Book Title: Raj Hriday Part 11
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 399
________________ ૩૮૨ રાજય ભાગ-૧૧ ને ? ૩૦ વર્ષે દીક્ષા લીધી. ૧૨ વર્ષ તપશ્ચર્યાના ગયા. ૪૨ વર્ષે કેવળજ્ઞાન (થયું), ૭૨ વર્ષે નિર્વાણપદ છે. ૩૦ વર્ષ કેવળજ્ઞાન રહ્યું છે. ત્યારપછી ત્રણ કેવળી થયા. કારણ કે ગણધર છે એ ચરમશરીરી હતા. ‘ગૌતમસ્વામી’, ‘સુધર્માંસ્વામી’, જંબુસ્વામી’. પણ એ પંચમકાળમાં ગયા. કાળ જ એવો કોઈ છે, કે જેમાં હીણા પરિણામવાળા જેવોનું બાહુલ્ય છે, બહુલતા છે, વિશેષતા છે. એ પ્રમાણે પરિસ્થિતિ ચાલવાની. આ તો અંતિમ તીર્થંકરથી જ આ હુંડાવસર્પિણી કાળનો પ્રભાવ પડ્યો છે. તો પછી અત્યારે તો ૨૫૦૦ વર્ષ ગયા અને એ વાત તો વધી જાય એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. (પત્રાંક) ૮૪૪ છે. પાનું-૬ ૨૬. (પત્રાંક) ૮૪૩થી આપણે શરૂ કરવાનું છે. ‘કરાળ કાળ !” કેવો કીધો ? ‘કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા !” એકલા દીક્ષિત થયા. એમની સાથે બીજા કોઈ દીક્ષિત ન થયા. નહિતર તીર્થંકર દીક્ષા લે, તો હજારો રાજાઓ સાથે દીક્ષા લઈ લે. સાધારણ ગરીબ માણસો નહિ. રાજાઓ રાજપાટ છોડી છોડીને દીક્ષા લઈ લે. સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો !” એવો કાળ ખરાબ છે. તીર્થંકરના વખતમાં... મુમુક્ષુ :– આ તો ચોથા આરામાં બની ગયું. દરેક તીર્થંકરોની સાથે ઘણા જીવો મોક્ષ ગયા અને દરેક તીર્થંકરોની પહેલી દેશના સફળ થઈ એક આમની જ દેશના નિષ્ફળ ગઈ અને એમની સાથે કોઈ મોક્ષ ન ગયા એનું કોઈ કારણ ખરું ? પૂજ્ય ભાઈશ્રી :- એટલે એમણે કાળ ઉપર નાખ્યું. કારણ એ છે, કે હીણા પરિણામવાળા જીવોનું પ્રમાણ વધારે છે. હીન યોગ્યતાવાળા જીવોનું આ કાળમાં પ્રમાણ વધારે છે. એમ કહેવા માગે છે. એ શેના ઉપરથી કહે છે ? મુમુક્ષુ :–પણ કાળ તો બેઠો નહોતો. હજી પાંચમો આરો બેઠો નહોતો. પૂજ્ય ભાઈશ્રી :– પાંચમો આરો બેઠો નહોતો પણ હુંડાવસર્પિણી તો પહેલેથી જ છે. હુંડાવસર્પિણી તો પહેલીથી છે. મુમુક્ષુ ઃ– કાળ ઉતરતો ખરો. પૂજ્ય ભાઈશ્રી :– ઉતરતો ખરો અને અવસર્પિણી અને પછી હુંડાવસર્પિણી આવે. અવસર્પિણી એટલે ઉતરતો હતો ખરો. પણ આ તો હુંડાવસર્પિણી છે. એટલે ઘણો નીચો કાળ છે. નીચ કોટીના જીવોની સંખ્યા વધી જાય છે. એવું બને છે. એમણે શેના ઉ૫૨થી માપ કાઢ્યું ? કે એ પોતે એક અસાધારણ વ્યક્તિ હતા. આ

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418