________________
૩૬૮
ચજહૃદય ભાગ-૧૧ જાગૃતિનો છે.
એ વિરોધી સાધનનો...... વિરોધી સાધનો એટલે અનુકૂળતાના સંયોગો. બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે ” બે પ્રકારે અનુકૂળતાને છોડી શકાય છે. “એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ... ભાઈ ! મારે જરૂર નથી. તે તે ચીજોની મારે કોઈ જરૂર નથી. મને વિકલ્પ નથી, મને ઇચ્છા નથી, અને જરૂરિયાત નથી. અને મને... એ પ્રકાર નથી. એટલે “એકતે સાધનના પ્રસંગની નિવૃત્તિનું...”
બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.” અને છતાં હોય તોપણ એની કિમત શું ? દાખલા તરીકે એક સામાન્ય બહુ સીધો સાદો મોટો સમર્થ દર્ગત લઈએ, કે અત્યારે આ જગતમાં પૈસાનું મૂલ્ય ઘણું છે. સર્વસ્વ થઈ પડ્યું હોય તો પૈસો સર્વસ્વ થઈ પડ્યો છે. ત્યારે એનું તુચ્છપણે કેવી રીતે સમજાય? કે ભાઈ ! પૈસા તો આજે પાપીમાં પાપી માણસો પાસે છે.
જેમ કે આ પરદેશમાં લોકો રહે છે. અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ વગેરે ધનાઢ્ય દેશો કહેવાય છે ને? ત્યાં તો ખાણી, પીણી, રહેણી, કરણી વિવેકશૂન્ય છે. અથવા જંગલી જેવી છે અથવા પશુ જેવી છે. એ લોકોના જે જીવન છે એમાં કોઈ વિવેક નથી. માંસાહારથી માંડીને બધું એ લોકોનું જીવન જ એવું હોય છે. પાપીમાં પાપી પ્રાણીઓ પાસે કરોડો-અબજોની દૌલત હોય છે. એની કિમત શું ? એની તુચ્છતા સમજવી. તો પછી પોતાને જે કાંઈ પુણ્યનો જેટલો યોગ અને સંપત્તિ હશે એના ઉપર એને શું મહત્તા આવશે ? કે અહીંયાં શું છે ? પાપી પ્રાણીઓ પાસે કરોડો-અબજો હોય છે. ઓલા સામાન્ય જે છે એમાં મમત્વ શું કરવું? અને એની મહત્તા શું રાખવી ? જે કાંઈ હોય એનું મમત્વ શું અને એની મહત્તા શું કરવા જેવી છે? અને એનો રસ શું લેવા જેવો છે આ જીવે? જેને જે કાંઈ પુણ્યયોગે, નસીબયોગે, પ્રારબ્ધ જેને કહેવાય એનું તુચ્છપણું એને આવવું જોઈએ. કોઈપણ પ્રકારથી એનું તુચ્છપણું જો સમજાય અને તે તે સાધનોની નિવૃત્તિ પોતે ચાહે, ઉદાસ રહે, નિરપેક્ષભાવે રહે તો એને એ બાજુનો વિભાવરસ તીવ્ર થતો નથી. નહિતર પરિણામની વિભાવરસસ્વભાવરસ ઉત્પન્ન નહિ થવા દે.
દર્શનમોહ જલ્દી નહિ પકડાય પણ રસ પકડી શકાશે. પરિણામના રસને અને દર્શનમોહને અવિનાભાવી સંબંધ છે. એટલે રસ પકડવો. કેમકે એ વેદનમાં આવે છે. રસ તીવ્ર થાય ત્યારે તો વેદનમાં આવે છે). હર્ષ-શોક પ્રસંગે રસ થાય છે કે નહિ? કોઈ હરખના પરિણામ થાય, શોકના પરિણામ થાય. એકદમ તીવ્ર રસથી પરિણામ થાય છે. ત્યારે ત્યારે દર્શનમોહહંમેશા વધે છે.