Book Title: Raj Hriday Part 11
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 402
________________ પત્રાંક-૫૭૩. ૩૮૫ કર્તા બુદ્ધિ વાપરું છું માટે અહીંયાં મારે કર્તા બુદ્ધિ વાપરવી એમ નહિ. કર્તબુદ્ધિ ત્યાં પણ તોડવી અને અહીંયાં પણ તોડવી. કર્તાબુદ્ધિએ નહિ. તીવ્રતા-મંદતા બીજો વિષય છે. કર્તાબુદ્ધિ બીજો વિષય છે. તીવ્રતા આવી શકે છે, કરવાની તીવ્રતા હોઈ શકે છે, કર્તબુદ્ધિએ ન આવવી જોઈએ. કરવાની મંદતા આવે છે પણ કર્તબુદ્ધિએ મંદતા ન રાખવી. આમ વાત છે. એટલે માર્ગ બીજા કરતા ઝીણો છે, સૂક્ષ્મ છે. સામાન્ય રીતે ઉપરટપકે વિચારાય એના કરતા આ માર્ગ થોડો વધારે સુક્ષ્મ છે. મુમુક્ષુ - કર્તબુદ્ધિનો વિષય ઘણો સારો આવી ગયો. પૂજ્ય ભાઈશ્રી:- હા કર્તા થઈને કરવા જાય એ પરિણામ બીજી રીતના આવશે. ભલે તીવ્ર હોય કે મંદ હોય. અને કર્તા થઈને કરવું નથી. પછી પરિણામ તીવ્ર આવે, મંદ આવે એની ફિકર કરવાની જરૂર નથી. મુમુક્ષુ-આ રાજસૂય યજ્ઞમાં કૃષ્ણના ઉદાહરણથી અમારે શું બોધ લેવો? પૂજ્ય ભાઈશ્રી – નાનામાં નાની સેવાનું કામ હોય તો એમાં નાનપ ન આવવી જોઈએ. એનો અર્થ છે, કે કોઈપણ કામ નાનામાં નાની સેવા કરવાનું કામ હોય તો કરી નાખવું. આ જિનમંદિરમાં સંજવારી કાઢવી હોય તો કાઢી નાખવી. ઠીક ! આ તો ભગવાનનું સમવસરણ જ છે ને ? એમાં કાંઈ વાંધો નહિ. કરી શકાય. કરવું હોય તો કાંઈ એમાં નાનપ આવવાનો સવાલ નથી. મુમુક્ષુ -આગળથી કામ ઉપાડવું જોઈએ. પૂજ્ય ભાઈશ્રી – હા, આગળ પડીને કરવું જોઈએ. પાછળ રહીને નહિ પણ આગળ પડીને કરવું જોઈએ. ખરી વાત છે. ઠીક છે, ચર્ચા તો બધી જે પોતાના ઉદયની હોય, મૂંઝવણની હોય, મંથનની હોય એ ચર્ચા તો કરવી જ જોઈએ. એમાં કાંઈ સવાલ પત્રાંક-પ૭૩ મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજીતે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. આ. સ્વ. પ્રણામ.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418