________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૧ તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા એટલે સર્વથા ત્યાગ કરવાનું બળન ચાલતું હોય. કેમકે આ તો મુમુક્ષની ભૂમિકા છે. ત્યારે ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે;”જરૂરિયાત વિનાનો અજરૂરિયાતવાળો છું. તો જરૂરિયાતો ઓછી કરવી એમાં શું મોટી વાત છે એમ કહે છે. આના વિનાનચાલે અને આના વિના ન ચાલે એવી આડ મારવાની જરૂર નથી. જે આત્મા સ્વરૂપે કરીને નિરાલંબનિરપેક્ષ છે. એવો શ્રદ્ધવો છે, એવો જાણવો છે અને એમાં સ્થિતિકરણ કરવું છે, તો દીનતા તો છોડવી જ પડશે. આ વગર નહિ ચાલે અને આ વગર નહિ ચાલે એ બધી દીનતા તો છોડવી જ રહી. એટલે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે.’
પરિગ્રહતથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે.’ હોય તોપણ એનો પરિચય અને પ્રસંગ એણે અલ્પ કરી નાખવો. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે...” કેમકે જીવનું લક્ષ છે, અંતરલક્ષ છે પોતાની નિર્મળતાનો એટલે દોષ મોળા પડે છે. અને દોષ મોળા પડે તો આશ્રયભક્તિ....” જ્ઞાનીના ચરણમાં નિવાસ કરવો છે, મન સ્થાપન કરવું છે એ દઢ થાય, એ સહેલું પડે, એ સુગમ પડે ત્યાં જવાતને જોડે છે. વર્તમાનના વિષયકષાયના રસવાળા પરિણામ અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું, એ બેને મેળ ખાય એવી વાત નથી એમ કહે છે.
આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ.” એમના વચનો પ્રત્યે બહુમાન આવે, એનું મૂલ્યાંકન થાય, એ ભાવો સમજાય, એના વચનમાં રહેલા ભાવો સમજાય. આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.” ત્યાં સુધી જાય. આ Line જો સાંધે તો જ્ઞાનદશા થાય. પરિણમન થાય એટલે જ્ઞાનદશા થાય, તીવ્રજ્ઞાનદશા થાય અને જીવન્મુક્તદશા પણ થાય. તેરમા ગુણસ્થાન સુધીની વાત લઈ લીધી છે.
મુમુક્ષુ-ઉપદેશબોધથી ઉપશમ અને વૈરાગ્ય થાય ત્યારપછી આ...
પૂજ્ય ભાઈશ્રી:- ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ જે છે એને એકબીજાને કારણકાર્યનો સંબંધ છે. એટલે એ કારણ બને એટલે કાર્યમાં એનું ફળ આવે છે. એ તો કારણકાર્યનો સંબંધ છે. અહીંયાં એ વાતનું અનુસંધાન નથી લીધું.
અહીંયાં તો એમ કહે છે કે તારા વિભાવરસના પરિણામને મોળા પાડ, સત્પરુષના ચરણમાં મનને સ્થાપ, અપૂર્વ ભાવે એમને જો. એમના વચનોમાં રહેલા અપૂર્વભાવોનું અવગાહન કર. તને અવશ્ય એનું પરિણમન થઈ, તીવજ્ઞાનદશા થઈને