________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી – પહેલાં ચિંતા આત્માની કરવી કે પહેલાં ચિંતા સમાજની કરવી? આવો થોડો ઊંડો વિચાર કરવો. જેમકે હું આ સંસારમાંથી સિદ્ધાલયમાં વયો જઈશ અને આવી રીતે જો બધા માટે રસ્તે ચાલશે તો સમાજનું શું થાશે?
પોતાના પરિણામ સુધારવા માટે કોઈપણ પગલું ભરવું તે યોગ્ય જ છે. આત્મ...ને પ્રધાનતા આપવી. આ જ્ઞાનીનો માર્ગ છે. એમણે (કૃપાળુદેવે) શું કર્યું? ક્યારેક કાગળ નથી લખતા તો માફી માગી લે છે. વાત સાચી છે કે તમને સ્પષ્ટીકરણ નથી મળતું, માર્ગદર્શન નથી મળતું, તમારી મૂંઝવણનો ઇલાજમારી પાસે છે અને તમને નથી પ્રાપ્ત થતો. એથી અવશ્ય તમને મુશ્કેલી રહે છે એ મુશ્કેલીમાં હું નિમિત્ત થાવ છું એમ પણ હું સમજું છું. પણ મારા પરિણામ કામ નથી કરતા હું શું કરું?
પત્ર લખવા બેસું છું. અધૂરો છોડી દેવો પડે છે મારે. ક્યારેક તો લખવાનો પ્રયત્ન કરે છે અને અધૂરો છોડી દે છે. શું કરે ? પરિણામ નથી કામ કરતા. નકામ કરે તો કાંઈ આત્મા ઉપર બળાત્કાર કરાય છે? એટલે સહેજે થાય, સહેજે વિકલ્પ આવે, કામ થવું હોય તે થાય, ન થવું હોય તે ન થાય. અને એ રીતે ન્યાય નીતિથી વર્તતા પોતાના પરિણામની અંદર તીવ્ર કોઈ રસનું કારણ ન બનતું હોય અને સહેજે થઈ જતું હોય એ ઠીક છે. પણ તીવ્ર રસ કરીને જો જાવું પડે તો એ કરવા યોગ્ય નથી. એના કરતાં દૂર રહેવું તે સારું. એ તો એમણે કહ્યું કે તે તે પ્રસંગને છોડી દેવા, તે તે સાધનોનો ત્યાગ કરીનાખવો. એટલે સંસ્થાઓના કામમાં ફસાવા જેવું નથી.
ગુરુદેવ' જેવા ઉપકારી થયા છે. એમનો આપણા ઉપરનો ઉપકાર છે, એક ઋણ છે કે જે આપણે ન ચૂકવી શકીએ, તો આપણી યથાશક્તિ, યથાભક્તિ એમના શાસનનું કાર્ય કરવું, સેવા કરવી એ આપણી ફરજ છે. પણ ફસાઈને, આત્મા એમાં ફસાઈ જાય એવી રીતે નહિ. આત્મસંતુલન રાખવું પડે એવું છે. દુકાને ગ્રાહક આવે તો શું કરીએ ? આપણા ભાવથી ખોટ ખાઈને માલ આપીએ છીએ? નફો લેવાનું નક્કી કર્યો છે એટલો નફો લઈએ છીએ છતાં પેલાને કેવી રીતે સમજાવીએ છીએ? એને એમ કહી દે કે તારે લેવું હોય તો લે આથી ઓછે નહિ મળે. એમ કહે તો શું થાય ? લીધા લીધા હવે, તારું કામ નથી. તો શું થાય? ઊભો રહે? તો ઊભો ન રહે. એને સમજાવે છે અને પોતાનો ધાર્યો નફો લઈને માલ વહેંચે છે. એને તો મફત આપો તો લઈ જાય). ગ્રાહક તો એવી ચીજ છે કે મફત આપે તો એમ કહે કે લઈ જવાની મજુરી તમારા માથે.
ઉપાડતા કે નહિ મીલમાંથી ?ભાઈને ખ્યાલ છે. શીંગ પડે ને? એની ફોતરીના ઢગલા થાય. જેને જોઈતું હોય એને મફત. તો કહે નહિ, ઉપડાવવાના પૈસા તમારે દેવા પડશે.