________________
૩૬૨
રાજહૃદય ભાગ-૧૧
જ્ઞાનદશા સુલભપણે ઉત્પન્ન થવામાં અનુભવી પુરુષના માર્ગદર્શન નીચે પરમભક્તિથી અનુસરણ કરવું એ જ એક સહેલામાં સહેલો ઉપાય છે. અહીં સુધી કાલે આપણે ચાલ્યું હતું.
હવે કહે છે, ‘જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી,...' સિદ્ધ થતો નથી એટલે પ્રાપ્ત થતો નથી. કહે છે કે, જ્ઞાની હોય... જોકે હવેના કાળમાં તો જ્ઞાની હોવા મુશ્કેલ છે, મળવા મુશ્કેલ છે પણ હોય તોપણ એમના ચરણમાં મન સ્થાપવું એ મુખ્ય વાત છે અને ત્યારે એમનો આશ્રય મળે છે. એમના ચરણમાં મનને સ્થાપ્યા વિના એ આશ્રયમાર્ગ અથવા ભક્તિમાર્ગપ્રાપ્ત થતો નથી.
જીવ શું કરે છે ? કે સામાન્ય બહુમાનથી વંદન, નમસ્કાર, ભક્તિ આદિ કરે છે પણ એને ઓળખીને જેટલા પ્રમાણમાં બહુમાન આવવું જોઈએ એટલા પ્રમાણમાં પરમેશ્વરબુદ્ધિએ સર્વાંવર્પણબુદ્ધિએ એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. જેને એમણે વંચનાબુદ્ધિ કહી. ૫૨૬મા પત્રમાં એમણે વંચનાબુદ્ધિ કહી છે. પોતે છેતરાય જાય છે. હું તો માનું છું, હું તો ભક્તિ કરું છું. એવી રીતે (છેતરાય જાય છે).
જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.’ જિનાગમને વિષે એટલે જિનેન્દ્રદેવે પણ આ વાત ફરી ફરીને, ઠેકાણે ઠેકાણે કરી છે, કે તું અનાદિનો અજાણ્યો છો. વળી આ માર્ગ પણ ગહન માર્ગ છે. એમ ને એમ તારી મેળે પત્તો લગાવવા જઈશ તો મેળ નહિ ખાય. માટે કોઈ જ્ઞાનીપુરુષના ચરણ વિષે મનને સ્થાપીને, પૂરેપૂરા ભક્તિવંત થઈને જે કાંઈ કરવા ધારીશ તો થઈ શકશે. નહિતર એ થવું મુશ્કેલ છે. એ રીતે જિનાગમમાં પણ ફરી ફરીને ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.’ જોકે જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે...’ સીધે સીધો જીવ એટલો બધો અત્યંત ભક્તિવંત થઈ શકતો નથી. અત્યંત બહુમાન એને ઉપજતું નથી. એટલે પ્રથમમાં એને એ વાત થોડી અઘરી લાગે છે. કેમકે સાવ અજાણ્યો રસ્તો છે અને એકદમ એને એ પ્રકા૨ આવતો નથી. પણ ચારે આવે ? અને કઈ રીતે એવો પ્રકાર આવે ?
‘વચનની અપૂર્વતાથી.....’ કોઈ અપૂર્વ વાણી પરમશ્રુત. આત્મજ્ઞાની, ધર્માત્માની વાણી કોઈ અપૂર્વ વાણી હોય છે. અપૂર્વ વાણીનું કોઈ પરમશ્રુત એમને શ્રીમુખેથી નીકળે છે એવું જ્યારે પોતાને લાગે છે ત્યારે અને તે વચનનો વિચાર કરવા...... વિશેષ વિચાર કરવાથી. એટલે આત્મહિતાર્થે એ કેટલી ઉપયોગી ચીજ છે. ભલે નિમિત્તપણે છે તોપણ એ નિમિતત્ત્વવ કેવું... એનો વિશેષ વિચાર કરવાથી, એ વચનનો