________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૧ પ્રમાણે જે થવાનું છે એતો થાય જ છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો થવાનું જ છે. મુમુક્ષુ - આ સમાજ નથી, આ તો પારમાર્થિકટ્રસ્ટ છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા છે પારમાર્થિક ટ્રસ્ટ છે. ખરી વાત છે. પારમાર્થિક ટ્રસ્ટ છે એટલે પરમાર્થને લક્ષમાં રાખીને, પરમાર્થની મુખ્યતા રાખીને, એ તો ન્યાય અને નીતિથી ઉપરની ચીજ છે પાછી. સમાજમાં તો ન્યાય-નીતિ છે, આ તો પરમાર્થમાં તો ન્યાય-નીતિથી થોડીક ઉપરના Stage ની વાત છે. એટલે આમાં તો એકદમ પવિત્ર ભાવનાથી જે કાંઈ પોતે સેવાનું પ્રદાન કરે તો એમાં કાંઈ વાંધો નથી આવતો. અવય સેવા કરવી. કરવી જોઈએ, કરવાની ભાવના હોવી પણ જોઈએ. એમાં કાંઈ સવાલ નથી. એમ નથી કે મારે કાંઈ કરવું નથી. એમ નથી.
કેમકે વર્તમાન પરિસ્થિતિમાં ગુરુદેવનો ઘણો ઉપકાર છે, આપણા માથે એમનું બહુ મોટું ઋણ છે. એથી કરીને એ સમાજની અંદર અથવા એ ગુરુદેવના જે અનુયાયી વર્ગ છે એની અંદર સુવ્યવસ્થા રહે, એમનું પીરસેલું, એમનું પ્રદાન કરેલું મહાન તત્ત્વ છે એ તત્ત્વ વધારે પ્રચાર-પ્રસાર પામે, એ વધારે જળવાઈ રહે, એ સચવાઈ રહે, એનો અનેક જીર્વો લાભ લે. એ જાતની ભાવના તો મુમુક્ષુજીવને આવવાની. પણ એવી રીતે નહિ કે પોતે એમાં જ ફસાઈ જાય અને પોતાનું હિત ચૂકી જાય, એ પ્રકારે ન થવું જોઈએ. એવો જે પ્રકાર થાય છે તે ઇચ્છનીય નથી. એટલી વાત છે.
મુમુક્ષુ –પોતાને નુકસાન ન થાય એ ધ્યાન રાખવું. પૂજ્ય ભાઈશ્રી:-પોતાને નુકસાન ન થાય એ રીતે ધ્યાન રાખવું.
મુમુક્ષુ - આ માર્ગને અનુલક્ષીને રાજીનામું દેવાનો વિચાર એમને આવવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. રાજીનામુ દેવાનો પ્રશ્ન નથી. આ તો પરિણામ બગડતા હોય તો. પોતાના પરિણામ બગડતા હોય, મારી યોગ્યતા એટલી હીણી છે. તમે મને સેવાનું કામ આપો હું સેવા કરી લઈશ. નીચામાં નીચી કોટીનું કામ આપો. અમારે વૈષ્ણવની અંદર એક બહુ સારું દૃષ્ટાંત છે ભાગવની અંદર, કે પાંડુઓએ રાજસુય યજ્ઞ કર્યો તો એમાં જમણવાર થયો. યજ્ઞની અંદર તો બ્રાહ્મણો, વૈષ્ણવો, મુનિઓ, સાધર્મીઓ બધા આવે તો શ્રીકૃષ્ણ છે એ બધા જમી લે પછી સાવરણી લઈને એંઠવાડ સાફ કરતા. શું કરતા? એમના મામાના દીકરા હતા. મામા-ફઈના ભાઈઓ હતા. એમના કુટુંબમાં પ્રસંગ હતો. આ બધા જમી લે એટલે એ આપણે કામવાળી સાફ કરે