SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ રાજહદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી - ચારે પડખા એટલા સમ્યફ, એટલા ચોખા, એટલા નિર્દોષ. શાસન ચલાવે તો સેંકડો જીવોને, અનેક અનેક જીવોને હિતનું જ કારણ થાય. એવી એમની વિચારસરણી છે. પરિણામ એ આવ્યું નથી પણ વિચારસરણી એ પ્રકારની છે એ સ્પષ્ટ વાત છે. પ૬ ૧મો પત્ર છે કુંવરજી આણંદજી ભાવનગરના મુમુક્ષુપ્રત્યેનો છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં. કેવા આરંભ પરિગ્રહનું કાર્ય છે ? અસાર છે એમાં કાંઈ માલ નથી. આત્માને સુખી થવાનું એ કોઈ કારણ નથી. ભલે ગમે તેટલી સંપત્તિ અને પરિગ્રહ વધી જાય તો એમાંથી કાંઈ આત્માની અંદર સુખ આવે એ કોઈ પરિસ્થિતિ નથી. ઊલટાનું આટલું મારે છે. આ બધું મારે છે, એવા મમત્વના રસવાળા પરિણામ જીવને બેચેની ઉત્પન્ન કર્યા વગર રહે નહિ. નિયમબદ્ધપણે એમાંથી આકુળતા, અશાંતિ ઉત્પન્ન થાય, થાયને થાય જ. મુમુક્ષુ – આ આરંભ અને પરિગ્રહને અસાર અને ક્લેશરૂપ કીધો. તો કેવી રીતે નિશ્ચય કરવો કે આ ક્લેશરૂપ છે અને અસારપણું છે? પૂજ્ય ભાઈશ્રી -સુખ નથી આવતું. શેમાંથી સુખ આવે છે ? કહો. આ કપડું દસ રૂપિયે વાર હોય કે સો રૂપિયે વાર હોય. એક એક વાત લઈએ. આ બધું પરિગ્રહમાં જ આવે છેને?કે આ દસ રૂપિયાનું વાર હોય કે સો રૂપિયાનું વાર હોય એમાંથી સુખ આવે કે ન આવે? ન આવે. સો રૂપિયાવાળું હોય તો પહેરનારને સુખમાં, શાંતિમાં દસ ગણો ફાયદો થાય કે ન થાય? મેં બહું સારું પહેર્યું છે. એમાં ઉપાધિભાવની પરિણતિ જાય નહિ. મેં આ બહુ સારું કપડું પહેર્યું છે. ઘણું સુંદર અને સરસ અને મોંઘુ અને કિંમતી પહેર્યું છે એની જે પરિણતિ થઈ ગઈ ને? બીજા કામ કરે અને વાતચીત કરે તો પણ એની અંદર ઝલક આવ્યા વગર રહે નહિ. લોકો મને જોવે છે કે નહિ ? આવું ઊંચું પહેર્યું છે, આવું સારું પહેર્યું છે એ બીજાના ધ્યાનમાં આવે છે કે નહિ? એવી ઉપાધિની Line ચાલુ થઈ જાય તો એમાં શું સાર કાઢ્યો ? ક્લેશ વધાર્યો, અશાંતિ વધારી. ક્લેશ એટલે અશાંતિ. સાર શું કાઢ્યો ? કાંઈ સુખ મળ્યું? ઊલટાનો ક્લેશ થયો. જીવને અશાંતિ થઈ છે, શાંતિ થઈ નથી. મુમુક્ષુ –જેટલા એવા પ્રસંગો હોય એ બધામાં પૂજ્ય ભાઈશ્રી:- નાનામાં નાના પ્રસંગથી માંડીને મોટામાં મોટા બધા પ્રસંગમાં એક જ કાયદો છે, એક જ રીત છે, કે જીવને સુખ-શાંતિ ક્યાંથી અને કેવી રીતે ? એનો હિસાબ-કિતાબ પહેલો કરવો. એ વિચારવું.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy