________________
પત્રાંક-પ૭૨
૩૭૯ એમ કહે. પછી એ લોકોએ પૈસા નક્કી કર્યા. હવે પછી પૈસા દીઠ ઉપડાવવાના પૈસા તો વયા ગયા હવે માલના પૈસા મળે છે. ગ્રાહક તો એવી ચીજ છે, કે તમે જેટલી કિમત કહો એનાથી ઓછે માગશે અને મફત કહો તો મજુરી માથે માગશે. તમે તમારી રીતે કામ કરો છો એનો અર્થ શું છે? કે ન તો તમે એને ધક્કો મારો છો, કે ન તો તમે કાંઈ મફત આપો છો. બેમાંથી એકેય કરતા નથી. આ સંતુલન જાળવવામાં આવે છે કે નહિ? કોઈપણ કામમાં કોઈની પણ સાથે Adjustment કરવું પડે છે કે નહિ? પછી ભાઈ હોય, ઘરનો કોઈપણ સભ્ય હોય તો એની સાથે Adjustment કરવું પડે છે.
એવી રીતે આમાં પણ પોતાના પરિણામનું સંતુલન જાળવવું પડે છે. આ એક આચરણનો વિષય છે. વર્તવું છે, પ્રવૃત્તિ કરવી છે એક આચરણનો વિષય થાય છે. જ્યાં આચરણનો વિષય છે ત્યાં એકદમ જો સિદ્ધાંતને પકડવા જાય અને પોતાની શક્તિ ન હોય તોપણ પરિણામ નીચે જાશે. એને ઉત્સર્ગ કહે છે. અને Adjustment છે એ અપવાદ છે. ઉત્સર્ગ પાળે કે અપવાદ પાળે પણ પોતાના પરિણામ નીચે ન જાય અને ઉપર જાય આ એક જ લક્ષ અને હેતુથી પોતે પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિ સાંગોપાંગ બરાબર યથાર્થ રીતે પાર ઉતરે છે અને નહિતર ગડબડ થાય, થાયને થાય જ.
મુમુક્ષુ - સમાજ અને સંસ્થાની ચિંતા કરવાવાળા ઘણા વયા ગયા. એમાં કાંઈ ફેરફાર થયો.
પૂજ્ય ભાઈશ્રી :- સમાજ એનો એ રહી ગયો. ખરી વાત છે. ઘણા સમાજસુધારકો થયા, ઘણા સંતો થયા, જ્ઞાનીઓ થયા અને તીર્થકરો પણ થયા. કાળ હીણો આવ્યો તો સમાજની સ્થિતિ બગડી. વધારે બગડેલી અત્યારે છે. આજથી ૫૦ વર્ષ પહેલા હતી એના કરતા અત્યારે વધારે બગડેલી છે. ૫૦ વર્ષ કરતા ૧૦૦ વર્ષ પહેલા હતી એના કરતા ૫૦વર્ષે વધારે બગડેલી છે. તો આટલા બધા તીર્થકરો થયા, આટલા સમાજસુધારકો થયા એના ફળમાં બગાડો થયો? કે શું થયું? પરિણામફળશ્રુતિ શું? એનું Result શું આવ્યું? બગાડો કે સુધારો? એ તો કાળ કાળનું કામ કરે છે. નવા નવા જીવો આવે છે. પોતાના પૂર્વકર્મને લઈને, યોગ્યતાને લઈને આવે છે. કોણ કોને સુધારે, કોણ કોનું કામ કરે. સેવા કરવાની ભાવના હોય, ઉપકાર છે અને સેવા કરવાની ભાવના હોય તો પોતાને તો સેવા કરવી... વાત પૂરી થઈ ગઈ. એ તો એક પ્રદાન છે ને પોતાનું? પોતાના તરફથી એક પ્રદાન છે. એમાં કાંઈ વાંધો નથી, એમાં મુશ્કેલી નથી, એમાં પરિણામ બગડશે નહિ.
મુમુક્ષુ – પેલામાં તો એમ જ થાય છે કે પોતાને નુકસાન થાય છે અને કાળ