________________
૩૬૩
પત્રાંક-૫૭૨ વિશેષ વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,...” આ જગ્યાએ આ એક વાત નવી કરી છે.
વચનની અપૂર્વતા, વચનનો વિચાર કરવો, એ બે વાત તો પ્રચલિત છે. પણ “જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” હવે એ અપૂર્વદૃષ્ટિ શું છે? કે પૂર્વે મને આવો યોગ જાણે બન્યો જ નથી. “સોગાનીજીએ કહ્યું ને? અનંત તીર્થકરોથી અધિક એવો યોગ પ્રાપ્ત થયો છે. એક તીર્થકર એટલે શું? જેના કેવળજ્ઞાન પાસે આત્મજ્ઞાની ચતુર્થ ગુણસ્થાનવર્તી સાધકની દશા, ધર્માત્માની દશા જઘન્ય છે, અનંતમાં ભાગે છે. એને સીધું ફેરવીને એમ કહે કે એવા અનંત તીર્થકરોથી આ મારા માટે અધિક છે. મારા માટે, હોં! એમ લે છે. બધાને માટે એ વાત સિદ્ધાંત નથી સ્થાપતા. જેને જેને સપુરુષનો આવા દુષમકાળમાં યોગ થાય છે એને માટે વાત છે. કોઈ કાળની અંદર ટોળાબંધ જ્યાં સમ્યગ્દષ્ટિઓ હોય છે એ બીજી વાત છે. ટોળાબંધ મુનિઓ હોય છે બીજી વાત છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં અનેક કેવળીઓ હોય છે, અનેક તીર્થકરો હોય છે, બીજી વાત છે.
વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને અને એમાં પણ અનંતકાળથી હિત નથી થયું એવા જીવને અત્યારે શું કરવું? વાત તો એ ચાલે છે, કે રાજાને ત્યાં ભલે ખાજાના ભંડાર ભર્યા હોય, પણ અહીંયાં મને ભૂખ લાગી છે પણ બટકું રોટલો મળતો નથી. રાજાને ત્યાં મીષ્ઠાનના ભલે ભંડાર ભર્યા હોય, પણ પોતાને ભૂખ લાગી હોય અને બટકું રોટલો ન મળે. અથવા લાખો ટન નદીના પાણી ભલે સમુદ્રમાં જતાં હોય પણ પોતે તરસથી મરતો હોય ત્યારે એક મીઠા પાણીનો પ્યાલો-ગ્લાસ ન મળતો હોય ત્યારે એની કિમત કેટલી ? કે એ ગ્લાસની કિમત પ્રાણની કિમત ન થાય એમ પાણીની કિમત એ વખતે ન થાય. લાખો કરોડોથી પ્રાણ બચાવી શકાય? કે નહિ. પણ આવા એક પાણીના ગ્લાસથી પ્રાણ બચાવી શકાય. એટલી કિમત છે આની.
એમ અત્યારે જ્યાં દુષ્કાળ વર્તે છે. આ ધર્મના દુષ્કાળવાળો કાળ છે. બહુભાગ જીવો પોતાનું અહિત કરે છે. હિત કરનાર કો'ક જીવ આત્માર્થી કો'ક નીકળે છે. જ્ઞાની તો જવલ્લે જ મળે. એ પરિસ્થિતિમાં અહીંયાં આ વિચાર છે, કે કોઈ અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,” આવો યોગ મને જાણે અનંતકાળે મળ્યો નથી. પહેલો વહેલો આવો યોગ મળ્યો છે એવું એને લાગે. અનંતકાળમાં પૂર્વે મળ્યો નથી અને અત્યારે મળ્યો છે. હવે આત્મહિત કર્યા વિના ભવભ્રમણ ચાલુ રહે એવી સ્થિતિમાં મારે આ આયુષ્ય પૂરું કરવું નથી, વ્યતીત કરવું નથી. લીધે છૂટકો. એમ અંદરમાં વિચારબળ ઉત્પન્ન થાય, એવો