SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૭૦. ૩૪૭ આત્મામાં તમને આત્મવિચાર કરવાની ઇચ્છા વ છે એમ જાણતા મને સંતોષ થયો કે વાહ! આ સત્પરુષનું હૃદય છે, અંત:કરણ છે કે કોઈ જીવ આત્મહિતની નજીક આવે, આત્મવિચાર પામવાની નજીક આવે તો એને એ પોતે ઘણો સારો પોતાના તરફથી પ્રતિભાવ આપે છે. એટલે કે એ જીવ વધારે ને વધારે આત્મહિતમાં આગળ વધે. એક એવો પ્રતિભાવ એ પોતાના તરફથી વ્યક્ત કરે છે. અહીંયાં સ્પષ્ટ લખ્યું છે. અભિવ્યક્તિ એકદમ સ્પષ્ટ છે કે કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. એમનું અંતઃકરણ શું છે એ સ્પષ્ટ નીકળે છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. તમને આત્મવિચાર થાય અને મને સંતોષ થાય એમાં ખરેખર અંગત રીતે મારે કાંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો...” નિર્દોષ આત્મસુખ પ્રાપ્ત કરવામાં તમે નજીક આવવા માગો છો, એ દિશામાં તમે આગળ વધવા માગો છો અને તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. તમે સંસારથી છૂટી જશો. સંસારના દુઃખોથી તમે છૂટી જશો. એવી આ Line છે. આ એક એવી ઉત્કૃષ્ટ Line છે કે જેમાં સંપૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત થાય છે. એવો પ્રસંગ તમને પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી.” જુઓ ! કેટલું ધ્યાન ખેંચ્યું છે ! “ગાંધીજીમાં લૌકિક વિચક્ષણતા હતી પણ અલૌકિક વિચક્ષણતા નહોતી. નહિતર તો મોટો ફેરફાર કરી લીધો હોત. તેથી સંસારજોશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. આ તો મારો સ્વભાવ છે. આવી રીતે સંતોષ થાય એ મારો સ્વભાવ છે અથવા જ્ઞાનીઓનો એ સહજ સ્વભાવ છે, કે બીજા જીવોનું હિત થાય તો એના ચિત્તમાં પણ સંતોષ થાય). તવંગર છે કે ગરીબ છે, જેન છે કે જેનેત્તર છે, કાંઈ “ગુરુદેવે જોયું નથી. ફક્ત ... એમની ચિત્તની પ્રસન્નતા સહજ થાય છે. એવો સંતોનો, જ્ઞાનીઓનો અને સપુરુષોનો એ સ્વભાવ છે. સ્વભાવ એટલે તે કાળના ભૂમિકામાં સહજપણે ઉદય થતો ભાવ. એને અહીંયાં સ્વભાવ કહેવામાં આવે છે. એવો “સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતી. આત્મસ્વરૂપે પ્રણામ. એ રીતે અહીંયાં ગાંધીજીનો પ૭૦ નંબરનો પત્ર પૂરો થાય છે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy