________________
૧૬૧
પત્રાંક-૫૫૪ ઉપરથી નાનો દેખાતો હોય, પણ એ ભલે થાય એ વાત બહુ મોટી છે.
મુમુક્ષુ –એવું તો ચાલે.
પૂજ્ય ભાઈશ્રી:- એવું તો ચાલે. આ તો વરો છે, ભાઈ! એમાં તો બધું ચાલ્યા જ કરે આવું બધું. વરાની અંદર તો એવું કાંઈ જોવા ન બેસાય. એ અભિપ્રાય બહુ ખરાબ છે. પોતાની વૃત્તિ તો બને એટલી કાળજી નિર્દોષ ભણી, નિર્દોષતાના લક્ષે બને એટલી કાળજી રાખવાની પોતાની ફરજ છે, પોતાનો ધર્મ છે, પોતાનું કર્તવ્ય છે. પછી પોતાના Control બહાર કોઈ વાત બની જાય તો ક્લેશ ન કરે. એવા આગ્રહ, દુરાગ્રહથી ફ્લેશ ન કરે. કેમકે એ તો પોતાના માટે પોતાની શુદ્ધતા માટે એ પોતાનો સિદ્ધાંત છે, પોતાનો વિચાર છે, પોતાનો આદર્શ છે. પણ સાથે બીજાનો સંબંધ જોડાતો હોય તો એના માટે
ક્લેશ કરવાની વાત નથી. પણ ભલે થાય અને વાંધો નહિ, ચાલ્યા કરે. એ વસ્તુ સારી નથી. એ પોતાને મોટું નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ -...સાચી સમજણ જબહારમાં નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ જાતની સમજણ નથી. એ વાત પણ સાચી છે કે એ બાબતની અંદર કોઈ વિશેષ વિચારોની આપલે), સાહિત્ય એ બધું લગભગ લોકોના જાણવામાં જ નથી એમ કહીએ તો ચાલે. અને આ તો નાની વાત છે એમ કરીને જાવા દયે. આપણે તો મોટી વાત કરવી. એ માર્ગની વિરુદ્ધ છે. એ માર્ગની અવિરુદ્ધ નથી પણ માર્ગની એ વિરુદ્ધ છે.
મુમુક્ષુ - મોટામાં અને નાનાની ઉપેક્ષા કરી જાય...
પૂજ્ય ભાઈશ્રી – આમાં તો શું? સંભાળવાનું તો ઝાઝું પોતાને જ છે. બાકી તો જગત તો જગતની રીતે ચાલવાનું છે અને આ જગત આમ જ ચાલ્યા કરવાનું છે. સમાજ આમ જ ચાલવાનો છે અને એમાં અત્યારે તો ઉતરતો કાળ છે. એટલે આપણે બીજી અપેક્ષા શું રાખીએ ? પણ મુખ્યપણે તો આપણે આપણા પરિણામને અને આપણા વ્યવહારને સંભાળવો.
મુમુક્ષુ-વ્યક્તિગત પહેલું વિચારવું જોઈએ. પૂજ્ય ભાઈશ્રી:-વ્યક્તિગત પોતે વિચારવું જોઈએ. એ પપ૪મો પત્ર પૂરો) થયો.