SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ રાજહૃદય ભાગ-૧૧ કરી સરળતા તો એ છે કે મારે એક મારું આત્મહિત કરવું છે અને તે કોઈપણ કિમતે કરવું છે. મારું આત્મહિત કરવા માટે હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. મારી કોઈ શરત નથી, મારા તરફથી કોઈ શરત નથી. આ સરળતા. એક મારે આત્મહિત સિવાય બીજું કાંઈ કરવું નથી. એક એવા પ્રકારના પરિણામપૂર્વકએ અભિપ્રાયપૂર્વક એટલી તૈયારીપૂર્વક સત્સંગ, સાસ્ત્ર વાંચે. સત્સંગ અને સલ્લાસ્ત્રની આ પૂર્વશરત છે. Subject to condition. સરળતાએ કરીને સત્સંગ ઉપાસવો, સરળતાએ સાસ્ત્રનું અધ્યયન કે અવગાહન કરવું. નહિતર એ ઉપર ઉપરનું થઈને કાંઈ કામના પોતાને આવે એવી સ્થિતિમાં એ પરિસ્થિતિ ઊભી થાશે નહિ. મુમુક્ષુ – દેખાવમાં તો આ વિચાર દઢતાનો લાગે છે. સરળતા કેમ લીધી? દેખાવમાં તો આ વિચાર દઢતાનો લાગે છે. પૂજ્ય ભાઈશ્રી - એટલે? મુમુક્ષુ – મારે આત્મહિત કરી લેવું છે એવો દઢનિશ્ચય જેવું લાગે છે. પૂજ્ય ભાઈશ્રી:- એ દઢ નિશ્ચય છે પણ એમાં સરળતા શું છે? કે એ કરવા માટે પોતે બધું જતું કરવા તૈયાર છે. મારે બીજી કોઈ પક્કડ નથી. કોઈ ને કોઈ બહાને સત્સંગથી અટકે છે. જેમ કે પોતાના માન-અપમાનનો પ્રશ્ન થાય. આ જગ્યાએ મારું માન નથી સચવાતું માટે મારે સત્સંગ કરવો નથી. મારે નથી જવું. તો એને એ પોસાતું નથી. એમ બને છે કે નથી બનતું? મનુષ્યપણામાં તો મુખ્યપણે માનનો પ્રકાર બને છે. આપણે ત્યાં એવું કાંઈ નથી,કે ભાઈ! તમારે પરાણે પૈસા લખાવવા પડશે. માટે લોભી જીવને વાંધો આવે. કાંઈ નહિ. લોભ હોય તો એનામાં. કોઈ કહેતું નથી કે ભાઈ તમે આપો. ન આપે તો કાંઈ નહિ, આપે તો કાંઈ નહિ. એમાં કોઈ આપણે ત્યાં દબાણ નથી થતું કે માણસ આવતા અચકાય. પણ માન-અપમાનનો પ્રશ્ન તો ઊભો થાય છે. અને મુખ્યપણે મનુષ્યમાં જે કાંઈ ગડબડ છે એમાનની છે. મનુષ્યગતિની અંદર મુખ્ય કષાય એ છે. પ્રકૃતિગત રીતે વણાયેલો છે. એટલે ત્યાં સરળતાથી પોતે જતું કરી શકે. અથવા કોઈપણ કારણ ઉપસ્થિત થાય એમાં પણ જતું કરી શકે. આત્મહિત એક જ લક્ષમાં રાખે. આત્મહિત સિવાય બાકી બધું જતું કરવું છે. એ સરળતા છે. અને એ સરળતામાં ઘણા ગુણો સમાય છે. અનેક ગુણો સમાય છે એ સરળતામાં સમાય છે. જોકે મનુષ્યપણું પણ કોઈ એક વિશેષ સરળ પરિણામના ફળમાં આવેલું છે. અને મનુષ્યપણામાં સમ્યગ્દર્શનનો બીજી ગતિ કરતા વધારે અવકાશ છે એનું કારણ સરળપણાએ કરીને મનુષ્ય થયો છે અને અહીંયાં વિશેષ સરળપણું જો કરવા ધારે તો
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy