________________
પત્રાંક-૫૭૩
૩૮૯ પૂજ્ય ભાઈશ્રી – એ બાજુનો વિચાર નથી. નિરંતર ભયની પરિણતિ ચાલે છે. પણ હું કેટલો દુઃખી છું, કલ્પનાથી કૃત્રિમ સુખ માને કે મને તો આ મળ્યું, મને આ મળ્યું, હજી મને આ મળશે. એમ ને એમ સુખની કલ્પનાઓમાં એને દુઃખ કેટલું છે એની ખબર નથી, આકુળતા કેટલી છે એની ખબર નથી, ભય કેટલો છે એની એને ખબર નથી. ભયની એને ખબર નથી પડતી. પણ એટલે ભય નથી એવું થોડું છે? બેભાન માણસને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માની લેવું? એક માણસ બેભાન થઈ ગયો છે. એને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માનવું છે? એવું કાંઈ નથી. દુઃખ છે, પીડા છે. એને ખબર નથી એટલી વાત છે. એમ આ જીવને એટલું બેભાનપણું છે કે એને કેટલું દુઃખ છે એની પોતાને ખબર નથી.
પણ જ્ઞાનીઓ એને ચેતવે છે કે તને ખબર નથી માટે બેદરકાર રહીશ નહિ. નહિતર પાછળની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તું જેની પરિસ્થિતિ જોઈ શકતો નથી ને, એ પરિસ્થિતિ તારી થાશે. બહારમાં બીજાની વેદનાઓ તું જોઈ શકતો નથી એ પરિસ્થિતિ તારી થશે એમ) સમજી લેજે. માટે બેદરકાર રહેવા જેવું નથી. કાંઈક તારા આત્મહિતની વાત થાય તો આત્મહિતની બુદ્ધિએ સાંભળવાની નવરાશ લેજે, સાંભળવાની તું તૈયારી રાખજે, સાંભળવામાં રસ લેજે અને યથાશક્તિ એનો ઉપાય કરજે. નહિતર પાછળ હાલત સારી નથી. અને એમાં કોઈ ફેરફાર કરી શકે એવું પણ નથી. એ અનિવાર્ય પરિસ્થિતિ છે. એટલે ફરી ફરીને પુરુષો છે એ જગાડે છે. જાગવું એ તો પોતાના હાથની વાત છે. એ તો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરીને પોતાના રસ્તે ચાલ્યા જાય છે.
મુમુક્ષુ –Higher the post, higher the responsibility.એવી વાત છે. પૂજ્ય ભાઈશ્રી:-હા.
મુમુક્ષુ-તો પરમાર્થરૂપ જે હોય એમાં જો ભૂલ થાય તો એની Responsibility વધી જાય કુટુંબકરતા?
પૂજ્ય ભાઈશ્રી :- હા. અહીંયાં જેટલો આ માર્ગમાં આગળ વધે એટલી જવાબદારી વધે છે. જેટલો આ માર્ગમાં આવે એટલી જવાબદારી ચોક્કસ વધારે છે. બહુ સમજી વિચારીને ગમે તે પગલું ભરો પણ સમજી વિચારીને ગંભીરતાથી વિચાર કરવો. ઉપર ઉપરથી ચાલવું નહિ. (અહીં સુધી રાખીએ)