે ને એ કામ માટે તો એ ગમે ત્યાંથી વખત મેળવી જ લે છે. મેળવે મેળવેમેળવે... કરવું છે કે નહિ? આટલો સવાલ છે. પૂજ્ય બહેનશ્રીએ વચનામૃતમાં એક બહુ માર્મિક વાત કહી છે, કે જીવ કરવા ધારતો નથી. કરવા ધારે તો સહેલું છે, અઘરું નથી. પણ જીવ કરવા ધારતો નથી. એક વખતે એણે નિર્ણય કરી લેવો જોઈએ કે આ કરવું જ છે. કર્યે જ છૂટકો છે. કર્યા વગર રહેવું નથી કર્યા વગર અહીંથી જાવું નથી. એક જ વાત ઉપર... પેલા લુહાણા ભાઈ આવ્યા હતા ને? એમની પૂજ્ય બહેનશ્રીની) પોતાની તબિયત બરાબર નહોતી. તો એ ચર્ચાને ૧૫-૨૦ મિનિટથી વધારે ચલાવતા નહોતા. એ દિવસોમાં દોઢ-દોઢ કલાક એણે ચર્ચામાં આપેલા. શું કરવા આપેલા? એ બહેન એટલું જ બોલતી હતી. એક ૨૫-૩૦ વર્ષની અન્યમતિમાંથી બહેન આવેલા. આ કરવું જ છે. હવે કર્યા વગર અહીંથી જાવું નથી. એવી જોરથી વાત કરતી હતી. એના ઉપર એણે દોઢ-દોઢ કલાક ચર્ચા કરી હતી. અને ઉપરા ઉપરી બે દિવસ, ઉપરા ઉપરી બે દિવસ. આગલી રાત્રે સાંજે સાત વાગ્યે Out of time પાછો એમનો. સાત વાગ્યે કોઈ ચર્ચાનો સમય નથી. એ કહે, એક મિનિટ મને દર્શન કરવા આપો. પહેલા તો દર્શન કરવાની ના પાડી દીધી હતી. આખો દિવસ અહીં તો ચાલ્યા આવે. માતાજીની તબિયત એવી નથી કે તમને... તો કહે, એક
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy