SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ પત્રક-૫૬૦ ૩૪ વર્ષના આયુષ્યમાં ૨૩ વર્ષ તો મિથ્યાત્વ અવસ્થામાં પસાર કર્યા. ૨૮મે વર્ષે સમ્યગ્દર્શન થયું છે. ૩૩ વર્ષ પછી આયુષ્ય છૂટી ગયું છે. દસ વર્ષ અને પાંચ મહિના. દસ વર્ષ, પાંચ મહિના અને વીસ દિવસ આટલું આયુષ્ય છે. ચૈત્ર વદ ૫ છે ને ? છ મહિનામાં દસ દિવસ ઓછા રહી ગયા છે. સાડા દસ વર્ષમાં પણ કેટલું કામ કર્યું? એક ભવ માત્ર બાકી રહે એટલું. આ પુરુષાર્થ કરતાં પ્રવૃત્તિના કાળમાં આવો પુરુષાર્થ કરતા અચારિત્રના મૂળિયા બાળી નાખ્યા. ચારિત્રદશા ન આવી. અચારિત્ર હતું. અવિરત સમ્યગ્દષ્ટિ હતા એટલે અચારિત્ર હતું. સર્વસંગત્યાગ કરીને મુનિદશામાં ન આવી શક્યા. પણ પુરુષાર્થ કરી કરીને અચારિત્રના મૂળ બધા બાળી નાખ્યા. એટલે સહજમાત્રમાં, જે ભવમાં ચારિત્ર આવશે, હજી દેવલોકમાં નહિ આવે, ત્યારપછી જે મનુષ્યની દશા આવશે, એ મનુષ્ય ગતિમાં) સહજમાત્રમાં મુનિપણું) લઈ લેશે. અને ત્યાં એ જ કરશે. ત્યાં જ્ઞાનદશા ચાલુ છે. જ્ઞાનદશા લઈને ગયા છે. ત્યાં તો સાગરોપમના આયુષ્ય છે. જે બે-ચાર સાગરની સ્થિતિએ ગયા હશે. અત્યારે તો મોટી સ્થિતિ નથી. કેમકે ગૃહસ્થદશામાં કેટલાક અશુભ પરિણામ પણ થઈ જાય છે. એટલે શુભમાં જે અઘાતિનો લાંબી સ્થિતિનો બંધ પડવો જોઈએ એટલો નથી પડતો. એટલે બે-ચાર સાગરની સ્થિતિએ ગયા હશે એ પાછા મનુષ્યદશામાં આવશે. ત્યાં પછી ચારિત્ર અંગીકાર કરતા વાર લાગશે નહિ. એકદમ પુરુષાર્થ સહજમાત્રમાં (ઉપડશે). અત્યારે જેટલું કઠણ પડ્યું છે એટલું કઠણ નહિ પડે. કેમકે એટલો અભ્યાસ થઈ ગયો, જ્ઞાનદશાનો એટલો મહાવરો થઈ ગયો. જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિપ્રસંગથી નિવૃત્ત....” થવું. ઘર ન છોડી શકાય, કુટુંબ ન છોડું, તોપણ ધંધો તો છોડી દેવો. હવે દુકાને બેસવું નથી. “વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.' એમણે જોયું કે કેટલાક મુમુક્ષુજીવો જે પરિચયમાં આવ્યા છે એને ઓળખાણ નથી પડતી. જે બહારનો વ્યાપારીનો, ગૃહસ્થનો વેશ છે અને અમારી પ્રવૃત્તિ જોવે છે તો એને આત્મભાવ થવા માટે, આત્મભાવે પરિણામ એનું પામે એવી જે જ્ઞાનીની દશા જોઈએ, એ દશા એ લોકો જોઈ શકતા નથી. એ વ્યાપાર, વ્યવહારથી મુમુક્ષજીવને દેખાતી નથી. કે એને જે ઉપકારનો હેતુ થવો જોઈએ એ નથી થતો. કોઈ વિશેષ મુમુક્ષુ, વિશેષ પાત્રજીવ ઓળખી કાઢે (એ) બીજી વાત છે. બાકી એ વાત ગળે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy